________________
૩૭૨
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
જને વધુ વપરાશ થઈ શકે એવી બુદ્ધિથી ભૂખે રહેનારને તપસ્વી કહેવાય નહિ. તેવી રીતે હિંસાદિક અઢાર પાપસ્થાનકેને પિશાચ કરતાં પણ અત્યંત ભયંકરરૂપે ન મનાય ત્યાં સુધી બાહ્ય દેખાતી પાપનિવૃત્તિ તે અવિરતિની નિવૃત્તિ રૂપે ગણી શકાતી જ નથી.
એક ગણું દઈ સહસ્ત્રગણું પ્રાપ્ત કરવાની બુદ્ધિવાળે દાની ન કહેવાય, વિષયોને અત્યંત લુપીમનુષ્ય તે વિષય માટે શારીરિક અનુકુળતા પ્રાપ્ત કરવા પૌષ્ટિક ઔષધિઓના સેવન સમયે સ્ત્રીસંસર્ગથી દૂર રહેનારે બ્રહ્મચારી ન કહેવાય, અજીર્ણ ટાઈમે ભૂખ્યા રહેનારે તપસ્વી ન કહેવાય, અને ઉપરોક્ત ત્રણે અવસ્થામાં દાન– શીલ–અને તપની ભાવનાવાળે પણ ન ગણાય. તેવી રીતે અધ્યાત્મ દ્રષ્ટિએ અઢાર પાપસ્થાનકના ભયવિહેણે જીવ, કઈ અશક્તિથી કે સાંસારિક ભયથી યા માનપાનાદિસ્વાર્થબુદ્ધિથી કે અન્યભવે ભૌતિક સામગ્રી મેળવવાની તીવ્ર લાલસાએ કઈ પાપસ્થાનકની નિવૃત્તિરૂપ સંયોગમાં રહેવા માત્રથી તેનુ અવિરતિપણું ટળી જતું નથી.
પાપસ્થાનક અઢાર છે. તે અઢારે પાપસ્થાનકે સંસારમાં રખડાવનાર છે, નરકતિર્યંચાદિનાં ઘેર દુઃખ પમાડનાર છે. આવી માન્યતાને સ્વીકાર નહિ કરવા દેવાવાળું એક મિથ્યાત્વનામનું જ પાપસ્થાનક છે. પહેલાં સત્તર વાપસ્થાનકે પ્રવૃત્તિરૂપ છે, જ્યારે મિથ્યાત્વ તે વિપરીત માન્યતા રૂપ છે. એટલે સત્તર વાપસ્થાનકને યથાર્થ રીતે નહિ સમજવા