________________
૧૦ ]
આયુર્વેદનો ઈતિહાસ પુસ્તક તે ઈ. સ. ૧૯૦૧ માં “એન્સાઈક્લોપીડિયા ઓફ ઈડે -આર્યન રીસર્ચ”ના એક મણકા તરીકે પ્રકટ થયેલું છે. જુલિઅસ જોલીએ જર્મન ભાષામાં લખેલું “મેડીસીન” છે. પછીના પુરાવિદેએ એનો છૂટથી ઉપયોગ કર્યો છે. છે તે પછી એ. એફ. રૂડોલ્ફ હનલે આયુર્વેદના અિતિહાસિક અન્વેષણને લગતા પ્રકીર્ણ લેખ પુરાતત્ત્વનાં સામયિકમાં લખીને,
મેડીસીન ઑફ એનશંટ ઇન્ડિયા', ગ્ર. ૧, જેના ઉદઘાતમાં આયુર્વેદના ઇતિહાસનું નિરૂપણ છે તે, ઈ. સ. ૧૯૦૭ માં પ્રગટ કરીને તથા “નાવનીતક” જેવા ગ્રન્થના સંપાદનથી તથા તેના ૧૯૧૪માં લખેલા ઉદઘાતથી આયુર્વેદના ઈતિહાસ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે.
આ સમય દરમિયાન જ પ્રખર રસશાસ્ત્રપંડિત પ્રફુલચન્દ્ર રાયે ઈ. સ. ૧૯૦૨ અને ૧૯૦૯ માં પ્રકટ કરેલા “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રીના બે ભાગના ઉદ્દઘાતમાં આયુર્વેદના ઈતિહાસનું તથા રસશાસ્ત્રના સેતિહાસ મૂલ્યનું નિરૂપણ કર્યું છે. એ જ અરસામાં કવિરાજ શ્રી વિરજાચરણ ગુપ્ત ઈ. સ. ૧૯૦૮ માં પ્રગટ કરેલા “વનૌષધિદર્પણ'ના ઉપઘાતમાં આયુર્વેદિક સાહિત્યનું બંગાળીમાં વિવરણ કર્યું છે. પણ આ સર્વથી ઐતિહાસિક નિર્ણની અને મૌલિકતાની બાબતમાં ચડી જાય એવો તે મ. મ. કવિરાજ ગણનાથ સેન સરસ્વતીને ઈ. સ. ૧૯૧૩ માં પ્રકટ થયેલા ‘પ્રત્યક્ષ શારીરને સંસ્કૃત ઉદ્યાત છે. પછી ઈ. સ. ૧૯૨૩ થી ૨૭ સુધીમાં “હિસ્ટરી ઓફ ઇન્ડિયન મેડીસીન’ના ત્રણ ગ્રન્થ પ્રકટ
૧. આ “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી નું ભાષાન્તર (જોકે એને ભાષાન્તર કહ્યું છે પણ છે સાર જ) રા. પર્જન્યરાય વૈકુંઠરાય મેઢ એમ. એ., બી. એસસી.નું ગુ. વ. સ. એ. સં. ૧૯૭૩ માં પ્રકાશિત કર્યું છે. પણ એ અસહ્ય દેથી દૂષિત છે. એ ભાષાન્તરના દેશોના દાખલાઓ માટે જુઓ આયુર્વેદવિજ્ઞાન, પુ. ૪, પૃ. ૩૧૧ ઉપર લખેલું અવલોકન.