Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 436
________________ ४०४ જૈન દર્શનની કમાવાદ કરવાથી, દેવદ્રવ્યનું હરણ કરવાથી યા વીણસાડવાથી અને સર્વજ્ઞ ભગવાન–વિશુદ્ધ આગમ અને સત્ય ધર્મ તથા સંઘની નીંદા કરવાથી જીવ દર્શનમેહનીય કર્મ બાંધે છે. તથા કષાય અને નાકષાયના ઉદયથી જીવમાં જે તીવ્ર વિભાવ ઉત્પન્ન થાય છે. તેને લીધે જીવ ચારિત્રમેહનીય કર્મ બાંધે છે. (૫સંસારિક વ્યાપારમાં અતીરાચ્યામાગ્યા રહેવા રૂપ જે આરંભ તથા વિષય તૃષ્ણાના અંગે વિષયના ભેગ. રૂપ જે પરિગ્રહ, તેમાં તલ્લીન થનાર અને અહિંસા દિને વસારી દેનાર તે નરકાયુ બાંધે છે. અત્યંત કપટી, શઠ, હૃદયમાં ત્રણશલ્યવાળે તે તિયચનું આયુ બાંધે છે. અલ્પ આરંભી, અ૫૫રિગ્રહી, મૃદુતાયુકત, અલ્પકવાયી, અને મધ્યસ્થ ગુણવાળાજીવ, મનુષ્પાયુ બાંધે છે. અવિરતિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સરાગ સંયમી, અજ્ઞાન તપસ્વી, અને અકામ નિર્જરાવાળે દેવાયુ બાંધે છે. (૯) મન-વચન-કાયાને કુટિલ વ્યવહાર, વિતંડા તથા અશ્રદ્ધા–ઈર્ષા-નિદા–આત્મપ્રશંસા–અસૂયા વીગેરેથી જીવ અશુભ નામ કર્મ બાંધે છે. અને મન-વચન-કાયાને સરલ વ્યવહાર, કલહને ત્યાગ, સમ્યગ્દર્શન, વિનય, અને ગુણાનુવાદ વીગેરે વડે જીવ, શુભ નામ કમ બાંધે છે. (૭) અન્યની પ્રશંસા, પોતાની નિંદા, અન્યના સદુગુણ બોલવા, પોતાના ગુણ ગાવવા, ગુરૂજનોને વિનય, પિતાનાં સારાં કામ સંબધે પણ ગર્વરહિતપણું એ

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457