________________
-- ૧૩૪
જૈન દર્શનને કર્મવાદ વચન અને કાયયોગ દ્વારા પ્રવર્તે છે, તેને પરિસ્પન્દ વીર્ય કહેવાય છે. ઉકળતા પાણીના ચરૂમાં જેમ પાણી ઉકળતું જ રહે છે, તેવી રીતે આત્મપ્રદેશમાં પણ કર્મના સંબંધથી મને વિગેરેની પ્રવૃત્તિમાં ચાલુ હોવાથી ફુરણા થતી જ રહે છે. જેથી સગી આત્માનું લબ્ધિવીર્ય સ્થિર નહી રહેતાં પ્રકાપિત બને છે. આત્મવીર્યની પ્રપિત અવસ્થામાં બળ-શક્તિ અને મન વગેરેની પ્રવૃત્તિ અનુસાર, ન્યુનાધિક પ્રમાણમાં કામણ વર્ગણાના પુદ્ગલ સમૂહ-કને આત્મા - - ગ્રહણ કરે છે. કામણ વર્ગણાનાં પુદ્ગલ સમુહ તે લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ, જે આકાશપ્રદેશોને વિષે જીવ અવગાહી રહ્યો હોય છે, તે પ્રદેશે જ અવગાહી રહેલ કર્મસ્કંધના દલિકને જીવ ગ્રહણ કરે છે. અંનતર કે પર૫ર પ્રદેશાવગાઢ દલિકનું ગ્રહણ જીવ કરતું નથી. વળી, તે પુગલ ગ્રહણમાં જીવના પિતાના સર્વ પ્રદેશને પ્રયત્ન થાય છે. કારણ કે પ્રત્યેક જીવના સર્વ જીવ પ્રદેશને પરસ્પર સંબંધ સાંકળના અકેડાની પેઠે હેવાથી જેમ કોઈ વસ્તુ ગ્રહણ કરવા માટે અંગુલી પ્રવર્તે એટલે કરતલ– –મણિબંધ-ભુજા–ખભે એ સર્વ અનંતર પરંપરાએ બળ કરે છે, તેવી રીતે પુદ્ગલ ગ્રહણમાં પણ સર્વ જીવ પ્રદેસે અગે. સમજવું. અહીં સાંકળની કડીઓનું દ્રષ્ટાન્ત પરસ્પર ભિન્ન નહિ પડવારૂપ સંબંધની અપેક્ષાએ છે.
જીવના સર્વ પ્રદેવડે ગ્રહણ કરાતા તે પુદ્ગલ ઔધે સમૂહમાં અનંત વગણાઓ તથા પ્રત્યેક વર્ગમાં અનન્ત પરમાણુઓ હોય છે. -