________________
૨૨૨ ..... .. === જૈન દર્શનનો સંવાદ -મુગ્ધ બની જંઈ ભાન ભૂલે થાયે ત્યારે તે “ભયમોહ
ની દય” સમજ, અને જ્યારે ભયના સંગમાં -અશાંતિ, સુખ કે કલેશ અનુભવે ત્યારે તે “ભયવેદનીય છે સમજવું. અર્થાત મહોદયથી વ્યાકુલતા આવે અને વેદનીદયથી અશાંતિ, દુઃખ વિગેરે પિદા થાય છે.
. મોહનીય કર્મના બન્ને ભેદનું વર્ણન અહીં પૂર્ણ થયું. સારાંશ એ છે કે દર્શનમેહનીયકર્મ સત્યવસ્તુમાં શ્રદ્ધા કે દૃઢતા થવા દેતું નથી, અને ચારિત્ર મહનીય કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દર્શનનાં આવરણે દૂર થતાં, વસ્તુને વસ્તુરૂપે જાણી જોઈ શકાય છે, પણ તે સાથે આ દર્શનમોહનીય કર્મ ઓછું થયું હોય તોજ યથાર્થ પણે માન્ય કરવામાં, તેના ઉપર શ્રદ્ધા આવી શકે છે, અને તે શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મોહનીય કર્મ ઓછું થતાં તે પ્રમાણે વર્તન કરાય છે.
આયુષકર્મ :
આ કર્મ એક બેડી તુલ્ય છે. તે ચાર પ્રકારે છે. (૧) નારકીનું આયુષ (૨) તિર્યંચનું આયુષુ (૩) મનુષ્યનું આયુષ (૪) દેવનું આયુષ.
જેમ અમુક મુદત સુધી શિક્ષામાં મુકરર કરેલા કેદીને તે મુદત પૂરી થયા સિવાય મુકત થવાતું નથી, તેમ આયુષની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણી અન્ય જન્મમાં જઈ શકતો નથી. ઘણું પ્રાણી કે જેઓ વ્યાધિ, ઈષ્ટ