________________
વૈદિક સમય અને અધિદેવા
વૈદ્યકના આરંભ ખરી રીતે મનુષ્યના સામાજિક જીવનના આર્ભથી શરૂ થાય છે એમ કહી શકાય. સ્વાભાવિક પ્રેરણાને વશ થઈ કેટલાંક પ્રાણીઓ પણ ઝેરી વનસ્પતિના વાણુરૂપ વનસ્પતિને શોધી કાઢી તેનેા ઉપયાગ કરે છે, એમ કેટલીકવાર કહેવામાં આવે છે. એ સાચું હાય કે ન હોય, પણ જંગલી મનુષ્યાને વૈદ્યક કહી શકાય એવું કાંઈક જ્ઞાન હાય છે એ તેા ચાક્કસ છે, અને આ દેશના મૂળ વતનીઓ પછી જેને સિન્ધુ સંસ્કૃતિ કહેવામાં આવે છે અને જેની નિશાનીઓ માહેન્જો ડેરા, હરપ્પા વગેરે સ્થળામાંથી મળી છે તે લેાકા અને દ્રાવિડ જાતિના લેાકાર એ બધા પાસે કાંઈક વૈદ્યકજ્ઞાન હતું, અને વૈદિક કાળના પ્રાચીન આર્યોંમાં જે પહેલા વૈદ્યો થયા. તેઓએ આ મૂળ વતનીઓના વૈદ્યજ્ઞાનને કાંઈક લાભ લીધેા છે એમ મને લાગે છે.
અશ્વિદેવવિષયક તેમ જ રુદ્રવિષયક વૈદિક કથાઓમાં એ એ દેવાને બીજા કરતાં કાંઈક હલકા ગણવાની જે વાત આવે છે તેનું મૂળ આયે તર લોકા અને વૈદિક આર્યાં વચ્ચેના વૈદ્યક સંબધી તથા લિ ંગપૂજા સંબંધી વ્યવહારમાં રહેલું છે. અશ્વિદેવાને બીજા દેવા કરતાં હલકા ગણવાના પહેલા ઉલ્લેખ હૈ. સં. (–૪–૯–૩), મૈ. સ. (૪-૬૬), શતપથ બ્રાહ્મણ (૪-૧-૫-૧૪) વગેરે બ્રાહ્મણામાં
૧, કાલસા જેવેા કાળા પટ્ટા માહેન્જો ડેરાના ખેાદકામમાંથી મળ્યા છે, જે શિલાજિત હોવાના સંભવ જુની શાખાળ ખાતાના કેમિસ્ટના મતે છે. જો એ સાચુ હાય તા ઘણું સૂચક છે, (‘Mohenjo-daro and its Civilization' Vol, II; કાશ્યપસંહિતાના ઉપેાદ્ઘાત, પૃ. ૨૨૪, ૧,)
૨. ઐતિહાસિક કાળમાં જે દ્રાવિડ વૈધક તરીકે ઓળખાય છે, તેમાં સ્થાનિક અંશે। હોવા છતાં એ મુખ્યત્વે આયુર્વેદની જ એક શાખા છે, પણ ઉપર જે કહ્યું છે તે તેા પ્રવૈદિક કાળના દ્રાવિડા વિશે છે,