________________
વેદમાં આયુર્વેદનાં બીજો
[ ૧૭
જાતના
એટલું તેા ચોક્કસ છે કે અથવવેદના ભૈષજ્ય મંત્રો તનુગત ક્રિયાઓ સાથે દુનિયાના કાઈ પણ સાહિત્યમાં જળવાઈ રહેલા પુરાતન વૈદ્યકના પૂરા હેવાલ રજૂ કરે છે. ઋગ્વેદનાં થાડાંક સૂક્તો, જેમાં આ બાબત છે, તે ખરી રીતે એ જ જાતનાં અને એ જ વિષયનાં છે. (- જુઓ ઋ. ૧૦–૧૩૭, ૧૬૧, ૧૬૩; ૧-૧૯૧૬ ૭-૧૦; ૮-૯૧; ૧૦-૫૭ તથા બીજા છૂટક મંત્રો.) આ મત્રોમાં કહેલી કેટલીક વાતા હિંદી આ અને ઈરાની આર્યાં જે વખતે સાથે રહેતા હતા તે વખતના જેટલી જૂની હાવી જોઈ એ, કારણુ કે મું. મેઞ શબ્દ સાથે ઈરાની ખીસેઝા ( Baesaza ); મૈવજ્ઞ મંત્ર સાથે મંથ ખીસેઝા (Manthra Baesaza ), સામભેજ સાથે હામ ખીસેઝા વગેરે શબ્દાનું સામ્ય સ્પષ્ટ સૂચક છે. વળી, અવસ્તાની તંદુરસ્તી અને દી જીવન માટેની પ્રામાં વેદ પેઠે વનસ્પતિઓના ઉલ્લેખ મળે છે. અવસ્તામાં અને વેદમાં ખસ રાગ માટે મન્ શબ્દ છે. આથી પણ આગળ વધીને એ. કુન્હે નામના પાશ્ચાત્ય પંડિતે તેા કૃમિ વિશેના યુટેાનિક જાદુનું તદ્વિષયક વૈદિક મંત્રો સાથે સામ્ય બતાવ્યું છે. પણ આ તે કદાચ કાકતાલીય હાય, અથવા જૂની પ્રજાના વિચારની સમાનતાનું પરિણામ હાય.
અથવવેદમાં જોકે વૈદ્યક વિષયને લગતા મત્રો ધણા છે, પણ તેનું વર્ગીકરણુ કરવું મુશ્કેલ છે. કેટલાક શબ્દો રાગવાચક છે એમ સમજાય છે, પણ કયા રાગ વિવક્ષિત છે તે કળાતું નથી, કારણ કે એ શબ્દો ઘણી વાર આયુર્વેદિક સાહિત્યમાં દેખાતા નથી. અને વૈદિક મંત્રોમાં તાવ ( તમન્ ) જેવા એક એ રાગ સિવાય કાઈનાં લક્ષણા કહ્યાં નથી. કેટલીક વાર ઘણા
૧. એન્સાઇકલેાપીડિયા આફ ઇંડા-આર્યન રીસર્ચીના એક મણકા તરીકે અથર્વવેદ ઉપર બ્લુમીડનું સરસ પુસ્તક પ્રકટ થયું છે, અને તેના મે. ઘણા ઉપયાગ કર્યો છે.
વ