________________
૨૬૦
જૈન દર્શનના કર્મવાદ
પણ દબાવી દે, ક્ષોભ પમાડે એવી જાતના સામર્થ્યને ઉત્પન્ન કરાવનારૂં કર્મ “પરાઘાતનામકર્મ” છે.
(૨) શ્વાસ લેવા મુકવાની શકિતનું નિયામક કર્મ તે શ્વાસોચ્છવાસનામકર્મ છે.
(૩) અનુષ્ણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક કર્મ તે આતપનામ કમ” છે.
માત્ર સૂર્યના વિમાનના પૃથ્વીકાય જીવને જ આ કર્મને ઉદય હોય છે. કારણ કે તે જીવોનું જ શરીર શીતસ્પર્શવાળું હોવા છતાં ઉષ્ણ પ્રકાશવાળું હોય છે.
(૪) શીતસ્પશી શરીરમાં શીત પ્રકાશનું નિયામક કમ તે “ઉદ્યોતનામકર્મછે.
ચંદ્રમાંથી ઠંડે પ્રકાશ ફેલાય છે તે તથા મુનિઓના વૈક્રિયશરીર, દેના ઉત્તર વૈક્રિયશરીર, ખજુઆ, રાત્રે ચમકતી કેટલીક વનસ્પતિઓ વગેરેને જે ઉદ્યોત હોય છે તે આ “ઉદ્યોતનામકર્મથી જ પ્રાપ્ત થયેલ હોય છે.
(૫) જે કર્મના ઉદયથી જીવના શરીરને પરિણામ રૂ જે હલકે ન પામે કે લોઢા જેવો ભારે ન બને તે કમનું નામ “અગુરુલઘુનામકર્મ છે.
(૬) જે કર્મના ઉદયથી ત્રણ ભુવનના જનોને પૂજવાલાયક થાય, સુરાસુર અને મનુષ્યને પૂજ્ય એવું ઉત્તમોત્તમ તીર્થ પ્રવર્તાવે, અને પિતે કૃતકૃત્ય છતાં પણ ધર્મના ઉપદેશ કરવામાં પ્રવૃત્તિ કરે, તીર્થંકરદેવ તરીકે વિશ્વ