________________
-
-
-
- -
-
-
-
- -
-
કર્મબન્ધના હેતુઓ
૩૯૫ અને કેટલાક સમ્યકત્વી જે અશે પણ અવિરતિથી છૂટી નહિ શક્વાથી તેઓ અવિરતિ સમ્યગદષ્ટિ કહેવાય છે. અવિરતિથી થતા કર્મબંધમાં મિથ્યાત્વી અને સમ્યકત્વી જી અંગે ઘણું તારતમ્યતા છે. અને તેથી જ કહ્યું છે કે – सम्मदिही जीवो, जइविहुपासमायरे किंचिः
अप्पोसि होइ बंधो, जेण न निबंधसंकुणइ. સમ્યગ્દષ્ટિ જીવ જે કે થોડું પાપ કરે, તેને કર્મબંધ અલ્પ હોય છે. કારણકે તે નિર્દયપણે કરતા નથી.
હિંસા અંગે એટલું સમજવું જરૂરી છે કે હિંસાનાં પચ્ચકખાણ કરનારને પણ હાલતાં, ચાલતા, ઉઠતાં, બેસતાં ઈત્યાદિ દરેક ક્રિયા કરતાં હિંસા થાય છે. પરંતુ તે અને પ્રમાદથી એટલે પોતાની સ્વાર્થવૃત્તિ માટે મારવાની બુદ્ધિપૂર્વક હણવામાં આવ્યા હોય તે જરૂર જીવહિંસા કરી કહેવાય. બાકી આત્મામાં દયાપરિણામ વર્તતે હાય અને તે દયાપરિણામથી જ્યણાદિક અનેક ઉપાયે જીવહિંસા ટાળવાને ઉદ્યમ થતા હોય તેમ છતાં પણ મોક્ષાભિમુખી ક્રિયાઓમાં જે પ્રાસંગિક જીવહિંસા થાય છે, તે જીવહિંસાથી અવિરતિના ત્યાગને ભંગ થયે ગણતે. નથી.
હવે એક બાબત પણ સમજવી જરૂરી છે કે શાસ્ત્રમાં. પાપસ્થાનકે તે પ્રાણાતિપાત વીગેરે અઢાર ગણાવ્યાં. હોવા છતાં પ્રતિજ્ઞા તો પહેલા પાંચનીજ બતાવી છે. કારણ