________________
૧૨૮:
જૈન દર્શનને કર્મવાદ માનસિક બળ હોતું નથી. અને કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઓછું હોવા છતાં પણ માનસિક શૌર્ય વિશેષપણે દેખવામાં આવે છે. તેનું કારણ એ છે કે શારીરિક બળને આધાર આત્મિક બળના વિકાસ પર જ હોય છે. કેટલાંક દુબલાં પ્રાણિ જે નિર્બળ દેખાય છે. તે કયારેક કયારેક અસાધ્ય પુરૂષાર્થ કરી નાખે છે. તથા મેટા શરીરવાળા લેકે એક સાધારણ કાર્યમાં પણ અસફળ થાય છે. એજ આત્મિક બળની આધારને પ્રત્યક્ષ પુરાવે છે. શારીરિક બળની પ્રચુરતાવાળા કેટલાક મનુષ્ય ડરપોક અને મૂઢ પણ હોય છે. કેમકે તેમની પાસે આત્મવીર્યને પ્રગટ કરવાનું બળ હેતું નથી. તેથી સમજવું જોઈએ કે શારીરિક બળની પરાક્ષમાં આત્મિક બળ વીર્ય જ કામ કરે છે.
આત્મા જ્યારે શરીરને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, ત્યારે મજબુતમાં મજબુત શરીર પણ કાષ્ટની માફક થઈ પડયું રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આત્મિક બળ વીર્યના અભાવમાં શારીરિક બળ વ્યર્થ છે. - શરીરગત પગલિક વીર્ય એ બાહ્યવીર્ય છે. બાહ્યવીર્ય એ આત્મિક વીર્યના અનેક બાહ્ય સાધનામાંનું એક બાહ્ય સાધન છે. અર્થાત આત્મિક વીર્ય પ્રગટ હવામાં બાહ્ય વિર્ય પણ સંબંધ ધરાવે છે. કેવળજ્ઞાની ભગવંતની જ્ઞાનશક્તિથી પણ બે ભાગ થઈ ન શકે એવા અવિભાજ્ય વીર્યને એક ભાગ “અવિભાજ્ય વિય” કહેવાય છે. એવા અનંત વીર્ય અવિભાગ પ્રત્યેક આત્મામાં હોય છે. કેવલી