________________
(૨૮) द्वितीयाद्दोषहानिः स्यात् काचिन्मंडूकचूर्णवत् । ।
आत्यन्तिकी तृतीयात्तु गुरुलाघवचिन्तया ॥४९॥
અલાર્થ–બીજા કર્મથી મંડૂકના ચૂર્ણની જેવી કાંઈક દેશની હાની થાય છે, અને ત્રીજા કર્મથી તે ગુરૂલાઘવની ચિંતા કરીને અત્યંત દેષની હાની થાય છે. ૪૯.
ટીકાર્થ–બીજા આત્મકર્મથી અંક ( દેડકા)ના શરીરના સૂક્ષ્મ ચૂર્ણની જેમ રાગાદિક દેશની હાની થાય છે, એટલે જેમ ? મંકના ચૂર્ણમાંથી પાછાં ઘણાં દેડકાઓ ઉત્પન્ન થાય છે, તેમ આ કર્મથી પણ રાગાદિકની હાનીવડે ઉપાર્જન કરેલા પાપાનુબંધિ પુણ્ય કરીને પ્રથમ તે મહાપણું પામે છે, પરંતુ પછીથી અભિમાનાદિકે કરીને તેને ઘણી દષવૃદ્ધિ થાય છે. અને ત્રીજા અનુબંધ કર્મ થકી તે ગુરૂલાઘવની ચિતાએ કરીને એટલે કે જે પ્રકારે ગુણની વૃદ્ધિરૂપ ગૌરવ અને દેશની હાનીરૂપ લાઘવ થાય તે પ્રકારે હું કરું? એવા વિચાર કરીને અનુષ્ઠાન કરવાથી આત્યંતિકી–સત્તા વિનાની (છતાપણથી જ રહિત-નિમૂળ) દેષની હાની થાય છે, જે પ્રવૃત્તિમાં ગુણની વૃદ્ધિ અધિક થાય અને દેષ તે કદાચિત અને અલ્પ થાય તેવી પ્રવૃત્તિમાં પ્રવર્તે પણ તેથી ઉલટી પ્રવૃત્તિમાં પ્રવર્તે નહીં તે ગુલાઘવ ચિંતાએ કરીને પ્રત્યે કહેવાય છે. ૪૯. - ત્રીજા કર્મ થકી કેવળ દેષની હાની થાય એટલું જ નહીં, પણ માર્ગબીજને પણ આરે પણ કરે છે (વાવે છે), તે કહે છે –
अपि स्वरूपतः शुद्धा क्रिया तस्माद्विशुद्धिकृत् । मौनीन्द्रव्यवहारेण मार्गबीजं दृढादरात् ॥ ५० ॥
મૂલાર્થ-જિનેન્દ્રના વ્યવહાર કરીને પ્રવર્તતા મનુષ્યની સ્વરૂપથી જ શુદ્ધ એવી ક્રિયા વિશુદ્ધિ કરનાર હોય છે, તેથી ક્રિયામાં અતિ આદર (બહુમાન)ને લીધે માર્ગબીજ (સમ્યકત્વ) પ્રાપ્ત થાય છે.
ટીકાઈ–મુનીન્દ્ર-જિનેશ્વરે રચેલે અથવા જિનેશ્વરને કહેલ જે વ્યવહાર એટલે મેક્ષસાધક કિયાને સમાચાર, તેણે કરીને જે પુરૂષ વિશુદ્ધિકરણને માટે પ્રવૃત્ત થાય તે પુરૂષની સ્વરૂપથી જ-સ્વભાવથી જ એટલે કિયાનો આકાર જેવાથી જ નિર્મળ-નિર્દોષ અને સર્વ ને સુખકારક એવી જે ક્રિયા પ્રાપ્ત થાય છે તે ક્રિયા આત્માની વિશુદ્ધિને કરનારી થાય છે, તેથી કરીને દઢ આદરથી-ક્રિયાને વિષે બહુમાન કરવાથી રતત્રયરૂપ માર્ગના બીજને સમકિતના લાભને પામે છે. ૫૦.
Aho! Shrutgyanam