________________
આત્માની વિભાવ દશા
૩૭ ઉત્પન્ન થવાવાળો બેધ તે કૃતજ્ઞાન છે. માટે મતિજ્ઞાન કારણુ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણે તે શ્રતજ્ઞાનાવરણને ક્ષોપશમ છે. માટે મતિજ્ઞાનને તેનું બ્રાહ્મનિમિત્ત કારણ જ ગણું શકાય છે. કારણ કે શાસ્ત્રોના શબ્દોનું શ્રવણ કરવા છતાં પણ શ્રુતજ્ઞાનાવરણનો સોપશમ ન હોય તે શ્રતજ્ઞાન થઈ શકતું નથી. તેથી જ શાસ્ત્ર વચન સાંભળનારા દરેકને કૃતજ્ઞાન થાય જ એ નિયમ નથી.
જ્ઞાનત્પત્તિનું સાધન હોવાથી શાને પણ શ્રત કહેવાય છે. તે શાસ્ત્રશ્રત અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ રૂપથી બે પ્રકારે છે. તેમાંથી અંગ બાહ્યશ્રત તે ઉત્કાલિક-કાલિકભેદથી અનેક પ્રકારે અને અંગ પ્રવિષ્ટકૃત તે આચારાંગ, સુયગડાંગ આદિ બાર પ્રકારનું છે.
શ્રી તીર્થકરદે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેમની પહેલવહેલી દેશનામાં તેમના જે શિષ્ય બને છે તેઓને મુખ્ય શિષ્ય બનાવી શાસનની સ્થાપના સમયે તેઓને “વેજોવ, વિવા, પુરૂવા” એ ત્રણ વાક્યોની ત્રિપદી આપી, વિશ્વના પદાર્થની મૂળભૂત સ્થિતિના તત્વજ્ઞાનનું જિક આપે છે. આ મુખ્ય શિષ્યના નેતૃત્વ નીચે બીજા મુનિઓના ગણ (પરિવાર સમુહ) હેવાથી તેઓ જૈનશાસનના ગણધર કહેવાય છે. આ સાક્ષાત્ તીર્થંકરદ્વારા. પ્રકાશિત થયેલા જ્ઞાનને, પઠન-પાઠનમાં અનુકુળ પડે તેવી