________________
તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ
-૧૧૭
‘તત્વથી જ સર્વ બાબતને નિકાલ કરી લેવાથી, કે એકપણ તત્વને સર્વથા નિષેધ કરવાથી, જગતના સ્વરૂપને વાસ્તવિક ગ્યાલ આવી શકતું નથી. વળી તત્વ અંગે એકલી નિત્યવાદને કે એકલા અનિત્યવાદને જ સ્વીકારી લેવાથી વસ્તુના અનંત ધર્માત્મક સ્વરૂપની સમજ પણ સમજી શકાતી નથી. અને તત્વજ્ઞાન અધુરૂં જ રહી જાય છે.
જન દર્શન કહે છે કે વસ્તુમાત્ર સ્વભાવથી જ -એવી છે કે તેનો વિચાર અનેક દષ્ટિએથી થઈ શકે છે.
એ દષ્ટિનું નામ અનેકાન્તવાદ છે. વસ્તુના કેઈ એક ધર્મનું પ્રતિપાદન સ્થાત્ શબ્દથી જ થાય છે. આથી અનેકાન્ત વાદને સ્યાદ્વાદ પણ કહે છે. વસ્તુને એક દષ્ટિ બિન્દુથી જેનાર તે એકાન્તવાદી છે. વસ્તુને વાસ્તવિક ખ્યાલ એકાન્તવાદથી નહિ પરંતુ અનેકાન્તવાદથી પ્રાપ્ત કરી શકાય છે.
આચારના નામે પણ અહિંસાને જેટલે વિકાસ જન પરંપરામાં થયે છે, તેટલે વિકાસ ભારતીય પરંપરાની બીજી કઈ ધારામાં થયેલ લેવામાં આવતા નથી. એનું મુગ્ધ કારણ જગતની દશ્ય વસ્તુઓ પૈકી કઈ કઈ વસ્તુઓમાં કયારે કયારે કેવા પ્રકારે ચેતનાનું અસ્તિત્વ છે, અને કયા સંગમાં દશ્ય વસ્તુઓમાં પણ જીવની ઉત્પત્તિ થઈ શકે છે. (જીવ જન્મ ધારણ કરે છે), જીવની બાહ્ય અને આંતરિક દશા વિભિન્ન રીતે પણ કેવા પ્રકારે હોય છે, આત્માની વિશુદ્ધ દશા કેવી છે, વિગેરે જીવતત્વ સંબંધી જ્ઞાનની સંપૂર્ણતાને ખ્યાલ જન દર્શનમાં દષ્ટિગોચર થાય છે.