________________
ભગવાઈ -૧-૮૮૯ મારે ત્યાંસુધી પાંચ ક્રિયાવાળી કહેવાય.
| [co] હે ભગવન્! પૂર્વ પ્રકાશવાળો કોઈ એક પુરુષ કચ્છમાં-યાવત્ કોઈ એક મૃગના વધ માટે કાનસુધી લાંબા કરેલા બાણને પ્રયત્નપૂર્વક ખેંચીને ઉભો રહે અને બીજો પાછળથી આવીને ઉભેલા પુરુષનું માથું પોતાના હાથથી તરવારવડે કાપી નાંખે. પછી તે બાણ પૂર્વના ખેંચાણથી ઉછળીને તે મૃગને વિંધે. તો હે ભગવન્! શું તે પુરુષ મૃગના વૈરથી સ્પષ્ટ છે કે પુરુષના વૈરથી ઋષ્ટ છે? હે ગૌતમ! જે પુરુષ મૃગને મારે છે, તે પુરુષ મૃગના વૈરથી ધૃષ્ટ છે. અને જે પુરુષ પુરુષને મારે છે તે પુરુષ પુરુષના વૈરથી સૃષ્ટ છે. હે ભગવન! તેનું શું કારણ હે ગૌતમ! તે નિશ્ચિત છે કે, કરાતું હોય તે કરાયું કહેવાય. સંધાતું હોય તે સંધાયું કહેવાય. વળાતું હોય તે વળાયું કહેવાય અને ફેંકાતું હોય તે ફેંકાયું કહેવાય? માટે હે ગૌતમ! તે હેતુથી જે મૃગને મારે તે મૃગના વૈરથી સૃષ્ટ કહેવાય. અને જો મારનાર છ માસની અંદર મરે તો મરનાર પુરુષ કાયિકી યાવતું પાંચ ક્રિયાઓથી સ્કૃષ્ટ કહેવાય અને જો મરનાર છ માસ પછી મરે તો મારનાર કાયિકી યાવતુ-પારિતાપનિકી ક્રિયાથી-ચાર ક્રિયાથી સ્પષ્ટ કહેવાય.
[૧] હે ભગવન્! કોઈ એક પુરુષ બીજા પુરુષને બરછીવડે મારે, અથવા પોતાના હાથથી તલવાર વડે તે પુરુષનું માથું કાપી નાખે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય ? હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ પુરષને બરછીવડે મારે અથવા પોતાના હાથે તલવારવડે તે પુરુષનું માથું કાપી નાખે ત્યાંસુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી વાવતુ-પ્રાણાતિપાત ક્રિયાવડે-પાંચ ક્રિયાવડે ઋષ્ટ છે. અને તે પુરુષ આસનવધક તથા બીજાના પ્રાણની દરકાર નહીં રાખનાર પુરુષવેરથી સ્પેશય છે.
[૨] હે ભગવન્! સરખા, સરખી ચામડીવાળા, ઉમરવાળા, દ્રવ્યવાળા તથા સમાન ઉપકરણવાળા કોઈ એક બે પુરુષ હોય અને તે પુરુષો પરસ્પર લડાઈ કરે તેમાં એક પુરુષ જીતે અને એક પુરુષ હારે, હે ભગવન્! તે કેવી રીતે બને ? હે ગૌતમ ! જે પુરુષ વીર્યવાળો હોય તે જીતે છે અને વીર્યરહિત હોય તે હારે છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! જે પુરુષે વીર્યરહિત કર્યો નથી બાંધ્યા, નથી સ્પેશ્ય, યાવતુ-નથી પ્રાપ્ત કર્યો અને તેના તે કમોં ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે તે પુરુષ જીતે છે. અને જે પુરુષે વીર્યરહિત કર્મો બાંધ્યા છે, સ્પેશ્ય છે અને વાવત તેના તે કમોં ઉદયમાં આવેલા છે પણ ઉપશાંત નથી તે પુરુષ પરાજય પામે છે. માટે હે ગૌતમ! તે કારણથી એમ કહ્યું છે કે, વિર્યવાળો પુરુષ જીતે છે અને વીર્યરહિત પુરુષ હારે છે.
[ā] હે ભગવન્! શું જીવો વીર્યવાળા છે? કે વીર્યવિનાના છે? હે ગૌતમ! જીવો વીર્યવાળા પણ છે અને વીર્યરહિત પણ છે હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! જીવો બે પ્રકારના કહ્યા છે. સંસારસમાપનક અને અસંસારસમાપનક તેમાં જે જીવો અસંસારસમાપનક છે તે સિદ્ધો છે, અને તેઓ વીર્યરહિત છે તથા તેમાં જે જીવો સંસારસમાપનક છે તે બે પ્રકારના કહ્યા છે. - શૈલપ્રતિપન્ન અને અશૈલપ્રતિપન્ન. તેમાં જે શૈલપ્રતિપન્ન છે તે લબ્ધી વીર્યવડે સવાર્ય છે અને કરણવીયવડે અવીર્ય છે. તથા જેમાં જે અશૈલેશપ્રતિપન્ન છે તે લબ્ધિવીર્યવડે સવાર્ય હોય છે. પણ કરણવીર્યવડે તો સવીય તથા અવીર્ય પણ હોય છે. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કે, જીવો બે જાતના છેવીર્યવાળા અને વીર્યવિનાના પણ છે' હે ભગવનું ! શું નૈરયિકો વીર્યવાળા છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org