________________
૩૦૮
જૈન દર્શન કર્મવાદ,
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
-
પૂર્ણ થયેલ અમુક કર્મોથી છૂટે છે પણ ખરે, અને નવીન કર્મને બાંધે છે પણ ખરે. એટલે નવીન કર્મથી બંધાવાપણું તે સમયે સમયે સંસારી આત્મામાં ચાલુ છે. આમ હાઈને, જીવને અનાદિ–કર્મબદ્ધ કહેવાને બદલે જીવને અનાદિસંતાન–બદ્ધ અથવા અનાદિ-કર્મ–પરંપરા–વેષ્ટિત કહે વધુ ગ્ય છે.
પૂર્વસંચિત કર્મો પૈકી અમુક કમને સ્થિતિકાલ પૂર્ણ થએ તે કર્મ આત્મામાંથી ક્ષય થઈ જાય છે. બંધાયેલ કર્મ, આત્મા સાથે કેટલા ટાઈમ સુધી સ્થિર રહી શકશે તે સ્થિતિકાલ, કર્મો બંધાતી વખતના સમયે જ નક્કી થયેલ હોય છે. તેને સ્થિતિબંધ કહેવાય છે. મિથ્યાવાદિના. નિમિત્તથી એક જ પરિણામ દ્વારા સંચિત થતું કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હોઈ શકે છે, અને જઘન્ય સ્થિતિવાળું, પણ હોઈ શકે છે. તીવ્ર અશુભ પરિણામ દ્વારા જનિત જે કર્મ, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોય છે. આઠ પ્રકારના કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ સમાન નહિ પણ ભિન્ન ભિન્ન હોય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય, એ ચાર પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટસ્થિતિ, ત્રીસ કેટાકોટિ સાગરોપમ પ્રમાણ છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર કોટાકોટિ સાગરોપમ પ્રમાણ અને નામકર્મની તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટમાંઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેટકેટિ’ સાગરોપમ પ્રમાણ છે. બાકી રહેલ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોય છે.