________________
પ્રકૃતિ બંધ
૨૮૩
છે. તેમાં આપવાની ભાવના છતાં લેનાર ન મળે તે વ્યવહારથી દાનાંતરાય અને છતી શક્તિએ દાનનાં પરિણામ જ જાગે નહિ તેવી કૃપણુતા (કપિલાદાસીની જેમ) તે નિશ્ચયથી દાનાંતરાય કહેવાય છે.
દરિદ્રપણું પ્રાપ્ત થવું, ધનહીનતા, કંગાલતા, દ્રવ્યપ્રાપ્તિ માટે થતા ઉદ્યમની નિષ્ફળતા, આ બધામાં વ્યવહારથી લાભાંતરાયને ઉદય કહેવાય છે, અને લાભ પ્રાપ્ત થવાના સચોગમાં ઓચિંતું વિદન થાય, દાતાર આપવાની ભાવનાવાળો હોય અને યાચક યાચવામાં કુશળતાવાળો ગુણવાન હોવા છતાં પણ દાતાર પાસેથી દાન મેળવી શકે નહિ તે (ઢઢણમુનિ તથા ભગવાન છેષભદેવની જેમ) નિશ્ચયથી લાભાંતરાયકર્મ કહેવાય છે.
જે વસ્તુ વારંવાર ભેગવી શકાય તે વસ્ત્રાપાત્ર–સ્ત્રી, આદિ ઉપગ સામગ્રીને અંગે ઉપભેગાંતરાય કર્મ વ્યવહારથી અને નિશ્ચયથી ભેગાંતરાય કર્મની માફક જ સમજવું.
જેના ઉદયથી નિર્બલ યા દુબલા શરીરની પ્રાપ્તિ થાય તે વ્યવહારથી વીર્યંતરાય કર્મ કહેવાય છે, અને રેગ રહિત યુવાવસ્થા અને બળવાન શરીર હોવા છતાં પણ કેઈ સિદ્ધ કરવા લાયક કાર્ય આવી પડવા ટાઈમે હીનસત્વપણને લઈને તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરી શકે નહિ તે નિશ્ચયથી વીતરાય કહેવાય. વ્યવહારિક અંતરાય