________________
१४
જૈન દર્શનને કર્મવાદ
થાય છે કે એ બિમારી શું છે? તે બિમારી થવામાં શું શું કારણે છે? તે બિમારીથી મુક્ત કેવી રીતે થઈ શકાય . છે? બિમારી ફરીને ન આવે એને ઉપાય શું છે? એવી અનેક વિચારધારાઓ રોગગ્રસ્ત પ્રાણિમાં ચાલ્યા જ કરે છે. તેમાં તેને મુખ્ય લક્ષ તે આરેગ્યતાની પ્રાપ્તિનું જ છે. આ પ્રમાણે સ્વભાવદશાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્ય, પોતાનું લક્ષ સ્વભાવદશામાં કેન્દ્રિત બનાવી, વિભાવ દશારૂપ બિમારીને નાશ કરવા માટે, વિભાવ દશાને ઉત્પન્ન કરનાર “કર્મ” ઉપર એકધારું મનન-ચિંતન કરવાવાળા બની રહે છે. કર્મ–એ પરદ્રવ્ય છે. પરવ્યને અલગ કરવાની ઈચ્છાવાળા મનુષ્ય તે પરદ્રવ્યનું પણ સ્વરૂપ સમજવું જરૂરી છે. જે પરદ્રવ્યને જાણે નહીં, તે આત્મદ્રવ્યને પણ સમજી શકે નહિં. કારણ કે હાનિપ્રદ પદાર્થને સમજવાથી જ લાભપ્રદ પદાર્થોનું મૂલ્યાંકન થઈ શકે છે. દુઃખથી જ સુખનું મહત્વ સમજાય છે. ' દુઃખદાયકપદાર્થ હોવાથી જ જીવ, સુખદાયક પદાર્થની ઈચ્છા કરે છે. અહિતકર વસ્તુને જાણ્યા બાદજ આત્મા હિતકારી તરફ પ્રવૃત્તિ કરે છે. માટે જ્યાં સુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ સમજી શકે નહિ ત્યાં સુધી તેની દષ્ટિ આત્મ દ્રવ્ય તરફ જઈ શકતી જ નથી. કર્મનું સ્વરૂપ મુખ્યતઃ ત્રણ પ્રકારે છે.
(૧) દ્રવ્ય કર્મ (૨) ભાવકર્મ અને (૩) કર્મ.
ભાવકને ઉત્પન્ન કરવામાં કારણરૂપ એ કર્મપ્રદેશ સમુહ (કર્મરૂપમાં પરિણમન પામેલ પુદગલ દ્રવ્યને પ્રદેશ