________________
૨૭૦
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
-
-
-
-
- - -
-
-
-
મા ચાલ્યા જાય છે. બસ ! આ ત્રણ શબ્દ જ ચિલાતીપુત્ર (ચેર અને ખૂનીને ઉદ્ધાર કરે છે. કહેવત પણ છે કે, તેજીને ટકેર બસ છે. શાણાઓ સાનમાં સમજી જાય છે. ચિલાતીપુત્ર શબ્દની વિચારણા કરે છે, તરવારને તીલાંજલી આપે છે, મસ્તક મૂકી દે છે. ' લોહીના સ્વાદથી આકર્ષાઈને આવેલી કીડીઓ તેના શરીરને ચાલણ બનાવે છે. ખૂની, ચાર સમભાવે સહન કરી સગતિએ સંચરે છે. આ પ્રભાવ ઉચ્ચગેત્ર છે. ઉચ્ચકલને છે. ઉચગોત્રેના સંસર્ગમાં આવનારના સંસ્કાર પણ ઉત્તમ પડે છે. ગેર–લૂંટારાના ઘરે રહેતે પોપટ “મારે. એમ બોલે છે, કેમકે તે તેવું બોલતાં શીખે છે; સાધુ, ભગત વગેરેને ત્યાં રહેલે પિપટ “રામ રામ” “ સીતારામ ” વગેરે બાલશે. કેમકે તે તેવું બોલતાં શીખે છે. ઉચ્ચગેત્રમાં ધર્મના સંસ્કારે છે. નીચ ત્રમાં નરસા સંસ્કારો છે. નીચ ગોત્રવાળે ધર્મ ન પામે તેમ નહિ, પણ પામવામાં મુશ્કેલી પડે છે. લોઢામાં સુવર્ણ થવાની યોગ્યતા છે, પણ રસ કે પારસમણિનો સંગ થાય તે.
* સુવર્ણમાં તે સ્વાભાવિક સુવર્ણપણું છે જ. તેમ ઉચ્ચગેત્રમાં ઉચ્ચ સંસ્કારે સ્વભાવથી જ સાંપડે છે. ત્યાં તે ધર્મના સંસ્કારે જન્મથી સિદ્ધ છે. ધર્મ કરવા માટેની અનુકૂલતા ત્યાં સંકળાયેલી છે. બહારથી ધર્મ લાવો પડતું નથી.