Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 446
________________ ૪૧૪ જૈનદર્શનને કર્મવાદ () પૂર્વબદ્ધ કમેનો આત્મામાંથી છૂટકારો કરવા માટે શાસ્ત્રોમાં કહેલ બાર પ્રકારના તપનું સ્વરૂપ વિચારવું તે “નિર્જરા ભાવના છે. (૧) ચૌદરાજ પ્રમાણ લોકાકાશમાં રહેલ છએ દ્રવ્ય-ના પ્રતિસમય વર્તતા ઉત્પત્તિ, નાશ અને દૈવ્યરૂપ ધર્મનું ચિંતવવું, અથવા છએ દ્રવ્યના પરસ્પર સંબંધથી અનેક -જાતની વિચિત્ર ઉથલપાથલથી ભરપૂર એવા આ જગતનું અદભૂત અને અકલિત સ્વરૂપ વિચારવું તે લોકસ્વભાવ ભાવના છે. (૧૧) સમ્યકત્વ પ્રાપ્તિની દુર્લભતાનો ખ્યાલ કરે તે “બધિદુર્લભ ભાવના” છે. (૧૨) સમ્યકત્વની દ્રઢતા માટે અરિહંત પરમાત્મા આદિની પ્રાપ્તિની પણ દુર્લભતા વિચારવી તે “ધર્મ-સાધક અહંતાદિ દુર્લભ” ભાવના છે. તાત્વિક અને ઉંડા ચિન્તનરૂપ આ બારે ભાવનાઓ દ્વારા રાગદ્વેષાદિ વૃત્તિઓ થતી અટકી જાય છે. માટે જ -આવા ચિન્તનને “સંવર (કર્મબન્ધ નિરાધ)” ના ઉપાય તરીકે જણાવેલ છે. અનાદિકાળની પરદ્રવ્યમાં મરણતારૂપ વિષમ સ્થિતિ-માંથી સ્વસ્વરૂપ રમણતારૂપ સમસ્થિતિમાં આત્માને લાવનાર સાધનને “ચારિત્ર કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457