________________
૨૩૬
જૈન દર્શનને કર્મવાદ હોવા છતાં કેઈક સમાન બાહ્ય પરિણામના કારણે તેઓમાં ચૈતન્યનો વિકાસ સ્વલ્પ અને લગભગ સરખો હોય છે. તેવી રીતે બેઈદ્રિયાદિક જાતિઓમાં પણ સમજવું. આ રીતે નિર્દોષ સરખા પણ વડે એક કરાએલ સમાન બાહ્યા પરિણામ જ અમુક અમુક ચૈતન્ય વિકાસમાં નિયામક છે. તે સમાન બાહ્ય પરિણામને જાતિ કહેવાય અને તે અપાવનાર કર્મને જાતિનામકર્મ કહેવાય છે.
પંચેન્દ્રિય જી કરતાં ચઉરિન્દ્રિય જીવેને ચૈતન્ય વિકાસ અલ્પ હોય. એ રીતે ચઉરિન્દ્રિય કરતાં તેઈન્દ્રિય જીવમાં, તેઈન્દ્રિય કરતાં બેઈન્દ્રિય જીમાં, અને બેઈન્દ્રિય કરતાં એકેન્દ્રિય જીવોમાં ચૈતન્યને વિકાસ (ચૈત
ને ક્ષપશમ) અનુક્રમે અલ્પ હોય છે. આ પ્રમાણે ચિતન્યશક્તિની ન્યૂનાધિક ખીલવટના ધોરણનું નિયમન તે જાતિનામકર્મના આધારે જ છે. આ રીતે પાંચ પ્રકારે ચૈતન્ય વિકાસની વ્યવસ્થા તે જાતિ, અને પાંચ પ્રકારની વ્યવસ્થા રૂપ જાતિને પ્રાપ્ત કરાવનારૂં કર્મ તે તે જાતિનામકર્મ કહેવાય છે. જાતિ નામ કર્મના ઉદયથી તે તે જાતિની પ્રાપ્તિમાં જીવ વિવિધ પ્રકારના શરીરને ધારણ કરે છે. સંસારી અવસ્થામાં જીવ તે શરીર વિના તે રહી શકે જ નહીં.
કારણ કે સંસારી જીવોને સુખ–દુઃખના ઉપગનું -વાતે ક્રિયા કરવાનું સાધન શરીર જ છે. વળી જીવ તે અરૂપી હોવાથી કઈ જગ્યાએ કયા જીવ રહેલો છે, તેને ખ્યાલ છદ્મસ્થ જીવોને તો સજીવ દેહની પ્રત્યક્ષતાથી જ થઈ શકે છે.
T