________________
૬૫
-
---
-
આત્માની વિભાવ, દશા સમુહ) તે દ્રવ્ય કર્મ છે. સર્વ સ્થાને દ્રવ્યને અર્થ ભાવનું કારણ છે. માટે કર્મનાં અણુ તે દ્રવ્યકર્મ છે.
રાગદ્વેષની જે અંતરંગ પરિણતિયાં છે તે ક્રોધ-માન –માયા અને લેભ રૂપ જીવના અધ્યવસાયજ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના અભાવમાં ભાવકર્મ હોઈ શકતું જ નથી.
દ્રવ્યકર્મ અને ભાવકર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ, એવું બાહ્ય નિમિત્ત, જેવા કે ધન-ધાન્ય–સ્ત્રી–પુત્ર–શરીર ઈત્યાદિ પદાર્થને નિમિત્તથી આત્માને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને આત્મા કર્મબંધન કરે છે તે બાહ્ય નિમિત્તોને નકર્મ કહેવાય છે.
દ્રવ્યકર્મ અને ભાવકર્મ તે આત્માની સાથે પરભવમાં જાય છે. પરન્તુ “કર્મ આત્માની સાથે પરભવમાં જતું નથી. દ્રવ્યકર્મ એ યુગલ વર્ગણાનું પરિણામ છે, અને ભાવકર્મ તે ક્રોધાદિ અંતરંગ અશુદ્ધ અધ્યવસાય છે. એટલે તેમને તો કમ કહેવાય છે, પરંતુ શરીર–ધન–કુટુંબ આદિને કર્મ કહેવાનું કારણ એ જ છે કે તે નિમિત્ત, સાક્ષાત કર્મ નથી, પણ કર્મનાં બાહ્ય કારણરૂપ હોવાથી તેને પણ ઉપચારથી કર્મ કહી શકાય છે.
નકર્મ » દેશનિષેધક હાવાથી “નકમ?અર્થાત્ દેશથી કર્મત્વ છે. એટલે અમુકઅપેક્ષાથી કર્મ છે અને અમુક અપેક્ષાથી નથી. એવા અર્થ સૂચક હોવાથી “નકર્મ ને પણ કર્મ-કહી શકાય છે.