________________
૨૮૪
જૈન દર્શનને કર્મવાદ કર્મના ક્ષયોપશમથી દાનાદિને ચગ્ય સાધન-સામગ્રીની પ્રાપ્તિ થાય છે અને નૈશ્ચયિક અંતરાયકર્મના ક્ષપશમથી દાનાદિનાં પરિણામ જાગૃત થવા દ્વારા દાનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થાય છે. નૈૠયિક અંતરાયકર્મ દાનાદિ કાર્યની પ્રવૃત્તિ થવા દેતું નથી, જ્યારે વ્યવહારિક નયથી અંતરાયકર્મ દાનાદિને યોગ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થવા દેતું નથી.
હવે એ પણ વિચારવું જરૂરી છે કે, દરેકને અંતરાયકર્મને ક્ષાપશમ હોવા છતાં પણ દાનાદિ ગુણ સરખા હોતા નથી. તેનું કારણ એ છેકે કેઈને પશમ મંદ હોવાથી તે ગુણે અલ્પ હોય છે, અને કોઈને ક્ષપશમ થોડે -વધારે હોવાથી તે ગુણે થોડા વધારે હોય છે. એમ ક્ષપશમ વધતાં વધતાં દાનાદિ ગુણે વધતા જાય છે. આ પ્રમાણે ક્ષપશમ વિશેષે દાનાદિ લબ્ધિઓના અસંખ્યાત ભેદે થાય છે. તેથી તે દરેકના-અંતરાયના પણ તેટલા જ ભેદે થાય છે, કારણ કે અંતરાયન ક્ષપશમ થત હિવાથી જેટલા તે પશમના ભેદે તેટલા જ તેના
અંતરાયના ભેદે છે. તેથી વ્યવહારનયથી અને નિશ્ચયનયથી -અંતરાયની દરેક પ્રકૃતિઓના અસંખ્યાત ભેદ સમજવા. -અને તેથી જ દાનાદિ લબ્ધિમાં અસંખ્યાત પ્રકારે હોવાથી તે દરેકને એક સરખી હોતી નથી. અંતરાયકર્મને સંપૂર્ણ ક્ષય કરનાર જ દરેક આત્મામાં દાનાદિ લબ્ધિઓ એક -સરખી હોય છે.
આ પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મ પાંચ પ્રકારે, દર્શનાવર