________________
૩૫૭
સ્થતિબધ–સબંધ અને પ્રદેશબંધ તેના ભાગલા પડી જઈ જુદાજુદા કર્મોમાં વહેંચાતાં દલિકેનું પ્રમાણે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુલક્ષીને જ હોય છે. એટલે કે જે કર્મને સ્થિતિબંધ અધિક હેઈ શકતો હોય તે મૂલ કર્મના ભાગમાં ઘણાં દલિકે (પ્રદેશ) પ્રાપ્ત થાય છે, એ સામાન્ય નિયમ છે. પરંતુ તેમાં એક અપવાદ છે કે વેદનીય કર્મને સર્વ કર્મથી પણ અધિક દલિકે પ્રદેશ)ની પ્રાપ્તિ થાય છે. આનું કારણ એ છે કે, સુખ–દુઃખાદિકને સ્પષ્ટ અનુભવ વેદનીય કર્મથી જ થતો હોવાથી વેદનીયને ભાગ ઘણાં પુદગલવાળો હોવો જોઈએ. તેમાં જે ઓછાં પુગલ હોય તે સ્વીકાર્ય કરવામાં વેદનીય તે સમર્થ થઈ શકતું નથી.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ધોરણે મૂળ કર્મપ્રકૃતિ ને ભાગે આવેલ દલિકે (પ્રદેશ)માંથી તે તે મૂળ કર્મ પ્રકૃતિના ઉત્તર ભેમાં વહેચણ થઈ જાય છે. આ ઉત્તરભેદરૂપ કર્મ પ્રકૃતિમાં પણ થતાદલિકેના ભાગલાનું પ્રમાણ નિયમસર હોય છે. એ નિયમનું ધોરણ શાસ્ત્રમાં બહુ જ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. એ નિયમની હકિકત વધુ વિસ્તૃત હોવાથી જિજ્ઞાસુઓએ પંચમ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં આપેલ પ્રદેશબંધના વિષયમાંથી જાણી સમજી લેવી.