________________
જૈન દર્શનને કર્મવાદ
પ્રથમ તે તેને અવગ્રહથી માંડીને ધારણા સુધીને મતિજ્ઞાનપગ વર્તે છે. અને પછી “તેજ વસ્તુ આ છે” એમ યાદ આવે છે, તે શ્રતજ્ઞાનને ઉપયોગ છે.
રસ્તામાં જતાં સામે એક માણસ આવતે આપણને દેખાય છે, ત્યારે પ્રથમ તે તેને અવગ્રહ ઉપયોગ થાય, અને પછી તે શું છે એમ નિર્ણયાભિમુખી ઉપયોગરૂપ “હા, માણસ હોવું જોઈએ એવી સંભાવનાના ઉપયોગરૂપ અપાય, માણસ જ એવી નિર્ણયાત્મક ઉપયાગરૂપ ધારણું. અનુક્રમે વર્તે છે. ત્યાં સુધી તે મતિજ્ઞાનને ઉપયોગ છે. અને પછી યાદ આવે કે આ માણસ તે અમુક ટાઈમ પહેલાં જોયેલા ફલાણાભાઈ તેજ આ. એમ પ્રત્યક્ષ અને સ્મૃતિ બનેય જે જ્ઞાનમાં ભાસે તે શ્રતજ્ઞાન કહેવાય છે.
કઈ માણસના પગ નીચે સર્પ આવ્યું, ત્યારે પ્રથમ તે સર્પના સ્પર્શ થવાના સમયે જ અવ્યક્ત ખ્યાલ રૂપે સ્પર્શેન્દ્રિયને વ્યંજનાવગ્રહ થયે, મારા પગ નીચે કંઈક છે તે વ્યક્ત ખ્યાલ આવ્યું તે સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, કેવા સ્પર્શવાળી તે વસ્તુ છે એવી વિચારણું તે અપાય, મૃદુસ્પર્શવાળી જ એવી નિર્ણયાત્મક વિચારણા તે ધારણા, અહીં સુધી તે મતિજ્ઞાન, અને ત્યારબાદ આ તે મૃદુસ્પર્શવાળું જાનવર છે એવી જાનવર અંગેની પૂર્વસમજણને ખ્યાલ પેદા થવા રૂપ ઉપગ પ્રવર્તાવનાર જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. ત્યારબાદ આ જાનવર તે સર્પજ, કે જે માણસને કરડે તે માણસ મરી જાય, અરે ! ભાગો ! એમ એકદમ