________________
વૈદિક સમય અને અશ્વદેવા
[ ૧૩
મળે છે. અને તેમાં વૈદ્યક ધંધા (શ્લેષક) સાથે સંબંધ હેાવાને લીધે મનુષ્યના સમાગમમાં આ દેવાને આવવું પડે છે, માટે તે યજ્ઞના ભાગને લાયક નથી એમ કહેલું છે. આ કથનના ઐતિહાસિક દૃષ્ટિથી વિચાર કરીએ તે વૈશ્વિક આłમાંથી વૈદ્યક ધંધા કરનારા આ. ધંધાનાં કેટલાંક રહસ્યો પડેાશી અનાર્યાં પાસેથી શીખવા માટે તેના સંબંધમાં આવ્યા હોય અને પાછલા બ્રાહ્મણુકાલમાં અનાર્યાં સાથેના વ્યવહાર .તરફ તિરસ્કાર વૃત્તિ ઉત્પન્ન થતાં વૈદ્યોના દેવ ગણાતા અશ્વિદેવા યજ્ઞના ભાગ માટે અયાગ્ય ાવાની દંતકથા ઉત્પન્ન થઈ હાય એવી મારી કલ્પના છે.
અશ્વિદેવા પુરાણામાં દેવવૈદ્ય તરીકે પ્રસિદ્ધ છે. અને આયુર્વેદિક સાહિત્યની સંપ્રદાયપરંપરામાં અશ્વિદેવા પાસેથી ઇન્દ્રે આયુર્વેદનું જ્ઞાન મેળવ્યું અને તેની પાસેથી ભરદ્વાજે મેળવ્યું એવું સ્પષ્ટ કથન છે. છતાં વેદમાં અશ્વિદેવે એટલે વૈદ્ય-દેવે એવા અ નથી. નિરુક્તકાર સ્પષ્ટ કહે છે કે “ ધાવાપૃથ્વિી એ જ અશ્વિન અથવા વિસરાત એ જ અશ્વિને. કેટલાક સૂર્ય અને ચન્દ્રને અશ્વિન કહે છે, પણ ઐતિહાસિકા પુણ્ય કર્મ કરનારા રાજાએ' એવા અ કરે છે.’૧ આ રીતે યાક જે ઐતિહાસિક અર્થ કરે છે તેને અશ્વિનેાના વૈદિક પર્યાય નૌ ટકા આપે છે.ર
ઋગ્વેદમાં અશ્વિનેાને દી' હાથવાળા અને નિત્ય યુવાન કહ્યા છે.૩ વૈદિક મંત્રામાંથી અશ્વિનેાનું જે વર્ણન મળે છે. તે ઉપરથી ગોલ્ડસ્ટકર જેવા સંસ્કૃતવિદ્ વિદ્વાન ધારે છે કે અશ્વિનેાની દેવ
१. तत्र को अश्विनौ द्यावापृथिवी इत्येके ।
अहोरात्रौ इत्येके । सूर्यचन्द्रमसौ इत्येके ।
राजानौ पुण्यकृतौ इत्यैतिहासिकाः । निरुक्त १२-१
૨. . ૧–૩–૨, ૧-૧૮૦-૪ આદિ
૩. . ૧-૩-૧, ૭-૬૭-૧૦ આદિ.