________________
શતક-૧, ઉદેસો-૯ વીર્યવિનાના છે ! હે ગૌતમ ! તે નૈરયિકો લબ્ધિવીર્યવડે સવીર્ય છે અને કરણવીર્યવડે સવીર્ય અને અવીર્ય પણ છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! જે નારકીઓ ઉત્થાન, કર્મ બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, તે નૈરયિકો લબ્ધીવીયવડે અને કરણવીર્યવડે અવીર્ય છે. માટે હે ગૌતમ ! હે હેતુથી પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતુ-પંચેદ્રિયતિર્યંચયોનિકો સુધીના જીવો વિષે નૈરયિકોની પેઠે જાણવું અને સામાન્ય જીવોની પેઠે મનુષ્યો વિષે જાણવું. વિશેષ એ કે, સિદ્ધોને વર્જી દેવા, સામાન્ય જીવોમાં આવતા સિદ્ધોની પેઠે મનુષ્યો ન જાણવા. તથા વાનવ્યંતરો જ્યોતિષિકો અને વૈમાનિકો નૈરયિકોની પેઠે જાણવા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, યાવત્ વિહરે છે. | શતક: ૧-માઉસો-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
( ઉદ્દેશક ૯:-) [૯૪] હે ભગવન્! શું સાતમો અવકાશાંતર ભારે છે, હળવો છે, ભારે હળવો છે, કે અગુરુ લઘુ-ભારે હળવા સિવાયનો છે? હે ગૌતમ ! તે ભારે નથી, હળવો નથી, ભારે હળવો નથી પણ અગુરુલઘુ-ભારે હળવા સિવાયનો છે. હે ભગવન્! સાતમો તનુવાત ભારે છે, હળવો છે, ભારે હળવો છે કે અગુરુલઘુ છે? હે ગૌતમ! તે ભારે નથી, હળવો નથી, ભારે હળવો છે પણ અઘુરુલઘુ નથી.
[૯૫ એ પ્રમાણે સાતમો ધનવાત, ધનોદધિ, સાતમી પૃથ્વિ અને બધાં અવકાશાંતરો જાણવો. સાતમા અવકાશમાંતર વિષે તનુવાત વિષે જેમ કહ્યું છે-એ પ્રમાણે ઘનોદધિ પૃથિવી, દ્વીપ, સમુદ્રો, અને ક્ષેત્રો વિષે પણ જાણવું. હે ભગવન્! શું નૈરયિકો ભારે છે, યાવતુ અગુરુલઘુ છે? હે ગૌતમ! તેઓ ભારે નથી, હળવા નથી, ભારે હળવા છે અને ભારે હળવા સિવાયના પણ છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! નરયિકો વૈક્રિય અને તૈજસ શરીરની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી, અને ભારે હળવા સિવાયના નથી. પરંતુ ભારે હળવા છે. અને જીવ તથા કર્મની અપેક્ષાએ ભારે નથી, હળવા નથી. ભારે હળવા નથી, પણ ભારે હળવા સિવાયના છે. હે ગૌતમ ! તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. અને એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. વિશેષ એ કે, શરીરોનો ભેદ જાણવો. તથા ધમસ્તિકાય અને યાવતુ-જીવાસ્તિકાય એ બધા અગુરુલઘુ જાણવા. હે ભગવન્! શું પુદ્ગલાસ્તિકાયગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે, કે અગુરુલઘુ છે? હે ગૌતમ! પુદ્ગલાસ્તિકાય ગુરુ નથી. લઘુ નથી પણ ગુરુલઘુ છે, અને અગુરુલઘુ પણ છે. હે ભગવન્! તેનું શું કારણ ! હે ગૌતમ ! ગુરુલઘુ દ્રવ્યની અપેક્ષાએ ગુરુ નથી, લઘુ નથી, અગુરુલઘુ નથી પણ ગુરુલઘુ છે અને અગુરુલઘુ દ્રવ્યોની અપેક્ષાએ ગુર નથી, લઘુ નથી, ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. સમયો અને કમો અગુરુલઘુ છે. હે ભગવન્! શું કૃષ્ણલેશ્યા ગુરુ છે, યાવતુ-અગુરુલઘુ છે? હે ગૌતમ ! તે ગુરુ નથી. લઘુ નથી, પણ ગુરુલઘુ છે અને અગુરુલઘુ પણ છે. હે ભગવન્! તેનું શું કારણ ! હે ગૌતમ ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા ગુરુલઘુ છે અને ભાવલેશ્યાની અપેક્ષાએ કૃષ્ણલેશ્યા અગુરુલઘુ છે. એ પ્રમાણે યાવતુ-શુક્લલેશ્યા સુધી જાણવું. તથા વૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન. અને સંજ્ઞાને અગુરુલઘુ જાણવા. હેઠળના ચાર શરીર ગુરુલઘુ જાણવા. કામણ શરીરને ગુરુલઘુ જાણવું મન યોગ વચન- યોગ, શબ્દ, સાકાર ઉપયોગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org