________________
૧૧૦
જૈન દર્શનને કર્મવાદ
વાસ્તવિક શાંતિનો અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્યતા કદાપી પ્રાપ્ત થવાની નથી.
સર જેમ્સસ નામે એક વિજ્ઞાનિક લખે છે કેસાપેક્ષવાદ અને પરમાણુવિભાજન જ વીસમી સદીના મહાન આવિષ્કાર નથી, પરંતુ “વસ્તુઓ આપણને જેવી: દેખાય છે તેવી નથી” એ જ આ સદીને, મહાન આવિષ્કારે છે. સાથે સાથે સર્વમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિક્તાની પાસે પહોંચી શક્યા નથી.
આ રીતે પદાર્થનું પ્રાપ્તજ્ઞાન એ, કેવલ વૈજ્ઞાનિક દષ્ટિ કરતાં તત્ત્વજ્ઞાનદષ્ટિ સાથે જ વિચારવામાં આવે તેજ સવ અને પારને લાભદાયક છે. - તત્વજ્ઞાનની વાતને ફકત પાશ્ચાત્ય યા વિજ્ઞાનદષ્ટિ એ જ જેનારા અને વિચારનારા કદાચ ન પણ સમજી શકે, વળી આજના. અર્થ પ્રધાન યુગમાં કેવળ અંધશ્રદ્ધા રાખવી પણ ન પરવડે તે પણ સમજવું જોઈએ કે કેટલીક વાતે એવી હોય છે કે તેમાં એકલી તકબુદ્ધિ કામ આવતી નથીએને માટે આંતરદૃષ્ટિ મેળવવી પડે છે
આંતરદૃષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય પૃથ્વી ઉપર રહીને ત્રિલોકને જીતવાના પ્રયાસ કરન્સે આગે છે. અને કેટલીક વાર- કંઈક અંશે એને સફળતા પણ મળે છે. પરંતુ જગતને ઈતિહાસ કહે છે કે એ સફળતાની ભ્રમણાનું જ્ઞાન માનવીને હમેશાં પાછળથી થયું છે. આમ થવામાં તેને