________________
૪૦૯
સંવર–નિર્જરા અને મેક્ષ કરવા માત્રથી વિરતિની સાર્થકતા નથી. વિરતિની સાર્થકતા તે સંયમથી જ છે. સંયમ વિના તે હિંસાનાં પચ્ચકખાણું રૂપ અહિંસાની નિષ્ફલત છે. એટલે હિંસાથી થતા પાપને રેકવા માટે અહિંસા અને સંયમ અને હોવાં જોઈએ. હિંસાનાં પચ્ચકખાણ તે અહિંસા, તથા હિંસા થઈ જવા પામે નહિ અને જીવ બચી જાય તે રીતે થતા પ્રયત્નને સંયમ કહેવાય છે હિંસાને પચ્ચકખાણું પણ જયણાએ જ ચાલવાથી, ખાવાથી પીવાથી, સુવાથી. બેસવાથી પાપકર્મ ન બાંધે. જયણા કરવા છતાંય જીવ નહિ જ મરે એ નક્કી નથી, પરંતું બચાવવાની બુદ્ધિથી પ્રયત્ન કરવા છતાંય જીવ મરે તે પણ પાપકર્મ નથી. જયણાપૂર્વક પગ મુકવા વડે ચાલવાથી વિરાધના થઈ જાય છતાં પાપકર્મ બધાય નહિ. હવે અજયણાએ ચાલવાવાળાથી પણ સર્વ સ્થળે કંઈ હિંસા થઈ જતી નથી. છતાં તેને જીવોની હિંસા કરનારે કહેવાય. અણુએ હિંસા ન થઈ જવા છતાં પણ પાપ કર્મ બંધાય છે. જેમકે કાયદાનુસાર જે જગ્યાએ હોર્ન વગાડવું જરૂરી હોય ત્યાં કોઈ એકસીડેન્ટ ન થવા છતાં પણ મેટર ડ્રાઈવર હે ન વગાડે તે ગુન્હેગાર ગણાય છે. ઝેરી દવા જાણ્યે અજાણ્યે પી જનાર માણસનું મૃત્યુ થવાના સાગમાં દવા આપનાર ડોકટરે દવાની બાટલી ઉપર “ઝેરી દવા છે” એવી કાપલી ચોટાડીને બાટલી આપી હોય તે તે ડોકટર ગુન્હેગાર ગણાતું નથી. કાપલી ચટાડવી ભૂલાઈ ગઈ હોય તે ડૉકટર ગુન્હેગાર છે. આ રીતે અહિંસાના પાલનમાં જ્યણુ અંગે પણ સમજવું.