________________
૩૭
પણ આનંદશંકર એ દર્શને આપણને જુદી દૃષ્ટિથી જોવા કહે છે. મુદ્દ ભગવાન તે એક જગાએ બ્રહ્મપ્રાપ્તિના ઉલ્લેખ કરે છે. અને ત્યાં બ્રહ્મની મિથ્યા વાતા કરવાને ખલે તેની પ્રાપ્તિનાં સાધના' ઉપર’ ભાર મૂકે છે. આ 'સાધનના આગ્રહ સાધ્યના નિષેધના અર્થમાં લેવાયેા અને બૌદ્ધ દર્શન અનીશ્વરવાદી થયાં. સાંખ્યદર્શને પ્રકૃતિપુરુષના વિવેકનું પ્રતિપાદન કરતાં બ્રહ્મ સંબંધી મૌન રાખ્યું તે મૌન નિષેધના અર્થમાં લેવાયું. અને સાંખ્યના મૂળ સ્થાપક કપિલમુનિ નિરીશ્વરવાદી નહેાતા એમ એમણે પ્રતિપાદન પણ કર્યું. અનેકાન્તવાદ કે સ્યાદ્વાદ જનાના પ્રમાણુશાસ્ત્રમાં વિશિષ્ટ કાળા છે એ પ્રસિદ્ધ છે, અને એ વાદનાં મૂળ પણ ક્યાંથી ક્યાંથી મળી આવે છે તે તેમણે ખતાવેલું છે. પણ એ વાદ નીચે તે જનધર્મની ઉદાર અહિસાવૃત્તિ જુએ છે, તે તેમની વિશેષ દૃષ્ટિ છે. અહી એ પણ ઉમેરવું જોઇએ કે આહારવ્યવહારમાં હિન્દુ જેટલે અંશે અહિંસ સિદ્ધ કરી છે, તેને માટે કાઈ પણ જૈન જેટલું અભિમાન આચાર્યશ્રી ધરાવે છે. બૌદ્ધ જૈન અને વૈદિક એ ત્રણેયને તેઓ હિન્દુધર્મની ત્રણ શાખાઓ માને છે અને નૈતિક સિદ્ધાન્તમાં અને આધ્યાત્મિક ઉન્નતિ સંપાદન કરવાના ‘આચારમાં રહેલી એકતા તરફ સર્વેનું લક્ષ દારે છે. તેમની દૃષ્ટિએ જૈન થયા વિના બ્રાહ્મણ થવાતું નથી, અને બ્રાહ્મણ થયા વિના જૈન થવાતું નથી, ૩૨ આવી રીતે શાસ્ત્રની સૂક્ષ્મતા જોતાં છતાં, તેમની દૃષ્ટિ તેમાં ગૂંચવાઈ નથી જતી પણ શાસ્ત્રને વિશાળ દૃષ્ટિથી સમગ્રરૂપે જોઈ તેઓ આપણને નવું દૃષ્ટિબિન્દુ આપે છે, નવા સમન્વય બતાવે છે,
'
આચાર્ય આનંદશંકરે સર્વધર્મેસમન્વયના પ્રશ્ન ચર્ચ્યા છે. આપણે ઉપર જોયા તે કર્મ ભક્તિ અને જ્ઞાનમાર્ગના વિશિષ્ટ ભેદને લીધે ધર્મોમાં ભિન્નતા આવે છે. આ બૃધા ધર્મોં તરફ આપણા ભાવ શા હવે જોઇએ ? પરધર્મ તરફ દ્વેષ કે.ઉપેક્ષા એ તે હીનભાવ છે. કેટલાક ધર્મની એકતાને ઈષ્ટ ગણે છે અને તેને સાધવા માટે સર્વ ધર્માંના સામાન્ય અંશા જેવા કે શ્વર, ભક્તિ અને સદાચાર, તેને ગ્રહણ કરવા. એમ કહે છે. આનંદશ ંકર ચેગ્ય રીતે, આ નિર્વિશેષ સામાન્ય (abstract) ને દરિદ્ર ખીજી રીતે કહીએ તેા નીરસ કહે છે. એક રીતે કહીએ તેા કાવ્ય અને ધર્મ બન્નેનું સ્વારસ્ય સવિશેષ સામાન્યમાં રહેલું છે એમ કહી શકાય. એથી ઊલટા માર્ગ કે બધા ધર્મોના તન્તુ મેળવીને તેના એક પટ બનાવવા એ પણ એટલે જ કૃત્રિમ અને નીરસ માર્ગ છે. પેાતાના ધર્મને મુખ્ય માનવેા અને
૩૨. પૃ. ૫, ૬૭૦