________________
૨૯૮
*
જૈન દર્શનને કર્મવાદ
-
લેવાનું છે. દેવાનુપૂવ–મનુષ્યાનુપૂર્વી–તિય ચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી એ ચારે આનુપૂવકર્મો ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતાં જીવને ઉદયમાં આવે છે. પુણ્ય અને પાપ કર્મપ્રકૃતિએ :
આત્માની સાથે સંબંધિત થયેલી આઠે કર્મની ઉત્તરપ્રકૃતિઓમાં જે કમ પ્રકૃતિઓના ફલસ્વરૂપે જીવને અનુકુળ સામગ્રીની પ્રાપ્તિ થાય, તે કર્મપ્રકૃતિઓને પુણ્યપ્રકૃતિ અને પ્રતિકુળ સામગ્રી પ્રાપ્ત કરાવનાર કર્મપ્રકૃતિઓને પાપપ્રકૃતિ કહેવાય છે. આ પ્રમાણે તમામ કર્મપ્રકૃતિએનું પુણ્ય અને પાપ એમ બે વિભાગમાં વિભાજન થઈ શકે છે. આ બે ભેદ સ્વરૂપે તે તમામ કર્મ પ્રકૃતિઓને બાલજી સરલતાથી સમજે છે. કારણ કે પ્રત્યેક ભવમાં જીવ જે જે સગ પ્રાપ્ત કરે છે તે પૂર્વકૃત પુન્ય અગર પાપનું જ ફળ છે. અને વર્તમાન કાળે કરાતાં પુન્ય-પાપકર્મ તે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા શુભાશુભ સંગનું કારણ છે. પિતાનું ભલું યા બુરું ભવિષ્ય તે જીવ પોતે જ ભલા–બુરાકાર્યથી - સ્વયંજ બનાવે છે. માટે જ કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં ગાયું છે કેબંધ સમય ચિત્ત ચેતી રે
- ઉદયે સંતાપ સલુણે. સુદેવ–સુગુરૂ–સુંધર્મ પ્રત્યે આદર, સેવા અને ભક્તિ આદિ શુભકાર્યો સે પુણ્ય કહેવાય, અને તેવાં શુભ કાર્યો કર