________________
૩૬૨
જૈન દર્શન કર્મવાદ પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ તે “મિથ્યાત્વ” સહિત
ગથી જ થઈ શકે છે. - મિથ્યાત્વરહિત સગી આત્માએ ગ્રહિત પુદ્ગલે માં આ સેળ પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ થઈ શકતી નથી. એટલે આ સેળ પ્રકૃતિઓના બંધને મિથ્યાત્વની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ છે. આ સેળ પ્રકૃતિના બંધ સમયે અવિરતિ, કષાય અને રોગ એ ત્રણ હેતુઓને પણ ઉપગ થતો હોવા છતાં તેઓની સાથે અન્વય
વ્યતિરેક સંબંધ ઘટતું નથી. અન્વય-વ્યતિરેક સંબંધ તે મિથ્યાત્વની સાથે જ હેવાથી મિથ્યાત્વ તે વિશેષ હેતુ છે, અને શેષ ત્રણ અહિં ગૌણ હેતુ છે.
માટે આ સેળ પ્રકૃતિને બંધ તે મિથ્યાત્વપ્રત્યયિકી. બંધ કહેવાય છે. તથા થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ, અનંતાનુબંધિચતુષ્ક, તિર્યંચત્રિક, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંઘયણ, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંસ્થાન, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાગતિ, દુર્ભાગ, અનાદેય, દુઃસ્વર, નીચગેત્ર, અપ્રત્યાખ્યાનચતુષ્ક, મનુષ્યત્રિક, અને ઔદારિકદ્ધિક તથા પહેલું સંઘયણ એ પાંત્રીસ કર્મપ્રકૃતિના બંધને “અવિરતિ » સાથેઅન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી,
અવિરતિ હેતુપ્રત્યાયિક તે પાંત્રીસ પ્રકૃતિને બંધ છે. - આ પાંત્રીસ પ્રકૃતિના બંધ સમયે કષાય અને વેગ હેતુ હોવા છતાં તે બનને ગૌણ હેતુ છે, અને “અવિરતિ મુખ્ય હેતુ છે. કારણ કે અવિરતિ વિના માત્ર કષાય અને