________________
૧૪ ]
આયુર્વેદના ઇતિહાસ
ક્રયામાં એ ભિન્ન તત્ત્વા એકત્ર થયેલાં છે : (૧) પ્રાકૃતિક અને (ર) માનુષ. જેમાં અશ્વિનેાના પ્રકાશાત્મ રૂપનું વર્ણન છે તે નિરુક્તાનુસાર ઘાવાપૃથિવી કે સૂર્યચન્દ્ર કે રાત્રિદિવસનું પ્રાકૃતિક રૂપ અને જેમાં વૈદ્યક ઉપચારાની વાત આવે છે તે માનુષ રૂપ.
અશ્વિદેવા વિશે વધારે વિચાર કરવાની જરૂર નથી,॰ કારણ કે વૈદમાં કાંઈ કેવળ અશ્વિદેવને વૈદ્ય : કહેલ છે એમ નથી, પણુ સ્વનેયે વારંવાર ભિષક્ ( મિષત્તમ ) કહેલ છે.૨ એક રીતે દ્રની સ્થિતિ અશ્વિદેવને મળતી છે. જેમ અધિદેવને યજ્ઞમાં ભાગને ચાગ્ય નહાતા ગણવામાં આવતા, તેમ જ અને પશુ નહાતા ગણવામાં આવતા. દક્ષ પ્રજાપતિએ તે યજ્ઞમાં ન ખાલાવ્યા અને દ્રે દક્ષયજ્ઞના ભંગ કર્યાં વગેરે કથા પુરાણામાં પ્રસિદ્ધ છે. અશ્વિ અને રુદ્ર ઉપરાંત અગ્નિ, વરુણુ, ઇન્દ્ર, મરુત તથા સરસ્વતીને પશુ ભિષક્ કહેલ છે. ૪ પણ આ પ્રકારના ભિન્ન ભિન્ન દેવને ભિષક્ કહેનારા મંત્રોમાંથી કે ભિષદેવવિષયક ખીજા મંત્રોમાંથી કે તેની કથાઓમાંથી આયુર્વેદના વિચારોનું મૂળ પકડવા ચાગ્ય કશું મળતું નથી;પ એટલે એને વિચાર પડત મૂકી આયુવેદિક વિચારાના કેટલા અંશ વૈદિક સાહિત્યમાં મળે છે તેજ તપાસીએ.
૧. અશ્વિદેવના સમગ્ર વિષય પરત્વે જીએ ‘આયુર્વેદવિજ્ઞાન’, પુ, ૨૨, અ, ૪-૫ માં પ્રકટ થયેલા અશ્વિદેવા અને આયુર્વેદના ઇતિહાસ’ એ લેખ. ૨. જુઓ ૪. ૨-૭૩-૪; યવેદ ૧૬-૫.
C
૩. જીએ મારા રશૈવ ધર્મના સક્ષિપ્ત ઇતિહાસ ’, ૧૯૩૩, પૃ. ૬૨. ૪. અથ. ૫-૨૯–૧; ચત્તુવેદ ૨૧-૪, ૨૧-૧૪, ૨૧-૧૫, ૨૮-૯; ઋગ્વેદ ૨-૩૩-૧૩; ચન્નુવેદ ૨૧-૩૦.
૫, જેને આ રીતે ઊંડા ઊતરવું હેાય તેણે ‘આયુર્વેદ્રસદેશ ', ફરવી, ૧૯૩૪ માં . ભિષક્ કા વૈદિક સ્વરૂપ' એ લેખ તથા હિસ્ટરી આફ ઇંડિયન મેડીસીન' ગ્રં, ૧-૨ માં અશ્વિ મદિના વિસ્તારથી ઉલ્લેખા આપ્યા છે તે જોવા,
·