________________
-૩૩૪
જૈન દર્શનને કર્મવાદ
અનુભાગબધ પ્રમાણુ રસની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ (હાઈએસ્ટ) રસબંધ સુધી કર્મના રસનું પ્રમાણ સમજવું. એક એક અનુભાગ બંધ સ્થાનની વૃદ્ધિમાં પૂર્વના અનુભાગ બંધસ્થાનથી પછીના અનુભાગ બંધસ્થાનમાં સ્પદ્ધકની સંખ્યા અનંતભાગ - અધિક સમજવી. તથા પૂર્વના અનુભાગસ્થાનના છેલા સ્પર્કકની છેલ્લી વર્ગણના કોઈપણ કર્મપ્રદેશના રસાણમાં સર્વજીવથી અનંતગુણ સંખ્યા પ્રમાણુ રસાણુ ઉમેરતાં જેટલા રસાણ થાય તેટલા રસાણ, પછીના અનુભાગસ્થાનના પહેલા સ્પર્ધકની પહેલી વગણના કેઈપણ કર્મપ્રદેશમાં સમજવા.
આ રીતે એક અનુભાગ સ્થાનના કુલ રસાશની સંખ્યા -કરતાં પછીના અનુભાગસ્થાનમાંના રસાશાની અધિકતા સમજી શકાશે. અને રસશેની અધિકતાના હિસાબે પૂર્વના અનુભાગ સ્થાન કરતાં પછીના અનુભાગ સ્થાનની તીવ્રતાને પણ ખ્યાલ થશે. કારણકે અનુભાગસ્થાનમાં જેમ જેમ રિસાશાની અધિકતા તેમ તેમ તે તે અનુભાગસ્થાન દ્વારા જીવને ઉપઘાત કે અનુગ્રહની અસર વધુ થાય છે.
અહીં તે માત્ર જઘન્ય અનુભાગ (રસ) સ્થાનનું સ્વરૂપ વિચાર્યું. તેના કરતાં આગળ આગળનાં અનુભાગ સ્થાનમાં રસની તીવ્રતા સમજવા માટે અનુભાગ સ્થાનમાં કર્ડક પ્રરૂપણ તથા સ્થાનિક પ્રરૂપણાનું સ્વરૂપ પંચસંગ્રહ, કમ્મપયડી વગેરે ગ્રંથેથી સમજવું અત્યંત આવશ્યક છે. - અહીં તે માત્ર વિષયનિર્દેશ કર્યો છે, અનુભાગસ્થાનમાં . સમજવાની સુગમતા માટે આ તે માત્ર વિષય પ્રવેશ છે.