Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 429
________________ ૩૯૭ કમબન્ધના હેતુઓ પાપરૂપી દુશમનની ટેળકી હતાશ બની જાય છે. અને આત્મ સ્વરાજ્યમાં નુકશાન કરવા અશકત બને છે. આ પ્રાણાતિપાતાદિ પાંચનું કર્મબન્ધમાં કારણ થવા પણું તો રાગદ્વેષ ઉપરજ અવલંબિત છે. તેથી જ પ્રતિક્રમણ સમયે રોજ ઘા રોજ વા દરેક વ્રતેને અંગે બેલાય છે.. કર્મબન્ધ જે રાગદ્વેષ ઉપરજ અવલંબિત ન હોત તે સાધુને નદી ઉતરવામાં, મૃગલાં વગેરે જાનવરે અંગે પુછનાર શિકારીને ઉો માર્ગ બતાવવામાં, અને સાધુને ઓ. મુહપત્તિ વગેરે ચારિત્રનાં ઉપકરણે રાખવામાં હિંસા -અસત્ય અને પરિગ્રહનું પાપ લાગત. પરંતુ એ રીતે વર્તવામાં કોઈ પણ સમજુ માણસ, અધર્મ કહી શકે જ નહિ. એટલે હિંસાદિ પાંચ કાર્યોદ્વારા થત કર્મબંધ મુખ્યત્વે તે રાગદ્વેષને જ અવલંબીને છે.આ પાંચ કાર્યોમાં મિથુન સિવાય ચારમાં અપવાદ છે.. કેવલ મૈથુન અપવાદીક નથી. કેમકે મૈથુનનું કાર્ય તે રાગદ્વેષ વિના સંભવી શકતું જ નથી. કષાય અને ચોગ – કષાયનું સ્વરૂપ, પ્રકરણ છઠ્ઠામાં ચારિત્ર મેહનીય કર્મના વિવરણમાં તથા તે કષાયદ્વારા કર્મબન્ધ કેવી રીતે થાય છે, તે સ્થિતિબંધના સ્વરૂપમાં, અને એગ દ્વારા થતા પુગલના ગ્રહણ અને પરિણમનની સમજ, પ્રકરણ પાંચમામાં વિચારાઈ ગઈ છે.

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457