________________
કમબન્ધના હેતુઓ
૩૭૩
દેવાવાળું મિથ્યાત્વજ છે. મિથ્યાત્વનો નાશ થયા બાદ જ સત્તરને આત્યંતિક વિરોગ થઈ શકે.
સર્વ પાપસ્થાનકને સંસાર વૃદ્ધિનાં કારણ માનીને તે પાપસ્થાનકથી નિવૃત્ત થવાને અભિલાષી હોય, સ્કૂલ રીતે પાપ પ્રવૃત્તિને ત્યાગી પગ હેય, કુટુંબ-કબીલે આદિ સંસારિક સગોથી અલિપ્ત પણ હોય, મોક્ષને મેળવવાની ઈચ્છાવાળો હોય, આ જીવ પણ જીવાદિતના યથાર્થપણાને, આશ્રવ અને બન્ધના સર્વથા હેયપણાને, સંવર તથા નિર્જરાના સર્વથા ઉપાદેયપણાને અજાણ હોય અને મોક્ષપ્રાપ્તિને ચગ્ય સદુપ્રવૃત્તિઓને જ્ઞાનિ પુરૂષની નિશ્રાવિના આરાધક હોય છે તે પણ ઉપરિક્ત તત્ત્વથી યથાર્થ રીતે અનભિન્ન હોવાથી અવિરતિથી વિરામ પામી શકતું નથી. કારણ કે અવિરતિથી વિરામ પામવાની ઈચ્છાવાળાએ પ્રથમ તે પાપસ્થાનકોની યથાર્થ રીતે સમજ પામવી જોઈએ. પાપસ્થાનકે અંગેની કેટલીક સૂમ હકિકત સમજમાં ન આવે તે તેવી હકિકત બતાવવાવાળા સર્વજ્ઞવચનમાં વિશ્વાસુ-શ્રદ્ધાળુ બનવું જોઈએ. એ સિવાય પાપસ્થાનકથી સર્વથા વિરામ પામી શકાતું નથી.
અહિંસા પરમો ધર્મ માનવાવાળાએ અહિંસાનું ૨વરૂપ સમજવું જોઈએ. અહિંસા પાલનની ઈચ્છાવાળાએ હિંસાથી બચવા માટે જગતની કઈ ચીજમાં જીવપણું છે, ચા તો કઈ ચીજમાં કેવા સંગે જીલ્પત્તિ થાય છે, કેવા સંગે જીવહિંસા થાય છે, કેવી રીતે જીવહિંસાથી