________________
પ્રકૃતિ બધ :
૨૦૯
શરીરાદિ અનેક પ્રતિકુળતાઓને સહન કરવાવાળા હાયછતાં, સજીવ અને નિર્જીવતાના સંપૂર્ણ ખ્યાલ રહિત હોય અર્થાત ઓછી સમજવાળા હાય, અથવા તેવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષા વૃત્તિવાળા હાય, અગર સર્વજ્ઞ ભગવાનેએ પ્રરૂપેલ સંજીવ વસ્તુઓમાં લેશમાત્ર પણ અશ્રદ્ધાવાળા હોય તે તેવાઓ સંપૂર્ણ અનુકંપા પાળી શક્તા જ નથી. સાચી અનુકંપા બુદ્ધિવાળાઓએ તે સૂક્ષ્મ યા સ્થૂલ પ્રાણિમાત્રનું સ્વરૂપ સમજવું જોઈએ. મુડીદારને જ રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાયી ન ગણાય તેવી રી છે સંપૂર્ણ ઇદ્વિયશક્તિ ધારણ કરનાર પ્રાણિ પ્રત્યે જ અનુકંપાવાળા બની, જુન ઇંદ્રિયશક્તિ ધારણ કરનાર પ્રાણિ પ્રત્યે ઉપેક્ષા કરનાર વાસ્તવિક અનુકંપાવાળે કહી શકાય જ નહિ. . વળી અન્ય જીવ પ્રત્યે અનુકંપા બુદ્ધિ રાખનાર માણસ, મનુષ્ય પ્રત્યે દયાહીન બને, કોઈ મનુષ્યને દુઃખી દેખી તેનું હૃદય ન દવે, યથાશક્તિ તેનું દુઃખ દૂર કરવા તૈયાર ન થાય, સ્વશક્તિ ન હોય તે અન્ય દ્વારા પણ દુઃખીને, દુઃખને દૂર કરાવવાની કેશિષ ન કરે, પિતે વ્યાપારી હોય તે વિશ્વાસુ ઘરાકને છેતરવાની બુદ્ધિ રાખે, ડૉકટર કે વકીલ હોય તે દદી અને અસીલને આર્થિક સંગેનો
ખ્યાલ નહિં કરતાં સ્વાસ્વાર્થની પિષણતાનું જ મુખ્ય લક્ષ રાખે, સરકારી નોકરીયાત કે કોઈ મોટા હોદ્દા ઉપર. રહેલ અમલદાર સરકારી પગાર ખાવા છતાં લાંચ-રૂશ્વત લીધા વિના કામ ન કરે, પ્રજા ઉપર અસહ્ય કર નાખે,
૧૪