________________
૧૬ ]
આયુર્વેદને ઈતિહાસ ઋષિઓ વૈદ્યક વિદ્યામાં ઊંડા ઊતરે એ સહજ છે. પણ આમ તર્ક ઉપર આધાર રાખવાની જરૂર નથી; એ વખતના વૈદ્યોના વૈદ્યક જ્ઞાનની ચોક્કસ નિશાનીઓ મળે છે,
વેદ અને અથર્વવેદના મંત્રોમાં તથા જુદા જુદા વેદનાં બ્રાહ્મણોમાં વૈદ્યક વિષયને લગતાં સૂચનો ટાંછવાયાં છે, જોકે આ જાતનાં સર્વ સૂચનોને કેઈએ ખાસ અભ્યાસ કર્યો નથી. વૈદિક મંત્રમાં જે પારિભાષિક શબ્દ છે તેમાંના ઘણુ ચરક સુબ્રતાદિ આયુર્વેદિક સાહિત્યમાં વપરાયા નથી, એટલે વૈદિક વૈદ્યના વૈદ્યક જ્ઞાનનું બરાબર માપ તે નહિ જ આવે. વળી, તેમાં મુખ્યત્વે ધાર્મિક વિચારોનો સંગ્રહ કરવામાં આવ્યો છે, એટલે વેદમાં સૂચન નથી મળતું માટે એ વખતના વૈદ્યને અમુક જ્ઞાન નહિ જ હોય એમ કહેવું મુશ્કેલ છે.
બીજું એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે કદના મંત્રો મેટે ભાગે અથર્વવેદના મંત્રો કરતાં પ્રાચીનતર છે, પણ કેટલીક વાતે વેદના સમયમાં પ્રચાર હોવા છતાં એમાં ન સંગ્રહાતાં અથર્વવેદમાં સંગ્રહાઈ છે. અથર્વવેદના મંત્રોનું વસ્તુ ૧૪ પ્રકારમાં વહેંચાયેલું છે. તેમના બે પ્રકારે (૧) ભૈષજ્ય (રેગે. અને ભૂતબાધાને લગતા) મંત્રો, અને (૨) આયુષ્ય (દીર્ધ જીવન અને તંદુરસ્તી માટેના) મંત્રો આયુર્વેદને લગતા છે. બીજી રીતે કેટલાક શાન્ત અથવા ભેષજ આથવણ અને ઘેર અથવા આભિચારિક આથર્વાણ આવા અથર્વ મંત્રોના બે ભાગ પાડે છે. આમાંથી વૈદું પહેલા ભાગમાં આવે છે. અથર્વવેદના વૈદ્યક મંત્ર મેષજ્ઞ નામથી, આરોગ્યકર વનસ્પતિ મેગની નામથી, અને આરોગ્યકર પાણી માગી એ રીતે બહુવચનાત્મક નામથી વર્ણવાયેલ છે. - ભેષજમાંથી નીકળેલ ભૈષજ્ય શબ્દ ટ્વેદમાં કે અથર્વવેદમાં નથી, પણ કૌશિક સૂત્રનાં ભૈષજ્ય પ્રકરણે(૨૫ થી ૩૨)માં અને બ્રાહ્મણોમાં વપરાય છે.