________________
૪૨
જૈન દર્શનનો કર્મવાદ
-
-
- - -
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલનથી જ થાય છે. દેવ–નારને અવધિજ્ઞાનની પ્રગટતામાં વ્રત–નિયમાદિની અપેક્ષા રહેતી નથી.
ગુણ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામ, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત.
૧. જે અવધિજ્ઞાન, ઉત્પત્તિક્ષેત્રને છોડીને બીજી જગ્યાએ જવા છતાં પણ નષ્ટ પામે નહીં અને સાથે સાથે આવે તે અનુગામી અવધિજ્ઞાન કહેવાય છે.
૨. ઉત્પત્તિ સ્થાનને ત્યાગ કરી અન્ય સ્થાને જતાં જે અવધિજ્ઞાન નષ્ટ પામી જાય તે અનનુગામી અવધિજ્ઞાન કહેવાય છે.
૩. ઉત્પત્તિ સમયથી અન્ય સમયે ક્ષેત્ર, શુદ્ધિ આદિ દષ્ટિથી ક્રમશઃ વૃદ્ધિ પામવાવાળું હોય તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે.
૪. ઉત્પત્તિના સમયબાદ પરિણામોની વિશુદ્ધિમાં ન્યુનતા થતી રહેવાના કારણે ક્રમશઃ અલ્પવિષયક થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન છે.
૫. અવધિજ્ઞાન જન્માંતરમાં પણ આત્મામાં કાયમ રહે અગર કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પર્યત આજન્મ ટકી રહે તે અવસ્થિત, યા અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે.
૬. જે ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય, આવી ચાલ્યું જાય, ફરીવાર ઉત્પન્ન થાય, અને પાછું અલોપ