________________
[ ૧૧
પ્રવેશક કરીને કવિરાજ ડે. ગિરીશચન્દ્ર મુખપાધ્યાયે આયુર્વેદની ઐતિહાસિક ચર્ચામાં ભારે અર્પણ કર્યું છે. પછી એ. હરિપ્રપન્નજીએ ઈ. સ. ૧૯૨૮ માં “રસોગસાગર”ના ઉદઘાતમાં વૈદિક આયુર્વેદનું ઘણું વિવરણ કર્યું છે, અને છેવટ નેપાળ-રાજગુરુ પં. હેમરાજ શર્માએ ઈ. સ. ૧૯૩લ્મ “કાશ્યપસંહિતા'ના સ્વતંત્ર ગ્રન્થ જેવા ઉદ્દઘાતમાં આયુર્વેદના પ્રાચીન ઈતિહાસને અતિ વિસ્તારથી તથા પુષ્કળ ઊહાપોહ કરીને વિચાર કર્યો છે.'
મેં ઉપર ધેલા ઐતિહાસિક વિવરણના પ્રયત્નોને બનતો લાભ લીધે છે. જોકે અંગ્રેજી સિવાયની ફેંચ, જર્મન વગેરે ભાષામાં લખાયેલું સાહિત્ય મેં નથી જોયું, પણ મેં જે નિરૂપણ કર્યું છે તે ઉપર કહેલા ગ્રન્થમાંથી કોઈ પણ એક અથવા વધારેના અનુવાદરૂપ કે સારરૂપ નથી. પણ આયુર્વેદના મૂળ ગ્રન્થના અવલોકન ઉપરથી તથા સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં તેમ જ આ દેશના સાંસ્કૃતિક ઇતિહાસમાં આયુર્વેદિક સાહિત્યનું જે સ્થાન મને દેખાય છે તે ઉપરથી સ્વતંત્ર રીતે કરેલું છે.
આયુર્વેદને સંપૂર્ણ અને વિગતવાર ઈતિહાસ લખવાને અહીં ઉદ્દેશ નથી. એ માટે થે જોઈએ તેટલે ઐતિહાસિક ઊહાપોહ થયું નથી. હજી ઘણું સંદેવસ્થાને છે. આયુર્વેદના ગ્રન્થ પણ હજી પૂરા છપાયા નથી. જે છપાયા છે તે પણ સુવિચિત સંપાદને નથી. તેમ ગ્રન્થનું કદ પણ મર્યાદિત રાખવાનું હોઈને આ સંક્ષિપ્ત ઐતિહાસિક નિરૂપણ છે.
વળી આ નિરૂપણમાં મારું લક્ષ્ય આયુર્વેદની પ્રાચીનતા કે મહત્તા સ્થાપવાનું પણ નથી; મને આયુર્વેદિક વિચારેને જે ક્રમ દેખાય છે તેનું સામાન્ય ચિત્ર દોરવાનું છે.
૧, આયુર્વેદના ઇતિહાસ સંબંધી ઉપલબ્ધ સાહિત્યની ઉપલી નેંધ કેવળ દિગ્દર્શક છે, સંપૂર્ણ નથી; એની જરૂર પણ નથી. છતાં જિજ્ઞાસુને એ નોંધમાં ઉલ્લેખિત ગ્રન્થામાંથી વિશેષ માહિતી જરૂર મળી રહેશે.