________________
-
કમપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ
૨૯ વાથી બંધાતાં જે શુભ કર્મ તે “પુણ્યકર્મ” કહેવાય, અને તે પુણ્યકર્મનું ફળ પૃદય કહેવાય છે.
હિંસા-અસત્ય-ચેરી-અબ્રહ્મ-પરિગ્રહ-કોધ-માનમાયા–લેભ-રાગ-દ્વેષ–કલેશ-ચુગલી–જુઠું આળ-હર્ષનેશક– નિંદા-છલકપટ અને મિથ્યાત્વ એ અશુભકાર્યને પાપ કહેવાય છે. તેવા અશુભ કાર્યો કરવાથી બંધાતાં જે અશુભ કર્ભ તે પાપકર્મ કહેવાય છે. અને તેવા અશુભ કર્મોનું ફળ તેને પપદય કહેવાય છે. એક ભવમાં કરેલ પુણ્ય. અથવા પાપનું ફળ તે જીવને તે ભવમાં જ મળે એ નિયમ નથી. તે ભવમાં પણ મળે અને અનેક ભવે બાદ પણ મળે. આ હકિકત આગળ પ્રકરણ આઠમામાં કહેલ સ્થિતિમધના સ્વરૂપથી સમજાશે.
વર્તમાનકાળે પાપ કરનારા કેટલાક જીને સુખી. થતા દેખી અને પુણ્ય કરનારા કેટલાક જીવોને દુખી થતા. દેખી, અનેક અજ્ઞાનીમનુષ્ય ધર્મ યા પુણ્યની ઘણું કરે છે. પરંતુ તેઓ સમજતા નથી કે વર્તમાન સુખ તે પૂર્વકૃતપુણ્યનું ફળ છે, અને વર્તમાન દુઃખ તે પૂર્વકૃતપાપનું ફળ છે. વર્તમાન સમયે કરાતાં પુણ્યકર્મોથી ભવાન્તરમાં સુખ અને વર્તમાન સમયે કરાતાં પાપકર્મોથી ભવાન્તરમાં દુખ મળે છે.
પુણ્યનું ફળ તે શ્રેષ્ઠ છે. પરંતુ તેમાં પ્રમાદ થઈ જાય તે પુન્ય પણ દુર્ગતિમાં લઈ જવાવાળું થાય છે. અને પુન્યફળથી પ્રાપ્ત સામગ્રી દ્વારા આત્મસ્વરૂપઝામિની