________________
-
-
-
-
-
-
-
૨૩૪ :
જેને દર્શનને કર્મવાદ. વચ્ચે કેઈ અન્ય ગતિનામકર્મને ઉદયકાળ પાકતે હોય તે પણ આયુષ્યકર્મને અનુરૂપ ગતિનામકર્મરૂપે સંક્રમી પ્રદેશોદયથી વેદાય છે. જેમકે મનુષ્ય, તે મનુષ્યગતિને વિપાકેદયથી અને બાકીની ગતિ કર્મ સત્તામાંથી સ્થિતિપાકે ઉદયમાં આવે તેમ તેમ મનુષ્યગતિમાં સંક્રમાવીને ભેગવી પૂર્ણ કરે છે. એવી રીતે ચારે ગતિમાં સમજવું.. ગતિનામકર્મની માફક આયુષ્ય કર્મ તે અન્ય આયુષ્યમાં સંક્રમી શકતું નથી. તે તે જેવું બંધાયું હોય તેવું જ વેદાય છે.
પ્રત્યેક ગતિના જીવનમાં સુખ-દુઃખના સંગે કંઈ એક સરખા જ હેતા નથી. જેમકે નરકગતિમાં પહેલી નારકીથી સાત નારકીઓ સુધી દુઃખની પરિસ્થિતિ અનુક્રમે એક એકથી અધિક હોય છે. તિર્યંચગતિમાં તિર્યંચપચેન્દ્રિય કરતાં ચરિન્દ્રિય–તે ઇન્દ્રિય–બેઈન્દ્રિય અને એકેન્દ્રિય તિર્યચામાં દુઃખના સંગે અનુક્રમે વિશેષ વિશેષ હોય છે. દેવગતિમાં ભવનપતિ આદિ દે કરતાં અનુત્તરવાસી દેવામાં સુખના સગામી અધિકતા છે. એ રીતે મનુષ્યગતિમાં પણ ન્યૂનાધિકતા છે. તે પણ સુખ–દુઃખના ઉપગરૂપ અમુક પ્રકારની કુદરતી પરિસ્થિતિને સ્થૂલરૂપે ચાર વિભાગમાં વહેંચી તે પરિસ્થિતિને “ગતિ” નામે ઓળખાવી તે ગતિને પ્રાપ્ત કરાવવાવાળા કર્મને ગતિનામકર્મ તરીકે ઓળખાવ્યું છે, - આ ચાર ગતિમાંથી કોઈ પણ એક ગતિના તમામ