Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 444
________________ ૪૧૨ જૈનદર્શનનો કર્મવાદ વસ્તુ સ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતવન અને સમભાવરૂપ પરિણતિ છે. ક્ષધા–તૃષા–ઠંડીગરમી-માન-અપમાન-ગ-તકલીફ વિગેરે શાન્ત ભાવથી સહન કરવા અને પ્રલોભનની સામે લલચાવું નહિ, બુદ્ધિમતા કે વિદ્વતાને અહંકાર ન કરે અને બુદ્ધિમન્દતાદિ કારણે ઉદ્વિગ્ન ન થવું એ વિગેરે -શાસ્ત્રમાં કહેલ બાવીસ પ્રકારના પરિષહમાં આત્મધર્મ ન ચૂકવે તે પરિષહજય કહેવાય છે. ક્ષમામૃદુતા–જુતા – નિર્લોભતા-તપ-સંયમ (૫ મહાવ્રત, ૫ ઈદ્રિય નિગ્રહ, ૪ કષાયને જય, અને મન-વચન-કાયના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડની નિવૃત્તિ એમ સત્તર પ્રકારને સંયમ) સત્ય-શૌચ–અપરિગ્રહ (અમમત્વ) અને બ્રહ્મચર્ય એ દશયતિધર્મ છે. વસ્તુસ્થિતિના કલ્યાણપ્રેરક ચિંતવનને ભાવના કહે. વાય છે. મેહ-મમત્વ ને નબળા પાડી ફેંકી દેવામાં ભાવનાનું બળ જ સારું કામ આપે છે. જેનગ્રંથમાં એ માટે -નીચે મુજબ બાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. (૧) અનાસક્તિ ભાવ પેદા કરવા માટે દુન્યવી ચીજોની ક્ષણભંગુરતાના ચિંતવનને “અનિત્ય ભાવના ” કહેવાય છે. (૨) ભૌતિક અનુકુળતાની પ્રાપ્ત સામગ્રીમાં વર્તતા મિથ્યાભિમાનને રોકવા માટે “અશરણ ભાવના છે.

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457