________________
કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
૨૮૭ ભિન્ન સંજ્ઞાઓથી તેના પ્રકારે પાડે છે. જેમકે જવર (તાવ) એ એક દર્દનું સામાન્ય નામ છે, અને તેના પેટા વિભાગને ટાયફેડ આદિ પૃથક્-પૃથક્ નામના જવર તરીકે ઓળખાવે છે. દર્દનો ખ્યાલ પેદા કરવા માટે તેની અમુક તે નામસંજ્ઞા હોવી જ જોઈએ. એ રીતે કર્મ અંગે પણ સમજી લેવું જોઈએ. વિદકશાસ્ત્રના અભ્યાસીઓ દર્દીના દર્દને અમુક પ્રકારની નામ સંજ્ઞાપૂર્વક ખ્યાલમાં લાવી અમુક નામસંજ્ઞાવાળા ઔષધેપચાર દ્વારા તે દર્દીને દૂર કરવા કેશિષ કરે છે, અને એ દદના કારણ તરીકે અમુક નામસંજ્ઞાવાળા કારણેને ફરી ઉપયોગ થઈ જવા ન પામે તેની સાવચેતી રખાવે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, શારિરિક રંગની માફક કર્મ એ પણ આત્મામાં વિભાવદશારૂપ દર્દીને પેદા કરનાર રોગ છે. માટે એ કર્મરૂપી રેગ અને તેને નષ્ટ કરનાર ઔષધેના દરેક પ્રકારની પ્રથક–પૃથક નામસંજ્ઞા જૈનદર્શનકારેએ સ્પષ્ટ જણાવી છે. પ્રથમ કહેવાઈ ગયેલ કર્મપ્રકૃતિની મૂળ નામ–સંજ્ઞાઓ * આઠ અને તેના પેટા વિભાગની ૧૫૮ નામ-સંજ્ઞાઓ આપેલી છે. પુનઃ એ મૂળ આઠ નામ સંજ્ઞાવાળાં કર્મને (૧) ઘાતી અને (૨) અદ્યાતી. એ બે નામસંજ્ઞાપૂર્વક બે વિભાગમાં પણ દર્શાવ્યાં છે. આઠ નામસંજ્ઞાવાળા કર્મથી આ બે નામ સંજ્ઞાવાળાં કર્મ કંઈ અન્ય નથી. પરમાર્થથી તે તેનાં તે જ છે, પરંતુ આઠ વિભાગમાં દર્શાવાતાં સર્વ કર્મને અમુક અપેક્ષાએ એ બે વિભાગમાં જ ગણું લઈ તેને ઘાતી અને અઘાતી એ બે નામસંજ્ઞાઓ આપેલી છે. એ રીતે અન્યાને અપેક્ષાપૂર્વક હવે પછી બીજી નામ