________________
૧૨
- જૈન દર્શને કર્મવાદ છે. એ પ્રમાણે દરેક કર્મ અંગે સમજવું. સ્થિતિબંધ જેમ ઉત્કૃષ્ટ અને જઘન્ય બે પ્રકારે કહ્ય; તેમ અબાધાકાળ પણ ઉત્કૃષ્ટ અને જઘન્ય બે પ્રકારે સમજે. ઉત્કૃષ્ટ સ્થિતિએ "ઉત્કૃષ્ટ અખાધાકાળ અને જઘન્ય સ્થિતિએ જઘન્ય અબાધાકાળ હોય છે. દરેક કર્મના જઘન્ય સ્થિતિબધે જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તને હોય છે.
ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધના અબાધાકાળનું ધોરણ ઉપર મુજબ છે. પણ જીવે અનેક છે, તેમાં કઈ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, કઈ એક સમય ન્યૂન બાંધે છે, કઈ બે સમય ન્યૂન બાંધે, યાવત્ કઈ પલ્યોપમના અને સંખ્યાતમે ભાગે ન્યૂન બાંધે છે, કે તેનાથી પણ ન્યૂન બાંધે છે, તો ત્યાં અબાધાકાળને નિયમ છે ? ત્યાં એમ સિમજવું કે, ઉત્કૃષ્ટ સ્થિતિબધ કરે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા, એક સમય. ન્યૂન કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા, બે સમય ન્યૂન બંધ કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા, યાવત્ જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન બંધ ન કરે ત્યાં સુધી ઉત્કૃષ્ટ અબાધા પડે, પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બંધ કરે ત્યારે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા પડે, તે બીજીવાર પલ્યોપમન અસંખ્યાત ભાગ છે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બે સમય ન્યુન ઉત્કૃષ્ટ અબાધા પડે. એ પ્રમાણે પ્રત્યેક પાપમના અસંખ્યાતમા ભાગે અબાધાને એક એક સમય ખૂન કરતાં એક બાજુ જઘન્ય સ્થિતિબંધ અને બીજી બાજુ જઘન્ય અબાધા આવે.