________________
જૈન દર્શનને કર્મવાદ
આમાં બુદ્ધિરૂપ મતિ, સ્મરણ-ચાદી રૂપ સ્મૃતિઆહાર, ભય, મિથુન, નિદ્રા વગેરે રૂપ સંજ્ઞા, વિચારણારૂપ ચિન્તા, ઈન્દ્રિયોથી થતા પદાર્થના બોધરૂપ અભિનિબોધ, હેતુ અને સાધ્યની એક ઠેકાણે વ્યાપ્તિ જોવામાં આવવાથી બધે ઠેકાણે તે વ્યાપ્તિ લાગુ કરવાને તર્ક, અને પ્રામાણિક વક્તાના શબ્દો ઉપરથી થતા સાચા જ્ઞાનરૂપ આગમ પ્રમાણ યા શબ્દ પ્રમાણ આ બધાં લેક વ્યવહારમાં જ્ઞાનનાં પસિદ્ધ નામે મતિ અને શ્રત જ્ઞાનમાં સમાવેશ થાય છે. શબ્દ ભેદમાં અર્થ ભેદ નથી પણ હવે એ હિસાબે આ બધા જુદા જુદા અર્થના નહિ પરંતુ એક જ અર્થના શબ્દો હોઈ તે બધાં મતિજ્ઞાન અને શ્રત જ્ઞાન જ છે. આમાં અભિનિબોધ શબ્દ જૈન સૂત્રોમાં પ્રસિદ્ધ છે અને બીજા શબ્દો લોકપ્રસિદ્ધ પણ છે.
આ પ્રમાણે જ્યાં સુધી પદાર્થ જ્ઞાનમાં જીવને ઈન્દ્રિય સહાયતાની જરૂર રહે ત્યાં સુધી તે જીવની ચૈતન્યશક્તિ
મતિ અને શ્રત” સંજ્ઞાથી ઓળખાય છે. પણ તેથી આગળ વધીને ચિતન્યશક્તિને વિકાસ વિશેષરૂપે થાય ત્યારે તે ચૈતન્યશક્તિને, વિષય ગ્રહણ કરવામાં ઈન્દ્રિય સહાયની જરૂર નહિ રહેતાં, આત્મ-પ્રત્યક્ષ જ પદાર્થ સ્વરૂપને જુવે છે. આ રીતની ચૈતન્યશકિત જ્યાં સુધી રૂપી (રૂપ-રસગધ-સ્પર્શયુક્ત) પદાર્થને જ જાણવાવાળી હોય ત્યાં સુધી તેને અવધિજ્ઞાન તરીકે ઓળખાય છે. અવધિને વિષય કેવળ રૂપી પદાર્થ સુધી જ સીમિત હોવાથી તેને સીમિત