Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 426
________________ ૩૯૪ -- - - - - - - જૈન દર્શનને કર્મવાદ વળી જાણી જોઈને ઈરાદાપૂર્વક મારવાની બુદ્ધિથી કઈ ત્રસ જીવની હિંસા નહિ કરવાની ઈચ્છાવાળાને પણ કઈ વિકટ સંગેમાં વિરેાધીને વધ કરવાનો સમય આવી જાય છે. એટલે ગૃહસ્થ જે હિંસાનાં પચ્ચકખાણ લેવા ધારે તે “નિરપરાધી ત્રસજીની સંકલ્પથી હિંસા નહિં કરવી” એટલા પૂરતી જ અવિરતિથી વિરામ પામી શકે છે. હવે ઉપર જણાવ્યા મુજબ જે કાર્યમાં હિંસા થઈ જવા. સંભવ છે, તે કાર્યોના હિસાબે પ્રતિજ્ઞા ન લઈ શકે તે પણ સમ્યકત્વી ગૃહસ્થત દુઃખાતા દીલે થતા તે કાર્યોમાં બની શકે તેટલી જયણું (જીવ રક્ષાની સાવચેતી રાખવામાં તે કદાપિ ઉપેક્ષા સેવે નહિ. આપણે આવાં કાર્યોની કયાં પ્રતિજ્ઞા છે, એવું માની જયણાની ઉપેક્ષા કરનારને સમ્યકત્વી કહી. શકાતા નથી. પોતે અવિરતિથી બચી શકતું નથી, તેનું હૈયે દુઃખ ધરવાવાળો તે જે ચીજોના વપરાશમાં કે કાર્યોમાં હિંસા થાય છે, તેવી ચીજો કે કાર્યો પૈકી બીનજરૂરી અગર જેના વપરાસનો સંભવ પણ નથી તેવી ચીજો કે કાને તો તે પચ્ચકખાણી બની જાય છે. અને જરૂરી ચીજોના વપરાસને પણ સંક્ષેપ કરી સંપૂર્ણ અવિપતિથી વહેલામાં વહેલી તકે બચવાના મનોરથવાળે થાય છે. આ ગૃહસ્થ અમુક અંશે પણ અવિરતિથી વિરામ પામેલ હોઈ, તે દેશવિરતિ” કહેવાય છે. આ દેશવિરતિધર ગૃહસ્થ તે અસત્ય-ચોરી–મૈથુન અને પરિગ્રહને પણ સ્થૂલપણે પચ્ચકખાણું બની શકતો હોઈ તેના એ રીતના વ્રતને આવ્રત કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457