________________
૨૪૮
જૈન દર્શનને કર્મવાદ આ પ્રમાણે ઔદારિકાદિ પાંચે શરીરની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ તરીકે તે તે શરીરનામકર્મ પણ પાંચ પ્રકારે છે.
કયું શરીર બાંધવા માટે જીવે કઈ વગણ ગ્રહણ કરવી તે નક્કી કરી આપવાનું કામ શરીરનામકર્મનું છે. એટલે તે તે શરીરને ચગ્ય તે તે પુગલ વર્ગણાઓના ગ્રહણ માટે તે તે સંજ્ઞાવાળાં શરીરનામકર્મજ નિયમિત હોય છે. અમુક વગણ ગ્રહણ કરવા માટે અમુક નામ કર્મ જ નિયમિત ન હોય તે કયું શરીર બાંધવા માટે કઈ વગણા લેવી તે ચોક્કસ ન રહેત.
અહિં દારિકાદિ શરીર, ઔદારિકગ્રહણગ્ય વર્ગણું, અને ઔદારિકાદિ શરીરનામકર્મ, એ ત્રણેયની ભિન્નતા ભુલાઈ જવી ન જોઈએ.
જેમકે આપણું જે સ્થૂલ શરીર છે તે ઔદારિક શરીર છે. તે શરીરરૂપ રચના જે યુગલસમુહથી બનેલી છે તે ઔદારિક વગણનાં જ પગલે છે. તે દારિક પુદગલનું ગ્રહણ જીવને ઔદારિકનામકર્મના ઉદયથી જ થયું છે. ઔદારિકનામકર્મ એ કર્મની પ્રકૃતિ હેઈ કાર્મણ, વર્ગણના પુદ્ગલેનું જ બનેલું છે. આ રીતે પાંચેય શરીર, તે તે શરીરમાં ઉપગી તે તે શરીરનાજ નામવાળી પાંચેય પ્રકારની પુદગલવણું અને તે તે વર્ગણોને ગ્રહણ કરાવનાર પાંચેય શરીરનામકર્મ અંગે સમજવું. પાંચેય શરીર નામ કર્મમાં નામ તે (૧) દારિક શરીર નામકર્મ (૨) વૈક્રિય શરીર નામકર્મ (૩) આહારક શરીર નસકમ