________________
પ્રકૃતિ બંધ
૧૭૩
જ ભગવાન મહાવીરે કહ્યું. ભગવાન મહાવીરે કહેલ તત્વને સ્વીકાર મહાવીરપણાને અંગે નહિ પણ જિનેશ્વર પણાના અગે છે. માટે “વીરપન્નત્તર નહીં કહેતાં “નિનવનરંતર કહીએ છીએ.
આ પ્રમાણે જિનેશ્વર દેવોએ પ્રરૂપિત તત્વ જ યથાર્થ તત્વ હેઈ શકે. તેવા તત્ત્વની સંપૂર્ણ શ્રદ્ધા તેનું નામ જ સમ્યકત્વ છે.
પ્રશ્નતત્વની પ્રમાણિકતા તત્ત્વના પ્રરૂપકની પ્રમાણિકતાના આધારે હોઈ તેવા તત્ત્વનું યથાર્થપણું સિદ્ધ છે. તે જગતના દરેક પ્રાણિને તે તત્વ કેમ ગ્રાહ્ય-શ્રદ્ધેય થતું નથી? તત્ત્વ યથાર્થ હોય તે દરેકને ગ્રાહ્ય થવું જ જોઈએ.
સમાધાન થાર્થ તત્વ હોવા છતાં પણ તે તત્વ. દરેકને ગ્રાહ્ય-શ્રદ્ધેય થાય એવો નિયમ નથી. અને કોઈને. શ્રદ્ધેય ન થાય તેથી તત્ત્વની યથાર્થતા ઉડી જતી નથી.. કમળાના રોગવાળાને શ્વેત વસ્તુ શ્વેત રૂપે ન ભાસે તેથી શ્વેત વસ્તુની શ્વતતા અસિદ્ધ નથી. ત્યાં તે શ્વેતવસ્તુ શ્વેત પણ નહીં ભાસવામાં કમળાને રેગ આવરણરૂપે પડયો છે કમળ જ્યાં સુધી નહીં ખસે ત્યાં સુધી ચાહે તેટલેપ્રયત્ન કરવા છતાં શ્વેત વસ્તુ પીળી જ દેખાશે. અહીં ચત. વસ્તુને પિત્ત જોવામાં કમળ જ કારણભૂત છે તેવી રીતે યથાર્થ તત્વને લેશમાત્ર પણ અસ્વીકાર કરવામાં, અર્થાત. વસ્તુ તત્વની વિપરીત માન્યતામાં જીવને “દર્શન મેહનીય નામે કર્મ જ આવરણરૂપ છે.