Page #1
--------------------------------------------------------------------------
________________
વીર મધુરી વાણી તારી
(૧) માદેવુ અષ્ટક
Page #2
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
श्रीमहादेवाष्टक
यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वथा। न च द्वेषोऽपि सरवेषु, शमेन्धनदवानलः ।।१।। न च मोहोऽपि सज्ज्ञान-छादनोऽशुद्धवृत्तकृत्। त्रिलोकख्यतमहिमा, महादेवः स उच्यते ।।२।। युग्मम्। यो वीतरागः सर्वज्ञो य: शाश्वतसुखेश्वरः । क्लिष्टकर्मकलातीत: सर्वथा निष्कलस्तथा ।।३।। यः पूज्य: सर्वदेवाां, यो ध्येय: सर्वयोगिनाम् । यः स्रष्टा सर्वनीतीनां महादेवः स उच्यते ।।४।। एवं सवृत्तयुक्तेन, येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योति: त्रिकोटिदोषवर्जितम् ।।५।।
यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि। यथाशक्तिविधानेन नियमात्स फलप्रदः ।।६।।
सुवैद्यवचनाद्यद्वद्, व्याधर्मवति संक्षयः । तद्वदेव हि तद्वाक्याय, ध्रुवः संसारसंक्षयः ।।७।। एवंभूताय शान्ताय, कृतकृत्याय धीमते । महादेवाय सततं सम्यग्भक्त्या नमोनमः ।।८।।
Page #3
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
અનંતાનંત આત્માઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. અહિરાત્મા : બહિરાત્મા; અંતરાત્મા અને પરમાત્મા. અત્તરાત્મા : ચોદ ગુણવસ્થાનમાં પ્રથમના ત્રણ ગણસ્થાનના
પરમાત્મા : આત્માઓ બહિરાત્મા કહેવાય છે. ચારથી બારમાં ગુણસ્થાનમાં રહેલા આત્માઓ અન્તરાત્મા કહેવાય છે. જ્યારે તેરમા અને ચોદમાં ગુણસ્થાનના આત્માઓ પરમાત્મા કહેવાય છે.
અધ્યાત્મસાર ગ્રંથમાં બહિરાત્મ વગેરેનું સ્વરૂપ બતાડતા પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે કે જે આત્માઓ પોતાના શરીરને જ આત્મા માનતા હોય તેઓ બહિરાત્મા કહેવાય; જેઓ શરીરથી ભિન્ન-શરીરની અંદર રહેતાં- પરિણામી નિત્ય આત્માનો સ્વીકાર કરે છે તે અત્તરાત્મા છે અને જેમણે એ આત્માને ઘનઘાતી કર્મોની ચુંગાલમાંથી મુક્ત કરી દીધો છે તેઓ પરમાત્મા કહેવાય છે. શરીરને જ આત્મા માનીને એ શરીરનું જતન કરતો બહિરાત્મા સાંસારિક પુદ્ગલોના ભોગનો અવસ્થ રાગી હોય. એને ભોગોનો રોગ કાયમ રહે, અને
જ્યારે જ્યારે આ રાગ નંદવાય ત્યારે દ્વેષ જાગ્યા વિના પણ ન જ રહે. શરીરને આત્મા માની લેવાના વિપરીત જ્ઞાન-અજ્ઞાને-જ આ રાગદ્વેષની હોળી સળગાવી. આમ રા અને દ્વેષને ઉત્પન્ન કરનાર મોહ (અજ્ઞાન-વિપરીતજ્ઞાન) બને છે.
એટલે રાગ દ્વેષ અને મોહનું જેનામાં જોરદાર બળ છે અને એની પકડમાં જે પોતાનું જીવન જુએ છે; એ આત્મા બહિરાત્મા કહેવાય.
જ્યારે આત્મા પોતાને શરીરથી ભિન્ન વસ્તુ તરીકે સ્વીકારે છે ત્યારે બાહ્ય ભોગો પ્રત્યે એને સુગ પેદા થવા લાગે છે. અગ્નિમાં દેહ ભડકે સળગી જાય તે પહેલાં જ આત્મા જેવી એક વસ્તુ શરીરમાંથી ચાલી જાય છે. શરીરથી કરેલા ભોગરાગાદિએ જે કર્મોના સર્જન કર્યા તેને સાથે લઈને એ આત્મા ક્યાંક જાય છે
જ્યાં એને એ કર્માનુસાર જન્મ જીવન અને મરણોના દુઃખ પામવાના હોય છે. આ અફર સ્થિતિની સભાનતાવાળો આત્મા ભોગો ભોગવવા છતાં એનાથી લપાતો નથી, એમાં સાવધાન રહે છે અને એથી જ એ અંતર્મુખ - અત્તરાત્મા-કહેવાય છે. - આ પરિસ્થિતિ ઉત્તરોત્તર વિકાસ પામતી જાય છે. ભોગની સૂગવાળો એ આત્મા અંતે ભોગોને ત્યાગે છે; રાગ-રોષની મોહજનિત ચેષ્ટાઓ એને બાળકની ધૂલિક્રીડા જેવી તુચ્છ લાગે છે અને તેની જ એનો પરિત્યાગ કરી દે છે. “દુ:રવું મશીનં ને એનું પ્રાણસૂત્ર બનાવીને એ ઉત્કૃષ્ટ સદાચારનું જીવન જીવે છે. અંતે બારમા
Page #4
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ગુણસ્થાનના છેડે રાગ-દ્વેષના જનક કર્મોનો નાશ થઈ જાય છે. જેવી આ વીતરાગતાને એ મહાત્મા પામે છે કે એક જ અંતર્મુહૂર્તમાં આ અત્તરાત્મા સર્વજ્ઞ સર્વદર્શી બને છે. અનન્ત સુખનો સ્વામી બને છે. બહારથી રાગાદિનો સંગનો ત્યાગીહવે અંતરથી પણ રાગાદિ રહિત બની જાય છે અને સર્વ અજ્ઞાનથી મુક્ત થઈ જાય છે. આથી જ એ વીતરાગ-સર્વજ્ઞ કહેવાય છે. આવા આત્મા પરમાત્મા કહેવાય
ટૂંકમાં રાગાદિનો રાગી બહિરાત્મા છે. રાગાદિનો દ્વેષી અત્તરાત્મા છે.
જ્યારે રાગાદિનો ધ્વંસી પરમાત્મા છે.
પરમાત્માના ચાર અતિશયોઃ જગતના જીવો પ્રત્યે નિર્દય બનાવનાર, આત્મહિતની પણ અવગણના કરનાર, સમગ્ર જગતનું ભયંકર નુકશાન કરનાર રાગાદિભાવો છે. રાગાદિને કારણે જ માનવ સ્વાર્તા બને છે. જગતના અને જાતના હિતને જોવા માટે અંધો બને છે.
જ્યાં સુધી રાગાદિભાવો છે ત્યાં સુધી નિર્મળ જ્ઞાન પ્રકાશની પૂર્ણ પ્રાપ્તિ થતી નથી. રાગાદિ અપાયોનો વિનાશ કરવાની સાધના કરો. એમનો વિનાશ થયો પછી પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ તો અન્તર્મુહૂર્તમાં જ થશે છૂટકો. આમ જે વીતરાગ સર્વજ્ઞ બને છે તે જ પરમાત્મા કહેવાય છે. એઓ જ દેવ-દેવેન્દ્રો અને ચક્રવર્તીઓની પણ પૂજાને યોગ્ય બને છે - પૂજ્ય બને છે. આવી પૂજ્યતાને પામેલા પરમાત્માઓ જ જગતના અજ્ઞાન જીવોને દેશના આપી શકે છે. કેમકે એમનાં જ વચનમાં એવી આગ હોય છે. જે સર્વ સંસારી જીવોના રાગાદિ મળોને બાળીને ખાખ કરી નાંખવા સર્વથા સમર્થ હોય છે. આવા વિશિષ્ટ અતિશયો-વીતરાગતા, સર્વજ્ઞતા, પૂજ્યતા અને પરતારકતા જે આત્માઓમાં ઉત્પન્ન થાય છે તેઓ હેવાન નથી, ઈન્સાન પણ નથી, માનવ નથી મહામાનવ પણ નથી, દેવ પણ નથી..... એઓ છે મહાદેવ. એ દેવોની આ મહાનતાઓ એમનાથી જુદી રાખી શકાય તેમ નથી. માટે જ આવી વિશિષ્ટતાવાળા આત્માને જ પરમાત્મા કહેવાય. એમને જ મહાદેવ કહેવાય.
માધ્યય્યદષ્ટિ અનાગ્રહ : જગવંદ્ય દેવોની મહાનતા શું વસ્તુ છે? એ વાત ભગવાન હરિભદ્રસૂરિજીએ આવા પ્રસ્તુત અષ્ટકના પ્રથમ બે શ્લોકમાં સુંદર રીતે કહી દીધી છે.
જૈનદર્શન એટલે ચાદ્વાદદર્શન; સત્યના અત્તરથી છલોછલ ભરેલા જૈન દર્શન
Page #5
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
કુંડના છાંટણા જ્યાં ક્યાંય પણ ઊડ્યા હોય ત્યાંથી પણ તે સત્યને તે સ્વીકારે છે. તે તે દૃષ્ટિબિંદુથી તે તે દર્શનોની વાતોને પણ પોતાની જ કરીને બિરદાવે છે.
ભગવાન હરિભદ્રસૂરિજી એટલે જૈન તત્ત્વજ્ઞાનના દરિયાને પીને પચાવી ગયેલા એક મહાન તત્ત્વદ્દષ્ટાંત.
એમની આ વિશિષ્ટ પ્રતિભાનું દર્શન આ અષ્ટકના પ્રથમ શ્લોકના પ્રથમ શબ્દથી જ તેઓ આપણને કરાવી જાય છે. અહીં તેઓ એમ કહી દેવાની જરાય ઉતાવળ નથી કરતાં કે રાગ-દ્વેષ-મોહ વિનાના અમારા તીર્થંકરો જ મહાદેવ છે... ના... જરા ય નહિ. એઓ તો કહે છે કે કોઈ પણ આત્મા હોય. જેનામાં રાગ, દ્વેષ અને મોહ નથી એ મહાદેવ છે. કેવી નિષ્પક્ષ દૃષ્ટિ! છતાં સત્યના પક્ષ તરફનો તેમનો કેવો દૃઢ ઝુકાવ! એક જગાએ એમણે જ કહ્યું છે કે મને ભગવાન વીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ બુદ્ધ વગેરે પ્રત્યે દ્વેષ પણ નથી. મારે તો જેનું વચન યુક્તિસંગત હોય તે માન્ય જ છે.
મહાત્મા આ રીતનો વ્યક્તિ પ્રત્યેનો પોતાનો સીધો ઝુકાવ પ્રગટ કરતા ન હોય અને એક એવો ઢોંચો તૈયાર કરતા હોય કે જેમાં જે કોઈ બેસી જાય તે માન્ય થઈ જાય પછી તે ગમે તે હોય.... તે મહાત્મા પ્રત્યે - તેમની વાતો પ્રતયે - સર્વ ધર્મીઓને આદર ભાવ પ્રગટ થાય એ તદ્દન સહજ બાબત છે.
વળી અહીં તો મહાદેવ (પરમાત્મા) કોણ એ વાતનો નિર્ણય કરવાનો છે. જગતમાં અનેક દર્શનો પોતાના માનેલા દર્શનના પ્રણેતાને મહાદેવ કહે છે તે વખતે તદ્દન ન્યાયી દૃષ્ટિથી મહાદેવત્વની એવી શરતો મૂકવી જોઈએ જે સહુના ગળે ઊતરી જાય, સહુને એમ લાગી જ જાય કે આવી શરતો વિનાના આત્માને કે કોઈ દેવને મહાદેવ તો ન જ કહી શકાય. આ ખૂબ જ અસાધારણ કોટિનું સાહસ છે. ભગવાન હરિભદ્રસૂરિજી આવા સાહસ સાથે પ્રસ્તુત અષ્ટકની રચનાના કાર્યમાં ઝંપલાવે છે.
યદ્યપિ તેઓ જનદર્શનના પ્રરુપક તીર્થંકરોના આત્માઓને જ મહાદેવ માને છે તથાપિ તેવા કટ્ટર આગ્રહ સાથે જ તેઓ ચાલતા નથી. મનોયત્નનો જવાબ જો લઈ ને જેમ ઠોઠ નિશાળીઓ જવાબને તાણી લાવવા માટે ગમે તે સરવાળા-બાદબાકી કરે છે તે નીતિને મહાપ્રાજ્ઞ ભગવાન હરિભદ્રસૂરિજી અહીં અપનાવતા નથી. તીર્થંકરોના સ્વરુપનેલક્ષમાં રાખીને તેઓ મહાદેવ તરીકેની લાયકાતની શરતો રજૂ કરતા નથી. તેઓ તો માત્ર બુદ્ધિગ્રાહ્ય યુક્તિઓ જ રજૂ કરે છે તેનો જવાબ ગમે તે
Page #6
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
આવે.
જ્યાં રીત સાચી છે ત્યાં જવાબને તો એ રીતની પાછળ ચાલ્યા જ આવવું પડે
ટૂંકમાં ઠોઠ નિશાળીઓ જવાબની પાછળ રીતને તાણી જાય છે; જ્યારે બુદ્ધિમાન વિદ્યાર્થી રીતની પાછળ દત્તચિત્ત બનીને જવાબ આપોઆપ લાવી દે છે.
શાસ્ત્રોમાં પ આ જ વાત કહી છે કે બીજી રીતે તે ધર્મના કદાગ્રહી માણસો પોતાની નક્કી થઈ ચૂકેલી માન્યતાને સાચી ઠરાવવા માટે જ યુક્તિઓ લગાવતા હોય છે જ્યારે નિષ્પક્ષ માણસો તો સાચી યુક્તિ જ લગાડતા હોય છે એમાંથી જ એમની એક આગવી માન્યતા સાકાર બને ચે અને સત્યના ફલક ઉપર એ માન્યતા સદા માટે આરૂઢ થઈ જાય છે.
નિષ્પક્ષશિરોમણિ ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજા પણ આ જ પદ્ધતિને અનુસરતા આપણને જણાવશે કે જેનામાં આટલું ન હોય, અને આટલું હોય તે મહાદેવ કહેવાય. પછી તેમાં કદાચ બુદ્ધ કે કપિલ આવી જતાં હોય તો ભલે આવી જાય અને તેમાંથી પરમાત્મા મહાવીર નીકળી જતાં હોય તો ભલે નીકળી જાય.
મહાદેવની શરતોને રજૂ કરતાં પ્રથમના બે શ્લોકમાં તેઓ નિષેધમુખી ત્રણ બાબતો રજૂ કરે ચે. તેઓ કહે છે કે જેનામાં રાગ, દ્વેષ અને મોહ ન હોય તેને આપણે મહાદેવ કહેવા જોઈએ.
આ વિષયમાં આગળ ન વધતાં હમણાં તો આપણે એ રાગ, દ્વેષ અને મોહ શું વસ્તુ છે તે જ જોઈએ. - રાગનું સ્વરુપ આત્માની પોતાની સ્વાભાવિક તંદુરસ્તીને જે ખરડી નાંખે છે તે રાગ છે.
આગવી સ્વસ્થતા એ આત્માની પોતાની ચીજ છે. જ્યારે એ સ્વસ્થતાને હાનિ પહોંચાડતો રાગ એ કર્મપુદ્ગલની વસ્તુ છે.
ચૈતન્ય ઉપર જડનું આક્રમણ એ જ મોટી આફત છે. પરંતુ અનાદિકાળનો આત્મામાં એકરસ થઈ ગયેલો અધ્યાસ આ વિચારને જન્મવા જ દેતો નથી.
રાગ એટલે સંકલશે : મૂચ્છ સ્વરૂપે પુગલની મમતામાંથી ઉત્પન્ન થતો ત્રાસભાવ. કોઈ પણ એક પુદ્ગલની ઉપર મમત્વ થાય છે ત્યારે ઈષ્ટ પુગલની પ્રાપ્તિ પૂર્વે તે મમત્વ, મેળવવાની ચિંતાની ઝીણી આગ ઉત્પન્ન કરે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
આમ દૃષ્ટિ પામવાની ઈચ્છાથી જ આ સંકલેશનો આરંભ થઈ જાય છે.
ઈષ્ટ મળી જાય તો તેના રક્ષણની ચિંતા, કોઈ ઉઠાવી જાય તેના ભયનું સામ્રાજ્ય આત્મા ઉપર વ્યાપી જાય છે.
બીજા પણ ઈષ્ટ મેળવવાની ચિંતા શરૂ થઈ જાય છે. ન મળે તો એના અજંપા સતત રહ્યા કરે છે. આમ અન્ય અપ્રાપ્તની પ્રાપ્તિની ઝંખના, અતૃપ્તિનો દાહ-પણ શરૂ થાય છે.
વળી જેટલા અનિષ્ટ છે તે આવીને પોતાની બાજી બગાડી ન જાય તેનો સંતાપ પણ કાંઈ ઓછો હોતો નથી. એટલું જ નહિ પણ પોતાને ઈષ્ટ વસ્તુ પ્રત્યે જેમનો પક્ષપાત નથી એ બધી વ્યક્તિઓ પ્રત્યે નિષ્કારણ દ્વેષભાવ પણ ત્રાસ દેવાનું કામ સતત જારી રાખતા હોય છે.
આ બધું થયા પછી પણ ઈષ્ટના વિયોગનો સતત ભય ગમે ત્યારે સાચો પડે છે અને આત્મા એક મોટી પોક મૂકે છે.
ઈષ્ટના રાગના ત્રણે ય કાળમાં ચિંતા, ભય, દ્વેષ, અતૃપ્તિ આદિના અનેક ત્રાસ એક સાથે આત્માને સતત પજવતા રહે છે. માટે જ રાગભાવને આત્માની સ્વાભાવિક મસ્તીને બગાડી નાંખનારો કહ્યો છે.
જ્યાં રાગ છે ત્યાં આવા સંકુલેશ છે. જે રાગ છે તે બધા ય સંલેશના જનક છે. સદા સર્વ ઉપર ત્રાસ વીતાડતો અને જાતને ય ત્રાસ દેતો રાગભાગ શ સારો કહેવાય? એ કવચિત્ માત્ર કામચલાઉ શાંત થઈ જાય તે ય બરોબર નહિ, એની ભયંકરતા ઓછી થઈ જાય તે ય બરોબર નહિ, રાગના અગણિત પ્રકારોમાંથી કેટલાક જ નિર્મુળ થઈ જાય તે ય બરોબર નહિ.
વીતરાગ જ મહાદેવ કહેવાય જગતના, આત્માઓમાં રાગાદિનું ઓછાવત્તાપણું તો રહેવાનું જ. પણ જગત માત્રને જે વધે બને, અને જગતનો જે આદર્શ બને, જેને વંદનામાત્રથી અનંતસુખની દેન થાય, એવા પરમાત્મામાં તો રાગનું નામ નિશાન ન હોવું જોઈએ, રાગનું કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ એમનામાં ન જ હોવું જોઈએ.
એટલે જેમને મહાદેવ કહેવા છે તેઓ સં કલેશજનક રાગના સર્વથા શૂન્યાવકાશના જ સ્વામી હોવા જ જોઈએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
જેવું નથી જડપરમાણુમાં કોઈ પણ પ્રકારનું રાગનું સ્પંદન! તેવું જ ન જોઈએ મહાદેવમાં રાગનું રંજન!
આ થઈ મહાદેવ તરીકેની લાયકાતની પહેલી શરત.... જગતમાં સર્વતર છાઈ ગયેલા, ભયાનક હોનારત જગવી ચૂકેલા, ક્રૂર હત્યાકાંડો સર્જી ગયેલા રાગભાવનો અંશ પણ કોઈ આત્મપ્રદેશમાં સર્વથા ન જ હોવો જોઈએ.
બીજી શરત છે કેષાભાવની.
દ્વેષનું સ્વરૂપ દ્વેષ એટલે અરુચિભાવ. અનિષ્ટ પ્રત્યેનો ક્રોધ અને માન ઠેષના બે સ્વરૂપો છે. કર્મ પુદ્ગલોના ધક્કા ખાઈ ને ખુવાર થઈ ગયેલા આત્મા પોતાની સ્વાભાવિક સ્થિરતા ગુમાવી બેઠો છે. એ ખૂબ જ અસહિષ્ણુ બન્યો છે. જરાક અનિષ્ટ થાય કે તરત જ એના તમામ આત્મપ્રદેશો ખળભળી ઊઠે છે. જરાક માન-પાન મળે ત્યારે પોતાની સહજ નમ્રતા જોખમાઈ જાય છે. આત્માની સહજસમતાને જે સળગાવી મૂકે છે તે દ્વેષ છે.
વીતદ્વેષ જ મહાદેવ કહેવાયઃ કર્મબદ્ધ આત્માઓ માટે આ સ્થિતિ તદ્દન સ્વાભાવિક કહી શકાય. પરંતુ જે કર્મમુક્ત બન્યા છે તેમની પાસેતી આવા અસહિષ્ણુભાવોની અપેક્ષા ન જ રાખી શકાય. માટે કર્મમુક્ત પરમાત્મા-મહાદેવ-તો સર્વથા દ્વેષભાવ વિનાના જ હોવા આવશ્યક છે. સામાન્ય માણસની જેમ એ દેવો પણ જો સંહારકશસ્ત્ર ઉઠાવે તો તેમનામાં બીજાઓ કરતાં શી મહાનતા?
એટલે મહાદેવની લાયકાત માટે બીજી શરત છે સર્વથા દ્વેષનો અભાવ.
સામાન્ય રીતે રાગ જડ અને જીવ બે ય ઉપર થઈ શકે છે જ્યારે દ્વેષ માત્ર જીવ ઉપર થાય છે. જડ ઉપર દ્વેષ થવો એ તો ભારે અજ્ઞાનનું પરિણામ છે. ઝાડના ઠૂંઠા સાથે અથડાઈ જનારો એ ઠૂંઠા પર દ્વેષ કરે એ તો ભારે બેવકૂફી કહેવાય. ત્યાં દ્વેષ તો તે જાત ઉપર કરવાની જરૂરી છે જેણે યોગ્ય રસ્તે ચાલવાનું ભાન રાખ્યું નહિ!
આથી જ માત્ર જીવ ઉપર વ્યાપતા દ્વેષ કરતાં જડ અને જીવ ઉભય જગત ઉપર વ્યાપતો રાગ વધુ ભયંકર છે. ટ્રેષનો જનક પણ રાગ જ છે. માટે જ પહેલું રાગનું વિધાન કરવામાંવ્યું પછી દ્વેષનું.
પ્રશ્ન : રાગનું વર્ણન કરતાં “પ્રાણી ઉપર રાગ’ન કહ્યો. જ્યારે દ્વેષનું વર્ણન કરતાં “પ્રાણી ઉપર દ્વેષ' કહ્યો તો શું જડ ઉપરનો દ્વેષભાવ (ભલે અજ્ઞાનમૂલક હોય) મહાદેવમાં હોય તો તેનો વાંધો નથી? મહાદેવ તો તેમને જ કહેવા જોઈએ જેમને જડ ઉપર પણ દ્વેષ નથી અને જો તમે જ કહેવું હોય તો, “જેમને જીવો ઉપર
Page #9
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
દ્વેષ નથી તે મહાદેવ કહેવાય'' એવું ન કહેતાં રાગના વર્ણનમાં કહ્યું છે તે જ રીતે જેમને દ્વેષ નથી તે મહાદેવ કહેવાય' એમ જ હેવું સમુચિત લાગે છે.
૯
ઉઃ- બરોબર છે છતાં આમ ‘જીવો ઉપરના દ્વેષાભાવને મહાદેવની લાયકાત જણાવી તે એટલા જ માટે મિત્ર ઉ૫૨-અવિરોધી જીવ ઉપ૨ - જેમ દ્વેષ નથી થતો તેમ પોતાના વિરોધી ઉપર પણ ન જ હોવો જોઈએ. વિરોધી ઉપરનો દ્વેષભાવ એ તો સામાન્ય માણસનું જીવન છે. આપણે જેમને મહાદેવ કહેવા છે તેમનામાં તો વિરોધી જીવો ઉપર પણ દ્વેષ સર્વથાન ન જોઈએ અને જો કોઈ દેવ પોતાના વિરોધી નાશ માટે શસ્ત્રાદિ ઉપાડતા હોય, ત્રિશૂળથી એના શરીરને વીંધી નાંખતા હોય, છાતી ઉપર ચડી બેસી એની જીભ ખેંચી કાઢતા હોય તો એ અંતરના દ્વેષભાવના સૂચક સ્વરૂપવાળા દેવને મહાદેવ તો કહી શકાય જ નહિ. હવે બાકી રહી જ ડ ઉપ૨ના દ્વેષાભાવની વાત. જેમને વિરોધી ઉપર પણ દ્વેષ ન હોય તેમને જડ વસ્તુઓ ઉપર તો અવશ્ય દ્વેષ ન હોય. એટલે વિરોધી જીવ ઉપરના દ્વેષ વિનાના દેવ જડ ઉરના પણ દ્વેષ વિનાના જ હોય - એ વાત સ્થિર થઈ જવાના કારણે તથા વિરોધી જીવ ઉપરના દ્વેષવાળા સ્વતઃ તો મહાદેવ જ નહિ એ હેતુથી જ જીવ ઉપરના દ્વેષાભાવવાળાને મહાદેવ કહ્યા છે.
મોહનું સ્વરૂપ : (૧) આત્મામાં રહેલા સત્ જ્ઞાનને ઢાંકી દેનાર મૂઢ બનાવનાર મોહ છે. (૨) આચારમાં પણ એ અજ્ઞાનના જોરે મલિનતા લાવનાર મોહ છે.
અજ્ઞાન અને અવળું જ્ઞાન આ બે ય મોહના સ્વરૂપો છે. જેવું જ્ઞાન તેવો આચાર એ સામાન્ય નિયમ છે.
જેની વૃત્તિમાં મેલ પેઠો એની પ્રવૃત્તિમાં મેલ કેમ ન હોય?
રે! વૃત્તિનો પ્રકર્ષ જ પ્રવૃત્તિ છે ને!
બાહ્ય અશુભ આચારોને ટાળવા માટે ઉપમિતિકારે પણ છેવટે સદ્બુદ્ધિનું સાન્નિધ્ય જ બતાવ્યું છે. જેની પાસે સબુદ્ધિ છે એ પોતાને અહિતકર વર્તાવ કરી શકતો જ નથી. કદાચ સંયોગવશાત્ તેવો વર્તાવ કરવો પડે તો ય એનો ત્રાસ એટલો બધો હોય છે કે આત્માને અહિતકર આચાર પણ એનું અહિત કરવામાં નિષ્ફળ બની જાય છે એટલું જ નહિ પણ એ વખતનો એનો પશ્ચાત્તાપ એનું વધુને વધુ હિત કરતો જ રહે છે.
પછી આવા આત્માઓના જીવનમાં આવી જાતનો વૃત્તિ પ્રવૃત્તિનો વિસંવાદ વધુ સમય ટકી શકતો જ નથી. જેવી હિતની વૃત્તિ તેવી જ હિતની પ્રવૃત્તિ વહેલામાં
Page #10
--------------------------------------------------------------------------
________________
IL
૧૦
વીર ! મધુરી વાણી તારી
વહેલી તકે ચાલુ થઈ જાય છે.
એટલે હિતકરણનો મહાયજ્ઞ આરંભવા માટે જરૂર છે એક ચિનગારીની; સબુદ્ધિનીસ્તો.
જ્યાંથી વૃત્તિનું મલિનીકરણ જન્મ પામે છે તે મનમાં જ સબુદ્ધિની ચિનગારી ચાંપો : ત્યાં જ થાણું નાંખો સબુદ્ધિનું.
મલિનવૃત્તિના ધાડપાડુઓની ઘુસણખોરી જો મનની સરહદેથી થાય છે તો સદ્દબુદ્ધિનું સંરક્ષણદળ પણ તે સરહદે જ આંટા મારતું સાબદુ રહેવું જોઈએ. - ધાડપાડુઓની ઘૂસણખોરી થતી હોય કાશ્મીરની ખીણમાંથી અને સંરક્ષકદળ બંદૂકના બાર કરતું – દિલ્હીના ચાંદની ચોક જ કૂચ કરતું રહે તો વિનાશ જ થાય ને ભારતનો ?
એ જ રીતે મનના મલિનીકરણ તરફ જેની લાલ આંખો નથી અને તનમાં હિત કરવાની પ્રવૃત્તિ જે કરી રહ્યો છે એ માનવ સર્વનો વિનાશ જ નોતરે છે.
મનની ઉપર જામેલા અજ્ઞાનના અને અવળા જ્ઞાનના જાળાઓને પ્રથમ ભેદવા પડશે. ભલે એને ભેદ્યા વિના પણ કદાચ બાહ્યાચારની સાફસૂફી કરો તો ય તે સાફસૂફી પાછળ મનના મેલા જાળાની સાફસુફીનું લક્ષ્ય તો અનિવાર્ય રહેશે. એવા લક્ષ્ય વિનાના સુંદરમાં સુંદર બાહ્યાચારો અનંતીવાર અનંતા આત્માઓ સ્પેશ્યા૪ છતાં કદી એમણે કલ્યાણપંથે કદમ મૂક્યો નથી; એ સ્થિતિમાં કદી મોક્ષપંથે જઈ શકવાના પણ નથી. ઘાણીના બેલના જેવી હજારો માઈલની મુસાફરી! ગતિ ઘણી કરતી છો ત્યાં ને ત્યાં!
પ્રગતિ કરવી હોય તે મેલી વૃત્તિના ઉગમસ્થાન મનમાં જ સબુદ્ધિ થાણું નાખવું રહ્યું. પછી પેલો મોહ-અજ્ઞાન અને અવળા જ્ઞાનનો-દૂમ દબાવીને નાઠો જ સમજો અને પછી આચારની અશુદ્ધિ પણ ભડભડ સળગી જ ઊઠી સમજો.
વિતમોહ જ મહાદેવ કહેવાય : જગતના જીવોના મન અને તન આ મોહ ખરડાઈ ચુકેલા છે. પણ મહાદેવમાં તો લોકસુલભ એ તત્ત્વો ન જ હોવા જોઈએ ને?
એટલે જ મહાદેવત્વની ત્રીજ શરત છે કે તન-મનને મલિન કરતાં મોહનો એમનામાં સર્વથા અભાવ હોવો જોઈએ.
મહાદેવત્વની એક જ સંક્ષિપ્ત યોગ્યતા - ત્રિલોકખ્યાતમહિમાઃ જેમનામાં રાગ દ્વેષ અને મોહ ન હોય તેમનો મહિમા તો ત્રણે ય લોકમાં પ્રસરી જ જાય.
Page #11
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સમગ્ર માનવજાતને, દેવોની દુનિયાને, અરે! દેવોના પણ સ્વામીઓને રાગ, દ્વેષ અને મોહ જ પજવી રહ્યા છેને?
મોટમોટા સામ્રાજ્યોની ધરતીને ધ્રુજાવી નાંખતો સમ્રાટ શરીરના રાગભાવને કારણે પેટની શૂળ પીડાથી હાયવોય નથી કરતી બેસતો ?
અસંખ્ય દેવોનો નાયક ઈન્દ્ર પોતાની પ્રિયતમા ઈન્ચારણીની રીસે ક્યારેક એના પગ ચાટતો નથી શું?
સહુને લલચાવતા ખાનપાનના ભોગોને લાત મારતો ઋષિ પણ એક સ્ત્રીની ચામડીની ગુલાબીમાં ગુલાટ ખાઈ ગયો નથી શું?
કેષથી ધમધમતા શંકરના ખુલી જતાં ત્રીજા નેત્રના ભીષણ તાંડવની નોંધ દાર્શનિકોએ નથી લીધી શું?
આખા ય જગતને ભીસમાં લીધું છે રાગ-દ્વેષ અને મોહની ત્રિપુટીએ. એકે એક પ્રાણી કણસે છે એ ત્રિપુટીની વેદનાએ.
પણ જે આ ત્રિપુટીને ઝબ્બે કરે છે એની સામે તો સૌ સ્તબ્ધ બનીને જોઈ જ રહે એમાં શી નવાઈ ?
પોતાને હતપ્રહત કરી નાંખનાર ત્રિપુટીને સર્વથા મહાત કરનાર તરફ સહુના શિર ઝુકી જાય; સહુ સાશ્વર્ય જોઈ જ રહે એમાં નવાઈ શી?
મહિમાવંત કોણ? ત્રણેય લોકમાં આ ત્રિપુટી વિજેતાને મહિમા ગવાય એ તદ્દન સહજ બીના છે.
તો હવે એક જ વાત કરો કે મહાદેવ તેમને જ કહેવાય જેમનો મહિમા ત્રણે ય લોકમાં ગવાય. રાષ્ટ્ર વગેરેના રાગી અને શત્રુ વગેરેના દ્વેષી કે સફળ કૂડકપટના મહાવાળાઓનો મહિમા કોઈને કોઈ નાનકડા વર્તુળમાં જ ગવાશે; એમના પ્રશંસકો કરતાં નિંદકો જ ઘણાં રહેશે, એઓ જીવાડનારા કરતાં મારનારા જ વધુ હશે. એમના રાગ કરતાં એમના દ્વેષનું વર્તુળ જ સદા વધુ રહેશે. પછી ત્રણેય લોકમાં એમનો મહિમા શી રીતે સંભવે?
સર્વના મિત્રનો, અજાતશત્રુનો, સર્વને જીવાડનારાનો જ સહુ મહિમા ગાય. અને તે તો રાગ દ્વેષ મોહની ત્રિપુટીનો વિજેતા જ હોય.
એટલે કાં તો એમ કહો કે રાગના, દ્વેષના અને મોહના વિજેતા તે મહાદેવ કહેવાય.
Page #12
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
અથવા તો ટૂંકમાં એમ જ કહો કે ત્રિલોકમાં મહિમાવંત મહાદેવ કહેવાય.
હા, કદાચ જગતના વ્યવહારના બંધારણમાં “મહિમા’ શબ્દની વ્યાક્યા કદાચ બીજી પણ હોય રે! આથી તદ્દન ઊલટી જ હોય.
એમાં નવાઈ જેવું ય કશું જ નથી. રાગાદિ ભાવોને પનારે પડીને પોતાના કલ્પેલા સ્વાર્થના કુંડાળામાં જ રાચતા નાચતાં દીન જગતના દિમાગ દૂબળા બની ગયા હોય અને એવા લાખો દૂબળા દિમાગો ભેગા થઈને “મહિમા’ શબ્દની જે વ્યાખ્યા બાંધે તે વ્યાખ્યા પ્રાજ્ઞ પુરુષોની બાંધેલી વ્યાખ્યાથી તદ્દન ઊલટી જ હોય.
પ્રાજ્ઞો રાગાદિના સ્વામિત્વમાં મહિમાનું દર્શન કરે છે. અજ્ઞો રાગાદિની ગુલામીમાં મહિમાનું નિરૂપણ કરે છે.
લાખો રૂપિયાની સંપત્તિનો સ્વામી સહુને મહિમાવંતો લાગે છે. રૂપવતી સ્ત્રીનો પતિ ભાગ્યવંતો દેખાય છે.
પોતાના બંગલે ચાર આરબોની ચોકી ગોઠવતો શેઠ તાલેવંત કહેવાય છે.
સંપત્તિના, સ્ત્રીના અને સત્તાના સ્વામીમાં સહુ અંજાય છે સહુને એને ત્યાં સુભગ પુણ્યના ચમકારા દેખાય છે. એના સ્વામિત્વની સહુને ઈર્ષ્યા થાય છે. કેવીનમેરી'માં દોડયા જતા શેઠનો મહિમા શ્રીમંતો ગાય છે.
સાયરાબાનુનો પતિ બનતો દિલીપકુમાર યુવાનોની દુનિયામાં “ચમકતો સિતારો' કહેવાય છે.
સેંકડો શસ્ત્રસજ્જ લશ્કરી પોલિસો વચ્ચે રહેતા ઈન્દિરા ગાંધી ભારતનું એક મહિમાવંતુ સ્ત્રીરત્ન મનાય છે!
પ્રતિવર્ષ પોતાના શરીરની સઘળી તપાસ - બ્લડ યુરિયા, બ્લડ સુગર, લો પ્રેશર, હાઈ પ્રેશર, યુરિન શુગર, યુરિન પસ, બ્લડ કાઉન્ટ, હાર્ટ પાલ્પીટેશન, કાર્ડયોગ્રામ, એક્સ રે, સ્ક્રીનીંગ, સ્કુલ ટેસ્ટ-કરાવવામાં રૂપિયા ૩ હજાર ખર્ચાને ચાર એમ.ડી. ડોક્ટરોની બેન્ચે બેસાડીને એના બધા રિપોર્ટ ખડકીને બારમાસી આરોગ્ય માટે આવશ્યક સુચના માંગતો એક શ્રીમંતનો નબીરો સહુની નજરે ચડી જાય છે. એની સાવધાનીનો મહિમા સહુ મુક્ત કંઠે ગાય છે.
વિવિધ ખાદ્ય અને પેય પદાર્થોના આસ્વાદો જાણકાર અને ખાવાપીવાની રીત રસમોનો જાણકાર માનવ જગતની અમુલ્ય મૂડી કહેવાય છે !
શાબાશ. માનવ! ધન્યવાદ તારી બુદ્ધિમત્તાને અને “મહિમા'ની વ્યાખ્યાને! શું
Page #13
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
લાખોની સંપત્તિનો માલિક પરિગ્રહનો વાસનાનો ગુલામ નથી?
શું રૂપસુંદરીનો પતિ વૈયિક વાસનાનો ગુલામ નથી?
શું બંગલે ચાર આરબોની ચોકી ગોઠવતો શેઠ ભયની સંજ્ઞાનો ગુલામ નથી? શું ચાર ચાર એમ.ડી.ડોક્ટરોને બેગા કરતો શ્રીમંત નબીરો શરીરનો ગુલામ નથી?
૧૩
વિધવિધ રસોના આસ્વાદોની મોજ માણનારો શું રસનાનો ગુલામ નથી? અભ્યન્તર દુનિયાની વાસનાઓનો ગુલામ જ બાહ્ય જગતના પદાર્થોનો સ્વામી બનવા ઈચ્છે ! અને સ્વામી બને!
=
અંદરની ગુલામી.
બહારનું સ્વામિત્વ વિશ્વવિજેતા સિકંદરને આર્યભૂમિના એક સંતે આ જ સમીકરણ સમજાવ્યું હતું ને? એના સ્વામિત્વના અરમાનોના આ રીતે જ ચૂરેચૂરા કરી નાંખ્યા હતા ને!
એક વ્યક્તિના આંતર જગતની ગુલા] પ્રમાણ કેટલું છે તે તો તે વ્યક્તિની બાહ્ય જગતના સ્વામિત્વની પક્કડની ભાવના ઉપરથી જ કહી શકાય; પણ અફસોસની વાત છે કે ગુલામોને આજના જગતે સ્વામી બનાવ્યા છે અને પૂર્વે કદી પણ નહોતા ગવાયા એવા એમના મહિમા આજે જોરશોરથી ગવાયા છે.
સાયરાબાનુની સાથે લગ્ન કરનાર દિલીપના કે શસ્ત્રસજ્જ બનીને ચાલતા ભારતના વડાપ્રધાનના કે પોતાના આરોગ્યની પળપળ કાળજી કરીને અલમસ્ત રહેતા દારાસીંગના કે કોઈ કરોડપતિ ઉદ્યોગપતિના પરદેશી સાથેના હસ્તધૂનનના ચિત્રો લાખોની સંખ્યામાં નીકળતાં દૈનિક પત્રોના અગ્રપૃષ્ટ ઉપર ચમકી જાય છે પણ ભરયૌવનમાં યુવાનીના ભોગોને ત્યાગી જતા, ભરજંગલે નિઃશસ્ત્ર રહીને નિર્ભયપણે ચાલ્યા જતા, કલાકો સુધી શરીરને કોઈએક અવાવર જગાએ ડાંસ મચ્છરના ચટકા લેવા દઈને પ્રસન્ન મુખમુદ્રાએ ઊભા રહેતા, ચરણે આળોટતા શ્રીમંતોની સામે પણ લાપરવાહીથી વાતો કરીને શ્રીમંતાઈના રોગને આડેધડ સમજાવતા કોઈ સંતનું ચિત્ર કોઈ દૈનિકમાં કોઈ પણ દિવસ ચમકતું નથી.
કેમ આમ?
કેમ શું? જગતને ભોગોના સ્વામિત્વમાં જ મહિમા કલ્પ્યો છે તેથી સ્તો. અત્યંતર જગતની વાસનાઓની ગુલામી નજરે ચડતી નથી તેથીસ્તો.'
ભોગના ત્યાગનું સ્વામિત્વ એટલે અભ્યન્તર જગતની વાસનાઓનું સ્વામિત્વ.
Page #14
--------------------------------------------------------------------------
________________
IL
વિર ! મધુરી વાણી તારી
તમામ પ્રલોભનોની છાતી ઉપર પગ ખોડંગીને ઊભતા એક સંતની સામે જુઓ. આ જગતનો એ જ એકનો એક ચમત્કાર છે.
જો વાસનાના ગુલામ-જગતમાં ચમત્કાર ગણી શકાય તો તે છે વાસનાના વિજયનો. નહિ કે વાસનાના બેફામ ઉપભોગનો. ભોગના જીવનકાળમાં એક યુવાનનો કોઈ ચમત્કાર ગણવો હોય તો તે આજ ગણી શકાય; યુવાનીને નાથવાનો; નહિ કે ચુસ્ત પેન્ટ કે મીનીસ્કર્ટ પહેરીને ઉઘાડે છોગે ચાંદની ચોકમાં ચાલવાનો.
અલમસ્ત શરીરવાળો ચમત્કાર તો ઓજસ્વી બ્રહ્મચર્ય છે, રસનાનો અતિ અલ્પ ભોગ છે, નહિ કે વૈષયિક વાસનાના અતૃપ્તિની આગમાં અનેકોને હોમી નાંખવાની હિંમત!
ક્યાં છે આ જગતમાં એ ચમત્કારો ? ઘણય છે. પણ કોને જોવા છે? કોને ખપ છે એનો?
પાગલોની દુનિયામાં પાગલોને જ બિરદાવાય, ડાહ્યાઓને બેવકૂફ ગણાવાય તે જ સહજ લાગે છે.
ગમે તેમ હો. શાણા સજ્જનોના જગતમાં પાગલો અને પગલીએ બાંધેલી વ્યાખ્યાને કોઈ સ્થાન નથી.
અહીં તો મહિમાવંતો તે જ કહેવાય છે જે આંતર જગતની ગુલામીના માતે પોતાનો પગ મૂકીને ઊભો છે, ભલે પછી તે કદાચ જગતની કરામતોનો ઓછો જાણકાર હશે તો ચાલશે; એને ચાર માણસની વચ્ચે બોલતાં ય નહિ આવડતું હોય તો ય ચાલશે; એ સૌદર્યવિહોણો, ભાગ્યવિહોણો, આરોગ્યવિહોણો કે સત્તાવિહોણો હશે તો પણ ચાલશે. બહુ સારી રીતે ચાલશે.
અભ્યન્તર જગતની ગુલામીને જેણે આડેધડ છેદી નાખી એ તો જગતનો બેતાજ બાદશાહ બન્યો. જગતનો એ સંત બન્યો. એનામાં તો શત-શત જાણકારો, હજાર હજાર વિદ્વાનો, લાખ લાખ ભાગ્યવંતો અને કરોડો સત્તાધારી પકવવાની પ્રચંડ તાકાત છે.
રૂપવિહોણા એના પેશાબમાં કુષ્ટરગીના કુરૂપને ખતમ કરી દેવાની તાકાત છે! ભાગ્યવિહોણી એની આશિષમાં રોડપતિને કરોડપતિ બનાવી દેવાની પ્રચંડ આગ છે. રોગિષ્ટ એવા એના ઘૂંકમાં રાજરોગીને પણ નિરોગી બનાવી દેવાના કૌવત ધરબાયાં છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સત્તાવિહોણા એનામાં સમ્રાટોના શિર ચરણે લોટાવવાની સ્વયંભૂ શક્તિ ઘૂમી રહી છે.
વાસનાનો જે ગુલામ નથી એ તો જગતના સ્વામીઓનો પણ સ્વામી છે. અને વાસનાનો જે દાસ છે એ પોતાની દાસીનો પણ દાસ બની રહે છે. હવે મહિમા કોનો ગાવા જેવો ?
૧૫
રાગ-દ્વેષ અને મોહની ગુલામી જેના કોઈ આત્મપ્રદેશને અડી પણ નથી એવા આત્માઓનો જ ને!
આવા આત્માઓને જ પરમાત્મા કહેવાય. એમને જ મહાદેવ કહેવાય.
દેવ તો જગતમાં બીજા આત્માઓ કદાચ કહી શકાય. જેની જે સ્તવના કરે તેનો તે દેવ કહેવાય. દેવ એટલે સ્તવનીય. નોકરને માટે શેઠ દેવ કહી શકાય, પત્ની માટે પતિ દેવ હોઈ શકે, વિદ્યાર્થી માટે શિક્ષક પણ દેવ બની શકે, પુત્ર માટે માતાપિતા પણ દેવનું સ્થાન પામી શકે.
પરંતુ મહાદેવ-અત્યંત સ્તવનીય - તો તેમાંનો કોઈ જ ન કહી શકાય.
રાગાદિની ગુલામીને જેમણે પોતાના સર્વ આત્મપ્રદેશોમાંથી સર્વથા તગડી મૂકી છે એ જ આ જગતમાં અત્યંત સ્તવનીય કહેવાયઃ એમને જ મહાદેવ કહેવાય.
અને ખરેખર તો મહાપ્રાજ્ઞપુરુષો સ્તવનીયની જ નહિ પરંતુ અત્યંત સ્તવનીય મહાદેવની સ્તવના કરવામાં પોતાનું મન લગાવે છે, દિલ બહેલાવે છે, દિમાગ હલાવે છે.
માત્ર સ્તવનીયની સ્તવના હોય છે.
અત્યંત સ્તવનીયની સ્તવના જ ઉપાદેય છે. પછી નામથી તે ગમે તે હો.
રાગાદિ ત્રિપુટીના વિજયને પામેલા મહિમાવંતાઓને આણા પુનઃપુનઃ અભિવાદન હો.
રાગાદિભાવોનો સંપૂર્ણ નાશ શક્ય છે ?
અહીં એક પ્રશ્ન થાય કે રાગ-દ્વેષ અને મોહના પરિણામોનો સર્વથા નાશ શક્ય છે ખરો ૪ કેમકે જગતમાં જેટલા આત્માઓ દેખાય છે તે બધાયમાં ઓછા વધતા અંશોમાં પણ રાગાદિભાવો તો છે જ. તો પછી સર્વથા રાગાદિભાવ વિનાના આત્માને મહાદેવ કહેવાની વાત જ અસંભવિત બની જાય છે.
આ પ્રશ્નનું સમાધાન આ રીતે છે. પહેલાં તો એ જ વાત બરોબર નથી કે
Page #16
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
જગતના સર્વ આત્માઓ રાગાદિભાવવાલા જ છે. ના, નહિ જ. બેશક ઘણા આત્માઓ રાગાદિભાવવાળા જરૂર હોઈ શકે છે પણ કેટલાક આત્માઓ રાગાદિભાવોનો સંપૂર્ણ નાશ કરવાની સફળ સાધના ભૂતકાળમાં કરી ચૂક્યા છે.
વળી બીજી વાત એ પણ છે કે આપણા જેવા જે આત્માઓ રાગાદિભાવવાળા છે તેમને પણ જગતની તમામ વસ્તુઓ પ્રત્યે રાગ નથી હોતો. પોતાના દેશ-કાળ અને પ્રકૃતિ મુજબ તેમને કેટલીક વસ્તુઓ પ્રત્યે રાગ હોતો નથી. દમના દર્દીને દહિં ઉપર, ગધેડાને સાકર ઉપર, રાષ્ટ્રપ્રેમીને પરરાષ્ટ્રના લકો ઉપર, અધર્મીને ધર્મ ઉપર, પુત્રને સાવકી મા ઉપર, ગોરાઓનો હસબીઓ ઉપર, ચીનાઓને અમેરિકનો ઉપર જરા ય રાગ નથી.
આ જ રીતે દ્વેષનું પણ સમજવાનું છે.
આપણામાં દ્વેષ હોવા છતાં જગતના તમામ અણુ-પરમાણુ દ્રવ્યો ઉપર સર્વત્ર દ્વેષ હોતો જ નથી. ઘણી બાબતો એવી પણ હોય છે જેના વિષયમાં આપણે બિલકુલ નિસ્બત ધરાવતા ન હોવાથી; નથી તો તેની ઉપર રાગ હોતો કે નથી તો તે વિષયમાં રોષ થતો. ત્યાં આપણે ઉદાસીન જ રહીએ છીએ.
આમ રાગાદિભાવોવાળા જીવોમાં પણ કેટલાકના રાગાદિભાવોનો ક્ષય થયેલો જોવા મળે છે એ આપણને સુવિદિત હકીકત છે.
સમ્યગુદૃષ્ટિ આત્માને અનંતાનુબંધીના રાગાદિભાવોનો નાશ થો હોય છે, દેશવિરતિધર આત્મા અપ્રત્યાખ્યાનાવરણના રાગાદિનો ક્ષય કરી ચૂક્યો હોય છે, સર્વવિરતિધર આત્મા પ્રત્યાખ્યાનાવરણના રાગાદિનો ધ્વંસ કરી દે છે. જો આ રીતે રાગાદિનો અંશતઃ ક્ષય થયો તો એવા પણ આત્માઓ કેમ ન હોઈ શકે કે જેઓ એ રાગાદિભાવોનો સંપૂર્ણ ક્ષય કરવાનું કાર્ય સિદ્ધ કરી શકે!
જગતની કોઈ પણ ચીજ લાવો જેનો અંશતઃ ક્ષય થતો હોય! તો એ ચીજનો સંપૂર્ણ ક્ષય અવશ્ય થવો જોઈએ.
આકાશના વાદળો જુઓ! જો તે થોડાક પણ વીખરાઈ ને નાશ પામી છે તો એક સમય એવો જરૂર આવી લાગે છે જ્યારે આકાશમાં એક વાદળી સુદ્ધાં જોવા મળતી નથી.
જો વસ્ત્રના એક તંતુનો નાશ થાય છે, તો આખા વસ્ત્રનો પણ નાશ થઈ જ શકે છે.
જો વિરાટ મીસીસીપી-મસુરી નદીમાંથી એક પવાલુ પાણી ઓછું થઈ શકે છે
Page #17
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૭
તો આખીએ નદીનું સઘળું પાણી દૂર થઈ શકે ખરું..
જો અરવલ્લીના પહાડોમાંથી એક કાંકરી દૂર કરી શકાય છે તો માનવસર્જિત પ્રયત્નોથી એ આખી ગિરિમાળાને સર્વથા નેસ્તનાબૂદ કરી શકાય છે.
ટૂંકમાં, જેનો અંશતઃ ક્ષય શક્ય હોય તેનો સંપૂર્ણ ક્ષય પણ શક્ય છે. પછી વાત બાકી રહે છે માત્ર ગણિતપૂર્વકનો સફળ પુરુષાર્થ કરવાની.
એટલે જો આપણા જેવા આત્માઓમાં રાગાદિભાવોનો અંશતઃ ક્ષય જોવા મળે છે તો એ ભાવોનો સંપૂર્ણ ક્ષય જરૂર સંભવિત-સુસંભવિત બની જાય છે.
જે આત્માઓ એ રાગાદિભાવોના સંપૂર્ણ વિનાશ વેરવાની ભાવનાની આગ જગવે છે પોતાના અંતરમાં, તેઓ એક દિવસ અવશ્યમેવ એવી ધન્ય પળ પામી જાય છે જે પળે પેલી આગમાંથી પ્રગટેલા મહાનલથી સર્વ રાગાદિભાવો બળીને ખાખ થઈ જાય છે. આવા જ આત્માઓને આપણે મહાદેવ કહીશુ. વિતરાગને વીતરાગ તરીકે ઓળખવા શી રીતે?
વૃત્તિ-પ્રવૃત્તિ વચ્ચેનો સંબંધઃ પ્રશ્ન - સારું ત્યારે. કોઈ આત્મા રાગાદિભાવોનો સંપૂર્ણ નાશ કરી શકે છે અને વીતરાગ, વીતદ્વેષ વીતમોહ બની શકે છે એ વાત હવે સમજી શકાય તેવી છે. પરંતુ રાગાદિનો અભાવ તો ચિત્તમાં રહેનારી વસ્તુ છે. બીજી વ્યક્તિઓનએ એ વ્યક્તિના વીતરાગ ભાવની ખબર શી રીતે પડે? કોઈના મનના બાવને બીજા શી રીતે વાંચી શકે ?
ઉત્તર : –બેશક મનના ભાવો જાણી લેવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ મનની વૃત્તિ એ એક એવી વસ્તુ છે કે જો તે ઉગ્રતા (પ્રકર્ષ) પકડતી જાય તો પ્રાયઃ પ્રવૃત્તિમાં પરિણમી ગયા વિના રહી શકતી નથી.
સામાન્ય રીતે માણસની જે વૃત્તિ હોય તેવી જ તેની પ્રવૃત્તિ હોય.
જેને સખ્ત બૂખ લાગી છે તે અદબ વાળીને બેસી જ રહેવાની પ્રવૃત્તિ કરે જ શી રીતે? એ તો ભોજન મેળવવા ફાંફાં મારે અને બોજન મળતાં જ હાથમાં કોળિયો ઉપાડીને મોંમાં મૂક્યાં વિના રહી શકે જ નહિ. ભૂખ્યો અને ભોજનની પ્રવૃત્તિથી વેગળો! એ અસંભવિત બીના છે.
ઘણી વાર ઘણું ઘણું અઘટિત આ જગતમાં બનતું જોવા સાંભળવા મળે છે. કામની વાસનાનો આવેગ બેકાબુ બની જતાં પિતા પિતા નથી રહેતો, માતા માતા મટી જાય છે, ભાઈ ભાઈ નથી રહી શકતો. ત્યાં વયની મર્યાદાઓને, કુળની મર્યાદાઓને, નાતજાત વગેરેના સગપણોને સદંતર દેશવટો દેવાઈ જાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
કામની વૃત્તિનો પ્રકર્ષ કામીને કામાંધ બનાવે છે. એના જીવનમાં વાસનાના મેલાં જલ સર્વત્ર ધસી જઈને ફરી જ વળે છે.
જગતના વિનાશીભાવોને ગુરુચક્ષુથી આરપાર નીહાળી જનાર મહાત્માએ જગતથી વિરક્ત બને છે. એના અંતરમાં વિરાગનો સાગર ભભૂકી ઊઠે છે. અને પછી એ રહી શકતો નથી, જગતને ત્યાગ્યા વિના; એ જંપીને બેસી શકતો નથી ઘરમાંથી નાસી છૂટયા વિના.
બાળક પ્રત્યેની માતાની પ્રેમની ભાવના એ બાળકને ચુમી ભરાવ્યા વિના કેમ રહી શકશે?
નોકર પ્રત્યે ભભૂકી ઊઠેલો શેઠનો રોષ, એને ધક્કો મારીને કાઢી મૂક્યા વિના કેમ રહેશે?
એક કુમારિકાની છેડતી કરતા કોલેજિયનને જોઈ ને સદાચારનો પ્રેમી કોઈ નરબંકો ત્યાં દોડી જઈને કોલેજિયનને તમાચા લગાવી દીધા વિના કેમ રહેશે?
જેના અંતરમાં ક્ષમા ઊભરાઈ છે એ ક્ષમામૂર્તિ ભયંકર અપરાધીને પણ સસમિત ક્ષમા આપ્યા વિના કેમ રહી શકે?
બળબળતા બપોરે ડામરની સડકે ઉઘાડા પગે ચાલતો અને છાંયને શોધતો માણસ છાંયોડ દેખતાં જ ત્યાં દોડી ગયા વિના કેમ રહી શકશે?
શું કામાંધ કદી નિષ્કામ સંતોના ચરણે આળોટશે? શું વિરાગી રાગ-રોષના આચારથી ભડકે જલતા ઘરમાં બેસી રહેશે? શું મમતાળુ મા બાળકને લાફા ઉપર લાફા મારતી રહેશે?
શું ક્રોધથી ધમધમી ઊઠેલો શેઠ નોકરના પગારમાં બઢતી કરી આપશે? અને પોતાની સાથે ખુરશી ઉપર જમવાનું નિમંત્રણ કરશે ?
સદાચારનો પ્રેમી નિર્દોષ કુમારિકાની છેડતી થતી જોઈને પેલા નફફટ કોલેજિયનને હસતો હસતો “બહોત અચ્છા' કહેશે?
ક્ષમામૂર્તિ અપરાધીને ફાંસીના માંચડે ચડાવશે ? ધૂમ તાપથી જેના પગ ચમચમી ગયા છે તે ત્યાં જ પગોને ચોંટાડી દઈને ખડખડાટ
હસશે ?
અસંભવ. અસંભવ. અસંભવ. વૃત્તિના પ્રકર્ષમાં જે પ્રવૃત્તિ થાય તે વૃત્તિને અનુકુળ જ હોય. વૃત્તિ-વિરોધિની
Page #19
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પ્રવૃત્તિ પ્રાયઃ સંભવી શકતી નથી.
હા. કદાચ સંભવે વૃત્તિ વિરોધી પ્રવૃત્તિ. વિરોગી પણ રાગના ઘરમાં રહી જાય; ભૂખ્યો પણ ભોજન વિના બેસી રહે; શેઠ પણ નોકરની નાલાયકીને નભાવી લે.
પણ આવું ક્યારેક જ સંભવે. જ્યારે આસપાસની પરિસ્થિતિ લાચાર બનાવે ત્યારે વૃત્તિથી વિરોધી પ્રવૃત્તિ સંભળી શકે. એથી જ લાચારીથી વૃત્તિ વિરોધી પ્રવૃત્તિ કરનાર માણસ એ પ્રવૃત્તિમાં કદી આનંદ પામે નહિ; એટલું જ નહિ પણ એવી મનતનની વિસંવાદિતાનો ત્રાસ અત્યંત અસહ્ય બની જાય. એટલો અસહ્ય કે કદાચ સાતમી નારકના જીવોના કાળઝાળ કાયિક તાપ પણ મનના આ સંતાપ પાસે વામણા બની જાય.
આવી વિસંવાદિતામાં રહેતો માણસ પરિસ્થિતિને અનુકૂળ બનવાની જ રાહ જોતો હોય. જેવી અનુકૂળતા મળે કે એ કૂદી પડે અને વૃત્તિને અનુરૂપ પ્રવૃત્તિને જીવનમાં લાવી જ મૂકે.
રાગના ઘરમાં વિરાગી રહેતો હોય તો પણ તક મળતાં જ એ ઘરમાંથી નાસી છૂટે. વિરાગના ઘરમાં રહેતો રાગી તક મળતાં જ સંસારમાં ભાગી છૂટે છે તેમ.
વૃત્તિ-પ્રવૃત્તિ વચ્ચેનો વિરોધ પ્રાયઃ સભવે નહિ. અને છતાં જો કદાચ તેમ બને તો એ વિરોધને ત્રાસ એ વિરોધને ખતમ કરી નાંખવાની તક શોધતો જ હોય. તક માથાં જ એ વિરોધ વિનાશ પામી જાય.
વૃત્તિ-પ્રવૃત્તિના વિરોધમાં જીવન જીવવું ભારે થઈ પડે છે. એથી જ કેટલાક આત્માઓ વૃત્તિનું શમન કરીને એ વિરોધને મિટાવી દે છે તો કેટલાક પ્રવૃત્તિને તાણી લાવીને એ વિરોધ મિટાવે છે. - સંતો દુત્તિઓના શમન કરે છે, સવૃત્તિઓ ને છાજતી પ્રવૃત્તિને જીવનમાં ઉતારે છે. આ રીતે તેમના વૃત્તિ-પ્રવૃત્તિના વિરોધ મટે છે.
જ્યારે સંસારી આત્માઓને શુભ વૃત્તિઓ જાગતી નથી અને દુવૃત્તિને શમાવવાને બદલે એને અનુકૂળ થતી દુષ્ટ પ્રવૃત્તિને જીવનમાં તાણી લાવીને વૃત્તિ-પ્રવૃત્તિ વચ્ચેનો વિરોધ મિટાવે છે.
ગમે તેમ હો. એક વાત નિશ્ચિત છે કે જેની જે વૃત્તિ હોય તે વૃત્તિ તેના જીવનમાં પ્રવૃત્તિરૂપે પરિણમે જ. સંયોગવશાત્ કદાચ કેટલોક સમય તેવું ન પણ બને તો તે સમય અત્યંત ત્રાસરૂપ હોય. અને વહેલી તકે એ વિરોધ ટાળવાની તમન્ના અત્યંત
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
વીર ! મધુરી વાણી તારી
તીવ્ર હોવાથી એ વિરોધ ટળી પણ જાય.
આ મનોવૈજ્ઞાનિક નિષ્કર્ષથી એ જ સિદ્ધાંત સ્થાપિત કરી શકાય કે માણસના મનની વૃત્તિઓનું આબેહૂબ પ્રતિબિંબ એના સ્વરૂપમાં અને એના જીવનમાં પડયા વિના રહેતું નથી.
કામવૃત્તિવાળાના જીવનમાં કામની પ્રવૃત્તિ દેખા દે છે; એમ વારંવાર તીરછી નજરે વિજાતીયના દર્શન કરી લેતી આંખોના ખૂણિયાં પણ વિકૃત બની જ રહે છે.
એથી ઉલટું, કોઈ પ્રતિ રાગ દૃષ્ટિથી ન જોવાની વૃત્તિવાળા સંતના જીવનમાં વિરાગની પ્રવૃત્તિ દેખાય છે તેમ નીચું જોઈને જ ચાલવાની ટેવથી એની ડોક પણ સદા માટે નમી જાય છે.
ક્રોધના આવેગોવાળો માણસ જ્યારે ને ત્યારે ક્રોધથી ધમધમતો જોવા મળે છે, એની આંખો પણ સ્વાભાવિક રીતે ખુન્નસ-ભરી બની જાય છે. વ્યક્તિના સ્વરૂપ અને જીવન ઉપરથી આંતર વૃત્તિનું અનુમાનઃ
જેવી વૃત્તિ તેવું જીવન અને તેવું જ સ્વરૂપ તનનું કે આતમનું. જો તેમ ન બને તો તે વિરોધનો ત્રાસ તો અવશ્ય હોય.
કાં તો વૃત્તિએ પોતાને અનુકૂળ પ્રવૃત્તિની સાથે રહેવું રહ્યું. કાં તો પ્રતિકૂળ પ્રવૃતિતના ભયાનક ત્રાસ સાથે રહેવું રહ્યું. ત્રીજો કોઈ જ વિકલ્પ સંભવી શકતો નથી.
જેમના ચિત્તમાંથી રાગ, દ્વેષ અને મોહ નિર્મળ થઈ ગયા છે તે પરમાત્મામહાદેવ ચે એ વાતની ખાત્રી એમના સ્વરૂપ અને જીવન ઉપરથી આપણે સહેલાઈથી કરી શકીએ.
જેઓના અંતરમાં રાગ નથી તેમના સ્વરૂપમાં સ્ત્રીનું પાત્ર સંકળાઈ શકે જ નહિ.
જેઓની વૃત્તિમાં મોહમૂઢતા નથી તેમને અજ્ઞાનમૂલક પ્રવૃત્તિઓ સંભવી શકતી નથી.
જેમના સ્વરૂપમાં નથી કામિની, નથી આયુધો, નથી અક્ષમાળા એમના અંતરમાં ન જ હોઈ શકે રાગ, ન સંભવી શકે દ્વેષ, ન ઘટી શકે મોહ.
એવા મહાદેવનું જીવન પણ એવું જ હોય. એમના જીવનમાં કદી જોવા-સાંભળવા નહિ મળી શકે શુંગારરસની રાગભરી પીચકારીઓનઈ ઊડતી છોળો; કદી જોવા
Page #21
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સાંભળવા નહિ મળે ઢે-ભાવથી પ્રેરાએલી ભયભરી અશાંતિઓ, અને કદી જોવા - સાંભળવા નહિ મળે અજ્ઞાનભરી બેગી પ્રવૃતિઓ.
રાગવિહોણાંને શંગારસના ગલીચ તોફાન શા? રોષવિહોણઆંને અશાંતિના ઉકળાટ શા? નિર્મોહીને બેઢંગી પ્રવૃત્તિઓ શેનડ
આપણે શોધી કાઢવા મથીએ એવા કોઈના સ્વરૂપને અને જીવન ચારિત્રને. અને બેઢદક આપણે નમી પડીએ એ મહાદેવને. પછી નામથી તે ગમે તે હો.
આ જ દૃષ્ટિથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજએ સોમનાથ પાટણના મંદિરમાં મહાદેવજીની સમક્ષ ગાયું હતું કે, “સંસારવૃક્ષને ઊભું કરવાની તાકાત ધરાવતા રાગાદિ બીજનો જેમણે નાશ કર્યો હોય તે નામથી ભલે બ્રહ્માજી હોય, વિષ્ણુ હોય, જિન હોય કે હર હોય - મારો તેમને નમસ્કાર છે.
કેવું નિશ્ચયગર્ભિત અપાર ઔદાર્ય! કેટલું સત્યાસાપેક્ષ પ્રતિપાદન!
અતિતના અનંતકાળમાં અનંતાનંત આત્માઓ જિન બન્યા જિનેશ્વર બન્યા. એમણે રાગાદિભાવોને જ પોતાના એકના એક શત્રુ જાણ્યા. અને એમનો સર્વનાશ કરી દેવા બધું ય રી છૂટયાં. એમણે ઘરબાર ત્યાગ્યા, સ્વજન-પરિવાર ત્યાગ્યો, સંપત્તિ ત્યાગી. બધું જ ત્યાગ્યું. જે દેહને સાથે લઈને સાધનાના પંથે નીકળી પડયા એ દેહનું મમત્વ પણ ત્યાગી દીધું.
રાગાદિ આંતર શત્રુઓના નાશ માટે તાતો પુરુષાર્થ ખેલી નાંખ્યો. અને અંતે એઓ રાગવિજેતા, ષવિજેતા, મોહવિજેતા બન્યા. | સર્વજ્ઞ અને સર્વદર્શી બનેલા તેઓએ જગતને જે બોધ આપ્યો તેમાં પણ આ એક જ વાત કરી કે, “રાગાદિ આંતર શત્રુઓનો વિનાશ કરો. એના સદ્ભાવમાં તમે કદી પણ સુકી અને સારા, શાંત અને સ્વસ્થ રહી શકતા નથી.”
સાચા અને સંપૂર્ણ, અવિનાશી અને અબાધિત સુખની પ્રાપ્તિ માટે રાગાદિ શત્રુઓનો નાશ અનિવાર્ય શરત છે.
આજ સુધીમાં જેટલા જિન થઈ ગયા તે બધાયના સ્વરૂપમાં રાગ-દ્વેષ અને મોહના સર્વથા અભાવની વિરુદ્ધ જતી કોઈ બાબત જોવા મળતી નથી. નથી ક્યાં ય સ્ત્રીનો રંગ, શસ્ત્રોનો સ્પર્શ કે બેઢંગી ખોપરીની માળા જેવું કોઈ પણ તત્ત્વ.
નથી તેમના જીવનમાં શૃંગારરસનું તોફાન; અશાંતિ અને ઉકળાટની કોઈ
Page #22
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
પાતળી પણ છાંય કે અજ્ઞાનમૂલક ઘેલી પ્રવૃત્તિનું કોઈ ધ્યાન. માટે જ મહાદેવ તો ભગવાન જિનોને જ કહેવાય જેમના સ્વરૂપ અને જીવનમાં રાગ-દ્વેષ મોહનો સાર્વત્રિક અભાવ જોવા મળે છે. અને તેથી જ તેમના આત્મામાં પણ એ ત્રિપુટીના સંપૂર્ણ વિનાશનું બળવાન અનુમાન થઈ શકે છે.
એટલું જ નહિ પરંતુ આ ભગવાન જિનો જ્યારે વીતરાગ પદ પામ્યા ન હતા ત્યારની તેમની રાગ-દ્વેષ અને મોહની વૃત્તિના સભાવની દશામાં પણ તેઓ તે રાગાદિભાવોને જાણે કે સ્પર્શતા પણ ન હોય તેવું અત્યંત ઉન્નત જીવન જીવતા હતા. એમની એ વિરાગ અવસ્થામાં જેટલો સમય એઓ રાગઘર-સંસારમાં રહ્યા, એમાં એમણે જે કામભોગ ભોગવ્યા, એ બધા ય માં પણ એમની અનાસક્તિ જ ભવ્ય રીતે ખીલી ઊઠેલી જોવા મળે છે, ભોગના કાદવમાં જન્મ્યા, તેમાં જ જીવન જીવ્યા છતાં કાદવથી તદ્દન નિર્લેપ રહીને ઉદાસીનભાવે જીવ્યા.
છેલ્લા જિનેશ્વર ભગવાન મહાવીરદેવની જ વાત કરીએ. જ્યારે તેઓ ગૃહવાસમાં હતા ત્યારે પણ તેઓ તે ગૃહવાસથી અત્યંત ઉદાસીન રહેતા હતા. એમના મુખ ઉપર તરતા વિરાગબાવને જોઈને તો માતા ત્રિશલા એમને એ વાત જણાવતાં લાખ લાખ વિચારો કરતી હતી કે કુમાર હવે તમે લગ્ન કરો એવી મારી ઈચ્છા છે.
એથીસ્તો ત્રિશલાએ કુમાર વર્ધમાનના મિત્રોને તે વાત કરવા મોકલ્યા. પણ વિરાગી કુમારે મિત્રોને તો એક જ ધડાકે તગડી મૂક્યા. એમની પૂરી વાતે ય ન સાંભળી.
છેવટે માતા ત્રિશલા જાતે આ વાત કરવા જાય છે. કુમારની માતૃભક્તિના ગુણ ગાય છે. “વિરાગી છતાં માતૃભક્ત તું અમારી બધી રાગની ઈચ્છા પૂર્ણ કરતો આવ્યો છે” એમ કહીને પોતાની ઈચ્છા જણાવી દે છે. એ વખતે વિરાગી કુમાર વર્ધમાન અત્યંત ઉદાસ થઈને માથું નીચે નાંખી દે છે. લમણે હાથ દઈને માથું ટેકવેલું જોઈને માતા ત્રિશલા પણ થોડી પળો તો સ્તબ્ધ થઈને પોતાની જાતને જ ઠપકો દે છે. “મગધાના સર્વ નગરજનોના લાડકવાયાની આ દશા કરવાનો તને શું અધિકાર છે?' ત્રિશલાનું અંતર ત્રિશલાને ઉપાલંભ દે છે.
એ વખતે કુમાર વર્ધમાન અવધિજ્ઞાનના બળથી પોતાની નિકાચિત ભોગકર્મની સ્થિતિ જાણી લે છે. છતાં માતાને કશો ય સંમતિસૂચક ઉત્તર આપતા નથી. બલ્ક માતાને કહે છે, “હે માતા! સ્ત્રીનો પરિગ્રહ તો ભવભ્રમણનું જબ્બર કારણ છે. મને ક્યાં એમાં....”
치
Page #23
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પછી મૌન થઈ ગયેલા કુમારના એ મૌનમાં જ માતા પોતાની વાતની સંમતિ કલ્પીને ઉતાવળા ચાલ્યા જાય છે. ઘડિયાં લગ્ન લેવાઈ જાય છે.
ભગવાન આદિનાથ પણ જ્યારે ગૃહવાસમાં હતા - હજી ભગવાન થયા ન હતા - ત્યારે તેમનો વિરાગ કેટલો વલંત હતો !
જ્યારે ઈન્દ્ર પોતાના આચારની રૂએ લગ્ન મહોત્સવની અનુમતિ માંગે છે ત્યારે અકળાઈ ગયેલા નાભિપુત્ર પોતાનું માથું નીચું નાખી દે છે. નિકાચિત ભોગકર્મ એમને પણ ફરજ પાડે છે ભોગવાસની.
કુમાર નમિની વાત કરીએ. હજી વીતરાગ નથી બન્યા ત્યારે કૃષ્ણ એમના લગ્ન માટે ગોપીઓ દ્વારા ભારે પ્રયત્નો કર્યા અને ઘણી મુશ્કેલીએ ગોપીઓએ મોનની સંમતિ મેળવીને રાજા કૃષ્ણને વધામણા આપ્યા.
તુરંત જોષીઓને બોલાવ્યા. વગર મુહૂર્ત પરાણે મુહૂર્ત કઢાવીને રાજા કૃષ્ણ કુમાર નમિનો વરઘોડો ચઢાવી દીધો.
થોડો આગળ વધ્યો ન વધ્યો ત્યાં પશુઓના ચિત્કારનું નિમિત્ત મેળવી લઈને કુમાર નમિએ રથ પાછો ફેરવી લીધો.
નિકાચિત ભોગકર્મ એટલું જ હતું; માત્ર વરઘોડે ચડવાનું - માત્ર વરરાજા બનવાનું - એ પૂર્ણ થયું કે વિરાગી નમી વીતરાગ બનવાની સાધનાના કાંટાળું પંથે ડગ માંડી ચૂક્યા.
ભાવમાં વીતરાગ બનનારા તીર્થંકરોના ગૃહવાસ પણ કેવા વિરાગોજ્જવલ હતા તે આપણે જોયું.
જેઓ ભાવમાં તીર્થંકર નથી બનવાના એવા વીતરાગ બનનારાઓના વર્તમાન પણ કેટલા ભવ્ય વિરાગથી ઓજસ્વી હોય છે કે તેઓ ગૃહવાસમાં જ વિરાગી મટીને વીતરાગ બની જાય છે.
રાજા ભરત પખંડના સામ્રાજ્યના અધિપતિ. એક લાખ બાણું હજાર સ્ત્રીઓના પતિ!
બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ જેના ચરણમાં આળોટીને પોતાના સૌભાગ્યનું અભિમાન લેતાં!
દેવો પણ જેની તહેનાતમાં રહેતા! વિશ્વની ચોદ અજાયબી જેવા ચૌદ રત્નો જેને ત્યાં સદા ઉપસ્થિત રહેતા!
Page #24
--------------------------------------------------------------------------
________________
IL
વીર મધુરી વાણી તારી
છતાં રાજા ભરત એ બધાથી વિરક્ત હતા!
આ રાગમાં પોતે ફસાઈ ન જાય એ માટે તો રોજ રાજસભામાં સિંહાસને બેસતી વખતે ઘોષ કરાવતા, “હે ચક્રવર્તી રાજા ભરત! રાગાદિ શત્રુઓથી આપ જીતાઈ રહ્યા છો. આપના માથે નો મહાભય ઝઝુમી રહ્યો છે. આપ સાવધાન રહો, સાવધાન રહો.
આ સાંભળતાં જ વિરાગી રાજા ભરતનો વિરાગ આસમાનને આંબતો! એક ઊંડો નિસાસો નાંખી દઈને રાજા ભરત સિંહાસન ઉપર આરૂઢ થતા.
રાજા ભરતે ખૂનખાર યુદ્ધો ખેલ્યા હતા. ખેલવા પડયા હતા માટે જ; કર્મે એમને ફરજ પાડી હતી તેથી જ, પણ એ યુદ્ધોને એમણે કદી આવશ્યક માન્યા ન હતા, એટલું જ નહિ એક એક યુદ્ધ ખેલાઈ ગયા બાદ પોતાના શયનખંડમાં અંધિયારી રાતે તેઓ નાના બાળકની જેમ જાણે ધ્રુસકે ધ્રુસકે અંતરથી રડી પડતા હતા. એમનું અંતર બોલી ઊઠતું હતું, અજાતશત્રુ ભગવાન આદિનાથનો સેવક રણે ચડે? શત્રુઓના માથા વધેરે ? લોહિયાળ જંગ ખેલી નાંખે !
રાજા ભરતે કામભોગ પણ ભોગવ્યા હતા. એક લાખ બાણુ હજાર પ્રિયતમાના 'એ પ્રિયતમ હતા. પણ ભોગો ભોગવવા છતાં એના અંતરને ઓ કોઈ આનંદ ન હતો.
ભોગવાઈ જતાં એ વૈષયિક ભોગો! પણ પછી રડી ઊઠતો રાજા ભરતનો રોમ-રોમ ! રોમે-રોમે હૃદય વસતું અને પશ્ચાત્તાપના કરુણ કાન્ત કરતું.
“પિતા છે અભોગી આદિનાથ. એમનો આ કલંકી પુત્ર ભોગકીટ ભરત!' ૩ પિતા-પુત્રના સંબંધ વચ્ચેનાવિરાટ અંતરને યાદ કરીને હજારો પ્રિયતમાનો સ્વામી ભરત શરમાઈ જતો હતો!
એનું તન પડ્યું હતું સંસારમાં! પણ મન તો આળોટતું હતું તત્ત્વચિંતનમાં! ભગવાન આદિનાથના ચરણોમાં! સંતોના સ્મરણમાં! ઘોર પશ્ચાત્તાપના મહાનલને પ્રગટાવીને રાજા ભરત ગૃહવાસમાં રહીને પણ પાપકર્મોના ઈન્જનોને જલાવી જલાવીને તેની રાખ કરી રહ્યા હતા.
એક વાર આરીસાભુવનમાં આભુષણો ઉતારતા રાજા ભરત ધર્મધ્યાન ચડ્યા, શુકલધ્યાન પામ્યા, વીતરાગ બન્યા. સર્વજ્ઞ સર્વદર્શી બનત્યુ.
ભગવાન જિનેશ્વરના તત્ત્વજ્ઞાનને પામેલા ભોગીઓ પણ ભોગ-વિરાગી હોય
Page #25
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
શ્રેષ્ઠિપુત્ર ગુણસાગરની જ વાત કરો ને!
જગતના ભોગોથી વિરક્ત થયેલો ગુણસાગર માતાપિતાના તીવ્ર આગ્રહને વશ થઈને લગ્નના વરઘોડે ચડે છે, ચોરીમાં બેસે છે, હસ્તમિલાપ થાય છે.... પણ આ બધી પ્રવૃત્તિમાં ગુણસાગરની કાય જ તાલ બજાવે છે. મન તો ચડ્યું છે; શીવ્ર સર્વસંગપરિત્યાગ કરવાની ભાવનાના ગગને.
ભાવનાની આગ તો વધતી ચાલી. એક મહાનલ પ્રગટ થયો. હસ્તમિલાપની ક્રિયામાં જ ગુણસાગર વીતરાગ બન્યા. મહાદેવ બન્યા.
એ વાત સાંભળીને સિંહાસને બેઠેલા વિરાગી રાજા પૃથ્વીચન્દ્ર સ્તબ્ધ થઈ ગયા.
સર્વસંગપરિત્યાગની પોતાની ઢીલીપોચી ભાવનાને ઠપકો દેતાં પશ્ચાત્તાપના અશ્રુબિંદુ સારવા લાગ્યા.
એ જ અશ્રુગંગા પાવની સાધના બની. રાજા પૃથ્વીચન્દ્ર એ જ સિંહાસને બેઠા બેઠા વીતરાગ બન્યા.
ભગવાન જિનની વીતરાગ અવસ્થા જુઓ! ભગવાન તીર્થકરોની ગૃહવાસ સમયની વિરાગ અવસ્થા જુઓ!
એમના તત્ત્વજ્ઞાનને પામેલા સંસારી આત્માઓની વિરાગ દશા નીહાળો! ઘરમાં, ચોરીમાં, સિંહાસન ઉપર વીતરાગ દશાની પ્રાપ્તિ!
રાગના સાધનોમાં વીતરાગતાની સ્પર્શના! જે ભગવાન જિનેશ્વરો અંતરની વીતરાગ અવસ્થાની સાથે સુમેળ સાધતું બાહ્ય જીવન જીવે છે, જેમના સ્વરૂપમાં પણ એ જ વીતરાગતા દેખાય છે, જેમના તત્વોપદેશમાં પણ રાગાદિ અંતરંગ શત્રુઓની સામે આંખ ઊંચકવા સિવાયની વાત નથી, જેમના એ તત્ત્વજ્ઞાનને પામીને અનંત આત્માઓ વીતરાગ બન્યા, ઘરવાસમાં પણ અત્યંત ભવ્યવિરાગની સ્પર્શના કરીને કામભોગોથી ઉદાસીન રહ્યા, ઘરવાસમાં ફસાઈ ચુકેલા એવા વિરાગીઓ ત્યાં જ વીતરાગ બન્યા એ ભગવાન જિનેશ્વરો વીતરાગ જ હતા એ સુનિશ્ચિત હકીકત બની જાય છે. આથી જ એમને મહાદેવ કહેવા જોઈએ.
કદાચ કોઈ કહેશે કે અશિષ્ટ દેખાતી રાગાદિની ક્રિયાઓ કરનારા પણ તેનાથી અનાસક્ત હતા, ઉદાસ હતા એમ કેમ ન કહેવાય?
જો રાજા ભરત યુદ્ધો ખેલવા છતાં, હજારો પ્રિયતમાનો સ્વામી હોવા છતાં
Page #26
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
વિરાગી કહેવાય તો બીજા લોકો પણ તેવા કેમ ન કહેવાય?
આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે હા, જરૂ તેમ કહી શકા પરંતુ તે માટેની જે શરત છે તે ત્યાં હોવી જોઈએ. પોતાની વિરાગની વૃત્તિ હોવા છતાં જો કર્મ વગેરેની લાચારીથી રાગની પ્રવૃત્તિ તેમને કરવી પડતી હોય તો તેમને તેનો અત્યંત ભયાનક ત્રાસ હોવો જોઈએ.
રાજા ભરત રાગની સામગ્રીમાં હોવા છતાં અત્યંત સંતપ્ત હતા; ભારે દુઃખી હતા. કુમાર વર્ધમાન યશોદા સાથેના લગ્નની (વિવાહ) વાત સાંભળતા અત્યંત ઉદાસ થઈ ગયા હતા. શ્રેષ્ઠિપુત્ર ગુણસાગરનો દેહ ચોરીમાં હતો. મન તો વિરાગી જીવનના સ્વપ્નોને લાવતી ભવ્ય નિદ્રામાં કયારનું ય પોઢી ગયું હતું.
તમે તપાસો બીજાના જીવન ચરિતોને! તેમની તે ચેષ્ટાઓના પેલે પાર ક્યાંય ઉદાસીનતા જોવા ય નહિ મળે! મનના સંતાપની આછીપાતળી ઉષ્ણતા ક્યાં ય સ્પર્શવા પણ નહિ મળે. ગોર હિંસાઓની પ્રવૃત્તિના ભૂગર્ભમાં પશ્ચાત્તાપના નિસાસા નાંખતું રૂદન કોઈ ખુણે સાંભળવા નહિ મળે.
જો તેઓ સાચે જ અનાસક્ત હોત, જો ભોગકર્મ જ તેમને તે ક્રિયાઓની ફરજ પાડી હોત તો તે ક્રિયાઓના વર્ણન સાથે તેમની મનોદશાના સંતાપના પાપનું ત્યાં સવિસ્તર ધ્યાન કરવામાં આવ્યું જ હોત
પણ તેવું ક્યાં ય કશું ય જોવા સાંભળવા જ મળતું નથી. જીવન અને સ્વરૂપનો મૂર્તિથી નિર્ણયઃ
અહીં એક વાતનું વિશેષરૂપે સૂચન કરી દેવાનું ઠીક લાગે છે કે જેમ વ્યક્તિની આંતરવૃત્તિઓનું અનુમાન એ વ્યક્તિના જીવન અને સ્વરૂપથી થાય છે (જેમ વીતરાગ ભાવનું અનુમાન એ વીતરાગોના જીવન અને સ્વરૂપમાં વણાયેલી વીતરાગતાથી કર્યું) તેમ તે વ્યક્તિના જીવન અને સ્વરૂપમાં વણાયેલા ભાવોનો નિર્ણય તે વ્યક્તિની મૂર્તિની આકૃતિ ઉપરથી થઈ શકે છે.
કદાચ કોઈ કહે કે અમે તે વીતરાગ વ્યક્તિના જીવન અને સ્વરૂપ જોયા નથી; માત્ર સાંભળ્યા છે. તો તેટલા માત્રથી તે જીવન અને સ્વરૂપમાં વણાયેલી વીતરાગતાને કબૂલીને તેમના આત્માની વીતરાગતાનું અનુમાન શી રીતે કરી શકાય? આવી શંકા સામે આ જવાબ છે કે જીવન અને સ્વરૂપમાં વણાયેલા ભાવનો નિર્ણય મૂર્તિના સ્વરૂપમાં રહેલા ભાવથી થાય છે. જો તે વ્યક્તિની મૂર્તિ વીતરાગભાવને વ્યક્ત
Page #27
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
કરતી હોય તો તે વ્યક્તિનું જીવન અને સ્વરૂપ વીતરાગભાવથી પરિપૂર્ણ હોવું જ જોઈએ તેમ નક્કી થઈ જાય. અને જેમના જીવન અને સ્વરૂપમાં વીતરાગતાનું તત્ત્વ ઓતપ્રોત હોય તેમના આત્મામાં વીતરાગતાનું અનુમાન જરા ય સંકોચ રાખ્યા વિના કરી શકાય.
આત્માના ભાવના નીર જ જીવન અને સ્વરૂપમાં વહી જાય છે. અને એમની મૂર્તિમાં એ જ ભાવોના હૂબહૂ દર્શન કરાવાય છે.
ગાંધીજીના સ્વરૂપમાં લાકડી અને પોતડી હતી માટે જ તેમના બાવલામાં લાકડી લઈને ઊભેલા અને પોતડી પહેરેલા દેખાડવામાં આવે છે ને! શ્રીનહેરૂના બાવલામાં લાકડી ને પોતડી શોધી નહિ જડે કેમકે તેમના જીવનમાં તેમણે તેનો કદી ઉપયોગ જ કર્યો નથી.
હવે જુઓ ભગવાન જિનેશ્વરોની મૂર્તિઓને. તેમની મૂર્તિઓમાં પ્રશમરસનું આબેહૂબ દર્શન થશે, એણના ચક્ષુઓ અત્યંત પ્રસન્ન દેખાશે, એમના ઓષ્ટમાં ઓજસ્વી ગાંભીર્ય દેખાશે. નહિ હોય ક્યાંય રાગનું સૂચક તત્ત્વ કે નહિ જોવા મળે ક્યાંય રોષનું કે મોહનું સૂચક કહી પણ તત્ત્વ. આથીસ્તો એક વખતના જિનેશ્વરોના કટ્ટર દ્વેષી ધનપાલ પંડિત પણ જિનધર્મની સન્મુખ બન્યા પછી એમની મૂર્તિનું દર્શન કરતાં બોલી ઊઠ્યા હતા કે, “હે જિન! જગતમાં વીતરાગ જો કોઈ હોય તો તું જ છે. કેમકે તારી આંખોમાં પ્રશમરસ ઊભરાયો છે, તારું વદનકમળ અત્યંત પ્રસન્ન દેખાય છે, તારા ખોળે કોઈ સ્ત્રી નથી, તારા હાથમાં કોઈ શસ્ત્ર નથી!”
સઘળી વાતનો સાર એટલો જ છે કે જે રાગ-દ્વેષ અને મોહરૂપી અપાયોના નાશક હોય તે જ મહાદેવ કહેવાય. એમના જીવન અને સ્વરૂપ ઉપરથી એમના આત્માની વીતરાગતા, વીતષતા અને વીતમોહતાનું આપણે અનુમાન કરી શકીએ. એમની મૂર્તિ ઉપરથી એમના જીવન અને સ્વરૂપની વીતરાગતા વગેરે ભાવોની વાતોને આપણે કલ્પી શકીએ. જ્યાં રાગ નથી ત્યાં રોષ નથી જે સર્વજ્ઞ છે તે સર્વદર્શી છે:
જેમનાંમાંથી રાગ ગયો તેમનામાંથી દ્વેષ તો આપોઆપ જાય છે. રાગ એ આગ છે, દ્વેષ એ ધુમાડો છે. જ્યાં આગ નથી ત્યાં ધુમાડો શેનો! જ્યાં મમત્વ છે ત્યાં જ કશુંક અપ્રિય બનતાં મમત્વના સંબંધવાલા આત્માને
Page #28
--------------------------------------------------------------------------
________________
IL
૨૮
વીર ! મધુરી વાણી તારી
ક્રોધાદિ અરૂચિભાવો જાગૃત થઈ જાય છે.
કોઈ ઘરમાં દોડતું આવીને રમણલાલ શેઠને બૂમ પાડતા કહે છે, “ખટારાના અકસ્માતમાં રમેશ ભયંકર રીતે ઘવાયો છે!'' આ શબ્દોની વીજળિક અસરનો ધક્કો શેઠ રમણલાલ ઉપર કેટલો જબ્બર લાગે છે?' કોણ રમેશ! મારો?' .. તરત તેઓ પૂછી નાંખે છે! પરંતુ જ્યારે પેલા ભાઈ કહે છે. ના ના. શેઠ તમારો નહિ.. મારો. આટલું કહીને તે પોક મૂકે છે. અને રમણલાલ શેઠના અંતરમાં અપૂર્વ ટાઢક વળી જાય છે. માત્ર દેખાવની સહાનુભૂતિ વ્યક્ત કરવા સામે પગલે આવે છે.
રમેશના પિતાનો રોષ ખટારા ડ્રાઈવર ઉપર ભભૂકી ઊઠે છે! પણ શેઠ રમણલાલને હવે કશું કરવાનું લાગતું નથી. ટેલિફોનનું રિસીવર ઊંચકવાની પણ એમને જરૂર લાગતી નથી. - રમેશના પિતાના રમેશ ઉપરના રાગે ડ્રાઈવર ઉપર રોષની આગ ઓકવા માંડી; શેઠ રમણલાલ. અવલ નંબરના સંસારી છતાં યોગીના જેવી અપૂર્વ શાંતિથી આરામ ખુરશી ઉપર બેસીને છાપું વાંચવા લાગ્યા.
જ્યાં રાગ ત્યાં જ રોષ.... આખું ય કોયના નગર ધરતીના કંપે ધારાશયી થયું. ચીસો અને ચીચીયારો એ નગરના દસ દસ હજા૨ માનવોએ પાડી... કંઈક દટાઈ મુઆ... જે જીવ્યા તે પોક મૂકીને છાતી ફાટ રૂદન કરવા લાગ્યા.
જેનો જ્યાં રાગ હતો તેને ત્યાં જ નિસ્બત હતી. કાટમાળમાં પહેલી ચીસો પાડતી ચાર વર્ષની બાલિકાને બચાવવા ન જતાં એક સ્ત્રી પોતાના એંસી વર્ષના ખખડી ગયેલા બુઢા પતિને બહાર કાઢવા મથતી હતી.
એક ભિખારી એ નગરના સરકારી એમ.ડી. ડોક્ટરના માથે પટેલા મોટા ઘાના લોહીના લાલ રંગે જરા ય ન કંપ્યો. એ તો મસ્તાન હતો પોતાને મળી ગયેલા હરામના આખા ઘડિયાળને ટગર-ટગર જોવામાં.
નગરનો એક દયાળુ માણસ તૂટી પડેલા મકાનનો ભંગાર એદલે હાથે ઊંચકી ઊંચકીને બાજુ પર નાંખતો હતો અને પોતાની તિજોરી તરફ જલદી જવા મથતો હતો.. બાજુએથી જ ઘણાં દોડાદોડ કરતા હતા. કોઈને પડી ન હતી આ દયાળુને હાથ દેવાની! સહુ સહુમાં મસ્તાન હતા! સહુને બીજાની તિજોરીઓ ઉપર ત્રાપ મારવી હતી! “પોતાની તિજોરીને બહાર કાઢવા મથનારને હાથ દેવામાં અમારો શો ભાગ!'' એ સહુનો એકનો એક પ્રાણપ્રશ્ન હતો! તૂટી પડયા'તા સુખીઓના
Page #29
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
મિનારા-દિલના અને દિમાગના!
આનંદે ‘ઉછલી પડયા'તા અંતર ગુંડાઓના!
પરાયા ઉપર પોતીકાની સીલ-પટ્ટી મારી દીધાનાસ્તો !
૨૯
જ્યાં રાગ ત્યાં જ રમખાણ.. જ્યાં રાગ ત્યાં જ રામાયણ...
રાગમાં ૨મી જતાં રામને રામાયણ સર્જવી જ રહી! રાગનો ભાવ! અને રામાયણનો અભાવ! અસંભવ...
આ હકીકત નજરે ચડી ચૂકી હતી ભગવાન િિરભદ્રસૂરિજીની!
માટેસ્તો તેમણે ખૂબ મંથન કર્યું રોષના દાવાનળોને શમાવવાના ઉપાયનું..
અને... યોગશતકમાં આપણને જણાવ્યું કે જો રોષના દિમાગે તમે અકળાઈ જતાહો, જીવનમાં ‘ત્રાહિ મામ્’ પોકારી જતા હો, અને તમારે એ ત્રાસથી બચવું જ હોય તો મેં મથીને મેળવ્યો છે એક રામબાણ ઉપાય. એ છે....
જ્યાં રોષ થતો હોય ત્યાં અન્યત્વ ભાવનાથી ભાવિત થઈ જાઓ.
એ ચીજ હું નથી. મારથી સાવ જુદી છે. મારે અને તેને શી નિસ્બત ?
પેલા વૃક્ષને વાગતી કુહાડી મારામાં ક્યાં ઘા ઉત્પન્ન કરે છે? કેમકે એ વૃક્ષ જૂદું અને હું જુદો ! જ્યાં જુદાઈ છે ત્યાં કોઈ સંબંધ નથી.
જ્યાં અભેદનું ભ્રાન્ત ભાન છે ત્યાં જ સંબંધની કલ્પના છે.
વૃક્ષ જૂદું... તેમ સહુ જુદા. મારો પુત્ર પરિવાર, રે! મારો દેહ સુદ્ધા જુદો ! એમને કાંઈક થાય અને મને તેની અસર થાય એ સંભવિત જ નથી.
મમત્વની ભાવના રોષને જન્માવે છે.
અન્યત્વની ભાવના રોષને શમાવે છે.
જ્યાં મમત્વનો રાગ નથી ત્યાં રોષની શક્યતા જ નથી.
આપણા કેવા ભયાનક અહિત-શત્રુ છે રાગાદિભાવો !
જ્યાં નિસ્બત છે ત્યાં સહેજમાં સર્વસ્વ ન્યોચ્છાવર!
જ્યાં નિસ્બત નથી ત્યાં આગના ભડકા પ્રગટ થાય ત્યારે ય તબિયત શાંતિ!
એકને ત્યાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તે પુરુષની વિધવા બનતી પત્ની છાતીફાટ રુદન કરીને આંખો સુજાવી નાંખે છે. મધરાતે પણ એ રડતી જ રહે છે. અને... એ મૃત્યુ પામેલા માણસ સાથે જેને કશી જ નિસ્બત નથી તેવો એક માણસ એ દિવાલને
Page #30
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
અડીને જ રહેલી બાજુની રૂમમાં સૂતેલો રહીને ગાળો દે છે પેલી રડતી સ્ત્રીને... એની નિંદ બગાડી નાંખવા બદલ ! જે સમયે એકને ત્યાંથી ઠાઠડી બહાર નીકળે છે એ જ સમયે નવદંપતી કોઈ ઘરના ખંડમાં હસતાં મલકતાં પ્રવેશ કરે છે.
30
જે સમયે કેન્સરના ભયંકર દર્દથી પીડાતો માણસ એક મકાનના પાંચમે માળેથી નીચે પડતું મૂકે છે તે જ સમયે એક શ્રીમંતનો પુત્ર લોટરીમાં નંબર જીતીને વીસ હજાર રૂપિયા મેળવીને અપૂર્વ ઠસ્સા સાતે પાંચમે માળે લિફટમાં ઉપર જઈ રહ્યો છે.
જીવ-જીવને ચાહવાના આ આત્માઓના વિશ્વમાં રાગ રોષની વિરાટકાય દિવાલો કેવી ચણાઈ ગઈ છે! એકબીજાને કોઈ કદી ન ચાહી શકે, ન જોઈ શકે, ન કોઈ કોઈનઈ આંખના આંસુ લૂછી શકે, ન કોઈના રૂદન સાંભળી શકે એવી ‘એરટાઈટ' દિવાલો બારી બારણા વિનાની ઊભેલી દિવાલો.
અને આ પણ કેવી કરુણતા કે એક બીજાના અભેદની ભાવનાને વિકસાવવા માટે અભેદની વાતો કરવાને બદલે, જડ કરી ગયેલા રોષાદિભાવોનો વિનાશ કરી દેવા પહેલાં તો બેદની ભાવનાનો જ પાયો ચણવો પડે!
ભલે ચણવો પડે... એ રીતે પણ રોષના ધુમાડા શાંત થાય, એ રીતે ય મન સ્વસ્થ થાય તો નાના-નાના સ્વાર્થના વર્તુળો ભેદી જશે. જીવાત્મા બધેથી પોતાને ભિન્ન ભિન્ન કહેતો જ્યારે સર્વથી ભિન્ન બનીને ‘સ્વ’માં સમાઈ જશે ત્યારે તરત જ એ સર્વથી અભિન્ન થઈ જશે.
ભેદ જરૂરી છે પણ એકાદ-બે કે ત્રણ ચારનો નહિ. સર્વનો.
સર્વથી બેદ પામો... દેહથી પણ ભિન્ન થાઓ. પછી સર્વ સાથેનો અભેદ આત્મામાંથી સ્વયંભૂ પ્રગટ થશે.... સર્વથી પાછા હટીને સર્વમાં ભળી જાઓ.
વાહ.... સર્વમાં એક થવા સર્વથી જુદાઈની ભાવના ભાવવાની!
કર્મરાજની કુટિલ નીતિ સાતે આવા કૌટિલ્યશાસ્ત્રના સર્વાંગીણ અધ્યયન વિના ચાલી શકે તેમ નથી.
આ વિચાર ઉપરથી આપણે એટલું તો જરૂર નક્કીકરી શક્યા કે રોષને તોડવા
રાગને તોડવો જ રહ્યો. અને જો કોઈએ રાગને તોડી પાડયો તો રોષ તો એમનો તૂટી જ પડ્યો સમજવો.
અબજોપતિ કરોડપતિ પણ છે એમ કેમ કહેવાય!
એમ.એસ. થયેલા ભાઈ મેટ્રીક પણ પાસ છે એમ કેમ કહેવાય!
Page #31
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ગુજરાત ભારતમાં છે, અમદાવાદ પણ ભારતમાં છે એમ કેમ કહેવાય!
આખું વૃક્ષ પડી ગયું એમ કહ્યા પછી ડાળીઓ પણ પડી ગઈ એમ કહેવું જરૂરી ખરું ?
૩૧
આખું પુસ્તક બળી ગયુંએમ કહ્યા પછી એના પૃષ્ટો બળી ગયા એમ કહેવું આવશ્યક ખરું ?
ઈધન શાંત થઈ ગયું એમ કહ્યા પછી અગ્નિ શાંત થઈ ગયાનું વિધાન કોઈ વિધાનસભામાં જરૂરી ગણાય ખરું?
રાગ ભળી ગયો તો દ્વેષ બળી જ ગયો. એ કાંઈ કહેવું ન પડે.
આત્માઓએ પોતાના આત્મામાંતી રાગભાવને બાળી નાંખ્યો એ આત્માઓએ દ્વેષભાવને બાળી જ નાંક્યો.
અગ્નિ શાંત થાય અને ધુમાડો શી રીતે જીવતો રહે !
અને જ્યાં રાગ અને દ્વેષના ભયંકર ભાવો સળગી ઊઠ્યા ત્યાં એક જ અન્તર્મુહૂર્તમાં ત્રિકાળજ્ઞાની - સર્વજ્ઞ બની જ જવાય. જે કોઈ અજ્ઞતા છે એ રાગાદિભાવોને આભારી છે. જેવા રાગાદિભાવો નાશ પો છે તેવું જ્ઞાન પ્રગટે છે.
રાગાદિભાવના પૂર્ણનાશમાં જ્ઞાન પૂર્ણતાની ટોચને પામી જ જાય.
જે સર્વજ્ઞ બને તે જગતના સર્વ પદાર્થોને, અને તેના સર્વ પર્યાયોને જાણે.ય અને જે સર્વ દ્રવ્ય પર્યાયને જાણે તે સર્વ દ્રવ્ય પર્યાયને જુએ તો ખરા જ. માટે જ રાગ-દ્વેષ વિનાના સર્વજ્ઞ બને એમ કહેવાથી જ તેઓ સર્વદર્શી બને એ વાત સમજી જ લેવાય.
સર્વજ્ઞ હોય તે અવશ્ય સર્વદર્શી હોય. એકબીજા વિના ક્યાંય ન રહી શકે
તેવા આ બે ગુણો છે.
તોપાન જાગ્યું છે આજે સર્વજ્ઞત્વની જ્ઞાન-મર્યાદાના નિર્ણયનું.
ભોગીઓની અને અંધ અશ્રદ્ધાળુઓની દુનિયામાં! પણ આપણને તે દુનિયા સાથે કોઈ નિસ્બત નથી.
આપણે તો ચાલવું છે શાસ્ત્ર-ચક્ષુથી શાસ્ત્રજ્ઞોની દુનિયામાં! આપણે પરિકમ્મા કરવી છે શ્રદ્ધાના રોકેટથી શાસ્ત્રોના વિશ્વની!
એની બહારના જગત સાથે આપણને શી નિસ્બત!
Page #32
--------------------------------------------------------------------------
________________
| | _
વીર ! મધુરી વાણી તારી
મૂકીએ બાજુ ઉપર એવા કુતર્કપ્રિય લોકોને! ગમે તેમ પોતાને ય આત્મા સંબંધનું બધું (સર્વ) જાણનારા કહેવડાવવાની બાલિશ વૃત્તિઓના ગુલામોને ! શ્લોક ઉપર પ્રશ્નોત્તરી - હેતુફળભાવે કથનની પદ્ધતિ:
જેનામાં રાગ નથી તેમનામાં વીતરાગતાનો ગુણ પ્રગટ થાય છે. જેમનામાં દ્વેષ નથી તેમનામાં વીતદ્વેષતાનો ગુણ પ્રગટ થાય છે. જેમનામાં મોહ નથી તેમનામાં વીતમોહતાનો ગુણ પ્રગટ થાય છે.
રાગ, દ્વેષ અને મોહના બાવો આત્મામાંથી જાય એટલે આત્મા વીતરાગ, વીતદ્વેષ અને વીતમોહ બને. રાગાદિભાવોનો નાશ એ હેતુ છે, અને વીતરાગતા વગેરે ગુણોનું આત્મામાં પ્રગટીકરણ એ ફળ છે.
લાલરંગનું પુષ્પ સ્ફટિકની પાછળ મૂકતાં સ્ફટિક લાલરંગનું દેખાય છે, પણ જ્યારે એ લાલ પુષ્પને દૂર કરવામાં આવે છે ત્યારે સ્ફટિકનો પોતાનો જે શ્વેત વર્ણ છે. તે પ્રગટ થઈ જાય છે. સ્ફટિકમાં જે શ્વેતતા હતી તે જ પ્રગટ થઈ. સ્ફટિકમાં શ્વેતતાની ઉત્પત્તિ નથી થઈ. આજ રીતે રાગાદિભાવો દૂર થતાં આત્મામાં વીતરાગત્વ વગેરે ગુણો ઉત્પન્ન નથી થતાં પરંતુ એ ગુણો પૂર્વે રાગાદિભાવને કારણે અપ્રગટ હતા તે હવે પ્રગટ થઈ જાય છે.
સ્ફટિકમાં રક્તતાને અભાવ થયો માટે શ્વેતતા પ્રગટ થઈ. આત્મામાં રાગાદિનો અભાવ થયો માટે વીતરાગત્વ વગેરે ગુણો પ્રગટ થયા.
એથી જ રાગાદિના અભાવ થવાની ક્રિયાને હેતુ કહેવાય અને વીતરાગ– આદિ ગુણોના પ્રગટીકરણને ફળ કહેવાય.
અધ્યાત્મમત પરીક્ષા ગ્રંથમાં મહોપાધ્યાય ભગવાન યશોવિજયજી મહારાજાએ કહ્યું છે કે દોષનો અભાવ તે જ ગુણ નથી પરંતુ દોષનો અભાવ થવાથી ગુણ પ્રગટ થાય છે.
ક્રોધનો અભાવ તે જ ક્ષમા નથી, ક્ષમા તો ક્રોધનો અભાવ થઈ જતાં આત્મામાંથી પ્રગટ થતો એક ગુણ છે.
મિથ્યાત્વનો અભાવ તે જ સમ્યકત્વ નથી પરંતુ મિથ્યાત્વના અભાવથી આત્મામાં પ્રગટ થતો એક ગુણ સમ્યકત્વ છે.
આમ દોષાભાવ અને ગુણ વચ્ચે જન્ય-જનક ભાવનો સંબંધ છે. ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ આ પ્રથમ બે શ્લોકમાં મહાદેવના
Page #33
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
દોષાભાવનું હેતવચન મૂક્યું છે. જ્યારે ત્રીજા શ્લોકમાં ફળવચન મૂક્યું છે.
રાગદ્વેષ જતાં વીતરાગતાનો ગુણ પ્રગટ થયો. મોહ જતાં સર્વજ્ઞતા ગુણ પ્રગટ થયો.
આમ ત્રીજા શ્લોકમાં રાગાદિનો નાશ થતા જે વિશિષ્ટ ગુણો ઉત્પન્ન થાય છે તેનું નિરુપણ કરવામાં આવ્યું. મુકતાત્મા વીતરાગ-સર્વજ્ઞ ન હોય, એવી સાંખ્યમતની વાતનું ખંડનઃ
બીજી રીતે પણ આ વાતને આપણે વિચારી શકીએ કે પ્રથમના બે શ્લોકમાં મહાદેવમાં રાગાદિના અભાવની જે રજૂઆત કરી તેનાથી જ એ વાત સમજાઈ જાય છે કે મહાદેવ તેમને કહેવાય જેમનામાં વીતરાગતા વગેરે ગુણો પ્રગટ થયેલા હોય.
જ્યાં રાગાદિનો અભાવ હોય તે મહાદેવ - જેમનામાં વીતરાગતાદિ ગુણો પ્રગટ થયા હોય તે મહાદેવ.
હવે જો આ રીતે પ્રથમના બે શોકથી જ મહાદેવમાં વીતરાગતાદિ ગુણોના પ્રાગટ્યની વાત ફલિત થઈ જતી હોય તો શા માટે ત્રીજા શ્લોકમાં ફરીથી કહેવું જોઈએ કે જે વીતરાગ હોય, સર્વજ્ઞ હોય તે મહાદેવ કહેવાય? આ તો પુનરુકિત દોષ આવ્યો ને?
આનું સમાધાન એ છે કે પ્રથમના બે શ્લોકથી જ મહાદેવમાં વીતરાગતા વગેરે ગુણોના સદુભાવની વાત સમજાઈ જાય છે છતાં ત્રીજા શ્લોકમાં તે જ વાત એટલા માટે કરી છે કે કોી એમ ન સમજી લે કે મહાદેવમાં રાગાદિનો અભાવ જ થાય છે અને પછી વીતરાગતા વગેરે ગુણો પ્રગટ થતાં જ નથી!
સાંખ્યમતની આવી જ માન્યતા છે કે પ્રકૃતિ નામના જડતત્ત્વને અનાદિકાળથી પુરુષ (વિશુદ્ધ આત્મા) સાથે સંબંધ છે. તે પ્રકૃતિમાંથી જ જ્ઞાન વૈરાગ્ય વગેરે ગુણો પ્રગટ થયા છે. હવે જ્યારે પ્રકૃતિનો આત્માથી વિયોગ થવા રૂપ આત્મમોક્ષ થાય ચે. ત્યારે એ પ્રકૃતિના જ્ઞાન-વૈરાગ્ય વગેરે ગુણો પણ આત્માથી દૂર થઈ જાય છે.
સંસારી અવસ્થામાં આત્મામાં જ્ઞાનાદિ ગુણો હોય છે પણ તેની મશ્નાવસ્થામાં તે ગુણોનો નાશ થઈ જાય છે.
પ્રકૃતિના જ્ઞાનાદિગુણો પ્રકૃતિનો વિયોગ થતાં જ આત્મામાંથી છૂટા પડી જાય
હવે જો આ અષ્ટકમાં માત્ર પ્રથમ બે શ્લોક હોય અને આ ત્રીજો શ્લોક ન હોય
Page #34
--------------------------------------------------------------------------
________________
| |_
વીર ! મધુરી વાણી તારી
તો સંભવ છે કે સાંખ્યમતાનુયાયી એમ કહી દે કે અહીં પણ આત્મામાં રાગાદિનો અભાવ મહાદેવત્વનો નિયામક કહ્યો છે પરંતુ વીતરાગત, સર્વજ્ઞત્વ વગેરે ગુણો મહાદેવમાં હોવા જોઈએ તેવું તો અક્ષરશઃ કહ્યું નતી માટે અમારા જ મતની પુષ્ટિ થાય છે.
આવી ગેરસમજ ઊભી ન થાય તે માટે આ ત્રીજા શ્લોકમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જમનામાં વીતરાગત-સર્વજ્ઞત્વાદિ ગુણો પ્રગટ થાય તે જ મહાદેવ કહેવાય.
હકીકતમાં સાંખ્યમત યુક્તિસંગત પણ નથી જ. કેમકે જ્ઞાન-વૈરાગ્ય (વીતરાગ7) વગેરે ચૈતન્યના સ્વભાવો છે અને ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે તેમ તો કહ્યું જ છે. તો આત્માના સ્વરૂપ જેવા જ્ઞાનાદિ સ્વભાવો પ્રકૃતિનો વિયોગ થતાં આત્મામાંથી શી રીતે દૂર થઈ જાય! છદ્ભસ્થ મહાદેવ અને ભવસ્થકેવલી મહાદેવઃ
આ તો પુનરુક્તિ દોષન આવે તે માટેનો એક યુક્તિસંગત રસ્તો છે. પરંતુ કેટલાક આચાર્યો તો કહે છે કે પ્રથમના બે શ્લોકના કથનથી જ મહાદેવમાં વીતરાગતા-સર્વજ્ઞતા વગેરે ગુણોના સદ્ભાવની વાત સ્થિર થઈ જાય છે.
મહાદેવના સ્વરૂપમાં રાગાદિના અભાવનું નિરુપણ એ, એ મહાદેવના સ્વરૂપનું નિષેધમુખી (Negative) નિરુપણ છે. એનાથી આપોઆપ વિધિમુખી (Positive) નિરુપણ ફલિત થઈ જ જાય છે કે મહાદેવ એટલે વીતરાગ-સર્વજ્ઞ. અહિંસા એટલે હિંસાનો અભાવ તે અહિંસાની નિષેધમુખી વ્યાખ્યા થઈ, અને દયા તે અહિંસાની વિધિમુખી વ્યાખ્યા થઈ.
હવે પછી પ્રશ્ન થાય કે ત્રીજા શ્લોકના પ્રથમ ચરણમાં ફરી એ વાત શબ્દથી કેમ કહી? જો અર્થથી પ્રથમ બે શ્લોકમાં જ કહેવાઈ જતી હોય તો?
આ પ્રશ્ન તેમના અંતરમાં સ્ફર્યો અને જાણે તેઓ ગૂંચવાયા. તેથી તેઓ હવે એમ કહે છે કે પ્રથમ બે શ્લોકમાં જે કહ્યું છે તે મહાદેવની સ્વરૂપ અવતાને અનુલક્ષીને ન સમજવું કિંતુ મહાદેવની છદ્મસ્થ અવસ્થાને અનુલક્ષીને સમજવું. આમ કરવાથી એ શ્લોકમાં રાગાદિના જે વિશેષણ મૂક્યા છે તે સ્વરૂપવિશેષણ તરીકે લેવા નહિ પડે. હવે વ્યવચ્છેદકવિશેષણ તરીકે જ લઈ શકાશે.
રાગ બે પ્રકારના છે. સકલેશને ઉત્પન્ન કરનારા ભયંકર કોટિના રાગ અને સંકલેશને નહિ ઉત્પન્ન કરનારા દુબળા રાગ ઈત્યાદિ.
Page #35
--------------------------------------------------------------------------
________________
વિર ! મધુરી વાણી તારી
ભાવીમાં જે મહાદેવ થવાના છે તેમની વર્તમાન છદ્ભસ્થ અવસ્થામાં રાગ તો છે જ પરંતુ તે સંકલેશજનક રાગ નથી; તેમનામાં દ્વેષનો ઉદય તો છે જ પણ શરૂમપી ઈન્જનને ભડકે સળગાવે તેવા દાવાનળસમો એ ઠેષ નથી. અને મોહ તો ઉદયમાં છે જ પરંતુ સર્વ જ્ઞાનને ઢાંકી દે અને આચારને મલિન કરી નાંખે તેવો મોહ તો નથી જ. રાગાદિભાવોના સૂક્ષ્મ ઉદયો દસમા ગુણસ્થાન સુધી રહે છે અને મોહનો ઉદય બારમા ગુણસ્થાન સુધી રહે છે એટલે મહાદેવના છદ્મસ્થ જીવનમાં આ બધા ઉદયો તો સંભવે જ.
હવે પ્રશ્ન થાય કે જો આ રીતે જેમની છત્મસ્થ અવસ્થામાં સંકલેશાદિના જનક રાગાદિ ન હોય તે મહાદેવ કહેવાય એમ પહેલા બે શ્લોકનો અર્થ કરીએ તો મહાદેવ તરીકેની ભવસ્થ કેવળજ્ઞાનીની અવસ્થાનું મહાદેવનું સ્વરૂપ શું હોવું જોઈએ?
આના ઉત્તરમાં જ ત્રીજા શ્લોકનું પ્રથમ ચરણ છે એમ એ આચાર્યો કહે છે.
જે (જીવનમુક્ત દશામાં ભવસ્થ કેવલી દશામાં) વીતરાગ હોય, સર્વજ્ઞ હોય, શાશ્વત સુખના ભોકતા બન્યા હોય તે મહાદેવ કહેવાય. આમ પ્રથમના બે શ્લોકમાં છસ્થ અવસ્થાના મહાદેવનું સ્વરૂપદર્શન એ ત્રીજા શ્લોકના પ્રથમ પાદમાં ભવસ્થ કેવલી દશાના મહાદેવનું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે એમ નક્કી થયું.
અહીં કદાચ કોઈ એવો પ્રશ્ન કરે કે છત્મસ્થ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિને મહાદેવ કેમ કહેવાય? જ્યાં રાગાદિનો સભાવ છે તે દેવમાં વળી મહાનતા શેની? કેમકે તેથી પણ મહાન તો ભવસ્થ કેવલી છે જેમનામાં રાગાદિભાવનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો છે. જ્યારે વધુ મહાનનું અસ્તિત્વ હોય ત્યારે તેથી નીચેની કક્ષાવાળાને મહાન કેમ કહેવાય?
આ પ્રશ્ન બરોબર નથી, કેમકે જો આવો જ ન્યાય સ્થિર કરવામાં આવશે તો ભવસ્થ કેવલીને પણ હવે મહાન નહિ કહી શકાય કેમકે તેમનાથી પણ વધુ મહાન તો મોક્ષપદને પામી ચૂકેલા કેવલી ભગવાન છે, જે ઈષ્ટ જ નથી માટે છ0 અવસ્થાના આત્માને પણ મહાત કહેવામાં કશું અનુચિત નથી. અસ્તુ.
જે વીતરાગ હોય તે મહાદેવ કહેવાય એમ કહીને સરાગી દેવોની મહાદેવતાનો પ્રતિષોધ કરવામાં આવ્યો છે.
કપિલ મહાદેવ ન હોઈ શકે? જે સર્વજ્ઞ હોય તે મહાદેવ કહેવાય એમ કહીને સાંખ્યમત પ્રણેતા કપિલની મહાદેવતાનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. કેમકે તેમના દર્શનથી જ કપિલ સર્વજ્ઞ ન હતા એ વાત સાબિત થઈ જાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સાંખ્યમત એ છે કે જડ પ્રકૃતિનો વિકાર બુદ્ધિ છે. આત્મા (પુરુષ)થી પ્રકૃતિનો વિયોગ થવો તે જ આત્માનો મોક્ષ કહેવાય છે. જ્યારે મોક્ષ અવસ્થામાં આત્મા પ્રકૃતિથી છુટો પડે છે ત્યારે એ તદ્દન સહજ બાબત છે કે એ વખતે પ્રકૃતિના વિકારસ્વરૂપ બુદ્ધિ પણ આત્માથી છૂટી પડી જાય છે. હવે આત્માની સંસાર અવસ્થામાં બુદ્ધિ પદાર્થનું જે ભાન કરે છે તે જ પદાર્થભાન આત્મામાં પ્રતિબિંબિત થાય છે. પણ જો આત્માની મોક્ષાવસ્થામાં બુદ્ધિનો જ વિયોગ થઈ જાય છે તો બુદ્ધિથી થતું આત્માને પદાર્થજ્ઞાન પણ અશક્ય બની જાય છે. રે! એક પણ પદાર્થના જ્ઞાનવાળો મોક્ષાવસ્થાનો આત્મા રહી શકે તેમ નથી.
૩૬
તો પછી મોક્ષવસ્થાવાળો આત્મા સર્વપદાર્થનો જ્ઞાતા તો બનશે જ શી રીતે ? આમ સાંખ્યમતથી જ મુકતાત્મામાં સર્વજ્ઞત્વનો પ્રતિષેધ થઈ જાય છે. જ્યાં સર્વજ્ઞત્વ નથી ત્યાં મહાદેવત્વ કેમ હોઈ શકે ?
સાવ અજ્ઞને પણ જો મહાદેવ કહી શકાય તો સવ૪ સંસારી આત્માઓ તો મોટા મહાદેવ બની જાય કેમકે એઓ તો કાંઈક ને કાંઈક પણ જ્ઞાની છે!
વસ્તુતઃ તો આ સિદ્ધાંત જ બરોબર નથી કે મુક્તાત્મામાં કશું જ જ્ઞાન હોતું નથી. કેમકે જો આત્મા ચેતના સ્વરૂપ હોય અને બુદ્ધિ અને પ્રકૃતિ એ ચેતનાનો વ્યાઘાત કરનારા હોય તો તો તે બુદ્ધિ અને પ્રકૃતિનો વિયોગ થતાં જ આત્માની ચેતના પૂરબહારમાં પ્રગટી ઊઠે અને તેથી તો મુક્તાત્મા સર્વજ્ઞ જ બની રહે.
ન
બુદ્ધુ મહાદેવ ન હોઈ શકે : સર્વજ્ઞ પદથી જેમ કપિલનો મહાદેવ તરીકે પ્રતિષેધ થયો તેમ તે જ પદથી બુદ્ધ પણ મહાદેવ તરીકે સાબિત થતાં અટકી જાય છે. બુદ્ધના શિષ્યોએ જ કહ્યું છે કે જગતનું બધું જાણવાની આપણે શી જરૂર છે? આપણને જેનું જ્ઞાન ઈષ્ટ હોય તેટલું જ આપણે જાણીએ. કયી વસ્તુમાં કેટલા જીવો છે તે જાણવાનો આપણા વિકાસમાં કશો જ ઉપયોગ નથી.
આ ઉપરથી જ સાબિત થઈ જાય છે કે બુદ્ધ વગેરે સર્વજ્ઞ ન હતા પરંતુ ‘થોડા પદાર્થને જ જાણનારા' હતા.
વસ્તુતઃ તો ‘થોડા પદાર્થોના પણ પૂર્ણ જાણકાર' તેઓ ન હતા એમ સાબિત થાય છે કેમકે એક પણ પદાર્થનું પૂર્ણજ્ઞાન ત્યારે જ થાય જો સર્વ પદાર્થનું સંપૂર્ણજ્ઞાન થાય. સામે પડેલો પદાર્થ એ અમુક જ વસ્તુ છે એવં એ વસ્તુનું પૂર્ણજ્ઞાન તો જ થાય કે જગતના બાકીના તમામ પદાર્થોનું જ્ઞાન કરીને... તે બધા ય પદાર્થ સ્વરૂપ તે પદાર્થ નથી.... નથી.... નથી. એવું વ્યતિરેકી જ્ઞાન થાય.
Page #37
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ઘટ એ ઘટ છે પરંતુ પટ નથી એવું જ્ઞાન કરવામાં પણ પટનું જ્ઞાન જરૂરી છે. પટ એ શું વસ્તુ છે એની જ ખબર ન હોય તો સામે પડેલો ઘટ એ પટ પણ હોઈ શકે એવી શંકા અવશ્ય ઉત્પન્ન થઈ જાય. એટલે “ને સબંગાળઃ ? પણ નાગ’ એ આચારાંગ સૂત્રાનુસાર તો સર્વજ્ઞ બન્યા વિના એક પદાર્થનું પૂર્ણ જ્ઞાન પણ અસંભવિત છે. માટે જ બુદ્ધ ન હતા સર્વજ્ઞ અને ન હતા અલ્પજ્ઞ.
સર્વજ્ઞત્વવાદ: આજે જ નહિ, પુરાણા કાળથી પરલોક, મોક્ષ, આત્મા વગેરે આધ્યાત્મિક ભાવોને સ્વીકારવાની સરિયામ લાચારી દેખાડતો ઉઘાડો કે છૂપો નાસ્તિકવાદ ચાલ્યો આવે છે.
અધ્યાત્મની ઈમારત વિષયભોગોના ત્યાગ-વેરાગ્યના પાયા ઉપર જ ઊભી
રહે છે.
બહુલકર્મી સર્વજીવોને વિષય - ભોગોના ત્યાગ-વૈરાગ્ય કદી ગમતા નથી. એની વાત પણ સાંભળતા એમને ત્રાસ થતો હોય છે. આથી જ આવા જીવો એની સામે પોતાની બુદ્ધિનું શસ્ત્ર ઉગામે છે. શક્ય એટલા પ્રયત્નોથી એ શસ્ત્રને ઝીંકે છે.
બુદ્ધિની આવી ઝીંકો અનંતકાળથી થતી જ આવી છે. બહુલકર્મિતાનો એ સનાતન રાક્ષસ આજે એના ભયંકર ઝનુને ચડયો છે. પણ આધ્યાત્મભાવનો યુગ કદી આથમ્યો નથી. હા, એના તેજ ક્યારેક ઝંખવાયા છે, એના બળ ક્યારેક નંદવાયા પણ છે પરંતુ એ યુગ સદા જીવતો ને જીવતો જ રહ્યો છે.
પેલો રાક્ષસ એની ઝીંક મારતો જ રહ્યો છે. અને અધ્યાત્મભાવ સદા પ્રસન્નમના બનીને એને ખમતો જ રહ્યો છે. કોઈ કોઈનો વિનાશ કરી શક્યું નથી. એકે યનો વિનાશ કદી થવાનો નથી. એ બે વચ્ચેનું અનાદિ યુદ્ધ અનંત રહેવાનું છે એ વાત પણ સુનિશ્ચિત છે.
એટલે પુરાણા સમયોમાં પણ આત્માના અસ્તિત્વ વિશે કુતર્કો થતા હતા, આજે પણ થાય છે.
ભોગરસિક આત્માઓને આત્માનો ઈન્કાર કર્યા વિના ચાલી શકે તેમ નથી. આત્માના અસ્તિત્વની બાંગ પુકારતા શાસ્ત્રો સામે શસ્ત્રો ઉગામ્યા વીના ચાલી શકે તેમ નથી.
જ્યાં ભોગરસ છે ત્યાં ધર્મશાસ્ત્રોની શત્રુતા હોય છે. તેવા જીવોની પાસે આત્મા, એનો પરલોક, અને એના મોક્ષની વાતોની શ્રદ્ધાની અપેક્ષા રાખવી એ
Page #38
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
મૂર્ખનું કાર્ય છે.
આત્માના અસ્તિત્વને મૂળમાંથી ઉડાડનારા જીવોની જેમ એ વૃક્ષના થડ, ડાળી, પાંખડીઓને ઉડાડીને પણ જીવનારા ભોગરસિક આત્માઓ આ જગતમાં છે જ. હકીકતમાં તો તે બધાય આત્માના અસ્તિત્વની જ વિરુદ્ધમાં પોતાનો મત આપતા હોય છે પણ કેટલીક વાર એવો સીધો વિરોધ એમના વર્તુળમાં એમની જ સ્થિતિ કફોડી કરી મૂકે એ ભયથી સીધો મૂળમાં કુઠારાઘાત ન કરતાં એ વૃક્ષની શાખા, પ્રશાખાઓ ઉપર કરતાં રહે છે.
એમાંના કેટલાક “આપ સલામતી૩ વિચારતાં જીવો આત્માની સર્વજ્ઞતાનો ઈન્કાર કરવાના ખુન્નસમાં ચડી જાય છે. એમનું કહેવું એ છે કે આત્મા ભલે હોય પણ એ ક્યારેક સર્વજ્ઞ બની શકે તે વાતમાં કશું વજૂદ નથી. જે જમાનામાં સર્વજ્ઞોનું અસ્તિત્વ કહેવાય છે તે જમાનાના અસર્વજ્ઞોમાંના કોઈને પણ કદી એવું પ્રત્યક્ષ થયું નથી કે જેથી અમુક વ્યક્તિ સર્વજ્ઞ કહી શકાય. જે વસ્તુ એ જમાનાની આંખોએ પણ જોઈ નથી તેને આજે કેમ માની શકાય?
સર્વજ્ઞને ન માનતાં આ અત્યંત ભોગરસિક આત્માઓ એમ પણ કહે છે કે ભગવાન મહાવીર વગેરેને સર્વજ્ઞ માનવામાં અમને કોઈ વાંધો નથી પણ તે વખતે સર્વજ્ઞ એટલે શું તેનો આપણે વિચાર તો કરવો જ પડશે. શાસ્ત્રોમાં તો કહ્યું કે, સર્વજ્ઞ એટલે સર્વકાળના સર્વદ્રવ્યોને અને સર્વપર્યાયોને જ જાણે તે “સર્વજ્ઞ' આ વાત તો ખૂબ જ વિચારણીય છે. આવું તો શી રીતે બને? આપણું જ્ઞાન કેટલું છે તે આપણે ક્યાં નથી જાણતા? તો વધી વધીને કોઈ આત્માનું જ્ઞાન કેટલું વધી શકે ? સર્વદ્રવ્યોનું અને સર્વપર્યાયોનું જ્ઞાન થવું એ તો તદ્દન અશક્ય વિધાન છે. હા. ભગવાન જિનેશ્વરો વિશિષ્ટજ્ઞાની હતા તે બેશક કબૂલ કરવું રહ્યું અને તેથી તેમના તે વિશિષ્ટજ્ઞાની હતા તે બેશક કબૂલ કરવું રહ્યું અને તેથી તેમના તે વિશિષ્ટ જ્ઞાનનો મહિમા બતાવવા પૂરતી આવી અતિશયોક્તિની અલંકારિક વાતો કરીએ તેમાં કશું ખોટું નથી. પણ હકીકત તો તેવી ન જ હોઈ શકે. “સર્વજ્ઞ એટલે તે તે વિષયના સંપુર્ણ “જ્ઞાનવાળા' એટલું જ વિધાન સમુચિત ગણાય. અધ્યાત્મવાદીઓ આત્માના વિષયમાં ખૂબ વિશાળ જ્ઞાન ધરાવતા હતા માટે તેમને આત્મજ્ઞાનના સર્વજ્ઞ જરૂર કહી શકાય.
અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર સુમંત શાહ શરીર અંગેની પરિપૂર્ણ માહિતીવાળા છે માટે તે વિષયના તેમને સર્વજ્ઞ કહી શકાય.
Page #39
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૩૯
ભારતના માજી એટર્ની જનરલ શ્રી મોતીલાલ સેતલવડ કાયદાશાસ્ત્રનું સંપૂર્ણજ્ઞાન ધરાવે છે માટે તે વિષયના તેમને સર્વજ્ઞ કેમ ન કહેવાય?
ભારતીય સંગીતના સાત સ્વરોના ઝીણામાંઝીણા રાગના અઠંગ ઉપાસક પંડિત ઓંકારનાથ ઠાકુર તે વિષયના સર્વજ્ઞ જ કહેવા જોઈએ.
હજામતના કરવાના તમામ પ્રકારોનો જાણકાર હજામ એ વિષયનો સર્વજ્ઞ જ ગણાય; જોડાની તમામ જાતોનો પ્રણેતા કોઈ મોચી એ વિષયનો સર્વજ્ઞ જ ગણાય, અને ઉકરડામાં કરોડો રૂપિયાની કમાણી કરાવી આપતો દિલ્હીની મ્યુનિસીપાલિટીનો એક ખંતીલો કાર્યકર ઉકરડાના જ્ઞાનનો સર્વજ્ઞ જ કહેવાય.
ડૉ. સુમંત શાહ પાસે વિશ્વવિખ્યાત ક્રિકેટર ગેરી સોબર્સની ફાંફડી ગોલંદાજીની જાણકારીની થોડી જ અપેક્ષા રાખી શકાય?
શ્રી મોતીલાલ સેતલવડ ઉરડા શાસ્ત્રના પણ જાણકાર હોવા જ જોઈએ નહિ તો સર્વજ્ઞ નહિ, એવી અપેક્ષા કેમ રાખી શકાય?
કારનાથ ઠાકુર પાસે હજામતના તમામ પ્રકારોનું જ્ઞાન કેમ અપેક્ષિત રાખી શકાય?
જો સર્વજ્ઞ એટલે સર્વ પ્રકારના સર્વજ્ઞાનના સંપૂર્ણ જાણકાર અર્થ કરશો તો ભલે ઉપરોક્ત વ્યક્તિઓ સર્વજ્ઞ નહિ મનાય પરંતુ ભગવાન જિનેશ્વરોને જતના તમામ વિષયોના સંપૂર્ણ જ્ઞાતા કહેવા પડશે. શું આ વાત સહુને માન્ય છે?
બોગરસિક આત્માઓની આવી વાતો છે. વર્તમાનમાં આવા કુતર્કવાદીઓના તો રાફડા ફાટ્યા છે. ચોમાસામાં અગણિત અળસીઆ અખાએક ઊભરાય તેમ ગામે ગામે, ઘર-ઘરમાં ભોગરસિક અળશીઆઓ ઊભરાય છે. એમની જાતે જ એ મરે અને એમની જાતે એ જન્મીને જીવે એવી આ જાત છે.
ચાલે છે ક્યારેક એવાઓના પણ મતો એમના પુણ્યના જોરે અને થઈ પડેલા બે-ચાર ભક્તોની મમતના સહિયારે! સો બસો પાંચસો વર્ષ જીવી કાઢે છે એવા મતો, પણ અંતે આપમેળે ઘસાતાં ઘસાતાં રામશરણ થઈ જાય છે.
કોઈને સત્ય સમજાવવું એ ધર્મ હોવા છતાં કદાગ્રહીને સત્ય સમજાવવાનો પ્રયત્ન કરવો અને કરુણાસાગર જિનેશ્વરોએ પાપ કહ્યું છે. કદાગ્રહી માટેની કરુણા સમાઈ છે તેમને કશું ન કહેવામાં.
કહેવા જતાં વધુને મમતે ચડીને વધુ પાપ બાંધે તે કરતાં ન કહેવામાં એ પાપો ન બંધાવવામાં કરુણા છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
માટે જ ભગવાન મહાવીરે ચંડકૌશિકને બોધ દઈને પોતાની કરુણા પ્રગટ કરી. જ્યારે સંગમને મૌન રહીને કરુણા દાખવી. બે ય નું એમણે હિત જ કર્યું.
૪૦
સર્વજ્ઞત્વવાદને ન જ સ્વીકારવાની પ્રતિજ્ઞા કરી ચૂકેલાઓને આપણે કશું જ સમજાવવું નથી પરંતુ જેઓ મુગ્ધતાને કારણે એ નાદના ફંદે ચડી ગયા છે તેવા આહવિહોણા જીવોને તો આ વાત જરૂર સમજાવવી છે. સંભવ છે કે તેઓ ભોગરસિકતાના પાપમાંથી જાગેલા એવા કુવાદોના પંજામાં સપાટામાંથી ઊગરી
જાય.
સૌપ્રથમ વાત તો એ છે કે જેઓ બીજા આત્માઓના સર્વજ્ઞતા-ગુણને કબૂલતા નથી તેઓ બીજાઓના આત્માના અસ્તિત્વને તો કબૂલે છે ને? જો ઉત્તર હકારમાં હોય તો તેમની સામે પ્રશ્ન થઈ શકે છે કે બીજા શરીરોમાં રહેલો આત્મા એમણે શી રીતે કબૂલ્યો ? કેમકે તે પણ કોઈને દેખાતો તો નથી જ? જો એમ કહેવામાં આવે કે, “ભલે આંખેથી એ આત્માઓ દેકાતા નથી પરંતુ શાસ્ત્રોમાં તેમ કહ્યું ચે માટે આત્માઓના અસ્તિત્વને કબૂલવામાં વાંધો નથી.''
તો પછી એ જ શાસ્ત્રમાં આત્માના સર્વજ્ઞત્વની વાતો આવે છે તેને કબૂલવાનો કેમ ઈન્કાર કરો છો? જો શાસ્ત્રના એક પણ અંશમાં અસત્યતાની વાત કરશો તો તેવા આખાય શાસ્ત્રને તમારાથી સત્ય કે વિશ્વાસ્ય કેમ માની શકાશે ? એવી પણ શંકા તમને થશે જ કે શાસ્ત્રમાં આશ્માના અસ્તિત્વની જે વાતો કરવામાં આવી છે તે પણ અસત્ય કેમ ન હોય ? એટલે જો શાસ્ત્રોક્ત હોવાથી બીજા આત્માનું અસ્તિત્વ તમે સ્વીકાર્યું હોય તો સર્વજ્ઞતાની વાતો પણ શાસ્ત્રોક્ત જ છે માટે તેને પણ તે જ રીતે મંજૂર કરવી જ રહી.
અને જો કદાચ એમ કહો કે, “શાસ્ત્રોક્ત છે માટે બીજા શરીરોમાં આત્માના સદભાવને અમે નથી માનતા પરંતુ બીજા શરીરોમાં જે ગતિ વગેરે ક્રિયાઓ દેખાય છે તે ઉપરથી તેમનામાં આત્મા જેવી કોઈ વસ્તુ છે એવું અનુમાનથી માનીએ છીએ.’’
જો આમ હોય તો પ્રત્યક્ષ પ્રમાણ સિવાયના અનુમાન પ્રમાણને પણ તમે સ્વીકાર્યું ને? તો હવે એ જ અનુમાન પ્રમાણથી એ આત્માઓની સર્વજ્ઞતા પણ સાબિત થઈ જાય છે.
જુઓ, પહેલી વાત તો એ છે કે પૂર્વે કહ્યા મુજબ જો કોઈ પદાર્થ નાશ પામવાના સ્વભાવવાલો હોય તેનો સંપૂર્ણ ક્ષય ક્યારેક પણ થઈ શકે ખરો.
જીર્ણ થતાં જતાં વસ્ત્રનો અગ્નિ દ્વારા સંપૂર્ણનાશ થાય છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
દૂર થતાં જતાં રત્નના મળનો પણ એ જ અગ્નિ સંપૂર્ણ નાશ કરી દે છે.
તો આત્માને જે અલ્પજ્ઞાન જોવા મળે છે તે તેની ઉપર જામેલા જ્ઞાનાવરણીય નામના કાર્મિક પુદ્ગલોના જથ્થાના અલ્પનાશને આભારી છે. પણ પૂર્ણનાશ ત્યાં નથી માટે પૂર્ણજ્ઞાન જોવા મળતું નથી.
માટે જ પોતાની ગરદનની પાછળ ઊભી રહેલી વેસ્ટમિનીસ્ટર એબીની રાક્ષસી ઈમારતને તે જોઈ શકતો નથી.
માટે જ આંખની જ સામી દિશામાં દૂર દૂર આવેલી કંચનજંઘાની પર્વતમાળાને એ જોઈ શકતો નથી.
માટે જ નાયગરાના ધોધની પછડાટમાંથી ઉદ્ભવતા કાન ફાડી નાંખે તેવા પડછંદા, ઊંટ જેટલા મોટા કાને સાંભળી શકતો નથી.
પગલે પગલે નિધાનો દટાયાં છતાં તેને જાણી શકતો નથી.
મકાનના પાયામાં વેપારી તેલનો વિરાટ કૂવો છુપાયો છે છતાં પકડી શકતો નથી. - કાશ્મીરના કેસરના લકીચાની ચોમેર ધસતી ગંધકણોની સુગંધ માણી શકતો નથી.
જેવી આપત્તિઓ અજ્ઞતાની, વણમાગી લાવે છે જ્ઞાનાવરણીય નામનું કર્માવરણ; તેવી જ વિવિધ મુશ્કેલીઓ ઊભી કરે છે બાકીના સાતે ય કર્માવરણો.
પણ આ કર્માવરણો થોડો પણ વિનાશ પામે છે એ હકીકત છે.
માટેસ્તો સગી આંખે એક માતા પોતાના યુવાન લાડકા પુત્રના ગળે થયેલી કેન્સરની જીવલેણ ગાંઠમાંથી વહેતી રસીનું દર્શન કરી શકે છે.
માટેસ્તો શૌચવિધિ કરતો માણસ વિષ્ઠાની ગંધને દુર્ગધ કહેવાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
માટેતો જી ઉપર પડતી કવીનાઈનની ભૂકીને “કેપસ્કૂલમાં ભરીને આપવામાં આવે છે.
માટેસ્તો સર્જરીના વિજ્ઞાનમાં “ક્લોરોફોર્મ'ની અનિવાર્ય આવશ્યકતા કબૂલવામાં આવી છે.
ભલે... એ બધી માહિતીઓ સાતે આપણને કશી નિસ્બત નથી. વાત એટલી જ છે કે જો આ રીતે કર્મના આવરણો અલ્પ પણ વિનાશ પામી
Page #42
--------------------------------------------------------------------------
________________
| |_
૪૨
વીર ! મધુરી વાણી તારી
શકે છે તો તેઓ અધિક વિનાશ પમ પામી જ શકે, એથી પણ વધુ અદિક વિનાશ પણ જરૂર જરૂર પામી શકે.
જો તેમ ન થઈ શકતું હોત તો ઠોઠ નિશાળીઓ, ગામઠી માસ્તર, શહેરનો શિક્ષક, હાઈસ્કૂલના પ્રિન્સીપાલ, કોલેજનો પ્રોફેસર, સાપેક્ષવાદ ઉપર પી.એચ.ડી. થએલો એક મહાન ગણાતો અધ્યાપક, કેમ્બ્રીજ યુનિવર્સીટીનો ફાધર, ડૉ. ઝીવાળો નામની રશિયન કથાનો લેખક અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ ચઢતી જતી જ્ઞાનશ્રેણિ શી રીતે સંભવતે?
રે! એક જ “પીળા રંગ' ઉપર સંકેડ લેખકોએ મહાનિબંધો લખ્યા. અને તેમાંથી કોઈ પણ બે-એક સરખાં નથી.
લાખો વિદ્યાર્થીઓ એસ.એસ.સી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. તેમાંના કોઈ પણ બે બધી વાતે એક સરખાં આજ સુધીમાં ગણાયા નથી.
ચાર અબજની માનવ સંખ્યામાં દરેક માનવને જ્ઞાન છે. છતાં એક પણ માનવના જ્ઞાનની બિલકુલ બરોબરી કરે તેવું જ્ઞાન જગતનો બીજો કોઈ પણ માનવ ધરાવતો નથી.
જ્ઞાન દરેકનું જુદું ! જ્ઞાન દરેકનું ઓછું-વધતું.
પણ જો ઠોઠ નિશાળીઆ કરતાં વધુ જ્ઞાની ગામઠી માસ્તર ગણાતો હોય, તેના કરતાં ય શહેરી શિક્ષક વધુ જ્ઞાની ગણાતો હોય અને છેવટે આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશ્વનો સૌધી વધુ જ્ઞાની કહેવાતો હોય તો આલ્બર્ટ કરતાં ય વધુ જ્ઞાની કેમ ન થઈ શકાય?
માટેતો એક મનોવૈજ્ઞાનિકે આગાહી કરી છે કે થોડા જ સમયમાં વિશ્વને સેંકડો આલ્બર્ટ આઈન્સ્ટાઈનોના દર્શન થશે. કેમકે વિશ્વનો જ્ઞાનકોશ વધતો જ જાય છે. દિવસે દિવસે વધતો જ રહે છે. અસ્તુ. એની આગાહીને આપણે ચર્ચવી નથી.
અહીં તો વાત એટલી જ છે કે કોમ્પ્લબસની અમેરિકાની શોધખોળ પૂર્વેની દુનિયા પૂર્ણ જગતને પામ્યાનું માનતી હતી છતાં નવું જગત જોડાયું તેમ આજના જ્ઞાનમાં બીજું અનંત જ્ઞાનવૃદ્ધિ કેમ ન પામે? અને એ રીતે પૂર્ણજ્ઞાનની ટોચ મર્યાદા પણ ભૂતકાળમાં કોઈકને પણ કેમ સ્પર્શાઈ ન હોય? ભાવમાં ફરી બીજા કોઈને કેમ સ્પર્શાવાની ન જ હોય?
જગતના જ્ઞાન તો અજ્ઞાનાવરણના હ્રાસથી ઉત્પન્ન થયેલા છે.
Page #43
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પૂર્ણજ્ઞાન તો જ્ઞાનાવરણના પૂર્ણ નાશથી ઉત્પન્ન થાય છે. શયનખંડના ઘનઘોર અંધકારમાં સ્વીચ દબાવતાં જ ચાલીસ વોલ્ટનો ગ્લોબ પ્રકાશ પ્રકાશ કરી મૂકે છે તેમ.
જે આત્માઓ રાગાદિદુર્ભાવોના નાશની ટોચ-સાધનાનું એવરેસ્ટ શિખર સર કરે છે. એઓ વીતરાગતાના ભાવે તો આંખના પલકારા જેટલા સમયમાં જ જ્ઞાનાવરણીયકર્મના સર્વ પ્રકારના આવરણોને ભડકે જલાવી દઈને સર્વજ્ઞ-સર્વદર્શી બને છે.
આંખ સામે પડેલા મોટા અરીસામાં જોતાંની સાતે એક સાથે અનેક વસ્તુઓ દેખાય છે, એ અનેક વસ્તુઓનું જ્ઞાન થાય છે તેમ સર્વજ્ઞત્વના આરીસામાં સર્વકાળના સર્વ દ્રવ્યો અને સર્વપર્યાયો પ્રતિબિંબિત થાય છે અને સઘળું ય દ્રવ્યપર્યાયમય જગત દેખાવા લાગે છે.
નાડીના ધબકારાના બળે વેદ્યો પેટનું અલ્સર જોઈ લે છે.
પ્રચારના બળે ધરતીના ખેડૂઓ, દોડયા આવતા જલભર્યા વાદળોની વાત કહી દે છે.
કુંડલિના ગણિતબળે જ્યોતિષીઓ વ્યક્તિનું ભાવી બોલવા લાગે છે. યોગબળે યોગીઓ અગમનિગમની સચોટ આગાહીઓ કરી દે છે.
પીટર હરકોસ ઘરમાં બેઠો બેઠો નાસતા ફરતી ડાકુઓની ટોળીને જોતો જોતો તેનું હુબહૂ વર્ણન કરે છે.
જેની ડિકસન દૂર બેઠી બેઠી ગાંધી અને કેનેડાના ખૂનના દૃશ્યો જોઈને ચીસ પાડી ઊઠી હતી. આબુની ગુફામાં વતા યોગીઓ દેશવિદેશની વાતો કરતા હતા.
કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજે દેખાતા કોલસાના ઢગમાં સુવર્ણના સાચા દર્શન કર્યા હતા. સ્થૂલભદ્રજીએ મિત્રના સ્તંભમાં નિધાનો છુપાયેલા જોયાનું સાંભળ્યું છે.
જો આ રીતે જ્ઞાાવરણાદિ કર્મોના વિશિષ્ટહાસથી વિશિષ્ટ જ્ઞાન થાય તો એ કર્મોના પૂર્ણનાશથી પૂર્ણજ્ઞાન કેમ ન થાય?
અલ્પજ્ઞાની સર્વજ્ઞતાની વાતોને ન કલ્પી શકે એ તદ્દન સાચી વાત છે. કેમ કે એ છે કુવાનો દેડકો. સાગરની લંબાઈ પહોળાઈ અને ઊંડાઈને એ કયાંથી કલ્પી શકે ? અને જો કદાચ કલ્પશે તો યે કેટલી કલ્પી શકશે? હા. સાગરની વાતો કરનારા
Page #44
--------------------------------------------------------------------------
________________
| |_
વીર ! મધુરી વાણી તારી
ઉપર એને વિશ્વાસ હોય તો બધું ય સત્ય કલ્પી શકાય. પણ એ વિશ્વાસ જ જ્યાં ન હોય ત્યાં શું?
અહંકારગ્રસ્ત આત્માઓ બીજાઓની મહાનતાને આંબી શકવા અસમર્થ હોય છે. એમનું વામન સ્વરૂપ અને પેલું, વિરાટ સ્વરૂપ – આ બે વચ્ચેનું અંતર એમનો અહં કદી પામી શકતો નથી. નથી તેમનામાં વામનમાંથી વિરાટ બનવાનું કૌવત.
છે માત્ર ‘વિરાટ’ તરીકે પૂજાવાની ખોટી દાનત. અને તેથી જ જો વામન વિરાટ ન બને તો “વિરાટ પણ મારા જેવડો જ હતો.' એમ કહીને પોતે વિરાટની પૂજા મેળવી લેવી.’ ૩ આવું છે અહંની દુનિયાનું વિજ્ઞાન!
જવા દો એ વાતોને.
સો વાતની એક જ વાત. કે જો જગતમાં અજ્ઞાનની તળેટી દેખાતી હોય તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર સ્વીકારવું જ રહ્યું.
ન દેખાય માટે ન માનવાની વાત તો તાર્કિકોની દુનિયામાં પળભર પણ ઊભી રહી શકતી નથી. એવી વાતોના ઉપર તો સો મેગાટનના સો સો એટમબોમ્બ એક સાતે ત્રાટકે ચે; અને ભૂક્કા બોલાવી દે છે એવી વાતોના પોલા પહાડી દેખાવના.
એટલે જ એવી વાતો કરનારને છેવટે ન દેખાતાને ય અનુમાનથી પ્રામાણિક કરવાની વાત માનવી જ પડે છે.
કોડી જેવડી આંખો વગેરે.... દેખીને ય કેટલું દેખી શકે? અણુ જેવડું કહેવાતું મન તો પહાડના ય અનુમાન કરી શકે અને પહાડની પેલે પારની ય વાર્તા કરી શકે. આંખેથી દેખે છે પહાડમાંથી નીકળતા ધુમાડાને. પણ મન કહી દે છે પહાડથી પેલે પારની તળેટીમાં ભભૂકતા અગ્નિની ન દેખાતી વાત.
‘ન દેખાતું ન માનવું કહેનાર પણ ન દેખાતાં એ અગ્નિને માટે જ છે.
શાબાશ. તો પછી ન દેખેલા સર્વજ્ઞતા ગુણને પણ એમની વાતોથી કેમ માની ન શકાય?
વિજ્ઞાન અને ધર્મ'નામું એક પુસ્તક મેં લખ્યું છે જેમાં અઢી હજાર વર્ષ પૂર્વે જે વાતો ભગવાન જિનેશ્વરોએ કહી હતી તેમાંની ૪૦ થી ૫૦ વાતોને આજના વૈજ્ઞાનિકો છેવટે કબુલવા લાગી ગયા છે એ વાત મેં ઘણા પુરાવાઓ સાથે સમજાવી છે. અને એ ઉપરથી એ વાત સ્થિર કરી દીધી છે કે જે ભગવાન મહાવીર પાસે કોઈ વૈજ્ઞાનિક લેબોરેટરી ન હતી, કે ન હતું દૂરદર્શક દૂરબીન! અંગ ઉપર એક ચીંદરડી પણ ન હતી છતાં એમણે એવી અગણિત રહસ્યમયી વાતોને વાતવાતમાં શી રીતે
Page #45
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
કહી દીધી? આજના વૈજ્ઞાનિકોને જે વાતોને પ્રામાણિત કરતાં દસકાઓના દસકાઓ અને અનેક પેઢીઓ ડુબાડી દેવી પડી તે વાતને સમવસરણની દશનામાં એમણએ શી રીતે વહેતી મૂકી દીધી? આ ઉપરથી જ સાબિત થઈ જાય છે કે ભગવાન મહાવીર અને એમના જેવા તમામ જિન-ભગવંતો સર્વજ્ઞ જ હતા, જગતના સર્વ પદાર્થોને અને સર્વ પર્યાયોને તેઓ આંખે આંખ જોઈ શકતા હતા. જેમ હું હમણાં મારી ફાઉન્ટનપેનને કે કાગળ ઉપર લખાતા અક્ષરોને આંકે આંખ જોઈ રહ્યો છું.
આમ અનેક અનુમાનોથી વીતરાગ ભગવંતોમાં પ્રગટ થતાં સર્વજ્ઞત્વગુણને આપણે માન્ય કરી શકીએ છીએ.
વળી બીજી પણ એક વાત છે કે જ્યારે પર્વતમાંથી નીકળતાં ધૂમાડાને આપણે આંખે આંખ જોઈને પર્વતની તળેટીમાં રહેલાં આપણને ન દેખાતાં અગ્નિના અસ્તિત્વનું અનુમાન કરીએ છીએ ત્ારે અહીં એક વાત તો નક્કી જ થઈ જાય છે કે ગમે તે જગાએ ગમે તે કાળમાં કોઈ માણસે ધૂમાડો અને અગ્નિ બે ય ને આંખે આંખ જોયા જ હોવા જોઈએ. અગ્નિમાંથી ધુમાડો નીકળતો આંખે આંખ વારવાર જોવાય ત્યારે જ દુનિયામાં એ વાત સ્થિર થાય કે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય
જ.
હવે ભલી પછી આપણે પર્વતનો ધુમાડો જ જોઈએ અને અગ્નિ ન જોઈએ છતાં ધુમાડા ઉપરથી જ અગ્નિનું અનુમાન કરી શકીએ. - આ જ રીતે શાસ્ત્રોક્ત વાતો આજે સિદ્ધ થઈ જાય છે એટલે એ ઉપરથી એ વાતોને કહેનારા ભગવાન જિનોના આત્માની સર્વજ્ઞતાનું આપણે અનુમાન કરીએ છીએ.
આમ આ વાત ઉપરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે એવા કેટલાય આત્માઓ થયા હશે જેમણે એ વાતો અને એ સર્વજ્ઞતા બેયનું પ્રત્યક્ષ દર્શન કર્યું હશે.
આ રીતે બન્ધ, પરલોક મોક્ષ વગેરે અતીન્દ્રિય પદાર્થોનું આપણે અનુમાન કરીએ છીએ પણ તે બધા ય અતીન્દ્રિય પદાર્થોનું અનેક આત્માઓને તો પ્રત્યક્ષ થયું જ હતું. તે વિના આ અનુમાન આપણે ન જ કરી શકીએ. ટૂંકમાં જે અપ્રત્યક્ષ પદાર્થનું આપણે અનુમાન કરીએ તે અપ્રત્યક્ષ પદાર્થ કોઈને તો પ્રત્યક્ષ હોવા જ જોઈએ. આપણને અપ્રત્યક્ષ પર્વતીય અગ્નિ, પર્વતીય પ્રદેશમાં રહેનારા માણસોને પ્રત્યક્ષ હોય છે તેમ આ સિદ્ધાંત ઉપર જ આ વિચારણા આધારિત છે.
આમ સર્વજ્ઞત્વના જ્ઞાનવિજ્ઞાન વિનાના આપણે ભગવાન જિનની સર્વજ્ઞતાનું
Page #46
--------------------------------------------------------------------------
________________
વીર મધુરી વાણી તારી
અનુમાન સુતરાં કરી શકીએ છીએ.
ઠીંગણો માણસ લાંબા માણસનું દર્શન કયાં નથી કરી શકતો? તાવ વિનાનું થર્મોમીટર તાવવાળા માણસનો તાવ ક્યાં નથી માપતું? દમનો દર્દી ડૉક્ટર દમિયનલ દર્દીનોદસ ક્યાં ભગાડી નથી મૂકતો?
ભાગ્યહીણઓ આંકડા કાઢનારો, આંકડા કાઢી આપીને અનેકોને ભાગ્યવંતા ક્યાં નથી બનાવતો ? ઠંડુ સૂર્યવિમાન સમગ્ર વિશ્વને ઉષ્ણતા ક્યાં નથી દાખવતું? જે વીતરાગ બન્યા તે સર્વજ્ઞ બને જ.
સર્વજ્ઞ એટલે સર્વજ્ઞ, હા. જરૂર સર્વ. બાબતોના જાણકાર. એક વાતના પૂર્ણ જાણકાર સુમંતશાહ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને રે! ભગવાન હેમચન્દ્રસૂરિજીને પણ અમે અમારા શાસ્ત્રોક્ત પરિભાષાના સર્વજ્ઞ નથી કહેતા.
જેઓ જે રીતે પોતાના સર્વજ્ઞ કહેવડાવવા મથથા હોય તેઓ આ વિધાનથી હતાશ થશે... પણ નાઈલાજ. તે માટે સર્વજ્ઞત્વની શ્રદ્ધાવાળા અમે અત્યંત દિલગીર છીએ.
ત્રીસમાં કેવળજ્ઞાન-અષ્ટકમાં હજી વધુ વિચાર આપણે કરીશું. ભવાતીત અવસ્થા સંપન્ન મહાદેવનું સ્વરૂપ
એક અપેક્ષાએ આપણે વિચાર્યું કે પ્રથમના બે શ્લોકમાં સંકલેશજનક રાગનો, શમનાશક દ્વેષનો અને જ્ઞાન અને આચારને વિકૃતકરનાર મોહનો જેમના છદ્મસ્થભાવના જીવનમાં પણ અભાવ છે તેમને તે અવસ્થામાં મહાદેવ કહેવાય.
ભગવાન મહાવીરને બેતાલીસ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થયું. ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થજીવન જીવ્યા ત્યાર પછી સંસારનો પરિત્યાગ કર્યો અને બાર વર્ષ સુધી ઘોર સાધના કરી. આ બેતાલીસ વર્ષનો તેમનો જીવનકાળ છDભાવનો કાળ કહેવાય. (છમ એટલે સંસાર) આ કાળમાં તેમનામાં રાગાદિભાવોનો ઉદય જરૂર હતો છતાં તેઓના તે રાગાદિભાવો સંકલેશ વગેરેના જનક તો ન જ હતા માટે જ એ કાળમાં પણ તેમને મહાદેવ કહેવાય.
બેતાલીસ વર્ષની ઉંમરે તેઓ વીતરાગ બન્યા. અને સર્વજ્ઞ થયા. હવેના તેમના જીવનના શેષ ત્રીસ વર્ષ એ તેમનો ભવસ્થ કેવલી (જીવનમુક્ત) દશાનો સમય કહેવાય. આ દશમાં તેઓ વીતરાગ હતા અને સર્વજ્ઞ હતા માટે એમને મહાદેવ
Page #47
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
કહેવાય. આ વાત ત્રીજા શ્લોકના પ્રથમ પાદમાં થઈ.
આપણે એ મહાદેવની ભવાતીત (વિદેહ મુક્ત) અવસ્થાની વિશિષ્ટતા જોઈએ. આ અવસ્થામાં તેઓ શાશ્વત સુખના સ્વામી બને છે, સર્વ કર્મમુક્ત બને છે,
અને અશરીરી બને છે.
૪૭
(૧) શાશ્વત સુખનું સ્વામિત્વ :
સુખ બે જાતના. ભાડુત અને અસલી માલિકીનું. જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી ભગવાન યશોવિજયજી મહારાજે કહ્યું છે કે જગતના સુખ એટલે પડોશીને ત્યાંથી માંગી લાવેલા અલંકારને પહેરીને તેમાં આનંદ માણવાના સુખ.
જગતનું કોઈ પણ સુખ લાવો. બધું ય ભાડુતી છે ! પરાયી વસ્તુના ભોગનું એ સુખ છે.
આત્મા ચેતન છે. એના જ્ઞાનાદિ ગુણો છે. એનો જ એ માલિક છે. આત્માને વળગી પડેલા કર્મો આત્માના નથી. શુભ કર્મોના ઉદયોથી ઉત્પન્ન થતું સુખ પણ આત્માનું નથી.
‘ક્વીનમેરી’ મોટ૨ને એક અબજોપતિ માણસ પોતાની માને છે. વસ્તુતઃ એ તો છે એના જડકર્મની માલિકીની ચીજ.
એનો માનેલો પુત્રાદિ પરિવાર, એની માનેલી ધન વગેરેની સમૃદ્ધિ પણ એની નથી. માટે જ તો એ એના હાથમાંથી ગમે તે પળે ગમે ત્યાં સરકી જાય છે. અને એ પોક મૂકીને રડે છે.
કર્મની એ ચીજો ઉપર પોતાની માલિકીનો દાવો કરવો એ જ આ જગતનું મોટામાં મોટું અજ્ઞાન છે. એ અજ્ઞાન જ આ જગતના સર્વ દુઃખનું મૂળ છે. જ્ઞાનાદિગુણો સિવાય મારું કાંઈ જ નથી. રે! આ દેહ પણ મારો નથી એવી સત્યની નક્કર ભૂમિકા ઉપર જે સંતો ઊભા રહે છે એઓ કોઈપણ દુઃખની અનુભૂતિ કરતા નથી. દેહાદિના સુખને એઓ પોતીકા માનતા નથી તેમ દેહાદિના દુઃખને ય પોતીક માનતા નથી. એથી જ એના સુખ દુઃખમાં તેઓ સદા નિર્લેપ રહે છે. દેહ ઉપર ચંદનના લેપ થાઓ કે તરવારના ઘા પડો! બધું ય સમાન!
પરાયી ચીજની ઉપર માલિકીનો દાવો કરવો એ જ પાપ!
જે આ માલિકીનો દાવો કરતાં નથી એ પરાયી ચીજનાં શણગારમાં કે ભડકામાં લેશ પણ નિસ્બત ધરાવતા નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
| |_
४८
વીર ! મધુરી વાણી તારી
અને જે પોતીકી વસ્તુ છે તે આત્મા અને તેના જ્ઞાનાદિ ગુણો તો સર્વ અચ્છેદા, અધઆહ્ય, અકાઢે છે. એને કોઈ કાંઈ કરી શકતું નથી.
જેનામાં લાખો નગરોને એકસાથે તારા જ કરી દેવાની પ્રચંડ તાકાત ધરબાઈ છે તે હાઈડ્રોજન બોમ્બ આ આત્માના એક પણ પ્રદેશને તારાજ કરી શકતો નથી.
કદી જેનો અંશતઃ પણ વિનાશ ન થાય જેનો એક શ પણ કદી જડ ન બની શકે, જેની ઉપર કોઈ પણ તાકાત કશું જ કરી ન શકે એવો આ આત્મા છે.
એ જે મારી ચીજ એની માલિકીના દાવમાં મારે કદી રોવાનું નહિ. કદી શોક કરવાનો નહિ.
હું, હું નો જ માલિક. હું મારા જ્ઞાનાદિ અનંત ગુણોનો માલિક.
જે સંતોને આ ભાન થાય છે તે સંતો જગતની પરાયી ચીજના સંબંધોથી મુક્ત બને છે. પુદ્ગલના જગતને પીઠ કરીને આત્માની પ્રકાશમયી દુનિયામાં ચાલ્યા જાય છે.
પુદ્ગલ વિનાશી. એનું સુખ પણ વિનાશી. આત્મા અવિનાશી, એનું સુખ પણ અવિનાશી. છીછરા કૂવાના પાણીની સેર ક્યારેક પણ સુકાઈ જાય. પાતાળકૂવાની સેર તો સદા વહેતી જ રહે ને?
થર્મલ પાવર હાઉસના પ્રકાશ બેશક આવન-જાવન કરતા રહે; રત્નનો પ્રકાશ તો સદા સ્થિર હોય ને?
એટલું જ સમજી લો કે જગત વિનાશી છે. સ્ત્રી, પુત્ર, સંપત્તિ, બંગલા.. બધું જ નાશવંત છે.
અને તમારો દેહ પણ વિનાશી છે.
વિનાશી-વિનાશીનો પ્રેમ ગમે ત્યારે વેરાઈ જ જવાનો. બેમાંતી એકના પણ વિનાશે એ સુખનો વિનાશ જ થવાનો. એવા સુખને શાશ્વત બનાવવાની કલ્પનામાં રાચતો માનવ કદી પણ સુખી બની શકે નહિ.
જો આટલી સમજણ આવી જાય અને સ્વચ્છ, સંપૂર્ણ તથા શાશ્વત સુખની જ મજા ખ્યાલમાં આવી જાય તો બુદ્ધિમાન માનવ ભેળસેળીઆ, અધૂરા અને વિનાશી પોદ્ગલિક સુખોના રસાસ્વાદ માણવાનો કદી લોભ ન કરે.
Page #49
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પછી તો એવા તુચ્છ સુખો અને એના સાધનો પ્રત્યે એને નફરત જાગે, એની પાછળ થતી આજીવન મજૂરી એને ત્રાસ રૂપ બને. એ સુખો ખાતર વહી જતાં લોહીના આંસુ એની નજરે ચડતાં પોતાની કરૂણતા ઉપર એ નિસાસા નાંખે.
પત્તાનો મહેલ મહામહેનતે ઊભો થોય ન થોય. ત્યાં જ યમરાજે એક ટૂંક મારી.
૪૯
કડડડડભૂસ કરતો એ તૂટી પડયો.
ફરી નવી દુનિયા... નવી વાત... નવી મહેચ્છા... નવો સંસાર.
પત્તાનો મહેલ મહામહેનતે ઊભો કર્યો ન કર્યો ત્યાં ફરી યમરાજે એક ફૂંક મારી.
કડડડભૂસ કરતો એ તૂટી પડયો. ફરી નવી દુનિયા.
હાય! કરૂણતા સંસારના સુખોની! એ સુખો પાછળ પાગલ બનેલ જીવોની! આટલું જ સમજો. રોજ નજરે લાવો એ રંગ બેરંગી પત્તાનો મહેલ... ચણાયો અને પડયો...
પછી તમને કદી નહિ ગમે આવી બાલિશ પ્રવૃત્તિ! બાળ પણ ધૂળિયો મહેલ ઊભો કરીને પાડે છે! તો પ્રૌઢ પણ બાળ જ કહેવાય ને!
સંત બનનારનો આત્મા પૌદ્ગલિક આનંદોના આ ક્ષણક્ષણ વિનાશી સ્વરૂપને
પકડી પાડે છે : અને એથી જ એનાથી ઉદાસ થઈ જાય છે.
પછી આપમેળે છૂટતા જ જાય છે એ પુદ ગલોના સંબંધો ! બદા ય સંબંધ તૂટતા જ જાય છે.
નથી છૂટતો સંબંધ માત્ર દેહનો !
પરંતુ એ ય વિનાશી, અશુચિ છે એમ જાણીને એની મમતા પારાની જેમ વેરાઈ જાય છે.
બૌદ્ધ મતનો એક પાયાનો સિદ્ધાંત છે કે જે કોઈ વસ્તુ સત્ હોય-જગતમાં કયાંય પણ વિદ્યમાન હોય તે વસ્તુ ક્ષણિક જ હોય. આ સિદ્ધાંતને ચુસ્ત રીતે જેઓ પકડી રાખે છે તેઓ આત્માને અને તેના પોતાના સુખને પણ ક્ષણિક જ માને છે.
પરંતુ આવો ચુસ્ત સિદ્ધાંત બરોબર નથી. વસ્તુતઃ તો જગતની કોઈ પણ ચીજ સર્વથા ક્ષણિક છે જ નહિ. એટલે કે ઉત્પન્ન થતાંની સાથે તરત જ નાશ પામી જાય એવી ોત જગતની કોઈ પણ ચીજ નથી. કેમકે વસ્તુમાત્ર જેમ ઉત્પન્ન થાય છે તેમ
Page #50
--------------------------------------------------------------------------
________________
૫૦
વીર ! મધુરી વાણી તારી
સ્થિર પણ રહે છે અને પછી નાશ પણ પામે છે.
એટલે જ જે સત્ હોય તે ક્ષણિક હોય તે નહિ કહેતાં જે સત્ હોય તે ઉત્પાદધ્રોગ્ય અને વિનાશના ધર્મથી યુક્ત હોય તેમ જ કહેવું જોઈએ.
આ વિષયમાં આગળ ઉપર પંદરમાં અષ્ટકમાં ઘણું કહેવાનું છે એટલે આપણે અહીં લંબાણથી ચર્ચા કરશું નહિ. અહીં તો એટલું જ જણાવીને આગળ વધીએ કે એવા શાશ્વત સુખનો સંભવ જ નથી એવું ક્ષણિક સુખની જ સદા તન અનુભૂતિ કરનારાઓએ કલ્પી લેવું નહિ. કેમકે જો આત્માના સુખને ઢાંકતાં કર્મનો અંશતઃ ક્ષય થથાં જો અંશતઃ સુખ મળે છે તો એ કર્મનો સર્વાંશે ક્ષય અવશ્ય થઈ શકે અને તેમ થતાં સંપૂર્ણ સુખ પણ મળી શકે.
એટલે શાશ્વત સુખ છે જ. અને તેવા સુખના સ્વામીને જ મહાદેવ કહેવાય. સિદ્ધાર્થ પુત્ર બુદ્ધ જો આવા શાશ્વત સુખને જ માનતા હોય અને તેથી તેઓ પોતાને તેવા શાશ્વતસુખના સ્વામી ગણાવતા ન હોય તો તેઓ પોતે જ આપણને જણાવી દે ચે કે તેઓ મહાદેવ નથી.
(૨) અષ્ટકર્મ મુક્તિ : ભવાતીત (વિદેહમુક્ત) દશાને પામેલા મહાદેવનું આ શ્લોકમાં બીજું લક્ષણ અષ્ટકર્મ મુક્તિ કહ્યું છે. જ્ઞાનાવરણ આદિ આઠેય કર્મોના સર્વ અણુઓથી જેમનો આત્મા સર્વથા મુક્ત થયો છે તે જ આત્મા ભવાતીત અવસ્થાના મહાદેવ કહેવાય.
કોઈ પણ કર્મના કોઈ પણ એક અંશનું આત્માના સંબંધમાં રહેવું એ આત્મા માટે તો એક ભયંકર ત્રાસ છે. ચેતન, અને તે જડના સંયોગમાં! આ વાત જ ત્યંત વસમી છે.
શુદ્ધચરિત શેઠ કોઈ પરસ્ત્રીના રાગમાં! ભડકે જલતા અગ્નિનો કોઈ ખૂણો ઠંડો હિમ જેવો!
કમલવન ઉપર હિમનો ઠાર પડે એ કેવો ત્રાસ! પહેલવાન શરીરમાં રોગ! વનમાં દાહ! ભરબપોરે ઘનઘોર અંધકાર! ગ્રંથમાં મૂર્ખતાનું પ્રદર્શન! સ્નેહાળ કુટુંબમાં કજીઆ!
Page #51
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
આ બધું ય ભારે ત્રાસરૂપ બને છે. તેવો જ ચેતન ઉપર જડ કર્માણનનો સંબંધ ત્રાસરૂપ બને છે. પછી ભલે ને તે તીર્થંકર પરમાત્માનું ચેતનદ્રવ્ય કાં ન હોય! તેઓ પણ વિશ્વોપકારક નિનામ કર્મના અણુ-અણુને હટાવવાની-નાબૂદ કરવાની પ્રક્રિયામાં સદા સહજ રીતે સાબદા જ રહે છે.
સારા પણ કર્માણનો બંધ, ચેતન ઉપર ખોટો! કેમકે એ ય બંધ છે! એવા જડના સંબંધે ચૈતન્યનો ધબકારો ધીમો પડે જ પડે.
કર્માણના બંધ-સંબંધમાં ચૈતન્યનું જડીકરણ થાય છે. એ જ્ઞાની છતાં અજ્ઞાની બને છે, સુખી છતાં અસુખ બને છે, વીર્યવાન છતાં નિર્વીર્ય બને છે.
એવા ત્રાસરૂપ કર્માણના બંધ-સંબંધમાં રાચે માચે સંસારી જીવો.
મહાદેવ તો કદાપિ નહિ. એ તો એની ઘાતક તાકાતોને તોડી જ પાડતા હોય. અને બાકીના દુબળાઓના નાશમાં ય તત્પર જ હોય. અને વિદેહમુક્ત અવસ્થામાં મહાદેવ તો તે જ કહેવાય જેઓએ તમામ કર્માણની છાતી પોતાના પ્રારબ્ધ કર્મના વાઘનખથી વિદારી નાંખી હોય.
જેમને એક પણ કર્માણનો બંધ સંબંધ નથી તેમને કર્મજનિત રાગાદિભાવો નથી. પરમમાધ્યચ્યમાં એમનું પ્રકાશસ્વરૂપ સહજ રીતે સદા રમતું જ રહે છે. એટલે એઓ કદાપિ આ જગતમાં દોડી આવતા નથી. સમગ્ર જાતના દૃષ્ટા છતાં કોઈના દુઃખ જોઈને બચાવવા દોડતા નથી, કોઈના સુખ જોઈને શાબાશી દેવા દોડતા નથી. રે! પોતે જ પ્રવર્તાવી ગયેલા ધર્મતીર્થના વૃક્ષને મૂળમાંથી હચમચાવી નાંખવાનો પ્રયત્ન કરતાં કોઈ પાપાત્માને જોઈને એ ધર્મતીર્થના વૃક્ષની રક્ષા કરવા કાજે પણ દોડ મૂકતા નથી. આ જગતમાં કોઈ સ્ત્રીના પેટે જન્મ પણ લેતાં નથી.
જે અકર્મા બન્યા છે તે અજન્મા છે. કર્મ વિના જન્મ શક્ય જ નથી. અકર્માને જન્મ કેવો? અકર્માને જન્મની ઈચ્છા જ ક્યાંથી?
આશ્ચર્ય થાય છે એ ત જાણીને કે કેટલાક ધર્મશાસ્ત્રોમાં મહાદેવ બનેલાઓ ધર્મનો ધ્વંસ વગેરે અટકાવવાના હેતુથી આ જગતમાં જન્માવતાર લેવાનું જણાવે છે. એક વાર નહિ. વારંવાર!
અફસોસ ! મહાદેવ તો અકર્મા હોય!
Page #52
--------------------------------------------------------------------------
________________
| |_
વીર ! મધુરી વાણી તારી
કર્મના બીજ વિના જન્મના અંકુરા કયાંથી ઉત્પન્ન થાય? શીલવતી કુમારિકા પુત્ર-પ્રસૂતા શી રીતે બની શકે ?
રે! જન્મનો અંકુર તો તે કર્મ-બીજ ઉત્પન્ન કરે છે જે અજ્ઞાનની ધૂળમાં દટાએલું છે, જેની તાકાત હજી જીવતી-જાગતી જોગણ જેવી છે અને જેની ઉપર તૃષ્ણાના નીર સિંચાઈ રહ્યા છે.
સર્વ કર્મના સર્વ અણુઓને બાળીને એની ભસ્મ કરી દઈને ભગવાન બનેલા આત્માઓને કર્મનું તાકાતવાન બીજ જ ક્યાં છે? અજ્ઞાનની ધૂળ ક્યાં છે? તૃષ્ણાનાજલ ક્યાં છે?
એ બીજ, એ ધૂળ અને એ જલ વિના ય જન્મનો અંકુર ફુટી જાય! કેવી અસંભવિત વાત!
| શિષ્ટજનોમાં કેટલું હાસ્યાસ્પદ વિધાન! છતાં માની લઈએ કે આ રીતે કોઈ અશુભ જન્મના અંકુર જાણે છે. મરઘી ઈંડાને જણે તેમ..
પછી તેથી તો એ આત્મામાં કર્મનું બીજ, અજ્ઞાનની ધૂળ અને તૃષ્ણાનું જલ માની જ લેવું પડશે ને! કેમકે બીજ, ધૂળ અને જળ વિના અંકુર ત્રિકાળમાં કુટી શકતો નથી!
હવે જો આમ તે આત્માઓ પણ કર્મબીજાદિથી યુક્ત હોય તો તેઓ આપણા જેવા જ બની ગયા. પછી એ દેવોમાં મહાનતા શી? એમને મહાદેવ કેમ કહી શકાય?
મલિનમાંથી નિર્મળ બનવાની આરાધના એ જ આરાધના છે?
નિર્મળમાંથી જો પાછું મલિન બનવું પડતું હોય તો એવી નિર્મળતાને કોઈ ન ઈચ્છે!
એવા મોક્ષાપદને તો બાર ગાઉ છેટેથી જ નમસ્કાર!
(૩) શરીર મુક્તિઃ જેઓનો ત્મા સંસારથી સર્વથા પર થઈ ગયો છે તેઓને મહાદેવ તો ત્યારે જ કહી શકાય જ્યારે તેઓ શરીરમુક્ત હોય.
આ શરીર જ સર્વ દુઃખનું મૂળ છે. શ્રી સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે કે આજ સુધીમાં જીવ જે કોઈ દુઃખ પામ્યો હોય તે બધાયના મૂળમાં શરીરનું મમત્વ જ કારણ બન્યું છે. શરીરના મમત્વમાંતી સકળ સંસારનું જાળું જીવ-કરોળિયાની ચોમેર વીંટળાઈ વળ્યું અને એના તંતુના મમત્વે જ એને પરેશાન કરી મૂક્યો છે.
શરીરનું મમત્વ મનને થાય છે. માટે શરીર અને મન-બે-ભેગા મળીને સર્વ
Page #53
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
દુઃખો ઉત્પન્ન કરે છે. એટલે આપણે જે સંસાર પારગામીને મહાદેવ કહેવા છે તે આ દુઃખના મૂળ સ્થાન સમા શરીર અને મન વિનાના જ હોવા જોઈએ. જો એમ ન હોય તો શરીર અને મનના દુઃખે દુઃખી આપણા કરતાં દેવોમાં મહાનતા કયી વાતની?
૫૩
આ તો બહુ સીધી-સાદી સમજાઈ જાય તેવી વાત છે. છતાં કેટલાક
ધર્મશાસ્ત્રોમાં સંસાર પારગામી આત્માઓની મહાનતા બતાડવા માટે એમને વિરાટ શરીરની કલ્પના કરવામાં આવી છે.
આપણે નાનકડી કોડી જેવડી આંખવાલા પણ એ તો આખી પૃથ્વી જેવડી આંખવાળા છે, વિશ્વવ્યાપી એમનું મોં છે! વિશ્વવ્યાપી એઅમના હાથ છે! અને ચોમેર ફેલાયેલા એમના પગ છે.
આથી જ તેઓ આપણા કરતાં ઘણાં ઘણાં મહાન છે! રે! મહાદેવ છે ! જગતના જીવોને આંજી દેવાની કેવી અસંભવિત કલ્પનાઓ !
મહાદેવ બનાવી દેવાની ધૂનમાં પદાર્થ નિરુપણમાં ય કેટલી અસંગતિ!
જો વિશ્વમાં ચોમે૨ આંખો વ્યાી ગઈ હોય તો એ આંખોના આધાર સમું આંખોથી મોટું મુખ ક્યાં રહેશે ?
મુખ વગેરે જે પગના આધારે છે એ પગ ક્યાં રહેશે ?
વળી બીજી બાજુ મહાદેવની મહાનતા વર્ણળી દેવા માટે બીજી પણ એક વત મૂકી છે કે, “જગતના સામાન્ય જીવોને તો હાથપગ છે, એ જીવો મનથી પદાર્થનું જ્ઞાન કરે છે, આંખેથી જુએ છે અને કાનેથી સાંભળે છે પરંતુ આ તો જગતથી ૫૨ આત્મા-પરમાત્મા છે, એમને પણ હાથ-પગ? એમને ય આંખેથી જોવાનું ? અને કાનેથી સાંભળવાનું ? ના. ના. તો તો જગતના જીવો કરતાં એમની શી વિશેષતા ?
એ તો હાથ-પગ વિનાના જ છે. એ તો મન વિના પદાર્થનું જ્ઞાન કરે છે, આંખ વિના સમગ્ર જગતને જુએ છે! અને કાન વિના જ બધું સાંભળે છે! એ આખાય જગતને જાણે છે અન એમને કોઈ જાણતું નથી.
કેવું વિરોધાભાસી સ્વરૂપ-વર્ણન! એક બાજુ વિશ્વવ્યાપી હાથ-પગવાળા કહ્યા અને બીજી બાજુ સાવ હાથ પગ વગેરે વિનાના કહી દીધા!!! બેશક. આ બધી વાતો પરમાત્મા ભક્તિની દૃષ્ટિથી વર્ણવવામાં આવતી હોય તો આપણે તેની સામે વિરોધ ન કરીએ. જગતમાં એવા ય જીવો હોય છે જેમને આ રાહે, રાગાદિ દોષોનો નાશ કરવાની સિદ્ધિ મળી જતી હોય. અસ્તુ, હકીકતમાં તો મહાદેવ તેમને જ કહેવાય જેમને દુઃખના ઉદ્ગમસ્વરૂપ શરીર અને મન નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
જે કોઈ એવા હાથપગવાળા હો-નાના મોટા કે વિશ્વવ્યાપી - તે બધા ય મહાદેવ ન જ કહેવાય. ના, કદાપિ નહિ. અન્યથા જગતના હાથપગવાળા સર્વ જીવો મહાદેવ બની જશે.
૫૪
ભવાતીત (વિદેહમુક્ત) અવસ્થાને પામેલા તે જ આત્માઓ મહાદેવ કહેવાય જેઓ (૧) શાશ્વતસુખના સ્વામી હોય; (૨) જેઓ સર્વકર્માંશથી મુક્ત હોય; (૩) અને જેઓ અશરીર હોય - એ આ સ્લોકનો સર્વગ્રાહી સાર નીકળ્યો. એ ઉપરથી ક્ષણિક જ સુખનું સ્વામિત્વ માનનારા બુદ્ધના, અવતાર લેનારા દેવોના, અને વિશ્વવ્યાપી હાથપગવાળા ઈશ્વરોનાં મહાદેવત્વનો છેદ આપોઆપ ઊડી જાય છે.
અને આ ત્રણેય ગુણથી સંપન્ન ભવાતીત દશાને પામેલા ભગવાન જિનેશ્વરો મહાદેવ પદને પામી શકે એ વાત એકદમ સ્થિર થઈ જાય છે.
જે મહાદેવ બન્યા તે સર્વને પૂજનીય બન્યા ઃ
છદ્મસ્થ અવસ્થામાં જેમનો આત્મા સંકલેશજનક રાગવિહોણો હોય, સમતાને સળગાવી મૂકે તેવા દ્વેષવાળો ન હોય અને જ્ઞાન તથા આચારને મલિન બનાવે તેવા મોહવાળો ન હોય; ભવસ્થ કેવલી દશામાં જેમનો આત્મા વીતરાગ હોય અને સર્વજ્ઞ હોય.
ભવાતીત કેવલી અવસ્થામાં જેમનો આત્મા શાશ્વતસુખનું ધામ બન્યો હોય, સર્વકર્મમુક્ત હોય અને અશ૨ી૨ીર તથા મનવિહોણો હોય તે જ આત્માને મહાદેવ કહેવાય એમ આપણે અત્યાર સુધીની સઘળી વિચારણા દ્વારા નિશ્ચિત કર્યું.
આવા મહાદેવ સાચે જ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક-સઘળા ય દેવોને પૂજ્ય હોય એ તદ્દન સહજ છે.
જેનો ભાવનિક્ષેપ પૂજ્ય તેના નામાદિ નિક્ષેપ પણ પૂજ્ય :
જૈન દર્શનમાં જગતની વસ્તુ માત્રના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવસ્વરૂપ ચાર નિક્ષેપો બતાવ્યાં છે.
સમય બતાડતી ઘડિયાળ એ ભાવ ઘડિયાળ છે. એનું થ.... ડિ.....યા...ળ એવું જે નામ તે નામ ઘડિયાળ છે. એવા ઘડિયાળનું જે ચિત્ર તે સ્થાપના ઘડિયાળ છે. એ ઘડિયાળ તૈયાર થવા પૂર્વેના એના જે જુદા જુદા સ્ક્રુ વગેરે ભાગો અને વિભાગો, તથા એ ઘડિયાળ ભાંગી ભુક્કો થતાં એના જે છૂટા કટકાઓ... એ બધું દ્રવ્ય ઘડિયાળ છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
વિર ! મધુરી વાણી તારી
એક ભાવાત્મક વસ્તુની પૂર્વની અને પછીની અવસ્થા છે, તે વસ્તુનું દ્રવ્યસ્વરૂપ છે.
આ જ રીતે મહાદેવસ્વરૂપ પામેલા વીતરાગ-સર્વજ્ઞત્વાદિ ગુણયુક્ત આત્મા તે ભાવ મહાદેવ છે.
તેમનું મ...હા...દેવ.વ એવું જે નામ તે નામ મહાદેવ છે. તેમની પ્રતિમા કે તેમનું ચિત્ર વગેરે તે સ્થાપના મહાદેવ છે. તેમની પૂર્વની સાધનાની કે ગૃહવાસની અવસ્થા તે દ્રવ્ય મહાદેવ છે. જે વસ્તુનો ભાવનિક્ષેપો સુંદર તેનાં બાકીના ત્રણેય નિક્ષેપા સુંદર.... જેનો ભાવનિક્ષેપો અસુંદર, તેના બાકીના ત્રણે ય નિક્ષેપ અસુંદર.
એક દેશપ્રેમી માણસને જો જવાહરલાલ નહેરુ ગમે છે. (ભાવનિક્ષેપે) તો તે દેશપ્રેમી માણસને તેમનું નામ, તેમનું ચિત્ર અને તેમની બાલ્યાવસ્થાદિના જીવનની વાતો પણ એટલી જ ગમે છે.
એ જ માણસને ગાંધીજીના ખૂની ગોડસે ઉપર (ભાવનિક્ષેપા ઉપર) ભયંકર ધિક્કા જાગે છે માટે તેને ગોડસેનું નામ સાંભળતા ત્રાસ થાય છે, તેનું ચિત્ર જોતાં જ તેને ચીરી નાંખે છે. તેના બાલ્યજીવનની વાતો સાંભળવામાં તેને કદી રસ આવતો નથી.
જેવો તમારો ભાવનિક્ષેપા માટે ભાવ. તેવો જ બાકીના તેના ત્રણ નિપા ઉપર ભાવ.
જો ભાવનિક્ષેપાના મહાદેવ પૂજ્ય છે તો તેમનું નામ પણ પૂજ્ય છે. તેમનું ચિત્ર કે તેમની પ્રતિમા પણ પૂજ્ય છે. તેમનું (દ્રવ્યાત્મક) સાધના-જીવન પણ પૂજ્ય
છે.
અફસોસની વાત છે કે કેટલાક લોકો ભાવનિક્ષેપાને પૂજ્ય માનીને તેના નામનિક્ષેપાને પૂજ્ય માનવા છતાં સ્થાપનાદિનિક્ષેપાને પૂજ્ય માનતાં નથી.
જેવું નામ (અક્ષરસસ્વરૂપ) જડ છે તેવી જ સ્થાપના (ચિત્ર ગત કે મૂર્તિસ્વરૂપ) જડ છે. છતાં આ બેમાં એક જડને પૂજ્ય માનીને બીજાને જડ કહીને પૂજ્ય ન માનવાનો આગ્રહ કે રાખવામાં આવે છે તે સમજાતું નથી.
જો માટીની ગાય (સ્થાપના-ગાયો દૂધ દેતી નથી તો ગા. ય... એવું નામ પણ ક્યાં દૂધ દે છે?
Page #56
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
જો નામસ્મરણથી આત્મામાં પવિત્રતાદિ ગુણો પ્રગટે છે તો સ્થાપનાની ભક્તિથી પણ આત્મામાં પવિત્રતાદિ ગુણો કેમ ન પ્રગટે ?
૫૬
જો તેમાં કોઈ વાંધો હોય તો એ વાતો જવાબ આપવો પડશે કે દસવૈકાલિક સૂત્રના મૂળમાં જ વિત્તમિત્તિ ન નિાવ.... પંક્તિથી સાધુને સ્ત્રીનું ચિત્ર જોવાની મનાઈ કેમ કરવામાં આવી છે? જો સરાગીના એ ચિત્રમાં વિકાર ઉત્પન્ન કરવાની તાકાત હોય તો વીતરાગના ચિત્રમાં કે વીતરાગની મૂર્તિમાં સંસ્કાર પ્રગટ કરવાની તાકાત કેમ ન મનાય?
સ્થાપનાનિક્ષેપાને ન માનનારા દયાનંદ સરસ્વતીના અનુયાયીઓ કોર્ટે કેમ ગયા હતા? જ્યારે સનાતનીઓએ દયાનંદના ફોટાને ગધેડાના પૂંછડે બાંધી લાતો મરાવીને દોડાવ્યો હતો ત્યારે.
શા માટે કોંગ્રેસી વડાપ્રધાનનું પૂતળું જલાવતી મદ્રાસની ડી.એમ.કે. સરકાર ઉપર કોંગ્રેસીઓ રોષે ભરાય છે?
શા માટે માતૃભક્ત પુત્ર પોતાની મૃત પામેલી એ માતાની છબીના દર્શન કરતો ક્યારેક આંખમાંથી આંસુ વહાવે જાય છે?
આ બધા ય પ્રસંગો સ્થાપનાનિક્ષેપાની મહત્તા-અસરકારકતાને જ સાબિત કરી દે છે.
છતાં લગભગ ઘણા ધર્મપંથોમાંથી સ્થાપનાનિક્ષેપાનો ઈન્કાર કરતાં ફાંટાઓ નીકળ્યા જ છે. આવા મતોના મમતવાળા ધર્મગુરુઓ પણ પોતાના ફોટાઓ પુસ્તકોમાં છપાવે જ છે. અને એ મતનો અનુયાયીગણ પોતાના સ્વજનોના ફોટાઓથી ઘરની દિવાલો ઉભરાવી દે છે. એટલે એમણે સ્તાપનાનિક્ષેપો તો માન્યો જ છે માત્ર ઉપકારી ભગવંતોની પ્રતિમા જ માનવી નથી. કેવો ભયંકર કદાગ્રહ! અદ્ભુત. મૂળ વાત ઉપર આવીએ.
સૂત્રાત્મક શૈલી જેવા આ અષ્ટક લોકના પદ-પદમાં ગંભીર અર્થો ભરેલા છે. માનવનું મસ્તિષ્ક એમાંથી અર્થનો જેટલો તાર લાંબો કાઢી શકે તેટલો નીકળી શકે પણ મહાસંયમી ગ્રંથકારોના સૂત્ર-વાક્યોનાં અર્થોમાં એમના સંયમનું પણ ઓજસ મળેલું હોય છે. એટલે એ વાક્યોના ઐદમ્પર્યાર્થ સુધી પહોંચવા માટે તો આપણામાં વિશિષ્ટ સંયમનું બળ પણ હોવું ઘટે. માત્ર માથું નહિ ચાલી શકે.
બુદ્ધિના શોધેલા અર્થ તો વાચકના દિમાગને જ હલબલાવી શકે; દિલને હલાવી નાંખવા તો દિલના જ અર્થ જોઈએ.
Page #57
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૫૭
દિલને હલાવ્યા વિના આજે ચાલી શકે તેમ પણ ક્યાં છે?
જાતના દિલને હલાવી નાંખ્યા વિના પરાયા દિલને હલબલાવવા નિષ્ફળ મથતો પ્રચારક, ધર્મ-શાસનને ઘણું મોટું નુકસાન પહોંચાડે છે.
હા, જરૂર દિલ વિનાનો વક્તા પ્રચારક છે. દિલવાળો સાધક જ સાચો પ્રભાવક છે. અસ્તુ.
આપણે તો આપણા બળે જ ભગવાન હરિભદ્રસૂરિજીની અર્થ ગંભીરવાણીના તાર ખેંચવા રહ્યા.
ભગવાન હરિભદ્રસૂરિજીએ કહ્યું કે સર્વ દેવોને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોને-પણ જે પૂજ્ય છે તે મહાદેવ છે.
બીજી રીતે પણ આ વાક્યને ઘટાડી શકાય. સર્વદેવોને એટલે સર્વલોકને જે પૂજ્ય છે તે મહાદેવ કહેવાય. વિતરાગ-સર્વજ્ઞ સ્વરૂપ મહાદેવ સર્વને પૂજ્ય છે :
આવું અર્થઘટન કરવામાં ‘સર્વદેવ' શબ્દનો બહુવ્રીહિ સમાન કરવો; કર્મધારય નહિ.
જગતના આસ્તિક લોકો, કોઈને કોઈ બુદ્ધ, કપિલ, બ્રહ્મા વગેરે દેવને પૂજે છે. એટલે આ બધા (સર્વ) લોકો એક સમૂહની અપેક્ષાએ સર્વ દેવોના પૂજક છે જેઓ.. તે લોકો પણ સર્વદેવ કહેવાય. આમ સર્વદેવ = સર્વ પૂજકલોક અર્થ થાય. સર્વદેવોને = સર્વલોકને પૂજ્ય છે તે મહાદેવ કહેવાય.
અહીં પ્રશ્ન થાય કે સર્વલોકને તો કોઈ પૂજ્ય નથી? કેટલાકને બુદ્ધિ પૂજ્ય છે, કેટલાકને બ્રહ્મા પૂજ્ય છે, કેટલાકને મહાવીર પૂજ્ય છે. સર્વે પૂજ્ય એવી તો કોઈ એક વ્યક્તિ નથી જ.
આનું સમાધાન એ છે કે ચૂલદૃષ્ટિએ તો એ જ વાત બરોબર છે કે સર્વ આસ્તિકલોકને પૂજ્ય એવી એક વ્યક્તિ કોઈ જણાતી નથી. સૂક્ષ્મદૃષ્ટિથી વિચાર કરતાં આ વાત સુપેરે સાબિત થઈ જાય છે.
જુઓ... જે લોકો જે બુદ્ધ વગેરે વ્યક્તિને મહાદેવ તરીકે પૂજે છે તે લોકો તે બુદ્ધ વગેરે પોતાના પૂજ્યનો જે ઉપદેશ સાંભળે ચે તેનાથી તે બદા ય એ વાત નિશ્ચિતરૂપે માને છે કે એમના ઉપદેશ પ્રમાણે ચરણ કરવાથી આત્મા નિર્વાણ (મોક્ષ) પદને પામે.
Page #58
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
બુદ્ધ વગેરેનો ઉપદેશ પણ નિર્વાણપદની પ્રાપ્તિ માટેનો જ હોય. એટલે એમના ઉપદેશમાં રાગ-રોષના સાસારિક ભાવોથી મુક્ત થઈને વીતરાગ-વીતદ્વેષ બનવાની જ વાતો વારંવાર ઘૂંટાતી રહે. જ્યારે શ્રોતાઓ આવી જ વાતો સાંભળે ત્યારે પોતાના નિર્વાણ પદનું સ્વરૂપ રાગ-દ્વેષનો ખાત્મા બોલાવ્યાપછી જ આવે એ વાત પામે. અને તેવા રાગ-દ્વેષ વિનાના પરમાત્મા સમજીને જ તેઓ તેમને પૂજ્ય હોય છે. પછી ભલેને નામથી તેઓ તે પરમાત્માને ગમે તે કહેતા હોય.
૫૮
આમ બુદ્ધ વગેરેને માનનારા સર્વ ભદ્રક જીવો રાગ-દ્વેષ વિનાના વીતરાગ સર્વજ્ઞસ્વરૂપ મહાદેવને જ પૂજ્ય માને છે.
આમ વિશેષથી ભલે તે તે નામના તે તે દેવોને સર્વ આસ્તિક લોકો પૂજ્ય માનતા હોય પણ વસ્તુતઃ સામાન્યથી તો તે બધા ય તે વીતરાગ-સર્વજ્ઞને જ પૂજ્ય માને ચે આ વાત મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજએ અધ્યાત્મસારમાં બહુ સારી રીતે રહી છે. તે ગ્રંથના મારા ભાવાનુવાદને જોવાથી આ હકીકત ખૂબ સ્પષ્ટ થઈ જશે.
મહાદેવ સૂર્યયોગીઓના ધ્યેય-સ્થાને છે ઃ
જગતના કોઈ પણ આસ્તિક દર્શનને સ્વીકારીને મોક્ષ-પદની સાધના કરતાં સર્વ યોગીઓ ગમે તેનું ધ્યાન કરતાં હોય પરંતુ વસ્તુતઃ તો તેઓ વીતરાગસર્વજ્ઞન જ ધ્યાન કરે છે. કેમકે રાગાદિ-સાંસારિક ભાવોને એમણે દુષ્ટ માન્યા છે. એમને એનાં જીવનમાં કોઈ જંપ નથી, એ જગતમાં એમનેક્યુંય સંપ અને શાંતિ દેખાયા નથી. એથી જ એ જીવન એ જગતથી મુક્ત થવાની તેઓની તીવ્ર તમન્ના હોય છે. જેને રાગાદિના જીવનથી મુક્ત થવું છે તેને વીતરાગાદિ સ્વરૂપ બનવું છે એ વાત તો સહેલાઈથી સમજાય તેવી છે.
અધ્યાત્મ-જગતનો એક ન્યાય છે કે જેવા બનવું હોય તેવા બનેલાનું ધ્યાન ધો. વીતરાગ-સર્વજ્ઞસ્વરૂપ મહાદેવ બનવા માટે મહાદેવના સાચા સેવક બનીને તેમનું ધ્યાન લાગવો. સર્વ યોગીઓ વીતરાગ-સર્વજ્ઞ બનવા મતે છે માટે તેમનું બધાયનું તેવા વીતરાગ-સર્વજ્ઞ મહાદેવ જ ધ્યેય બને છે.
મહાદેવ એટલે સર્વ નીતિના ઉત્પાદક :
નૈગમાદિ સર્વનયો અને શામ-દામ આદિ સર્વ નીતિઓના પ્રકાશક જે હોય તે જ ભગવાન આદિનથે શામ-દામ આદિ નીતિઓ યુગલિકોને શબ્દથી બતાડી હતી.
Page #59
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
જ્યારે ભગવાન અજિતનાથ આદિ તીર્થકરોએ પણ પોતાની વાણીમાં વણાઈ ગયેલા પૂર્વોના શ્રતના પ્રકાશન દ્વારા તે નીતિઓ અર્થથી બતાડી જ હતી. આતી સર્વ તીર્થકર મહાદેવના સર્વોચ્ચ પદને પામેલા કહેવાય.
અહીં પ્રથમ અષ્ટકના ત્રીજા ચોથા શ્લોકનું વિવેચન પૂર્ણ થાય છે. આ વિવેચનમાં મહાદેવની છબસ્થતા, ભવસ્થકેવલિત્વ અને ભવાતીત કેવલિદશાની તે તે વિશિષ્ટતાઓ બતાડીને તે તે સઘળી અવસ્થાઓમાં તેઓને મહાદેવ કહ્યા જેમાં શાશ્વત સુખનું સ્વામિત્વ, અષ્ટકર્મમુક્તિ, અશરીરત્વ, સર્વદેવોનું પૂજ્યત્વ, વગેરે મહાદેવના લક્ષણો બતાવ્યાં.
હવે મહાદેવની ભવાવસ્થાને ઉચિત એક અદ્ભુત લક્ષણ પાંચમાં શ્લોકમાં જણાવ્યું છે તે આપણે જોઈએ. મહાદેવ એટલે મોક્ષમાર્ગના શુદ્ધ પ્રકાશકઃ
અત્યાર સુધી તો આપણે એ જોયું કે મહાદેવ તેમને જ કહી શકાય જેઓ પોતે રાગ-દ્વેષ અને મોહની ગુલામીમાંતી ઉદ્ભવતા અત્યંત નિન્દિત વર્તાવથી સંપૂર્ણ રીતે મુક્ત હોય.
એમના છદ્મસ્થ જીવનની પ્રવૃત્તિઓ પણ જીવનમુક્ત દશા પામવાની ઉતમ ભૂમિકાની તરફ જ ડગ-ડગ માંડતી હોય.
સંભવ છે કે તેઓ પોતાના ગૃહસ્થજીવનમાં લગ્ન કરે, વિષયભોગ પણ ભોગવે, રાજમહેલમાં રહે, રાજા બને અને યુદ્ધો કરે.. પરંતુ તે બધી પ્રવૃત્તિને તેઓ અત્યંત ત્યાજ્ય માનતા હોય એટલે તેમને તે બધુંય જ્યારે કરવાની ફરજ પડે ત્યારે જ તેઓ કરે. પ્રાયઃ નિકાચિત કર્મોના ઉધયો જ તેમને આવા કાર્યો કરવાની ફરજ પાડતા હોય છે.
દેખીતી રીતે વિષયભોગની કે યુદ્ધની પ્રવૃત્તિ સર્વીશે સાંસારિક કહી શકાય અને તેથી તેને ભયાનક પાપકર્મબંધની ઉત્પાદક પણ કહી શકાય. છતાં તીર્થકરોના આત્માઓ આવી પ્રવૃત્તિમાં પણ પાપકર્મનો ઝાઝો બંધ ન કરતાં પાપકર્મોનો વિપુલ ક્ષય કરનારા બને છે.
બેશક, વિષયભોગાદિની પ્રવૃત્તિ રાગાદિની ઉત્તેજના વિના શક્ય નતી પરંતુ છતાં એ ઉત્તેજનાથી બંધાતા કર્મ કરતાં એની તરફની સૂગનો જે પ્રચંડ મનોભાવ ભયંકર વેગથી ધસી રહ્યો છે તે પુરાણા અનંત પાપકર્મોના ભુક્કા બોલાવતો જ જાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ત્યાં પાંચ પાપકર્માણનો બંધ હશે તો પાંચ અબજ પાપકર્માણનો સંપૂર્ણ ળિનાશ હશે; જે પાપકર્મો સ્વયં વિનાશ નહિ પામતા હોય તેમના પણ અનેકોના રસ અને સ્થિતિઓના ભુક્કા બોલાઈ જાય છે.
આમ એ મહાદેવોના ગૃહસ્થજીવનની ત્યાગની પ્રવૃતિ તો પાપક્ષય કરનારી બને જ છે પણ ભોગની પ્રવૃત્તિઓ પણ પાપક્ષય કરીને એમના આત્માની શુદ્ધિને વધુને વધુ પ્રગટ કરતી જાય છે.
આમ રાગ-દ્વેષના ઘરમાં રહીને પણ આ આત્માઓ રાગદ્વેષની વાસનાઓનો વિનાશ જ કરતાં રહે છે.
આનું મુખ્ય કારણ તો વિષયો પ્રત્યેની ભવ્ય ઉદાસીનતાને પ્રગટ કરતું એમનું આક્ષેપક જ્ઞાન હોય છે એમ યોગદષ્ટિમાં ભગવાન હરિભદ્રસૂરિજી કહે છે જે મનમાં વિષયોની હેયતાનો ભાવ જીવંત બની ગયો છે એ મનવાળાનું તન ભોગદશામાં ય પાપનો નાશ કરતું રહે છે.
જે મનમાં વિષયો પ્રત્યેનું ભયાનક આકર્ષણ જામ થઈ ચૂક્યું છે એ મનવાળાનું તન તુગમ ય પાપકર્મોનો બંધ કરતું રહે છે.
મહત્ત્વનું છે મને.
આરાધના અવલંબે છે મનના ઝોક ઉપર. મનનું વલણ ત્યાગ તરફ તો ભોગમાં ય આરાધના. મનનું વલણ જો ભોગ તરફ તો ત્યાગમાં ય વિરાધના. તનના ઝોકનું મહત્ત્વ આ નિશ્ચયદૃષ્ટિમાં જરા ય નથી.
દૃષ્ટિ વિશારદો જ આ વાતને સમજી-પામી શકે બીજાઓ તો આવી વાતોથી ઊંધા જ પડે.
જે મહાદેવને પોતાના ગૃહસ્થજીવનમાં પણ આ રીતે ભોગમાં ય પાપક્ષય કરે ચે તેઓ ભોગને સારા ન માનવાના કારણે અંતે એકવાર ભોગોને બાહ્યથી પણ ત્યાગે છે. ભોગોમાં પાપક્ષયની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં એઓ એ ભોગોને ત્યાગે છે.
ડાકુથી પણ કોઈ વિચક્ષણ શાહુકારને લાભ થઈ જાય તો ય અવસર મળતાં જ તે ડાકુને ત્યાગે જ. કેમકે એ જાત ડાકુની છે. ડાકુના સંગીને જગત શાહુકાર કહેતાં અચકાય. જગતમાં રહેવું હો તેને ડાકુના લાભને અને સંગને જતો કરવો જ રહ્યો.
મહાદેવના આત્માઓ તો જગતના જીવોના દુઃખના મૂળ કારણ પાપને જાણી ચૂક્યા હતા. એ જીવોને એના ભરડામાંથી છોડાવવા માટે તો એમનો આત્મા પૂર્વના
Page #61
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ત્રીજા ભવમાં અત્યંત થનગની ઊઠ્યો હતો.
ભોગમાં રહીને ભલે પોતે પૂર્ણ પાપક્ષય કરવા સમર્થ હોય છતાં ભોગમાં રહેવાય કેમ? જગતના જીવોને એ ભોગો પાપવર્ધક બતાડવા હોય તો ભોગનો ત્યાગ કરવો જ રહ્યો !
માટે જ કરુણામયી માતાસમાં મહાદેવના એ આત્માઓ ભોગોને ફગાવીને નીકળી ગયા. ઘોર સાધના કરી એના પરિણામે કેવળજ્ઞાનનો અનંત પ્રકાશ પામ્યા. એમણે કર્મોના બંધ-અનુબંધ જોયા-જાણ્યા; દુઃખસુખના કારણો જાણ્યા, પાપપુણ્યના સ્વરૂપો જોયા.
રાગ-દ્વેષને જ દુ:ખના સર્જક જોયા.
રાગ-દ્વેષના સંપૂર્ણ વિનાશ વિના શાશ્વત સુખની પ્રાપ્તિની કોઈ શક્યતા જ નથી એ ય જોયું.
સર્વજીવોને શાશ્વત સુખના સ્વામી બનાવી દેવાનો એમનો સ્વભાવ જેવો બની ગયેલો ભાવ જીવતો હતો.
હવે તો પૂરબહાર ખીલી હતી એ ભાવની, સ્વભાવ બની જવાના કારણે સ્તો.
ભોગના જીવનમાં પણ જેમણે ત્યાગની ઝલક જમાવી હતી. હવે તો બહારથી પણ ભોગત્યાગી બનેલા મહાદેવોના આત્માએ ભોગજનક રાગ-દ્વેષના ભાવોનો સર્વનાશ બોલાવવાની તાતી સાધના આરંભી. એક મંગળ દિન આવ્યો જ્યારે રાગદ્વેષના ભાવોનો અંતિમ પરિણામ પણ મરી પરવાર્યો.
હવે તેઓ સાચા મહાદેવ બન્યા. વિશુદ્ધ વિચારના સ્વામી, હવે વિશુદ્ધ આચારના સ્વામિત્વની ટોચે પહોંચ્યા.
હવે જ તેમણે પોતાનું મોં ખોલ્યું. આજ સુદી તો તેઓ મૌન હતા. શું બોલે? કાંઈક ઊંધું વટાઈ જાય તો કેટલાનું અહિત થાય?
વળી સર્વોચ્ચ સદાચારને આત્મસાત્ કર્યા વિના બોલાય પણ શી રીતે? પરને સમજાવવા માટે માત્ર વિચારશુદ્ધિ જરા ય ન ચાલે. આચારની તંદુરસ્ત શુદ્ધિ વિના સદાચાર સેવવાની વાતોનો ઉપદેશ દેવો એ તો મહા અનર્થકર પ્રવૃત્તિ છે જે બોલવું હોય તે જીવનમાં આચરી બતાવવું રહ્યું.
આજે તો સદાચાર ભારે પડ્યો છે એટલે સદાચારીઓનો દુકાળ પડયો. અને આચારવિહોણા ઉપદેશકોના ટનના ટન ખડકાવા લાગ્યા.
Page #62
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સદાચારનું સેવન ભારે પુરુષાર્થ માંગે છે. સદાચારનો માત્ર ઉપદેશ તો અત્યંત સરળ છે. રે! ઉપદેશ-દાન જેવી સરળતમ પ્રવૃત્તિ આ જગતમાં બીજી કોઈ નથી.
‘સદાચારી’ તરીકે સસ્તી કીર્તિ પામી જવાનો આ સરળ ઉપાય આજે અનેક દંભીઓ અજમાવવા લાગ્યા છે. મોક્ષની વાતો કરનારના અંત૨માં મોક્ષનો પ્રેમ હશે કે નહિ એની શંકા પડે છે; એમના જીવનનો ભોગ જોવાથી.
૬૨
સદાચારની વાતો કરનારને સદાચાર પ્રત્યે કટ્ટર પક્ષપાત હશે કે નહિ? એમાં શંકા પડે છે; એમના અનાચારભર્યા વર્તાવ જોવાથી.
ન્યાય દેનારો અન્યાયી જોવા મળે છે.
લુલ્ચાઓની લુચ્ચાઈને ગાળો દેનારો લુચ્ચો જોવા મળે છે.
ધોળા કપડાવાળો ય કાળો હોઈ શકે એવી શંકા જ્યાં ને ત્યાં થઈ જાય છે.
ડાકુઓની ટોળી જ ડાકુને અપરાધી ઠરાવતી કોર્ટ બેસાડે છે.
મહાદેવ તો પોતાના જીવનના વિચાર સાથે આચારને ય ધરખમ પુરુષાર્થની ટોચ ઉપર સ્થિર કરે છે અને પછી જ એ આચારનો ઉપદેશ દેવાની પ્રવૃત્તિ કરે છે.
આ વાત માત્ર એમના માટે નથી. ષોડશક પ્રકરણમાં તમામ ઉપદેશકોને ચીમકી આપતાં ભગવાન હરિભદ્રસૂરિજીએ જણાવ્યું છે, કે, “બાળજીવોની સામે આચારવિહોણો ઉપદેશ આપશો તો અનત સંસારી બનશો.''
આચારવિહોણો પ્રભાવક! ઉપદેશદાતા કદાચ અનેક આત્માઓના અનંત સંસારને કાપી નાંખે.... અને પોતે પાપાનુબંદી પુણ્યનું જંગી ઉત્પાદન કરીને અનંત સંસારી બને.
આને અભવ્યનો જોડિયો ભાઈ જ કહેવો કે બીજું કાંઈ!
મહાદેવ તો તે જ બનેલા કહેવાય જેમના આચાર, અને ઉચ્ચાર અત્યંત સુસંગત
હોય.
એમના શબ્દોમાં તો બીજાને ઘણું ઘણું કહી દેવાની તાકાત હય જ પણ એમના આહા૨-વિહાર વગેરેના આચારમાં ય, રે! એમની ગંભીર મુખમુદ્રામાં ય ઘણું ઘણું તત્ત્વજ્ઞાન પીરસી દેવાની પ્રચંડ તાકાત પડેલી હોય.
ઉપદેશ સ્થૂળ છે, આચાર સૂક્ષ્મ છે.
સ્થૂળ કરતાં સૂક્ષ્મનું બળ સદા ગૌરવવંતુ હોય છે.
નિર્વાણપદને પામવાની તીવ્ર તાલાવેલીથી રાગ-દ્વેષની પ્રતિબંધક દિવાલોને
Page #63
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
તોડી પાડવા માટે જે મહાદેવોએ ઘોર પુરુષાર્થના ધણના ધણ ઝીકયાં, એકલા હાથે એકલવીર બનીને, એકાંતમાં જઈને.. એ મહાદેવો જ્યારે જગતના જંતુને ઉપદેશ આપવા લાગે ત્યારે એ નિર્વાણ-પદની પ્રાપ્તિ કરી લેવાનો જ ઉપદેશ આપે ને?. એમાં આડે આવતાં રાગાદિભાવોને ઝબ્બે કરવા માટે કઠોર બની જવાનો જ ઉપદેશ આપેને? જેને જે ચીજ ગમે તેની જ તે બીજાને પ્રેરણા કરે!
પાર્કર પેનનો રાગી, સહુને પાર્કર વાપરવાની જ પ્રેરણઆ કરે!
એને “વિલસન પેન પ્રત્યે તેનો ઉદાસીનભાવ હોય તો તેની વાત તે કોઈનેય ન કરે.
નિર્વાણનો રાગી નિર્વાણની જ વાતો કરે. સંસારની કદાપિ નહિ.
સંસાર ત્યાગીને વળી બીજાના સંસાર વધારની વાતો કરવાની હોય? તો સંસાર ત્યાગ્યો શા માટે? જો એ બીજાને આપવા જેવી ચીજ છે તો પોતે ત્યાગી શા માટે?
મહાદેવ તો નિર્વાણપદના જ ઉપદેશક! મહાદેવ તો ઘરબારી જીવનના ત્યાગના જ ઉપદેશ આપે.
ઘરબાર ત્યાગવા જેવા.. અગાર મટીને અણગાર બનવા જેવું; એવી વાતો જે ન કરે, લોકલાગણીમાં કે લોકમાંગણીમાં તણાઈને જે ઘરબારને ય ભોગવવા જેવા બોલી નાંખે, અગારમાં રહીને ય અણગારની આરાધના કરી શકાય એવું પ્રતિપાદન કરી નાંખે તે મહાદેવ નહિ, મહાદેવનો દાસ નહિ, રે! મહાદેવના દાસનો ય દાસ બનવા તે નાલાયક!
મહાદેવ કેવા શાસ્ત્રનું પ્રતિપાદન કરે?
(૧) મોક્ષ પ્રતિપાદક શાસ્ત્રઃ મહાદેવ અને મહાદેવના સેવકો તો તે જ કહેવાય જે વાતો કરે તો મોક્ષની જ કરે. બતાડે તો મોક્ષનો જ માર્ગ બતાડે.
(૧) આથી જ શાસ્ત્ર તે જ સુશાસ્ત્ર કહેવાય જે મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરતું હોય.
(૨) માત્ર મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરીને મુક્ત થઈ જાય તે ય અપેક્ષાએ બરોબર નથી. યોગ્ય આત્મામાં મોક્ષમાર્ગની પ્રીતિ-ભક્તિ જાગી જાય ત્યાંસુદી તે શાસ્ત્ર પાર ઊતરી જવું રહ્યું.
આત્મા જો યોગ્ય હોય તો શાસ્ત્રનું એ વાંચન-મનન પાપને પાપ ઠસાવી દે, ધર્મને ધર્મ કબુલાવી દે, પાપથી પીછેહઠ કરવાનું બળ આપે અને ધર્મના માર્ગે ભારે
Page #64
--------------------------------------------------------------------------
________________
૬૪
વીર ! મધુરી વાણી તારી
સ્વસથતા સાથે ચાલ્યા જવાનું જીવન બક્ષે.
મોક્ષ-શાસ્ત્ર એટલે? વાચક વાંચતો જાય અને નિર્વાણ-પદની પ્રાપ્તિ માટે અધીરો બનતો જાય; ભૂતકાળના પાપજીવનને યાદ કરીને આંસુ સારતો જાય; મોહવિજેતાઓને ભાવભરી વંદના કરતો એ પોતાના પાપોની નિકંદના કરતો જાય.
(૨) દીપકસમું શાસ્ત્ર : શાસ્ત્ર એટલે? મોહ શયતાનને ઝબ્બે કરવા માટેનું અદ્વિતીય અને અમોઘ શસ્ત્ર!
શરત છે માત્ર વાચકના જીવદળની યોગ્યતાની! પછી મોક્ષશાસ્ત્ર એનો મોક કરે એમાં કશી શકી નહિ.
શાસ્ત્ર છે ધીરગંભીર જ્યોતને ચોમેર ફેલાવતો જતો પ્રદીપ! કે જે મહામોહના ગાઢ અંધકારનો ખાત્મો બોલાવતો જ રહે છે.
શાસ્ત્રને સૂર્યની ઉપમા ન આપી શકાય. છતી આંખે જેનું ગરમાગરમ સ્વરૂપ ન જોઈ શકાય! આંખોને ય જે નિષ્ફળ બનાવે! આંખવાળાને ય અંધો બનાવે!
શાસ્ત્ર તો યોગ્યતાની આંખવાળી આંખ સફળ બનાવે, જીવન નિર્મળ બનાવે, ભવભવની યાત્રા સુંદર બનાવે. માટે જ તેને દીપકની જ ઉપમા યોગ્ય છે.
આંખવાળાને દીપક બેશક માર્ગ ચીંધે, બેશક ખાડો દેખાડે !
હા. આંખ વિનાના માણસને દીપક નકામો! તો યોગ્યતા વિનાના આત્માને શાસ્ત્ર પણ નકામું.
(૩) સંવાદી વાતોને કહેતું શાસ્ત્ર મહાદેવના કહેલા શાસ્ત્રની એક વધુ વિશેષતા જોઈએ. મહાદેવની વીતરાગતા વીતરાગપદની પ્રાપ્તિ કાજેના અને રાગાદિ ભાવોના અંધકારનો ઉચ્છેદ કરનારા શાસ્ત્રનું જ પ્રતિપાદન કરે છે.
અને એમની સર્વજ્ઞતા એ શાસ્ત્રમાં ક્યાંય કશો ય બેઢંગો વિચાર ટાળે છે.
સર્વજ્ઞ નિરૂપિત શાસ્ત્રમાં ક્યાંય વિસંવાદ ન જ હોય. શાસ્ત્રના આરંભમાં અમુક વિધાન કરવામાં આવે અને પછી શાસ્ત્રના મધ્યમાં કે અંતમાં તેનું વિરોધી વિધાન થઈ જાય એવું કદી ન સંભવે.
મોક્ષ જ ઉપાદેય. સંસાર જ હેય. મોક્ષના બનતાં સાધનો ઉપાદેય જ.
치
Page #65
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સંસારના બનતાં સાધનો હેય જ.
આ એક જ મુખ વિચાર છે, સર્વજ્ઞના શાસ્ત્રનો.
મોક્ષના એક જ ઉદ્દેશને બર લાવવાની વાત કરે, સર્વજ્ઞનું.
૬૫
સ્વર્ગના સુખમય સંસારને માત્ર પામવા માટેની અને નારકોના દુઃખમય સંસારને માત્ર ટાળવા માટેની એ સુકની આયતા અને એ દુઃખની હેયતાની વાતો એ કદી ન કરે. એમ કરવા જતાં નિર્ણીત કરેલા પરમ-સુખના ઉદ્દેશ સાથે વિરોધ આવી જાય.
આવો કોઈ પૂર્વાપર વિરોધાભાસ સર્વજ્ઞ મહાદેવના શાસ્ત્રમાં ન હોય. આવા શાસ્ત્રના નિરુપક જ મહાદેવ કહેવાય.
શાસ્ત્રમાં જેમ આવો પૂર્વાપર વિરોધ નામનો દોષ હોય છે તેમ કષ-છેદ અને તાપ પરીક્ષામાંતી શાસ્ત્રને પસાર ન થવા દેનારા દોષો હોય છે. આવા દોષોથી સર્વથા મુક્ત શાસ્ત્રના નિરુપક મહાદેવ કહેવાય.
અહીંથી આગળ વધતાં પહેલાં આપણે ઉપસંહારરૂપે કેટલીક મહત્ત્વની વાતોનું ફલિત જોઈ લઈએ.
(૧) મહાદેવ તે જ કહેવાય જેઓ સદાચારથી યુક્ત જ હોય.
આ વિધાનથી એ વાત ફલિત થાય છે કે શિષ્ટ માણસોને ન છાજે તેવા કોઈ પણ આચારવાળા કોી પણ માનવના કે કોઈ પણ દેવના આત્માને મહાદેવ કહી શકાય નહિ.
(૨) આ શ્લોકનાપરામર્શમાઁ બીજી વાત એ થઈ કે અમુક પ્રકારનું (મોક્ષનું પ્રતિપાદન કરતું વગેરે પ્રકારનું) શાસ્ત્ર જેમણે કહ્યું હોય તે મહાદેવ કહેવાય.
આ વિધાન ઉપરથી દિગંબર મતની એક માન્યતાનું ખંડન થઈ જાય છે. દિગંબરો એમ માને છે કે તીર્થંકરો બોલતા નથી. જ્યારે તેઓ સમવસરણમાં બેસે છે ત્યારે તેમના મુખમાંથી એક પ્રકારનો મસ્તકના ઉપરના ભાગમાંથી અવાજ નીકળ્યા જ કરે છે. આ અવાજને ગણધર ભગવંતો પણ સમજી શકતા નથી.
સમજે છે માત્ર દેવો.
તેથી તેઓ જ તેનો અનુવાદ કરીને લોકોને જણાવે છે કે ભગવંતે આ વાત
કરી.
દિગંબરો કેવલી ભગવાનને આહાર માનતા નથી. જો આહાર માને તો પાત્ર
Page #66
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
વગેરે ઉપધિ રાખવી પડે. તે રાખે તો અવશ્ય મૂચ્છ થવાની એમને આપત્તિ આવે છે.
(શરીર સાથે છતાં તેમાં મૂર્છા નથી થતી!) મૂચ્છતને કેવળજ્ઞાન નાસી જાય! એટલે વસ્ત્રપાત્ર તો ન જ જોઈએ એવું તેમનું મંતવ્ય છે. જ્યારે આ વાત તેમણે પકડી રાખી એટલે કેવલીને સુધાવેદનીયના ઉદયથી થથી આહારકરણની વાત પણ ઉડાડી. અને એમને પરમોદારિક શરીરની કલ્પના કરી.
હવે જો દેશનામાં મોંથી બોલે તો થાક લાગે, થાકી જાય તો ભૂખ લાગે તો વળી બધી મુશ્કેલીઓ ઊભી થાય.
તેમ ન બને તે માટે દેશનામાં વર્ષોચ્છારનો જ નિષેધ કરી દીધો.
ગમે તેમ એક પ્રકારનો અવાજ ખોપરી વગેરેમાંથી માત્ર નીકળ્યા કરે છે તેમ કહ્યું.
પણ આ કલ્પના બિલકુલ યુક્તિબાહ્ય છે. આવી રીતે ગમે ત્યાંથી નીકળેલો અવાજ આપ્ત-પુરુષનો જ છે એમ કોણ કબૂલ કરશે? એવા અવાનો અનુવાદ કરનાર અવિરતિના સ્વામી દેવોના અનુવાદની સત્યતા ઉપર વિશ્વાસ કેટલો? વળી ભગવંતની વાણી! અન તેને ગણધર ભગવંતો પણ ન સમજી શકે! એ ય કેટલું વિચિત્ર! કદાચ કોઈ દિગંબર પોતાના વિધાનનો બચાવ કરવા એમ કહે કે,
ભગવાન તો અચિન્ય પુણ્યના સ્વામી છે. એ પુણ્યથી નિષ્પન્ન થતાં એમના અથિશયોના ચમકારા આપણા મગજથી ન સમજી શકાય તેવા હોય છે.” તો તે વાત શાસ્ત્રયુક્ત સાબિત કરવી જોઈએ - પણ તેમ તો થઈ શકે તેમ નથી.
(૩) ઉપરની વિચારણામાં એ વાત પણ કહી છે કે મહાદેવ તેમને કહેવાય કે, “જેમનું કહેલું શાસ્ત્ર એ મોક્ષમાર્ગનું પ્રતિપાદક હોય.'' - આ વિધાનમાં “કહેલા શાસ્ત્રની” જે વાત કરી છે તેનાથી કોઈએ નહિ કહેલું એવું શાસ્ત્ર એની અસંભવિતતા, અને એવા શાસ્ત્રની અપ્રામાણિકતા સૂચિત થઈ જાય છે.
જગતમાં અનેક વચનરચનાઓ થઈ છે તેમાંથી એક પણ એવી વચનરચના બતાવો કે જેને કોઈ પણ પુરુષ રચી જ ન હોય. અને છતાં એ વચનોની રચનાસ્વરૂપે કોઈ ગ્રંથ તૈયાર થઈ ગયો હોય!
જો એક પણ વચનરચનામાં (ગ્રંથરચનામાં) એવો અપવાદ મળતો નથી કે તે પૌરુષેય ન હોય તો વચનરચના સ્વરૂપ વેદ પણ અપૌરુષેય કેમ હોઈ શકે રે! આ
Page #67
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
તો બહુ સીધી સાદી વાત છે કે શબ્દ તો તાલુ, જિહ્વા વગેરેના અમુક પ્રકારના સંયોગાદિથી જ ઉત્પન્ન થાય છે. અને તે ચાલુ વગેરે તો મુખને જ હોય, અને તે મુખ કોઈ પુરુષને જ હોય.
તાલુ, મુખ, અને પુરુષ વિના જ શબ્દની ઉત્પત્તિ? તદ્દન અસંભવિત વાત!
પુરુષ વિના! શબ્દોત્પત્તિ! કેવું વિરોધી વિધાન! વેદ! શબ્દ રચના સમૂહ સ્વરૂપ! અને અપૌરુષેય!
બે ય એકબીજાની વિરોધી વાતો છે. એટલે જો વેદો અપરુષેય હોય તો તે વાત જ અસંભવિત છે.
આપ્ત પુરુષના વચન ઉપર જ વિશ્વાસ મૂકી શકાય. જો વેદ આપ્તપુરુષ પ્રણીત ન હોય તો તેના વિધાનો ઉપર કદી વિશ્વાસ મૂકી શકાય નહિ. એટલે આ ન્યાયથી વચનરચનાત્મક વેદોને પૌરુષેય માનવા જ જોઈએ.
હવે જો તે વેદ-શાસ્ત્ર કોઈના કહેલા નક્કી થયા તો તે કહેનાર વ્યક્તિને મહાદેવ ત્યારે જ માની શકાય જ્યારે તે વેદ-શાસ્ત્ર મોક્ષમાર્ગનો જ ઉપદેશ દેતું હોય, પૂર્વાપર વિરોધથી મુક્ત હોય અને કષ, છેદ અને પાપ પરીક્ષામાંથી પસાર થઈ જતું હોય. આવું બધું વેદ-શાસ્ત્રમાં છે કે નહિ તે વાત આપણે આગળ જોઈશું.
(૪) ભગવાન હરિભદ્રસૂરિજીએ શાસ્ત્રને “મોક્ષપ્રતિપાદક' કહ્યું. એ ઉપરથી એ વાત નિશ્ચિત થાય છે કે સ્વર્ગ-મોક્ષ વગેરે અતિન્દ્રિય પદાર્થોની બાબતમાં તો શાસ્ત્ર જ પ્રમાણભૂત છે. આવા વિષયોમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણો કદી ચાલી ન શકે.
પ્રતયક્ષપ્રમાણનો જ આધ્રહ રાખનારા પોતાના જીવનમાં અનેક સ્થાને અનુમાન પ્રમાણનું અવલંબન લેતા હોય છે. પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ પણ અતીન્દ્રિય પદાર્થોમાં જ તેમને રાખવો હોય છે. રે! જે અતીન્દ્રિય છે એટલે કે ઈન્દ્રિયના વિષયમાં આવી શકે તેવા નથી તેના માટે એવો આગ્રહ રાખવો કે “તે પદાર્થ અમારી ઈન્દ્રિયનો વિષય બને તો જ અમે માનીએ એ તો કેટલું બધું બેહૂદુ વલણ કહેવાય!
તો તો પછી બુદ્ધિમાન માણસ પાસે અમે ય તેમની “બુદ્ધિ' નામની ચીજને પ્રત્યક્ષ જોવાનો આગ્રહ રાખીએ તો તેને તેઓ સંતોષી શકશે ને?
મૃત પામેલા દાદાને પ્રત્યક્ષ જોવાનો આગ્રહ સર્વથા સમુચિત જ ગણાશે ને? દાદાને પ્રત્યક્ષ ન કરી શકે તો તેમના અસ્તિત્વનો તબિયત ઈન્કાર થઈ શકે ને ?
પૃથ્વી પોતાની ધરી ઉપર કલાકના એક હજાર માઈલની ગતિના ભયંકર વેગથી
Page #68
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ફરી રહી છે એવી વૈજ્ઞાનિકોના મસ્તિષ્કની શોધખોળ અમને અપ્રત્યક્ષ હોવા માત્રથીઅમે બેધડક ઈન્કારીએ તો કશો જ વાંધો નથી ને ?
૬૮
ચંદ્ર ઉપર રશિયાના રોકેટ જઈને રશિયન ધ્વજ ખોડી દીધાની રશિયન વૈજ્ઞાનિકોની જાહેરાતને વધાવી લેનારા બધા નામદારોને બેવકૂફ કહેવામાં અમારી સામે કોઈ ઘરણું તો નહિ કરે ને ?
એ વાત તો સુવિદિત છે કેકેરીના રસની પારખ જીભ જ કરી શકે પણ હવે અમે કદાચ કાનથી રસની પારખ કેમ ન થાય ? એવો આગ્રહ રાખીએ તો મહાન સંશોધન
કે અપૂર્વ ચિંતક તરીકેનું આ વર્ષના ભારતરત્ન કે છેવટે ‘પદ્મશ્રી’નાં ખિતાબની રાષ્ટ્રપતિશ્રી અમને નવાજેશ કરશે જ ને?
ગુલાબની ગંધ ચક્ષુશિન્દ્રિયથી, અને પતંગીઆનઈ પાંખોના સુંદર રંગોનું દર્શન શ્રીત્રેન્દ્રિયથી કેમ ન થાય?
જે વસ્તુ જે ઈન્દ્રિયનો વિષય ન હોય તે જ ઈન્દ્રિયથી તે વસ્તુનું પ્રત્યક્ષ થવું જ જોઈએ એવો આગ્રહ પછી તો શા માટે બેવકૂફીભર્યો ગણવો જોઈએ. જો સ્વર્ગ મોક્ષ વગેરે વસ્તુઓ પાંચે ય ઈન્દ્રિયનો વિષય ન હોવા છતાં તેમનું તે ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ થવાનો આગ્રહ રાખનાર બેવકૂફનો રદાર ન ગણાતા બુદ્ધિમંતોમાં શિરદાર ગણાતો હોય તો!
ન્યાય તો બે ય સ્થાને તુલ્ય હોવો જોઈએ!!!
જ્યારે સ્વર્ગાદિ પદાર્થો અતીન્દ્રિય (ઈન્દ્રિયોથી અઘણ્ય) જ છે તારે તે સ્વર્ગાદિ પ્રત્યક્ષ (ઈન્દ્રિયગમ્ય) થાય તો જ માનવા એ આગ્રહ કેટલો બધો બેઢંગો અને બેવકૂફીભર્યો છે! છતાં આશ્ચર્યની વાત તો એ છે કે અપ્રત્યક્ષ પદાથો૪ માટે પ્રત્યક્ષનો આગ્રહ રાખનારા માણસોના આજે મૂલ્ય વધ્યા છે. આવા માણસો ‘ચિંતક’ કહેવાય છે. અને અપ્રત્યક્ષ પદાર્થના પ્રત્યક્ષનો આગ્રહ ન રાખનારા માણસોને ‘ધર્માન્ધ’ ‘રૂઢિચુસ્ત’ ‘વેદિયા’ કે ‘ચૌદમી સદીના જૂનવાણી' કહેવામાં આવે છે.
ખેર, શાસ્ત્રની સાચી સૂઝવાળાઓને તો વર્તમાન પરિસ્થિતિનુ જરા ય આશ્ચર્ય થતું નથી. કેમ કે ભોગસિકતાની ટોચે પહોંચેલો આજનો સમાજ પોતાના ભોગજીવનનો ત્યાગ કરવાની વાતો કહેનાર શાસ્ત્રોને, શાસ્ત્રોનાં પાઠકોને - તિરસ્કારી નાંકે એમાં આશ્ચર્ય શું?
મોક્ષ જેવું પરમપદ અને સ્વર્ગાદિ જેવા પરલોક હોય તો જ ભોગ-ત્યાગના ધર્મની જરૂર છે એટલે જેમને ભોગ-ત્યાગ કરવો જ નથી એ લોકો તો એ સ્વર્ગ
Page #69
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
મોક્ષની કલ્પનાને ધુત્કારી જ નાંખે ને? એ સિવાય ભોગના પાપમય જીવનની રક્ષા કરવા માટે એમની પાસે બીજો કોઈ રસ્તો જ નથી.
ગમે તેમ હો. જે હકીકત છે તે હકીકત જ રહેશે.
મોતના ભયથી ફફડતો ઉંદર આંખો મીંચી દે એટલે તરાપ મારવા તૈયાર થઈને ઊભેલો રાની બિલાડો ત્યાં છે જ નહિ એવું તો તેના માટે શી રીતે બને?
ખરીદી કરવા નીકળેલા માણસના ખિસ્સામાં પૈસા ન હોય તેની કાંઈ દુકાનમાં માલનો અભાવ થઈ જતો નતી.
ભયથી ફફડતો કે બેવકૂફીભરી હિંમતવાળો કોઈ માણસ કાળા ભોરીગને જોઈને પણ તેનો ઈન્કાર કરી દે કે તેને દોરડું જ માનીને ઊંચકી લે તેથી ભોરીંગ કાંઈ ભોરીંગ મટી ન જાય! એ કાંઈ એનો પરચો બતાવ્યા વિના ન જ રહે! એ કાંઈ દોરડું બની ન જાય!
સ્વ૪-મોક્ષના અતીન્દ્રિય પદાર્થોનું પણ આવું જ છે. ભોગરસિક આત્માઓ એ જ પદાર્થોને ન માનવા માટે પ્રત્યક્ષ પ્રમાણ માગે અને તે પ્રમાણથી ન મળે એટલે તેનો ઈન્કાર કરવાનો બાલિશ પ્રયત્ન કરે તેટલા માત્રથી તે પદાર્થોનું અસ્તિત્વ મટી જતું નથી.
અંધાને અગ્નિ ન દેખાય એટલે તેની સામે રહેલો અગ્નિ ધૂળ બનીને ધરતી ઉપર ઢળી પડતો નથી.
દેખતો માણસ આંખ મીંચીને ચાલે કે અંધકારમાં ચાલે તો ય સામે આવતાં થાંભલે અથડાઈને કુટાવાનો જ. ભલે ને ત્યાં તેણે થાંભલાનું અસ્તિત્વ માન્યું જ ન હોય; અને જો અસ્તિત્વ હોય તો આંખો મીંચનારને કે અંધકારમાં પણ ચાલનારને તે થાંભલો દેખાવવો જ જોઈએ એવી જોરદાર માગણી ભલે ને કરી હોય!
સ્વર્ગ છે નરક છે, મોક્ષ છે. શાસ્ત્રમાં જે કાંઈ કહ્યું છે તે બધું જ છે, છે, ને છે
જ.
એટલા જ માટે કે આ શાસ્ત્ર વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. ટૂંકમાં આપ્તપુરુષનું બનાવેલું છે માટે એના વિધાનોની પ્રામાણિકતામાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી.
અસત્ય કોણ બોલે? રાગી, દ્વેષી કે અજ્ઞાની! જે વીતરાગ છે; વીતદ્વેષ છે અને જે સર્વજ્ઞ (વીતમોહી) છે તેમના નિરુપણમાં અસત્યને કોઈ અવકાશ જ નથી.
Page #70
--------------------------------------------------------------------------
________________
૭૦
વીર ! મધુરી વાણી તારી
હજી ગધેડાને માથે કદાચ શિંગડા ઊગશે! આજના વૈજ્ઞાનિકો શિંગડાવાળા ગધેડાનું ઉત્પાદન પણ કરી દેશે;
હજી કુમારિકા સ્ત્રી પુરુષ વિના પ્રસૂતિ કરશે. વૈજ્ઞાનિકોની સહાયથી...
હજી આકાશમાં કુસુમ ઊગશે... અવકાશયાત્રી માટેના આકાશમાં અદ્ધર ફરનારા ફલેગ-સ્ટેશનો ઉપર!
પણ વીતરાગ સર્વજ્ઞ કદી અસત્ય નહિ બોલે. વીતરાગનું શાસ્ત્ર અપ્રત્યક્ષ મોક્ષ માર્ગની સર્વથા સત્ય રજૂઆત જ કરશે.
વીતરાગના સેવકોના અંતરમાં એમનાં રોમ-રોમમાં લોહીના બુંદ-બુંદમાં આ વાત પરિણામ પામી ગઈ છે.
મોક્ષશાસ્ત્રમાં એમને કદી ક્યાંય કોઈ અક્ષરમાં ય અપ્રામાણ્યનો સંદેહ હોતો જ નથી. - દરેક સમયમાં જમાનાનો પવન થય છે અને એ પવન અને કોના જીવનમાં વિકૃતિ સર્જે છે. એવા વાયુમંડળનો ભોગ બનેલાઓ કેટલીક વાર આવેશમાં આવી જઈને શાસ્ત્રોની સામે પોતાની બુદ્ધિની લાકડાની બુટ્ટી તરવાર ઉગામી દે છે. - એવા કેટલાક કહે છે કે, “જ્યારે પ્રત્યક્ષ બાબતોમાં પણ કહેનારો માણસ થાપ ખાઈ જાય છે અને તેના વિધાનની અપ્રામાણિકતા જાહેર થાય છે ત્યારે મોક્ષ જેવી અપ્રત્યક્ષ વાતોને કહેતું શાસ્ત્ર પણ તે વિષયના નિરુપણમાં થાપ ખાઈ જાય એમાં શી નવાઈ ?
સામે જ સાપ પડયો હોવા છતાં કોઈ માણસ તેને દોરડું કહી દે છે ને?
દૂર દૂર ઝાંઝવાના જ જળ હોય છતાં તેને સાચા પાણી માની લેવામાં નથી આવતાં ?'
શાબાશ. અશ્રદ્ધાના આવેશમાં કેવો ગોળો ગબડાવી મૂક્યો! આવા શ્રીમાનો જગતમાં બુદ્ધિમાનું અને ધીમાન્ તરીકે પંકાયા હોય છે! આ જુઓ એમની બુદ્ધિમત્તાનું પ્રદર્શન!
જો આ રીતે પ્રત્યક્ષ વિધાનો પણ અપ્રામાણિક બની શકે તો તો એવા બુદ્ધિમાનને કોઈ “સજ્જન શાહુકાર' કહેતો હોય તો તેનું વિધાન પણ અપ્રામાણિક ગણી શકાય ને! ભલે પછી વ્યવહારમાં તે સાચે જ સજ્જન શાહુકાર હોય!
એક સ્ત્રીને કોઈ સ્ત્રી કહે તે વિધાન પણ અપ્રામાણિક કહેવાય ને? સંભવ છે
Page #71
--------------------------------------------------------------------------
________________
વિર ! મધુરી વાણી તારી
કે તે પુરુષ ન પણ હોય? ઝાંઝવાના જળમાં ભૂલી પડનારી માનવની જાત અહીં પણ કેમ ભૂલી ન પડે?
ચાર પગવાળા ગધેડાને ગદ્ધો' કહેનાર પણ ખોટો હોઈ શકે ને? સર્પને રજૂ કહેનારો પણ ખોટો પડી જાય છે માટે !
રે! જગતના તમામ સત્યવિધાનો અપ્રામાણિક બની જશે. જો ભ્રાંતિના કારણે થતાં વિધાનોની અપ્રામાણિકતાને અભ્રાન્ત વિધાનોમાં પણ કલ્પી લેવામાં આવશે તો!
અને જો આ રીતે તમામ પ્રત્યક્ષ જ્ઞાનો અપ્રામાણિક ઠરી જશે તો બધા અનુમાનજ્ઞાન પણ અપ્રામાણિ ઠરી જશે. કેમકે પ્રત્યક્ષ પૂર્વક જ અનુમાન હોય છે. જો પ્રત્યક્ષ પણ અપ્રામાણિક! તો તેના દ્વારા થતું અનુમાન પણ અપ્રામાણિક!
આકાશમાં લાંબો લીસોટો પ્રત્યક્ષ જોઈ ન દેખાતાં રોકેટનું અનુમાન થાય છે - કે અહીંથી રોકેટ પસાર થઈ ગયું હોવું જોઈએ.
પણ જો લીસોટાનું પ્રત્યક્ષ જ્ઞાન જ અપ્રામાણિક વિધાન હોય તો રોકેટ પસાર થયાનું અનુમાન પણ અપ્રામાણિક જ સાબિત થઈ જાય!
ઘરમાં બેઠેલાને જેટવિમાનનો ભયંકર ઘરઘરાટ સંભળાય (કાનથી પ્રત્યક્ષ થાય) ત્યારે તે બેઠો બેઠો જ અનુમાન કરે છે કે જરૂ ૨ ઉપરથી જેટવિમાન પસાર થતું હશે! બેશક આ અનુમાન સાચું છે.
પરંતુ હવે જો પેલું ઘરઘરાટનું શ્રાવણ પ્રત્યક્ષ જ બ્રાન્ત હોય - અપ્રામાણિક ઠરતું હોય તો તેવી ભ્રાંતિથી થતું જેટની ગતિનું અનુમાન પણ બ્રાન્ત જ ઠરી જાય.
આમ જો અબ્રાન્ત પ્રત્યક્ષ માત્ર અપ્રામાણિક (ઝાંઝવાના જળમાં બ્રાન્તિથી સાચા જલનું જે પ્રત્યક્ષ થાય છે તે અપ્રામાણિક છે માટે) ઠરશે તો અનુમાન માત્ર અપ્રામાણિક સાબિત થશે.
આમ થતાં સર્વ આસ્તિક દર્શનોને માન્ય સૂત્ર કે “પ્રમાણ એ છે પ્રત્યક્ષ અને અનુમાન' એના ભુક્કા બોલાઈ જશે. સર્વ આસ્તિક દાર્શનિકો તો સ્પષ્ટ કહે છે કે સ્વર્ગ-મોક્ષ વગેરે અતીન્દ્રિય બાબતોમાં આગમવચન (અનુમાનપ્રમાણમાં આગમપ્રમાણ સમાઈ જાય છે) જ પ્રમાણભૂત ગણાય. કેમકે આ વિષયમાં પ્રત્યક્ષ પ્રમાણની ગતિ જ થઈ શકે તેમ નથી. વળી તેઓ કહે છે કે વીતરાગ સર્વજ્ઞોના આગમવચનને અનુસરીને જ શાસ્ત્રકારો અન્ય શાસ્ત્રગ્રંથોની રચનાઓ કરે છે એટલે એ શાસ્ત્રોમાં અપ્રામાણિકતાની કલ્પનાને કોઈ અવકાશ જ નથી.
Page #72
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ટૂંકમાં, સ્વર્ગાદિ અતીન્દ્રિય પદાર્થોની બાબતમાં આથમવચન જ પ્રામાણિક છે. જેમને શાશ્વતસુખના સ્વામી બનવું હોય તેમણે શાસ્ત્રવચનને જ પોતાની નૌકાનો નિર્યામક બનાવવો રહ્યો. એ વચનાનુસારી જીવન જીવનારા સાધકો જ પોતાની નૌકાને સંસારસાગરથી પાર ઉતારી શકે છે.
૭૨
બીજી બધી બાબતોમાં બીજું બધું ય કદાચ ચાલશે પણ મુક્તિમાર્ગની બાબતમાં તો એકમાત્ર શાસ્ત્રવચન જ આધાર બની શકશે. એ અતીન્દ્રિયપદાર્થોની બાબતોમાં બીજા કોઈની ગૂંજાયશ પણ જ નથી.
છતી આંખે, આંખ પાછળની પર્વતમાળાને ન જોઈ શકતો આંખેથી કદી ન દેખી શકે તેવા મોક્ષની વાતોનો ઈન્કાર કરવાનો અધિકાર જ પામી શકતો નથી.
છતી આંખે, આંખ સામે પડેલી ધોળી ચીજને ચોક્કસ ધોળી માનતો છતાં અંધાકરમાં કાળી જોનાર માણસ મોક્ષ ન દેકાવા માત્રથી અવગણી નાંખે તો તેને મરોલીની પાગલોની હોસ્પિટલમાં જ વહેલી તકે દાખલકરી દેવો એ જ સહુના હિતની વાત છે.
છતી આંખે આંખ સામે દેખાતા વિરાટ પર્વતને નાનકડા ટેકરા જેવડો દેખવો મન ન કબૂલે છતાંય - એવો માણસ મોક્ષની અનંતસુખ, અસાંયોગિક આનંદ, અનંતજીવનની વાતોનો ઉપહાર કરે. તો તેનો સહુએ ઉપહાસ કરીને બહિષ્કાર જ કરી દેવો જોઈએ. એવા ગાંડાંઓના ચેપ તો રોગીઓની દુનિયામાં જલદી ફરી વળે. ઘણાંના ભાવપ્રાણોનો વિનાશ થઈ જાય! માટે ચેતતો નર સદા સુધી!
અસ્તુ. જવા દો એ ઉપહાસની અને બહિષ્કારની વાતો.
આપણે એટલુ જ સમજી રાખો કે ભગવાન હિરભદ્રસૂરિજીએ ‘મહાદેવનિરુપિત શાસ્ત્ર મોક્ષમાર્ગનું જ પ્રતિપાદક હોય!' એમ કહીને આપણે મોક્ષાદિ પદાર્થોની બાબતમાં એવા શાસ્ત્રો જ પ્રામાણિક હોય એમ જ સૂચવ્યું એને જ આપણે સ્મરણમાં રાખીને આગળ વધીએ.
(૩) મહાદેવ નિરુપિતશાસ્ત્ર ત્રિકોટિ દોષર્જિત હોય ઃ પ્રથમ અષ્ટકના પાંચમા શ્લોકનું ચિંતન કરતાં આપણે મહાદેવ તિરુપિત શાસ્ત્રની બે લાક્ષણિકતાઓ વિચારી ગયા.(૧) તે શાસ્ત્ર મક્ષમાગનું જ પ્રતિપાદક હોય અને (૨) મોહાન્ધકારને ભેદી નાંખવા માટે દીપક સમું હોય.
હવે તે। શાસ્ત્રની ત્રીજી લાક્ષણિકતાને ધ્યાનમાં લઈએ,
Page #73
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
આપણે પૂર્વે જોયું કે મહાદેવનિરુપિત શાસ્ત્રના આદિ-મધ્ય અને અંતના (ત્રિકોટી) કોઈ પણ ભાગમાં વિરોધાભાસી વિચારનો દોષ ન હોય.
બીજી રીતે પણ શાસ્ત્રદોષોને વિચારી શકાય.
જેમ સુવર્ણની સો ટચની શુદ્ધિને જાણવા માટે કષ-છેદ અને તાપ પરીક્ષા હોય છે તેમ શાસ્ત્રની સર્વાગીણ શુદ્ધતા જાણવા માટે આવી ત્રણ પરીક્ષાઓ હોય છે. જો શાસ્ત્રમાં કોઈ પણ દોષ હોય તો તે આ ત્રણ પરીક્ષામાંથી કોઈક પણ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે નહિ.
એટલે જે શાસ્ત્ર મહાદેવનિરૂપિત હોય તે કષાદિ ત્રણેય પરીક્ષામાંથી ઉત્તીર્ણ થાય જ કેમકે તેના કોઈ પણ દોષ હોઈ શકે જ નહિ.
આવા નિર્દોષ શાસ્ત્રના નિરુપકને જ મહાદેવ કહેવાય.
અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે તમામ આસ્તિક શસ્ત્રો પોતાને તો મોક્ષ માર્ગના નિરુપક જ કહેવાના અને જીવોના અજ્ઞાનતિમિરના નાશક દીપકસ્વરૂપ પણ કહેવાના જ... પરંતુ તેમના કહેવા માત્રથી તે શાસ્ત્રો “મોક્ષમાર્ગ” કે “દીપક' સ્વરૂપ સાબિત તો ન જ થઈ જાય. તે માટે તેમની કસોટી હોવી જોઈએ.
ડાકુ પોતાના સફેદ કપડા બતાડીને પોતાને શાહુકાર કહેવડાવે તેથી શું?
પિત્તળ પોતાના ચળકાટે સોનું કહેવડાવે તેથી શું? જગતમાં દરેક ચીજની પોતપોતાની આગવી રીતરસમ મુજબની કસોટી હોય છે !
દૂધની શુદ્ધિ જાણવા માટે ‘લેકટો મીટર’ની કસોટી હોય છે! ઘીની શુદ્ધિ જાણવા માટે તેજાબની કસોટી હોય છે! પેશાબની શુદ્ધિ જાણવા માટે વિવિધ રંગોની કસોટી હોય છે! સાધુજીવની પાત્રતા જાણવા માટે ગીતાર્થની વિવિધ પરીક્ષાઓ હોય છે.
સહુ પોતાને શુદ્ધ જ કહે. પણ શુદ્ધિ તો તે તે કસોટી કહે તે જ પ્રમાણભૂત ગણાય.
દરેક શાસ્ત્ર ભલેને પોતાને મોક્ષમાર્ગ સ્વરૂપ અને દીપક સ્વરૂપ કહે પણ તે શાસ્ત્ર તેવું જ છે તેવો નિશ્ચય તો તેની કષ-છેદ અને તાપની પરીક્ષા શુદ્ધિથી જ થાય.
જે શાસ્ત્ર આ ત્રણેય પરીક્ષામાંથી પસાર થઈ જાય તે જ શાસ્ત્ર મોક્ષમાર્ગસ્વરૂપ અને દીપકસવરૂપ બની શકે. બાકીના તો મોક્ષની વાતો કરીને જગતની અર્થકામની
Page #74
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
વાસનાની આગોને, બહેલાવનારા જ બને! ઘનઘોર અજ્ઞાનના અંધકારમાં ધક્કે ચડાવી એમની ખોપરીઓના ચૂરા કરી દેનારા જ બને!
અહીં એક પ્રશ્ન થાય કે શું મોક્ષનું નિરુપણ કરતું શાસ્ત્રરૂપી સુવર્ણ આ કષછેદ અને તાપની પરીક્ષામાં કયાંય ને ક્યાંય નાપાસ થઈ જાય તેવું બની શકે ખરું?
ઉત્તર એ છે કે કદાચ બની પમ જાય.
હવે આપણે વિસ્તારથી શાસ્ત્ર-સુવર્ણની કષ વગેરે પરીક્ષાઓના સ્વરૂપ અને તે પરીક્ષામાં ક્યા શાસ્ત્રો પૂર્ણ ગુણ મેળવે છે અને કયા શાસ્ત્રો ત્રણમાંથી કેટલી પરીક્ષા સુધી પહોંચીને અટકે છે તે સઘળું જોઈએ.
સુવર્ણની આ ત્રણ પરીક્ષાઓ લોકપ્રસિદ્ધ છે. સહુ પ્રથમ તો સોનાને કસોટી ઉપર કસીને જોવામાં આવે છે કે તે સોનું કેવું છે? સોનાને ઘસતાં જ (કષ સાથે જ) સોનાનો કલર ઝળકે તો કષ પરીક્ષામાં એ સોનું ઉત્તીર્ણ થયું કહેવાય.
પણ જો પિત્તળ ઉપર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હોય તેને કસોટી ઉપર ઘસવાની કષ પરીક્ષાથી એ અંદરનું પિત્તળ પકડાય નહિ. એટલે તેનો નિર્ણણ કરવા માટે તે સુવર્ણ-લગડી ઉપર છીણીનો ગા કરવો પડે, એનાથી લગડી થોડી છેદાય અને તેમાં રહેલા પિત્તળની ખબર પડી જાય.
પણ કેટલીક વાર તો ઉસ્તાદ લુચ્ચાઓ વધુ પ્રમાણમાં ઢોળ લગાડી દઈને છેદ પરીક્ષામાં ય પિત્તળના ભેળની ખબર પડવા દેતા નથી. આવા વખતે તે સુવર્ણને અગ્નિમાં તપાવવું પડે છે. એ વખતે સોનું અને પિત્તળ કે તાંબું ઓગળીને જુદા પડી જાય છે. આને સુવર્ણની તાપ પરીક્ષા કહેવામાં આવે છે.
હવે શાસ્ત્ર-સુવર્ણની લગડીની કષ વગેરે પરીક્ષાઓ જોઈએ. કષપરીક્ષા – જ્ઞાનવાદઃ પરસ્પર અબાધિત વિધિપ્રતિષેધનું કથન તે કષ.
જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધનું નિરુપણ કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર સુવર્ણ કષ પરીક્ષામાંથી પસાર થી ગયું કહેવાય.
મન વચન અને કાયાના કરણ-કરાવણ અને અનુમોદનના વ્યાપારોમાં કયા કાય ઉચિત વ્યાપાર ગણાય અને કયા કયા અનર્થ દંડરૂપ વ્યાપાર ગણાય? એ વિષયનું નિરુપણ યાવજીવ માટે ત્રિવિધ-ત્રિવિધ, ભૂલ કે સૂક્ષ્મ પણ જીવહિંસાદિ કરવા ન જોઈએ. કેમકે એ જીવઘાત, મૃષાવાદ વગેરે પાપના સ્થાનકો છે.
આવા પાપસ્થાનકોનું મૂળ જીવના રાગાદિભાવો છે. એ રાગાદિભાવોનો ખાત્મો
Page #75
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
બોલાવી દેનારા સફળ યોદ્ધાઓ બને તેવા ધ્યાન તથા બાહ્ય અભ્યતર તપ વગેરે છે.
તે ધ્યાન-તપ વગેરે ધર્મસ્થાનકોને જીવનમાં ઉતારવા જોઈએ. જે શાસ્ત્રોમાં આ રીતે જીવહિંસાદિ પાપોના પ્રતિષેધનું અને રાગાદિનાશક ધ્યાન-તપ વગેરે ધર્મોનું વિધાન કરવામાં આવ્યું હોય તે શાસ્ત્રોના તે વિધાનોને આપણે જ્ઞાનવાદ સ્વરૂપ કહી શકીએ. આવા જ્ઞાનવાદવાળું શાસ્ત્ર પણ કષ પરીક્ષામાં ત્યારે જ ઉત્તીર્ણ થયું કહેવાય જ્યારે તે વિધાનો મોક્ષમાર્ગને અનુકૂળ (આત્મત્તિક) હોય. એટલે કે જો તેમાં અનુબંધમાં પાપસ્વરૂપ બને તેવી જીવહિંસા વગેરેન વિધિ ન જ નિરુપવો જોઈ જો. તેમ થતાં વિસંવાદ આવે. - દરેક શાસ્ત્રમાં વિધિ પ્રતિષેધ તો હોય જ પરંતુ વિધિપ્રતિષધ આત્યંતિક રહે તો જ તે કષ શાસ્ત્ર કષશુદ્ધ ગણાય.
પરસ્પર બાધિત વિધિ-પ્રતિષેધનું શાસ્ત્ર કષશુદ્ધ ન ગણાય, દા.ત. એક શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ એક જીવની હિંસામાં પાંચ વસ્તુની જરૂર પડે છે. (૧) પ્રાણીની, (૨) તે પ્રાણી છે એવા જ્ઞાનની, (૩) મારવાના અધ્યવસાયની (૪) મારવાના અધ્યવસાયવાળી ચેષ્ટાની અને (૫) પ્રાણનાશની. આ પાંચ ભેગા થાય ત્યારે એક જીવની હિંસા થાય.
હવે એ જ શાસ્ત્રમાં આ વિધાનથી પ્રતિકૂળ વિધાન કરવામાં આવ્યું છે કે જે જીવોને હાડકાં ન જ હોય તેવા નાના જીવોની તો એક ગાડા જેટલા જીવોની હિંસા થાય ત્યારે-માત્ર એક જ હિંસા ગણવી.
બેશક અહીં હિંસાદિ પાપનો પ્રતિષદ જરૂર સૂચિત થાય છે. પરંતુ એકવાર એક હિંસાને જ એક હિંસા ગણાવીને પછી અનેક જીવોની હિંસાને પણ એક જ હિંસા ગણાવીને પછી અનેક જીવોની હિંસાને પણ એક જ હિંસા ગણઆવતો વિરોધાભાસી પાપપ્રતિષેધ કર્યો છે. અહીં બેમાંથી એક પ્રતિષેધ તો અસત્ય છે જ. આ બાબત બિલકુલ અન્યાયસંગત હોવાથી તેવા શાસ્ત્રના પ્રતિષેધનું પાલન મોક્ષ ફલદાયી બની શકે તેમ નથી. માટે કષમાં પસાર ન થતું આ શાસ્ત્ર મોક્ષમાર્ગ બની શકે તેમ નથી.
હવે શાસ્ત્રોક્ત વિધિવાક્યને જોઈએ
એક શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે સાધકો મર્દ નું ધ્યાન ધર્યા કરે છે તે આત્માઓ સંસારના તમામ બંધનોને કાપીને મોક્ષપદ પામી જાય છે.” મર્દ એ એવું મંત્રબીજ છે જેમાં તે વર્ગ, વ વર્ગ વગેરે આઠ વર્ષના છેડે રહેતો “ કાર છે, જેમાં વર્ગની
Page #76
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
આદિમાં રહેતો મૈં કાર છે, જેમાં અગ્નિબીજ ર કા૨ છે અને જેની ઉ૫૨ શૂન્ય સ્વરૂપ આકાશ છે.
૭૬
આ રીતે એ શાસ્ત્રમાં અર્જુના ધ્યાનનો વિધિ બતાવ્યો પરંતુ આ વિધિ મોક્ષપદનો અવશ્ય પ્રાપ્ય નથી. કેમકે અર્જુના જપ માત્રથી રાગાદિ આંતર શત્રુઓનો વિનાશ થઈ શકત જ નથી.
એવું ઘણીવાર જોવા મળે છે કે અર્જુના જપનું જ પુષ્કળ ધ્યાન ધરનારાઓ પણ જ્યારે એ જપથી નિવૃત્ત થઈને બીજા કોઈ ભોજનાદિ કાર્યમાં વ્યગ્ર થાય છે ત્યારે તેમનામાં ભોજનાદિનો તીવ્રરાગ ‘એવો ને એવો' જોવા મળે છે. એ વખતે પેલા જપની કોઈ જ અસર એમના જીવનમાં દેખાતી નથી.
રાગાદિનો નાશ તો ત્યારે જ થાય જ્યારે એ રાગાદિ શત્રુઓની ભયંકર દુષ્ટતાને વારંવાર વિચારવામાં આવે, એ શત્રુના મિત્ર બનતા આત્માની ભાવીમાં થનારી કારમી દુર્દશાઓનો વિચાર કરવામાં આવે.
આવા રાગાદિના અપાય અને વિપાકોનું જેઓ વારંવાર ધ્યાન ધરે છે તેઓ તે ધ્યાનથી નિવૃત્ત થયા પછી પણ ભોજનાદિના કાળમાં રસ-લોલુપી બની જતાં દેખાતા નથી.
આવા રાગાદિના અપાય અને વિપાકોનું ચિંતન કરનાર આત્મા એ પાપોથી સર્વથા મુક્ત થયેલા પરમાત્માઓનું ધ્યાન ધરે છે તે બેશક તેમના જીવનમાં મોક્ષમાર્ગ પ્રતિ ઝડપી વેગ લાવી દે છે. આ બાબત અંગેની વધુ વિચારણા મેં મારા ‘વંદના’ નામના પુસ્તકમાં કરી છે. વિશેષ જિજ્ઞાસુને ત્યાંથી જોઈ લેવા મારી ભલામણ
છે.
ટૂંકમાં રાગાઘપાયાદિના ચિંતનસ્વરૂપ ધ્યાનવિધિ એ જ મોક્ષપ્રાપક-આત્યન્તિક વિધિ છે. એ ચિંતનગર્ભિત અર્જુનું ધ્યાન પણ સમુચિત છે. પરંતુ માત્ર અહંના જપનું સેવન કે અર્જુનું ધ્યાન તો મોક્ષપ્રાપક વિધિ જ રહી શકાય.
એટલે એવો વિધિમાર્ગ બતાડનાર શાસ્ત્ર કષ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયું ન કહેવાય.
ટૂંકમાં જે શાસ્ત્રોના વિધિ અને પ્રતિષેધ વાક્યો આત્યંકિ ફળ (મોક્ષ)ના પ્રાપક બની શકે તે શાસ્ત્રો કષ પરીક્ષામાં જ અનુત્તીર્ણ થઈ જાય છે. એમને છેદાદિ પરીક્ષામાં બેસવાનું જ રહેતું નથી.
Page #77
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૭૭
છેદપરીક્ષા - ક્રિયાવાદઃ
કષ શુદ્ધ શાસ્ત્ર તો મોક્ષના એક માત્ર હેતુભૂત બનતા વિધિ અને પ્રતિષધોનું જ્ઞાન કરાવ્યું. પરંતુ એકલા જ્ઞાનમાત્રથી કેમ ચાલે? દિલ્હી જવાની ઈચ્છાવાળા એક માણસને દિલ્હી શહેરના જ્ઞાનમાત્રથી ન ચાલે. દિલ્હી જવાનો રસ્તો પણ દેખાડવો પડે.
અહીં પણ વિધિ-પ્રતિષેધ બતાડ્યા પછી એ વિધિ અને એ પ્રતિષેધને સંપૂર્ણ રીતે સંગત રહે તેવા તેમના ઉપાયભૂત અનુષ્ઠાન (ક્રિયા) પણ દેખાડવા જોઈએ. શાસ્ત્રમાં જો જીવહિંસાનો પ્રતિષેધ કહ્યો અને ધ્યાન તપનો વિધિ કહ્યો તો હવે સાધકના જીવનની સાધના પણ એવી જ બતાડવી જોઈએ કે જે સાધના આ વિધિ પ્રતિષેધને અનુકૂળ બનતી હોય; પ્રતિકૂળ ન જ થતી હોય.
એટલે જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધને અનુકૂળ બનતો ક્રિયામાર્ગ બતાડવામા આવ્યો હોય તે શાસ્ત્રરૂપી સુવર્ણ લગડી છેદ પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થઈ ગઈ છે એમ કહી શકાય.
આ ઉપરથી એમ કહી શકાય કે જે શાસ્ત્રમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વગેરે ક્રિયાવાદ નિરુપવામાં આવ્યો હોય તે શાસ્ત્ર જ છેદશુદ્ધ કહેવાય; કેમકે આ ક્રિયાવાદ પૂર્વોક્ત વિધિપ્રતિષેધને સંપૂર્ણ રીતે અનુકૂળ બને છે. આવું છેદશુદ્ધ શાસ્ત્ર તો શ્વેતામ્બર માન્ય આગમશાસ્ત્ર જ બની શકે.
દિગંબર માન્ય શાસ્ત્રો ભલે કષશુદ્ધ હોઈ શકે છે; પરંતુ છેદશુદ્ધ તો નહિ જ બની શકે કેમકે તેમણે જીવહિંસા પ્રતિષેધ અને શુભધ્યાન-વિધિ બતાડ્યા હોવા છતાં એ બે ય ને અનુકૂળ બને તેવી જે આહાર-ગ્રહણની ક્રિયા છે કે જેમાં વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણની અનિવાર્ય રીતે જરૂર છે તેનો નિષેધ કરી દીધો છે! એઓ વસ્ત્ર, પાત્રાદિને રાખવામાં જ પાપ માને છે અને તેથી ગૃહસ્થના ઘરમાં જઈને ઊભા ઊભા બે અંજલિમાં જ બધું અન્નપાન લે છે. પાણિપાત્રી તરીકેનો અતિશય તર્થકરોને હોય છે. દિગમ્બર સાધુઓને તો તેવો અતિશય હોતો નથી એટલે હાથમાં લીધેલું; ઘણું અંગ ઉપરથી રેલાતું-પડતું નીચે રાખેલી કુંડીમાં પડે છે.
આવા એંઠામાં અસંખ્યજીવોની ઉત્પત્તિ અને નાશ થાય છે. વળી જે વસ્તુ તેઓ હાથમાં લે છે તેને ખુલ્લી કરીને તેઓ જોઈ શકતા નથી એટલે તે વસ્તુમાં સંભવિત ત્રસ જીવોની પણ ભોજન દ્વારા હિંસા થઈ જાય છે !
આમ પિડુગ્રહણની એમની ક્રિયાનું વિધાન જ એવું છે જે જીવહિંસા પ્રતિષેધને
Page #78
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
અનુકૂળ બની શકતું નથી. આમ દિગંબરશાસ્ત્ર છેદપરીક્ષામાં નાપાસ થઈ જાય છે.
અથવા તો જે શાસ્ત્રમાં દેવોની સામે યતિઓને સંગીત વગેરે દ્રવ્યભક્તિ કરવાનું કહ્યું છે, જે શાસ્ત્રમાં હાસ્ય વગેરેની ઘેલી ચેષ્ટાઓ તથા અસભ્ય ભાષા વગેરે યતિઓને બોલવાનું વિધાન છે તે શાસ્ત્રો પણ છેદશુદ્ધ નહિ બને. કેમકે તેમાં કહેલી આ બધી ક્રિયા જીવહિંસાના પ્રતિષેધને તથા વિશુદ્ધધ્યાનના વિધિને પ્રતિકૂળ જનારી છે.
ટૂંકમાં જેના વિધાનો મોક્ષના ઉદ્દેશને સંપૂર્ણ બર લાવે તેવા વિધિ પ્રતિષેધવાળું શાસ્ત્ર કષશુદ્ધ કહેવાય અને તે વિધિ પ્રતિષેધને અનુકૂળ બનતી ક્રિયાઓનઉં જેમાં વિધાન હોય તે છેદશુદ્ધ શાસ્ત્ર કહેવાય. તમામ શાસ્ત્રોની કષ-છેદની પરીક્ષા કરતાં શ્વેતામ્બર આગમશાસ્ત્ર જ આવું બની શકે છે.
તાપશુદ્ધ શાસ્ત્ર - તત્ત્વવાદઃ
જે શાસ્ત્ર ભાવ (તત્ત્વ) વાદ પ્રધાન હોય તે તાપશુદ્ધ શાસ્ત્ર કહેવાય.
આત્મા એ તત્ત્વ છે, તેનાં સ્વરૂપનું એવું નિરુપણ હોવું જોઈએ કે જેથી એવો આત્મા પૂર્વોક્ત મોક્ષપ્રાપક વિધિપ્રતિષેધ અને વિધિપ્રતિષેધને અનુકૂળ ક્રિયાવાદને અમલી બનાવી શકે. એવું આત્માનું સ્વરૂપ-નિરુપણ આવું જ હોઈ શકે કે (૧) આત્મા જેવું - શરીરથી ભિન્ન-એક સ્વતંત્ર તત્ત્વ છે. (૨) તે આત્મા, દેવ, મનુષ્ય,
સ્ત્રી, પુરુષ સંસારી, મુક્ત વગેરે અનેક સ્વરૂપો-પરિણામો પામવા છતાં સ્વયં નિત્ય છે. જેમ સુવર્ણની લગડીમાંથી બંગડી, ઘડિયાળનો પટ્ટો, સોનાનો હાર વગેરે ઘણા પરિણામો ફરવા છતાં સુવર્ણ સ્વયં તે બધી અવસ્થામાં કાયમ રહે છે. આવા વિવિધ પરિણામોવાળો એવો નિત્ય આત્મા છે; અર્થાત્ આત્મા પરિણામી નિત્ય દ્રવ્ય છે. પરંતુ એવા પરિણામો વિનાનું - કૂટસ્થ – નિત્ય દ્રવ્ય નથી.
(૩) આવો આત્મા કર્મ વગેરેથી બંધાય છે. એટલે કે તે કર્મનો કર્તા છે. (૪) અનાદિકાળથી બંધાતા કર્મનો ભોક્તા બનીને તે આત્મા કવચિત્ કર્મથી મુક્ત થઈ શકે છે. (૫) આત્માને સર્વ કર્મક્ષય સ્વરૂપ મોક્ષ થાય છે. (૬) એવા મોક્ષના ઉપાયભૂત અહિંસાદિ ધર્મ છે, જ્યારે આત્માના કર્મબંધના ઉપાયભૂત હિંસાદિ પાપો પણ જગતમાં વિદ્યમાન છે.
આત્માનું સ્વરૂપ જો આવું હોય તો તેને બંધાતા કર્મનો ધ્યાન અને તપ વગેરે અનુષ્ઠાનોથી આરાધના દ્વારા વિનાશ કરી શકાય, અને એ રીતે આત્યન્તિક વિનાશ પણ સાધી શકાય.
Page #79
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૭૯
જગતમાં એવા અનેક શાસ્ત્રો છે જેઓ આત્માના ઉપરોક્ત છ સ્વરૂપમાંના કોઈને કોઈ સ્વરૂપથી વિપરીત નિરુપણ કરે છે.
(૧) ચાર્વાકો આત્માને શરીરથી ભિન્ન તત્ત્વસ્વરૂપે માનતા નથી.
(૨) બૌદ્ધો આત્માને પરિણામીનિત્ય માનતા નથી. તેઓ એકાંતે અનિત્ય માને છે.
(૩) સાંખ્યો આત્મા (પુરુષ) ને કર્મનો કર્તા માનતા નથી.
(૪) તેઓ તેને કર્મ-ભોક્તા પણ માનતા નથી. અથવા તો બૌદ્ધો કહે છે કે આત્મા કર્મનો કર્તા છે પરંતુ તે એકાંત ક્ષણિક હોવાથી બીજી જ પળે તેનો નાશ થઈ જાય છે. એટલે કર્મનો ભોક્તા તે બની શકતો નથી.
(૫) યાજ્ઞિકમત કહે છે કે આત્માને અનાદિકાળથી કર્મ વળગ્યા છે, તે પોતે ય અનાદિકાળથી રાગાદિ ભાવસ્વરૂપ છે. જે અનાદિભાવો હોય તેનો અંત હોઈ શકે નહિ માટે આત્માનો કર્મથી અને રાગાદિથી સર્વથા મોક્ષ અસંભવિત છે.
(૬) માંડલિકમતવાળા કહે ચે કે આત્માનો આત્મત્તિક મોક્ષ તો થઈ શકે છે; પરંતુ તે એકાએક-અકસ્માત-થઈ જાય છે. મોક્ષ થવામાં અહિંસા વગેરે મહાવ્રતોની અથવા તો રત્નત્રયીની આરાધના એ હેતુ નથી.
હેતુ વિના જ મોક્ષસ્વરૂપ કાર્ય થઈ જાય છે ! આ આત્મા નથી. પરણામી નિત્ય નથી, કર્તા નથી, ભોક્તા નથી, મોક્ષ નથી તેના ઉપાયો નથી - આ છ નથી' વાક્યાત્તવાળા સ્થાનોને મિથ્યાત્વના છ પદ કહેવાય છે. આ છમાંની કોઈ પણ એક માન્યતાવાળો આત્મા મિથ્યાત્વની કહેવાય છે.
જ્યારે “આત્મા છે વગેરે છ માન્યતાવાળો આત્મા જ સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
આ ષસ્થાન અંગે વધુ જાણવાની ઈચ્છાવાળા ચિંતકે સન્મતિ તર્ક, ષોડશક તથા અધ્યાત્મસાર ગ્રંથો જોઈ લેવા.
મેં કરેલા અધ્યાત્મસારના સમ્યકત્વ અધિકારના ભાવાનુવાદમાં આ વિષયના પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષને ખૂબ વિસ્તારથી ચર્યો છે.
ષસ્થાનનો સંપૂર્ણ સ્વીકાર કરનાર શાસ્ત્ર તપશુદ્ધશાસ્ત્ર કહેવાય. તેવું શાસ્ત્ર છે એક માત્ર શ્વેતામ્બર જિનાગમશાસ્ત્ર.
કષ-છેદ અને તાપ પરીક્ષાનું નિરુપણ મહોપાધ્યાય ભગવાન્ યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મોપનિષત્ ગ્રંથમાં કર્યું છે ત્યાંથી પણ જોઈ લેવા ભલામણ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
જે શાસ્ત્ર ઉપરોક્ત કષ-છેદ અને તાપની અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ જાય તે જ શાસ્ત્રના નિરુપક મહાદેવ કહેવાય.
અંત સુધીની સમગ્ર વિવેચનાનો સાર એ આવ્યો કે મહાદેવ તેમને કહેવાય. જેઓ (૧) વીતરાગ (૨) સર્વજ્ઞ (૩) શાશ્વત સુખના સ્વામી (૪) કર્મમુક્ત (૫) અશરીરી (૬) મોક્ષ માત્ર નિરુપક, (૭) મોહ તિમિર ઘાતક, (૮) ત્રિકોટિ દોષરહિત શાસ્ત્ર પ્રણેતા હોય.
આ સઘળા ય ગુણથી યુક્ત મહાદેવ કહેવાય. પછી નામથી તેઓ બુદ્ધ, ઈશુ કે જિન હોય તેની સાથે ઝાઝી નિસ્બત નથી. પણ જગતના તમામ દાર્શનિકોએ કલ્પલા મહાદેવના જીવનનું સ્વરૂપ અને મૂર્તિની કલ્પનાઓ જોતાં અંતે એ જ હકીકત સુનિશ્ચિત બની જાય છે કે ભગવાન જિન સિવાય બીજા કોઈ પણ દેવ “મહાદેવનું સર્વોચ્ચ પદ અસલમાં તો બેશક પામી શકતા નથી.
અસલી મહાદેવ એક જ છે ભગવાન જિન. રાગાદિ વિજેતા. નકલી મહાદેવ બાકીના બધા ય છે બુદ્ધ વગેરે.
પ્રશ્ન-ભલે મહાદેવનું વીતરાગ વગેરે સ્વરૂપ તમે નક્કી કર્યું પરંતુ અમને એક પ્રશ્ન થાય છે કે જો મહાદેવ ખરેખર રાગ વિનાના-વીતરાગ હોય તો તેમની આરાધનો શી રીતે કરવી?
જો ગુણ-સ્તુતિથી આરાધના કરીએ અને તેથી તે અમારી ઉપર પ્રસન્ન થઈ જાય તો તેમનામાં વીતરાગતા ક્યાં રહી? એ તો સરાગ બની જાય ને?
જો તેમની નિંદા કરીએ તો સ્તવ-સ્તોત્રો વગેરે વ્યર્થ જાય. નિંદાથી આરાધના કરવાની હોય તો મહર્ષિઓએ શા માટે સ્તવનો વગેરે બનાવ્યા?
આ જ દોષ મહાદેવની ઉપેક્ષા સ્વરૂપ અમારી આરાધનામાં આવે છે!
તો પછી હવે તેમની આરાધના કરવી શી રીતે? છે એવો કોઈ ઉપાય જેને આરાધતાં તેમનું વીતરાગત્યાદિ સ્વરૂપ અબાધિત રહે? સ્તવાદિ વ્યર્થ ન જાય? મહાદેવનું આરાધન - આજ્ઞાના પાલનમાં
ઉ.-હા. જરૂર છે. અમે તો ત્યાં સુધી કહીશું કે મોક્ષશાસ્ત્ર નિરુપકને જ મહાદેવ ન કહેવાય.
મહાદેવ તો તેમને જ કહેવાય જેમની આરાધના (પ્રસન્નતા)નો ઉપાય તેમણે આપણને કરેલી આજ્ઞાનાં પાલનસ્વરૂપ જ હોય.
Page #81
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
બેશક, તેમની આજ્ઞાના પાલનથી પણ તેઓ પ્રસન્નતા પામતા નથી. વીતરાગ કદી પ્રસન્નતા પામે જ નહિ, છતાં એમની આજ્ઞાનું પાલન એ એવો અપૂર્વ ધર્મ છે કે તેને આરાધનાર વ્યક્તિ અવશ્ય અભ્યદય અને મોક્ષને પામે છે. આજ્ઞાપાલનનું આવું ફળ આવવાથી આપણે ઉપચારથી જ એમ કહી શકીએ કે આજ્ઞાપાલનથી જાણે કે મહાદેવ પ્રસન્ન થયા અને તેથી જ આપણને આવું ફળ મળ્યું.
સામે સોનાની લગડી પડી છે આઅને એક ભિખારીનું મન તે તરફ લલચાય છે. એ વખતે એ બોલે છે કે સોનાની લગડીએ મારું મન લલચાવ્યું.
શું જડ એવી લગડી ભિખારીનું મન લલચાવી શકે ખરી? છતાં જેમ આ વક્યનો ઉપચાર પ્રયોગ થઈ શકે છે તેવું પ્રસ્તુતમાં પણ સમજવું.
જે વીતરાગ છે તેઓ રાગદશારૂપ પ્રસન્નતાને કદી પામત નથી. છતાં વીતરાગની ઉપાસના કરનાર સાધક પ્રસન્નતાનું ફળ પ્રાપ્ત કરી લે છે.
ચિંતામણિ રત્નની જ વાત કરીએ. વિધિપૂર્વક જે આત્મા એની આરાધના કરે છે તેના ઇચ્છિતોની તે પૂર્તિ કરી આપે છે. અહીં શું ચિંતારત્ન પ્રસન્ન થાય છે? એ તો જડ છે. એનામાં વળી પ્રસન્નતા કેવી? છતાં પ્રસન્નતા વિના પણ એનાં આરાધકને પોતાની ઈષ્ટસિદ્ધિનું ફળ મળી જાય છે અને તે આરાધક બોલી ઊઠે છે કે ચિંતારને મારી ઉપર પ્રસન્ન થઈને મારું ઈષ્ટ પૂર્ણ કરી આપ્યું.
બીજું અગ્નિનું દૃષ્ટાંત લઈએ.
માહ માસની કડકડતી ટાઢમાં અગ્નિનું તાપણું કરીને લોકો તેને વીંટળાઈ વળીને બેસે છે. ટાઢ ઊડી જતાં તેઓ કહે છે કે અગ્નિએ અમારી ટાઢ ઉડાડી નાંખી! અહીં પણ અગ્નિના આરાધકો ઉપર અગ્નિ પ્રસન્ન થતો નથી, અને પ્રસન્ન થઈને ટાઢ ઉડાડતોય નથી છતાંએ જાણે પ્રસન્ન થયો અને એથી ટાઢ ઊડી ગઈ તેવું બને છે તેથી લોકો બોલે છે કે અગ્નિએ અમારી ટાઢ ઉડાડી મૂકી.
અહીં પણ અગ્નિની પ્રસન્નતા વિના પણ એની પ્રસન્નતાથી પ્રાપ્ત ફળ એના આરાધકને મળી જતું જોવા મળે છે.
આ જ રીતે વીતરાગ-ભગવંતોની આરાધના કરનાર ઉપર તેઓ પ્રસન્ન થતાં જ નથી છતાં તેઓની આરાધનાથી અભ્યદયાદિની પ્રાપ્તિ થઈ જાય છે.
આ વાત ખૂબ જ સ્પષ્ટ રીતે કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચન્દ્રસૂરિજીએ વીતરાગસ્તોત્રમાં જણાવી છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
IL
૮૨
વીર ! મધુરી વાણી તારી
મહાદેવની સ્વાભાવિક વિશુદ્ધિનું અચિન્ય બળ :
શ્રીશાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં ભગવાન્ હરિભદ્રસૂરિજીએ તો કહ્યું છે કે પરમાત્મા વીતરાગ છતાં એના આરાધકોને સ્વર્ગ અને અપવર્ગ આપે છે અને એ જ પરમાત્મા વીતદ્વેષ છતાં એની વિરાધના કરનારને નારક અને નિગોદના અખાડામાં ધકેલી મૂકે છે.
આ નિરુપણ પણ ઉપર કહ્યા મુજબ ઔપચારિક સમજી લેવું.
વીતરાગ-વીતદ્વેષ પરમાત્મા કદી કોઈ ઉપર રીઝતા નથી અને રીસાતા પણ નથી. પરંતુ તે પરમાત્મ સ્વરૂપનો સ્વભાવ જ એવો છે કે જેઓ તેની આરાધના કરે તેને અપૂર્વ અભ્યદય જ થાય અને અત્યંત સુંદર અપવર્ગની પ્રાપ્તિ પણ થઈ જ જાય. અને જેઓ તેની અનારાધના કે વિરાધના કરે તે બધાયની ઉપર દુર્ગતિના અને દુઃખોના પહાડોની ભેખડો તૂટી પડે.
શાથી આમ બનતું હશે? એમ મને ન પૂછશો. એક જ ઉત્તર છે સ્વભાવ. સ્વભાવ' તેને જ કહેવાય જ્યાં બીજો કોઈ હેતુ-તર્ક ચાલી શકે જ નહિ.
તમને જ હું પૂછું છું કે શાથી અગ્નિ ઠંડીનો નાશ કરતો હશે? શાથી હિમ વાતાવરણને ઠંડુગાર બનાવતો હશે? શાથી મરચું તીખું જ લાગતું હશે ? અને સાકર ગળી જ લાગતી હશે?
શાથી ગાયના દૂધનું દહીં બની શકતું હશે? અને શાથી ઊંટડીના દૂધનું દહીં કદી નહિ જ બની શકતું હોય?
શાથી સૂર્ય પ્રકાશ દેતો હશે? ચન્દ્ર શીતલતા દેતો હશે? છે કોઈ ઉત્તર હેતુગમ્યબુદ્ધિગમ્ય તમારી પાસે? હોય તો એક જ ઉત્તર છે- સ્વભાવ તે તે વસ્તુનો તેવો તેવો જ સ્વભાવ! આથી આગળ વધીને બીજું કાંઈ જ તમે કહી શકો તેમ નથી.
આ જ રીતે વીતરાગ-પરમાત્માનો તેવો જ સ્વભાવ કે તેના આરાધકો ઉપર તે પ્રસન્ન ન થાય અને તો ય પ્રસાદફળ સુખ પામી જ જાય; અને તેના અનારાધકો કે વિરાધકો ઉપર તે નારાજ ન જ થાય અને તો ય નારાજીનું ફળ દુઃખ પામી જ જાય. જે ભજે તે જ પામે
અહીં એક વાતનું સૂચન કરી દેવાનું ખૂબ જ આવશ્યક લાગે છે કે અગ્નિનો સ્વભાવ ટાઢ ઉડાવાનો છે એનો અર્થ એ નથી કે જગતના સર્વ જીવોની-અગ્નિની
Page #83
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
નજીકમાં રહેલા કે દૂર રહેલા બધા જીવોની-ટાઢ ઉડાડવાનો સ્વભાવ ધરાવે છે? ના. જરા યય નહિ. ટાઢ ઉડાડવાનો એનો સ્વભાવ જરૂર; પરંતુ એની આવશ્યક ગણાય તેટલી નજદિકમાં આવનારાની જ ટાઢ ઉડાડવાનો તેનો સ્વભાવ છે. એ જ
૮૩
રીતે સૂર્યનો પ્રકાશ આપવાનો સ્વભાવ જરૂર; પરંતુ જેને આંખો હોય અને ત
આંખો પણ જેણે મીંચી રાખી ન હોય તેને જ પ્રકાશ આપવાનો તેનો સ્વભાવ છે. અંધાને, આંખમીંચ્યાને કે ઘુવડને પણ પ્રકાશ આપવાનો તેણે ઈજારો રાખ્યો નથી હોં!
સુખનું પ્રતિબિંબ દેખાડી આપવાનો સ્વભાવ આરીસાનો જરૂર છે. પરંતુ દરેકના મોંનું તો નહિ જ, અ’તો જે એની સામે આવે એનાં જ મુખનું એ પ્રતિબિંબ ઝીલે. બધાનું તો નહિ જ.
સૂસવાટા સાથે વાતા પવનનો સર્વત્ર પ્રસરવાનો સ્વભાવ છે પરંતુ જે મકાનના બારીબારણાં જ બંધ છે તે મકાનમાં ય પેસી જવાનો તેનો સ્વભાવ નથી જ.
આ જ રીતે વીતરાગ-પરમાત્માનો સ્વભાવ સર્વ જીવોને સુખી કરી દેવાનો છે પણ છતાં તે સ્વભાવમાં જ તે વાત પણ ગર્ભિત જ છે કે જે જીવો તેમની સન્મુખ બને, તેમની આજ્ઞાનું પાલન કરે તે જ બધા જીવોને તેઓ સુખી કરી દે. હા, જો સર્વજોવોમાં યોગ્યતા હોય અને સર્વ જીવો એમની આજ્ઞાના પાલન દ્વારા એમની સન્મુખ બને તો એમની એવી બેહદ સ્વાભાવિક તાકાત એ સર્વને સુખી કરી જ દે એમાં કોઈ જ શંકા નહિ.
પરંતુ અભવ્યાદિ અયોગ્ય-એમની સન્મુખ ન બનનારા દુર્ભવ્યો-વગેરેને પણ એ સુખી જ કરે એવો તેમનો સ્વભાવ છે. એવી ઘેલી વાત-ભક્તિના ઘેલા અતિરેકથી પણ કદી ન થઈ શકે.
વીતરાગ પરમાત્મા તો એક પ્રકારનો આરીસો છે. જે એની સામે આવીને ઊભો રહે એનું મુખ એ બતાડી જ દે અને એનું જ મુખ એ બતાડી શકે. એ મુખ (આત્મા) ઉપર ડાઘ ક્યાં છે તે પણ એ બતાડી દે. પછી ડાઘ કાઢવાનું કાર્ય તો એ વ્યક્તિએ પોતે જ કરવાનું છે.
આ સુનિશ્ચિત હકીકત છે. જો આમ ન માનવામાં આવે તો અભવ્ય જીવોને એ પરમાત્માઓ કેમ કાંઈ જ કરી શકતા નથી ? એ જીવોની જ ઉખરભૂમિસ્વરૂપ અપાત્રતા કે પ્રકાશને પામવા માટેની અન્ધત્વસ્વરૂપ અપાત્રતાને ત્યાં કહેવી જ પડશે.
Page #84
--------------------------------------------------------------------------
________________
IL
વીર મધુરી વાણી તારી
અચરમાવર્તકળની ધર્મક્રિયાની નિષ્ફળતાઃ
અચરમાવર્તકાળમાં રહેલા દુર્ભવી જીવો ઉપર પણ તે પરમાત્માઓની કોઈ જ અસર હોતી નથી. કેમકે એ જીવો એમની સન્મુખ સાચી રીતે થતાં જ નથી. આથી જ તો મોક્ષના લક્ષ વિનાની અચરમાં વર્તકાળની તમામ ધર્મક્રિયાઓ મોક્ષસાધક બની શકતી નથી.
સ્લેટ ઉપર એકડો ઘૂંટી આપ્યા વિના બાળક પાસે લોટા કરાવતો બાપ પોતાના દીકરાને કદી એકડો શીખવી શકતો નથી.
ચાલ ચાલ કરવાથી ઈષ્ટસ્થાને જ પહોંચી શકાતું નથી. ઊકળી રહેલા દૂધને હલાવ હલાવ કરવાથી દૂધપાક જ બની જતો નથી. સર્વત્ર ઈષ્ટસિદ્ધિ માટે ક્રિયાની જરૂર છે તેમ ઈષ્ટ-લક્ષની પણ જરૂર છે.
એકડાના ચિત્રિત લક્ષ વિનાની ઘંટવાની ક્રિયા એકડો શીખવા માટે સરિયામ નિષ્ફળ જાય.
મુંબઈ જવાના લક્ષ વિના મદ્રાસ બાજુએ જ ચાલી નાંખનારો મુંબઈ જવા માટે સાવ બેવકૂફ ગણાય.
દૂધપાકના લક્ષ વિના ઊકળતા દૂધને હલાવનારો દૂધપાક ન મેળવતાં માવો જ પામે તેમાં કશી નવાઈ નથી. અને એ રીતે માવા પામી જવામાં કોી જ શાબાશી નથી.
અચરમાવર્તકાળમાં પરમાત્માની જે કાંઈ આરાધના થાય છે તે “પરમાત્મા' બનવાના-મોક્ષ પામવાના લક્ષથી સંપૂર્ણ વિહોણી હોય છે. એવા લક્ષીણાંઓને એ પરમાત્મા કદી અપવર્ગના સુખ આપી શકતા નથી.
ભલે દર્શન-વંદન, પૂજન વગેરે ક્રિયાઓ મહાનું છે! રે! રસાયણસ્વરૂપ છે. પણ રસાયણ ખાવાથી આરોગ્યનું સુખ જ મળે એવું કોણે કહ્યું? કહેનાર કોઈ હોય તો તે ગધેડાનો જ જાતભાઈ માનવ કહી શકાય! રસાયણથી પુષ્ટિ ત્યારે જ મળે જ્યારે પેટમાં મળનો ભરાવો ન હોય, ખાનાર દરદીને રોગની ખબર હોય, રોગ નાશની ભાવના હોય, કુપથ્યનું સેવન ન હોય અને પથ્યનું સેવન પણ હોય. કયાંક પણ કમીના રહે તો રસાયણ એકલું કદી પુષ્ટિ તો ન જ આપે પણ ભયંકર આપત્તિઓ લાવે... એ ફૂટી જ નીકળે.
Page #85
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પાત્રતા વિના બધું નકામું:
આથી જ તો રસાયણસમી ધર્મક્રિયાઓ ગમે તેને કાપી દેવાની શાસ્ત્રકારો મનાઈ ફરમાવી છે. એને માટે અપાત્ર જીવોનું હિત તો રસાયણ ન ચાખવા દ્વારા જ કાંઈક થઈ શકે.
નાલાયક દર્દી માટે ખરો હિતેષી વૈદ્ય તે જ છે જે તેને રસાયણ નથી આપતો..... કેમકે એ રીતે પણ એના જીવનમાં રસાયણથી ફૂટી નીકળતાં આવનારા સંભવિત ત્રાસોથી એ મુક્ત તો રહેશે જ ને?
પાત્રતા એ તો વિકાસની સર્વપ્રથમ શરત છે. લાયકાતને પિછાણ્યા વિના વસ્તુને જ મહાન માનીને તે વસ્તુ આપી દેવાની કરુણ કરવાની વૃત્તિવાળાઓ તો પહેલા નંબરના નાલાયકો છે.
જેના હાથમાં પથ્થર છે એના હાથમાં પથ્થર જ રહેવા દો.. જો એ નાલાયક હોય તો, એની નાલાયકીની ઉપેક્ષા કરીને,.... “બિચારા પાસે પથ્થર જ છે' એવી કરુણા દાખવીને જો હાથમાં એટમબોમ્બ આપી દેશો તો... તો શું થશે એ હું કહી શકતો નથી. તમે પથ્થર મારવાના સ્વભાવવાળાને એટમબોમ્બ આપો છો? અને તે ય મારવાનો એનો સ્વભાવ છોડાવ્યા વિના જ! ઓહ! પછી તો એના હાથે જગતમાં કયો વિનાશ આડેધડ નહિ વેતરાય તે પ્રશ્ન છે! મારવાની નાલાયકી છોડાવ્યા વિના જ! ઓહ! પછી તો એના હાતે જગતમાં કયો વિનાશ આડેધડ નહિ વેતરાય તે પ્રશ્ન છે! મારવાની નાલાયકી છોડાવ્યા વિના પથ્થર છોડવાનો અને એટમબોમ્બ દઈ દેનારો કરુણારૂં નથી. રે! અધ્યાત્મની દુનિયામાં તો એના જેવો બેવકૂફ કોઈ નથી.
ફરી એ વાત કરું છું કે લાયકાત જ બહુ મોટી વાત છે! અને બીજી બાજુ લાયક-નાલાયકની પરીક્ષા જ બહુ મોટી ગુરુતા છે !
લાયક જ શિષ્ય બની શકે ! પરીક્ષક જ ગુરુ બની શકે!
નાલાયક જો શક્તિમાન બની જાય અને અપરીક્ષક જો ગુરુ બની જાય તો આ જિનશાસનનો ખૂબ વહેલો વિનાશ થઈ જાય એમ કહું તો કદાચ ખોટું નહિ ગણાય.
આપણે મૂળ વાત ઉપર આવીએ.
અભવ્યો અને દુર્ભવ્યો ઉપર પરમાત્માનો સ્વભાવ કાંઈ જ કરી શકતો નથી. એમની તમામ ક્રિયાઓ મોક્ષસાધક બની શકતી નથી.
Page #86
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
મોક્ષાનું લક્ષ આવે નહિ ત્યાં સુધી બધું જ નકામું. ચરમાવર્તકાળ સિવાય મોક્ષનું લક્ષ આવી શકે જ નહિ. એમાં ય વળી ભારે કર્મી ભવ્યાત્માને તો ચરમાવર્સમાં પ્રવેશ કરી દે તો ય મોક્ષ લક્ષ ન આવે.
એટલા જ માટે મોક્ષપદ પ્રાપ્ત કરવા જેમ ચરમાવર્તકાળની જરૂર છે તેમ તથાભવ્યત્વના વિશિષ્ટ પરિપાકની પણ જરૂર છે.
આ બે જ ચીજો ખૂબ મહાન છે.
જેને આ બે વસ્તુની પ્રાપ્તિ થાય છે તેની ઉપર જ પરમાત્માના દર્શનાદિ સફળ થાય છે. અન્યત્ર સર્વત્ર નિષ્ફળ જાય છે.
હા, અર્થકામમય સંસારના સુખોના ફળ જરૂર એ દર્શન-વંદન આદિથી મળી જાય છે. પરંતુ એવી રીતે મળતાં સુખોના ભોગવટા વધુ ભયાનક દુઃખમય અને પાપમય સંસારમાં અનંતકાળ માટે પટકી નાંખનારા જ બને છે માટે એવી વિપરીત ફલ-પ્રાપ્તિને જરા ય મહત્ત્વ આપવા જેવું નથી.
આપાત-મધુર સુખો અનુબંધમાં જો દુઃખસ્વરૂપ છે તો તે સુખોને સુખસ્વરૂપ જ કહી શકાય નહિ.
વીતરાગ-પરમાત્માનાં પૂજન-વંદન વગેરે તો આરાધકો ઉપર જે ઉપકાર કરે છે તે અનુબંધમાં અત્યંત હિતકર અને ઉપકારક હોય છે. અભ્યદય મળે તે અનાસક્તિ સાથે... અને પછી અપવર્ગ મળે જ મળે.
કેવું અપૂર્વ સ્વરૂપ છે ઓ વીતરાગ! તારું; કે તું અસલમાં આરાધકો ઉપર કોી ઉપકાર કરતો નથી છતાં તારી આરાધના કરનારાઓ ઉપર તારો ઉપકાર થઈ જાય છે !
આણાએ ધમો? કયી છે આરાધ્યની શ્રેષ્ઠ આરાધના?
એક જ..... એ વીતરાગ ભગવંતોની આજ્ઞાનું અણિશુદ્ધ પાલન કે જેને આપણે અપ્રમત્તભાવનું સર્વવિરતિધર્મનું સાતમા ગુણસ્થાનનું સાધુ જીવન કહીએ છીએ.
શ્રેષ્ઠ આરાધના અણિશુદ્ધ આજ્ઞાપાલનની છે. એવો આજ્ઞાપાલક જ શ્રેષ્ઠ આરાધક છે.
જેનાથી અખંડ આજ્ઞાપાલન ન થાય તેણે પણ જેટલા અંશમાં પોતાની અશક્તિને કારણે આજ્ઞાનું પાલન ન થતું હોય તેવા અશક્ય આજ્ઞાશોના કટ્ટર પક્ષપાતી તો બનવું જ જોઈએ
3
Page #87
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
અધ્યાત્મસારના અનુભવાધિકારમાં મહોપાધ્યાયજીએ આ જ વાત કહી છે કે આરાધકની આરાધના આ જ છે : શકયારંબભ અને શુદ્ધપક્ષ.
જે શક્ય આરાધન છે તે બધાયનું સેવન અને જે શુદ્ધ ધર્મોનું સેવન અશક્ય છે તેનો કટ્ટર પક્ષપાત.
આમ તે તે આજ્ઞાનો આરાધક પણ એના કટ્ટર પક્ષપાતને લીધે અસલમાં આરધક જ બની જાય છે.
કટ્ટર પક્ષપાતીના અંતરમાં અશક્યને આરાધવાની તીવ્ર તમન્નાની આગ હોય છે, એની આંખોમાં એ આરાધના ન આરાધી શકવા બદલના જીવલેણ ત્રાસના આંસુ હોય છે.
એ આગ અને એ આંસુ પણ એની આરાધના બની રહે છે.
આમ એ આત્મા વીતરાગ પરમાત્માએ બતાડેલી તમામ આરાધનાનો સંપૂર્ણ આરાધક બની જાય છે.
શક્યનો રાધક-અશક્યનો પક્ષપાતી. દુઃષમાકાળ પણ મોક્ષનો સાધક જ છે :
સંભવ છે કે આ દુઃષમાકાળને કારણે સંઘયણબળની હીનતાને કારણે સુષમા કાળની, પ્રથમસંઘયણની ઘણી ઘણી ઘોર અને ઉગ્ર આરાધનાઓ અશક્ય બની ગઈ હોય.
પણ તો ય શું? અશક્યનો જો કટ્ટરપક્ષપાત આવી જાય, પેલી આગ અને એ આંસુ શરીરના અંગાંગીભાવને પામી જાય તો દુઃષમાકાળનો એ અલ્પ આજ્ઞાનો આરાધક પણ સજ્ઞાનો આરાધક જ બની જાય છે.
વળી જેમ જેમ કાળબળ તૂટતું જાય તેમ તેમ અલ્પ-અલ્પર આજ્ઞારાધન જ બહુ-બહુતર ફળ આપતું જાય. કેમકે કાળાદિને કારણે વધુને વધુ દુઃશક્ય બનતા જતા આજ્ઞારાધનને કોઈ પોતાના જીવનમાં શક્ય બનાવે ત્યારે તે વિશેષ ધન્યવાદને પાત્ર ઠરે છે.
દેખતો માણસ સો માઈલ ચાલી જાય તે કરતાં અંધો માણસ એક માઈલ સડસડાટ ચાલ્યો જાય તો લોકો તાળીઓના ગડગડાટથી તેને વધાવી લે છે.
એક પ્રોફેસરના પ્રભાવક લેકચર કરતાં ય ખૂબ જ આર્ષકતા; દસ વર્ષના બાળકના દસ જ મિનિટના વક્તવ્યમાં દેખાતી હોય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પ્રકાશમાં સો પુસ્તકો વાંચી જનાર કરતાં ચાંદની રાતમાં બે જ પુસ્તક વાંચી બતાડનારની આંખો ખૂબ જ તેજસ્વી ગણવામાં આવે છે.
८८
સુષમાકાળની વિરાટ આરાધનાઓ કરતા દુઃષમાકાળની નાનકડી આરધનાઓ પણ આશ્ચર્યો સર્જતી હોય છે.
માટે જ તોએ કાળના સેંકડો રાજવીઓના રાજ્યત્યાગ કરતાં ય આ દુઃખમાકાળના લક્ષાધિપતિ પિતાના એક નવયુવાન દીકરાનો નાનકડો-તુચ્છ સંસારત્યાગ ખૂબ જ ગણનાપાત્ર બની જાય છે!
આ વસ્તુસ્થિતિ છે. માટે જ સુષમાદિકાળની જેમ દુઃષમાકાળમાં પણ અલ્પ આજ્ઞારાધના પણ અભ્યુદય અને નિઃશ્રેયસના એવા જ ફલની બક્ષિસ પામી જાય છે.
છેવટે સરવાળો તો બે ય કાળના આરાધકોનો તુલ્ય જ આવે છે ને? સુષમાકાળના આરાધકો ૭ ગુણ આજ્ઞારાધન કરે. થોડુંક જ અશક્ય હોય માટે ૩ ગુણ તેનો પશ્ચાત્તાપ કરે.
૭ + ૩ = ૧૦ થયાં.
દુઃષમાકાલના આરાધકોને ઘણું અશક્ય અને થોડું જ શક્ય. એટલે શક્યના આરાધનના ૩ ગુણ મળે. અને અશક્યના પશ્ચાતાપના ગુણ વધી જતાં ૭ થાય. ૩
+ ૭ = ૧૦.
સ્વમતિકલ્પનાના ધર્મોની અધર્મથા ઃ
સુષમાકાળ કે દુઃખમાકાળ ગમે તે હોય. સાચા આરાધકોની આરાધનાના પરિણામમાં ફેર આવી શકતો જ નથી.
શરત છે માત્ર સ્વમતિને ફગાવી દેવાની, જિનમતિને જ જીવનનો ધ્રુવ-તારક બનાવવાની.
ભલે કોઈ આરાધક આરાધના કરે, ઉભયટંક આવશ્યક ક્રિયા વગેરેની... પરંતુ જો તે સ્વમતિ કલ્પનાથી હોય તો તીર્થંકર ભગવંતોની કહેવાતી તે આજ્ઞાઓ પણ સંસારમાં ભમાવનારી જ બની રહે છે. કેમકે વસ્તુતઃ તે આજ્ઞા તીર્થંકરદેવોની નથી પણ પોતાની જાતની જ છે.
આથી જ ઉપદેશપદ વગેરે ગ્રંથોમાં સ્વમતિથી જ ચાલતા સ્વચ્છંદી સાધુઓની ગચ્છમાં ગોચરીના દોષ જોઈ ગચ્છથી મુક્ત થઈને નિર્દોષ જીવન જીવવાની આરાધનાને તીર્થંક૨ભક્તિસ્વરૂપ ન કહેતાં વિરાધનાસ્વરૂપ જ કહી છે. જો તીર્થંકરની
Page #89
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
આજ્ઞાભક્તિ જ હોય તો ગચ્છના ગુરુસેવા, સ્વાધ્યાદિ વિશિષ્ટ લાભોને નજરમાં રાખીને ગોચરીના અલ્પ દોષને ક્ષત્તવ્ય ગણીને પણ ગચ્છમાં રહેવાની જે જિનાજ્ઞા છે તેની ભક્તિ પ્રતિ કેમ ઉપેક્ષા કરી? આ ઉપેક્ષા જ સૂચવી જાય છે કે ત્યાં જિનાજ્ઞાભક્તિ નથી પણ “સ્વમતિ' કલ્પના જ પ્રધાન બીના છે.
વર્તમાન દુઃષમાકાળની કાળઝાળ જડવાદની આગની વચ્ચે રહીને પણ આત્માનું ઉત્થાન કરતી જિનાજ્ઞાને આપણે જીવંત રાખવી હોય તો સ્વમતિકલ્પનાને બાર ગાઉના નમસ્કાર કરવાના જ રહેશે. કોઈ પણ એકાંગી દેખીતા લાભને નજરમાં લાવી દઈને જો ઉત્સુક બનીને કાંઈ પણ કરી બેસશું તો જિનાજ્ઞાને જે ધક્કો પડશે એ એવો ભયાનક ધક્કો હશે કે જેની કલ્પના પણ આપણે નહિ કરી શકીએ. લોક ગતાનગતિક છે. “આગે સે ચલી આતી હૈ” કરીને જે ચીલો પડયો તેની ઉપર એ ચાલ્યો જ જશે, કશું સમજ્યા વિચાર્યા વગર...
અનુબંધના અહિતોનો લેશ પણ વિચાર ક્યા૪ વગર કોઈ પણ “નવું' કરી દેવાની પ્રવૃત્તિ આપણા હાથે ન પડી જાય એ ખૂબ જ આવશ્યક છે.
ભલે કદાચ દેખાતું આભાબ્રાહ્ય-ખોટું પણ જૂનું ન તોડી શકાય, એવા ખોટા પડેલાં ચીલા વેરવિખેર કરીને ભૂંસી ન શકાય - એ કામ તો સમર્થ પુણ્યવાન મહાત્માઓના છે. પરંતુ આજ્ઞાબાહ્ય-ખોટું “નવું કાંઈક પણ આપણે કરી ન બેસીએ એ આપણા હાથની જ વાત છે. એમાં કોઈ વિશિષ્ટ સામર્થ્યની જરૂર જ નથી. એમાં તો જોઈએ છે ભવભીરુતા.... અને આજ્ઞાભંજનના જાણ્યે અજાણ્યે થતાં પાપના ભયંકર પરિણામોની જાણકારી. | છિન્નભિન્ન થઈ રહેલાં જિનશાસનને વધુ છિન્નભિન્ન થવા ન દેવું હોય તો એ જિનશાસનના ઉત્કર્ષના સ્વમતિકલ્પિત ભ્રમના વમળોમાં આપણે કદી ન ફસાઈએ. અને એ માટે આપણે સહુ આમરણ પ્રતિજ્ઞા કરીએ કે આપણે સહુ જિનાજ્ઞાના પરમકલ્યાણકર છત્ર નીચે જ સદા રહીશું.
જિનાજ્ઞા પાલન અને છેવટે જિનાજ્ઞા પ્રત્યેની અવિહડભક્તિ એ જ વર્તમાનકાળની મોટામાં મોટી શાસનસેવા છે.
સ્વમતિકલ્પિત પ્રવૃત્તિ એ વર્તમાનકાળનું શાસનની કુસેવાનું ભયાનકમાં ભયાનક પાપ છે.
બળતું ઘર ન જ ઠારી શકાય તો કાંઈ નહિ. વધુ તો ન જ બાળવું જોઈએ. આ સ્થિતિમાં આ જ આપણી શાસન-સેવા! આવી ભાવનાને જીવનમાં જીવંત બનાવે
Page #90
--------------------------------------------------------------------------
________________
| | _
વીર મધુરી વાણી તારી
એ જ વર્તમાનકાળના શાસન સુભટો. શાસન પ્રભાવકો.
શું આ બધું ય આ દુઃષમાકાળમાં જ શક્ય નથી?
| હા, તો એ વાત નિશ્ચિત થઈ ગઈ કે જિનની આજ્ઞાનું પાલન સર્વકાળમાં શક્ય છે અને તેથી એ આજ્ઞા પાલનનું ફળઅપવર્ગના પરમધામ પ્રતિ વેગવંતી ગતિની સિદ્ધિ એ ય સુશક્ય છે.
દ્વાદિંશદૂહાáિશિકા ગ્રંથમાં ટીકાકાર રે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “જિનાજ્ઞાની અવગણના કરનાર આત્મા ભયાનકમાં ભયાનક આપત્તિઓને સ્વહસ્તે જ નિમંત્રણ કરે ચે.” આજ્ઞાને અગ્નિની ઉપમા આપી શકાય. જો વિધિવત્ સેવન કરવામાં આવે તો એ અગ્નિ અનાદિકાળની રાગાદિભાવોની ઘર કરી ગયેલી શરદીને મટાદી દે. પણ જો જરાક ગફલતમાં રહી જવાય અને અવિધિ થઈ જાય તો એ જ અગ્નિ બાળીને ખાખ કરી નાંખે. બેશક ત્યાં અગ્નિનો અપરાધ નથી, પરંતુ વ્યક્તિના પ્રમાદનો છે.
પ્રકાશ દેતા સૂર્યનો અપરાધ જાહેર કરતાં એમ ન કહેવાય કે પ્રકાશમાં તેણે વ્યક્તિના પગમાં કાંટો ઘોંચી દીધો.
છતે પ્રકાશે કાંટો લાગવામાં તો ચાલનાર વ્યક્તિનો પ્રમાદ જ અપરાધી છે.
આ રીતે જિનાજ્ઞાની ઉગ્રતાને પણ જો નજરમાં રાખીશું તો એનું સેવન કરતાં જરા ય અવિધિ ન થઈ જાય તેની ખૂબ જ કાળજી રહેશે.
એની માત્ર સૌમ્યતાને જોયા કરીશું તો આ કાળજી લગભગ અશક્ય બની જશે. એનું પરિણામ શું? અવસ્થ મરનાર ભલે ઊભો રહે, જીવતો રહે. પણ એની કિંમત શી? જો આવતી કાલે પણ તેનું મૃત્યુ અફર છે! અને કદી નહિ મરનાર જિનશાસનને વહેલું મરનાર, જીવીને ય જગતમાં શું મેળવી જવાનો છે!
કોણ મહાન! જાત કે જિનશાસન? કોના જીવન-મરણમાં આપણા જીવનમરણ !
શા માટે આ વાતને સમજવા આપણો યત્ન નહીં હોય!
ખૂબ જ અફસોસની આ વાત છે કે જાતના સન્માનને જીવા રાખવા સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ જ લગભગ ક્યાંય દેખાતી નથી.
જાણે સહુના પોતાના મનમાં પોતે રમે છે. વ્યક્તિના અંતરમાં વ્યક્તિનું વ્યક્તિત્વ જ ખીલે છે. જો પ્રત્યેકના અંતરની આ જ રીતરસમ હોય તો પરમાત્મશાસન ક્યાં વસ્યું છે
Page #91
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
એ કોઈ તો બતાડશો?
પરમાત્માએ પ્રત્યેકને પોતામાં વસાવ્યા હતા. આજે પરમાત્માને પરમાત્માની આજ્ઞાને-આપણે સહુ ભેગા મળીને ય ક્યાંય નહિ વસાવી શકીએ?
સર્વને પોતામાં વસાવનારને સર્વ ભેગા મળીને ય વસાવી નથી શકતા? આ જ આપણા ધાર્મિક જીવનની કરુણતાની પરાકાષ્ટા કહેવાય.
ચાલો.. મૂળ વાત ઉપર આવીએ. જિનાજ્ઞા એટલે જિનાગમઃ
આજ્ઞા એટલે આગમ.
જગતના સર્વ પદાર્થોનો બોધ જેની મર્યાદામાં આવી જાય છે તે જિનાગમ એ જ જિનાજ્ઞા.
જિનની આજ્ઞા શું છે એ જાણવા જિનનું આગમ જોવું પડશે.
જિના આગમો શું છે? અમારા માટે એમની શી આજ્ઞા છે એ જાણવા જિનાગમોના જ્ઞાતા-ગીતાર્થના શરણે જવું પડશે. આવી શરણાગતિ પણ હૃદયની ઉત્કટ જિજ્ઞાસાપૂર્વકની હોવી જોઈએ. યા ઉત્કટતા વિના ગુરુ પાસે જનારા, ગ્રંથોને જાતે જ વાંચી લેનારા સહુ જિનાજ્ઞાનું વિપરીત દર્શન કરીને પોતાની જાતને જબ્બર આઘાત પહોંચાડી દે છે.
જિનાજ્ઞા સાથે સ્વપ્ન ય ચેડા ન કરશો ?
જિનાજ્ઞાને બેવફા બની જનાર સ્વચ્છંદી આત્માઓ પોતાને અને પોતાના આશ્રિતોને અવશ્ય ઉન્માર્ગે લઈ જાય છે. જિનાજ્ઞાની બેવફાઈ એ એવું ભયાનક પાપ છે જે પોતાનો પરચો ગમે તે રીતે બતાવ્યા વિના જંપતું નથી. કાં તો એ આત્માને માન-સન્માનથી ભ્રષ્ટ કરે, કાં તો શીલથી ભ્રષ્ટ કરે, કાં તો શરીરના આરોગ્યથી ખતમ કરે અને એવા પાપકર્મોના અઘોર ઉદયવાલા આત્માઓ જો સાધુવેષમાં જ રહી જાય તો તો એ જ્યાં જાય-ત્યાં કલેશાદિની આગ લગાડે.
અંગારો તો જ્યાં અડે ત્યાં આગ જ લાગે ને?
બહેતર છે કે જિનાજ્ઞાને બેવફા બનનારા આત્માઓ ગૃહસ્થ બની જાય. જેથી જાત જ સળગી ઊઠે. જગતનો બચાવ થઈ જાય. એવા લોકો જગતના હિત ખાતર પણ ઘરબારી થઈ જાય એ ખૂબ જ જરૂરનું છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
અત્યંત ભવ્ય અને અત્યંત ઉગ્રસ્વરૂપ આ જિનાજ્ઞા (જિનાગમ)નો અભ્યાસ ખૂબ જ સાવધાની સાથે કરવો જોઈએ.
જિનાજ્ઞા સ્વરૂપ જિનાગમનો અભ્યાસ એટલે – (૧) જિનાગમનું ગુરુગમથી વિધિવત્ ગ્રહણ કરવું. (૨) એ જિનાગમને સ્વાધ્યાયાદિ દ્વારા આત્મામાં ભાવિત કરવું. (૩) અંતે એ જિનાગમાનુસારી-સર્વાશે-જિનાજ્ઞા પરતંત્ર જીવન જીવવું.
ગુરુપારતન્ય ઃ ગીતાર્થગુરુ (આચાર્ય)ની નિશ્રામાં જે મુમુક્ષુઓ જિનાજ્ઞાનો બોધ મેળવે છે, એને અંતરમાં ભાવિત કરે છે અને અંતે એને જ પોતાનું જીવન સમર્પ દે છે એ મુમુક્ષુઓ જ જિનાજ્ઞાના સાચા પાલક બની શકે છે.
ઉત્સર્ગ અપવાદની આંટીઘૂંટીઓના ઉકેલ, નિશ્ચય-વ્યવહારની કક્ષાઓના ભેદના સ્વચ્છ દર્શન, વગેરે સિદ્ધિઓ ગુરુપરતંત્રની એટલી બધી કઠોર સાધના માગી લે ચે કે જેને અહીં શબ્દોમાં મૂલવી શકાય તેમ નથી.
ગીતાર્થ ગુરુની નિરપવાદ શુદ્ધ શરણાગતિ વિના ઘોર ત્યાગ અને તપ કદાચ થઈ શકશે, બડભાગી વક્તા કદાચ બની શકાશે, અજોડ લેખક પણ બની જવાશે. પરંતુ શાસ્ત્રના અક્ષરોના અગાધ ઉધધિના તળિયે પડેલા અર્થોના અગમનિગમ રહસ્યોનો તાગ તો નિરપવાદ ગુરુપરતંત્ર વિના કદી પામી શકાય તેમ નથી.
તમે શાસ્ત્રનું યથાવિધિ સેવન કરો. માત્ર ગુરુપરતંત્ર્યને બાજુ ઉપર મૂકીને
પછી જુઓ શું શું નથી બનતું? તમામ જીવનમાં શા શા ઉલ્કાપાત નથી જાગતા ?
મારી દષ્ટિએ તો એળી જીવન નૌકાના નશીબમાં અણદીઠાં ભેદી ખડકોએ ટકરાઈ જઈને ભુક્કા બોલી જવા સિવાયનું કોઈ પરિણામ સંભવી શકતું નથી.
એવા શાસ્ત્રજ્ઞો ભલે પોતાને પ્રવચન સુધી કે પ્રવચનમર્મજ્ઞ કહેવડાવતા હોય.... તેમ જ હશે; પરંતુ એમના જીવનમાં તેઓ સ્વનું હિત સાધી જાય છે તો કદાપિ શક્ય લાગતું નથી.
આવા સમયજ્ઞોના ખભે જો જિનશાસનની ધુરા મૂકવામાં આવે તો ઘણાઓનું ઘણું ઘણું અહિત થઈ જાય.
ભગવંતની ભક્તિના નામે ભગવંતની આજ્ઞાવિરુદ્ધ ઘણી પ્રવૃત્તિઓ અમલમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
મુકાય. હમણાં જ આપણે સ્વમતિકલ્પનાથી નિર્દોષ પણ ગોચરી કરનાર સાધુને આજ્ઞા-વિરાધક કહ્યા ને? - જિનભક્તિને કારણે તીર્થયાત્ર માટે જ ઉગ્ર વિહારો કરનારાઓના જીવન આજ્ઞાબાહ્ય કહેવાય છે.
જમાનાના નામે ષકાયવિરાધના કરનારાઓની પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે. શાસ્ત્રીય દ્રવ્યક્ષેત્રકાળભાવથી સાવ જ વિહોણી છે.
સ્ત્રીવર્ગને ધર્મ પમાડી દેવા સ્વરૂપ જિનભક્તિના નામે પુરુષોના વર્ગમાં પ્રકાશમાં આવી જવાની સાધ્વીવર્ગની પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે.
ગુરુભક્તિના નામે સમજદાર શ્રાવકોની સાધુ માટેની ગોચરી પાણીની ભક્તિ આજ્ઞાબાહ્ય છે. ધર્મપ્રચારસ્વરૂપ જિનભક્તિના નામે ગ્રામાનુગરામ ડોળીમાં ફરવાની અતિબુઝર્ગ સાધુનિ પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે.
ગૃહસ્થોના ઉત્કર્ષ માટે ગૃહત્યાગીઓની સીધી દેખરેખની પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે.
આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિને પણ આજ્ઞાના છત્ર નીચે મૂકવાની વાતો કર્યા વિના કોઈને ચાલે તેમ નથી. પરંતુ તેવી વાતો કરવા માત્રથી આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિઓ આજ્ઞાગર્ભિત બની શકતી નથી.
જિનશાસનમાં અહિંસાને પણ પરમ ધર્મ કહેવાતો નથી. અહીં તો આજ્ઞાને જ ધર્મ કહ્યો છે. પછી તે આજ્ઞામાં દેખીતી હિંસા હોય તો ય તે આજ્ઞા ધર્મ છે. અને આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિમાં દેખીતી અહિંસા હોય તો ય તે અધર્મ બની જાય છે.
માટે જ સાધુઓની યથાવિધિ નદી ઉતરવાની પ્રવૃત્તિને અને ગૃહસ્થોની યથાવિધિ અષ્ટપ્રકારની પૂજાની કે જિનમંદિર નિર્માણની પ્રવૃત્તિને ધર્મ કહ્યો છે કેમકે એવી જ જિનાજ્ઞા છે. યથાશક્તિ'નો અર્થ :
આ સઘળી ચર્ચાનો સાર એ નીકળ્યો ક દુઃષમાકાળમાં પણ આજ્ઞાભ્યાસ શક્ય છે. પોતાની શક્તિને જરાક પણ ગોપવ્યા વિના ગુરુપરતંત્ર જે મુમુક્ષુઓ આજ્ઞાભ્યાસ સેવે છે તેઓ અવશ્ય મુક્તિપદનું ફળ પામે છે.
જેમ શક્તિથી વધુ પડતા બહાર જઈને ઉદ્યમ ન કરવો તેમ શક્તિને જરા પણ ગોપવીને ય જિનાજ્ઞાભ્યાસનો ઉદ્યમ ન કરવો. “યથાશક્તિ' શબ્દમાં આ બે ય અર્થો
Page #94
--------------------------------------------------------------------------
________________
IL
વીર ! મધુરી વાણી તારી
ગર્ભિત છે. માત્ર પહેલો અર્થ નહિ.
આથી જ તો કાત્રિશદ્વાર્ગિશિકાગ્રંથના ટીકાકાર ઉપાધ્યાય ભગવાન યશોવિજયજી મહારાજાએ શક્તિનું જતન કરવાની મનોવૃત્તિને કાયિકપ્રવૃત્તિને રાગદ્વેષના દુર્ભાવો જેટલી જ ખતરનાક કહી છે.
રે! મહર્ષિઓ તો કહે છે કે “શક્તિ જેટલું જ પરાક્રમ ન કરો' પરંતુ શક્તિથી કાંઈક વધારે પરાક્રમ કરો. (હા... ખૂબ વધારે નહિ કે જેથી આર્તધ્યાનાદિ થવાનો પ્રસંગ ઊભો થાય.) વધુને વધુ શક્તિમાન બનવા માટે અને વધુને વધુ કષ્ટ સહવાનું જીવન ચાલુ રાખવા માટે તો શક્તિ પૂરતું જ પરાક્રમ ન કરતાં શક્તિથી થોડું વધારે પરાક્રમ આવશ્યક છે.
શક્તિની મર્યાદાના પરાક્રમમાં ખાસ સહન કરવા જેવું લાગતું નથી. અને અંતે એ પરાક્રમ સ્વભાવગત બની જઈને ઊછળતા ઉલ્લાસનું કારણ બની રહેતું નથી.
નિત્ય એકાશન કરનારને એકાશન કોઠે પડે છે. પછી એનો વિશિષ્ટ ઉલ્લાસ, નિત્યતિતિક્ષાધર્મનું સેવન વગેરે અનુભવવા મળતા નથી. આથી જ એકાશન સ્વભાવગત બનવા પૂર્વે જ એકાંતર આયંબિલ એકાશનનું પરાક્રમ અમલી બનાવી દેવાનું જરૂરી બને છે.
જેમ પૈસો પૈસાને ખેંચે છે એમ જગતમાં કહેવાય છે તેમ મુમુક્ષુઓની દુનિયામાં શક્તિ શક્તિને ખેંચે છે એમ કહી શકાય.
આવી મહત્વાકાંક્ષા સાથેનું જીવંત જીવન જીવનાર મુમુક્ષુ પોતાના વીર્યાચારના ધર્મની આરાધના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.
એટલે હવે એક જ વાત ફલિત થાય છે કે જિનપ્રવચનમાં સામાન્યતઃ કોઈ પણ વાતની એકાંતે આજ્ઞા નથી, તેમ કોઈ પણ વાતનો એકાંતે નિષેધ પણ નથી.
જો આરાધક અત્યંત કાયર છે તપમાં, તો તે રડમસ ચહેરે નવકારશીનું પણ પ્રત્યાખ્યાન કરીને સ્વાધ્યાયાદિની પોતાની પેઢીને જોરદાર બનાવે. જો એક મુમુક્ષુ જ્ઞાનાવરણના ઘોર ઉદયવાળો છે. તો ભલે તેની સ્વાધ્યાય પ્રવૃત્તિની પેઢી મંદ ચાલે પરંતુ તે ઘોર તપને જીવનમાં આત્મસાત્ કરવા માટે તપની પેઢીનો ધીકતો ધંધો ચાલુ કરી શકે છે.
ક્યા યોગમાં પોતે ખૂબ જ સુંદર પ્રગતિ સાધી શકે તેમ છે તે તેણે શોધી કાઢવું જોઈએ, અને એ યોગને અત્યંત પ્રધાન બનાવી દેવો જોઈએ. એ સિવાયના
Page #95
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
તમામ યોગને ગૌણ રાખીને તેમનાથી જરા પણ નિરપેક્ષ ન બનીને-તેમનું પણ યથાયોગ્ય આરાધન ચાલુ રાખવું જોઈએ. અને એ યોગો પણ પોતાના જીવનમાં આત્મસાત્ થઈ જાય તે માટે તે યોગની સફળ સાધના કરતાં મુનિવરોને શત શત વંદના અર્પતા રહેવી જોઈએ.
૯૫
મુમુક્ષુનો રસ, મુમુક્ષુની ક્ષમતા, મુમુક્ષુના આસપાસના સંયોગોએ બધું ય બરાબર જોઈ તપાસીને જે યોગ વધુ લાભદાયી બને તેને પ્રધાન બનાવી દેવો એ જ આરાધનાની ચાવીરૂપ વિચારણા છે. ‘થોડું જતું કરીને ય ઘણું મેળવી લેવાય' એ વર્ણિવૃત્તિ સાધતાં સાધતાં જ મુક્તિપદ પામી શકાય તેમ છે એ વાત સૂક્ષ્મદષ્ટિથી વિચારવા જેવી છે.
વિધિવત્ ધર્માચરણ જ ફળપ્રદ બને :
વીતરાગ-મહદેવની આજ્ઞાનું પાલન કરવામાં જેમ મુમુક્ષુએ પોતાની શક્તિનું નિગૃહન ન કરવું જોઈએ તેમ તેણે શાસ્ત્રોક્ત વિધિનું પણ પૂર્ણ પાલન કરવું જોઈએ.
શાસ્ત્રવિધિનો રાજમાર્ગ એક જ હોય છે પરંતુ દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવના અનુસારે વ્યક્તિ-વ્યક્તિએ વિધિના કેડીમાર્ગ અનેક પડી જાય છે. ગીતાર્થો જ એવા કેડીમાર્ગ બર્તવી શકે, પાડી શકે. બીજા કોઈને તેમ કરવાનો અધિકાર જ નથી.
અસ્તુ. જે મુમુક્ષુ માટે જે વિધિમાર્ગ બનતો હોય તે માર્ગે જ તેણે પગલા ભરવા જોઈએ. વિધિનું ઉલ્લંઘન સ્વપ્નમાં પણ ન થાય તેની કાળજી કરવી જોઈએ.
એ લૌકિક વિધિ છે કે ભોજન કર્યા પછી જ મોં સાફ થાય. તેમાં કોઈ એમ કહે કે હજી ભોજન આવવાની વાર છે તો પહેલાં મોં સાફ કરી દઈએ જેથી પછી સાફ કરવાની વિધિ કરવી ન પડે.... તો તે ન જ ચાલે.
ફ્રુટ સોલ્ટની પાણી સાથે લેવાની વિધિ જાણીને મોંમા ફ્રુટસોલ્ટનો ફાકો મારીને પછી ઉપર કોઈ પામી પી જાય તો ભલે ફ્રુટસોલ્ટ પાણી સાથે મિશ્રિત થયું પરંતુ તનું પરિણામ શું આવે? નાકમાંથી ફીણના ગોટેગોટા નીકળવાનું જ ને?
ફ્રુટસોલ્ટ પાણી સાથે લેવાની વિધિને પણ ગુરુગમથી યથાવત્ જાણી લેવાથી ખબર પડે છે કે ગ્લાસમાં જ પાણી અને ફ્રુટસોલ્ટ ભેગા કરીને તે પાણી પી લેવાનું હોય છે, નહિ કે બે ય ને મોંમાં ભેગા કરવાના.
જગતના લોકિક આચારોમાં પણ વિધિના બહુ મૂલ્ય અંકાય છે તો લોકોત્તર અનુષ્ઠાનો વિધિવિહોણાં કેમ ચાલી શકે?
Page #96
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
માટેસ્તો મહોપાધ્યાયજીએ પોતાની પ્રવચન ભક્તિનું સ્વરૂપ દેખાડતાં અધ્યાત્મસારના અનુભવીાધિકારમાં કહ્યું છે કે લોકોત્તર વિધિમાર્ગનું કથન કરવું, વિધિમાર્ગના કટ્ટર રાગી બની રહેવું, વિધિમાર્ગની આરાધના કરવાની ભૂખવાળા જીવોને વિધિમાર્ગ દેખાડવો અને એમના જીવનની અંદર જાણતાં-અજાણતાં પેઠેલી અવિધિઓનો નિષેધ કરવો... આ જ અમારી પ્રવચનભક્તિ છે.
૯૬
સર્વત્ર વિધિ જોઈશે. છેવટે સર્વત્ર વિધિ બહુમાન જોઈશે.
આ રીતે જિનાજ્ઞાનો અભ્યાસ શક્તિ ગોપવ્યા વિના અને વિધિપૂર્વક જો થાય તો દુઃષમાકાળમાં પણ અવશ્ય ફળ આપે.
તમે યથાશક્તિ, યથાવિધિ આજ્ઞાભ્યાસને જીવનમાં વણી લો પછી અપવર્ગના ફળ મળશે જ મળશે. જ્યાં સુધી એ ફળ પ્રાપ્તિમાં વિલંબ થશે ત્યાં સુધી પ્રગટ થનારો સુખમય સંસાર અનાસક્તિના સુંદર ધર્મથી છંટાએલો રહીને પાપમય નહિ જ બને... નહિ જ બને.
અને જો તમે આજ્ઞાભ્યાસને જીવનમાં નહિ વણો, કદાચ આજ્ઞાભ્યાસ જીવનમાં ઉતારશો તો ય યથાશક્તિ અને યથાવિધિ નહિ ઉતારો તો એ આજ્ઞાભ્યાસ સ્વર્ગઅપવર્ગના ફળ નહિ જ આપે... આપશે માત્ર દુઃખ દુર્ગતિના દાવાનળોની આગ!
વીતરાગ-મહાદેવનો ઉપકાર - નિશ્ચય અને વ્યવહારની નજરે :
આમ અસલમાં તો તમે જ તમારી જાતને સુખી કે દુ:ખી બનાવો છો. પરમાત્મા તમને સુખી પણ નથી કરી દેતા... દુઃખી પણ નથી કરતાં..
એમના નિમિત્તે જરૂર તમે સુખી થાઓ છો માટે સુખ દેનારા તે જ કહેવાય, સુખ પામવાનો ધીકતો પુરુષાર્થ તમે જ કરાવ્યો હોવા છતાં.
શેઠના દસ હજાર રૂપિયા લઈને કાળી મજૂરી કરીને લક્ષાધિપતિ બનતો નોકર, શેઠનો જ ઉપકાર માને. જાતના પુરુષાર્થને યાદ કરીને શેઠને કદી ન અવગણે. વ્યવહારનયમાં નિષ્ણાત બનેલાને આ વાત સમજાવવી પડે તેવી નથી. નિશ્ચયના એકાંત રાગીને આ વાત સમજાવવાની જરૂર જ લાગતી નથી.
સૂર્યના પ્રકાશમાં ચાલ્યા જતાં દેખતાં સાવધાન માણસને એક પણ કાંટો ન લાગે ત્યારે તમાં પોતાની સાવધાનીનો નહિ પરંતુ સૂર્યના પ્રકાશનો જ મહિમા ગાય છે અને જો કદાચ કાંટો વાગી જાય તો તે કદી કહેતો નથી કે, “સૂર્યના પ્રકાશને કારણે મને કાંટો વાગ્યો.'' એ તો કહે છે કે મારી બેદરકારીને લીધે જ મને
Page #97
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૯૭
કાંટો લાગ્યો!'
નિશ્ચયવ્યવહારનો જાણકાર પણ સુખમાં પરમાત્માની નિમિત્તતાને અને દુ:ખમાં પોતાની પ્રમાદાદિ અવસ્થાને જ આગળ કરે છે. વસ્તુસ્થિતિ જ તેવી હોય ત્યાં બીજું કશું બોલાય પણ નહિ જ ને? છતાં અવળું બોલે તે બેવકૂફમાં જ ગણાય.
એક હોંશિયાર વૈદ્યની સલાહ મજુબ દરદી દવા લે અને સાથે પથ્થસેવન, કુપથ્થત્યાગાદિ વિધિ પાળે તો તે દરદીના વ્યાધિનો અવશ્ય વિનાશ થાય. અને જો સુનિપુણ વેદ્યની દવા લેવા છતાં રોગમાં વૃદ્ધિ થાય કે રોગવિનાશ ન થાય તો લોકો પણ એમ જ કહે કે, “કશીક અવિધિ કરતો હશે.'
આવું જ મહાદેવની આરાધનાના ઔષધનું છે. યથાવિધિ સેવન કરનારના સાધ્ય કે દુ:સાધ્ય સંસાર રોગનો તે અવશ્ય નાશ કરે. જો રોગનાશ ન થાય તો ત્યાં દર્દીના વિધિ-સેવનની જ ખામી માનવી રહી; નહીં કે વીતરાગ-મહાદેવ સ્વરૂપ મહાવૈદ્યની.
જન્મ-જીવન અને મરણની ઘટમાળનું જ નામ સંસાર. એ જ આત્માનને લાગેલો કર્મજનિત મહારોગ.
જે જન્મ પામે તેને મૃત્યુ અવશ્ય પામવાનું. જે જન્મ પામ્યો તે ક્યાંય અવશ્ય મૃત્યુ પામીને આવેલો. જન્મે તે બધા મૃત્યુ પામે જ. પરંતુ મૃત્યુ પામે તે બધા જ જન્મે તેવો નિયમ નહિ.. જન્મ-વિધિના ઉત્પાદક કર્મનો સમૂલ નાશ કરનાર મૃત્યુ પામીને ક્યાંય જન્મ પામતા નથી. એ અજન્મા બને છે.
જન્મ એ કાર્ય છે. જગતમાં જે કોઈ કાર્ય છે તે બધા કોઈને કોઈ કાર્યમાંથી ઉત્પન્ન થયા છે. માટે જન્મરૂપી કાર્ય પણ કોઈ કાર્યથી જ ઉત્પન્ન થાય છે એમ માનવું જ રહ્યું. આ અનુમાનથી જન્મની ઉત્પત્તિ જન્મોત્તરનાં જન્મના કાર્યથી જ માનવી પડે. - ના. પિતારૂપ કે માતારૂપ કાર્યમાંથી બાળકના જન્મરૂપ કાર્યની ઉત્પત્તિ માની શકાય જ નહિ. કેમકે જેવું કાર્ય હોય તેને અનુરૂપ જ જન્મ-કાર્ય હોવું જોઈએ.
ઘટ કાર્યને કાંઈ પુસ્તકરૂપ કાર્ય ઉત્પન્ન ન કરી શકે.
વળી જ બાળજન્મનું જનકકાર્ય માતાપિતાને માનવામાં આવે તો તો જેવા માતાપિતા-કાર્યમાં સંસ્કાર તેવા જ બાળક-કાર્યના સંસ્કાર બનવા જોઈએ. પછી અંધ માબાપથી આંખોવાળું બાળક શી રીતે જન્મશે ?
Page #98
--------------------------------------------------------------------------
________________
૯૮
વીર ! મધુરી વાણી તારી
ક્રોધી પિતાનું ક્ષમાશીલ બાળક જોવા મળે છે તેનું શું?
વી વિષમતાને કારણે બાળ જન્મસ્વરૂપ કાર્યનું જનક કાર્ય માતાપિતા ન હોઈ શકે. પરંતુ એનું જન્માન્તર જ જનક કાર્ય માનવું પડે.
આ અનુમાનને લીધે પૂર્વજન્મ અને પુનર્જન્મના અસ્તિત્વની પણ સાબિતિ મળી જાય છે. અસ્તુ.
જન્માદિરૂપ સંસાર રોગનો સવ૪નાશ વીતરાગમહાદેવના આજ્ઞાનુસારી જીવનથી અવશ્ય થઈ જાય છે એ નિઃશંક હકીકત છે. પ્રથમ અષ્ટકનો ઉપસંહાર
આ અષ્ટકની સુવિસ્તૃત વિવેચના હવે પૂર્ણ થાય છે. આપણે આ અષ્ટકના શ્લોકોનો સર્વગ્રાહી સાર આટલો જ ખ્યાલમાં રાખવાનો કે મહાદેવ તે જ દેવ હોઈ શકે જેઓ વીતરાગ હોય. સર્વજ્ઞ હોય અને વિશુદ્ધ મોક્ષશાસ્ત્રના શુદ્ધ નિરુપક હોય.
રાગવાળા હોય કે રોષવાળા હોય, ભક્ત ઉપર પ્રસન્ન થતા હોય અને અભક્તો ઉપર નારાજ થઈ જતાં હોય તેને મહાદેવ કહી શકાય નહિ. એવો પક્ષપાત તો સામાન્યજન સુલભ છે. આ તો અસામાન્ય કોટિના મહાદેવ છે. એમનામાં એવો પક્ષપાત કેમ હોઈ શકે ? વંદના - પાપ નિકંદના:
જેમ જેમ આત્મા કર્મથી મુક્ત થતો જાય તેમ તેમ તેનું વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ થતું જાય. આ વિશુદ્ધિ પોતે જ સહજ રીતે અનેક યોગ્ય જીવો ઉપર ઉપકાર કરતી જ રહે છે. જ્યારે આત્મા સર્વકર્મમુક્ત બનીને સંપૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તે સર્વોત્કૃષ્ટ ઉપકાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. શરત છે માત્ર તેમની સન્મુખ થવાની.
એ આત્માઓના ભયંકર કર્મોને અને દુષ્યતિહત રાગાદિ સંસ્કારોને બળી નાંખવાના સર્વોત્કૃષ્ટ પુરુષાર્થને જેઓ ભાવભરી વંદના કરે છે એ મુમુક્ષુઓ અવશ્ય પોતાની વિશુદ્ધિ પ્રાપ્ત કરતા જાય છે.
પરમશુદ્ધતત્ત્વને ભાવભરી વંદના જ પાપનિકંદના બને છે. એથી જ આપણા પાપમય સંસ્કારોનો નાશ થવા લાગે છે અને આત્મવિશુદ્ધિ પ્રગટ થતી જાય છે. તમને બીજું કાંઈ જ નહિ આવડતું હશે તો ય ચાલશે, ત્યાગ-તપ-જપ-ધ્યાન-કશું
Page #99
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ય ભલે ન આવડે, પરંતુ તે બધાયને પામી ચૂકેલા, પરમશુદ્ધ પરમાત્માઓને ભાવભરી વંદના કરતાં તમને આવડે છે?
૯૯
અનધ્યાત્મદશાનો તિરસ્કારભાવ તમારામાં સળગી રહ્યો છે ? પરમાત્મભાવની
ભૂખ જાગી ચૂકી છે.૪ જો આ આગ અને આ ભૂખ જાગશે તો તમે એ પરમમદને
પામેલાઓને ભાવભરી સાચી વંદના કયા૪ વિના રહી શકશો પણ નહિ.
એવી એક વંદના થતાંની સાથે જ તમારા જીવનનો પ્હો ફાટયો છે એમ તમે સમજી લેજો. નિશ્ચિત સમજી લેજો. પછી પ્રકાશને આવતાં વાર નહિ લાગે. આવી વંદના જ કઠોરમાં કઠોર સાધના છે. ઘોર તપ ત્યાગ કે અપૂર્વ ધ્યાન-જપ વગેરે તો બહુ સામાન્ય બાબતો છે; આવી સુંદર વંદના પાસે.
માટે જ તો વંદનાવિહોણા તપત્યાગ લગભગ નિષ્ફળ ગયા અનંત આત્માઓના! અને વંદનાવાળા અલ્પત્યાગાદિ, રે,? વંદનાયુક્ત સંસારના ભોગો પણ સર્વકર્મના ક્ષય કરનારા પરંપરયા બની ગયા!
વંદના કરો પરમપુરુષ મહાદેવોને! તમે જ વંઘ બની જશો જગતના ! પછી એ મહાદેવોને પણ તમારે વંદના કરવાની રહેશે નહિ.
રે! આ વિચારથી તો શ્રાદ્ધશિરોમણિ કવિ ધનપાલ ત્રાસી ઊઠયા હતા. અને ૠષભપંચાશિકામાં પોતે એ દુ:ખ વ્યક્ત કરતાં કહી દીધું કે, “હે ભગવાન આદિનાથ! તને વંદના કરવાથી મોહાદિના મારા કુંસંસ્કારો નાશ પામી જસે એ વાત તો મને ગાંડો થેલો બનાવી દે છે. પણ મોવિજેતા બનેલા મારે પછીથી તને વંદના કરવાની નહિ એ હકીકત વિચારતાં તો હું ત્રાસી ઊઠું છું.'' વંદ્ય બનવા કરતાં વંદક બનવાની મસ્તી જ કોઈ ઓર લાગી છે કવિ ધનપાલને! માટે જ વંદનાની માધુરી માણવાનું મૂકી દેવું પડે તેવી જગદ્વંદ્ય અવસ્થાની દેન સ્વીકારતાં પણ તો અચકાઈ જાય છે.
ગમે તે થાઓ. આજે તો જગદંઘને તબિયત વંદના અર્પો. વંઘ તમને વંઘ બનાવી દે એ જુદી વાત છે પણ વંદના વિના વંદ્ય બનાતું જ નથી એ વાત નિશ્ચિત સમજી લઈને વંદનાના જ માશુ ક બની રહો.
ફરીયાદ રાખજો કે જગદ્વંદ્ય મહાદેવ આપણને વંદ્ય બનાવવામાં અસલમાં કોઈ ઉપકાર કરતાં નથી. ઉપકાર કરે તે રાગી છે. ઉપકાર તો થઈ જાય છે વીતરાગથી.
ઉપકાર કરવો અને ઉ૫કા૨ થઈ જવો એ વાતમાં ઘણું અંતર પડેલું છે. વ્યવહાર વિશારદ આત્મા ઉપકાર થવામાં નિમિત્ત બનનારનો ઉપકાર માને જ.
Page #100
--------------------------------------------------------------------------
________________
| | _
૧૦૦
વીર ! મધુરી વાણી તારી
એવો ઉપકાર ન માને તે કદી જગäદ્ય બની શકે નહિ, કેમકે એવો વિચારવાળો આત્મા ભાવભરી સાચી વંદના કદી કરી શકે જ નહિ.
આચાર્યભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ મહાદેવનું સ્વરૂપવર્ણન સાત શ્લોકમાં કરતાં રહ્યાં ત્યાં સુધીમાં જ્ઞાનયોગની ધૂનમાં રાચતા હતા. પણ એ ધૂનમાં જ એમને મહાદેવની અસાધારણ વિશિષ્ટતાઓ દેખાતી ચાલી અને જાણે કે જ્ઞાની, ભક્ત બનતો ચાલ્યો અને જ્ઞાનની ધૂન પરાકાષ્ટાએ જતાં ભક્તિની ધૂન પણ પરાકાષ્ટાને પામી અને ભગવાન હરિભદ્રસૂરિજી આઠમા શ્લોકમાં બીજું કાંઈ જ ન કહેતાં જ્ઞાનમસ્તીને બાજુએ મૂકીને જાણે ભક્તિની મસ્તીમાં “કહે છે, મહાદેવ! મારી ભાવભરી ભક્તિએ તારા ચરણોમાં હું તને શતશત વંદનાઓ આપું .' પ્રથમ અષ્ટક પૂર્ણ થઈ ગયું.
ઓ! શ્રી વીતરાગ-સર્વજ્ઞ! ઓ પરમશાંત સ્વરૂપ! ઓ કૃતકૃત્ય જ્યોતિ! ઓ, કેવલ્યનિધિ મહાદેવ! મારી તને પુનઃપુનઃ વંદના.
આઠમા શ્લોકમાં આટલું કહીને ભગવાન હરિભદ્રસૂરિજીનો જ્ઞાનાત્મા ભક્તાત્મા બની જઈને આ અષ્ટકને સમાપ્ત કે છે.
આપણે ય એ વીતરાગતાદિ ગુણસંપન્ન મહાદેવને અને એ મહાદેવના ચરણોમાં આળોટતાં મહાદેવના દાસત્વની ખુમારી લેતાં ભગવાન હરિભદ્રસૂરિજીને ! પળે ભાવભરી વંદના અર્પીએ.
વીતરાગના દાસનો ય દાસ બને તે જ એક દી વીતરાગનો સાચો દાસ બની શકે, અને એ જ વીતરાગનો દાસ એક દી સાચો વીતરાગ બની જાય.
Page #101
--------------------------------------------------------------------------
________________
વીર મધુરી વાણી તારી
૧૦૧
(૨) Mાળાષ્ટક
Page #102
--------------------------------------------------------------------------
________________
IL
૧૦૨
વીર મધુરી વાણી તારી
સંક્ષિપ્તાર્થ द्रव्यतो भावतश्चैव द्विधा स्नानमुदाहृतम।
बाह्यमाध्यात्मिकं चेति तदन्यैः परिकीर्त्यते ।।१।। સ્નાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે, (૧) દ્રવ્ય સ્નાન (૨) ભાવ સ્નાન. અન્યધર્માવલંબીઓ તેને જ અનુક્રમે (૧) બાહ્ય સ્નાન અને (૨) આધ્યાત્મિક સ્નાન તરીકે કહે છે.
जलेन देहदेशस्य क्षणं यच्छुद्धिकारणम् ।
प्रायोऽन्यानुपरोधेन द्रव्यस्नानं तदुच्यते ।।२।। જળથી (કરાયેલું) સ્નાન કે જે ક્ષણભર દેહની શુદ્ધિનું કારણ બને છે, તે પ્રાયઃ બીજા નવા મેલને રોકવામાં અસમર્થ હોવાથી દ્રવ્યસ્નાન કહેવાય છે.
कृतेदं य विधानेने देवतातिथिपूजनम्। करोति मलिनारम्भी तस्यैतदपि शोभनम ।।३।। भावशुद्धिनिमित्तत्वात्तथानुभवसिद्धितः ।
कथञ्चिद्दोषभावेऽपि तदन्यगुणभावतः ।।४।। પાપકારી વ્યાપાર કરનાર જે ગૃહસ્થ વિધિપૂર્વક સ્નાન કરીને દેવતા-મહાદેવતીર્થકર અને અતિથિ-સાધુ સાધ્વીનાં પૂજા સત્કાર કરે છે, તેને દ્રવ્યસ્નાન પણ શોભન-લાભદાયી છે; કારણ કે તે ભાવશુદ્ધિમાં-વિચારશુદ્ધિમાં નિમિત્તરૂપ થાય છે એવો પણ અનુભવ છે તેમ જ તેમાં થોડો દોષહોવા છતાં પણ તેનાથી (સમ્યકત્વશુદ્ધિ વગેરે) બીજા ગુણોનો લાભ થાય છે.
अधिकारिबशाच्छास्रे धर्मसाधनसंस्थितिः ।
व्याधिप्रतिक्रियातुल्या विज्ञेया गुणदोषयोः ।।५।। રોગના ઉપાયોની વ્યવસ્વાસમી શાસ્ત્રમાં (કહેલી) ધર્મનાં સાધનોની વ્યવસ્થા (તેમનાં) ગુણદોષની બાબતમા અધિકારીની અપેક્ષાએ જાણવી. (તેથી દ્રવ્યસ્નાન સદોષી હોવાથી સાધુને વિહિત નથી.)
ध्यानाम्मसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् ।
मलँ कर्म समाश्रित्य भावस्नानं तदुच्यते ।।६।। જે સ્નાન ધ્યાનરૂપી પાણી વડે કર્મરૂપી મેલની અપેક્ષાએ અર્થાત્ કર્મરૂપી મેલને ધોઈને આત્માની શુદ્ધિનું કારણ બને છે, તે ભાવ સ્નાન કહેવાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૦૩
ऋषीणाभुत्त्म ह्येतन्निर्दिष्टं परमर्षिमिः ।
हिंसादोषनिवृत्तानां व्रतशीलविवर्धनम् ।।७।। હિંસાદોષથી નિવૃત્ત થયેલા, ઋષિઓના વ્રત-નિયમ અને શીલ-સમાધિની વૃદ્ધિ કરનાર ભાવસ્નાન જ ઉત્તમ છે એમ શ્રેષ્ઠ મુનિઓએ કહ્યું છે.
स्नात्वाऽनेने यथायोगं नि:शेषमलवर्जितम् ।
भूयो न लिप्यते तेन स्नातक: परमार्थतः ।।८।। ઉપર્યુક્ત અધિકારાનુસાર દ્રવ્યસ્નાન અને ભાવ સ્નાન કરીને સંપૂર્ણ કર્મરહિત થયેલો ફરીને કર્મથી બંધાતો નતી; તેથી જ વાસ્તવિક દૃષ્ટિએ સ્નાતક કહેવાય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૧૦૪
દ્રવ્યસ્નાન :
ભાવસ્નાન :
અષ્ટક ઃ ૨
શ્લોક ૧
જેઓ મહાદેવનું પદ પામ્યા તે પરમાત્માનાં પૂજન વગેરે કરવા જોઈએ. આ પૂજન સ્નાન વિના સંભવે નહિ. એટલે હવે ‘સ્નાન’ ઉપર વિચાર કરીએ. સ્નાન પ્રકારના છે.
દ્રવ્યસ્નાનના પ્રકારો :
વીર ! મધુરી વાણી તારી
વિવેચના
પુદ્ગલ-દ્રવ્યને અનુલક્ષીને કરાતું સ્નાન
દ્રવ્યસ્નાન કહેવાય.
દ્રવ્યસ્નાનની ક્રિયા દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે. એટલે કે દ્રવ્યસ્નાનની ક્રિયા ત્રણ દ્રવ્યને આશ્રયીને થાય છે.
(૧) જળ (૨) દેહ (૩) મેલ.
પાણી-દ્રવ્યથી સ્નાન થાય, દેહ-દ્રવ્યની શુદ્ધિ માટે સ્નાન થાય, દેહના મેલને દૂર કરવા માટે સ્નાન થાય.
આવું જલ-દેહ અને મળ દ્રવ્યને આશ્રયીને જે સ્નાન ક્રિયા થાય છે તેને દ્રવ્યસ્નાન કહેવામાં આવે છે.
શાસ્ત્રીય પરિભાષામાં ‘દ્રવ્ય’ શબ્દનો બીજી રીતે પણ એક વિચાર થાય છે. દ્રવ્ય એટલે પ્રધાન અને અપ્રધાન.
જે દ્રવ્ય ભાવનું કારણ બનવાની યોગ્યતા ધરાવતું હોય તે દ્રવ્યને પ્રધાન દ્રવ્ય કહેવાય છે. તેનાથી વિપરીત દ્રવ્યને અપ્રધાન દ્રવ્ય કહેવામાં આવે છે.
ભાવનાનના પ્રકારો :
આ અપેક્ષાએ ભાવસ્નાનનું કારણ બનવાની યોગ્યતાવાળું પ્રધાનાત્મક
દ્રવ્યસ્નાન કહેવાય છે. જ્યારે તેથી વિપરીત અપ્રધાન દ્રવ્યસ્નાન કહેવાય છે.
ભાવ એટલે પરિણામ.
પરિણામને અનુલક્ષીને કરાતું સ્નાન તે ભાવસ્નાન કહેવાય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૦૫
અહીં પણ પૂર્વવત્ પરિણામ આપણે જોઈશું. આત્મા એ ઉપયોગ સ્વરૂપ ભાવ છે. એને સ્નાન કરાવવાનું છે. આ સ્નાન શુભધ્યાન સ્વરૂપ ભાવથી થાય, એનાથી આત્માના ભાવની શુદ્ધિ થાય, એથી પરિણામે કર્મસ્વરૂપ કચરો નષ્ટ થાય. કર્મ એ ઓદયિક ભાવનું કારણ હોવાથી (કાર્યનો કારણમાં ઉપચાર કરતાં) ભાવાત્મક કહી શકાય.
જળથી દેહનું સ્નાન થતાં દેહમળ દૂર થાય છે. શુભધ્યાનથી આત્માનું સ્નાન થતાં કર્મમળ દૂર થાય છે. દેહમળને દૂર કરનારી ક્રિયા દ્રવ્યસ્નાન કહેવાય છે. કર્મમળને દૂર કરનારી ક્રિયા ભાવસ્નાન કહેવાય છે.
આમ અહીં તો બે જ પ્રકારના સ્નાન આપણે વિચારવા છે. જે નિક્ષેપોનો વિચાર કરવામાં આવે તો તો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકાના સ્નાન વિચારણીય બને પરંતુ આમાં નામ સ્નાન અને સ્થાપના સ્નાનની વિચારણાનો કોઈ અર્થ નથી. જેમ જિનના ચાર નિક્ષેપનો વિચાર રતા નામ જિન અને સ્થાપના જિનનો પણ વિચાર આવે છે. પરંતુ એ વિચાર કરતાં તો ચિત્તને અપૂર્વ આનંદ આવે
જ્યારે નામ-સ્નાન અને સ્થાપના જ્ઞાનમાં તેવું કાંઈ નથી માટે તેનો વિચાર નિમ્પ્રયોજન બની જાય છે.
અને જો નિક્ષેપદૃષ્ટિથી બોધ મેળવવા માટે નામ સ્નાન અને સ્થાપના સ્નાનનો વિમર્શ પણ જરૂરી છે એમ કહીને કોઈ પ્રશ્ન કરે કે શા માટે અહીં ગ્રંથકારે માત્ર બે પ્રકારના દ્રવ્ય અને ભાવ સ્નાન કહ્યા?
આનો ઉત્તર એ છે કે જેનેતર ગ્રંથોમાં અનેક પ્રકારના સ્નાન કહ્યા છે. (૧) ભસ્મથી થતું આગ્નેય સ્નાન. (૨) અવગાહ્ય-વારુણ સ્નાન. (૩) જલાંજલિયુક્ત મંત્રોચ્ચારાત્મક બ્રામ્ય સ્નાન. (૪) વાયુનું દિવ્ય સ્નાનઃ વાયવ્ય સ્નાન. (૫) માટીથી થતું પાર્થિવ સ્નાન. (૬) મનઃશુદ્ધિજનક માનસિક સ્નાન.
આવા જે અનેક પ્રકારના સ્નાન કહ્યા છે તે બરાબર નથી, કેમકે આ પ્રકારામાં જેટલાં સ્નાન દેહના બાહ્યમળને દૂર કરતાં હોય તે બધાંયનો દ્રવ્ય સ્નાનમાં જ સમાવેશ
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૬
વીર ! મધુરી વાણી તારી
થઈ જાય, અને જે આત્મમળને દૂર કરતાં હોય તેમનો ભાવજ્ઞાનમાં સમાવેશ થઈ જાય. અને ગોધૂલિથી કે મંત્રથી જે સ્નાન બતાડયા છે તે તો હકીકતમાં સ્નાન જ ન કહેવાય કેમકે તેમનાથી દેહના કે આત્માના-કોઈના પણ-મળ દૂર થઈ શકતા જ નથી.
આમ જ્યારે દ્રવ્યમાં અને ભાવમાં જ બધા ય સ્નાનનો યથાયોગ્ય સમાવેશ થઈ જાય છે ત્યારે દ્રવ્ય સ્નાન અને ભાવસ્નાન સ્વરૂપ બે જ સ્નાન છે એમ કહેવું જોઈએ.
અથવા દ્રવ્યસ્નાન પણ પ્રધાન અને અપ્રધાન ભેદથી બે જ પ્રકારનું અને ભાવનાન પણ એ રીતે બે જ પ્રકારનું છે એમ સમજવું. આ ભેદનો વિચાર આગળ કરીશું.
અન્ય દાર્શનિકો પણ બાહ્ય અને આધ્યાત્મિક એણ બે પ્રકારના સ્નાન કહે છે.
દ્રવ્ય સ્નાન-વર્ણન:
પાણીથી શરીરની સઘળી ચામડીની, જે ક્રિયાથી શુદ્ધિ થાય તે સ્નાનને દ્રવ્યસ્નાન કહેવાય.
કેટલાક ભસ્મ વગેરેના સ્નાન કહે છે પરંતુ તે બરોબર નથી કેમકે ભસ્મ વગેરે દેહની ચામડીના મેલને દૂર કરી દેવા અસમર્થ છે. શૌચ તો તેને જ કહેવાય છે શરીરની ચામડીની મેલી ચિકાશશ અને દુર્ગધીને દૂર કરે.
કેટલાક વસ્ત્રો પહેરી રાખીને જ સ્નાન કરવાનું કહે છે અને તેમ કરીને પ્રભુપૂજાદિ કરવાનું વિધાન કરે છે. આ વિધાન પણ બરોબર નથી. શરીર જો વસ્ત્રયુક્ત હોય તો શરીરની ચામડીનું સારી રીતે પ્રક્ષાલન જ થઈ ન શકે. એથી એને સ્નાન જ ન કહેવાય.
બીજા કેટલાક સ્નાન શબ્દના વ્યાખ્યાનકારો પણ દેહના અમુક ભાગના શોચને સ્નાન કહે છે. પણ તે બરોબર નથી. લિંગ, ગુદા, હાથ વગેરે દેહના ભાગોના જ સ્નાનથી ન ચાલી શકે.
હા, દેહના અમુક જ દેશનું સ્નાન થઈ શકે. પરંતુ તે માત્ર લિંગ ગુદા વગેરેનું નહિ કેમકે તેના પણ અંદરના ભાગોનું તો સ્નાન કરી શકાતું જ નથી. વળી આવા કેટલાક ભાગોનું સ્નાન કરનારા કાન, નાક વગેરેનું સ્નાન કેમ નથી કહેતા? ત્યાંની ચામડી ઉપર પણ મેલ તો હોય જ છે!
માટે આખા શરીરની ચામડીનું સ્નાન એ જ સ્નાન કહેવાય. ચામડી એ પણ
Page #107
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૦૭
શરીરના અનેક દેશ પૈકી એક દેશ છે.
આમ જ્યારે લિંગ, ગુદા વગેરેના જ શોચને સ્નાન કહી શકાય નહિ ત્યારે તેમણે એવી પણ જે વાત કરી છે કે, “ગૃહસ્થોના આ અંશોના શૌચ કરતાં બ્રહ્મચારીએ બમણું, વાનપ્રસ્થ ત્રિગુણ અને થતીઓએ ચતુર્ગુણ સ્નાન કરવું' આ વાત પણ હવે ચર્ચવાની જરૂર જ રહેતી નથી.
આવું દ્રવ્યસ્નાન પણ સામાન્ય રીતે તો થોડો જ સમય કરવાનું હોય છે. થોડીવારના સ્નાનથી જ મળ નાશ થઈ શકે છે. હા, ક્યારેક રોગગ્રસ્ત દેહ માટે વધુ સમયના સ્નાનની પમ જરૂર સંભવી શકે છે.
થોડા સમયમાં જે દેહમળ નીકળી ગયો તે નીકળી ગયો. આમ તો શરીરમાં અને દેહની ચામડી ઉપર પણ ઘણો મળ ભરેલો છે પરંતુ તે બધો મળ ઘણા સમય સુધી સ્નાન કર્યા કરવાથી કાંઈ નીકળવા લાગતો નથી.
એટલે જ “સ્નાન’ શબ્દનું લક્ષણ કરનારાઓ કહે છે કે સ્નાન એ સામાન્ય રીતે થોડા જ સમયની ક્રિયા હોઈ શકે.
કેટલાક વળી અહીં એમ કહે છે કે સ્નાન એવું જોઈએ કે જેમાં પાણી સિવાયના બીજા જીવોની પ્રાયઃ હિંસા ન થવી જોઈએ.
પ્રધાન : દ્રવ્ય સ્નાન :
હવે પહેલાં તે દ્રવ્ય-સ્નાનનું સ્વરૂપ જોઈએ કે જે ભાવસ્નાનનું કારણ બની શકવાથી પ્રધાન દ્રવ્ય સ્નાન કહેવાય છે.
પૂર્વોક્ત મહાદેવ અન એ મહાદેવના અતિથિઓનાં પૂજન, સત્કાર વગેરે શુભ હેતુથી ગૃહસ્થ પૂર્વોક્ત સ્વરૂપનુ દ્રવ્ય સ્નાન કરે તો તે પ્રધાન દ્રવ્ય સ્નાન કહેવાય.
અહીં “અતિથિ' શબ્દથી સતત નવકલ્પી વિહાર કરતાં યતિઓ સમજવા. અથવા તો જેમને તે તે તિતિના પર્વોત્સવો વગેરે નથી, જેઓ સદા સન્માર્ગમાં નિરત હોવાથી સદા ઉત્સવનું જીવન જીવે છે તે અતિથિ સમજવા. તિથિ વગેરેના ઉત્સવોને જીવનમાં મહત્ત્વ આપનાર અભ્યાગત કહેવાય; અતિથિ નહિ.
આવા મહાદેવના તથા અતિથિના પૂજન-સત્કાર વખતે કરવામાં આવતું ગૃહસ્થનું દ્રવ્ય સ્નાન પણ ‘વિધિ પૂર્વકનું હોવું જોઈએ.
શાસ્ત્રમાં સ્નાનવિધિ બતાડતાં કહ્યું છે કે જે જગો સ્નાન કરવું હોય તે જગાને ગૃહસ્થ સારી રીતે જોઈ લેવી જોઈએ. ક્યાંય કીડી વગેરે જીવોના નગરાં ન હોય.
Page #108
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
વળી જે પાણીથી સ્નાન કરવું છે તે પાણી પણ યતનાપૂર્વક ગાળેલું હોવું જોઈએ. વગેરે....
૧૦૮
આ બધી સ્નાનવિધિ સાચવીને કરાતું દ્રવ્યસ્નાન તે પ્રધાન દ્રવ્યસ્નાન કહેવાય. જેમ સ્નાન ‘વિધિ’પૂર્વકનું હોવું જોઈએ તેમ પૂજ્ય પુરુષોના પૂજા-સત્કાર વગેરે પણ ‘વિધિ’પૂર્વકના હોવા જોઈએ.
રાત ને દિવસ જે ગૃહસ્થો પાપ-પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહે છે તેઓ જ આવા દ્રવ્ય સ્નાનના અધિકારી છે.
સંસાર એટલે પાપમય કોટડી.
ત્યાં રહેલો જીવ ગમે તેટલી ઊંચી જીવદયા પાળે તો ય
શકે.
નહિવત્ દયા પાળી
માટે જ ઉત્કૃષ્ટ કોટિની શ્રાવક જીવનની આરાધના કરનાર શ્રાવક કરતાં પણ જઘન્યકોટિની સાધુજીવનની આરાધના કરનાર સાધુ ચડિયાતો કહ્યો છે.
સંસાર એટલે ધગધગતો લોઢાનો લાલચોળ ગોળો જ જોઈ લ્યો. જ્યોં ક્યાંય પણ એને સ્પર્શે ત્યાં ગરમ જ લાગે.
ગૃહસ્થનું જીવન અગણિત પાપોથી લગભગ સતત ખરડાતું હોય. આવા ગૃહસ્થો માટે જ દ્રવ્ય સ્નાનની જરૂર છે. આશ્ચર્યની વાત છે કે અન્ય દર્શનોના અનુયાયી ઘરબાર ત્યાગીઓ પણ વારંવાર દ્રવ્ય સ્નાન કરતા રહે છે!
શું તેઓ પણ અબ્રહ્મ આદિના ગંદા પાપોથી દેહને ખરડી નાંખતા ગૃહસ્થ જેવા છે ? જો ના. તો પછી તેમને તેવા દ્રવ્યસ્નાનની શી જરૂર? કાંઈ સમજાતું નથી. ગૃહસ્થો માટે તો આ દ્રવ્ય સ્નાન જરૂરી છે; કેમ કે એ સ્નાન એમના તનમનને તાજગી આપનારું બનીને પૂજ્યોના પૂજા, સત્કાર આદિ ક્રિયાઓમાં વિશિષ્ટ ઉલ્લાસને ઉત્પન્ન કરી જાય છે.
પરંતુ સંતોના તન-મન તો સદા તાજા-માજા અને સાજા.
સદા પ્રફુલ્લ અને સદા ઉલ્લસિત ભાવે નિર્મળ.
પછી એમને એ દ્રવ્યસ્નાનની શી જરૂર?
બેશક સામાન્ય રીતે દ્રવ્ય સ્નાન કામોત્તેજક છે અને અભિમાનનું પોષક છે, બીજી બાજુ દ્રવ્ય સ્નાન જીવહિંસાનું કારણ પણ બને છે છતાં સદા કામોત્તેજક વાયુમંડળમાં રહેનારા અને જીવહિંસાદિમાં ચકચૂર રહેનારા ગૃહસ્થો માટે આવું
Page #109
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પણ દ્રવ્યસ્નાન આવકારદાયક છે. કેમકે આ જ દ્રવ્યસ્નાનનું સારું કહી શકાય તેવું એક વૈશિષ્ટ્ય પણ છે. તે છે શુભ ભાવનું ચિત્તમાં ઝડપી ઉત્પાદન કરી દેવાનું.
૧૦૯
આં કદાચ કી પ્રશ્ન કરે કે દ્રવ્યસ્નાનથી ગૃહસ્થને શુભભાવની વૃદ્ધિ જ ન થાય અને કામોત્તેજના તથા વિભૂષાનું અભિમાન જ ઉત્પન્ન થાય તેવી જ વધુ શક્યતા છે એમ કેમ ન કહી શકાય ?
આનું સમાધાન એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ જે ગૃહસ્થો ભૂમિપ્રેક્ષણા કરે અને પાણીમાં સંભવિતક જંતુને દૂર કરવા પાણી ગાળવા વવગેરેની જયણાઓ પાળે, વળી પોતાની નજર સામે પૂજ્ય પુરુષોના પૂજન વગેરે કરવાનો ઉલ્લસિત ભાવ રમતો હોય તો તેવી કાળજીવાલા ગૃહસ્તોને દ્રવ્યસ્નાનથી કામોત્તેજનાની કે અભિમાનના પોષણની શક્યતા નહિવત્ બની જાય છે. પછી તો દ્રવ્યસ્નાનથી સંભવિત શુભભાવની વૃદ્ધિની જ શક્યતા ખૂબ જોરદાર બની રહે છે.
સદા પ્રાયઃ સર્વ પ્રકારના અશુભભાવોમાં જ જરાતરામાં લપસી પડતા ગૃહસ્થને તો જે કોઈ ઉપાયથી શુભભાવની પ્રાપ્તિ શક્ય બનતી હોય તે ઉપાય તો સત્વર હાથ કરવા જેવો છે. જો ત્યાં પણ બીજા અનિષ્ટોની સંભાવનાઓનો વિચાર કરીને ઈષ્ટપ્રાપ્તિને ટાળી દેવાનો યત્ન કરવામાં આવે તો તે ગૃહસ્થોને તો આ
સંસારસાગરથી પાર ઊતરવા માટે કોઈ જ રસ્તો રહેતો નથી.
વસ્તુતઃ તો ભક્તિ અને વિધિપૂર્વકના તથા શુભાશયપૂર્વકના દ્રવ્યસ્નાનથી કામોત્તેજના વગેરેના અનિષ્ટની શક્યતા જ નથી. આ વાત આગળ ઉપર આપણે વિચારશું.
અહીં તો આપણે એટલું જ તારણ નક્કી કરી લઈએ કે બાહ્ય સ્થૂલ-જડ દૃષ્ટિએ દ્રવ્યસ્નાનમાં ત્રણ દોષો દેખાય છે. (૧) જીવ હિંસા (૨) કામોત્તેજના (૩) વિભૂષાનું અભિમાન.
જ્યારે ગુણ એક દેખાય છે. ભાવશુદ્ધિની શક્યતા.
ઉક્ત ત્રણે ય દોષમાં ખીચોખીચ બૂડેલા ગૃહસ્થને શુભાશય અને શાસ્ત્રોક્તવિધિ મુજબનું દ્રવ્યસ્નાન કરવાથી દ્રવ્યસ્નાનથી એ ત્રણ દોષો ફરી લાગવાની, કે જૂના એ દોષો વધવાની શક્યતા જ રહેતી નથી. જ્યારે અશુભભાવોના જ વાયુમંડળનાં પુરાયેલા ગૃહસ્થને વિધિ દ્રવ્યસ્થાનથી જીવહિંસાદિના અશુભભાવો જાગવાની શક્યતા જ મરી જાય છે અને શુભભાવોના ઉછાળા અનુભવવાની શક્યતા ખૂબ જ
Page #110
--------------------------------------------------------------------------
________________
IL
૧૧૦
વીર મધુરી વાણી તારી
સફળ રીતે જોરદાર બની જાય છે.
આ તારણ ઉપર જ આપણે વિસ્તારથી આગળ વધતાં વિચાર કરીશું.
પણ જે ગૃહસ્થ નથી, જેમણે સંસારમાત્રનો ત્યાગ કરી દીધો છે તે તો સદા શુભભાવોમાં રમમાણ છે. એટલે તેમને તો જીવહિંસાદિની શક્યતાવાળા દ્રવ્યસ્નાન દ્વારા શુભભાવ તાણી લાવવાની કોઈ આવશ્યકતા જ નથી.
અશુભભમાં રમમાણ ગૃહસ્થને, શુભ ભાવને તાણી લાવીને પણ અશુભ ભાવોને દૂર કરવાની જરૂર ખરી. પરંતુ શુભભાવોમાં જ રમમાણને આવી કોઈ જરૂર ખરી?
થોડી પણ જીવહિંસાદિ પ્રવૃત્તિ વિના પણ જો શુભભાવનો પાતાળકૂવો મજેની સેર સદા માટે છોડી રહ્યો હોય તો શા માટે જીવહિંસાદિની કાયિક પ્રવૃત્તિ પણ કરવી!
એટલે જે દ્રવ્યના ગૃહસ્થ માટે શોભન બની જાય છે તે જ દ્રવ્યસ્નાન ગૃહત્યાગી માટે અશોભન બની જાય છે.
જે મલિનારંભી ગૃહસ્થ છે તેને જ પૂર્વોક્ત દ્રવ્યસ્નાન કર્તવ્યરૂપ છે, જે મલિનારંભી નથી તેવા ગૃહત્યાગીઓને માટે એ જ દ્રવ્યસ્નાન અર્તવ્યરૂપ છે.
શું કર્તવ્ય પણ અમુકને માટે જ કર્તવ્ય? જે સારું છે, કર્તવ્ય છે તે સહુ માટે કેમ સારું નહિ? કર્તવ્યરૂપ નહિ?
આવો પ્રશ્ન સહેજે થાય તેમ છે. પરંતુ તે બરોબર નથી. દરેક વસ્તુ તેના અધિકારી માટે જ “સારી” કહેવાય. એની એ જ વસ્તુ એના અનધિકારી માટે “ખરાબ” પણ કહેવાય.
જે પિત્તનો દર્દી છે તેના માટે “ગળ્યું દૂધ અમૃત ગણાય. પીવા જેવું ગણાય. પણ એથી એ દૂધ સહુ માટે પીવા જેવું સુંદર ન જ ગણાય. દમના દર્દીને કદાચ એ જ ‘ગળું દૂધ' મારનારું બને. જેવું દર્દ તેવું ઔષધ.
જે ઘી નિરોગીને પુષ્ટ કરે એ જ ઘી બે ડીગ્રીતાવવાળો મારી નાંખે.
ઘી જેવી સારામાં સારી-આયુવર્ધક ચીજ! તે વળી મારે! એકને જીવાડનારી વસ્તુ બીજાને મારનારી બને! હા જરૂર.
આમાં આશ્ચર્ય કેમ થાય છે એ જ સમજાતું નથી. એક નિરોગી છે અને બીજો તાવવાળો રોગી છે – આ ભેદથી જ ઘીમાં પણ ભેદ
Page #111
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૧ ૧
પાડે છે. ઘી જીવાડનારું અને મારનારું.
અહીં હવે એમ કહી શકાય જ નહિ કે નિરોગી માણસ ઘી ખાઈ શકે તો રોગી કેમ ન ખાય?
આ તો પેલી યુવડ સ્ત્રી જેવી વાત કરી એક સ્ત્રી હતી. તે અત્યંત પતિભક્તા હતી. પતિને પણ તેની ઉપર ખૂબ જ પ્રેમ હતો.
પતિભક્તા સ્ત્રી દરેક વાતમાં પતિને યાદ કરે. દરેક પ્રવૃત્તિમાં પતિને પ્રથમ સ્થાન આપે. ખાતાં પહેલાં પતિને ખવડાવે, સૂતાં પહેલાં ય પતિને સુવાડે.
એક દિવસ તેનો પતિ એક સુંદર સાડી લઈ આવ્યો. તેણે કહ્યું, “આવતી કાલે આ સાડી તું પહેરવા કાઢજે.''
તરત જ પતિભક્તાબોલી ઊઠી, “ના. એ કદાપિ નહિ બને. બધી વાતમાં આજ સુધી મેં તેમને જ પહેલાં કર્યા અને હવે આ વાતમાં હું પહેલી? કદાપિ નહિ.”
પતિ તો આ વાત સાંભળીને આભો જ બની ગયો. તેણે કહ્યું, “પણ આ તો સાડી છે મારાથી તે પહેરાય નહિ.”
પેલી સ્ત્રી બોલી, “જાઓ ત્યારે. જે તમારાથી ન પહેરાય તે મારાથી પણ ન જ પહેરાય!''
કેવી રમૂજી વાત છે! પણ કેટલી મહત્ત્વની છે! આ વાતમાં તો સહુ તરત કહી દેશે કે સ્ત્રી એ સ્ત્રી છે, પુરુષ એ પુરુષ છે. સાડી એ એવી ચીજ છે જે સ્ત્રીથી પહેરી શકાય. પુરુષ સાડી ન પહેરે એટલે સ્ત્રીથી પણ ન પહેરાય એવું કહેનાર સ્ત્રી ખરેખર અતયત મૂર્ખ છે.
અક્ષરશઃ આ જ વિચાર અહીં લાગુ થાય છે. જે ગૃહસ્થ છે તે ગૃહસ્થ છે. જે ગૃહત્યાગી છે તે ગૃહત્યાગી છે. દ્રવ્યસ્નાન ગૃહસ્થ જ કરી શકે, ગૃહત્યાગી ન જ કરી શકે. જે ગૃહત્યાગી ન કરી શકે તે ગૃહસ્થથી પણ ન જ થાય એમ કહેનારાએ ઉપરોક્ત વાત વિચારવી પડશે.
રે! કોઈ રોગિષ્ટ માણસ એમ કહે કે પેલો નિરોગી માણસ દવા નથી ખાતો માટે હું પણ નહિ જ ખાઉં. જો દવા લેવા જેવી જ વસ્તુ હોય તો પેલો નિરોગી માણસ કેમ લેતો નતી? એના જેવો અલમસ્ત અને ખૂબ જ બુદ્ધિમાન માણસ દવા નથી લેતો એ ઉપરથી જ શંકા થાય છે કે દવા સારી ચીજ નહિ જ હોય. નહિ તો નિરોગી-બુદ્ધિમાન એ લીધા વિના રહે જ નહિ. હવે જો એ દવા ન લે તો મારા જેવા
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૧૨
વીર મધુરી વાણી તારી
રોગીએ પણ દવા નહિ જ લેવા જેવી!”
કેવું ઉપહાસજક આ વિધાન છે!
રે! જ્યારે રોગી અને નિરોગી એવા બે ચોખ્ખા વ્યક્તિ ભેદ પડી ગયા, પછી કર્તવ્ય ભેદ પડ્યા વિના રહે ખરો!
ભારતના વડાપ્રધાન હળ ન હાંક માટે ભારતના ત્રીસ કરોડ ખેડૂતોએ હળ હેઠાં મૂકી દેવા શું?
બહુમતિ હળ હાંકે માટે વડાપ્રધાને પણ હળ હાંકવામાં જ સ્વકર્તવ્યું દર્શન કરવું શું? - દરેક સ્થાનનો, દરેક પાત્રનો વિચાર કરવો જ પડશે. દરેક વ્યક્તિમાં અધિકારો જુદા છે માટે તે દરેકના કર્તવ્યો પણ જુદા જ રહેવાના.
માટે જ ગૃહસ્થ છે તેને માટે પૂર્વોક્ત દ્રવ્યસ્નાન કર્તવ્યરૂપ બનવાનું જ અને જે ગૃહત્યાગી છે તેને માટે તે જ દ્રવ્યસ્નાન અર્તવ્યરૂપ બની જવાનું.
ગૃહસ્થ અને ગૃહત્યાગી આ બે ભેદ જો સ્વીકારી લીધા તો તે ભિન્ન વ્યક્તિનો ધર્મ (કર્તવ્ય) એક જ હોવો જોઈએ તેવો આગ્રહ કદાપિ રાખી શકાય નહિ.
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના ભેદથી કર્તવ્યો ભિન્ન ભિન્ન થઈ જ જાય છે.
બ્રિટનમાં બારે ય માસ વુલન કાપડ પહેરવાનું ત્યાંના લોકોનું કર્તવ્ય થઈ પડયું તેથી ભારતીય લોકો પણ વૈશાખ માસના બળબળતા બપોરના સમયે પણ તેમ કરે તો?
એક વર્ષના બાળકને ધાવતો જોઈને તેનો અઢાર વર્ષનો મોટો ભાઈ માને કહે કે, “મને પણ ધવડાવ, હું ય તારો જ દીકરો છું ને?” તો...!!
રે! એક સરખા પાપ કરનારને ય પ્રાયશ્ચિત્ત જુદા જુદા આપવામાં આવે છે. પાપકારકોના ભાવોના તારતમ્યને લઈને જ તો.
અધિકારીભેદ પડે તો કર્તવ્યભેદ આપોઆપ પડી જાય. આ તો ખૂબ જ સાધી સાદી વાત છે. છતાં જિનપૂજાદિ માટે ગૃહસ્થોને પણ દ્રવ્ય સ્નાનનો કેટલાકો વડે કેમ નિષેધ કરવામાં વે છે તે સમજાતું નથી.
પ્રશ્ન- આગળ જતાં આ જ ગ્રંથકાર કહેવાના છે કે, “પાપ કરીને ધર્મ કરવાની ઈચ્છા કરતાં પાપ જ ન કરવું વધારે સારું. ભલે ધર્મ ન થાય.” કાદવથી લેપાઈને સ્નાન કરવાની ઈચ્છા રાખવા કરતાં કાદવથી ન લેવાવું જ વધુ સારું.”
Page #113
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૧૩
બીજી એ પણ વાત કહેવાના છે કે, “પુષ્પો તોડવા નહિ, અને દેવપૂજા માટે બગીચા બનાવવા નહિ.”
તો શું આ બે આગામી વિધાનોથી એમ નક્કી નથી થઈ જતું કે મલિન આરંભોવાળા ગૃહસ્થથી પણ જિનપૂજાદિ માટે દ્રવ્યસ્નાન ન જ થાય?
ઉ.-આ વાત બરોબર નથી. કેમકે જિનપૂજાદિ માટે તો દ્રવ્યસ્નાનનો ખૂબ જ સ્પષ્ટ ઉપદેશ ઠેરઠેર કરવામાં આવ્યો છે. દ્રવ્યસ્નાનથી અને શુદ્ર વસ્ત્રથી “શુદ્ધ થવાનું આ જ શાસ્ત્રમાં અવશ્ય કહ્યું છે.
પ્રશ્ન - હશે પણ તે તો કોઈ ખાસ પ્રસંગે જ તેવી વાત કરી હશે. જિનપૂજાદિ માટે દ્રવ્યસ્નાનથી અને શુદ્ધવસ્ત્રથી “શુચિ' બનવાનું નહિ જ કહ્યું હોય.
ગૃહસ્થને ત્યાં લગ્ન વગેરેનો કોઈ પ્રસંગ હોય અને તે કારણે તે દ્રવ્યસ્નાનથી શુચિ થાય તો સાથે સાથે જિનપૂજા કરી લે.
ઉ.-ના, નિત્ય જિનપૂજા પ્રાસંગિક છે જ નહિ. આ તો નિત્ય કૃત્ય છે. ત્રિકાળ જિનપૂજાનું શાસ્ત્રમાં અનેક ઠેકાણે વિધાન આવે છે.
વળી પૂર્વે કહ્યું કે આ જ ગ્રંથકાર આગળ ઉપર કહેવાના છે કે પાપ કરીને ધર્મેચ્છા રાખવા કરતાં પાપ જ ન કરવું સારું. ઈત્યાદિ, તે વાત જરૂર બરોબર છે. આ જ ગ્રંથકાર ભગવાન આ વાત આગળ ઉપર કહેવાના છે પરંતુ “પાપ નહિ કરવાનો તે નિષેધ તો સર્વવિરતિધર-ગૃહત્યાગી-સાધુને અનુલક્ષીને કરવામાં આવ્યો છે. ત્યાં સાધુ અંગેની બાબતોનું પ્રકરણ જ ચાલે છે તેમાં આ શ્લોક આવેલો છે. માટે આ શ્લોકનો અર્થ ગૃહસ્થની બાબતમાં લગાડી શકાય નહિ.
ઉલટું, ગૃહસ્થની બાબતમાં તો કેટલીક દેખાતી સાવદ્ય (પાપવાળી) પ્રવૃત્તિના લાભોની અનુજ્ઞા કરવામાં આવી છે.
જિનપૂજા કરવાથી ગૃહસ્થને જે અપૂર્વ ભાવોલ્લાસ જાગે છે અને તેનાથી આત્મામાં ઘર કરી ગયેલી પાપવાસનાઓના ભુક્કા બોલાઈ જાય છે એ અનુભવસિદ્ધ હકીકતોને જ્ઞાની ભગવતોએ નજરમાં લઈને દ્રવ્યસ્નાન કરીને પણ તે પાપવિનાશના ભુક્કા બોલાવવાની અનુજ્ઞા કરી છે.
બેશક, દ્રવ્યસ્નાનમાં જીવહિંસા થાય છે પરંતુ એ દેહ શુદ્ધિ પછી ગૃહસ્થોને સ્વાનુભવસિદ્ધ જે ભાવોલ્લાસના પૂર આવે છે એ પાપવાસનાઓના અને પાપકર્મના વનોના વનોને મેદાન કરી નાખે છે.
જ્યાં મોટા દેત પાપકર્મનાં વનો નાશ પામી જાય ત્યાં હજી હમણાં જ શુદ્ધ
Page #114
--------------------------------------------------------------------------
________________
| |_
૧૧૪
વીર ! મધુરી વાણી તારી
આશય સાથે-વિધિપૂર્વક અને ખૂબ જયણા સાચવીને જે જીવહિંસાનું સ્વરૂપતઃ નાનકડું પાપકર્મનું તરણું ઉગાડ્યું એનો નાશ થતાં તો શી વાર લાગે?
જ્યાં મહાવનો ઉખડી જાય ત્યાં તરણાંને ઊખડતાં શી વાર?
દ્રવ્યસ્તવના વિષયમાં “કૂપ' દૃષ્ટાંતઃ
આ જ વાતને સમજાવવા માટે શાસ્ત્રકાર ભગવંતો કુવાનું દૃષ્ટાંત આપે છે.
જ્યારે મજૂરો કૂવો ખોદતાં ખોદતાં ઊંડે જાય છે ત્યારે પ્રથમ તો થોડું થોડું પાણી જ બહાર ફૂટે છે અને તેથી કાદવ કાદવ થઈ જાય છે. પણ છતાં મજૂરો તો ઊંડે ને ઊંડે ખોદતાં જાય છે. અને તગારાં ભરી ભરીને કાદવ ઊલેચતાં જાય છે. અંતે એક વાર એકદમ પાણીની સેર જોરથી નીકળી જાય છે અને બધું પાણી પાણી થઈ જાય છે.
આ વખતે અંગ અંગને લાગેલો સઘળો કાદવ ધોવાઈ જાય છે. શુદ્ધ થઈને મજૂરો બહાર નીકળી જાય છે.
અહીં કૂવાં પાણી મેળવવા જતાં પ્રથમ તો જરાક કાદવ લાગ્યો. પણ પછી પાણીનો ધોધ છૂટતાં એ જ પાણીથી એ કાદવ ધોવાઈ ગયો. એટલું જ નહિ પણ દેહ ઉપર ચોંટેલો બીજો ય ઘણો મેલ સાફ થઈ ગયો.
જિનપૂજાના જલનું ય બરોબર આવું જ છે. પ્રથમ તો સ્વરૂપતઃ જીવહિંસાનો અલ્પ કાદવ આત્મા ઉપર લાગે છે. પણ પછી જે આનંદથી જિનપૂજા થતી જાય છે અને તેમાં ય જ્યારે પૂજક ચૈત્યવંદન સ્વરૂપ ભાવપૂજામાં બેસે છે અને અપૂર્વ મસ્તીથી પરમાત્માની જે સ્તવના કરે છે. છેવટે પ્રાર્થના સૂત્રમાં પ્રભુને હાથ જોડીને મને ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ વગેરેની માંગણી કરે છે. એ બધાયમાં ઉત્તરોત્તર ભયાનક પાપકર્મોના ભુક્કા બોલતા જાય છે. દ્રવ્ય સ્નાનાદિની સ્વરૂપ જીવહિંસાનું કર્મ તો બિચારું ક્યાંય કચરાઈને સાફ થઈ જાય છે.
આ બધું ય ક્યારે બને? ગૃહસ્થનો એ અભ્યાસ પડી ગયો હોય કે સ્નાન વિના તેને ક્યાંય કશી મજા જ ન આવે તો સ્નાન વિના બની શકે ખરું? જ્યારે એને બાહ્ય ઠઠારા વિના આનંદ જ ન આવતો હોય ત્યારે પુષ્પપૂજાદિ બાહ્ય ઠાઠ સજવા વિના એ આવો અપૂર્વ આત્માનંદ પામી શકશે ખરો?
જે પતિ જાતે પોતાની પ્રિયતમાની વેણીમાં કુલ નાંખીને એનું મુખદર્શન કરીને હર્ષિત થવાને ટેવાયેલો છે અને પ્રભુના મુગટમાં કુલ કેમ ન નાંખવા દેવા? એ
Page #115
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૧૫
રીતે જો પરમાત્માના ભાવમાં એ ઘેલો બનશે તો પ્રિયતમાની વેણીના ફુલ નાંખીને બાંધેલા કાળાં કર્મોને પણ બાળીને ખાખ કરી નાંખશે! રે! એના સમગ્ર સંસાર પર્યાયના સર્વકર્મોનો એ નાશ કરી દેશે!
જેની જેવી ટેવ આનંદ પામવાની તેની તેવી ટેવને ઉપયોગમાં લઈને વિશુદ્ધ આનંદ કેમ ન પમાડી દેવો? વિહારાદિ ધર્મપ્રવૃત્તિમાં શું જીવહિંસા નથી?
પણ એવું કહેનારા સામે માત્ર પ્રશ્ન રહે છે જીવહિંસાનો જ ને? તો એક પ્રશ્ન થાય છે કે શું વ્યાખ્યાનની પ્રવૃત્તિમાં જીવહિંસા નથી? શું સાધુને નદી ઉતરવામાં જીવહિંસા નથી? ગૃહસ્થો “સ્થાનક બનાવે તેમાં તેમને જીવહિંસા નથી? સાધુઓના સામૈયા કરે, કે મૃતસાધુની સ્મશાનયાત્રા કાઢે તેમાં જીવહિંસા થતી નથી? હજારો માણસોના પગ નીચે કીડી મંકોડા વગેરે કેટલા જીવો કચરાઈ જતા હશે! રે! એવો એક ધર્મ તો બતાડો જેમાં કોી જાતની જીવહિંસા જ ન હોય!
પછી તો બધા સાધુઓ ખા-પાનાદિનો નવકલ્પી વિહારનો અને ઉપદેશદાનનો પણ ધર્મ જીવહિંસાવાળો હોવાથી ત્યાગી દે અને શ્વાસોચ્છવાસ પણ લીધા વિના સર્વથા લાકડા જેવા થઈને નિશ્ચન્ટ બેસી જાય તો જ કામ આવે.
શું આ વાત કોઈને પણ સ્વીકાર્ય છે! જિનપૂજાનિષેધ કરતા સ્તાનકવાસીઓ દયાદાનમાં પાપ માનનારા તેરાપંતીઓની સામે પડયા છે. તેરાપંથીઓ પણ જિનપૂજાને તો નથી જ માનતા પરંતુ એવા કોઈ પણ પદયાદિના કાર્યને નથી માનતા જેમાં હિંસા થતી હોય. ગાયને ઘાસ ખવડાવવામાં તેઓ જ પાપ માને છે કેમકે ગાયની દયા કરવા જતાં વનસ્પતિકાયની હિંસા થાય છે. આગમાંથી માણસને બચાવવા જતાં આગમને બુઝાવવા જતાં આગ-પાણી વગેરેના જીવોની હિંસા થાય છે.
જિનપૂજાને માનનારા શ્વેતામ્બરો તો આ તેરાપંથીઓને જડબાતોડ જવાબો આપી શકે છે. પરંતુ હિંસાને કારણે જિનપૂજાનું ખંડન કરનાર સ્થાનકવાસીઓ, તેરાપંથીઓના “સાવદ્ય દયા એ પાપ છે' એ વિધાનનો રદિયો શી રીતે આપી શકશે? આ વિધાનનો ઉત્તર વાળવા માટે જે તક એમને લગાવવાનો રહેશ એ જ તો જિનપૂજામાં કેમ નહિ લાગે?
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૧૬
વીર ! મધુરી વાણી તારી
સ્વની અહિંસા એ જ શ્રેષ્ઠતમ અહિંસા :
ગૌરવ લાઘવના વિચારથી નાના જીવની હિંસામાં મોટા પર જીવની દયા જો તેમને માન્ય હોય તો જૈનશાસનમાં જે જીવદયાને સહુથી મોટી કહી છે તે પોતાની જાતની જીવની દયા કરતી જિનપૂજાની હિંસાનો વાંધો કેમ લઈ શકાશે ?
એ જ સ્થાનકવાસી સાધુઓ વિહાર કરતાં નદી ઊતરી નદીના પાણીના જીવની હિંસા નથી કરતાં શું? આની પાછળ એક જ શાસ્ત્રીય સમાધાન છે ને કે તેમ ન રે તો એક જ ગામ કે દેશમાં રહી પડનાર સાધુના આત્માનું ભયંકરમાં ભયંકર અહિત થઈ જાય.
સ્વાત્મા અહિત જેવું બીજું કોઈ અહિત નથી. એક હજા૨ સંસારી માણસો દીક્ષિત થતા હોય પણ એક જ શરતે કે એક સારા દીક્ષિતે સંસારી બની જવું ફક્ત એક કલાક માટે... તો શું આવી શરત કોઈ પણ સમજદાર દીક્ષિત મંજૂર કરશે! કદાપિ નહિ કેમકે પોતાનું ભયંકર અહિત (પ્રતિજ્ઞાભંગ) કરીને જગતનું હિત કરવામાં કોઈ જ ધર્મ નથી એ વાતનો એને પાકો ખ્યાલ હોય છે.
અને પોતાના હિત ખાતર કદાચ કોઈ જીવનું ન છૂટકે અહિત કરવું પડતું હોય તો તે પણ કરી શકાય કેમકે એમ કર્યા બાદ હિતને પામનારો આત્મા અંતે તો સર્વજીવોનું હિત કરવાનો છે. જો આ જ દૃષ્ટિથી સાધુ નદી ઉતરતા હોય અને દેખીતી એ જીવહિંસાને મંજૂર કરીને સ્વાત્મહિત સાધી લેતા હોય તે શા માટે સંસારમાં રહેલા આત્માઓના પોતાના હિત કાજે જિનપૂજાની થોડીક સ્વરૂપ હિંસાને તેઓ મંજૂર ન કરે! જો તેમાં જીવહિંસાનું પાપ જ દેખાતું હોય અને પૂજા કરનારની અપૂર્વ ભાવશુદ્ધિના મહાધર્મની સિદ્ધિ જ ન દેખાતી હોય તો સાધુથી શ્વાસ પણ નહિ લેવાય, ઉપદેશ પણ નહિ દેવાય, ગોચરી પણ નહિ થાય અને વિહારાદિ પણ નહિ થાય.
સાવદ્યપૂજામાં પાપ કહેશો તો સાવદ્યદયામાં શું કહેશો?
રે! પછી તો તેરાપંથીની સાવદ્ય દયાની પાપ માન્યતાને જ અપનાવી લેવી પડશે એમ થતાં તહેરાસર તો ગયા પણ પાંજરાપોળો ય જશે. દયા અને દાનના પાયાના ધર્મઝરણાં સુકાઈને સાફ થઈ જશે.
અને જો એ દયાદાનમાં વસ્તુતઃ સાવઘતા ન જ કહેવી હોય અને તેથી તે દયાદાન આદને ધર્મ કહેવા હોય તો પાપ સમારંભોમાં સબડતા જીવના ઉદ્ધાર માટે જિનપૂજાને પણ ધર્મ કહેવો પડશે.
Page #117
--------------------------------------------------------------------------
________________
વિર ! મધુરી વાણી તારી
૧૧૭
હં! એવો કોઈ રસ્તો હોય કે જેને સ્વીકારતાં ગૃહસ્થને એક પણ જીવની હિંસા જ ન થતી હોય અને આત્મા મુક્તિપદ પામી જતો હોય તો તે રસ્તો બેશક મંજૂર છે. પરંતુ જ્યારે તેવો કોઈ જ રસ્તો નથી તો હવે એક જ વિકલ્પ રહે છે કે ઓછામાં ઓછા જીવહિંસાવાળા ધર્મને સાધતાં સાધતાં વધુ ને વધુ જીવદયાનો ભાવ અંતરમાં પ્રગટાવતા રહેવો અને એમ કરતાં કરતાં ગૃહત્યાગી બની જવું. પછી કોઈ જિનપૂજાની જીવહિંસા પણ નહિ. અશુભમાં જ રમતા જીવોને શુભમાં લાવવા આકર્ષણોની આવશ્યકતાઃ
જે ગૃહસ્થો અબ્રહ્મ આદિ અનેક પાપોથી અને અશુચિથી દેહને મલિન કરે છે તેમને પરમાત્માની સ્પર્શના કરવા માટે દેહશુદ્ધિ અત્યંત અનિવાર્ય ચે
જે ગૃહસ્થો જગતમાં ઠાઠ ઠઠારા અને આકર્ષણોથી જ આકર્ષાવાના સ્વભાવવાળા બની ગયા છે એમને એ પાપ આકર્ષણોથી પાછા ખેંચીને ધર્મના આલમ્બનો તરફ આકર્ષવા જ રહ્યા. પાપ આલંબનોના ઠઠારાઓ કરતાં ય વધુ સારા ઠઠારા ધર્માલંબનોના કરવા જ રહ્યા. એ માટે પુષ્પાદિનો ઉપયોગ કરવો ય પડે, દીપક, જલ, વગરે પણ વાપરવા પડે. પરમાત્માના બિંબને ભવ્ય અંગરચના ય કરવી પડે. અશુભના આકર્ષણે અનાદિકાળથી ખેંચાતા જીવને શુભના આકર્ષણો ઊભા કર્યા વિના તમે કદી અશુભથી દૂર થઈ શકો જ નહિ.
સાદા વસ્ત્ર પહેરતી સ્ત્રી તરફ જોતાં અને મીની સ્કર્ટ પહેરીને ચાલતી સ્ત્રીને જોતાં કામુક કોલેજિનના અંતરની વિકૃતિમાં ફેર પડે કે નહિ?
હા કે ના.... એક જ જવાબ દો.
જો હા, તો સાદા પાષાણ બિંબના દર્શનમાં અને પુષ્પાદિયુક્ત ભવ્ય અંગરચનાના દર્શનમાં ભાવુકાત્માના શુભભાવોના સંસ્કારમાં કશો ય ફેર ન પડે શું? રે! આમ કરતાં જ પરમાત્મા દર્શનાદિથી એ પોતાના મિથ્યાત્વના ઊંડા મૂળ ઊખેડી નાંખશે.
પ્રભુદર્શન કરતાં સમ્યકત્વ પામી જશે. વીતરાગતાનું ચિંતન કરતાં સર્વવિરતિધર્મ પામવાની જીવંત ભાવનામાં રમતો જશે....
અને આમ રોજ વીતરાગને જોઈને એની વાતરાગતાનું, એના સિદ્ધસ્વરૂપાદિનું સ્મરણ કરતો એ આત્મા એક દી અવશ્ય સંયમધર્મ સ્વીકારી લેશે. ષકાયની સર્વ જીવહિંસાથી આ રીતે નિવૃત્ત બનાવનાર જિનપૂજા છે! માત્ર
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૮
વીર ! મધુરી વાણી તારી
પ્રશ્ન છે એની જીવહિંસાનો ને?
સારું. તેવી જીવહિંસાતી ડરતાં ભાગતાં શું તેઓ સંયમી બની જશે ખરા? જગતની બધી જ આરંભ-સમારંભની જીવ-હિંસાઓ ચાલુ રાખવા છતાં? ગૃહસ્થને જીવહિંસાનો પ્રતિષેધ કરવો જ હોય તો પાપકાર્યોની આનંદથી થતી જીવહિંસાનો પ્રતિબંધ કરો. કે જેના હેતુમાં કારમું મિથ્યાત્વ પડયું છે, જેના ફળમાં ય ભયાનક દુર્ગતિઓ જંકાવાની છે. જિનપૂજાની સ્વરૂપતઃ હિંસા અનુબંધમાં અહિંસા છે :
જિનપૂજાની જીવહિંસા તો વસ્તુતઃ જીવહિંસા જ નથી. કેમકે એના હેતુમાં પ્રમાદાદિસ્વરૂપ મિથ્યાત્વ નથી, એના ફળમાં દુર્ગતિ નથી. અને જ સ્વરૂપની જીવહિંસા છે તેના કર્મબંધ પણ અનુબંધ વિનાના-સાવ નમાલા હોય છે. જેને નાશ પામી જતાં લેશ પણ વાર લાગતી નથી. માટે જ તો આ જીવહિંસાને અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજીએ અનુબંધમાં અહિંસા જ કહી છે.
નાનકડી બિચારી જીવહિંસા! જેની પછી ઉત્તરોત્તર ભાવશુદ્ધિ થતાં એવું મોક્ષપદ આત્મા પામે કે સદાના માટે સર્વજીવોને પોતાના તરફથી અભયદાન દઈ દે! જિનપૂજાથી ભાવવિશુદ્ધિ મેળવીને સ્વાત્માની દયા કરનારો સર્વની સક્રિય દયા કરનારો બની ગયો!
કેટલો મહાન સ્વ-પરની સંપૂર્ણ અહિંસામાં પરિણમતો આ જિનપૂજાનો ધર્મ! જગતના જીવોના બે પ્રકારના હિત - સુખી કરો-દુઃખમુક્ત કરો શું શક્ય?
જગતના સર્વ જીવોનું હિત કરવાની વૃત્તિમાં જે હિત કહેવાય છે, તેના બે અર્થ થઈ શકે છે. સવ૪ જીવોને સુખી કરવારૂપ હિત અને સર્વજીવોને પોતાના તરફથી સંભવિત સર્વદુઃખોથી મુક્ત કરવાનું હિત.
આ બે પ્રકારના હિતમાં પ્રથમનું હિત તો ભાવનામાં જ રહી શકે કેમકે સર્વને આપણે સુખી કરી શકતા નથી.
પરંતુ બીજા પ્રકારનું હિત તો સદા શક્ય છે. આપણે એવી ભાવશુદ્ધિ કરાત જઈએ જેથી આપણા આત્માના સર્વકર્મનો નાશ થાય અને આપણે સિદ્ધપદ પામી જઈએ. સિદ્ધપદ પામેલો આત્મા કદી કોઈ પણ જીવની સ્વરૂપહિંસા ય કરતો નથી. જો તે આત્મા સિદ્ધપદ ન પામે તો? ત્યાં સુધી તે કેટકેટલા જીવોની કેટલી
Page #119
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૧૯
કેટલી વાર હિંસા કરી શકત? અનંતાનંત જીવોની અનંતાનંત વાર પણ હિંસા કરવાનું શક્ય જ હતું ને?
હવે જ્યારે એ આત્મા ભાવશુદ્ધિ પામીને સિદ્ધપદ પામે છે ત્યારે એ સર્વ હિંસા કરવાનું તેના માટે બંધ જ થઈ જાય ને?
જગતના સર્વજીવોને પોતાના સ્વાર્થ ખાતર કચડવાનું, મારવાનું અઘોર પાપ કેવું?
અને એ તમામ પાપથી મુક્ત થવા સ્વરૂપ મુક્તિનું ધામ કેવું?
સર્વજીવોની અનંતકાળ માટેની અનંત હિંસાથી મુક્તિ એ જ સર્વજીવોનું સાચું અભયદાન!
આવી સ્થિતિ સ્વાત્માની સંપૂર્ણ ભાવશુદ્ધિ વિના શક્ય જ નથી.
અને એ ભાવશુદ્ધિ પામવા માટે સ્વભાવશુદ્ધ પરમાત્માઓના પૂજન-વંદન વિના તો કદાપિ ચાલી શકે તેમ નથી.
જેવા બનવું હોય તેવા બનેલાના પૂજન-વંદન સિવાય તેવા બની શકાય જ નહિ. સર્વક્ષેત્રવ્યાપી આ સિદ્ધાંતનો અપલાપ એટલે આત્મહત્યા!
સ્વભાવશુદ્ધને પૂજનવંદન એટલે ભાવનિપાએ રહેલા પરમાત્મસ્વરૂપને વંદન! સાકાર આલંબન વિના આકાર પ્રેમીઓ નિરાકારને પામી જ ન શકે ?
પરંતુ નિરાકારને સાકારનું માધ્યમ બનાવ્યા વિના એ વંદનપૂજન ભાવભર્યા બની શકતા નથી.
કેમકે સંસારી જીવ સાકારમાં જ આકર્ષાયો છે.
રે! પોતાના નિરાકાર સ્વરૂપ આત્માને ય એ ઓળખતો નથી માટે તો તેને કબૂલવા ય લાચાર બન્યો છે! અહીં પણ આત્માના સાકાર સ્વરૂપ દેહમાં જ આત્મત્વબુદ્ધિ કરીને જીવનોના જીવનો એણે બરબાદ કરી નાખ્યાં છે.
સાકારનો પ્રેમી સાકારને જ ભજી શકે. આકાર પણ જેટલા આકર્ષક એટલા કર્ષક એના ભજનિયાં બની શકે.
કોઈને પણ પૂછી આવો કે દાળ રોટીના સાદા ભોજન કરતાં બાસુંદી પૂરીના આકર્ષક ભોજનમાં કશો ફરક ખરો કે નહિ?
ખાદીના પહેરણ પહેરવા કરતાં ટેરેલિનના શર્ટમાં દિલને ગલગલીઓ થાય કે
Page #120
--------------------------------------------------------------------------
________________
IL
૧૨૦
વીર મધુરી વાણી તારી
નહિ?
સંસ્કારી આત્માની કાળી ચામડી કરતાં જો અસંસ્કારી આત્માની સફેદ ચામડી જ મોહક બનીને આજના જગતને ઘેલું બનાવી દેવામાં ધરાર સફળ બની જતી હોય તો એ જગતમાં નિરાકારના ભજનિયાંની વાતો ખરેખર ભાવુક આત્માઓની રખડાવી મારવાની માત્ર આદર્શની વાતો કહેવાય.
મુંબઈવાસીઓને જરા પૂછી આવો કે સંગમ ચિત્ર લેમિંગ્ટન-ટોકિઝમાં જોવા મળે અને અપ્સરા ટોકિઝમાં જોવા મળે તો તે બેમાં કશોક ફેર પડે કે નહિ?
મદ્રાસી હોટલના ઈટલી ઢોસા કરતાં અશોક હોટલના ઈટલી ઢોસામાં કશોક ફક ખરો કે નહિ?
ઘરની કૉફી પીવા કરતાં માયસોર કાફેની કૉફીની લહેજતમાં કશોક ફરક ખરો કે નહિ?
રે! લોકોને હવે નથી ભાવતા ઘરના ભોજનો, નથી ગમતા ઘરના સિનેમા, નથી ગમતી ગામડાની વહુ.. સહુ દોડયા જાય છેં આકર્ષણના વંટોળમાં.. હોટલોમાં, લીબર્ટીમાં અને અભિનેત્રીના દર્શનમાં!
સાકારની અને આકર્ષણના ઠઠારાની જ ઉપાસનામાં રાચતામાચતા આ જગતના અશુભભાવોના વમન કરવા હશે તો શુભ ભાવના પેય પીવડાવવા જ ૨હ્યા.
જેને શુભમાં જવું નથી, જવાની ઈચ્છા નથી, અરે! જવાનું સ્વપ્ન પણ નથી.. એને તમારે શુભમાં મોકલવાનો છે જો એવા જ – એથી ય અધિક સાકાર આકર્ષણના ઠાઠ નહિ ઊભા કરો તો આંખમીંચીને અશુભમાં ધસ્યા જતાં જગતને કોી જ ઉગારી શકનાર નથી. મોહના સાધનો માટે શું છે! મોહ વિજેતા બનવાના સાધનો માટે શું જોઈએ?
દસ કરોડ રૂપિયાના ખર્ચે અપ્સરા ટોકિઝ થતું હોય તો બાર કરોડ રૂપિયાના ખર્ચે પણ તમારે જિનમંદિર ઊભા કરવા જ રહ્યા. - સવા લાખ રૂપિયા ખર્ચીને મહાત્મા ગાંધીનું બાવલું-અત્યંત દર્શનીય-બનવાતું હોય તો સવા કરોડના ખર્ચે જિનપ્રતિમાના નિર્માણ કરવા જ રહ્યા.
મોહના નાટકો બતાડવા પાછળ બે કરોડ! તો મોહવિજેતા બની જવા માટે જાતે જ ધર્મ શુક્લ ધ્યાનના દોરડે આરૂઢ થવાનો ખેલ કરવાના મંદિરમાં બાર કરોડ
Page #121
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧ ૨ ૧
પણ ઓછા છે!
ચાલીસ કરોડના પિતાના બાવલા માટે સવા લાખ! તો અનંત જીવોના પરમપિતાની મૂર્તિ માટે સવા કરોડ પણ ઓછા છે!
પ્રિયતમાના અલંકારો પાછળ પાંચ લાખ ખર્ચે છે આજનો વહુ ઘેલો શ્રીમંત નબીરો !
તો જગતમાત્રના પ્રિયતમ પરમાત્મા માટેના અલંકારો પાછલ પચાસ લાખ રૂપિયા પણ કશી ગણતરીમાં ન મુકાય!
જો જગતને અશુભથી ઉગારવાની સંતોને તીવ્ર તમન્ના હોય તો તેમણે આવા ઉપદેશ આપવા જ રહ્યા.
મોહાન્ય જગતની ગાળો ખાઈને પણ ઉપદેશદાનનનાકાર્ય અવિરત ગતિએ ધમધમાવવા જ રહ્યા.
મોહને પુષ્ટ બનાવે તેવી દુનિયાની કોઈ પણ ઈંટ-ઈમારતના ચણતરને જોઈ ને સંતોની દુનિયા “પૈસાના ધુમાડાનું સાધન' જ કહેશે.
મોહાલ્વ આત્માઓ મોહવિજેતાની ઈંટ-ઈમારતો જોઈને ય એમ જ કહેશે. પણ તેથી અકળાઈ જવાની કશી જરૂર નથી.
જગત જેને “પાગલ' કહે એ જ આ જ જગતનો સાચો સંત કહેવાશે. પાગલ જગતના સારા શિરપાવ પામતો સંત વસ્તુતઃ સંત જ નથી. અસ્તુ. આપણે તો અહીં એટલી જ વાત કરવી છે કે જો જગતના જીવોના મોહના સંસ્કારોને ખતમ કરવા માટે તેમના અંતરમાં શુભભાવની જરૂર દેખાતી હોય તો તે માટે જિનપૂજાદિ પ્રવૃત્તિમાં તેમને વહેલી તકે જોડી દેવા પડશે. તેમાં થતી જીવહિંસા, આશયશુદ્ધિના કારણે અનુબંધમાં તો અહિંસા જ છે માટે જીવહિંસામાત્રને આગળ કરીને શુભભાવની વૃદ્ધિને ખૂબ જ પ્રબળ કારણ દૂર હડસેલી મુકાય નહિ. ગૌરવ લાઘવની વાત કરોત જિનધર્મ - વણિગ્ધર્મઃ - જિનધર્મ કુનેહભરી – વણાઇગ્નીતિથી આત્મવિકાસ સાધવામાં માને છે. પ્રારંભિક દશામાં રહેલા આત્માને જ્યાં “અલ્પ નુકશાન અને અધિક લાભ” ત્યાં જિનનો ધર્મ.
ભલે થોડું ખોવું પડે પણ તેથી જો વધુ મળતું હોય તો થોડું ખોવામાં જરા ય વાંધો નહિ એ વખતે વિચાર કરવા બેસી રહેનાર વધુ મેળવવાથી વંચિત રહી જાય
Page #122
--------------------------------------------------------------------------
________________
| | _
૧૨૨
વીર ! મધુરી વાણી તારી
જેને સોનું વેચીને રોકડા પૈસા ઊભા કરવા છે તે સોનીને ત્યાં જઈને સોનાની લગડીને કસોટી ઉપર ઘચરકો મારવા નથી આપતો શું?
મોટો ખાડો કૂદી જવા પ્રથ તો પીછેહઠ જ કરવી પડે છેને?
શરીરમાં લોહીનો ભરાવો કરવામાં નડતરરૂપ બનતાં પેટના સડતરને કાઢી નાંખતો ડૉક્ટર કેટલું લોહી વહી જવા દે છે? શું તેથી તે નિર્દય કહેવાય છે કે દયાળું?
ધીરેલા પચાસ હજાર પાછા મેળવવા વેપારીઓ બીજા પાંચ હજાર નથી ધીરતા? શું તેથી તે મૂર્ખ કહેવાય છે?
રૂખ મળતાં લાખ કમાઈ લેવાની ભાવનાથી ચાર્ટર્ડ પ્લેઈનમાં એક હજાર ખર્ચા નાંખીને અમદાવાદથી મુંબઈ જવા પ્લેઈનમાં ઊડતો સટોડીઓ ખૂબ જ સમયજ્ઞ ગણાય છે હોં!
રે! અભણ ખેડૂતને ય આટલી વાતની તો ખબર છે. માટે સ્તો સારામાં સારું બીજકણ જમીનમાં નાંખી દે ચે. અને પછી કેટલાક મહિને પૂછે વળ દેતા હાજરો મણ બીના ઢગલે ઢગલાં જોતો ગૌરવથી છાતી પુલાવે છે!
શું આ બધા મરોલી હોસ્પિટલના મેમ્બરો તો નથી ગણાતા ને? દેખીતી રીતે ખોનારા, ખર્ચનારા, ખાઈ જનારા, નુકશાન ભોગવનારા લાગવા છતાં લોકો તો એમને માનચાંદની નવાજેશી કરે છે! કેમકે એબધા ય ને દૂરદૂરના ભાવી અંતરીક્ષના દીર્ઘદૃષ્ટા ગણવામાં આવ્યા છે.
અલ્પતમ જીવહિંસમાં આ નફા-તોટાનનો વિચાર જ નથી કરવો?
સર્વદા, સર્વથા અહિંસક બનાવતી જીવહિંસાને ય હિંસા કહીને જ વગોવવી છે?
રંગબેરંગી પુષ્પોના ઠાઠ ઠઠારાવાળી પરમાત્માની અંગરચનાના દર્શનની સુરંગોથી અશુભભાવોની પથ્થરાળ ભેખડો તૂટી પડતી હોય, અને શુભના જળની સેરો ઉછળતી પડતી હોય, સંસારના ઘોર હિંસાના પરિણામો ત્યાં ધોવાઈ ધોવાઈને સાફ થતાં હોય.. ત્મા ષકાયની સર્વહિંસાથી મુક્ત થઈને છેવટે પરમપદ પામીને સર્વજીવોને સંપૂર્ણ અભયદાન દેતો હોય તો ય... તો ય તે નાનકડી-જયણા પૂર્વકની જલ પુષ્પ વગેરેની જીવહિંસા નામંજૂર! નામંજૂર જ!
ભલે, કદાગ્રહીને સમજાવાવનો ઈજારો લેનાર મૂર્ખ કહેવાય છે. એની જમાતમાં
Page #123
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૨૭
બેસવાનું કોઈ ડાહ્યો પસંદ ન જ કરે.
માનવું હોય તે માને... પ્રમોદ થશે અંતરમાં. ન જ માનવું હોય તો તેની મરજી... ઉપેક્ષા ઉદ્ભવશે ચિંતનમાં..
જીવન જ જેનું પાપમય છે, હિંસામય છે એવા ગૃહસ્થને માટે સર્વહિંસા વિનાના સંપૂર્ણ ધર્માચરણની અપેક્ષા શી રીતે રાખી શકાય? એ તો થોડું બાંદે અને ઘણું છોડે, વળી થોડું બાંધે અને ઘણું છોડે. એવી યુક્તિથી જ પોતાનું આધ્યાત્મિક જીવન જીવતો જીવતો આગળ વધતો જાય યાવત્ સર્વવિરતિ પામે.
હા. એના માટે પણ દ્વિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનવાળો સામાયિક ધર્મ જરૂર અહિંસક છે પરંતુ જો બધાને એ એક જ ધર્મ શીખવશો તો જબ્બર જિનપ્રભાવના કરે તેવા જિનમંદિરોના ઉત્સવ વગેરે તમામ પ્રભાવક કાર્યોનો અભાવ થશે. એમ થતાં ધર્મપ્રશંસા રૂપ બીજનું, જેનેતર માણસોના અંતરમાં વાવેતર નહિ થાય એટલું જ નહિ પરંતુ જૈનધર્મ પણ નામશેષ થવા લાગશે. અને આ જ વસ્તુસ્થિતિ આંખેઆંખ દેખાય છે. શ્રાવકની સાવદ્ય પ્રવૃત્તિ પણ નિર્જરાજનક કહી છે? સંકાશશ્રાવકનું દૃષ્ટાંતઃ
શાસ્ત્રમાં તો ધર્મની શુદ્ધભાવનાથી કરાતી કોઈ શ્રાવકની સાવદ્ય પ્રવૃત્તિ પણ દોષ રહિત રહી છે.
સાંભળો. સંકાશ નામનો એક શ્રાવક થઈ ગયો. તેણે પોતાના ઘણા દૂરના ભૂતકાળના એક ભવમાં એક વાર પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. આથી ખૂબ જ ચીકણું લાભાન્તરાય કર્મ બાંધ્યું. સંકાશ શ્રાવકનો એ આત્મા અનનંતકાળ સુધી સંસારમાં ભમ્યો. ફરી એક વાર તે મનુષ્ય થયો. કોઈ જ્ઞાની મુનિના પરિચયમાં આવ્યો. તેમણે તેના તે દેવદ્રવ્યભત્રણના પાપની વાત કરીને કહ્યું કે, “એ જ કારણે તું જીવનમાં ય અત્યંત પરિશ્રમ કરવા છતાં કશું પામતો નથી અને દુઃખી જીવન જીવે છે.'
આ સાંભળીને પોતાના તે પાપના ખૂબ જ પશ્ચાત્તાપ કરતાં સંકાશ શ્રાવકે પ્રતિજ્ઞા કરી કે, “હું ભારે પ્રયત્ન કરીને પણ જો સંપત્તિ મેળળીશ તો મારા પોતાના નિર્વાહ પૂરતી જ તેમાંથી બાકાત કરીને બાકીની બધી જિનમંદિરોમાં વાપરી નાખીશ.”
શાસ્ત્રમાં કહ્યું છે કે આ શ્રાવકે પછી સંપત્તિ મેળવી અને પ્રતિજ્ઞા મુજબ સવ્યય કર્યો અને તે નિર્વાણ પદ પામ્યો.
Page #124
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
આ દૃષ્ટાંત ઉપરથી એટલું જ કહેવું છે કે ધનોપાર્જનની પ્રવૃત્તિ સામાન્યતઃ ભલે અશુભ ગણાતી હોય છતાં સર્વથા અને સર્વદા તે પ્રવૃત્તિ અશુભ ન કહી શકાય. ન્યાયાદિયુક્ત વૈભવપ્રાપ્તિ હોય, ઉક્ત સદાશય પૂર્વકની હોય તો તે સર્વથા અશુભભાવ સ્વરૂપ ન જ કહેવાય. જો તેમ જ હોત તો સંકાશ શ્રાવક તે પ્રવૃત્તિથી નિર્જરા કરતો કરતો નિર્વાણપદ શી રીતે પામી શકત?
૧૨૪
આ જ રીતે જિનપૂજા પણ દેખીતી રીતે જીવહિંસાની પ્રવૃત્તિને કારણે સાવદ્ય લાગે છે પરંતુ એ જિનપૂજા પાછળ પ્રાર્થના સૂત્રોક્ત ભવનિર્વેદ વગે૨ પામવાનો પૂજકનો જે અત્યંત શુભ આશય છે તેને કારણે તે જિનપૂજા તેના માટે અત્યંત ઉપાદેય બની જાય છે.
મોક્ષાશય વિનાની જિનપૂજા હેય કહી શકાય :
હા. જે પૂજકોને ભવનિર્વેદ પામવાની ભાવના જ નથી, કોઈ સાંસારિક સમૃદ્ધિ પામવા માટે જ જેઓ જિનપૂજાદિ કરે છે તેમની જિનપૂજા બેશક સાવદ્ય જ છે તેનો કોઈ જ અર્થ નથી.
એ જિનપૂજા તો રૂપિયા એક કરોડની રકમ ભરેલો એવો ચેક છે જેની નીચે ભવનિર્વેદપ્રાપ્તિની સહી જ કરવામાં આવી નથી.
શા મૂલ્ય એ ચેકના? એ તો બે પૈસાના ભોગસુખો મળી જાય તેવું કાગળિયું જકહેવાય ને ? જિનપૂજા પણ ભવનિર્વેદના ઉત્તમ ભાવ વિનાની હોય તો તેની બધી હિંસા અવશ્ય માતે પડે એ વાત કદી વીસરવી નહિ.
મુક્તિના એક માત્ર શુભાશય પૂર્વકની જ મુક્તની પૂજા હોવા જોઈ એવી જ પૂજાની આપણે ઉપાદેયતા સ્થિર કરી રહ્યા છીએ.
પૂર્વે એક એવી વાત કરવામાં આવી હતી કે આ જ ગ્રંથમાં આગળ જતાં એમ કહેવામાં આવના૨ છે કે, ‘પુષ્પો તોડવા નહિ અને બગીચો બનાવવો નહિ.’’ આ પાઠથી સાબિત થાય છે કે પુષ્પાદિના જીવોની હિંસાવાળી જિનપૂજા થઈ શકે નહિ.
અહીં આપણે આ વાતનો ખુલાસો કરી લઈએ. તે સ્થાને ‘શુદ્ધામૈર્યથાનામમ્’ એવો જે પાઠ છે તેનો ‘સ્વયં પુષ્પો તોડવા નહિ’ એવો અર્થ થતો નથી, યથાલાભ શબ્દથી એમ કહેવામાં આવ્યું નથી કે તોડયા વિના જ જેવા મળે તેવા પુષ્પ લેવા ?.... ના.... નહિ જ. ત્યાં ‘યથાલાભ’ શબ્દથી એમ કહેવું છે કે પજા કરવા જિનમંદિરે આવનાર પૂજકે માળી જે ભાવે પુષ્પો આપે તે ભાવે લઈ લેવા. તેમાં આનાકાની કરવાની-વાણિયાની સહજ ટેવને ઉપયોગ ન કરવો. જો તે માળી સાથે પૂજક
Page #125
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૨ ૫
આનાકાની કરે તો માળીના અને બીજા આસપાસ ઊભેલા જૈનતરોમાં તેની છાયા બહુ ખોટી પડે. અને જો તેમ ન કરે તો ખૂબ જ સુંદર ધર્મપ્રભાવના થાય. સહુ બોલે કે, “જેનો પરમાત્માની પૂજામાં પાછું વાળીને જોતાં નથી. ધન્ય છે તેમની ઉદારતાને.”
યથાલાભા' શબ્દનો આ જ અર્થ કરવો પડે. નહિ કે તોડ્યા વિના-જોવા મળે તેવા જ પુષ્પો લેવા એવો અર્થ કરવો. કેમકે અન્યત્ર કહ્યું છે કે દુર્ગતા નામની સ્ત્રીએ પરમાત્માની પુષ્પપૂજા કરી હતી તેથી તે દેવલોકમાં ઉત્પન્ન થઈ.
આ દૂર્ગતાનારી તોડયા વિનાના પુષ્પો લાવી ન હતી. અને ન્યાયસંપન્નધનથી જ પુષ્પો લાવી હતી તેમ પણ ન હતું.
એટલે જિનપૂજા માટે પુષ્પો ચૂંટવાનો નિષેધ છે. એ વાત જિનશાસ્ત્રોમાં ક્યાંય જોવા મળતી નથી.
હવે ચેત્યસંબંધી બગીચા નહિ બનાવવાની વાત.
આ પ્રતિવિધાન પણ બરોબર નથી. ત્યાં તો ચૈત્યસંબંધી સોનું, ચાંદી, ગ્રામ, ગોધન વગેરેનું પ્રતિપાદન કર્યું છે. ત્યાં એક પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે કે,
મંદિરની મૂડીરૂપ કે નિભાવ માટેના સોનું, રૂપું, ગ્રામ કે ગોધન વગેરેની જો કોઈ મુનિ દેખરેખ રાખે તો તેનામાં શુદ્ધિ શી રીતે ટકે?”
આ પ્રશ્નો ઉત્તર આપતાં કહ્યું છે કે સામાન્ય રીતે તો મુનિ પોતે જ આવી દેખરેખ રાખી શકે નહિ. જો તેમ કરે તો તેની જીવનશુદ્ધિ ન રહે.
પરંતુ જો મંદિરના એ સ્થાવર દ્રવ્યની શ્રાવક સંઘ પણ કાળજી ન કરે તો છેવટે મુનિ પોતાની સઘળી તાકાતથી એ સંપત્તિનું રક્ષણ કરે જ. એ વખતે શક્તિ છતાં જે મુનિ ઉપેક્ષા કરે તે જ વિરાધકભાવ પામે. આ ઉપરથી એ વાત સ્થિર થઈ કે મુનિ પણ અવસર આવતાં ઉચિત કર્મ કરીને શાસનહિત કરવા દ્વારા આત્મહિત કરી શકે છે. ભલે પછી તે વખતે જીવસિં ન છૂટકે કરવી પણ પડે.
આ વિષયમાં યુગપ્રધાન આચાર્ય કાલકસૂરિજીનું દૃષ્ટાંત ખૂબ જ વિચારવું જોઈએ.
પુષ્પો ચૂંટવાનો નિષેધ નથી એ વાત દુર્ગતાનારીના દૃષ્ટાંત સાથે કહી એટલે હવે સાવદ્યકર્મવાળી પણ જિનપૂજા અત્યંત ઉપાદેય છે એ વાત એકદમ સ્થિર થઈ જાય છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૨૬
વીર મધુરી વાણી તારી
પૂર્વપક્ષ : જો સાવદ્ય એવી પણ જિનપૂજા ઉપાદેય જ હોય તો માત્ર ગૃહસ્થો શા માટે એ જિનપૂજાના અધિકારી કહેવાય? યતિઓને પણ એનો અધિકાર કેમ નથી?
રોગી તો બે ય છે. બે ય ને કર્મ-રોગ લાગુ પડયો છે.
સરખા રોગની દવા પણ સરખી જ હોય ને? તો બે ય ને જિપૂજાનું ઔષધકર્મ ન આપવું?
જવાબ : આ વિષયમાં પૂર્વે કટલુંક સ્પષ્ટીકરણ કર્યું જ છે. છતાં એક બીજી પણ વાત સમજી લેવી કે દવા એવી તો ન જ કરી શકાય કે જેને લેતા નાનો રોગ દબાય અને મહારોગ ઊભો થાય. જગતમાં દવાઓ ઘણી છે છતાં જે દવાઓની પાછળ ભયંકર “રીએકશન’ આવે છે તે દવાઓ ગમે તેટલી રોગનાશક છતાં નકામી ગણાય
પેનીસીલીનના ઈંજેકશનો આવી જ એક વસ્તુ છે.
સાચે જ, માથાનો દુખાવો દાબીને મૃત્યુના છેલ્લા શ્વાસે લાવી મૂકે તેવી દવા તો શા કામની?
જે દવા રોગ દાબે અને નવો ભયાનક રોગ ન ઊભો કરે તે જ દવા કામની.
કૃપથ્યથી રોગ જન્મ તેમ તે રોગને દાબતી દવાનો પણ પોતાનો એક ઉત્પાદ્ય રોગ હોય તો કુપથ્યમાં અને દવામાં ફરક શો? બે ય ભિન્ન ભિન્ન રોગના જનક જ બન્યા ને ?
આ વાત પ્રસ્તુતમાં આપણે યોજવાની છે. યતિ જો જિન્જાની ઔષધિ લે અને તેથી તે પોતાના કેટલાક કર્મરોગને દાબી પણ દે તો ય જિનપૂજાની ઔષધિ લેવામાં જે દેહસ્નાનની વિધિ અનિવાર્ય છે તે વિધિ કરતાં તેનું બ્રહ્મચર્ય જ ખતરામાં મુકાઈ જાય તો ?
જે મહાવ્રત ઉપર એનું જીવન છે એ જ મહાવ્રતને સ્નાનાદિ ક્રિયાઓ ઉથલાવી પાડવા સુધી પહોંચી જાય તો લાભ કરતાં નુકશાનની કોઈ સીમા જ ન રહે ને?
વસ્તુસ્થિતિ પણ એવી જ છે કે સ્નાનાદિક્રિયાઓ બ્રહ્મચર્યની બાધક છે. વિભૂષાવૃત્તિને ઉત્પન્ન કરતી તે ક્રિયાઓ પરંપરયા ઘોર સંસારમાં પછાડી દેનારી બની જાય છે.
Page #127
--------------------------------------------------------------------------
________________ વીર ! મધુરી વાણી તારી 127 આમ બકરું કાઢતાં ઊંટ પેસી જવા જેવું થાય છે. હવેલી લેવા જતાં ગુજરાત ગુમાવાય છે. કહ્યું છે કે બ્રહ્મચારીઓ પોતાના બ્રહ્મવ્રતને નિર્મળ રાખવા માટે સ્નાન, તેલવિલેપન સુગંધિદ્રવ્યનો ઉપયોગ વગેરેથી સો ગાઉ છેટા રહેતા હોય છે. હવે સ્નાન વિના જિનપૂજા શક્ય જ નથી. કેમકે જો જિનબિંબમાં મગ્નાદિથી પ્રાણની પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમની સ્પર્શના વગેરે દેહાદિથી શુદ્ધ થયા વિના ન થઈ શકે. આથી જ તો કદી સ્નાન કરતાં યતિઓને જિનબિંબથી હા હાથ દૂર રહીને જ સ્તવનાદિ કરવાનું વિધાન છે. - પૂ. પક્ષ-બ્રહ્મચારીઓને તો વિભૂષાની દૃષ્ટિથી સ્નાન કરવાનો નિષેધ છે એવી અમારી સમજ છે. શુભભાવની વૃદ્ધિ કરવા માટેની એકમાત્ર શુભદષ્ટિથી સ્નાન કરવાનો નિષેધ કેમ હોઈ શકે ? જિનપૂજા માટે જ યતિ સ્નાન કરે તો ત્યાં વિભૂષણની દૃષ્ટિ નહિ જ રહે. પછી તેવા સ્નાનમાં શો બાધ છે? ઉત્તર પક્ષ-વાત એ છે કે યતિ પ્રતિજ્ઞાપૂર્વક સર્વસાવદ્યયોગથી નિવૃત્ત થયા છે એટલે હવે એને અલ્પ પણ સાર્વદ્યયોગવાળી જિનપૂજાદિ શુભપ્રવૃત્તિ કરવાનો અધિકાર નથી. પૂ. પક્ષ-ભલેને યતિ સાવદ્યથી નિવૃત્ત હોય પણ તેથી સ્નાન કરીને દેવપૂજા કરવામાં શું વાંધો? આ ક્યાં કોઈ બીજી પાપ પૂજા કરવી છે? આ કામ તો ધર્મનું જ છે ને? અને છતાં જો આવા ધર્મના કાર્યમાં સાવદ્યતા ગણાતી હોય તો એવું સાવદ્ય કાર્ય ગૃહસ્થ પણ નહિ જ કરવું જોઈએ ને? તો એને શા માટે એવી સાવઘતાવાળા કાર્યનો અધિકારી બનાવ્યો? ઉત્તર પક્ષ-ગૃહસ્થ તો અનેક પાપ કાર્યોમાં ફસાયેલો જ છે. પહાડ જેટલા સાવદ્યોને સેવતો ગૃહસ્થ એક ચપટી ધૂળ જેટલું જિનપૂજાનું સાવદ્યકર્મ કરે તેટલાથી શું વધી જાય? જ્યારે યતિ તો કોઈ પાપકર્મ કરતો જ નથી. માટે તેણે થોડું ય સ્નાનદિનું સાવદ્ય સેવવાની કશી જરૂર નથી. પૂ. પક્ષ - આ તો તમે અજબગજબની વાત કરી. બિચારો ગૃહસ્થ ઘણાં પાપ
Page #128
--------------------------------------------------------------------------
________________ IL 128 વીર ! મધુરી વાણી તારી કરે જ છે માટે તેને થોડું વધુ કરવાનો ય અધિકાર! અરે! ગૃહસ્થ પાપના સંસારમાં ભલે પાપો કરતો રહે પણ ધર્મના કાર્યમાં તો તેનાથી પાપ કેમ જ થાય? એક પાપ કર્યું એટલે શું બીજું પણ પાપ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય? એક વાર શીલવતી સ્ત્રીએ શિયળનું ખંડન કરી દીધું તેથી તેને હવે બીજી વાર પણ તેમ કરવાની છૂટ મળી જાય? એક વાર ઝેર ખાનારને બીજી વાર પણ ઝેર ખાવામાં કોઈ અપરાધ નહિ! એક વાર વ્રતભંગ કરી દેનાર સાધુ બીજી વાર પણ વ્રતભંગ કરી શકે? આનો અર્થ તો એ થયો કે ધર્મ કરનારાએ જ કદી પાપ ન કરવું કરે તો ગુન્હેગાર. પાપ કરનારાને ફરી પાપ કરવાની છૂટ એમાં કોઈ ગુન્હો નહિ. ગજબની યુક્તિ લડાવી ભાઈ! ઉત્તર પક્ષ-પૂર્વે કુવાનું જે દૃષ્ટાંત આપ્યું - તે દૃષ્ટાંતથી એમ સમજાવવાનું આવ્યું છે કે સ્નાનાદિ કરતાં ગૃહસ્થને જે પાપ દોષ લાગે છે તે પાપદોષ બાવપૂજાના વિશિષ્ટ ભાવના ગુણની પ્રાપ્તિ થતાં ધોવાઈ જાય છે. એટલે જિનપૂજા નિમિત્તક સાવદ્યકર્મ નિરનુબંધ હોઈને નષ્ટ જ થઈ જાય છે. ગૃહસ્થનો આત્મા તો વધુ આત્મશુદ્ધિ જ પામે છે. પૂ. પક્ષ-તો પછી આ રીતે વધુ આત્મશુદ્ધિ યતિને પણ પામવા દો ને? એમને ય જિનપૂજા માટે સ્નાનાદિનો અધિકાર કેમ નથી આપ્યો? ઉત્તર પક્ષ - ખરી વાત એ છે કે યતિ, સર્વસાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થઈ ગયા છે. હવે કુપોદાહરણને આગળ કરીને વિશિષ્ટ આત્મશુદ્ધિ માટેની જિનપૂજા કાજે સ્નાનાદિ કરવા દેવામાં આવે તો તેનાથી તેઓ વિશિષ્ટ આત્મશુદ્ધિ પામી શકનાર નથી. એનું કારણ એ છે કે સ્નાનાદિ કરતાં જે જીવહિંસા થાય છે એ જ એમની નજરમાં આવ્યા કરવાની છે. જેમણે જીવનભર સચિત્ત જલનો સ્પર્શ પણ ત્યાગી દેવાનો ભાવ, સ્વભાવ જેવો બનાવી દીધો છે અને તેથી જ સચિત્ત જલનો છાંટો પણ શરીરને અડી જતાં ઝબકી ઊઠે છે એ યતિ લોટી ભરીને સચિત્ત જલ સ્પર્શ થતાં ઝબકી ઊઠે છે એ યતિ લોટી ભરીને સચિત્ત જલ જો પોતાના માથે નાંખશે તો તેને ત્રાસ જ થશે. અને પોતે પાપ કરી રહ્યો છે એવું જ સંવેદન થયા કરશે. શુભ ધ્યાનાદિથી સદા નિષ્પાપ
Page #129
--------------------------------------------------------------------------
________________ વીર ! મધુરી વાણી તારી 129 જીવનમાં રમતા યતિના મનમાં જીવહિંસાનો ત્રાસ જ જોર કરી જાય. નહિ કે જિનપૂજા કરવાના સૌભાગ્યને પામ્યાનો શુભ ભાવ ઊછળવા લાગે. જે વસ્તુ કદી ન બનતી હોય તેનો સંગ જ ચમકાવે. સદા બનતી વસ્તુનો સંગ જરાય ન ચમકાવે. હવે ગૃહસ્થની વાત કરીએ. એ તો સદા આરંભ સમારંભના હિંસક પાપોમાં પડેલાં જ છે. એટલે તેમને જલના જીવની હિંસાનો ભાવ આવસે જ નહિ. એના સ્પર્શનો ત્રાસ પણ નહિ થાય. ઊલટું જિનપૂજાથી મને શુભભાવની સ્પર્શના થશે એવો શુભાનંદ જ તે વખતે ચિત્તમાં ઉછાળા મારતો રહેશે. ગૃહસ્થને જીવહિંસા સ્વાભાવિક બની છે અને શુભભાવ કદાચિત્ આવનારો છે. માટે સ્નાન કરતાં શુભભાવ જ ઉછાળા મારે. આમ યતિને સ્નાન થતી જીવહિંસા કંપાવી મૂકે છે માટે આવા પરિણામને કારણે તેને સ્નાનનો અધિકાર નથી. જ્યારે ગૃહસ્થને સ્નાનથી થનારી જિનપૂજાના શુભભાવોની યાદ મસ્તાન બનાવે છે માટે તેને સ્નાનાદિનો અધિકાર પ્રાપ્ત થાય છે. વળી આ જિનપૂજા દ્રવ્ય સ્વરૂપ છે અને ભાવસ્તવનું કારણ છે. સાથે સાથે જિનપૂજામાં દ્રવ્યસ્તવ જ પ્રધાન છે. ભાવસ્તવ તો ઓછા પ્રમાણમાં હોઈને ગૌણ છે. જ્યારે યતિનું જીવન તો ભાવસ્તવ સ્વરૂપ જ છે. એના જીવનમાં ભાવસ્તવનું જ પ્રાધાન્ય છે. દ્રવ્યસ્તવની અનુમોદનાદિ રૂપ દ્રવ્યસ્ત તો ખૂબ જ ગૌણ છે. પ્રવચન પરીક્ષામાં પૂ. ધર્મસાગરજી મહારાજે દ્રવ્યસ્વને ચાંદીની અને ભાવસ્તવને સુવર્ણની ઉફમા આપીને કહ્યું છે કે શ્રાવકની આરાધનારૂપી હાથીની આંખો સુવર્ણની છે. બાકીનો આખો હાથી ચાંદીનો છે. જ્યારે યતિની આરાધનાના હાથીની આંખો ચાંદીની છે, બાકીના આખો હાથી સુવર્ણનો છે. ટૂંકમાં જેનું જીવન ભાવસ્વમાં આરૂઢ થઈ ગયું એમને પછી ભાવસ્તવ પામવા માટેના દ્રવ્યસ્તવના જીવનની જરૂર જ રહેતી નથી. આથી જ તો સામાયિક સ્વરૂપ ભાવસ્તવમાં આરૂઢ થયેલા શ્રાવકને યતિતુલ્ય કહ્યો છે અને તેથી જ સામાયિકમાં રહેલા શ્રાવકને દ્રવ્યસ્તવાત્મક જિનપૂજા કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
Page #130
--------------------------------------------------------------------------
________________ IL 130 વીર ! મધુરી વાણી તારી એટલું જ નહિ પણ અનિવાર્ય સંયોગોમાં જે શ્રાવક સાદુ થઈ શક્યો નથી અને સંસારમાં રહીને પણ સચિત્તજલાદિનો પ્રાયઃ ઉપયોગ જ કરતો નથી તેવા ષટ્યાયની વિરાધનાથી ત્રાસી જતાં શ્રાવકને જિનપૂજાદિ માટેના સ્નાનનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. અસદારંભમાં જેની પ્રવૃત્તિ છે તેને તે અસદારંભથી સર્વથા નિવૃત્ત થવાનું જીવન પામવાના ઉદ્દેશથી સ્નાનાદિ સાવદ્યમાં પ્રવૃત્ત થઈને ય જિનપૂજા કરવાની છે પણ જે શ્રાવક સંસારમાં રહેવા છતાં અસદારંભથી નિવૃત્ત જ થયો છે તેને જિનપૂજાથી હવે શું કરવાનું? જિનપૂજાથી પ્રાય અસદારંભનિવૃત્તિ તો તે પામી જ ગયો છે! એટલે હવે એ વાત એકદમ સ્થિર થઈ જાય છે કે જિનપૂજા નિમિત્તક સ્નાનાદિનો અધિકારી શ્રાવક યતિ વગેરે સર્વ માણસો સર્વ વાતના અધિકારી હોઈ શકતા નથી. યતિ જીવનની ગોચરી વગેરેની ક્રિયાનો શ્રાવક અનધિકારી છે. અને તે ક્રિયા વગેરેનો અધિકારી યતિ સ્નાનાદિનો અનધિકારી બની જાય છે. બીજી એક વાત જે ખૂબ જ મહત્ત્વની છે તે પણ અહીં વિચારી લઈએ. ધર્મ અને પાપ વસ્તુતઃ તો ચિત્તના આશય ઉપર જ અવલંબે છે માણસની બાહ્યક્રિયામાત્રથી તેના ધર્મ અધર્મનો નિર્ણય કરી શકાય નહિ. પારધી જાળ બિછાવે છે. દાણા નાંખે છે. અનેક પંખીઓ આકર્ષાઈને ઊડયાં આવે છે અને ચપોચપ દાણા ખાવા લાગે છે. દૂર દૂર કોઈ ઝાડના ઓથે પારધી ઊભો રહે છે. જરાય ખખડાટ ન થાય તેની ભારે તકેદારી રાખે છે. એથી પેલાં પંખીઓ ખૂબ જ શાંતિથી અને ભારે મજેથી દાણાં ખાતાં રહે છે. એ જોઈને થોડી પણ શંકામાં પડેલા નજદીક ન આવતાં પંખીઓ પણ વિશ્વાસમાં આવી જાય છે અને તે ય ઊડ્યાં આવે છે અને દાણાં ખાવા લાગે છે. કહો આ પારધિની તમામ બાહ્યક્રિયાઓ ધર્મની ગણાય કે અધર્મની? દેખીતી રીતે તો ભારે શાંતિ જાળવીને પંખીઓને દાણાં ખવડાવતો પારધિ એક ધાર્મિક માણસ જ ગણાવો જોઈએ ને? પરંતુ હકીકત તો તેથી તદ્દન વિપરીત છે એમ સહુ સમજ શકે છે. ધારો કે આ જ વખતે એક દયાળુ માણસ ત્યાં આવે છે. એણે સાવધાન પારધિને જોતાં જ સઘળી પરિસ્થિતિ કલ્પી લીધી. એક પણ ક્ષણ ગુમાવ્યા વિના એણે દોટ મૂકી. પારધિએ એને અટકાવવા માટે હાથેથી ઘણી ચેષ્ટા કરી પણ પેલો દયાળું સેનો રોકાય? જોરથી તાળીઓ દેતો એ પહોંચી ગયો મોજથી દાણા ખાતાં
Page #131
--------------------------------------------------------------------------
________________ વીર ! મધુરી વાણી તારી 131 પંખીઓના જૂથની પાસે. અને ઉડાડી મૂક્યાં તમામ પંખીઓને. શું આ માણસને નિર્દય ન કહેવાય! ખરેખર તે દયાળુ છે! જરૂર. ભલે દેકીતી રીતે તેની ક્રિયા પંખીઓને દાણાં નહિ ખાવવા દેવાની લાગે છે પરંતુ હકીકતમાં તો તે પંખીઓને મોતથી બચાવી રહ્યો છે માટે બેશક દયાળુ આ ઉપરથી અહીં તો એટલું જ સમજવાનું છે કે બાહ્ય ક્રિયામાત્રથી ધર્મ-અધર્મનો નિર્ણય કરી શકાય નહિ. એ જ બિલાડી પોતાના બચ્ચાને મોંમા દાંતેથી પકડીને લઈ જાય છે ત્યારે વાત્સલ્યથી મા કહેવાય છે. અને એ જ બિલાડી જ્યારે ઉંદરને દાંતમાં પકડીને લઈ જાય છે ત્યારે દયાળુ માણસ ઉંદર છોડાવવા દોટ મૂકતો બોલે છે, “ઓ ક્રૂર બિલાડી! છોડ! છોડ! બિચારા ઉંદરને!'' એક સરખી ક્રિયા છતાં ભાવનું કેટલું તારતમ્ય! અને તેથી જ બીજાઓના દર્શનમાં કેટલો ફેર પડી ગયો! છ માસના બાળકને વહાલથી ઉછાળીને મા હાથમાં લઈ રહી છે. અને ગફલતમાં બાળક નીચે પટકાઈ જાય છે. બાળક મૃત્યુ પામે છે છતાં એ માતાને કોઈ “ખુની” કહેતું નથી. અને ફૂરસ્વભાવની સાવકી માથી જો આવું કાંઈક કરે તો સહુ ત્યાં અનેક તર્કોના ઘોડા પૂરપાટ દોડાવી મૂકે છે. શસ્ત્રથી શત્રુ એક માણસને મારે છે અને ડોક્ટર પણ શસ્ત્રથી ઓપરેશન કરે છે. પણ કેસ ફેઈલ જાય છે. બે ય શસ્ત્રથી મારે છે. છતાં શત્રુને સહુ હત્યારો કહે છે. ડૉક્ટરને સહુ દયાળુ કહે છે. દરદીને મારવા છતાં દરદીના સગાવહાલાં ડોક્ટરની સેવાની જ કદર કરે છે અને એક હજાર રૂપિયા હાથમાં આપે ચે. લંડન શહેરનો એક ભરચક લત્તો છે ત્યાં બોર્ડ માર્યું છે. 'Horn please' આ સ્થાને આવતી દરેક મોટરે હોર્ન મારવો જોઈએ. એક મોટર પસાર થાય છે. બેદરકાર ડ્રાયવર હોર્ન મારતો નથી.પોલિક અટકાવીને દંડ વસુલ કરે છે. કોઈ માણસ અડફેટમાં ન આવ્યો છતાં દંડ! બીજો ડ્રાયવર જોરથી હોર્ન મારતો કાર લઈ જાય છે. છતાં એક પાગલ અડફેટમાં આવી જાય છે. કોર્ટમાં કેસ ચાલે છે. ડ્રાયવર તદ્દન નિર્દોષ છૂટી જાય છે. શાસ્ત્રકારોએ
Page #132
--------------------------------------------------------------------------
________________ | | |_ 132 વીર ! મધુરી વાણી તારી કહ્યું છે કે જો સાધુ ખૂબ જ સાવધાની સાથે ચાલે છે, રખે કોઈ જીવની હિંસા ન થઈ જાય. છતાં કોઈ જીવ પગ નીચે આવી જાય છે તો પણ તે સાધુ અહિંસક કહેવાય છે. - જ્યારે બીજો સાધુ બેદરકારીથી ચાલ્યો જાય છે. નશીબજોગે એક પણ જીવની હત્યા થતી નથી છતાં તે ષકાયનો હિંસક ગણાય છે. આ બધા દૃષ્ટાંતો ઉપરથી એટલું સુનિશ્ચિતપણે તારવી શકાય છે કે માણસની બાહ્ય પ્રવૃત્તિથી ધર્મ કે અધર્મનો નિર્ણય કરી શકાય નહિ. પરંતુ તેના અંતરના આશય ઉપરથી જ તેના ધર્માધર્મનો નિશ્ચય કરી શકાય. દેખીતો હિંસક પણ અહિંસક હોઈ શકે ! દેખીતો હિંસક પણ ક્રૂર હિંસક હોઈ શકે! આ જ વાત જિનપૂજા નિમિત્તક હિંસા કરનાર પૂજકના અંગે વિચારવાની છે. આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ જિનપૂજા કરવા માટે ઉત્સુક બન્યો છે. અસીમ ઉપકારીના ઉપકારોથી યાદને જીવંત બનાવવા માટે જ એના અંગે પુષ્પોની અર્ચના કરીને અભૂતપૂર્વ આનંદ માણી રહ્યો છે. જેને જાગ્યો છે પાપનો ભય.. જેને જાગી છે પાપના નાશની તીવ્ર કામના! અને એથી જ જે નિષ્પાપના શરણે દોડયો છે! પાપનાશ કરવા નિષ્પાપને સ્પર્શી રહ્યો છે... એ આત્મા કદી એવું ઈચ્છતો નથી, રે! કદી કલ્પતો પણ નથી કે હું પાણી પુષ્પ વગેરેના જીવોની હિંસા કરું એ તો કરવા ગયો છે પાપનાશનો ધર્મ! અને ત્યાં અડફેટમાં થઈ ગઈ છે જીવહિંસા! ઈચ્છા વિના કલ્પના વિના. તો શું તે પૂજકને જીવહિંસક કહી શકાશે? સર્વજીવોને હું અભયદાન દઉં એવું અભયસ્વરૂપ પરમાત્મા પાસે માંગવા જતાં કોક જીવોની હિંસા થઈ જાય છે તો શું હિંસાનો આશય ન છતાં તે હિંસાના પાપ તેને લાગી જાય! અને પૂજનનો ભાવ ઊછળવા છતાં પૂજાનું કોઈ ફળ નહિ? હિંસાના આશય વિનાનાને હિંસક કહેનારા બંધુઓ પૂજનના પૂર્ણ આશયવાળાને પૂજક કહેવા લાચાર છે? પૂજકને હિંસક કહેવો છે? અહિંસકને પૂજક નથી કહેવો? રે! શહેરોમાં આગ લાગે છે ત્યારે મ્યુનિસીપાલીટીના બંબા ભયની ઘંટા વગાડતાં પૂરપાટ વેગે જાહેર રસ્તા ઉપરથી દોડયા જાય છે. ઘંટા સહુને સૂચવે છે
Page #133
--------------------------------------------------------------------------
________________ વીર ! મધુરી વાણી તારી 133 દૂર હટો... દૂર હટો... પણ ક્યારેક એવું ય બને છે કે કોઈક માણસ ગફલતમાં રહી જતાં, આવા બંબાની અડફેટમાં આવી જઈને જીવન પૂર્ણ કરી દે છે! પણ તો ય બંબાવાળા ત્યાં શોભતા નથી. એમની તો એક જ નજર છે, જલદી પહોંચવું અને આગ બુઝાવવી! અનેક મરાતાઓને બચાવી લેવા! એક માત્ર ધૂનમાં એ બંબાવાળા દોડયા જ જાય છે. સ્વકર્તવ્ય પૂર્ણ કરે છે. નગરપાલિકાના પ્રમુખ સ્વકર્તવ્યપરાયણ એ બંબાવાળાને જાહેરમાં સન્માન છે! પેલા અકસ્માતથી મરી ગયેલા માનવની ત્યાં કોઈ નોંધ પણ લેતું નથી. બંબાવાળાને એની સજા પણ થતી નથી. ચાર કલાકની આસન કેદ પણ નહિ હોં! શાથી? એટલા જ માટે કે સ્વકર્તવ્યની ભાવનામાં રમમાણ એ બંબા-ડ્રાઈવરનો કોઈને ય મારવાનો આશય જ ન હતો! સાથે સાથે ભયઘંટા જોરમાં બજાવતો હતો. છતાં પછી કોઈ મરી જાય તો તેનો જરા ય અપરાધ નહિ. - જિનપૂજામાં ય પૂજક આવું જ નથી કરતાં શું? સર્વજીવોને સ્વનિમિત્તક હત્યાઓથી મુક્ત કરી દેવા માટે ભવ્યભાવના ઉછાળવી છે. એવો ઉછાળો લાવવા માટે જ પુષ્પપૂજાદિના ઠાઠ કરવા છે. છતાં અડફેટમાં જે આવી જાય તેમને મારવાનો કોઈ આશય નથી જ, માટેસ્તો શક્ય તેટલી વધુ જયણાની (ઓછું પાણી વાપરવું, પાકી ગયેલા પુષ્પો લેવા વગેરે) ભયઘંટા બજાવતો રહે છે. છત કાંઈક બનતું રહે તો તેની જરા ય જવાબદારી તેની નથી. લોકવ્યવહારથી સમજાઈ જાય તેવી આ વાત છે, છતાં કોઈને ન જ માનવી હોય તો મનાવવાનો આગ્રહ શી રીતે રાખવો? એમનાં ય કલ્યાણની ભાવના રાખવા સિવાય બીજું કાંઈ જ કરવું નથી, કશું સમજાવવું નથી. અમદાવાદની કોઈ મિલનમાં સ્પીનીંગ યાર્ન-માસ્ટરને જોયો છે? કેવું કામ કરે છે? ખાઈ-પરવારીને ઘરેથી નીકળેલો તે માણસ ખાધેલું બધું ય પચાવી નાંખતો હશે ને? કેવી કસરત થઈ જાય છે? છતાં મીલને કસરત કરવાનો અખાડો કહેવતો નથી હોં! અને કામ કરતાં કામદારોને કસરતબાજ પણ કહેવાતા નથી હોં! કકરત કરવા છતાં કસરતી નહિ; માત્ર કામદાર!
Page #134
--------------------------------------------------------------------------
________________ | | _ 134 વીર મધુરી વાણી તારી શાથી? કામ કરવા જતાં કસરત એ તો થી જનારી વસ્તુ છે. મીલમાં જવાનો આશય કામ કરવાનો છે; કસરત કરવાનો નહિ માટે કસરત થવા છતાં કસરત કરનાર જ કહેવાય. સવાર પડે છે અને રેલવેમાં સર્વિસ કરતો સાંધાવાળો ખભે લોખંડી કુહાડો લઈને નીકળી પડે છે. ગાતો ગાતો ચાલ્યો જાય છે અને પાટાની પટ્ટીઓને પેલી કુહાડી ઝીંકતો જાય છે. સ્કુને ફીટ કરતો જાય છે. કેવી મજેની “મોર્નીગ વોક' એને મળી જાય છે? પણ એ નામદારને “મોર્નીગ વોકર કહી શકાય ખરા કે ? નહિ જ ને? કેમ વારું! એટલા જ માટે કે એનો આશય સવારના ચાલવાનો વ્યાયામ કરવો નથી. એ તો પેટ ખાતર મજૂરી કરનારો માણસ છે. સવારે ચાલવાનો વ્યાયામ શ્રીમંતનો પુત્ર કરી શકે છે; જેને ચિંતા જ ન હોય ખાવા-પીવાની. અને પેલો તીર્થાધિરાજ શત્રુંજયના પહાડ ઉપર રોજ ચડતો અને ઊતરતો ડોળીવાળો! એ યાત્રિક કહેવાય ખરો કે? યાત્રા થઈ જવા છતાં યાત્રિક નહિ? માત્ર ડોળી વાળો? શાથી?” યાત્રા કરવાનો આશય નથી માટે જ ને? તો પછી જિનપૂજા દ્વારા ભાવવિશુદ્ધિ પામવાની એક માત્ર ઈચ્છાવાળો જિનપૂજા માટે સ્નાનાદિ કરે તો તે પૂજક જ કહેવાય કે હિંસક પણ કહેવાય? એક કામ કરવું એ જુદી વાત છે અને એક કામ થઈ જવું એ જુદી વાત છે. પૂજક પૂજન કરે છે. પણ હિંસા તો થઈ જાય છે. પૂજનના આશયથી પૂજન કરે છે એ પૂજન થઈ જતું નથી. હિંસાનો આશય જ નથી માટે હિંસા થઈ જાય છે એમ જ કહેવાય. હિંસા કરે છે એમ ન કહેવાય. થઈ જતી ક્રિયાનું કર્તુત્વ ન હોય. કરાતી ક્રિયાનું જ કર્તૃત્વ હોય માટે જ ભાવશુદ્ધિ માટે પૂજા કરતો પૂજક જ કહેવાય; હિંસક નહિ. ડોળીવાળો યાત્રા કરતો નથી, યાત્રા તો થઈ જાય છે માટે જ તેને યાત્રિક કહેવાતો નથી. આ રીતે સર્વત્ર સમજી લેવું જોઈએ.
Page #135
--------------------------------------------------------------------------
________________ વીર ! મધુરી વાણી તારી 135 વધુ તો આ વિષયમાં શું લખવું? ઘણું લખી શકાય તેમ છે. પરંતુ ભદ્રક પરિણામી આત્માને આટલું દિશાસૂચન પર્યાપ્ત થઈ જશે, કઠોર પરિણામીને તો ગ્રંથોના ગ્રંથોનું લખાણ પણ નિરર્થક છે એમ સમજીને આટલેથી જ અટકવું ઠીક લાગે છે. નામાદિ ચાર નિપામાં ભલે અપેક્ષાએ ભાવ નિક્ષેપાની મહત્તા હશે પરંતુ એક અપેક્ષાએ તો સ્થાપના નિક્ષેપ જેટલો ઉપકારી ભાવનિક્ષેપ પણ નથી. ભાવનિક્ષેપસ્વરૂપ પરમાત્મા મહાવીરનું આજે દર્શન ક્યાં છે? એમના ચરણોને સ્પર્શ કરીને પવિત્ર થવાની કૃતકૃત્યતાનો અનુભવ ક્યાં છે? રે! એ અનુભવ પણ પુરુષો જ લઈ શકે ને? સ્ત્રીઓનું શું? વળી એમને પ્રક્ષાલ કરીને પૂજક પોતાના આત્માના મળ ધોઈ રહ્યો છે, ખીલેલાં પુષ્પો ચડાવીને આત્મ-કુસુમને ખીલવી રહ્યો છે; એ બધી ભાવના શી રીતે ભાવી શકાય? ભાવનિક્ષેપસ્વરૂપ પરમાત્માને ન તો સચિત્ત જલ અડાડાય, ન તો સચિત્ત પુષ્પ સ્પર્શાવાય? કદાચ માની લો કે એ બધું ય થઈ શકે છે તો ય શું? જે પરમાત્મા મહાવીર પોતે જ નથી. તીર્થકરપણાના ભાવનિક્ષેપે એઓ કેટલો ઉપકાર કરી શક્યા? ફક્ત ત્રીસ વર્ષ સુધી ને? અને તે ય પંદર કર્મભૂમિમાંથી જંબૂદ્વિપના ભરતની આ એક જ કર્મભૂમિ! તેમાં ય અમુક જ વિસ્તારમાં તેઓ ઉપકાર કરી શક્યા! તો હવે બીજાઓએ શું કરવું? પરમાત્મા મહાવીરના વિરહમાં કોનું આલંબન લેવું? કોનું આલંબન લઈને શુભભાવની પવિત્ર સ્પર્શના કરવી? મોહના સંસ્કારોને નાબૂદ કરવા? જગતને ભૂલવા કોઈકને તો યાદ કરવા જ પડશે ને? ઘરમાંથી છૂટવા ક્યાંક તો જઈને બેસવું જ પડશે ને? પ્રિયની પ્રતિમાઓ અંતરના ખડખંડમાં પધરાવી છે પણ તે બધી પ્રતિમાને ખસેડીને પ્રિયતમ પરમાત્માની પ્રતિમાઓને પધરાવવા તેની સાકાર સ્થિતિના દર્શન તો કરવા પડશે ને? અંતરમાં પ્રતિમા કંડારવા માટે શિલ્પીને પ્રતિમાનો નકશો તો જોઈએ ને? આ બધું ય સિદ્ધ કરવા માટે સ્થાપના નિક્ષપ સ્વરૂપ તીર્થંકર પરમાત્માની અનિવાર્ય આવશ્યકતા છે. એમના દર્શન આજે પણ સહુ કરી શકે, એમના અંગે જલ પ્રક્ષાલ થઈ શકે, પુષ્પોની આંગી પણ થઈ શકે એમને સહુ સ્પર્શીને પવિત્ર બની શકે. સ્ત્રી અને પુરુષ બધા ય.. અહીં કોઈ બાકાત નહિ.
Page #136
--------------------------------------------------------------------------
________________ 136 વીર ! મધુરી વાણી તારી સ્થાપના નિક્ષેપાના ભગવંતની સામે તીર્થયાત્રા નીકળી શકે. ગામગામમાં ધર્મની અપૂર્વ પ્રભાવનાઓ થઈ શકે. એમના અંગે ભારે અલંકારો ચડાવીને મોહના રવાડે ચડતી સંપત્તિનો સદ્વય થઈ શકે. સંપત્તિની મૂચ્છ ઉતારવાનું તો આ અમોઘ આલંબન! પ્રિયની પ્રતિમાને વીસરવા માટેનો આ અપૂર્વ કીમિયો! વિશુદ્ધ ભાવનાઓનું તો આના દર્શનના વિચારમાત્રથી ઉત્પાદન શરૂ થાય. અત્યંત ખેદની વાત છે કે વા સ્થાપનાનિક્ષેપને માત્ર સ્થાપનાનિષેપ તરીકે મૂર્તિ તરીકે માનવા આજે કેટલાક તૈયાર છે પરંતુ પૂજ્ય માનવા તૈયાર નથી. આવા લોકો કોટના દરેક બટનમાં પોતાની પ્રિયતમાની મૂર્તિઓ ગોઠવે છે, કેલેન્ડરમાં પોતાની પ્રિયસિને-તારિકાની મૂર્તિ સ્થાપે છે. લગ્ન સમયે વર-વધૂ ભેગા રહીને ફોટો પડાવી લે છે. અને શયનખંડના પ્રવેશ દ્વાર ઉપર ટિંગાડે છે. મૂર્તિપૂજાને ધિક્કારતો રાષ્ટ્રપ્રેમી ગાંધી, નહેરુ અને સુભાષના ફોટા ઘરમાં ગોઠવ્યા વિના જંપતો નથી; પ્રજાસત્તાક દિને ધ્વજવંદનમાં હાજરી આપીને ધ્વજને અદબભરી સલામ અર્પે છે. (ધ્વજ એ પણ મૂર્તિ (આકાર) નથી શું?) મોહભર્યા સંસારનું સમગ્ર વર્તુળ મૂર્તિઓથી ખીચોખીચ ભરી દેનાર માણસ જ્યારે મંદિરની મૂર્તિની પૂજ્યતાનો ઈન્કાર કરે છે ત્યારે આશ્ચર્યની અવધિ આવી જાય છે. આવા મતની મમતવાળો અનુયાયીવર્ગ પણ મંદિરની મૂર્તિને વંદન પૂજન નહિ કરવાની પ્રતિજ્ઞાઓ આપે છે અને એ જ લોકો પાછા પોતાના પુસ્તકોમાં પોતાની ચિત્ર મૂર્તિની શ્રેષ્ઠ સ્થાપના કરાવે છે ! એની પાછળ થતી ફોટોગ્રાફીની પાણી અગ્નિ વગેરેની હિંસા સાથે એમને કોી જ આભડછેટ નહિ હોય? આટલું કરીને ય આ લોકો કહે છે કે મૂર્તિને તો અમે માનીએ જ છીએ માત્ર પૂજ્ય ભગવાન તરીકે માનતા નથી? કેવી વાત?... છતાં ભલે તેમ માની લઈએ. એવી વાતો કરનાર રાષ્ટ્રપ્રેમીની સામે જ કોઈક ગાંધીજીના બાવલા ઉપર ધૂકે તો? ત્રિરંગી ધ્વજને બાળી નાંખે તો? એવી વાતો કરનાર કોઈ પ્રેમીની પ્રિયતમાના ફોટાને કોઈ લાત મારે તો? તે વખતે શક્તિ હોય તો આંખો લાલપીળી થયા વિના રહે ખરી? એને પૂજ્ય
Page #137
--------------------------------------------------------------------------
________________ વીર ! મધુરી વાણી તારી 137 કે પોતાના માન્યા વિના આંખોના ખૂણિયાં લાલ થતા હશે એમ! એ તો કદી ન બની શકે. આવી દલિલો કરવા કરતાં સીધું જ વિધાન કરી દેવું સુંદર લાગે છે કે, “મંદિરની મૂર્તિને અમે માનતા જ નથી. પૂજ્ય પણ નહિ, મૂર્તિ પણ નહિ. એ છે માત્ર પથ્થર.” જાણવા જેવી રમૂજની વાત તો એ છે કે ભગવાનની મૂર્તિને જડ પથ્થર માનીને તેને સામર્થ્યવિહોણી માનનારાઓ ભગવાનના નામનો જપ તો ખૂબ જ સારી સંખ્યામાં કરતા હોય છે? શું એ નામ પણ જડ નથી? છતાં જો નામ જપમાં ભાવ નિક્ષેપ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરાવવાની તાકાત માનતા હો તો તેવી જ તાકાત સ્થાપનાનિક્ષેપરૂપ મૂર્તિમાં પણ કેમ ન મનાય ? પથ્થરની ગાય દૂધ દેતી નથી, તો ગાયનું નામ પણ દૂધ દેતું નથી હોં! હા. નામથી જો ગાયનું સ્મરણ થાય તો ગાયની આકૃતિવાળા રમકડાથી પણ નાના બાળકને ગાયની ઓળખ કરાવી શકાય છે. બાળમંદિરમાં જઈને જુઓ તો ખબર પડે. તો પરમાત્માની સ્થાપના સ્વરૂપ મૂર્તિ પણ જડ છતાં તેના દ્વારા સાચા પરમાત્માની વીતરાગતા વગેરેનું સ્મરણ થાય જ. નહિ તો શું પ્રિયતમાના મુખદર્શનમાં વીતરાગતાનું સ્મરણ થઈ જશે એમ? રે! સિનેમાના પડદા ઉપર જડ મૂર્તિઓના જ દૃશ્યો જોવાય છે કે બીજું કાંઈ ! છતાં કરુણ દૃશ્યો જોતાં આંકો રડી કેમ ઊઠે છે? સુભગ ગણાતા મિલનના દૃશ્યો જોતાં હૈયું આનંદવિભોર બની જાય છે કે નહિ? જડની આટલી બધી અસર આત્મા ઉપર અનુભવસિદ્ધ હોવા છતાં મંદિરની મૂર્તિને જડ કહી દઈને તેની અસરકારકતાને અવગણી નાંખવા જેવું અનુચિત બીજું કયું હોી શકે એ જ સમજાતું નથી. મોહની મૂર્તિઓમાં જ એકાકાર થઈ ગયેલા જગતને જો ખરેખર ઉગારી-બચાવી લેવાની ભાવના હોય તો મૂર્તિના દર્શને ગલાં થવાને ટેવાએલાંઓને નિર્મોહીની મૂર્તિઓના દર્શનમાં જડી જ દેવા પડશે. એમની એ ટેવોનું ઊર્ધીકરણ કર્યા સિવાય એમને ઉગારવાનો બીજો કોઈ જ રસ્તો શક્ય નથી. પરમાત્માસ્વરૂપ આત્માને બનાવવો હોય તો પ્રથમ તો પરમાત્માને જ પૂરા ઓળખવા પડશે... પછી એમાં એકાકાર બનવું પડશે. એ એકાકારતાનું-અદ્વૈતનું
Page #138
--------------------------------------------------------------------------
________________ | |_ 138 વીર મધુરી વાણી તારી - ભાન વારંવાર થશે ત્યારે જ અંતે એક વાર સાચે જ સર્વકાળ માટે પરમાત્માસ્વરૂપ બની જવાશે. પણ પરમાત્માની ઓળખ કરી લેવા માટે પરમાત્માની જ યાદ જારી રાખવા અપરાત્મા-સર્વની યાદનું વિસ્મરણ પણ કરવું જ પડશે. એક નાનકડી વાત ઉપરથી આ વિધાન સ્પષ્ટ થઈ જશે. એક ગામમાં એક પટેલ રહેતો હતો. ઘરમાં એક ભેંસ રાખી હતી. એક વાર એક સંન્યાસી આવ્યા. પંદર દિવસ રહ્યા બાદ સંન્યાસીએ વિદાય થવાની વાત કરી. તે વખતે પટેલે પ્રશ્ન કર્યો, “મારે પરમાત્માસ્વરૂપ બનવું છે. મને એ દશાનું આપ ભાન ન કરાવો ?" સંન્યાસીએ કહ્યું, “એ વાત હમણાં બાજુએ રાખ. હમણાં તું મને તારી ભેંસનું આબેહૂબ ચિત્ર દોરી આપીશ?” પટેલે કહ્યું, “જરૂર.'' પછી તો કલમ હાથમાં લઈને પટેલ ચિત્ર દોરવા બેઠો; પણ ગણપતિને બદલે વાંદરો દોરી ગયા જેવું થયું. ખડખડાટ હસી પડતાં સંન્યાસીએ પૂછયું. “પટેલ કેમ આમ થયું?” પટેલે કહ્યું હજી ભેંસ જ મારી આંખ સામે રમતી નથી. ભેંસને બદલે બેરાછોકરાં વગેરે ઘણાં ઘણાં આંખ સામે ખડા થઈ જાય છે. - સંન્યાસીએ કહ્યું, “તો હવે હું બીજા ત્રીસ દિવસ અહીં રહું છું. પટેલ! તમે પંદર દિવસ માટે એક રૂમમાં જ બેસી જાઓ. નજર સામે પરશાળમાં ખાતા-પીતીસૂતી-ભેંસને જ રાખો. બીજું કશું ન જુઓ. ધીરે ધીરે બીજા બધાની યાદ પણ ભુલાતી જશે. પંદર દિવસ પૂરા થયા બાદ ફરી એ ચિત્ર દોરવાનો યત્ન કરજો.” સંન્યાસીના કહેવા મુજબની સઘળી સાધનાપટેલે કરી. પંદરમાં દિવસે ભેંસનું આબેહૂબ ચિત્ર દોરાઈ ગયું. પટેલ પોતે એ જોઈને આફ્રીન પુકારી ગયા. પછી તેમણે સંન્યાસીને કહ્યું, “આ તો ઠીક પણ મારે તો પરમાત્માસ્વરૂપ બનવું છે, તે સ્વરૂપની ઝાંખી કરવી છે તેનું શું? ભેંસના પ્સિરથી મને આ સિદ્ધિ થોડી જ મળી? સંન્યાસીએ કહ્યું, “પટેલ! આકળા ન થાઓ. તમારી જ મનઃકામનાપૂર્ણ કરવાના માર્ગે હું તમને લઈ જઈ રહ્યો છું. હવે બીજા પંદર દિવસ એ જ ભેંસનું વધુ એકાગ્રતા સાથે ધ્યાન ધરો.”
Page #139
--------------------------------------------------------------------------
________________
વિર ! મધુરી વાણી તારી
૧૩૯
પટેલે ભેંસનું એકાગ્ર ધ્યાન શરૂ કરી દીધું. બીજા પંદર દિવસ પસાર થઈ ગયા. સોળમાં દિવસે સંન્યાસી જાતે ત્યાં આવ્યા એમને જોતાં જ પટેલ ચારપગે બનીને માથું હલાવતાં હલાવતાં આવ્યા. સંન્યાસીને શિંગડું મારીને કાઢવાનો પ્રયત્ન કરા હોય તેવી ચેષ્ટા કરવા લાગ્યા!
સંન્યાસીએ પટેલને ખૂબ ઢંઢોળ્યા. સમાધિથી નિવૃત્ત કયા૪. પટેલને પૂછયું, “શું થયું હતું તમને?''
“પ્રભો! ભેંસના પ્લાનથી હું જ ભેંસ બની ગયો! મારી જાતને જ ભેંસ કલ્પી
લીધી.”
સસ્મિત વદને સંન્યાસીએ કહ્યું, “લો ત્યારે, હવે પરમાત્મસ્વરૂપની ઝાંખી કેમ થાય એ વાત સમજાઈ ગઈ ને?
જગતને ભૂલો. જગત્પતિની મૂર્તિનું આલંબન લઈને એની પૂરી પિછાણ કરો, આલંબન ચાલુ રાખીને એમાં એકાકાર થઈ જઈને અનુભવગમ્ય પરમાત્મદશાનું ભાન કરો.”
આ દૃષ્ટાંત આપણને એ જ વાત ખૂબ સ્પષ્ટ કરી આપે છે કે જગતના મોહપાત્રને ભૂલી જવા માટે નિર્મોહીની પ્રતિમાનું આલંબન એ ખૂબ જ સરળ અને નિર્ભય ઉપાય છે.
લાકડીના ટેકે જ ચાલવાને ટેવાયેલા માણસ પાસેથી જેમ લાકડી વિના જ ચાલવાની અપેક્ષા એકદમ રાખી ન શકાય. માત્ર એટલું જ થઈ શકે કે એની પાસે રહેલી સડેલી લાકડી છોડી શકાય. પરંતુ તે માટે ય તેના હાથમાં બીજી સારી મજબૂત લાકડી આપવી જ પડે. કેમકે સડેલી લાકડી છૂટી શકે તેમ ચે પરંતુ કોઈક ટેકે ચાલવાની ટેવ તો છૂટી કે તેમ નથી જ.
આ મનોવૈજ્ઞાનિક વ્યવહારદૃષ્ટિને ખ્યાલમાં લઈને જ મહોપાધ્યાયજીએ અધ્યાત્મસારના અનુભવાધિકારમાં અપ્રશસ્ત આલંબનો અને અપ્રશસ્ત વિકલ્પોને દૂર કરવા માટે પ્રારંભદશામાં પ્રશસ્ત આલંબનો અને પ્રશસ્તવિકલ્પોને જીવનમાં અને મનમાં દઢ સ્થાન આપવાનું જણાવ્યું છે.
જે આલંબનથી આત્માનું ભાન થાય, વિશુદ્ધિનું ઉત્થાન થાય, શુભસંકલ્પોની પરંપરા ચાલે તે આલંબન જ આપણા માટે પૂજ્ય આલંબન કહેવાય. બાકીના બધાં ય અપૂજ્ય આલંબન કહેવાય.
આવી વસ્તુસ્થિતિ હોવા છતાં સ્થાપનાદિનક્ષપાના આલંબનને પૂજ્ય-પૂજનીય
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૪૦
વીર ! મધુરી વાણી તારી
ન જ માનવાનો આગ્રહ રાખવામાં આવે તો તે ખૂબ જ ખેદજનક બીના છે.
અરે! કેટલીક વાર તો બીજા કોઈ નિપાના પરમાત્મા વિદ્યમાન હોવા છતાં સ્થાપનાનિક્ષેપો વધુ બળવાન બની જાય છે. ૧
જરાસંઘની સામે કૃષ્ણ વાસુદેવ યુદ્ધે ચડ્યા હતા. બે યના લશ્કરો સામસામાં ગોઠવાઈ ગયા હતા. ખુનખાર યુદ્ધ શરૂ થયું. તક જોઈને જરાસંઘે જરા નામની વિદ્યાનું સંધાન કર્યું.... તરત જ એના પ્રભાવે કૃષ્ણનું સમગ્ર સૈન્ય મૂચ્છિત થઈને ધરતી ઉપર ઢળી પડયું.
કૃષ્ણવાસુદેવ ગભરાઈ ગયા. બાવીસમા તીર્થકર ભગવાન નેમનાથનો આત્મા હજી “કુમાર” અવસ્થાના ગૃહસ્થજીવનમાં હતો. એ દ્રવ્યનિકેપસ્વરૂપ તીર્થકર કુમાર નેમનાથી પાસે જઈને કૃષ્ણ સઘળી વાત કરી અને આપત્તિમાંથી ઉગારવા માટેની સલાહ માંગી.
કુમાર નેમનાથે કહ્યું, “તમે અઠમનો તપ કરીને દેવતાને પ્રસન્ન કરો. દેવલોકમાં રહેલી ભાવીતીર્થકર ભગવાન પાર્શ્વનાથની પ્રગટ પ્રભાવી મૂર્તિ પ્રાપ્ત કરો અને તેની પ્રક્ષાલપૂજા કરો. એ પૂજાનું હવણ લઈને તમારા સૈન્ય ઉપર છાંટશો તો મૂર્છા ઊતરી જશે.”
કૃષ્ણ એક પ્રશ્ન ઊભો કર્યો કે અઠમતપના આરાધનના ત્રણ દિવસો સુધી મૂચ્છિત સેનાનું રક્ષણ કોણ કરશે? મૂચ્છિત સેનાને મારી નાંખતા જરાસંઘને કેટલી વાર?
કુમાર નેમનાથે તે જવાબદારી પોતાના શિરે લીધી. કૃષ્ણ અઠ્ઠમતપનું આરાધન કરવા ગુફામાં ગયા. કુમાર નેમનાથ યુદ્ધભૂમિ ઉપર આવ્યા.
જગતના સર્વજીવોની માતા યુદ્ધભૂમિએ આવીને સ્વહસ્તે બાળકોની હત્યા કરે એ બને? જરાસંઘ શત્રુ તો કૃષ્ણ વાસુદેવનો! કુમાર નેમનાથનો તો એ ય મિત્ર! અને એ ય ભાઈ? જેવો કૃષ્ણવાસુદેવ!
કુમાર નેમનાથ યુદ્ધભૂમિએ આવ્યાનું જાણીને દેવેન્દ્ર ચમકયો. પોતાનો રથ લઈને તરત સેવામાં હાજર થયો. - કુમારે એ રથને વાસુદેવના સૈન્યની ચોમેર ગગન મંડળમાં ભયંકર વેગથી ઘુમાવવાનું ઈન્દ્રને સૂચન કર્યું. ઈન્દ્ર તે સૂચનાનો અમલ કર્યો. શત્રુસેનાના શસ્ત્રો ઘૂમતા રથને ટકરાઈને તૂટી પડવા લાગ્યા. કુમાર નેમનાતે જોરદાર તીરંદાજી ચલાવી પણ તે એવી કે જરાસંઘનો એક પણ સૈનિક ન મરે. માત્ર રાજાઓના મુગટોને જ
Page #141
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૪૧
લક્ષ બનાવીને ઉડાડી દે.
કેવું અહિંસક યુદ્ધ! હજી ગૃહસ્થજીવનની રાગદશામાં છે નેમનાથ! નથી થયા વીતરાગ! છતાં વીતરાગના જેવી કેવી વિરાગભરી અહિંસક યુદ્ધનીતિ!
યુદ્ધ ખેલવાની ફરજ આવી ત્યારે ગીતામાં કહ્યા મુજબ કૃષ્ણ અર્જુનને યુદ્ધ ખેલી દ્રોણાચાર્ય વગેરે ગુરુવર્ગની હત્યાનો ઉપદેશ પ્યો અને અહીં ફરજ આવી પડી છતાં અહિંસક યુદ્ધ ખેલાયું. વિરાગીની પણ આ કેવી અદ્ભુત યુદ્ધકળા! યુદ્ધ કરવાં છતા સાવ જ અહિંસક યુદ્ધ! યુદ્ધમાં પણ અહિંસા !
અફસોસ! આજે તો વિશ્વશાંતિની વાતો પાછળ કરોડો માનવોની હિંસા કરી નાંખવાની યોજનાઓ તૈયાર થયેલી છે!
કૃષ્ણ વાસુદેવે અઠમની સાધના કરીને મૂર્તિને મેળવી ભાવભરી અષ્ટ પ્રકારની પૂજા કરી. પ્રક્ષાલ જલ લઈને યુદ્ધભૂમિ ઉપર વ્યા. મૂચ્છિત સૈન્ય ઉપર એ જલનો છંટકાવ કર્યો અને તરત આળસ મરડીને દરેક યોદ્ધો ઊભો થઈ ગયો!
આપણે અહીં એ જ વિચારવાનું છે કે કુમાર નેમનાથ એ વખતે દ્રવ્યતીર્થકરની અવસ્થામાં હતા છતાં એમણે જ સ્થાપના નિક્ષેપસ્વરૂપ ભાવી તીર્થકરની અવસ્થામાં હતા છતાં એમણે જ સ્થાપના નિક્ષેપસ્વરૂપ ભાવી તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિના પ્રક્ષાલ જલને લાવવાનું કહ્યું!
શું આથી સ્થાપનાનિશે પાની મહત્તા સ્થિર થઈ જાય તેવું નથી? બીજો પણ એક પ્રસંગ લઈએ.
મહારાજા કૃણિકની રાણી પદ્માવતી હતી. કુણિકના પિતા શ્રેણિકે હલ્લ વિહલ્લને નવસેરો હાર અને સેચનક હાથી વગેરે ભેટ આપ્યાથી તેમની ભાબી પદ્માવતીને ઈર્ષા થઈ. પોતાના પતિ કુણિકને પાણી ચડાવ્યું અને નાના ભાઈ હલ્લ-વિહલ્લા પાસેથી તે વસ્તુ મેળવી લેવા મોકલ્યા.
ભાઈઓએ કહ્યું, “પિતાએ આપેલી ચીજ તમને કેપ આપીએ? નહિ મળે.”
આમ કહીને સ્વરક્ષા માટે બે ય ભાઈઓ પોતાના મામા ચેડરાજાનો આશ્રય લેવા ચાલ્યા ગયા.
રાજા કુણિક, રાજા ચેટક સામે યુદ્ધ ચડયો. ખુનખાર યુદ્ધ થયું. એક કરોડ એંસી લાખ માનવોનો બે ય પક્ષે થઈને સંહાર થઈ ગયો.
તો ય રાજા કુણિક રાજા ચેટક ઉપર વિજય મેળવી ન શક્યો. ત્યાં તેને ખબર
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૪૨
વીર ! મધુરી વાણી તારી
પડી કે યુદ્ધ નહિ જીતી શકવાનું કારણ તો શત્રુ રાજ્યમાં રહેલો ભગવાન મુનિસુવ્રત સ્વામીજીનો સ્તૂપ છે જે સ્તૂપમાં ભગવાન મુનિસુવ્રત સ્વામીજીની પ્રતિમા છે. એને દૂર કર્યા વિના યુદ્ધ જીતી શકાય નહિ.
કણિકે કાવાદાવા કરીને એક મુનિને શીલભ્રષ્ટ કર્યા અને તેમના દ્વારા તે સૂપ ઉખેડાવી નાંખ્યો.
જોરદાર આક્રમણ કર્યું. વિજય પ્રાપ્ત થયો.
લાખો સૈનિકોના બળથી પ્રાપ્ત વિજયને માત્ર મુનિ સુવ્રતસ્વામીજીની પ્રિતમાના અસ્તિત્વ જ “રૂક જાઓ'નો આદેશ આપ્યો ને?
કદાચ કોઈ કહે કે એ પ્રતિમાના અધિષ્ઠાયક દેવે તે વિજય થવા ન દીધો - તો તે વાત પણ બરોબર જ છે. પરંતુ એથી તો એ નક્કી થઈ ગયું ને કે સ્થાપનાનિક્ષેપાને સમ્યગુદૃષ્ટિ દેવો પણ પૂજ્ય માને છે? અને તેની તહેનાતમાં ખડે પગે ઊભા રહે છે !
ખેર, છતાં સ્થાપનાનિક્ષેપને પૂજ્ય ન જ માનવો હોય તો કોઈ ઉપાય નથી.
આદ્રકુમારના જીવનપરિવર્તનમાં એ પૂજ્ય પ્રતિમાએ જ ભાગ ભજવ્યાનું શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે.
રે! સ્વયંભૂરમણ સમુદ્રના મૂર્તિ જેવા આકારવાળા પથ્થરોથી અનેક મત્સ્યોને જાતિસ્મરણ થયાનું, અને તે પછી દેશવિરતિધર્મ પામ્યાનું જણાવવામાં આવ્યું છે.
આ બધી શાસ્ત્રના ચીંધ્યા માર્ગે ચાલવાની હિમાયત કરનારાઓ પણ જો તેને માનવાનો સાફ ઈન્કાર જ કરવા માંગતા હોય તો તેમની શાસ્ત્ર કટ્ટરતાને સો સો નમસ્કાર!
રે! અહીં લખાતા અક્ષરો પણ મૂર્તિ જ છે ને?
એ અક્ષરોના સમૂહરૂપ જડ શબ્દો, અને વાક્યોથી પણ આત્માને બોધ થાય છે. સંભ્રમ થાય છે. એ સ્વાનુભવ સિદ્ધ હકીકત છતાં મૂર્તિની જડતામાં કોઈ જ સામર્થ્ય ન માનવાની વાત કરનારાઓને વધારે તો શું કહેવું?
ઘનઘોર સંગ્રામ ખેલતો રાજા રાવણ અષ્ટાપદ તીર્થ ઉપર સ્થાપના નિક્ષેપાની ભક્તિમાં જ ગાંડોતૂર બન્યો હતો ને! અને તેમાં જ તેની કસોટી વી હતી ને? દેહનો પણ અધ્યાસ મૂકી દેવા જેવું અભૂતપૂર્વ બળ રાજા રાવણને એ ભક્તિએ નહોતું આપ્યું શું?
Page #143
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૪૩
મહાત્મા નાગકેતુની વાત નથી જાણતા? સ્થાપનાનિપેક્ષાસ્વરૂપ ભગવાનની જ ભક્તિના રંગે ચડયા હતા ને ૪ અને એ ભાવના ભુક્કા બોલાવી દે એવી કસોટી આવી કાતિલ સર્પદંશની .છતાં ય વાર ઊતરી ગયા રે! ક્ષપકશેણિએ ચડ્યા અને કેવળજ્ઞાન પામ્યા!
જિનપડિમા જિનસારીખી' એ સૂત્રને હવે તો કબૂલો.
છતાં ન જ કબૂલવું હોય તો તો હવે વધુ કાંઈ જ કહેવું નથી. સ્થાપનાનિપાની પૂજ્યતાને અવગણી શકાય તેમ નથી. આવી અવગણના કરીને સ્તાનકવાસી બંધુઓએ દેવતત્ત્વની આરાધનાનું જબ્બર આલંબન ખોયું. દિગંબરોએ ગુરૂ ખોઈને, અને તેરાપંથીએ દયાદાનનો ધર્મ ખોઈને સઘળું ગુમાવ્યું. છતાં એમની આંખો ન ખૂલે તો બીજા શું કરે!
ભાવસ્નાન સ્વરૂપ :
દ્રવ્યનાનમાં નદી કૂવા વગેરેના જળની જરૂર પડે છે; જ્યારે ભાવનાનમાં તો શુભચિત્તના ધર્મધ્યાનાદિ સ્વરૂપ જળની જરૂર પડે છે.
ચિત્તના શુભ અધ્યવસાયો એ જ ભાવસ્નાનનું જળ છે. એનાથી આત્મા ઉપર લાગેલા જ્ઞાનાવરણીયાદિ કર્મમળો ધોવાઈને નાશ પામે છે.
આત્માના સ્વરૂપને મલિન કરનાર આ કર્મમળ જ છે. વીતરાગસ્વરૂપ આત્મામાં રાગાદિભાવોની મલિનતા કર્મમળથી પેસે છે અને રાગાદિભાવોની મલિનતા એ કર્મમળોને વધારે છે.
બે ય એક બીજાના પૂરક બની રહ્યા છે. જો રાગાદિ છે ોત કર્મમળો ખેંચવાના જ. જો કર્મમળ છે તો પ્રાયઃ રાગાદિ ખેંચાવાના જ.
શક્તિ અને શોણિતના જેવો આ બેનો પરસ્પરનો સંબંધ છે. શરીરમાં શક્તિ ન હોય તો શોણિત (લોહી) ન વધે, શોણિત ન હોય તો શક્તિ ન વધે.
રાગાદિ મળ અને કર્મમળની એકબીજાની પૂરકતા તો વૈદ્ય ગાંધીના સહિયારા જેવી છે. બેમાંથી એકનું-રાગાદિનું અસ્તિત્વ નાબૂદ કરવું જ રહ્યું. પછી કર્મમળો આત્મા ઉપર ઝાઝું રહી શકે તેમ નથી.
પણ બે વચ્ચે ઘનિષ્ટ સંબંધ ઉપર કુહાડો મારવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે. કુહાડાનો ઘા લાગતાં જ સંસાર પર્યાય મરવા લાગે છે.
એક ભરી પાસે આપોઆપ બંધ થઈ જતું તાળું છે. તે ભાઈ ઉતાવળમાં ચાવી
Page #144
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
રૂમમાં મૂકીને બહાર નીકળે છે. બારણું બંધ કરીને તાળું દાબે છે. તરત તાલું બંધ થઈ જાય છે. હવે ચાવી તો અંદર રહી ગઈ! ચાવી બહાર કાઢવી શી રીતે ?
૧૪૪
તાળું ખૂલે નહિ તો ચાવી મળે નહિ. ચાવી મલે નહિ તો તાળું ખૂલે નહિ. બે ય એકબીજાને સંલગ્ન મુશીબતો છે. આ સ્થિતિમાંથી રસ્તો કાઢવો હોય તો તે એક જ છે. શસ્ત્રનો ઘા કરી તાળું જ તોડી નાખવું પડે.
આવું જ કંઈક અહીં છે. રાગાદિ મળો અને કર્મમળોના સંબંધના ઘનિષ્ટ વિષચક્રને તોડી નાંખવા માટે ધ્યાનનો જ્ઞાનફળસ્વરૂપ સ્વાધ્યાયનો ઘા આવશ્યક છે. જે આવા ધર્મધ્યાનનો આશ્રય લે છે તે મુમુક્ષુ રાગાદિમળોનો કચ્ચરઘાણ બોલાવે છે. અંતે શુક્લધ્યાન ઉપર આરૂઢ થઈ ક્ષપકશ્રેણિના અંતે-રાગદિ સર્વમળોનો વિનાશ કરે છે. હવે પછી બાકી રહેતા અઘાતી કર્મમળોમાં રાગાદિમળનું ઉત્પાદન કરવાની તાકાત હોતી જ નથી. એટલે રાગાદિમળોને ઉત્પન્ન કર્યા વિના જ પોતે મરતા જાય છે. યાવત્ વિનાશ પામી જાય છે.
આ છે ધ્યાનાત્મક ભાવસ્નાનનો મહિમા.
યતિઓ જ ઉત્તમકોટિનું ભાવનાન કરી શકે ઃ
જગતની વસ્તુને જેવું છે તેવું જ શસ્ત્રચક્ષુથી જેઓ જાણે છે તેઓ જ્ઞાનસમૃદ્ધ કહેવાય પણ જ્ઞાની તો ન જ કહેવાય.
જ્ઞાની અને યતિ એક જ વસ્તુ છે. જ્ઞાની એટલે જગતના પૂર્ણસ્વરૂપનો શસ્ત્રચક્ષુ દ્વારા પૂર્ણજ્ઞાતા.
જ્ઞાન એ સૂઝની વસ્તુ છે. બુદ્ધિની માત્ર નહિ.. આત્માના ઊડાણમાંથી ઉત્પન્ન થયેલી સૂઝ.
જેમને એવી સૂઝ પ્રાપ્ત થાય છે કે જગત વિનાશી છે, અશરણ છે, અસહાય છે, અશુચિમય છે. એ આતમાઓ એવા દોષ સંપન્ન જગતમાં રહી શકતા પણ નથી. એવા દોષદગ્ધ જગતનો ત્યાગ કર્યા વિના તેઓ જંપતા જ નથી.
આનું જ નામ સાચી સૂઝ કહેવાય.
સાચી સૂઝવાળો જ્ઞાની કહેવાય. જીવનસમૃદ્ધ યુતિ કહેવાય. જ્યારે કોરી સૂઝવાળો જ્ઞાનસમૃદ્ધ સંસારી કહેવાય. જ્ઞાનવાદી પ્રચારક કહી શકાય. કિંતુ જીવનસમૃદ્ધ યુતિ તો ન જ કહેવાય.
સાચું જ્ઞાન જીવનમાં હેયનો ત્યાગ, ઉપાદેયનો સ્વીકાર કરાવ્યા વિના રહે જ
Page #145
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૪૫
નહિ. અહીં આપણે એવા ભાવ-જ્ઞાનની જ વાત કરીએ છીએ. શ્રુતજ્ઞાન કે ચિંતાજ્ઞાનની નહિ.
જગતના વસ્તસ્વરૂપનું સાચું જ્ઞાન મેળવનારા જીવનસમૃદ્ધ યતિઓ જ ભાવસ્નાનમાં સમાઈ જતાં વિશિષ્ટ કોટિના ધર્મ-શુક્લ ધ્યાનને ઉત્તમોત્તમ રીતે પામી શકે છે. ગૃહસ્થો નહિ જ.
મમત્વે સળગાવેલી અનેક ચિંતાઓની ધૂણી વચ્ચે ધગધગતા અને શેકી જતાં સંસારીઓના મનમાં વિશિષ્ટ ધર્મશુક્લ ધ્યાન ક્યાંથી સંભવે ?
એ માટે તો જોઈશે મત. મમત અને જગતમાત્રનો ત્યાગ.
જગતનો ત્યાગ, સ્વમતના કદાગ્રહનો ત્યાગ, અને ન છૂટતી દેહની ય મમતાનો ત્યાગ. આ ત્રણે ય ત્યાગ જે પામી શકે એ જ ત્યાગી કહેવાય. એ જ યોગી કહેવાય.
જગતથી દૂર દૂર જઈને વસેલાં, પરમાત્માના ચરણોના શરણે જઈને ગુલાબી ઠંડકને માણતા, સહુ માટે મરી પરવારેલા, પોતા માટે સહુને મરી પરવારેલા સમજીને-સ્વપર-સહુના સ્નાન કરી છૂટેલા સંતોની દુનિયા જ એમની મઢુલીમાં બેસીને વિશિષ્ટ ધર્મધ્યાનાદિને સ્પર્શી શકે, રે! ધ્યાનના એ હોજમાં જાતને ઝબોળી ઝબોળીને મદમસ્ત મસ્તાનિયતને માણી શકે.
જગતથી પર થયા વિના પર ધ્યાનોને સ્પર્શી જ ન શકાય. મનના કચરા દૂર કર્યા વિના પરમતત્ત્વને મનમાં પધરાવી જ ન શકાય.
એટલે તદ્દન સાચું વિધાન છે ભગવાન હરિભદ્રસૂરિજીનું કે ઋષિ-મુનિવરો જ ઉત્તમ રીતે વિશિષ્ટ ધર્માદિધ્યાનને સ્પર્શી શકે. સંસારીઓના તો અહીં કામ જ નહિ. બેશક એ લોકો ય ધર્મધ્યાનને સ્પર્શવાનો યત્ન તો કરે પણ એમાં ઝાઝી ફાવટ તો ન જ મેળવે. અને ઋષિઓને તો આ ભાવસ્નાન જ ઉત્તમ! પેલું દ્રવ્યસ્નાન નહિ!
જેમણે હિંસાદિ દોષોને આજીવન દફનાવ્યા છે. તે યતિઓને દ્રવ્યસ્નાનના હિંસાદિની પણ શી જરૂર છે? સદા ભાવ સ્નાન કરતાં આ યતિઓ પોતાના મહાવ્રતોના પરિણામોને ઉજાળતાં જ જાય છે, અને આત્મસ્વભાવને પ્રગટ કરતાં જ જાય છે. પછી એ જ ધ્યેયથી કરાતાં દ્રવ્યસ્નાનપૂર્વકના જિનાર્યનાદિની તેમને કોઈ આવશ્યકતા રહેતી નથી.
મૂલગુણ અને ઉત્તરગુણની પ્રાપ્તિ માટે જિનપૂજા છે. અને એ ગુણોની વૃદ્ધિ માટે ય એ જિનપૂજા છે. જેઓ નથી પામ્યા એ ગુણોને તે ગૃહસ્થો માટે બેશક યોગ્ય
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૬
વીર મધુરી વાણી તારી
છે જિનપૂજાનું દ્રવ્યસ્નાન.
પરંતુ તે ગુણો પામી ચૂકેલા યતિઓને માટે તો તે દ્રવ્યસ્નાન નિરર્થક જ છે ને?
પ્રાપ્તગુણોની વૃદ્ધિ પણ એમના ભાવસ્નાનથી સતત થતી રહે છે. પછી દ્રવ્યસ્નાન અપેક્ષા જ ક્યાં રહી!
આથી જ ઋષિઓ માટે તો આ બાવસ્નાન જ ઉત્તમ છે.
શુભ ભાવપ્રાપ્તિમાં હેતુભૂત દ્રવ્યસ્નાન છે, અને પ્રાપ્ત ભાવશુદ્ધિમાં હેતુભૂત ભાવસ્નાન છે.
દુર્ભાવોમાં રમતો ગૃહસ્થ દ્રવ્યસ્નાન કરીને ભાવસ્નાન પામે છે. ભાવસ્નાનથી મુક્તિનું પરમપદ પ્રાપ્ત કરે છે. આમ ગૃહસ્થો પરમ્પરયાસર્વકર્મક્ષયની સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
સ્નાન તો સાચું આ જ કહેવાય કે જે સ્નાન કર્યા પછી ફરી સ્નાન કરવાનું નથી.
જૂના મળોનો નાશ તો કરે છે આ સ્નાન. પરંતુ એની લોકોત્તર વિશિષ્ટતા એ છે કે અહીં તો સ્નાન કર્યા પછી મળ લાગતો જ નતી.
લૌકિક સ્નાન તે કાંઈ સ્નાન કહેવાતા હશે કે જે એક વાર કર્યા પછી પણ ફરી ફરી કરતા જ રહેવા પડે. ફરી ફરી મળ લાગી જવાને કારણે સ્તો!
વળી એ સ્નાન તો દેહના મળ દૂર કરે એટલું જ. આત્માના કર્મમળને તો જરા ય દૂર ન કરી શકે.
કર્મમળને દૂર ન કરનારા ગંગાસ્નાન પણ શા કામના?
જેનેતર દાર્શનિકો ગંગાસ્નાનથી કર્મમળ દૂર થવાની વાતો કરે છે તે સંપૂર્ણતઃ અસંબદ્ધ પ્રલાપ છે.
હા, ગંગાસ્નાન કરવાથી દેહમળ જરૂર દૂર થાય કિંતુ એ તો બળદીઆનો પણ દેહમળ દૂર થઈ જાય. જો એ ય ગંગામાં ઝંપલાવે તો.
તો દેહમળ દૂર કરતાં ધાર્મિક જનની ત્યાં શી વિશેષતા?
ધર્માન્ય લોકોની આ વૃત્તિને થપ્પડ મારવા માટે તો તુકારામે પવિત્ર ગણાતી નદીઓમાં સ્નાન કરવા નીકળેલી યાત્રિકોની ટૂકડીને પોતાની પાસે પડેલી કડવી દૂધી આપી હતી અને તેમને કહ્યું હતું કે આ દૂધીને પણ તમારી જોડે દરેક નદીમાં સ્નાન કરાવજો.
Page #147
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
યાત્રિકોએ તેમ જ કર્યું. ભારતની પવિત્ર ગણાતી ઘણી નદીના સ્નાન કરીને તેઓ પોતાના વતનમાં પાછા ફર્યા. દૂધી લઈને તુકારામ પાસે ગયા. તુકારામે બધા ય ને જમાડવા માટે બેસાડયા. એ જ દૂધીનું શાક કર્યું. અને સહુને થાળીમાં પીરસ્યું. મોંમા મુકતાની સાથે જ દરેક યાત્રિક ‘થૂ થૂ' કરવા લાગ્યો. તુકારામે કારણ પૂછ્યું, “અરે સખા તુકા! ભાજી તો કડવી આહે!’’
૧૪૭
તુકારામે સસ્મિત કહ્યું, “ભારતની ઘણી પવિત્ર નદીઓના સ્નાન કર્યા પછી પણ આ દૂધી કડવી જ રહી! તો પછી સ્નાનનો મહિમા શું ? રે! મિત્રો નદીના સ્નાન કરવાથી કાંઈ આત્મના મળ જતા નથી; દેહના જ મળ દૂર થાય છે સમજ્યા !’૩
સહુ આ વાત સમજીને શરમથી માથું નીચું નાખી ગયાં!
આપણે તેવા અપ્રધાન દ્રવ્યસ્નાનનો મહિમા અહિં ગાતાં જ નથી. ગૃહસ્થોના પણ તે જ દ્રવ્યસ્નાન શાસ્ત્રવિહિત છે જે ભાવસ્નાનનું અવશ્ય કારણ બની જવાના છે.
આથી જ દ્રવ્યસ્નસ્નાદિની જીવ વિરાધનાઓ તેની જ મંજૂર થઈ શકે છે જે ભાવસ્તવના વખતે પ્રભુભક્તિમાં એકાકાર થાય છે અને અંતે પ્રાર્થના સૂત્રમાં પુકાર કરતો માંગે છે. “હે ભવાતીત! તારા પ્રભાવથી મને સંસારના સુખો ઉપર તિરસ્કારભાવ ઉત્પન્ન થાઓ.’'
ચેકમાં રકમ ભરનારે સહી કરવાનું ભૂલી ન જવું જોઈએ.
સહી વિનાના લાખ રૂપિયાના ચેકને ખીસ્સામાં મૂકીને તેનું અભિમાન ધારણ કરે તે પાગલ ગણાય. કેમકે એવા ચેકની કિંમત નયા એક પૈસાની જ થાય છે. આ વાતને ક્રિયારુચિ ધાર્મિક આત્માઓએ ખૂબ જ સારી રીતે સમજી લેવી
જોઈએ.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૮
વીર ! મધુરી વાણી તારી
(3) પૂજાષ્ટક
Page #149
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૪૯
શ્લોકો અને સંક્ષિપ્ત અનુવાદ
अष्टपुष्पी समाख्याता स्वर्गमोक्षप्रसाधनी।
अशुद्धतरभेदेन द्विधा तत्वार्थदर्शिभिः ।।१।। તત્ત્વદર્શી - જ્ઞાની પુરુષોએ અષ્ટપુષ્પી પૂજા બે પ્રકારે કહી છે; (૧) અશુદ્ધ અને (૨) શુદ્ધ. તે (અનુક્રમે) સ્વર્ગ અને મોક્ષના સાધનરૂપ છે.
शुद्धगमैर्थथालाभं प्रत्यग्रैः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वाऽपि पुष्पैर्जात्यादिसम्भवैः ।।२।। अष्टापायविनिर्मुक्ततदुत्थगुणभूतये।
વીયતે વેવદેવાય યા સઈશુદ્ધયુવાઢતા રૂ // શુદ્ધ-પ્રામાણિક રીતે પ્રાપ્ત કરેલાં, તાજાં, શુદ્ધ ભાનમાં રાખેલાં, થોડાં અથવા ઘણાં , જેવાં સાંપડયાં તેવાં માલતી વગેરેના પુષ્પો દ્વારા આઠ અપાયનાકર્મોના નાશથી ઉત્પન્ન થયેલ અનંત જ્ઞાનાદિગુણવાળા દેવાધિદેવની જે પૂજા થાય છે, તે (નિશ્ચયનયની અપેક્ષાઓ) અશુદ્ધ પૂજા કહેવાઈ છે.
सङ्कीर्णेषा स्वरूपेण द्रव्याम्धावप्रसक्तितः।
पुण्यबन्धनमित्तत्वाद् विज्ञेया सर्वसाधनी ।।४।। સ્વાભાવિક રીતે જ પાપમિશ્ર આ અશુદ્ધ પૂજા (પુષ્પાદિ) દ્રવ્ય દ્વારા (ભક્તિ) ભાવને ઉત્પન્ન કરનારી હોવાથી સ્વર્ગના સાધનરૂપ સમજવી.
या पुनर्भावजैः पुष्पैः शास्त्रोक्तिगुणसङ्गतैः ।
परिपूर्णत्वतोऽम्लानैरत एव गुसन्धिमः ।।५।। વળી શાસ્ત્રાજ્ઞારૂપી ગુણ-દોરીથી ગુંથાયેલાં (અહિંસાદિરૂપ) ભાવપુષ્પો કે જે પરિપૂર્ણ વિકસિત-દોષ કે ઉણપવિનાના-હોવાથી તાજાં -આણકરમાએલાં અને સુગંધીવાળાં છે, તેમના દ્વારા જે અષ્ટપુષ્પી પૂજા થાય છે, તે “શુદ્ધ પૂજા' કહેવાય
अहिंसासत्यमस्तेयं ब्रह्मचर्यमसङगता। गुरुभक्तिस्तपो ज्ञानं सत्पुष्पाणि प्रचक्षते
।।६।।
Page #150
--------------------------------------------------------------------------
________________
IL
૧૫૦
વિર ! મધુરી વાણી તારી
અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુરુભક્તિ, તપ અને જ્ઞાન એ આઠ ભાવપુષ્પો કહેવાય છે.
एभिर्देवाधिदेवाय वहुमानपुरस्सरा।
दीयते पालनाद्या तु सा वै शुद्धत्युदाहृता ।।७।। એ આઠ ભાવપુષ્પોના યર્થાથ પાલન દ્વાર જ દેવાધિદેવની બહુમાનપૂર્વક જે પૂજા થાય છે, તે શુદ્ધ પૂજા કહેવાય છે.
प्रशस्तो ह्यनया भावस्तत: कर्मक्षयो ध्रुवः ।
कर्मक्षयाच्च निर्वाणमतएषा सतां मता ।।८।। એ શુદ્ધ પૂજાથી ભાવ-આત્મપરિણામ-શુદ્ધ થાય છે, તે શુદ્ધ ભાવથી કર્મક્ષય અવશ્યભાવી બને છે અને કર્મક્ષયથી મોક્ષ મળે છે, તેથી સત્પરુષોને ભાવપૂજાશુદ્ધ પૂજા-માન્ય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૫ ૧
ત્રીજા અષ્ટકની વિવેચના
સ્નાન કરીને દેવતાનું પૂજન કરવાનું હોય એટલે “સ્નાનનું નિરુપણ કરીને હવે દેવતા-પૂજનનું સ્વરૂપ વિચારીએ.
કેટલાકો એવું માને છે કે શ્વેતામ્બરો દેવતાનો સ્વીકાર કરીને તેમની પૂજા તો કરતા નથી તો પછી દેવાતનો સ્વીકાર કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી. જો દેવતાનું પૂજન ન કરવું હોય તો દેવતાની પ્રતિમાને સ્વીકારવાનો અર્થ શો?
આ માન્યતાનો ભ્રમ તોડી નાખવા માટે પણ દેવતા-પૂજનના નિરૂપણનું અષ્ટક ખૂબ જ સાર્થક બની જશે.
શાસ્ત્રકારોએ અષ્ટપૂષ્મી પૂજા કહી છે. અષ્ટપુષ્પી એટલે ‘આઠ જ પુષ્પોવાળી' એવી પૂજા એમ અર્થ ન કરવો. દેવતાની પૂજા આપણે તેને કહી શકીએ જેમાં ઓછામાં ઓછા આઠ પુષ્પ તો સામાન્ય રીતે હોવા જ જોઈએ.
આ જ ગ્રંથકાર આગળ ઉપર કહેવાના છે કે થોડા પુષ્પોથી કે ઘણા બધા પુષ્પોથી પણ દેવતા પૂજા થઈ શકે છે. એમાં ય આઠ પુષ્પોથી દેવપૂજન કરવામાં જે હેતુ સમાયેલા છે તે આગળ ઉપર આપણે જોઈશું.
એટલે અષ્ટપુષ્પીનો નિકૃષ્ટ અર્થ તો એટલો જ થયો કે દેવતાનું પૂજન સાવ થોડા, આઠ, કે ઘણા-પુષ્પોથી કરવું જોઈએ.
આ અષ્ટપુષ્પી પૂજાના બે પ્રકાર કહ્યા છે. (૧) સાવદ્ય અષ્ટ પુષ્મી-અશુદ્ધ. (૨) અને નિરવદ્ય અષ્ટપુષ્પી – શુદ્ધ.
સાવદ્ય અષ્ટપુષ્પી પૂજા સ્વર્ગાદિસ્વરૂપ અભ્યદયને આપનારી બને છે. નિરવદ્ય અષ્ટપુષ્પી પૂજા મોક્ષ સ્વરૂપ નિઃશ્રેયસ પદને આપનારી બને છે. આમ જુદા જુદા બે ફળ આપનારી અષ્ટપુષ્પી પણ બે પ્રકારની બની જાય છે.
અથવા તો શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદથી પણ બે પ્રકારની અષ્ટપુષ્પી પૂજા કહી શકાય.
હવે આપણે અશુદ્ધ-સ્વગ૪ ફળદાત્રી - અષ્ટપુષ્મી પૂજાનો વિગતવાર વિચાર કરીએ. અશુદ્ધ-અષ્ટપુષ્મી પૂજન-અવરૂપ નીતિ સંપન વૈભવઃ ઔદાર્ય :
જગતમાં પ્રાપ્ત થતાં પુષ્પોથી દેવાધિદેવની જે પૂજા થાય છે તે અશુદ્ધ અષ્ટપુષ્પી
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૫૨
વીર ! મધુરી વાણી તારી
પૂજા કહેવાય છે.
આવા પુષ્પોની પ્રાપ્તિ પાછળ દ્રવ્યમાં નીતિ અને ઔદાર્ય એ ખૂબ જ મહત્વની બાબત છે.
ગમે તે રીતે પુષ્પો મેળવી લેવા અને પછી પૂજા કરી લેવી તે તોપુષ્પપૂજા જ
નથી.
પરંતુ નીતિથી પ્રાપ્ત કરેલું ધન હોય અને એ ધન પણ ઔદાર્ય સાથે જ માળીને આપીને પુષ્પો ખરીદતા હોય... એવા પુષ્પોની પૂજા પણ અશુદ્ધ પુષ્પપૂજા કહેવાય છે; આગળ કહેવાતી શુદ્ધ પુષ્પપૂજાની અપેક્ષાએ ।
નીતિ અને ઔદાર્યને પ્રાયઃ અત્યંત ઘનિષ્ટ સંબંધ છે.
ધન જો નીતિથી પ્રાપ્ત થયું હોય તો તે ધન ઔદાર્ય સાથે જ અન્યત્ર જનારું બની જાય છે.
ઔદાર્યની જનેતા નીતિ છે એમ કહીએ તો સામાન્યતઃ ખોટું નહિ ગણાય.
જેવું ધન તેવું અન્ન, જેવું અન્ન તેવું મન, જેવું મન તેવું જીવન, અને જેવું જીવન તેવી ભવોભવની ઘટમાળ.
ધનમાં નીતિ હોય તો અન્નમાં અમી હોય જ, પછી મનમાં ઔદાર્ય આવે જ, જીવનમાં પાવિત્ર્ય આવે જ, અને ભવ ભવની ઘટમાળમાં મુક્તિો વિચાર કેન્દ્રસ્થાન પામે જ.
પુષ્પ ખરીદીમાં ઔદાર્ય અનિવાર્ય છે કેમકે એ ઔદાર્ય પ્રવચન પ્રભાવનાનો અત્યંત જબ્બર હેતુ બની જાય છે.
પ્રવચનપ્રભાવના જેવો કોઈ ધર્મ નથી.
પ્રવચનહીલના જેવું કોઈ પાપ નથી. આ વાત આગળ ઉપર ગ્રંથકાર પોતે જ આખું અષ્ટક રોકીને આપણને જણાવવાના છે એટલે અહીંતેનું વિશેષ વિવેચન કરવાનુ મુનાસિબ લાગતું નથી.
હવે જો પ્રવચનપ્રભાવના મહાન ધર્મ હોય તો તેનો સાધક ઔદાર્યગુણ પણ મહાન ધર્મ જ બની જાય છે. અને તે ઔદાર્ય ગુણને પામવા માટે નીતિમત્તાનું જીવન અતિશય આવશ્યક બની રહે છે. રે! જ્યાં નીતિનું ધન હશે ત્યાં માત્ર ઔદાર્ય નહિ હોય, સઘળા ય ગુણો હશે. સંપ અને જંપ પણ ત્યાં જ વસતા હશે. સુખ અને શાંતિ પણ ત્યાં જ કિલ્લો કરતાં હશે.
Page #153
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૫૩
જ્યાં ધનોપાર્જનમાં નીતિનું નામ નથી ત્યાં માત્ર કૃપણતા હશે એમ ન સમજશો. ત્યાં ક્યો અવગુણ નહિ હોય તે જ પ્રશ્ન બની રહેશે, ત્યાં અસુખ અને અશાંતિ સદા આળોટતા હશે કૌટુંબિક કલેશોની આગ સમગ્ર કુટુંબને ધીરે ધીરે ભરખી લેતી હશે એ ધન પણ અનીતિના પાપની ઉધઈઓથી સતત ખવાતું ચવાતું હશે. લુચ્ચાઓ ત્યાં જ ધાડ પાડતા હશે. ખુશામતોની ખીચડી પણત્યાં જ તૈયાર થઈ જતી હશે. | સર્વત્ર મહત્ત્વ પામતો નીતિનો ગુણ પરમોપકારી પરમપિતાની પુષ્પપૂજાની વિધિમાં તો કેણ
અહીં તો નીતિના ધનની પુષ્પપૂજાની જ વાત કરી છે પરંતુ આ વાત સર્વપ્રકારની પૂજાઓમાં આપણે સમજી લેવી રહી. સર્વ પ્રકારના ધર્મોમાં આ વાત લગાડી દેવી રહી.
અનીતિથી ધર્મ! તે ય હોંશે હોંશે!
ધર્મથી અનીતિનું જીવન! પેટ ભરીને? કળિયુગની આ પરાકાષ્ટા જ નહિ હોય શુ?
પેલો નીતિમાન કોથળિયો વાણિયો યાદ આવે છે કે જેણે પુષ્પો દેતી માલણ સાથે કદી ભાવતાલ નક્કી તો નહોતો કર્યો પણ ખોબો ભરીને જ રોજ ધન આપ્યું હતું! જેના પરિણામે માલણે પોતાનું ઘર ઊભું કરી દીધું હતું!
ક્યાં આજના ભાવતાલ કરીને પૈસા બચાવ્યાની ખુમારીમાં રાચતા-માચતા પુષ્પપૂજકો !
કોઈ એમને ચૂસે તે જરાય ન ગમે! કોઈને ય એમને ચૂસવાનો અધિકાર જ નહિ!
અને એ સહુને ચૂસી શકે. પુણઅહીણાં આ લોકો નીતિ વિહોણા ધનના સ્વામિત્વને કારણે જ ઔદાર્યના ગુણને સળગાવી ચૂક્યા હશે ને?
આવા લોકોની ગણતરી બદ્ધ પૂજાઓ-ગણિતપૂર્વકના જ થતાં એમનાં તમામ ધર્મો કુશલાનુબંધી પુણ્યના કદી પણ જનક બની શકે નહિ.
બેશક. જેવો તેવો પણ ધર્મ કરે છે માટે પુણ્ય તો જરૂર બાંધવાના પરંતુ સંપૂર્ણતઃ પાપાનુબંધી પુણ્ય બાંધવાના.
જેના ઉદયકાળમાં આજીવન પામશે એ લોકો ખાન-પાનની મોજ, અને તમામ જાતની સગવડો, પરંતુ કોઈ નાસ્તિક શેઠની વહાલી કૂતરી-ઈન્દુના પેટે કૂતરા
Page #154
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
તરીકેનો જન્મ દઈને જ. ધર્મે આપ્યુ સુખી જીવન! બુદ્ધિના સફાઈબંધ ગણિતે આપ્યો કૂતરાનાં ખોળિએ જન્મ અને એ જ ખોળિએ અસમાધિનું મરણ.
અનીતિના અને અનૌદાર્યના ભયાનક પરિણામોનો જો ખ્યાલ વી જશે તો ધનોપાર્જનમાં નીતિમત્તા આવી જશે. એ નીતિમત્તા જીવનના ઉપવનને ઔદાર્યાદિ ગુણોથી મહેક મહેક કરીને જ મૂકશે.
૧૫૪
શું નીતિ શક્ય જ નથી ?
લોકો કહે છે, ‘પણ નીતિ શક્ય નથી, અનીતિના જીવન વિના કોઈ બંગલા બનાવી શકે તેમ નથી.’’
કેવી છે આ લોકવૃત્તિ! જેનો પણ આ વિચારમાં તણાયા! પેટ પૂરતું અનાજ અને અંગની એબ ઢાંકવા પૂરતું વસ્ત્ર મેળવવા માટે ય જે સંસાર ખડો કરવો પડે ચે તેને ય પાપ સંસાર કહ્યો છે. દુર્ગતિનું કારણ કહ્યો છે. તો પટારાઓ ભરવા, બંગલાઓ બનાવવા, ઈન્ડસ્ટ્રીઓ ચલાવવી એમાં પાપ કેટલાં?
માત્ર આલોકના સુખને દેનારા, ભૂતકાળના પુણ્યને ચાવી ખાનારા અને જાનતાજ ભાવીને દુ:ખોથી ભડકે સળગાવનારા એ રંગરાગમાં જૈન પણ લેવાઈ જાય ? અને એવા મોહક ક્ષણિક જીવન માટે એ ય ન્યાયનીતિના ધર્મને અભરાઈએ ચડાવે !
કોણ કહે છે ન્યાયનીતિ શક્ય જ નથી? કહેનારો મૃષાવાદી છે; નરદમ.
સંકલ્પ કરો કે, “નીતિથી જ મળશે તો ય મીઠા મનાવી લઈશ.'' પછી નીતિનું જીવન જરા ય અશક્ય નથી.
પણ જો પેટની ભૂખને બદલે ભોગની ભૂખ લાગી હશે તો એ આગને કોઈ જ તૃપ્ત કરી શકે તેમ નથી. અનીતિથી અબજો રૂપિયા મેળવીને પણ નહિ.
ભૂખ તો પેટની હોય તો જ તેને પહોંચાય. પેટનું ગજું કેટલું ? માંગણીઆ જેટલું જ ને ?
નીતિના ધનથી પેટની ભૂખ તો જરૂર પૂરી કરી શકાય તેમ છે. આજે, આ જ કળમાં હોં!
બીજી પણ એક વાત વિચારણીય છે કે વેપાર તો વિશ્વાસ ઉપર ચાલે છે. વેપારી ગમે તેટલો દગાબાજ હોય પરંતુ તેની નીતિની વાતોથી જો તે પોતાના ઘરાકો ઉપર વિશ્વાસ જમાવી દે તો જ ઘરાકો તેને ત્યાં દોડે.
Page #155
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૫ ૫
આ સાર્વત્રિક અનુભવથી એમ જરૂર કહી શકાય કે વેપારીની નીતિ તમામ ગ્રાહકોને અપેક્ષિત છે. જે વેપારી નીતિમાન્ તરીકેનો વિશ્વાસ મેળવે છે તેનો જ વેપાર જામે છે.
આજના મોટા ભાગના વેપારીઓ પણ પૂરા અનીતિખોર હોવા છતાં એમનાં વેપારનું નાવ તો નીતિની વાતોના સઢથી જ સડસડાટ દોડયું જાય છે.
ભલે. પરંતુ અનીતિના એમનાં પાપ છૂપ્યાં છૂપતાં નથી. ગમે ત્યારે એ તૂટી પડે છે, વિદ્યુતની જેમ; અને દિન બે દિનમાં કે માસ બે માસમાં વેપારીની વૈભવ લીલાના વળતાં પાણી થઈ જાય છે.
આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજાય છે કે વેપાર તો વિસ ઉપર જ ચાલે છે અને વિશ્વાસ પણ વેપારીની નીતિમત્તા અંગેનો જ હોય છે.
હવે જો કોઈ માણસ રૂપિયે એક આનો નફો મેળવવાની નીતિથી વેપાર કરે અને સદા એ નીતિને વળગતો રહે તો કેટલા લોકોનો વિશ્વાસ પામતો એ નીતિમાનું વેપારી પણ શું બાગ-બંગલાનો માલિક નથી બની શકતો? અને એવા નીતિના સહારે જીવન જીવતા લોકો સેંકડોના જીવન ઉજાળીને આશીર્વાધ નથી પામી શકતા?
એટલે એવો ય એકાંત નતી કે નીતિથી જીવનારને રોટલો ને છાશ ન મળી શકે, બેશક, તેણે અપેક્ષા તો તેટલી જ રાખવી જોઈએ.
પુષ્પપૂજાની ભવ્ય સફળતા નીતિ અને ઔદાર્યના સંલગ્ન ગુણોમાં પડેલી છે એ આપણે જોયું.
તાજા પુષ્પો
સ્વચ્છ પુષ્પદાની હજી બીજી પણ કેટલીક કાળજી આવશ્યક છે. જેમ દ્રવ્યસ્નાનથી દેહ નિર્મળ થયો, નીતિ અને ઓધાર્યથી વ્યવહાર નિર્મળ થયો તેમ પુષ્પો અને પુષ્પપૂજાનું પાત્ર પુષ્પદાની પણ નિર્મળ જોઈએ.
કરમાઈ ગયેલા પુષ્પો નિર્મળ કહેવાય. મેલું-ગંદું પાત્ર પણ નિર્મળ કહેવાય. પુષ્પો તાજા જોઈએ આગલા દિવસના ઊતરેલા વાસી થઈ ગયેલા પુષ્પો ન ચાલી શકે.
પુષ્પદાની પણ જલથી નિર્મળ કરેલી હોવી જોઈએ. અસ્વચ્છ ન ચાલી શકે. વ્યવહાર ધર્મ ‘બાહ્ય ને જૂએ છે. નિશ્ચય ધર્મ ‘બાહ્ય'ને મહત્ત્વ ન આપતાં “આંતર'ને જુએ છે. પરંતુ “આંતર'
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૬
વીર ! મધુરી વાણી તારી
કેવું છે? તેનો આબેહૂબ ફોટો વ્યવહારના બાહ્યમાં અચૂક આવી જાય છે.
જેવું મન તેવો જ પ્રાયઃ બાહ્ય વ્યવહાર હોય.
જે માણસને પરમકૃપાળુ પરમપિતાની પુષ્પપૂજામાં ‘વાસી’ પુષ્પો પણ ચાલી શકે, ગંદી પુષ્પદાનીનો ય વાંધો ન હોઈ શકે એનું મન કેવું હોવું જોઈએ?
આવું બધું પણ મનને ચાલી શકે છે એ મનનો જ ભાવ છે ને? તે મેલો છે કે સારો?
આ રીતે મનની મલિનતા પકડાઈ જાય છે. વસ્તુતઃ વાસી પુષ્પો કે ગંદી પુષ્પદાની જેટલા ખરાબ છે તે કરતાં ચલાવી લેવાનો મનનો ભાવ ખૂબ જ ખરાબ
મન મેલું રહી જાય તો દેહના સ્નાન નકામા જાય, નીતિ અને ઔદાર્ય પણ પાછા પડે. ગમે તે ચલાવી લેવાનું ભાવસ્વરૂપ અશુભમનને દૂર કરવું જ રહ્યું તે માટે વાસી પુષ્પો અને મેલી પુષ્પદાનીને પણ ટાળવી જ રહી.
કાદવમાં ખૂંપી ગયેલા ડુક્કરને જોઈને અબ્રાહ્મ લિંકનના અંતરમાં દુઃખ પેદા થઈ ઘચઉં એ દુ:ખે ત્યારે જ જાય તેમ હતું જ્યારે ડુક્કરને કાદવમાં બહાર કઢાય.
પોતાના મનોદુઃખને દૂર કરવા લિંકને ડુક્કરને કાદવમાંથી બહાર કાઢ્યું.
ધર્મક્રિયા ગમે તેવું ચલાવી લેવાના મનોભાવને દેશવટો દેવા વાસી પુષ્પો અને મેલી પુષ્પદાનીને દેશવતો દેવો જ રહ્યો.
રે! એ દેશવટો દેવો પડતો નથી. આપોપ દેશવટો દેવાઈ જાય છે.
નિર્મળતા પામવાના લક્ષવાળાને એ બધું નિર્મળ રાખવાની એક સહજ આગ્રહવૃત્તિ હોય છે. બધું નિર્મળ રાખ્યા વિના મહાદેવના પૂજન એ કરી જ શકતો નથી.
આ ઉપરથી આપણે સુપેરે સમજી શકીશું કે આત્માની નિર્મળતા પામવા માટે સ્નાનની દેહિક નિર્મળતા માત્ર ન ચાલી શકે. મન પણ નિર્મળ જ જોઈએ.
મનની મલિનતા સાતેની દેહાદિની નિર્મળતાઓ આ વિષયમાં કદી કારગત નીવડી શકે નહિ.
પરમપિતાની પુષ્પપૂજાના ફળ છે જીવનમાં શાંતિ, મૃત્યુ વખતે સમાધિ, પરલોકમાં સગતિની પરંપરા અને અંતે મુક્તિની પ્રાપ્તિ.
આત્માની નિર્મળતાના લક્ષવિહોણી પુષ્પપૂજા એ વસ્તુતઃ શાસ્ત્રવિહિત
Page #157
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પુષ્પપૂજા જ નથી. આથીસ્તો પુષ્પપૂજાને અષ્ટપુષ્પી કહી છે. આત્મા ઉપર લાગેલો આઠ કર્મનો મળ તોડી પાડવાના ઉદ્દેશથી આઠ મળોના નાશ કરવાના છે. એકેકા પુષ્પ એકેકા કર્મનો નાશ.
એટલે જ અનંતકર્મ-સ્કન્ધની એકેકી પ્રકૃતિના વિનાશની પ્રતિકરૂપ છે; આ એકેકી પુષ્પપૂજા.
૧૫૭
બેશક. આઠથી પણ અધિક પુષ્પો હોય તો કશો વાંધો નથી. એવું કાંઈ જ નથી કે અલ્પપુષ્પોની પૂજાનું અલ્પ ફળ અને બહુપુષ્પોની પૂજાનું બહુ ફળ.
ફળનું ત્રાજવું તો ભાવના કાંટે ઊંચુંનીચું થતું રહે છે. સંખ્યા સાથે તેને ઝાઝી નિસ્બત નથી.
પુષ્પપૂજાના પુષ્પો પણ દેખાવે સુંદર જોઈએ અને સુગંધિત હોવા જોઈએ. રંગ અને ગંધના આકર્ષણઓ ભાવુકાત્માના ભાવોલ્લાસને ઉછાળવાનું ઝડપી કામ કરતાં હોય છે.
જાઈ, જૂઈ, માલતી, ગુલાબ, ચંપો વગેરે આવા સુંદર પુષ્પો કહી શકાય.
અલંકારો ચડાવવા અંગે દિગંબરમત વિચાર
દિગંબરો કહે છે કે શાસ્ત્રમાં કુદરતના પુષ્પોથી પુષ્પપૂજા કરવાનું જે વિધાન કરવામાં આવ્યું છે તેનાથી એમ સમજાય છે કે સુવર્ણાદિનો પુષ્પો પરમપિતાના અંગ ઉપર ચડાવી ન શકાય.
તેઓ કહે છે કે વિચાર કરતાં આ વાત ઠીક પણ લાગે છે કેમકે કુદરતના પુષ્પો
તો એક વાર ચડાવ્યા પછી મ્લાન થઈ જવાના કારણે બીજી વાર ચડાવી શકાતા જ નથી. જ્યારે સોનાના પુષ્પો તો મ્યાન થતાં નથી એટલે ફરી વાર ચડાવવાનું પણ શક્ય બની જાય છે. એમ કરવા જતાં નિર્માલ્ય પુષ્પને ફરી ચડાવવારૂપ દોષ આવી જાય છે. આવું ન બની જાય તે માટે સુવર્ણાદિ પુષ્પોનો નિષેધ કરી દીધો હોય અને કુદરતી પુષ્પો ચડાવવાનું વિધાન કર્યું હોય તે ઠીક જ લાગે છે.
પરંતુ આ મંતવ્ય બરોબર નથી કેમકે શાસ્ત્રમાં કંચન, મોતી, રત્ન વગેરેની વિવિધ માળાઓ પ્રભુના અંગે ચડાવવાનું કહ્યું છે. પ્રશ્ન, ‘ફરી ચડાવવાના દોષ'નો છે. પરંતુ ચડાવેલી તે માળાઓ જો ઊતારવામાં જ ન આવે તો ચડેલી માળાને પરી ચડાવવા રૂપ નિર્માલ્યના આરોપણનો દોષ પણ નહિ લાગે. વળી ગુલાબ વગેરે કુદરતી પુષ્પો તો સમય જતાં દુર્ગન્ધિ થઈ જાય છે એટલે તે તો અવશ્ય ઉતારી
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૮
વીર ! મધુરી વાણી તારી
નાંખવા જોઈએ. જ્યારે સુવર્ણાદિના પુષ્પોમાં તો લાંબા સમયે પણ દુર્ગન્ધ ઉત્પન્ન થતા નથી એટલે એખ વાર ઉતાર્યા પછી ફરી પણ તેમને ચડાવવામાં આવે તો ય નિર્માલ્યના આરોપણનો દોષ સંભવતો નથી.
દિગંબરો કહે છે કે, “પ્રભુ તો વીતરાગ છે એમને જો આ રીતે રાગની સૂચક મોતી વગેરેની માળાઓ ચડાવવામાં આવે તો તેથી તે બિંબમાં વીતરાગતાનું સ્વરૂપ જ ન દેખાય. પછી તો એ કોઈ રાગીની પ્રતિમા હોય તેવું જ દર્શન થાય.”
| દિગંબરોનો આ આક્ષેપ બરોબર નથી. જો મોતીની માળાઓ વગેરેથી પ્રતિમામાં સરાગતા દેખાશે તો શું ગુલાબ વગેરેના પુષ્પોના આરોપણથી સરાગતા નહિ દેખાય શું?
હકીકત તો એ છે કે વીતરાગની પ્રતિમા ઉપર જ રાગના આભૂષણો ખૂબ જ ઉઠાવ આપે. પ્રતિમાનું દર્શન કરનાર એ દૃશ્ય જોતાં ભાવના ભાવી શકે કે આ તે વીતરાગ છે જેમની ચોમેર રાગની સામગ્રી આવી રીતે ખડકાએલી હતી છતાં તેને લાત મારીને સંસારમાંથી ચાલી નીકળ્યાં.
રાગની પ્રતિમાસ્વરૂપ સ્ત્રી વગેરેને રાગના આભૂષણોનું પરિધાન કરવાથી તો કશી જ વિશેષતા નથી.
ની વીતરાગની પ્રતિમા ઉપર રાગના આભૂષણો ચડાવવાથી જો વીતરાગ સ્વરૂપનું દર્શન ન થતું હોય તો એ વીતરાગસ્વરૂપ પરમાત્માની પ્રતિમા જડ છે કે ચેતન? ચેતન્યમય સ્વરૂપની પ્રતિમા જડની હોય તો તેમના ચૈતન્યનું પણ દર્શન શી રીતે થાય! છતાં ચેતનની પ્રતિમા જડ હોવામાં તમને વાંધો નથી અને વીતરાગની પ્રતિમાને રાગના આભૂષણ ચડાવવામાં તમારો વાંધો છે!
વસ્તુતઃ પ્રતિમા એ વીતરાગ નથી, પરંતુ વીતરાગના સ્થાપના નિક્ષેપાએ વીતરાગ છે. એટલે ભાવનિક્ષેપોમાં ઘટતી જ બાબતો સ્થાપનાનિક્ષેપામાં ઘટવી જોઈએ તેવી અપેક્ષા રાખી શકાય નહિ. આ વાત આપણે પૂર્વે જ વિચારી ગયા છીએ.
ભાવનિક્ષેપાને સ્ત્રી સ્પર્શતી નથી છતાં સ્થાપનાનિક્ષેપાને સ્ત્રી સ્પર્શી શકે છે.
પણ તેથી શું એ વીતરાગ સરાગ દેખાઈ જશે? જો ત્યાં સરાગતા નથી દેખાતી તો રત્નાદિના અલંકારોના પરિધાનમાં પણ સરાગતા દેખાવાનો આક્ષેપ વ્યાજબી નથી.
વસ્તુતઃ તો વીતરાગના અંગે જે કાંઈ કરવામાં આવે છે તે બધું એ વીતરાગ
Page #159
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૫૯
માટે નથી. પરંતુ પોતાની સરાગદશાને તોડીને પોતાને વીતરાગ બનવા માટે છે.
વીતરાગને પ્રક્ષાલ કરવા દ્વારા સરાગી પોતાના રાગમળોનું પ્રક્ષાલન કરે છે. એ જ રીતે વીતરાગને બહુમૂલ્ય આભૂષણો ચડાવવા દ્વારા સરાગી આત્મા પોતાની ધનાદિ ઉપરની મૂર્છાને ઉતારે છે.
આથી જ તો સર્વજ્ઞશતકમાં પૂ. ધર્મસાગરજી મહારાજાએ પૂજકની ધનાદિની મૂચ્છ ઊતારવા માટે જિનપૂજા કહી છે.
જિનપૂજા કરનારા જે આત્માઓ જિનપૂજા દ્વારા પોતાના ધનાદિની મૂચ્છને ઘસારો આપતા નથી તે પૂજકોની તે જિનપૂજા નિષ્ફળપ્રાયઃ છે તેમ કહી શકાય.
જિનપૂજા પાછળનો આ હેતુ જો બરોબર સમજાઈ જાય તો સ્વદ્રવ્ય જિનપૂજા કરવાનો આગ્રહ ખૂબ જ વધી જવા પામે.
એટલે હવે એ વાત નક્કી થઈ કે સરાગી આત્મા વીતરાગની પૂજા કરવા દ્વારા સ્વયં વીતરાગ બનવાના જીવન તરફ એક કદમ બઢાવે છે.
જરાક કલ્પના કરો કે એક નવયુવાન પોતાની નવોઢાના મસ્તકમાં ગુલાબનું કુલ લગાવી રહ્યો છે, અને બીજો એક ધર્માત્મા પરમાત્માનાં મુગટમાં ગુલાબનું કુલ લગાવી રહ્યો છે. આ બે ય પૂજકોના ભાવમાં કોઈ અંતર ખરું કે નહિ? પ્રિયતમાના અંબોડામાં કુલ લગાડનાર તો મોહના ભડકે બળતા સંસારમાં ઊભો સળગે છે! જ્યારે બીજો નિર્મોહીના શિખરે હરણફાળ ભરે છે.
જમાઈને માટે શિખંડમાં કેસરના તાંતણા નાંખતો કોઈ સસરો ! પરમપિતાના અંગે કેસરના તિલક કરવા, એના તાંતણા ઘસતો ધર્માત્મા!
લગ્નમાં પીતાંબર પહેરતો સંસારી માણસ! અને પૂજામાં પીતાંબર પહેરતો ધાર્મિક માણસ!
ડાઈનીંગરૂમમાં ધૂપસળી પેટાવતો સસરસિક! અને જિનમંદિરમાં ધૂપસળી મહેકાવતો ધર્મરસિક! આ બધામાં કશો ય ફરક નથી શું!
જો વિરાટ અંતર દેખાય છે તો નિર્મોહીની ભક્તિમાં ઘેલાં બનનારાઓ ભક્તિરસની રેલમછેલ બોલાવીને પોતાના દેહ-ધન વગેરેના મમત્વના પાશ ઢીલાં કરી નાંખતા હોય તો તેમાં ખોટું શું છે?
ખંડન કરો; વેણીના કુલનું, શિખંડના કેસરનું, લગ્નની પીતાંબરીનું કે ડાઈનીંગરૂમની ધૂપસળીનું !
Page #160
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
વીતરાગના આભૂષણોમાં સાગ વીતરાગની કલ્પના કરનારાઓને તો વીતરાગમાં જડતાના ભાવની સૂચક પ્રતિમાની જ જરૂર નથી! શા માટે પ્રતિમાનો પણ આગ્રહ રાખે છે એ જ સમજાતું નથી.
૧૬૦
કેટલાકોને દુઃખે છે પેટ અને પછી ફૂટે છે માથું... પેટ કુટી શકાય એવી ચીજ નથી માટે.
પણ તેથી બીજા શું કરે! અસ્તુ મૂળ વાત ઉપર આવી જઈએ.
આઠ કર્મોના નાશકને અષ્ટપુષ્પી પૂજન ઃ
આત્માના વિશુદ્ધ સ્વરૂપનું તિરોધાન કરનારા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્માવરણો છે. આ આઠ કર્મોને બે વિભાગમાં વહેંચી શકાય. ઘાતી કર્મો અને અઘાતી કર્મો
જ્યારે અન્તરાત્મા પરમાત્મપદ પ્રાપ્ત કરે છે ત્યારે તે ચાર ઘાતીકર્મોનાં તો મૂળિયાં જ ઊખેડી નાંખે છે. એનો એક નાનકડો પણ સ્કંધ પોતાના આત્મપ્રદેશ ઉપર રહેવાં દેતાં નથી. જ્યારે બાકીના ચાર અઘાતી કર્મોના સ્કન્ધો તો હજી આત્મા ઉપર ચોંટી રહે છે.
પરંતુ આ કર્મો પણ બાળી નાંખેલા દોરડાની બની ગયેલી રાખ સમા થઈ ગયા હોય છે. હવે એમનામાં કોઈ તાકાત હોતી નથી. ઘાતીકર્મોના સંબંધમાં જ અઘાતીકર્મો પણ પોતાના ભયંકર પરાક્રમોને દાખવી શકે. અઘાતીકર્મોના પગ જ એ ઘાતીકર્મો છે. પગ કપાઈ જતાં અપંગ બનેલા અઘાતી કર્મો તો માત્ર પોતાનું જીવન જ પૂરું કરવા જીવતાં હોય છે. મરવાના વાંકે જ જીવન જીવતાં હોય છે.
અઘાતીકર્મ સ્વરૂપ ઃ
આયુષ્યકર્મ પૂર્ણ થતાં જ બાકીના ત્રણે ય અઘાતીકર્મોના સ્કન્ધો ખરી પડે છે. આમ ઘાતીકર્મોના નાશથી જીવનમુક્ત દશાને પામેલા વીતરાગ કેવલી ભગવાન હવે વિદેહમુક્ત દશાની સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે.
આ આઠે ય કર્માવરણોના તોફાનો સંપૂર્ણથઃ નષ્ટ થાય છે અને આત્માનાં અનંતજ્ઞાન આદિ આઠ ગુણો પ્રગટ થાય છે.
બીજી રીતે ચાર ગુણો પણ કહી શકાય. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય. આઠ પુષ્પોની પૂજા પાછળ પૂજ્યની આઠ અપાયોની નાશકતા કારણ છે. ચાર પુષ્પોની પૂજા પાછળ એ પૂજ્યોના ઉક્ત ચારગુણોનો પ્રાદુર્ભાવ કારણ છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૬ ૧
આઠ અપાયોની મુક્તિને ધ્યાનમાં લેતો પૂજક, પૂજ્યને આઠ પુષ્પો ચડાવે છે. જ્યારે પ્રગટ થયેલા અનંત ચતુષ્ટયને ધ્યાનમાં લઈને પૂજક ચાર પુષ્પો ચડાવે છે.
આઠ અપાયથી મુક્ત થયેલા, તે મુક્તિના કારણે અનંત ચતુષ્ટયના સ્વામી બનેલા પરમાત્મા-દેવાધિદેવની જે પુષ્પપૂજા કરવામાં આવે છે તેને અશુદ્ધ અષ્ટપુષ્પી પુષ્પપૂજા કહેવાય છે. ભલે પછી તે પુષ્પપૂજા ચાર પુષ્પની હોય કે ચારસો પુષ્પની હોય. કેમકે “અલ્પપુષ્પી” શબ્દ પુષ્પપૂજામાં રૂઢ બની ગયો છે. મુક્તાત્મા ગુણસંપન્ન બને; ગુણવિહોણા નહિ. સંખ્યામત ખંડનઃ
પ્રશ્ન : આઠ અપાયથી મુક્ત થયેલા દેવાધિદેવની કરાતી પુષ્પપૂજા એ અશુદ્ધ અષ્ટપુષ્મી પૂજા કહો.. શા માટે ‘આઠ અપાયથી મુક્તિ મેળવીને ચાર ગુણથી સંપન્ન બનેલા ઈત્યાદિ કહો છો?
સાંખ્યમતના ખંડનના ઉદ્દેશને નજરમાં રાખીને આમ કહેવામાં આવ્યું છે. તેઓ એમ માને છે કે પ્રકૃતિ સાથેનો પુરુષનો અનાદિસંબંધ જ્યારે દૂર થઈ જાય ત્યારે પુરુષનો મોક્ષ થયો કહેવાય. પરંતુ તે વખતે પ્રકૃતિના ગુણસ્વરૂપ જ્ઞાનો પણ પ્રકૃતિગુણીના જવાથી પુરુષમાં અભાવ થઈ જાય. શરીર અને મનનો અભાવ થતાં પુરુષમાં વીર્યનો અભાવ થાય. અને ઘટપટાદિ વિષયોમાં પ્રતિબિંબનો અભાવ થઈ જતાં પુરુષમાં સુખનો પણ અભાવ થઈ જાય. આમ મુક્ત પુરુષમાં જ્ઞાન, વીર્ય, અને સુખનો અભાવ થઈ જાય છે.
આ મંતવ્યનું ખંડન સૂચિત કરવા માટે અહીં કહ્યું કે અષ્ટકર્મમુક્તિ થવાથી તે પરમાત્મામાં અનંત જ્ઞાન દર્શન વીર્ય અને સુખ સ્વરૂપ ચાર ગુણો પ્રગટ થઈ જાય
આ જ્ઞાન-દર્શનાદિ ચારેયના જે કર્માવરણો છે તેમનો નાશ થયા પછી જ તે ચાર ગુણો પ્રગટ થઈ શકે.
પ્ર. જો આ રીતે આવરણના ક્ષયે ગુણ પ્રગટ થતાં હોય તો તો મતિજ્ઞાનાવરણાદિ પાંચ આવરણોનો ક્ષય થતાં કેવળજ્ઞાનીને મતિજ્ઞાન વગેરે પાંચ ગુણો પ્રગટ થવાની આપત્તિ આવશે. હકીકતમાં તો પાંચ આવરણોનો ક્ષય થતાં એક જ કેવળજ્ઞાન ગુણ પ્રગટ થાય છે.
ઉ. : નહિ મતિજ્ઞાનાવરણાદિ પાંચ આવરણોના ક્ષયે મતિજ્ઞાનાદિ પાંચે ગુણ પ્રગટ તો થાય જ છે પરંતુ મતિજ્ઞાનાદિ ચાર ગુણોથી જ જોય પદાર્થો જાણી શકાય
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૬૨
વીર ! મધુરી વાણી તારી
છે તે બધા ય શેયપદાર્થો માત્ર કેવળજ્ઞાનના પ્રકાશથી જાણી લેવાય છે એટલે પછી બાકીના ચાર ગુણો અનર્થક બની જાય છે. આ અનર્થકતાને કારણે જ શાસ્ત્રમાં તે ચાર ગુણોને કેવળજ્ઞાન પ્રગટ થતાં નષ્ટ થઈ જવાનું જણાવ્યું છે. ખરેખર તેમનો સંપૂર્મનાશ થઈ જતો નથી.
એક વસ્તુ નકામી થઈ જાય છે ત્યારે તે નાશ પામ્યા બરોબર જ કહેવાય છે. જિનબિંબમાં અવસ્થાત્રયની કલ્પનાનું ખંડનઃ
કેટલાક કહે છે કે જિનબિંબની જે અંજનશલાકા થાય ચે તે વખતે જન્માભિષેકાદિ કલ્યાણકોની ઉજવણી થાય છે તેમાં પ્રતિમાની ત્રણ અવસ્થાઓ કલ્પવામાં આવે છે. જ્યારે પ્રતિમાને જન્માભિષેકસૂચક નાનાદિ કરાવવામાં આવે છે ત્યારે પ્રતિમામાં બાલ્યાવસ્થાની કલ્પના કરવામાં આવે છે. કેમકે જન્માભિષકનું સ્નાન તો જિનેશ્વર દેવોની ગૃહસ્થાવસ્થાના બાલ્યકાળમાં જ કરવામાં આવ્યું હતું.
એજ રીતે પ્રતિમાને રથમાં સ્થાપિત કરવાની તથા પ્રતિમાને પુષ્પપૂજા કરવાની ક્રિયા કરતી વખતે પ્રતિમાને જિનેશ્વરની સંસારનિષ્ક્રમણની અવસ્થામાં કલ્પની જોઈએ. કેમકે તે ક્રિયાઓ દીક્ષા કલ્યાણક વખતની ગહસ્થાવસ્થામાં થાય છે.
જ્યારે ચૈત્યવંદનાદિ કરતાં પ્રતિમાની કેવલ્ય અવસ્થા કલ્પની જોઈએ. આમ બે અવસ્થા ગૃહસ્થ દશાની કલ્પાય અને એક અવસ્થા કેવલ્યદશાની કલ્પી શકાય.
આ મંતવ્ય બિલકુલ ઠીક નથી. કેમકે જ્યારે આઠ ય કર્મોના આવરણોના નાશ પછીની સ્થિતિવાળા પરમાત્માની પૂજા કરવામાં આવે છે ત્યારે એ પૂજા પરમાત્માની ગૃહસ્થાવસ્થાની કલ્પના સાથે સંભવી શકતી જ નથી. માત્ર કેવલ્યદશાની અવસ્થાને જ નજરમાં રાખીને પૂજક પૂજા કરતો હોય છે.
પ્ર. તો શું કેવલ્યદશાના વીતરાગચારિત્રીને સ્નાન, પુષ્પપૂજન વગેરે ઘટે ખરા? જો હા કહેશો તો પછી સરાગચારિત્રી સાધુનું પણ સ્નાનાદિ દ્વારા પૂજન કેમ ન થઈ શકે ? | ઉત્તર-વીતરાગ ચારિત્રીને ઘટતી વાતોનું સરાગ ચારિત્રી માટે આલંબન ન લેવાય.
પ્ર. વીતરાગ ચારિત્રીનું પણ સરાગચારિત્રી આલંબન લઈ શકે છે એ હકીકત છે. અને તેથી જ તો એક વાર ભગવાન મહાવીરે અત્યંત તૃષાર્ત સાધુઓને તળાવનું અચિત્ત થઈ ગયેલું પાણી લેવાની અનુજ્ઞા આપી ન હતી. પોતે તે પાણીને “અચિત્ત
Page #163
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૬૩
છે' એમ જાણતા હતા છતાં ભાવમાં પણ મારી આ આચરણાનું આલંબન અનર્થ કરશે એમ સમજીને.
મારા સાધુઓ “ઉનાળામાં તળાવના પાણી અચિત્ત હોય છે” એવી કલ્પના કરીને ઘડા ભરી લે. આવું ન બની જાય તે માટે તેમણે તે પાણીની અનુજ્ઞા કરી ન હતી.
આ ઉપરથી સાબિત થાય છે કે પરમાત્માની આચરણાનું આલંબન આપણે – સરાગ સંયમી પણ લઈ શકીએ છીએ. જો આવું આલંબન લઈ જ શકાતું ન હોત તો પરમાત્મા પોતે નિઃશંક તળાવનું પાણી વાપરવાની અનુજ્ઞા કરી દેત.
એટલે પ્રસ્તુતમાં પણ જો પ્રતિમામાં કેવલ્યાવસ્થાની કલ્પના કરીને પઅ સ્નાનાદિ કરી શકાતા હોય તો સરાગ સંયમીના પણ સ્નાનાદિ દ્વારા પૂજન કરવાની આપત્તિ અવશ્ય આવશે.
ઉ. પક્ષ-તમારી વાત સાચી છે પરંતુ આ બિમ્બકલ્પ છે એ પોતે તદ્દન સ્વતંત્ર છે. એની વાતોનો આ રીતે વિચાર થઈ શકે નહિ.
આપણે પૂર્વે જ વિચારી ગયા કે ભાવ-અરિહંત તરફનો જે વર્તાવ હોય તે જ – તેવો જ – વર્તાવ સ્થાપના-અરહિંત પ્રત્યે હોવો જોઈએ એવો નિયમ નથી.
આથી જ ગોતમાદિ ગણધર ભગવંતો પરમાત્મા મહાવીરદેવની પાસે જ રહેતા હતા પરંતુ તેથી તેઓ મહાવીરદેવના સ્થાપનાનિક્ષેપસ્વરૂપ મૂર્તિવાળા મંદિરમાં ય ન રહી શકે. મુનિઓને જિનમંદિરમાં રહેવાનો નિષેધ કર્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પરમાત્મભક્તિ નિમિત્તે શ્રાવકોએ બનાવેલું જિનમંદિર બેશક સાધુનિમિત્તે ન હોવાથી આધાકર્મ દોષથી મુક્ત છે છતાં સાધુના જિનમંદિરમાં રહેવાથી પરમાત્માની કારમી આશાતના થાય છે. માટે જિનમંદિરમાં ન રહેવું એ જ પરમાત્માની ભક્તિ છે,
એક તો શરીર એટલે દુર્ગન્ધભર્યા પસીના; મળ, મુત્ર, વગેરેની ધરખમ નિકાશ સતત કરતું જ રહેતું કારખાનું. વળી ઊર્ધ્વડકાર અને વાછૂટ દ્વારા બે ય બાજુથી દુર્ગધ વાયુનું અપસરણ તો ચાલુ જ હોય.
ગૃહસ્થો તો સ્નાનાદિથી કાંઈક શુદ્ધિ પણ પામે જ્યારે મુનિની કાયા તો સદા અસ્નાત જ રહે છે.
આથી મુનિએ તો જિનમંદિરમાં ન રહેવું એ જ એમની પરમાત્મભક્તિ છે. ભાવનિક્ષેપ સમાન નતી માટે સાધ્વીઓ દણ્ડસ્વરૂપ સ્થાપનાચાર્યની સ્થાપના
Page #164
--------------------------------------------------------------------------
________________
IL
૧૬૪
વીર ! મધુરી વાણી તારી
કરી શકે છે.
ભાવ-આચાર્યની પાસે આવશ્યકક્રિયાઓ સાધ્વીજી કરી શકતા નથી; છતાં સ્થાપના આચાર્ય પાસે કરી શકે છે. વળી કોઈ એમ પણ નહિ કહી શકે કે, “સાધ્વીઓ પોતાના પ્રવર્તિનીની સ્થાપના કરીને તેમના સામે આવશ્યક ક્રિયા કરે છે.
કેમકે પ્રતિક્રમણમાં આવતાં ચૈત્યવંદન વખતે તો મહાવીરાદિ ભગવંતોની સ્થાપના એ જ સ્થાપનાચાર્યણાં કરવી જ પડે છે. એટલે દ્વાદશાવત૪ વંદનાદિની અમુક ક્રિયા વખતે તો આચાર્યની સ્થાપના કલ્પવામાં આવે છે. અને ચૈત્યવંદનાદિ ક્રિયા વખતે એ જ દડુ વગેરેમાં પરમાત્મા મહાવીરદેવની સ્થાપના કલ્પવામાં આવે
પ્રશ્ન-પરમાત્મા તો વીતરાગ છે. નથી તે સ્ત્રી, નથી તે પુરુષ એટલે સાધ્વીઓ તેમની સ્થાપના કરે તેનો વાંધો પણ નથી. પરંતુ આચાર્યની સ્થાપના તેમનાંથી કેમ થઈ શકે ? તે તો પુરુષ છે ને?
ઉત્તર - એ વાત તો બિલકુલ બરોબર નથી. પરમાત્મા વીર પુરુષ તો કહેવાય જ. અન્યથા ગૌતમાદિ ગણધરો તેમા અંગનો સ્પર્શ કરી શકે અને સાધ્વી ચન્દનાદિ તેમ ન કરી શકે એળો ભેદ શી રીતે ઘટે? વીતરાગો પણ પોતાના દ્રવ્યલિંગ મુજબ વ્યવહારમાં રહે છે. માટે જ તો વીતરાગ ભગવાન મલ્લિનાથ સાથે રાત્રિના સમયે ગણધરો રહેતા ન હતા; કેમકે તે બધા પુરુષ હતા.
એટલે એ વાત નક્કી થાય છે કે ભાવનિક્ષેપ અને સ્થાપના નિક્ષેપનો વ્યવહાર સર્વથા એક સરખો હોઈ શકતો નથી. અને તેથી જ સાધ્વીઓ ભાવાચાર્ય કે ભાવઅરિહંત પાસે રાત્રિની આવશ્યક ક્રિયાઓ ન કરી શકે છતાં સ્થાપનાનિક્ષેપસ્વરૂપ તે આચાર્ય કે અરિહંતની પાસે આવશ્યક ક્રિયા કરી શકે છે.
પ્રશ્ન-પ્રતિક્રમણાદિના સમયમાં ભાવ-અરિહંત ઉપસ્થિત નથી એટલે સ્થાપનાઅરિહંતની સમક્ષ ચૈત્યવંદન કરવું એ તો ભાવઅરિહંતની આશાતના જ કહેવાય ને ?
ઉત્તર - ના. જિનમંદિરમાં પણ ભાવ-અરિહંત નથી
ત્યાં સ્થાપના-અરિહંત છે અને તેમની સામે ચૈત્યવંદન કરવાની શાસ્ત્રમાં સ્પષ્ટ અનુજ્ઞા છે. શાસ્ત્રમાં કહ્યું ચે કે નિશ્રાકૃત અને અનિશ્રાકૃત-એમ બે પ્રકારનાં – ચેત્યો છે. આ બે પ્રકારના ચેત્યોમાં સર્વત્ર ત્રણ સ્તુતિ બોલતાં જેટલો સમય લાગે તેટલો સમય ઊભા રહીને ચૈત્યવંદન થઈ શકે. અને જો ચેત્યો ઘણા હોય અને
Page #165
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૬૫
મુનિને સમય થોડો હોય તો દરેક ચૈતાયમાં એકેક સ્તુતિનું ચૈત્યવંદન પણ કરી શકાય.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ભાવઅરિહંત સમક્ષ થઈ શકતા ચૈત્યવંદનની સ્થાપના-અરિહંત સમક્ષ પણ અનુજ્ઞા છે એટલે તેમાં કોઈ આશાતના સંભવતી નથી.
આથી રાત્રિની આવશ્યકક્રિયામાં સાધ્વીઓ અરિહંત સ્થાપના કરીને તેમની સામે બેશક ચૈત્યવંદન કરી શકે છે.
આમ સાધ્વીઓથી ભાવ-અરિહંત સમક્ષ રાત્રે ન થઈ શકતી ચૈત્યવંદનાદિ ક્રિયા પણ સ્થાપના અરિહંત સમક્ષ થઈ શકે છે એ ઉપરથી સાબિત થાય છે કે ભાવનિકેપ અને સ્થાપનાનિક્ષેપની ક્રિયા તુલ્ય જ હોય એવો નિયમ નથી.
એટલે હવે નક્કી થાય છે કે જિન પ્રતિમાને કેવલ્ય અવસ્થામાં સદા માટે કલ્પવામાં આવે અને છતાં તેમને જન્મકલ્યાણકાદિ નિમિત્તક સ્નાનાદિ કરાવવામાં આવે તો કશો વાંધો નહિ.
હવે એવો આક્ષેપ થઈ શકે નહિ કે વીતરાગ-ચારિત્રાવસ્થામાં જો સ્નાનાદિ કરાય તો સરાગ-ચારિત્રી યતિઓને પણ સ્નાનાદિનું વિધાન કરવું પડશે; તેમ ન કરવું હોય તો પ્રતિમાની ગૃહસ્થાવસ્થા કલ્પીને તે પ્રતિમાને સ્નાનાદિ કરવાનું કહો...” ઈત્યાદિ.
સઘળી વાતનો સાર એ છે કે કર્માવરણોના આઠ અપાયથી મુક્ત થનારા પરમાત્માના સ્થાપનાનિક્ષેપને પુષ્પપૂજાદિ કરવાનું વિધાન છે માટે પરમાત્માનો તે સ્થાપનાનિક્ષેપો કેવલ્યાવસ્થાનો જ કલ્પવો જોઈએ; ગૃહસ્થાવસ્થાનો નહિ.
આવા અષ્ટાપાયમુક્ત-અનન્તચતુષ્ટયગુણસંપન્ન દેવાધિદેવની પુષ્પોથી જે પૂજા થાય તે અશુદ્ધ અષ્ટપુષ્પી પૂજા કહેવાય. અશુદ્ધ : અષ્ટપુષ્પી પૂજા સ્વર્ગદાત્રી કેમ?
અશુદ્ધ અષ્ટપુષ્પી પૂજાનો કરનાર એક સંસારી આત્મા છે.
રાગાદિ મળો તો તેનામાં ખીચોખીચ ભરેલા જ હોય. પરંતુ આ મળોને કાઢવા માટે પ્રારંભમાં તો કોઈક રાગાદિની જ જરૂર રહે.
પ્રારંભિક કક્ષાની સાધનાઓમાં અશુભરાગાદિને ખતમ કરવા માટે શુભરાગાદિની અનિવાર્ય જરૂર રહે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
IL
વીર મધુરી વાણી તારી
ભાવ બે પ્રકારના છે. શુભ અને શુદ્ધ.
જગતના દેવાદિ પદાર્થોના રાગાદિ એ શુભ ભાવ છે. જ્યારે આત્માનો પોતાનો જ પોતાનામાં ઉપયોગ તે શુદ્ધભાવ છે. પદાર્થોના માધ્યમથી આત્મામાં જે ભાવ જાગે તે શુભભાવ કહેવાય. એ શુભભાવની પરંપરા ચાલતાં ચાલતાં પરપદાર્થનું માધ્યમ દૂર થઈ જાય છે અને આધ્યા સ્વમાં જ સ્થિર થતાં શુદ્ધોપયોગનું જીવન પામે છે.
પ્રારંભમાં શુભભાવની સાધના આવશ્યક છે. લક્ષમાં શુદ્ધોપયોગ અનિવાર્ય છે. પ્રારંભમાં શુદ્ધોપયોગને પકડવા જનારો નિષ્ફળ જાય છે.
અશુભપદાર્થોના માધ્યમથી અશુભ ભાવોના જીવનમાં ટેવાયેલા આત્મા અશુભભાવોનો નાશ કરવા ઈચ્છતો જ હોય તો તે નાશ શુદ્ધોપયોગની વાતોથી કદી નહિ થાય. એ માટે તો દેવ ગુરુ આદિ શુભપદાર્થનું માધ્યમ લઈને શુભોપયોગ જ સ્પર્શવો પડશે.
અશુદ્ધ અષ્ટપુષ્પીનો પૂજક અશુભભાવોના વાતમંડળમાંથી મંદિરમાં આવ્યો છે. એણે અશુભભાવોને ટાળવા માટે દેવપ્રતિમા વગેરે શુભપદાર્થોનું માધ્યમ લેવું જ રહ્યું અને તેના દ્વારા શુભપયોગને જગાડવો જ રહ્યો. એ શુભોપયોગ જ અશુભભાવોને નાબૂદ કરી શકે.
આ શુભોપયોગને પામવા માટે જેમ દેવપ્રતિમાનું આલંબન અનિવાર્ય છે તેમ તે દેવપ્રતિમાના પૂજન માટેની તમામ આરાધના થઈ ગયા વિના રહેતી નથી. દ્રવ્યસ્નાન, પુષ્પપૂજન વગેરે ક્રિયાઓ બેશક અવદ્ય સ્વરૂપ છે છતાં એ થઈ જાય છે. આની પાછળ પૂજકનો દેવાદિ પ્રત્યેનો અત્યગ્ર રાગભાવ કારણ બને છે.
પૂજનના ઉમળકામાં થઈ જતી અવદ્ય ક્રિયાઓ વસ્તુતઃ અવદ્ય ક્રિયા જ નથી તેથી જ તેનાથી થતો પાપ કર્મબંધ નિરનુબંધ બનીને શીધ્ર નાશ પામી જાય છે.
પરંતુ શુભભાવની જ્યોત જગાડવાનું આ પૂજન અવદ્યનું કાજળ ઉત્પન્ન તો કરી જ જાય છે એટલે આ પૂજન શુદ્ધ પૂજન ન કહી શકાય પરંતુ અવદ્ય મિશ્રિત હોઈને અશુદ્ધ પૂજન જ કહેવાય.
નિશ્ચયદૃષ્ટિથી તો જીવહિંસાના થઈ જતાં અવદ્યથી જેમ દેવ પ્રતિમા પ્રત્યેનો
Page #167
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
રાગભાવ એ પણ આત્માની અશુદ્ધિ જ છે. એટલે જ વ્યવહારદૃષ્ટિથી આ પૂજનને શુભપૂજન કહી શકાય.
૧૬૭
જ્યાં શુભ પદાર્થોના રાગથી ઉત્પન્ન થતું શુભ પૂજન છે ત્યાં પ્રાધાન્યથી પુણ્યકર્મનો બંધ જ થાય. પરંતુ પાપકર્મોના વિનાશ ન થાય. આવો શુભ પુણ્યબંધ પૂજકને દેવલોકાદિ સદ્ગતિઓ જ આપે. મુક્તિ તો પુણ્યના પણ વિનાશથી ઉત્પન્ન થતો આત્માનો પરિણામ છે.
આ જ હેતુથી તો સરાગ-સંયમ પાળતાં યતિ દેવગતિને જ પ્રાપ્ત કરે. તેમના સંયમથી તો અવશ્ય કર્મક્ષય થાય પરંતુ તે સંયમ ધર્મ ઉપરના, દેવાદિ ઉ૫૨નો તેમનો નિબિડ રાગ પુણ્યકર્મનો જ બંધ કરે.
જે જિનપૂજકો અને સંયમીઓ આ રીતે શુભભાવની પ્રાપ્તિના એક માત્ર ઉદ્દેશથી જિનપૂજન કે સંયમ ધર્મનું પાલન કરે તેઓ પુણ્યકર્મના ઉદયે દેવગતિ જરૂર પામે પરંતુ ત્યાં ક્યાંય આસક્ત ન થવાના કારણે તેઓ પુણ્યના ભોગવટા દ્વારા પુણ્યકર્મનો નાશ કરાવનું જ કામ કરે છે. એથી ભાવીમાં જે મનુષ્યાદિ સુંદર ગતિ મળે છે તેમાં વિશિષ્ટ શુભભાવ પામીને વીતરાગ-સંયમની પ્રાપ્તિ કરી લઈને સર્વ પુણ્ય-પાપકર્મનો ક્ષય કરીને મુક્તિપદ પામે છે.
પરંતુ જે પૂજકો શુભભાવના ઉદ્દેશથી પૂજન કરતા નથી બલ્કે સાંસારિક હેતુઓના અશુભ ઉદ્દેશથી પ્રતિમાપૂજન કરે છે તેઓ પણ તે પૂજનના પ્રભાવે દેવાદિ ગતિ જરૂર પામે છે પરંતુ ત્યાં આસક્ત થઈને વિપુલ પાપકર્મોનો બંધ કરે છે. જેના પરિણામ સ્વરૂપે નિગોદાદિ અધમગતિઓમાં પણ ચાલ્યા જવું પડે છે.
આથી જ પ્રતિમાપૂજન વગેરે તમામ ધર્મો તે જ વસ્તુતઃ ધર્મસ્વરૂપ કહ્યા છે જેની આરાધના પાછળ મુક્તિપદની પ્રાપ્તિભવનિર્વેદની પ્રાપ્તિ-સિવાય બીજો કોઈ મિલન આશય (અશુભભાવ) જીવતો જ ન હોય.
આપણે અહીં તેવા જ અશુદ્ધ-અષ્ટપુષ્પી પૂજનનો વિમર્શ કર્યો છે જેમાં પૂજકના અંતરમાં મુક્તિપ્રાપ્તિનો શુભભાવ ઊછાળા મારી રહ્યો છે.
હવે શુદ્ધ-અષ્ટપુષ્પી પૂજનનો વિચાર કરીએ.
શુદ્ધ અષ્ટપુષ્પી પૂજા :
આત્માની પોતાની પરિણતિમાંથી ઉત્પન્ન થતાં આઠ ભાવપુષ્પોથી પરમાત્માની જે પૂજા કરવામાં આવે તે શુદ્ધ-અષ્ટપુષ્પી પૂજા કહેવાય છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
અહીં બાહ્ય જગતના વન-ઉપવન કે નિકુંજો તરફ જવાનું નથી; ગુલાબના કાંટાને અડવાનું નથી, ચમ્પાના કુલ ચૂંટવાના નથી આ પૂજામાં તો અંદર ચાલ્યા જવાનું છે. સાવ અંદર.
મકાનની, ઓરડાની, ભોંયરાની રે! દેહની પણ અંદર ચાલ્યા જવાનું છે. આત્માના અનંત સ્વભાવોદધિના સાગરના અગાધ ઊંડાણે જઈને પલાંઠી મારીને બેસી જવાનું છે.
બધું ય ખોઈ નાંખે તે જ આ આઠ પુષ્પોને પામે છે. બધું ય વીસરી જાય તે જ આ આઠ પુ,પોને સ્મરણમાં સદા અંકિત કરી શકે છે.
બહારથી સાવ ભિખારી અને સાવ શૂન્યમનસ્ક બન્યા વિના આ આઠ પુષ્પોની મલિકી પામી શકાતી જ નથી. એની તબિયત સુગંધથી મન ભરી શકાતું નથી.
પરંતુ એક વાત છે. કર્મના નાગપાશમાં જકડાયેલો દરેક માનવ ભ્રમિત થયેલો
જ્યાં એણે રજૂનું દર્શન કર્યું ત્યાં સર્પની જ શક્યતા એના ભાનમાં ઉપસી આવે છે.
જ્યાં એણે નિર્મળ નીર જોયાં ત્યાં ઝાંઝવાનાં જળ જ ઘોડા પૂરે દોડતાં હોય છે. જેની સ્થૂલ આંખો અતિશૂલ વિરાટના દર્શનમાં ય ભરમાઈ જવાને જ ટેવાયેલી છે તે માણસો અતીન્દ્રિય આત્માના વિષયમાં ભરમાઈ જાય એ તો અત્યંત શક્ય હકીકત છે.
કશી જ સાધના ન છતાં પોતાને સાધક મનાવી કહેનારાની દૂનીયા જરા ય નાનીસૂની નથી!
પાપના પંથે દોડયા જવા છતાં એ પંથને ધર્મ પંથ માનીને ધાર્મિક કહેવડાવનારાઓનો જગતમાં તોટો નથી. અનંતકાર્યની હિંસાનું ભોજન કરવા છતાં એ ભોજનને નિર્જીવ માનનારા ભ્રાન્ત કામલી તાપસો તો ચોમેર ઊભરાયા છે.
નિરાકાર આત્માના સાક્ષાત્કારના ભ્રમમાં અટવાયેલાઓના આશ્રમો પ્રાંતપ્રાંતમાં ઊભા થઈ ગયા છે.
સરાગી દેવોમાં વીતરાગતાના ભ્રમવાળા આત્માઓ તો કરોડોની સંખ્યામાં અળસિયાની જેમ ઊભરાયા છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૬૯
તન્દ્રામાં દેવી આકૃતિ જોઈને ભગવર્શનની કલ્પનાના સુખદ ભ્રમમાં રાચનારાઓનો ઘણાં જીવે છે આ જગતમાં.
સહુ પોતાના ગીતો ગાય છે. સહુને આત્માની વાતો કરવી છે. પણ ભ્રાન્તિનું ભાન કરવા કોઈ તૈયાર નથી.
જિનદર્શનને પામેલા આત્માઓ આવા કોઈ ભ્રાંત-દર્શનમાં ફસાઈ ન પડે તે માટે તેમણે જિનાજ્ઞાસ્વરૂપ શસ્ત્રવચનનો તાળો સદા મેળવતા રહેવું જોઈએ.
જિનાજ્ઞા મનાઈ કરે છે વીતરાગના સ્વપ્નદર્શનની! તો તેવા કોઈ દર્શનને બેધડક ભ્રાન્ત માની લેવું. ફગાવી દેવું. એ વાતને ત્યાં જ દાટી દેવી.
જે આત્માનુભૂતિનો તાળો જિનાજ્ઞા સાથે ન મળે તે આત્માનુભૂતિની વાત પણ કોઈને કરવી નહિ.
જે આત્મપરિણતિ જિનાજ્ઞા સાતે મેળ ખાતી ન હોય તેને વહેલી તકે ફગાવી દેવી; જીવનની સર્વ પળોમાંથી.
એકાકી વિહારની શુદ્ધ નિર્દોષ ગોચરીની અહિંસાની પરિણતિ એ અહિંસા નથી, જિનાજ્ઞા સાથે મેળ નથી ખાતી માટે જ તો.
નાસ્યા જતાજીવોની પાછળ દોડયા આવતા પારધિને સાચો રસ્તો બતાડી દેવાની સત્યની પરિણતિ એ સત્ય જ નથી. જિનાજ્ઞા સાથે એ પરિણતિ બંધબેસતી આવતી નથી માટે જ તો.
આ રીતે બાકીના મહાવ્રતો વગેરેની પરિણતિમાં પણ સમજી લેવું.
આથી જ જિનાજ્ઞાથી એક પળ પણ દૂર ન રહી શકાય. જિનાજ્ઞાને સમજાવનારા ગીતાર્થ ગુરુના પડછાયામાં જ સદેવ રહેવું જોઈએ.
નહિ તો પેલા નંદ મણિયાર જેવું થાય; જેણે પોતે માનેલી દયાની પરિણતિમાં મુશ્તાક રહીને જિનાજ્ઞા બાહ્ય જીવન જીવી નાંખ્યું. મૃત્યુ બગાડી નાંખ્યું.
મહાવ્રતોની પરિણતિને આરાધવાની ઈચ્છાવાળો મુમુક્ષુ જરાક આઘોપાછો થાય તો ભ્રાન્ત આત્મપરિણતિનો ભોગ બની જાય. ભ્રાન્તિના એ કાળા પંથેથી કરી એને પાછો બોલાવી લેનાર ન મળ્યો તો અનંત સંસારની અગાધ ખીણમાં એ ફેંકાઈ જાય.
આત્માની અસત્ય પરિણતિમાં સત્યની ભ્રાન્તિ ન થઈ જાય તે માટે જિનાજ્ઞાને સાથે રાખવી જોઈએ.
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૭૦
વીર ! મધુરી વાણી તારી
આત્મપરિણતિના પુષ્પોની માળા બનાવવા માટે જિનાજ્ઞાનો દોરો મેળવી લો ગીતાર્થગુરુ પાસેથી; અને પછી પરોવી લો એ દોરામાં આત્મપરિણતિના પુષ્પોની માળા.
જિનાજ્ઞાના દોરામાં ન પરોવાઈ શકે તેવી આત્મપરિણતિને ભ્રાન્ત સમજી ફગાવી દેજો, એટલી જ હિંમતથી.
જે આત્મપરિણતિ જિનાજ્ઞા પરતંત્ર હોય છે તે પરિપૂર્ણ આત્મપરિણતિ હોય છે. આત્મપરિણતિના એ બીટમાંથી ગુણનું જે પુષ્પ ખીલે છે એ સંપૂર્ણ જ ખીલે છે.
જે સંપૂર્ણ હોય છે તે સદા અમ્લાન હોય છે. વાસી થવાનું, કરમાઈ જવાનું દુર્ભાગ્ય તો જગતના પુષ્પોને જ પ્રાપ્ત થયું છે કેમકે તેમના વિનાશિધર્મને કારણે તેઓ પૂર્ણતાને પામી શકતા જ નથી.
પૂર બહારમાં ખીલી ઊઠેલું ગુલાબ પણ અપૂર્ણ છે; કરમાઈ જવાના પર્યાયની સન્મુખ થઈ ગયું છે માટે.
પૂર્ણને-પૂર્ણતાની કલ્પનાવાળાને-ટોચ ઉપર ચડીને તરત ભુસ્કો મારવાની જ તેયારી કરવાની હોય.
જિનાજ્ઞાના જળથી ખીલેલા આત્માના ગુણ-પુષ્પો પરિપૂર્ણ છે, કદી નાશ પામવાના નથી. આથી જ તેઓ સદા પ્રફુલ્લિત અને સદા સુગંધિત રહે છે.
ગુલાબનું પુષ્પ તો વિરાટ વશ્વનાં વસતા એક જીવાત્માને આનંદ બક્ષી દે પોતાની સુગંધિત આપીને.... પણ બાકીના જગતના અપાર જીવોનું શું? સાચી આત્મપરિણતિથી ઉત્પન્ન થયેલું અહિંસાનું ગુલાબ તો સમગ્ર જીવસૃષ્ટિને અભયદાનની સુગંધિ દે. પૂર્ણ જગતને સુગંધીનું દાન કરે તે પૂર્ણ કહેવાય. અપૂર્ણ જગતને દાન દઈ શકનાર અપૂર્ણ કહેવાય. આઠ આત્મપરિણતિના અહિંસાદિ આઠ પુષ્પો પૂર્ણ છે, જગડ્યાપી છે માટે જ સ્વયં પરિપૂર્ણ છે.
જે સ્વયં પરિપૂર્ણ છે એ કદીકરમાતા નથી. બીજાના જીવનને કરમાવે તે જ પોતે કરમાય. સહુના જીવનને ખીલવતું અહિંસાપુષ્પ સ્વયં સદા ખીલેલું જ રહે છે.
જે સદા ખીલેલું છે અને સદા સુગંધિત રહે છે. કેમકે એનો સ્વભાવ સુગંધનું ઉત્પાદન કરતાં જ રહેવાનો છે. સદા જીવતું પુષ્પ સદા સ્વભાવને આધીન જ હોય
ને ?
Page #171
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૭૧
આત્મપરિણતિના આઠ પુષ્પો
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ગુરુભક્તિ, જ્ઞાન અને તપ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજાના આ આઠ પુષ્પો છે.
જિનાજ્ઞાનવિધ્ધ આ આઠ આત્મ-પરિણતિઓ છે. અહિંસા: પહેલું પુષ્પ પ્રમાદને કારણે થતી પ્રાણની હિંસાનો અભાવ તે અહિંસા.
સ્થૂલ અપ્રમત્તભાવ સાથે સાવધાની પૂર્વકની જિનપૂજાદિની હિંસા તે હિંસા જ નથી.
અને હિંસા ન થવા છતાં પ્રમાદ સાથે ચાલવાની ક્રિયા પમ હિંસા છે. વસ્તુતઃ જીવનો પ્રમાદભાવ એ જ હિંસા છે. અને જીવનો અપ્રમત્તભાવ તે જ અહિંસા છે.
જે હિંસાથી દુર્ગતિ મળે તે જ હિંસા, હિંસા છે. સદ્ગતિનું દાન કરતી લઘુત્તરાદિ જિનાજ્ઞાગર્ભિત હિંસાએ વસ્તુતઃ અહિંસા જ છે.
જ્યાં જિનાજ્ઞાનું અમૃતબિંદુ પડે છે ત્યાં હિંસાનું ઝેર નિર્બળ બની જાય છે.
જ્યાં જિનાજ્ઞાનું અમૃતજળ છંટાતું નથી ત્યાંની અહિંસાનું ઉપવન ઊભું ને ઊભું સુકાઈ જાય છે.
આ રીતે જિનાજ્ઞાની મહત્તા દરેક આંતરપુષ્પમાં લગાડી દેવી સત્ય : બીજું પુષ્પઃ
આત્મ એ જ સત્ છે. આત્માના માટે જે કોી હિતકર વચન-જગતની દૃષ્ટિએ સાચું કે જૂઠું - તે બધું ય સત્ય જ છે.
અને આત્માને નુકશાન પહોંચાડનારી સઘળી સાચી-ખોટી ભાષા અસત્ય છે.
આથી જ તો ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી બોલાતું સાચું પણ વચન મૃષાવચન કહેવાય છે.
ધૂળના ભેળને કારણે નિર્મળ પણ જળ મલિન કહેવાય છે તેમ.
અસ્તેય ઃ ત્રીજું પુષ્પ :
ચોરી ચાર જાતની છે. (૧) તીર્થકરની આજ્ઞા બહારની ચીજ-એનો માલિક
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૭૨
સ્વયં આપે છતાં તીર્થંકર અદત્ત.
(૨) ગુરુની રજા મેળવ્યા વિના ઉપયોગમાં લેવાતી વસ્તુ ગુરુ અદત્ત. (૩) વસ્તુના માલિકની રજા વિના ઉઠાવેલી વસ્તુ સ્વામી અદત્ત.
(૪) કેરી વગેરે સચિત્ત વસ્તુમાં અંદર રહેલા જીવની રજા લીધા વિના એ વસ્તુનો ઉપભોગ કરવો તે જીવ અદત્ત.
વીર ! મધુરી વાણી તારી
દેવ અને ગુરુની આજ્ઞાપૂર્વકની, માલિકની આપેલી એવી અચિત્ત વસ્તુને જ ચોરીનો કોઈ પણ આક્ષેપ લાગુ પાડી શકાતો નથી.
કેવું સૂક્ષ્મ છે અસ્તેયનું તત્ત્વજ્ઞાન!
સ્વચ્છંદ વિહારી યતિઓને તીર્થંકર અદત્ત અને ગુરુઅદત્તના ચોરીના પાપનો ખ્યાલ પણ હશે ખરો ?
બ્રહ્મચર્ય - ચોથું પુષ્પ :
બ્રહ્મ એટલે આત્મા અથવા પરમાત્મા.
એમાં જ રમવું એનું નામ બ્રહ્મચર્ય.
પુદ્ગલ માત્રના વિકારો આ રમતને ધક્કો મારે ચે માટે પુદ્ગલમાત્રનો સંગ અબ્રહ્મના સેવનના પાપસ્વરૂપ છે.
છતાં આત્માનું વધુ પડતું નુકશાન કરનાર વેદોયજનિત પુદ્ગલધ્યાનાદિ છે મટે અબ્રહ્મનું પાપ વેદોદયમાં જ રૂઢ થઈ ગયું છે.
પુદગલમાત્રનો સંગ અબ્રહ્મના કજ્જલરંગને તાણી લાવનારો છે એવું ચિંતન જે ાત્મા પ્રતિપળ કરતો નથી તે ઉઘાડા-પ્રસિદ્ધ-અબ્રહ્મના પાપપંકે ખરડાયા વિના રહી શકતો નથી.
અપરિગ્રહ - પાંચમું પુષ્પ :
પરિગ્રહ એટલે વસ્તુનો સંગ્રહ નથી. પરિગ્રહ એટલે મૂર્છા.
સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની સાધના માટે સ્થવિરકલ્પી મુનિને અનિવાર્ય જે ચૌદ ઉપકરણ ગણાવ્યા છે તે ઉપરણનો સંગ્રહ એ પરિગ્રહ નથી કેમકે આ બધા ય ઉપકરણો મહાવ્રતોના રક્ષણ માટે જ ઉપયોગી છે.
મુનિ જો વસ્ત્રથી અંગ ન ઢાંકે તો સાક્ષાત્ કે પરંપરયા તેના આત્મ-ધર્મને મોટી હાનિ પહોંચે, ધર્મની અઘો૨ હીલના થાય, સ્ત્રીજાતિને દીક્ષાનો નિષેધ કરી
Page #173
--------------------------------------------------------------------------
________________
વિર ! મધુરી વાણી તારી
૧૭૩
દેવો પડે, જે ગૃહિલિંગ, અન્યલિંગ વગેરેતી સિદ્ધોના ભેદ પાડવામાં આવ્યા છે તે શાસ્ત્રીય છતાં અમાન્ય કરવા પડે; વગેરે વગેરે ટનબંધ આપત્તિઓ આવીને ખડી થાય. જે દિગંબરમતે વસ્ત્રાદિ ઉપધિને જ પરિગ્રહ કહી દઈને તેનો નિષેધ કરી દીધો તે દિગંબર મુનિસંઘની જે સ્થિતિ થઈ છે એ વાત સર્વવિદિત છે. એક સમય એવો આવીને ઊભો રહેશે જ્યારે દિગંબર મુનિસંઘ નામશેષ થઈ જશે. જ્યાં નિગ્રંથન રહે
ત્યાં જૈનસંઘ પણ ન ટકી શકે. સમગ્ર સંઘનો આધાર નિર્ગુન્હો છે. એમનું જિનાજ્ઞાનુવિદ્ધ નિર્ઝન્થત્વ છે.
જિનાજ્ઞા તો મૂર્છાને જ પરિગ્રહ કહે છે. વસ્ત્રાદિના માત્ર સંબંધને નહિ જ.
જ્ઞાનીઓને જિનાજ્ઞા વિહિત જે ચૌદ ઉપકરણો વગેરે છે તેમાં મૂછની સંભાવના રહેતી જ નથી કેમકે એ બધા ઉપકરણો મહાવ્રતોની રક્ષાના ઉદ્દેશથી છે એ વાતનો તેમને પાકો ખ્યાલ છે.
ગુમડાને પકવવા માટે આણેલા મલમમાં શી મૂચ્છ થાય? જો મલમ આણવા પાછળના આશયની જાણકારી હોય તો?
હા. છતાં જો કોઈ મુમુક્ષુ ગફલતમાં રહી જાય તો એ ધર્મોપકરણો ઉપર પણ તે મૂર્ષિત થઈ જાય અને તેથી તે મૂચ્છ તેનો પરિગ્રહ બની જાય.
પણ આવી શક્યતા તો દેહ કે આહારના અપરિહાર્ય પરિગ્રહમાં ક્યાં નથી? શું દેહનો કે આહારનો ત્યાગ નહિ કરનારા દિગંબર મુનિઓ એકાન્ત પરિગ્રહી કહેવાય છે૪ જો તેમ જ હોય તો તેમના મતે કદી કોઈ પણ મુનિનો મોક્ષ ન જ થવો જોઈએ કેમકે છેવટે આહાર પણ ત્યાગી શકાશે પરંતુ દેહનો પરિગ્રહ તે ત્યાગી શકાય તેમ છે જ નહિ.
આ આપત્તિ ટાળવા માટે દેહાદિના અસ્તિત્વમાત્રને પરિગ્રહ ન કહેતાં એ દેહાદિની મૂર્છાને જ પરિગ્રહ કહેવો પડસે ને? તો પછી તે જ રીતે મહાવ્રતોની રક્ષા માટે જ ધારણ કરેલા વસ્ત્રાદિની મૂર્છાને જ પરિગ્રહ કહેવો વ્યાજબી છે ને? વસ્ત્રાદિના અસ્તિત્વમાત્રને પરિગ્રહ કેમ કહી દેવાય!
આ વિચાર ઉપર અધ્યાત્મસાર ગ્રંથના આત્મનિશ્ચય અધિકારમાં મહોપાધ્યાયજીએ ખૂબ જ શિષ્ટ રમૂજ કરતાં કહ્યું છે કે કોઈ દિગંબર મુનિને કેવળજ્ઞાન થઈ જાય પછી જો કોઈ દિગંબર ભક્ત એમના નગ્ન દેહ ઉપર વસ્ત્ર નાંખી દે તો ઝટ પેલું કેવળજ્ઞાન નાસી જશે! કેમકે વસ્ત્રનું અસ્તિત્વ પણ કેવળજ્ઞાન થવામાં બાધક માન્યું છે ! કેવળજ્ઞાનાવરણની જેમ વસ્ત્રાહરણ !
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૭૪
વીર ! મધુરી વાણી તારી
પરંતુ આવું બને નહિ. આવેલું કેવલ્ય કદી નિવૃત્ત થતું નથી. વીતરાગઅવસ્થા કદી ચાલી જતી નથી. તો પછી પેલા ભક્ત ઓઢાડી દધેલા વસ્ત્રનું શું?
શું વસ્ત્રના પરિગ્રહમાં કેવલ્ય ટકે? આનો ઉત્તર એ જ આપવો પડશે કે એ વસ્ત્ર ઉપર વીતરાગને મૂર્છા થતી નથી માટે વસ્ત્ર હોવા છતાં વસ્ત્રમૂર્છા ન હોવાના કારણે કેવલ્યનો પ્રકાશ જરા ય ઝાંખો પડી શકે નહિ.
શાબાશ. તો હવે એ જ વાત સાબિત થઈ ગઈ ને કે ધર્મોપકરણ સ્વરૂપ વસ્ત્રમાત્રથી પરિગ્રહનું પાપ લાગતું નથી પરંતુ એના ઉપરની મૂર્છાથી જ પરિગ્રહનું પાપ લાગે છે?
આભિનિવેશિક મિથ્યાત્વનો કેવો પ્રભાવ! કે એણે ચીંદરડી જેવા વસ્ત્રના ત્યાગમાં જ ધર્મ કહેવડાવી દીધો? અને એ ધર્મને અબાધિત રાખવા જતાં જે જે મુશ્કેલીઓ આવી તે બધીને ટાળવા ઉત્સુત્રોની પરંપરા ચલાવી જુઓ :
(૧) સાધ્વી બનતી સ્ત્રી નગ્ન રહે તે ઠીક ન લાગ્યું. વસ્ત્ર પહેરે તો મોક્ષ ન થાય. માટે સ્ત્રી મુક્તિનિષેધની ઉત્સુત્રતાનું ઘોર પાપ આચરી નાંખ્યું.
(૨) વસ્ત્રવાળા સાધુને મુક્તિપદનો નિષેધ કર્યો એટલે અન્યલિંગ-ગૃહિસંગ સિદ્ધના ભેદોને શાસ્ત્રમાંથી દૂર કર્યા.
(૩) પાત્ર વિના કેવલી ભગવંતો દિવસમાં એક વખત ગોચરી શી રીતે કરે ? બીજા સામાન્ય શ્રમણોની માફક તેઓ કાંઈ ગૃહસ્થના ઘેર જઈ હાથમાં વાપરી ના લે.... તેવું તેમના માટે યોગ્ય નહિ. એટલે કેવલી ગોચરી વાપરે જ નહિ.. એવું ઉત્સુત્ર જાહેર કરી દીધું.
(૪) જિનાગમોમાં તો અનેક સ્થાને સ્થવિરકલ્પનું વસ્ત્ર પાત્રોના ઉપકરણોના ઉપયોગનું વિધાન છે. એટલે બધા ય સાચા જિનાગમોનો વિચ્છેદ થઈ ગયાનું ભયાનક ઉત્સુત્ર જાહેર કરી દીધું.
પંદરમી સદીમાં આચાર્ય કુન્દકુન્દ નવા આગમોની રચના કરી. એ આગમોને પ્રામાણિક ઠરાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી કે આચાર્ય કુન્દકુન્દ જાતે ભગવાન સીમંથર સ્વામીજી પાસે જઈને બોધ પ્રાપ્ત કરીને જિનાગમોની રચના કરી હતી!!!
વસ્ત્રાદિ ઉપકરણોના સંબંધમાત્રને પાપ માનનારા આ દિગંબર મુનિને મોરપિચ્છ અને કમંડલુના પરિગ્રહમાં પાપની ગંધ પણ આવતી નથી.
જ્ઞાનભંડારોના પરિગ્રહમાં લેશ પણ પાપ દેખાતું નથી.
Page #175
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૭૫
કડકડતી ઠંડીમાં એમના ભક્તો પાસે પોતાની ચોમેર અગ્નિ તાપણાં કરાવવામાં કોઈ પાપ દેખાતું નથી!
લબ્ધિધારી જિનકલ્પી સાધુ ભગવંતોની પાણિપાત્ર ભોજન ક્રિયાનું અલબ્ધિધારીઓ અનુકરણ કરવા ગયા. પણ તેમાં એઠું જૂઠું બધું ય હાથ નીચે રાખેલા કુંડમાં પડે. બે ઘડીમાં ત્યાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થાય. એમાં પાપનો કોઈ વિચારસુદ્ધાં નથી.
એક જ ઘરે જઈને ઊભા ઊભા હાથમાં ગોચરી વાપરતાં અન્નમાં સંભવિત બેઈ ક્રિયાદિ જીવોની રક્ષાથી વંચિત રહેવામાં કશો જ દોષ નથી શું?
ખાસ પોતાના માટે બનાવાતી-કૂવાના જળની, ઘંટીમાં દળેલા લોટનીગોચરીમાં લાગતું આધાકર્મનું પાપ નજરે પણ ચડતું નથી શું?
અતિગ્લાનાદિ અવસ્થાવાળા ક્ષીણજંઘાબળ મુનિઓની ગોચરીનું શું? પાત્ર વિના તેમના માટે ગૃહસ્થનેત્યાંથી વહોરીને ઉપાશ્રયમાં ગોચરી લાવવી શી રીતે?
વસ્ત્રના અભાવે કેટલુંક પ્રત્યક્ષ થતાં ધર્મહીલનાના ઘરમાં ઘોર પાતકનું શું! પુષ્કળ કાથો ખાઈને શાંતિ રાખવાથી કોકને મોક્ષ મળી જાય ખરો? મોક્ષ તો મનના વિકારોની શાંતિમાં પલાંઠી મારીને બેઠો છે!
નગ્નદશાને જોતી યુવતીઓની માનસીક સ્થિતિ શું થાય! નગ્નદશાની બિભત્સ અવસ્થા જોઈને અન્યધર્મી પુરુષો ધર્મની નિંદા કેટલી
કરે ?
આના કરતાં તો વસ્ત્રો સ્વીકારી લેવા સારા. ભલે શરીરનો ત્યાગ શક્ય નથી પરંતુ આહારનો ત્યાગ તો શક્ય છે. ને? માટે આહારનો સર્વથા ત્યાગ જ કરવો સારો. જેથી લોકો નિદી તો ન કરે અને મહાતપસ્વી અનશની તરીકે સહુ પ્રશંસા કરે, મોકળા મને...
પ્રવચન પરીક્ષા ગ્રંથમાં આ સ્ત્રીમુક્તિ નિષેધના વિચાર ઉપર રમૂજ કરતાં પૂ. ધર્મસાગરજી મહારાજાએ ઠીક જ કહ્યું છે કે દિગંબર સ્ત્રીને મુક્તિ ન થાય એ બિલકુલ ઠીક જ છે કેમકે એ બિચારીઓને સવારમાં મંદિરમાં મૂર્તિની નગ્નતાના દર્શન કરવાના, ઉપાશ્રયમાં નગ્નમુનિના દર્શન કરવાના, સંધ્યાકાળે ફરી મંદિરમાં એ જ દર્શન.. પછી વિકૃતિ જાગ્યા વિના કેમ રહે? જ્યાં મનની વિકૃતિ છે ત્યાં મુક્તિ કેવી?
શું મહાબ્રહ્મચારી પણ વસ્ત્ર યુક્ત હોય તો મુક્તિ માટે નકામો?
Page #176
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
શું મહાતપસ્વી પણ વસ્ત્રથી અંગ ઢાંકતો હોય તો મુક્તિ માટે નાલાયક ? શું મહાન શાસનપ્રભાવક પણ વસ્ત્રધારી હોય તો મોક્ષને માટે અપાત્ર? એટલે શું એમ જ કહેવું છે કે મોક્ષ માટેની ખરેખરી પાત્રતા નગ્નતામાં જ છે? નગ્નતા નહિ તો બીજું જે કાંઈ સારું હોય તે બધું ય મોક્ષ માટે નકામું એમ ?
એટલે મોક્ષમાં જવા માટેનો ‘પાસપોર્ટ’ તો નગ્નતાને જ મળે એમ કહેવું છે?
શાબાશ... તો તો પશુઓને જ મોક્ષમાં જવાનો પ્રથમ અધિકાર છે. કેમકે પશુજાત આખી ય નગ્ન જ છે. બીજી આચારશુદ્ધિ તો હવે ગૌણ બાબત છે ને?
જોયો ને અભિનિવેશિક મિથ્યાત્વનો મહિમા ?
૧૭૬
આ વિષયમાં વિસ્તારથી જાણવાની રુચિવાળાએ અધ્યાત્મમતપ૨ીક્ષા ગ્રંથ જોઈ લેવા મારી ભલામણ છે.
ગુરુભક્તિ - છઠ્ઠું પુષ્પ ઃદ્રવ્યસ્નાન :
ગુરુની ભક્તિ એ છઠ્ઠું ભાવપુષ્પ છે.
ગુરુ કોને કહેવાય? શાસ્ત્રદૃષ્ટિથી તો ગચ્છના અધિપતિ આચાર્યને જ ગુરુ કહેવાય. બાકીના બધા ય આજના કહેવાતા ગુરુ એ તો માત્ર શિષ્યની સંયમ આરાધનામાં સહાયક કહેવાય. શાસ્ત્રીય પરિભાષામાં એક ગુરુ-શિષ્યને ‘સંઘાટક’ કહેવામાં આવ્યા છે. રત્નયત્રીની આરાધનામાં એક બીજાને મદદગાર-પૂરક બને તે સંઘાટક કહેવાય.
હવે સ્ત્રોક્ત ગુરુના લક્ષણ જોઈએ।
જગતના યોગ્યજીવોને શાસ્ત્રના અર્થોનો બોધ આપે તે ગુરુ. ફરી એ વાત યાદ કરી લેવી કે ગુરુ એ આચાર્ય છે.
આચાર્ય એ પંચાચારના ચુસ્ત પાલક છે. કટ્ટર પક્ષપાતી છે.
પોતાના જીવનમાં જે પંચાચારને એકરસ બનાવે તે જ હકીકતમાં આચાર્ય
કહેવાય. આ રીતે પંચાચારનું જીવન અને પંચાચારનો કટ્ટર પક્ષપાત જેમને વર્ષો તેમણે ધર્મ યોગ્ય જીવોને સન્માર્ગનું દાન કરવું જ જોઈએ. આમ ગુરુ એ આચાર્ય છે માટે તેઓ આચાર ધર્મના જ્ઞાતા હોય, આચાર ધર્મને યથાશક્ય-યથાવસરે આચરનારા હોય, ચોવીસે ય કલાક વિવિધ આચારોમાં એમના તન-મન તલાલીન હોય.... આ સ્વમુખી સાધનમાંથી જ એમને દૈહિક બળની પ્રાપ્તિ થાય અનાત્માના સત્વની ખીલવણી થાય....
Page #177
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
પણ આટલેથી એ આચાર્ય અટકી શકે નહિ. કેમકે આચાર્ય એ ગુરુ પણ છે. ગુરુ માત્ર સ્વમુખી સાધનાને-પરમુખી સાધના નિરપેક્ષ રહેવાના વિચારને સ્પર્શી પણ ન શકે. પોતે જે ધર્માચારને આત્મસાત્ કર્યો અને એનાથી આત્માનંદ પામ્યા એ સહુનો આપી દેવાની એમની ભાવના આસમાનને આંબતી જ હોય.
સજ્જનોની તો એ વિશેષતા હોય છે કે પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિ બીજાને આપ્યા વિના કહી દીધા વિના રહી શકાય જ નહિ.
સજ્જન શિરોમણિ આચાર્યો તો કરુણાના સાગર છે. અને તેથી જ આચાર્ય ગુરુપદને પામે છે કેમકે તેઓ શાસ્ત્રના એ સુખદ રહસ્યોને સાપેક્ષભાવે કહ્યા વિના રહી શકતા નથી.
એટલે ગુરુ તે કહેવાય જે આચાર્ય છે. પંચાચારની સ્વમુખી સાધનાના આત્મસાત્ કરી જ રહ્યા છે.
અને એ આચાર્ય તે ગુરુ હોવાથી પરોપકારપ્રધાન સ્વમુખી (કે પરમુખી!) સાધનાને પણ સાથે જ છે.
આચાર વિહોણા ગુરુ આચાર્ય કહેવાય નહિ. શુદ્ધ પ્રરૂપણા વિહોણા આચાર્ય ગુરુ કહેવાય નહિ. શુદ્ધાચારનો કટ્ટર પક્ષપાત એ પણ એક વિશિષ્ટ આચાર છે.
અશુદ્ધાચારની ઉઘાડે છોગે સાપેક્ષ કબૂલાત એ જ વસ્તુતઃ શુદ્ધપ્રરૂપણા છે. એના વિનાની શાસ્ત્રની વાતોને સત્યસ્વરૂપમાં રજૂ કરતી પ્રરુપણા એ શુદ્ધ પ્રરુપણા નથી. એને તો કદાચ નક્કર દંભ કહી શકાય. છવટમાં અશક્ય આચારના કટ્ટર પક્ષપાતી અને અશુદ્ધ આચાર-જીવનની સ્વૈચ્છિક સ્પષ્ટ કબૂલાત કરનારા કોઈ પણ આચાર્યને ગુરુ કહી શકાય. એવા કોઈ પણ ગુરુને આચાર્ય કહી શકાય.
છેલ્લામાં છેલ્લી આ બે શરતોમાંથી એક પણ શરત જવા પામી હોય ત્યાં નથી ગુરુપણું, નથી આચાર્યપણું. દુનિયાની નજરે એ વ્યક્તિ ગુરુ અને આચાર્ય કહેવાતી હોય તો પણ.
ઉક્ત ગુણસંપન્ન ગુરુ (આચાર્ય)ની ભક્તિ એ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજાનું છઠું પુષ્પ છે.
ગુરુભક્તિ વિના ગુરુકૃપા શક્ય જ નથી. અને જેને ગુરુકૃપા મળતી નથી એ સાધકો પોતાના જીવનમાં જન્માન્તરના પુણઅયથી ભલે કદાચ વિશિષ્ટ શક્તિઓ પ્રાપ્ત કરી જશે પરંતુ કૃપાવિહોણી એ શક્તિઓ એમના આં તર જીવનના ધનોતપનોત કાઢી નાંખ્યા વિના નહિ રહી શકે એવી વિનમ્ર સમજ છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૭૮
વીર ! મધુરી વાણી તારી
બાહ્યવિષયો પ્રત્યેના રસનો પણ ત્યાગ બેશક ભારે કઠોર સાધન છે. એ ત્યાગ પછી જ પ્રાપ્ત થાય છે તત્ત્વોનું દર્શન.
તત્ત્વદર્શનની અનુભૂતિ વારંવાર થયા પછી જ આત્માની સહજ અવસ્થાની ઝાંખી થાય છે.
સહજ આત્માનંદની જીવનમાં જેને અનુભૂતિ જ નથી એનું જીવન તો પશુતુલ્ય કહેવાય.
સઘળો સસાર ત્યાગી દેવાનું ભારે મૂલ્ય ચૂકવ્યા પછી પણ વિષયોના તમામ રસો મરવા ન પડતા હોય, તત્ત્વદર્શન ન થતું હોય, ચિદાનંદની છોળો ઊછળતી ન હોય તો ધૂળ પડી એ મૂલ્ય ચૂકવણીમાં!
પણ ન સાંભળી શકાય એવી આ વાત છે કે જીવનમાં નથી જ દેખાતો રસત્યાગ; વિષયત્યાગ કરવા છતાં. નથી જ થતું તત્ત્વ દર્શન, તત્ત્વની ટન-ટનભરીને વાતો કિરવા છતાં.
અને નથી જ સ્પર્શતી સહજાવસ્થા, ચિદાનંદ અને આનંદધનના પદો લલકારવા છતાં...
શાથી?
એક જ ઉત્તર છે..... જીવનમાંથી જડી ગયેલો, શાસ્ત્રમાંથી મળી ગયેલો, ગુરુમાતાની મહોર છાપ પામેલો.
કે ગુરુકૃપા પ્રાપ્ત થઈ નથી.
કે કદી દિલ દઈને ગુરુભક્તિ કરી જ નથી. ખેલ ખલાસ. પુણ્યયોગે શક્તિઓ ધૂમધામ વધતી જાય. અને એકોક એ શક્ત આત્માના અધ્યાત્મનું હાટ ફેઈલ્યોર થાય; ઓક્સીજન ચડાવીને પણ એઅધ્યાત્મને પળભર પણ જીવતો રાખી ન શકાય તેવું.
જીવનમાંથી બધું ય બળ, બધું ય કૌવત, તમામ શક્તિઓ જતાં હોય તો જવા દો. બદલામાં જો ગુરુભક્તિનો ભાવ જાગે તેમ હોય તો.
સમગ્ર શક્તિઓની સુરક્ષા ગુરુકૃપામાંજ છે. શક્તિ એ વિદ્યુત્ શક્તિ. કૃપાના તારમાં પકડી લેવામાં ન આવે તો એના જેવી કમબખ્તી સર્જવાની તાકાત જગતમાં બીજા કોઈમાં નથી.
વધુ તો શું લખું?
Page #179
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૭૯
જ્ઞાન અને તપસ્વરૂપ સાતમા અને આઠમા શુદ્ધપુષ્પજૂનની પરિપૂર્ણ સફળતા તો ગુરુભક્તિના આ છઠા પુષ્પના પૂજનમાં જ રહેલી છે. પ્રથમના પાંચ પુષ્પોના પૂજનોની સફળતા ય આ જ છઠા પુષ્પમાં સમાયેલી છે.
સમય મળે તો મારું લખેલું “ગુરુમાતા' પુસ્તક મેળવીને વાંચી લેજો; પુનઃ પુનઃ મનન કરજો.
તપ - સાતમું પુષ્પ :
દેહની ધાતુઓને તપાવીને ઠંડી પાડી દે; તેનું નામ તપ.
રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર-આ વાત ધાતુઓનો દેહ બને છે.
મહાદેવોએ આત્મશુદ્ધિમાં ભારે વિઘ્ન કરતા ધાતુઓની પુષ્ટિને જોઈ છે. પુષ્ટ ધાતુઓ ચિત્તમાં ઉન્માદ ઉત્પન્ન કરે છે. વિકારના પડછાયાને પણ જે ચિત્ત સ્પર્શી જાય છે એ ચિત્ત આત્મશુદ્ધિ માટે દિવસો સુધી નાલાયક બની જાય છે.
મુમુક્ષુ માટે તો ચિત્તમાં વિકારની કલ્પના પણ પાપ છે. એમકે વિકારો આત્માના સંસ્કારોનો પ્રાદુર્ભાવ થવા દેતાં જ નથી.
ગમે તેટલો અભ્યાસ કરો, ગમેતેટલું પરમાત્મ ધ્યાન ધર્યા કરો, અને ભારે કામના બોજા નીચે જ દબાઈ રહો. છતાં જો આ બધાની સાથે ખાનપાનનો કોઈ કાબુ નહિ હોય તો ગમે તે પળે આત્માની કલેઆમ થઈ જ જવાની છે. રે! ઊંઘમાં પણ વીર્યસ્મલનાદિથી સત્ત્વના નળ ખુલ્લા મુખાઈ જ જવાના છે.
ખૂબ શાસ્ત્રસ્વાધ્યાય કરનારો પણ દૂધ-ઘીનો ભોકતા હોય, પરમાત્માનું ધ્યાન આઠ આઠ કલાક કરનાર પછીથી ઠંડક માટે ઘીના લોચાં ખાતો હોય કે રોટલીમાં ઘીની વાઢી રેડતો હોય ભારે કામવાળો માણસ, ભોજનમાં સ્નિગ્ધતાનો અત્યંત આગ્રહી હોય તો.....
તો એ સ્વાધ્યાય, ધ્યાન અને બારે પ્રવૃત્તિ પણ “ફેઈલ” જાય વાસનાને મારવા માટે. એવી મારી સમજણ છે.
વિષય વાસનાના પ્રતિબંધકો તો સ્વાધ્યાય, ધ્યાનાદિ છે. પરંતુ પ્રણીત ભોજનનો ઉત્તેજક પણ સાથે મૂકી દો તો એ પ્રતિબંધકોની વાસનાનાશ કરવાની શક્તિ જ મરી જાય છે. ઉત્તેજક મેદાન મારી જાય છે.
વાસનાનો નાશ ન થાય તો મોક્ષ કદી ન પમાય, મોક્ષમાં જ સહાયક ગણાતા
Page #180
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સ્વાધ્યાય આદિ પણ નિષ્ફળ જાય. કદાચ એવા જ્ઞાની, ધ્યાની અને કર્મયોગીઓ જ વધુ ભયંક૨ પતનને પામી જાય. એમના એ જ્ઞાનાદિના ચમકારાઓ જ આવા પતનમાં કારણ બની જાય.
૧૮૦
માટે જ વાસનાને સીધી શાંત કરી દેનાર તત્ત્વનું તો આલંબન લેવું જ રહ્યું. વાસના શમે છે સાત ધાતુઓના શમનથી. સાત ધાતુઓ શાંત થાય છે, નિર્બળ બનવાથી, સાત ધાતુઓનું બળ તપાવીને ઠારી નાંખે છે એક પાત્ર તપ.
તપ કરો એ ધાતુઓના ઉન્માદને તોડો... પછી ચિત્તમાં વિકારો પ્રવેશી શકે જ
નહિ.
વિકારોનો નાશ કરવા માટે આ એક જ ઉપાય કારગત નીવડી શકે.
આથી જ જિનશાને “દેહદુઃખં મહાલું'નું સૂત્ર મુમુક્ષુઓને આપ્યું છે. ભલે દેહ શોષાય પણ જો આત્મ નિર્વિકાર દશા પામતો હોય તો એ શોષણ જરા ય ચિંતાજનક નથી.
જો દેહના પોષણના વિચારમાં જશો તો આત્માનુ શોષણ ગમે તે પળે સંભવિત બની જવાનું છે. એક વાર પણ આત્માને ધક્કો લાગી જાય, એ પછડાઈ જાય. પછી પોક મૂકીને રોયા વિના કોઈ ઉપાય નથી.
શું બચાવવું છે? આત્મા કે દેહ! કોના ભોગે કોની રક્ષા કરવી છે! બેમાંથી એકનો ભોગ તો સાધના માર્ગે જ છે. બે ય ને કદી સાચવી શકાય તેમ નથી. બે ય ને સાચવવા જનારો દેહને જ સાચવે છે. આત્માનો વિનાશ કરે છે.
‘શરીરને ધર્મનું સાધન કહ્યું છે.’ એ વાત જ્યાં ને ત્યાં સમજ્યા વના આગળ ન કરશો. બેશક ધર્મનું સાધન શરીર છે જેમ રસોઈનું સાધન કોલસા ચે. કોલસા સળગાવીને જ રસોઈ કરી શકાય છે, કોલસા સાચવી રાખનાર બાઈ કદી રસોઈ કરી શકે નહિ.
દેહ પણ શોષણ દ્વારા જ ધર્મસાધન બની શકે, સાચવવા દ્વારા કદાપિ નહિ. ભોગીઓની દુનિયામાં દેહના પોષણ મૂલ્યવાન ગણાયા છે. માટે જ એ સાબિત થઈ જાય છે કે ભોગવિરોધી ત્યાગની દુનિયામાં પોષણવિરુદ્ધ શોષમાં જ મૂલ્ય છે. અહીં એક પ્રશ્ન થઈ શકે કે, “શું દેહને સાવ શોષવી જ નાંખવાનું જિનાગમોમાં વિધાન છે?’'
આનો ઉત્તર એ છે કે ના તેમ નથી. પરંતુ દેહના શોષણનું જ લક્ષ્ય રાખવાતી
Page #181
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સાધક એના પોષણની વધુ પડતી-ઘાતકી ચિંતાથી મુક્ત બની જાય છે. જ્યારે દેહના રસકસ વધુ પડતા ખૂટી જાય છે : આત્મસાધનામાં પણ બાધા પડે ત્યારે ઘાને મલમ લગાવવાની ક્રિયાની જેમ જ ગીતાર્થની નિશ્રામાં દૂધ વગેરે જરૂરી સ્નિગ્ધ પદાર્થુ સેવનકરવામાં આવે છે. આવા પ્રણીત પદાર્થોના સેવન વખતે પણ ભાવીમાં જોરદાર દેહ શોષણ કરવાના ભવ્ય મનોસ્થોની હારમાળા ચિત્તમાં કંડારાતી રહે છે અને તેથી જ પ્રણીત ભોજનસેવી મુમુક્ષુ એ વખતે પણ મહાત્યાગી અને મહાતપા જ કહેવાય છે.
૧૮૧
આમ લક્ષ્યમાં ‘પૂર્ણશોષણ' હોય તો જ અવસરોચિત ‘પોષણ’માં પતનોન્મુખ ભાવ જાગી ન શકે.
આ હેતુથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે હકીકતમાં તો કાયાનું જેમ ખૂબ લાલનપાલન હોય છે તેમ અતિશોષણ પણ હોય છે. સ્વાધ્યાય, ગુરુસેવાદિ સારી રીતે થઈ શકે, આર્તધ્યાનાદિ ન થઈ જાય તે માટે દેહને સાચવી પણ લેવો.
આ વિચાર મુમુક્ષુના જીવનમાં ત્યારે જ જીવંત બને જ્યારે લક્ષમાં ‘દેહદુ: ખં મહાફળ'નું સૂત્ર જ દેખાયા કરતું હોય.
ધાતુઓને સૂકવ્યા વિના અશુભકર્મો સુકાઈને ખરી પડતાં નથી. એટલે તપ તેને કહેવાય જે ધાતુને સૂકવે. છેવટે... બીજા કી યોગથી પણ કર્મ સુકાતાં હોય તો તે વ્યક્તિવિશેષ માટે તે પોતાને પણ અવશ્ય તપ કહેવાય.
જ્ઞાનઃ આઠમું પુષ્પ :
સમ્યક્ચારિત્ર્યના વિશુદ્ધ જીવનની સન્મુખ બનાવી દે તે જ્ઞાનને જ જ્ઞાન કહેવાય. આવું જ્ઞાન જ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજનનું આઠમું પુષ્પ બની શકે.
ષોડશક પ્રકરણમાં આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજાએ ત્રણ પ્રકારના જ્ઞાન કહ્યા છે. (૧) શ્રુતજ્ઞાન (૨) ચિંતાજ્ઞાન (૩) ભાવનાજ્ઞાન.
શ્રુતજ્ઞાન એટલે જિનાગમ સ્વરૂપ શ્રુતનું જ્ઞાન. એ છે પાણી જેવું.
પીએ એની તરસ છીપી જાય. પણ ફરી ફરી તરસ લાગે ખરી. અને ભૂખ તો એનાથી જરા ય ન મટે.
ચિંતાજ્ઞાન છે જિનાગમના પદાર્થોના ચિંતન-મનન સ્વરૂપ ; એને કહ્યું છે દૂધ
જેવું.
પીએ એની તૃષા છીપે... ભૂખ પણ શમે. પરંતુ ફરી ફરી ભૂખ-તરસ લાગ્યા
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૮૨
વીર ! મધુરી વાણી તારી
તો કરે જ.
ત્રીજું ભાવનાજ્ઞાન છે. આત્માની રગેરગમાં પરિણમી ગયેલું જ્ઞાન કે જે પછી જીવનના અશુભ આચારોને જોરદાર આંચકો આપીને ફેંકી દીધા વિના ઝાલ્યું રહી શકતું નથી.
માટેસ્ટો એને અમૃતની ઉપમા આપી છે. ભૂખ મટાડે તરસ છીપાવે.... સદા માટે.. ફરી કદી જાગે નહિ.
એક લાખ રૂપિયાના એક કરોડ નયા પૈસા.. કેટલો ભાર! માત્ર શ્રુતજ્ઞાન આવા ભારસ્વરૂપ છે.
એક લાખ રૂપિયાના દસ હીરા.... ભાર તો શમ્યો પણ સાચવવાનો ભય કેટલો? ચિત્તાજ્ઞાન કાંઈક આવું છે.
એક લાખ રૂપિયાની હીરાની વીંટી. આંગળી ઉપર ચડી ગયેલી. ભારનું નામ નહિ; સાચવણીની ચિંતા નહિ.
ભાવનાજ્ઞાન આવું છે.
જીવનમાં ઊતરી ગયા વિના એ જ પતું નથી. પરિત્તસંસારી ભવ્યાત્માને જ ભાવનાજ્ઞાન હોઈ શકે. આંખો તો નબળી પડી જ છે. જગતને યથાવત્ રૂપમાં જોવા માટે ભાવનાઓના ચશ્મા ચડાવવા જ રહ્યા.
ચશ્મા ચડાવીને નિહાળો જગતને! ત્રીસી જશો. નરી આંખે ન દેખાતી વિનાશિતા સર્વત્ર દેખાશે.
અશુચિના ગંજમાં દટાયેલું જગત દેખાશે, સ્વાર્થ પ્રપંચના જ ખેલો ખેલતું દેખાઈ જશે. હાથમાં હાથ મિલાવીને ચાલતા બે જીવો વચ્ચેના વિરાટ અંતર નજરે ચડી જશે.
ખરે અવસરે છટકી જતી દુનિયાની નિર્દયતા દેખાઈ જતાં અંતર નિસાસો નાંખી
દેશે.
પોતાની એકલવાયી સ્થિતિનું દર્શન થઈ જતાં આંખો રડી ઊઠશે. બીજું ય ઘણું ઘણું જોવા મળશે ભાવનાઓના ચશ્મા પહેરવથી. પછી ત્મા કો'ક ઊંડા મંથનમાં ગુમભાન થવાશે.
પ્રપંચમય વિશ્વને જુલમગાર માન્યા પછી શરણું શોધવા નીકળશે કોઈક હિતેષીનું; લગાવશે આંખે દૂરબીન તીવ્ર જિજ્ઞાસાનું અને જગતના ખૂણાઓમાં,
Page #183
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૮૩
ભૂગર્ભોમાં, દૂર દૂરના અંતરિક્ષમાં પલાઠી મારીને બેઠેલાં પરમપિતાઓ અને એમના વફાદાર સેવકો દેખાશે. દેખતાં જ શિર ઝૂકી જશે અને મન બાપોકાર કહેશે.. આ જ સત્ય છે.
સત્યનું ભાન થયું; અસત્યનું જ્ઞાન થયું. અકળઓએલો આત્મા ક્યાં સુધી ધરતીએ પગ ખોડંગી ઊભો રહે?
દોડી જ જશે ભાવના જ્ઞાનના સ્વયંભૂ બળે.
સત્ય અસત્યનું આવું જીવંત જ્ઞાન એ જ ભાવનાજ્ઞાન છે અને પછી પાંગરતી દોટ એ જ સમ્મચારિત્ર છે.
આવી દોટને “ઉત્પન્ન કરતું જ્ઞાન એ જ આ શુદ્ધ અષ્ટપુષ્પીનું આઠમું પુષ્પ છે.
શ્રુતજ્ઞાન ચિંતાજ્ઞાનને આઠમા જ્ઞાન પુષ્પની ખુરશીમાં બેસવાનો લગીરે અધિકાર નથી.
તપ અને જ્ઞાનના બે પુષ્પો જો ગુરુભક્તિના છઠા પુષ્પ સાથે ન બેસે તો પૂરબહારમાં ખીલી ઊઠીને અવશ્ય કરમાઈ જાય. એમને કદી ન કરમાતાં કરવા હોય તો ગુરુભક્તિના પુષ્પનું સાન્નિધ્ય રાખવું જ પડશે.
અજીર્ણ એ આ પુષ્પોનું મુરઝાવું ચે. તપનું સાચું અજીર્ણ અતપસ્વીઓ પ્રત્યેનો નફરતભાવ છે. ક્રોધ એ તો બાળ અજીર્ણ છે.
જ્ઞાનનું ખરેખરું અજીર્ણ અજ્ઞાની પ્રત્યેનો ધિક્કારભાવ છે. અહત્વ તો એનું બાળ (baby) સ્વરૂપ છે. તે જ તપસ્વીઓ અને જ્ઞાનીઓ પોતાના જીવનને અજીર્ણનો ભોગ ન બનવા દઈ શકે કે જેઓ ગુરુભક્ત છે.
ગુરુભક્તિ વિનાના જ્ઞાનાદિના અજીર્ણ થયા વિના રહેતાં જ નથી. થઈ ચૂકેલા અજીર્ણો ગુરુભક્તિ વિના જીર્ણ થઈ શકતાં જ નથી.
છઠા નંબરનું ગુરુભક્તિનું આ ગુરુપુષ્ય ખૂબ જ ગૌરવવંતુ પુષ્પ છે. જેમ પાછળના બે પુષ્પોની સુરક્ષા તેને આભારી છે તેમ પ્રથમના પાંચ પુષ્પોની સુરક્ષા પણ તેને જ આભારી છે.
સ્વબળે મહાવ્રતનનું પાલન કરવું એટલે ભુજબળે મહાતોફાની સાગર તરી જવો... તદ્દન અશકયપ્રાય:
અને ગુરુકૃપાના બલે મહાવ્રતોનું પાલન કરવું એટલે? ક્વીન મેરી સ્ટીમર દ્વારા તોપાની સાગરને પાર કરી જવો.. સાવ જ સરળ.
Page #184
--------------------------------------------------------------------------
________________
| |_
૧૮૪
વીર ! મધુરી વાણી તારી
સ્વબળના પુરુષાર્થમાં સલામતીનું સ્વપ્ન પણ નહિ. ગુરુબળની આધીનતામાં સલામતીની કોઈ શંકા જ નહિ. હંકારી છે નાવ કોઈ દી!
સુકાનને હાથમાં રાખીને નાવ ચલાવવામાં કેટલા બળની જરૂર! કેટલી સવધાનીની જરૂર? અને ગગનમાં વાઈ રહેલા વાયરાને અનુકૂળ બનીને સઢ ખુલ્લા મૂકી દો તો? જરૂર છે કોઈ જોરદાર બળની ભારેખમ સુકાનને કાબુમાં રાખવાની!
પણ અફસોસ! નૌકાના અને જીવન-નોકાના નાવિકો સુકાની બનવામાં જ સલામતીની ભયાનક કલ્પના કરે છે! પવનને સઢ સોંપી દેવામાં અપાર જોખમોના વાવંટોળ વીંઝાતા કહ્યું છે.
ગમે તેમ હો.... એ ભ્રાન્ત કલ્પનાઓ જ આ સંસારસાગરના અતળ ઊંડાણે કાંઈકને બેસાડી દીધા. સુકાની બેઠા, એમના વિશ્વાસે નાવડીમાં બેસનારા ય બેઠા..
પાંચ મહાવ્રતોના પાંચ પુષ્પો અને તપ-જ્ઞાનના બે પુષ્પોની વચ્ચે ગુરુભક્તિ પુષ્પ મૂકીને આચાર્ય ભગવાન્ હરિભદ્રસૂરિજીએ કમાલ કરી નાંખી છે. જોઈ લો દહેલીનો દીપ ઊંબરે પડેલો!
દહેલીમાં ય પ્રકાશ કરી મૂકે ! ઓસરીમાં ય પ્રકાશ ફેલાવી મૂકે !
ગુરુભક્તિના ગુણની પાછળ તો એક વિરાટ બળ ખડું થાય છે ગુણોનું! મોહની પાંચમી કતારિયા પ્રવૃત્તિને જબ્બે કરી દેવા માટે એ એક જ શક્તિ સમર્થ છે.
જગજ્જનની કરુણાના પુત્રશા પરમાત્મશાસનને અવિચ્છિન્ન રીતે આગળ ધપાવનાર પણ આ જ શક્તિ છે.
ગુરુભક્તિથી નિષ્પન્ન થતી વિરાટશક્તિ તો મા-ધરતી છે. એમાં સહેજ પણ ધ્રુજારો થાય તો નિર્ભયતા ગુણોના વિરાટ વૃક્ષો, નાનકડા છોડવાઓ, ગાંભીર્યના સાગરો, સહિષ્ણુતાના પર્વતા, શાસનની સ્થાવર સંપત્તિસ્વરૂપ ઈમારતો બધું ય ધ્રૂજી ઊઠે! ધરતી ઉપર ઢળી પડે.
અધ્યાત્મની દુનિયાના પુણ્યકાળનું સ્વરૂપ આવું જ કહી શકાય.
વધુ ચિંતનમાં ઊતરવું નથી. ફરીથી મારું લખેલું ગુરુમાતા’ પુસ્તક જોઈ લેવાની ભલામણ કરી લઉં છું.
પાંચમહાવ્રતો સ્વરૂપ પાંચ પુષ્પોના મુનિજીવનના ત્રણ મૂળિયા સ્વરૂપ છે : ગુરુભક્તિ, તપ અને જ્ઞાન.
મૂળ વિના પુષ્પોની તો વાત જ ક્યાંથી હોય?
Page #185
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૮૫
પરંતુ શરીરના બળ વિના ગુરુભક્તિ અશક્ય બની જાય છે ત્યારે કરવું શું? જોરદાર મનોબળ વિના તપ પણ જીવનમાં ઊતરતો નથી ત્યારે કરવું શું? અપૂર્વ ક્ષયોપશમ વિના જ્ઞાન પણ ચડતું નથી ત્યારે કરવું શું?
જેઓ ગુરુભક્ત નથી બની શકતા, તપસ્વી કે જ્ઞાની નથી થઈ શકતા... તે મુનિઓ પંચમહાવ્રતોના પાલનમાં નિષ્ફળ જ જતાં રહે શું?
આનો ઉત્તર નકારમાં છે. અશક્તિના કારણે જે અ-ગુરુભક્ત, અ-તપસ્વી કે અજ્ઞાની છે તેનું અંતર જો ગુરુભક્ત, તપસ્વી કે જ્ઞાની બનવાનું જ વલણ ધરાવતું હોય તો પાંચમહાવ્રતોના પાલનમાં તે અવશ્ય પાર ઊતરી જાય.
શી રીતે એના વલણની ખબર પડે એમ પૂછો છો? સહુ તેવા વલણના સભાવની જ વાતો કરે એટલે નિર્ણય શી રીતે કરવો એ મુશ્કેલી છેને ?
સાંભળો ત્યારે. ભક્તિ આદિ ગુણપ્રાપ્તિના વલણવાળામાં ગુરુભક્તિ ન હોય તો ય ગુરુબહુમાન (માનસિક) અવશ્ય હોય. વાતે વાતે ગુરુને તે યાદ તો કરતો જ હોય.
તપ ન હોય તો ય જીવનમાં વધુ ને વધુ ત્યાગ તો હોય જ. જરા જરામાં ત્યાગના અભિગ્રહો કરવા તે ઉત્સુક થઈ જતો જ હોય.
જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય તો ય જ્ઞાનપ્રાપ્તિના ઉદ્યમ તો અત્યંત જોરદાર હોય જ. સમય મળતાં જ સ્વાધ્યાયના યોગમાં ચાલ્યો જ જાય.
આમ એક આત્મા ભક્ત તપસ્વી અને જ્ઞાની ન હોય તે પણ મહાવ્રતો સફળ આરાધન કરી શકશે; જો બહુમાની, ત્યાગી અને જ્ઞાનોદ્યમી હશે તો. આનાથી ઓછું તો ન જ ચલાવી શકાય. જેનામાં છેવ. ટની આ ત્રણ ચીજો પણ નથી તેના પાંચ મહાવ્રતોના પુષ્પ ક્યારે કરમાઈ જાય તે કહી શકાય નહિ.
ગુરુબહુમાની, ત્યાગી અને જ્ઞાનોદ્યમીના મહાવ્રતો ક્યારેય પણ કરમાય જ નહિ.
આમાંના એક પણ ગુષ્ણ અભાવવાળા મહાવ્રતો ગમે ત્યારે કરમાઈ ગયા વિના રહે જ નહિ.
શુદ્ધ-અષ્ટપુષ્મી પૂજનના આઠ પુષ્પોનું આપણે સંક્ષેપથી સ્વરૂપ નિહાળ્યું.
દેવોના સ્વામી દેવેન્દ્ર અવશ્ય સમ્યગદૃષ્ટિ હોય. સમ્યગ્દષ્ટિ આત્મા અવશ્ય મહાદેવનો ભક્ત હોય. દેવાત્માના પણ પૂજ્ય દેવને દેવાધિદે કહેવાય. કાળજી સાથે
Page #186
--------------------------------------------------------------------------
________________
IL
IL
૧૮૬
વીર ! મધુરી વાણી તારી
જેમનું જતન કર્યું છે તે ઉક્ત આઠ પુષ્પોનું કાળજાના આનંદ સાથે સમર્પણ કરવું એ જ શુદ્ધ અષ્ટપુષ્મી પૂજન કહેવાય. - દેવેન્દ્રો પણ શુદ્ધ અષ્ટપુષ્પી પૂજા કરી શકતા નથી. નારકો ય તે પૂજન માટે અયોગ્ય ઠર્યા છે. કેમકે એક પાસે સુખની ટોચ છે જ્યારે બીજા પાસે દુઃખની.
આ પૂજનનો અધિકારી માત્ર માનવ છે. તે સુખદુઃખની ટોચના છેડાઓ ઉપર બેઠો નથી.
આજ્ઞાપાલન એ જ ભક્તિઃ
દેવાધિદેવની સાચી ભક્તિ તેમની આજ્ઞાના પાલનમાં જ છે. તેમની આજ્ઞા છે; “પાંચમહાવ્રતોને નિરતિચારપણે પાળો. તે માટે ગુરુભક્ત બનો, તપસ્વી બનો, જ્ઞાની બનો.'
ગમે તેટલા પૂજન કરો ગુલાબ પુષ્પોના. .. એનો કોી જ અર્થ નથી જો પૂજ્યની આજ્ઞા તરફ કટ્ટર પક્ષપાત ન હોય તો.
ગમે તેટલા મહોત્સવો કરો શાસનપ્રબાવનાના....પરંતુ જો તો આજ્ઞાબાહ્ય હોય તો તેનું કશું ય મૂલ્ય નથી.
ગમે તેટલા જપ જપો “અરિહંત'ના નામના, પણ જો અરિહંતની આજ્ઞા ઉપરજ પ્રેમ નથી તો તે જપ બધા ય એક પ્રકારનું ગપ્પ બની જાય છે. ધર્મ - ધાર્મિકતા?
ચોમેર નજર નાંખશું તો કાંઈક ખેદ ઉત્પન્ન કરે તેવું વાતાવરણ નજરે નથી ચડી જતું શું?
ધર્મ ઘણો થતો દેખાય છે. ધાર્મિક કોક જ દેખાય છે.
ધર્મ કરવા છતાં ધાર્મિકતા દેકાતી નથી, મંદિરની બહાર નીકળતાંની સાથે જ જાણે કોી શયતાન પ્રવેશી જતો હોય તેવી રીતનું ભાવુકાત્માનું વલણ જોવા મળે છે. રે! મંદિરમાં ય મંદિરને ન છાજે તેવું ઘણું ઘણું જોવા નથી મળતું શું? ધર્મ તો ધાર્મિકોથી જ શોભે અને સંભવે. અધાર્મિકોના હાથમાં ધર્મ જાય તો ધર્મનો નાશ જ થાય.
ધર્મ છે દાન, શીલ વગેરેનો. ધાર્મિકતા જોવા મળે છે દાનાદિધર્મોના આજ્ઞા પ્રત્યેકના કટ્ટર પક્ષપાતમાં.
Page #187
--------------------------------------------------------------------------
________________
વિર ! મધુરી વાણી તારી
૧૮૭
ધર્મ ઘણો વધ્યો. પરંતુ એ આજ્ઞા-ધર્મો પ્રત્યે પક્ષપાતનું કોઈ નામ શોધ્યું જડતું નથી.
દાન કરનારને ય તિજોરીમાં પડેલી લક્ષ્મી જ ખૂબ ગમે છે... જરા ય ખટકતી નથી.
તો શું ત્યાં દાનધર્મનો કટ્ટર પક્ષપાત ગણાય?
શીલધર્મ પાળનારાને ય ધાર્મિક કહેવાનું મન થતું નથી. કેમકે એના શીલધર્મમાં ય સીલવંતો પ્રત્યે કાજાનો નમસ્કાર જ જોવા નથી મળતો.
તપધર્મ કરનારાઓને તપસ્વી કહેવા ગમતાં નથી. અતપસ્વીઓ પ્રત્યેનો તેમનો ધિક્કારભર્યો ભાવ જોઈને. ધર્મ વેદ અને જિનાજ્ઞાના પ્રેમની ધાર્મિકતા ઘટતી જાય એ કેટલું દુઃખદ ગણાય!
ધર્મ ધડ છે. જિનાજ્ઞા પ્રેમ માથું ચે. મસ્તક વિનાના ધડના આકર્ષણ શા? મૂલ્ય શા? જ્યાં આજ્ઞાનો પ્રેમ નથી, આજ્ઞાની વિરાધના જ છે ત્યાં થતાં ધર્મના ગુણ ગાવાજેવા ગણાય કે કેમ તે એક પ્રશ્ન છે.
રે! ધર્મ, આજ્ઞામાં કહ્યો છે. અહિંસાદિમાં નહિ.
અધર્મ અવજ્ઞામાં કહ્યો છે, હિંસાદિમાં નહિ. તો પછી ધર્માર્થી આત્માઓએ જીવનમાં આજ્ઞાપ્રેમ અને વિજ્ઞા-તિરસ્કાર કેટલો કેળવવો જોઈએ?
લાખો લોકોને દાનાદિધર્મથી વાસિત કરી દેનારો આત્મા પણ જો આજ્ઞાનો પ્રેમી નથી તો તેને પરોપકાર કરનારો કહેવાતો નથી. એના નિમિત્તે લાખો આત્મા ઉપર ઉપકાર થઈ જાય છે એટલું જ.
અને એક મુમુક્ષુ આજ્ઞાને વફાદાર છે, શક્ય એટલું સઘળું આજ્ઞાપાલનનું જીવન જીવે છે. પણ પુણ્યની અલ્પતાને કારણે પરોપકારનો ધર્મ આચરી શકતો નથી છતાં તે જ વસ્તુતઃ પરોપકાર કરનારો કહેવાય છે. તેના આજ્ઞાધીન જીવનથી કુશલાનુબંધી પુણ્યનું જે જંગી ઉત્પાદન થાય છે તે જ જન્માન્તરોમાં તેને વિપુલપુણ્યનો સ્વામી બનાવી દે છે. અગણિત પરોપકારોની હારમાળા સર્જાવે છે.
આવું આજ્ઞાધીન જીવન એ જ દેવાધિદેવનું શુદ્ધ-અષ્ટપુષ્મી પૂજન.
આ જીવન અવશ્ય મુક્તિપદ આપે. કેમકે આ આજ્ઞાધીના શુદ્ધ જીવન છે. પૂર્વોક્ત દ્રવ્યસ્નાન વગેરેમાં સંભવિત જીવહિંસાના પાપનું અહીં મિશ્રણ થતું જ નથી.
જો મુમુક્ષુની શુદ્ધિ જરાક જોર કરી જાય તો ક્ષપકશ્રેણિ જ પ્રાપ્ત થાય,
Page #188
--------------------------------------------------------------------------
________________
| |_
૧૮૮
વીર ! મધુરી વાણી તારી
શુક્લધ્યાનનો એ અગ્નિ સર્વઘાતી કર્મોને બાળી ભસ્મ કરી નાંખે. મુક્તિપદ હાથમાં આવીને પડે.
યતિઓએ તો દેવાધિદેવનું શુદ્ધાષ્ટપુષ્મી પૂજન ન કરવું જોઈએ. પેલું દ્રવ્યસ્નાનપૂર્વકનું અશુદ્ધ-અષ્ટપુષ્મી પૂજન યતિઓ માટે તો બિલકુલ ઉચિત ન ગણી શકાય.
જેજ્ઞાની છે એને મુક્તિ સિવાયનું કોઈ પણ પદ પામવાની ઝંખના જ હોતી નથી.
અન્ય પદ પામવાની જેને ઝંખના જન્મે તેને જ્ઞાની યતિ કહી શકાય નહિ. માન-સન્માનના પદોથી જ્ઞાની તો નિરપેક્ષ હોય.
ચક્રીના રાજ્ય પદ પણ જે ઈચ્છતો નથી તેને વળી ચાર છ હજારના ગુરુ બનવાના માન-સન્માન પદની તો પરવા હોય જ શેની?
એવા પદ માટે જરૂરી પુણ્ય માટે તેમનો પ્રયત્ન જ ન હોય. પુણ્યના પણ નાશને લક્ષમાં રમાડતાં યતિને પુણ્યાઈના ચમકારાની અંજામણ શેની?
નિર્વાણપદ એક જ લક્ષ ! નિર્વાણપદનો એક જ પક્ષ!
આવા નિર્વાણેચ્છને તો શુદ્ધાષ્ટપુષ્મી પૂજન સિવાય બીજું કોઈ પૂજન સંભવી શકે નહિ. સદા ચાલતાં પૂજનની આ યાત્રામાં મહાલતા યતિને બીજી કોઈ યાત્રાની કામના ય ન હોય. હા. શુદ્ધ પૂજન માટે એ બધું કરે. તીર્થની યાત્રા ય કરે અને ઔષધિની માત્રા પણ લે. પરંતુ જ્યાં એ પૂજન નથી ત્યાં તો એ કશું જ ન ઈચ્છે.
Page #189
--------------------------------------------------------------------------
________________
વીર મધુરી વાણી તારી
મ મુકી તલ
૧૦
૧૮૯
(૪) કારિકા અષ્ટક
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૯૦
વીર ! મધુરી વાણી તારી
સંક્ષિપ્તાર્થ શ્લોકાનુવાદ कर्मेन्ध्नं समाश्रित्य दढा सद्भावनाऽडहूतिः।
धर्मध्यानाग्निना कार्या दीक्षितेनाग्निकारिका ।।१।। દીક્ષિત આત્માએ એ જ અગ્નિકારિકા આચરવી જોઈએ જેમાં (૧) કર્મનું ઈન્જન હોય, (૨) સદ્ભાવનાની જોરદાર આહૂતિ આપવાની હોય અને (૩) ધર્મ શુક્લ ધ્યાનનો અગ્નિ હોય.
दीक्षा मोक्षार्थमाख्याता ज्ञानघ्यानफलं स च। शास्त्र उक्तो यत: सूत्रं शिव धर्मोत्तरे ह्यदः ||૨|| पूजया विपुलं राज्यमग्निकार्येण सम्पदः।
तप: पापविशुद्धयर्थ ज्ञानं ध्यानं च मुक्तिदम् Tીરૂ II દીક્ષિતની દીક્ષા માત્ર મોક્ષ પ્રાપ્તિ માટે છે. આ મોક્ષ પ્રાપ્તિને શાસ્ત્રમાં જ્ઞાન અને ધ્યાનનું ફળ કહ્યું છે. શેવધર્મમાં એવું વિધાન છે કે (સાવદ્ય) પૂજાથી વિપુલ રાજ્યની પ્રાપ્તિ થાય છે અને (દ્રવ્ય) અગ્નિકારિકાથી સમ્પત્તિ પ્રાપ્ત થાય છે. જે તપ છે તે પાપોની શુદ્ધિ કરે છે અને જ્ઞાન ધ્યાન મોક્ષપદ આપે છે.
पापं च राज्यसम्पत्सु सम्भवत्यनघं ततः ।
न तद्वत्वोरुपादानमिति सम्यग्विचिन्त्यतात्म् ।।४।। દ્રવ્યપૂજન અને અગ્નિકારિકાથી પ્રાપ્ત થતાં રાજ્ય અને વૈભવોમાં પુષ્કળ પાપો થાય છે માટે દીક્ષિત આત્માએ રાજ્ય અને વૈભવો પ્રાપ્ત કરવા માટે દ્રવ્યપૂજન કે અગ્નિકારિકાનો આશ્રય લેવો : જોઈએ નહિ. આ વાત સહએ સારી રીતે વિચારવી.
विशुद्धिश्चास्य तपसा न तु दानादिनैव यत् । तदियं नान्यथा युक्ता तथा चोक्तं महात्मना ।।५।। धमर्थि यस्य वित्तहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्
|૬ IT કદાચ કોઈ કહે છે. રાજ્યાદિવેભવોથી થતાં પાપોને રાજ્યાદિસંપત્તિના દાનાદિથી ધોઈ શકાય છે. તો આ વાત બરોબર નથી. પાપની શુદ્ધિ તો તપથી જ થાય, દાનાદિથી નહિ.
એટલે દીક્ષિત માટે દ્રવ્યાગ્નિકારિકા બિલકુલ ઉચિત નથી. હા. એનઆ કરતાં તદ્દન જુદી જાતની ભાવ-અગ્નિકારિકા જ દીક્ષિત માટે ઉચિત છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
ના
વીર ! મધુરી વાણી તારી
મહાત્મા વ્યાસે મહાભારતના વનપર્વના બીજા અધ્યાયમાં કહ્યું છે કે ધર્મ કરવા માટે જેને ધનોપાર્જનના પરિગ્રહનું પાપ કરવાની ઈચ્છા થાય છે તેણે તે ઈચ્છા જ ન કરવી સારી. ભલે ધર્મ પણ ન થાય.
કાદવમાં પડીને સ્નાન કરવા કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો સારો.
मोक्षाध्वसेवया चैता: प्राय: शुभतरा भुवि ।
जायन्ते ह्यनपायिन्य इयं सच्छास्रसंस्थितिः
૧૯૧
||૭ ||
મોક્ષના માર્ગસ્વરૂપ સમ્યગ્દર્શનાદિરત્નત્રયીના કરતાં જે સંપત્તિ પ્રાપ્ત થાય છે તે પાપવૃત્તિઓ જગતની ન હોવાથી આ જગતની વધુ સારી સંપત્તિ કહેવાય. અવિસંવાદી શસ્ત્રોની આ સ્થિર ઉક્તિ છે.
इष्टापूर्स नमक्षाङ्ग सकामस्योपवर्णितम्। अकामस्य पुनर्मोक्ता सैव न्याय्याग्निकारिका
યજ્ઞયાગાદિ ઈષ્ટકર્મો અને વાપી, કૂપ, તળાવાદિ ખોદાવવાની પ્રવૃત્તિસ્વરૂપ પૂર્ણ કર્મો - આ બે ય સાંસારિક સુખની કામનાવાળા હોવાથી મોક્ષપદ આપી શકતા નથી. જે દીક્ષિત નિષ્કામ છે એણે તો પૂર્વે કહેવા ભાવ-અગ્નિકારિકા જ આચરવી જોઈએ.
||||
Page #192
--------------------------------------------------------------------------
________________
| |_
૧૯૨
વીર મધુરી વાણી તારી
વિવેચના: દ્રવ્ય અગ્નિકારકિાનું સ્વરૂપઃ
સદ્ધર્મને નહિ પામેલા લોકો પૂજા કર્યા બાદ અગ્નિકારિકા (યજ્ઞ) કરે છે.
આપણે સાચું પૂજન શું તે સમજ્યા, હવે વાસ્તવ અગ્નિકારિકા કોને કહેવાય તે જોઈએ.
અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે આ વિચાર સંસારત્યાગી આત્માઓને અનુલક્ષીને આપણે કરવાનો છે. જેમણે સંસાર ત્યાગ્યો, ભગવા ધારણ કર્યા તે દીક્ષિત લોકો લૌકિક અગ્નિકારિકા કરતા હોય તો તે બરોબર છે કે નહિ? વસ્તુતઃ લોક ભાવનાનો ત્યાગ કર્યા પછી લોકિક અગ્નિકારિકા ઉચિત ગણાય નહિ. એવા ત્યાગી આત્માઓએ તો લોકોત્તર અગ્નિકારિકા જ કરવી જોઈએ.
આ લોકોત્તર અગ્નિકારિકા કેવી હોય તે આપણે જોઈએ. અગ્નિકારિકામાં મુખ્યત્વે ત્રણ વસ્તુ જોઈએ.
(૧) અગ્નિ (૨) ઈન્ધન (૩) આહૂતિ.
લોકિક અગ્નિકારિકામાં– (૧) ભડકે બળતો અગ્નિ હોય છે, (૨) લાકડાં વગેરેનું ઈન્જન હોય છે અને (૩) ઘી વગેરેની આહૂતિ હોય છે.
લોકોત્તર અગ્નિકારિકામાં (૧) ધર્મધ્યાનનો અગ્નિ હોય. (૨) કર્મનું ઈન્ધન હોય. (૩) સદ્ભાવનાની આહૂતિ હોય.
ધર્મ-શુક્લ ધ્યાનનો એક જ અગ્નિ એવો છે જે કર્મના ઈન્ધનને ઊભા ને ઊભા સળગાવી શકે. જગતમાં સળગાવી મારવા જેવી ચીજ જો કોઈ હોય તો તે માત્ર કર્મનું ઈન્જન છે. અને એને સળગાવી શકનાર જો કોઈ અગ્નિ હોય તો તે માત્ર ધ્યાનાગ્નિ છે. એની સાથે સાથે એ વાત પણ સમજી લેવી જોઈએ કે ધ્યાનાગ્નિને વારંવાર ભડકે જલતો રાખવા માટે આહૂતિ પણ જઈએ. એવી કોઈ જગતમાં આહૂતિ હોય તો તે માત્ર સદ્ભાવના છે. અનિત્યાદિ ભાવનાઓનું આગ-બળ :
બુઝાતા અગ્નિને ભડકો દે અને ભડકે જલતા અગ્નિની વાળાને આસમાને અંબાવી દે એવી આહૂતિ સદ્ભાવનાઓની છે. ધર્માદિનું ધ્યાન એ ભાવ છે. જ્યારે અનિત્યાદિ ભાવના છે..
Page #193
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૯૩
ભાવ એ સત્યયોપશમસ્વરૂપ છે. ભાવ એ ચિંતનરૂપ છે. ચિત્તને ભાવનાના પુટ જેમ વધુ અપાય તેમ ચિત્તાત્મા ભાવિત થાય. ભાવાત્મક સ્વરૂપ ધ્યાન પકડતું જાય. આહૂતિસ્વરૂપ ભાવનામાત્રથી કર્મો જલતાં નથી.
કમોના ઈન્જન તો જલશે ધ્યાનના અગ્નિથી જ. પરંતુ ધ્યાનાગ્નિ પૂરા સ્વરૂપમાં ખીલશે તો ભાવનાઓની આહૂતિથી જ.
એટલે જો કર્મના ઈન્જનને જલાવી મારવાનું સાધ્ય આંબવું હોય તો ધ્યાનઅગ્નિ વિના નહિ જ ચાલે. અને ધ્યાનાગ્નિને બહેકાવવા માટે સભાવનાની આહૂતિ વિના નહિ જ ચાલે.
આમ પાયાના ઇંટચૂના તરીકે સદ્ભાવના ગોઠવાય છે. જ્યારે ઈમારતના ઇંટચૂના તરીકે ધ્યાન ગોઠવાય છે.
વિશેષ મહત્ત્વકોનું? પાયાના ઇંટચૂનાનું કે ઈમારતના? બેશક દેખાશે ઈમારત, પાયો નહિ...
છતાં ઈમારતને અને તેમાં રહેનારા-ગુલાબી સુખના ભોક્તાને ટકાવી રાખે છે તો પાયો છે. માટે તેનો ઈટચૂનો જ ખૂબ મહત્ત્વની વસ્તુ છે.
આ વિચાર આપણને એ વાત કાનમાં કહી જાય છે કે જીવનમાં પ્રકાશ પામવા માટે, આત્માને વિશુદ્ધ કરવા માટે સૌપ્રથમ તો ભાવનાઓની જરૂર પડશે. જગતનું દર્શન જુદા જુદા દૃષ્ટિકોણ (angles)થી કરતાં જ રહેવું પડશે.
મ બાયોકેમિકની ૧૨ દવામાં બદા રોગોના નાશની વાત સમાઈ જાય છે. જેમ કુંડલિના ૧૨ ખાનામાં ત્રિકાળની વાતો ગોઠવાઈ જાય છે. તેમ બાર ભાવનાથી જગદર્શન કરવામાં જગતનું સંપૂર્ણ દર્શન થઈ જાય છે. જે દર્શન એકાંગી-એક તરફી છે તે જ ભયંકર છે.
સર્વાગી બનેલું દર્શન તો અત્યંત ક્ષેમકર છે. એકાંગી દર્શને જીવ મોહઘેલો બનીને ધસી જાય છે સંસાર તરફ... એને ખૂબ જ આકર્ષક, તીખા તમતમતો જોઈને.
પણ સર્વાગી દશ૪નમાં તો એ સંસારના એકેએક પાસાંને એ જોઈ નાંખે છે. એમ થતાં એક સિવાયના બધા ય પાસામાં વિનાશિતા, છલ-પ્રપંચ, અશુચિ, પરાધીનતા વગેરેની બદબૂ જ વછૂટતી જાણવા મળે છે. પછી જીવાત્મા જીવ લઈને ત્યાંથી નાસી ન છૂટે તો કરે ય શું?
Page #194
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
બાર ભાવના સર્વાંગી દર્શનની જનેતા છે. ધર્મ-શુક્લ ધ્યાનની ભૂમિકાએ જવા માટે તો જગતના એકાંગી દર્શનથી કલ્પાઈ ગયેલા આકર્ષણોના રાગને મંદ પાડવા જ રહ્યા. નહિ તો એ રાગ જોર કરી જાય અને ધ્યાનની ઊંચી ભૂમિકામાં બેઠેલા આત્માનો પગ ખેંચતા જ રહે.
૧૯૪
એ રાગને મંદ પાડે છે બાર ભાવનાઓનું સર્વાંગી જગદર્શન.
ધર્મધ્યાનાદિને પામવા માટે ય ભાવનાઓ, અને તૂટતાં ધર્મધ્યાનાદિને સાંધવા માટે ય ભાવનાઓ.
જ્યાં રાગ-શત્રુ માથું ઊંચકે ત્યાં જ ભાવનાનો ગોલીબારથી તેને ઠાર ક૨વો જ રહ્યો.
મૈત્ર્યાદિભાવનાઓનું જલ-બળ :
જગતનું સ્વરૂપ દર્શન કરાવીને જગતથી મુક્ત કરાવનાર જેમ બાર ભાવનાઓ છે તેમ જીવાત્માઓ સાથે સંબંધ જોડી આપનારી મૈત્ર્યાદિ ચાર ભાવનાઓ છે. બે ય એકબીજાની પૂરક છે.
જીવાત્મા સાથે મૈત્ર્યાદિન જામતા હોય તો જગદર્શન ઠગારું માની લેવું. અને જીવાત્મા સાથેના મૈત્યાદિને ઠગારા માની લેવા જો તે પછી સર્વાંગી જગદર્શન ન થતું હોય તો.
આવા વંચક સંબંધોએ જ જીવનમાં ઘણી વિષમતાઓ ઊભી કરી છે. આત્માના અનંત સુખના બંધ બારણે જ જીવને ઊભો રાખી દીધો છે.
મૈત્ર્યાદિભાવના તે જ સાચી કે જે જગતનું સર્વાંગી દર્શન કરાવીને જગતથી વિરાગ જન્માવી જાય.
જગતનું સર્વાંગી દર્શન પણ તે જ સાચું કે જે જીવમાત્ર પ્રત્યે મૈત્યાદિનો રાગભાવ જન્માવી જ જાય.
જીવરાગ જડવિરાગમાં પરિણમ્યા વિના ન રહે.
જડવિરાગ જીવરાગમાં પરિણમ્યા વિના ન રહે. ફરી કહું છું બે ય ભાવનાઓબાર અને ચાર ઃ એક બીજાની પૂરક છે.
એકબીજા વિના જીવી ન શકે તેવા એમનાં જીવન છે.
જીવાત્માના અનંત સુખનું ધનોતપનોત કાઢી નાંખનાર, એને કુત્તો બનાવીને ચાર પગે ચલાવનાર, એને ગઢો બનાવીને હોંચી-હોંચીના બૂમો પડાવનાર, એને
Page #195
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૯૫
નારક બનાવીને પળે પળે કરુણ ચિચિઆરીઓ પડાવનાર, એને દેવ બનાવીને ઈર્ષ્યાના રાક્ષસી હુતાશનમાં જીવતોને જીવતો હજારો-લાખો રે! અસંક્ય વર્ષો સુધી સળગાવ્યા જ કરનાર, એને માનવ બનાવીને સંપત્તિમાન બનાવીને ક્રૂર પાપો કરાવીને અંધિયારી નરકમાં ધોળે દહાડે નાગો ધકેલી મૂકનાર એક માત્ર કર્મ છે. એ જ શત્રુ છે.
ધર્મધ્યાનનો અગ્નિ ચેતવી દઈને, સદુભાવનાની-આહૂતિનો પ્રક્ષેપ કરી દઈને ભડભડ જલતાં એ અગ્નિમાં આ શત્રુને ઊભો ને ઊભો સળગાવી મારો... જરા પણ વિલંબ હવે કરવા જેવો નથી. જો ચૂક્યા તો જીવને એ સળગાવી જ મારશે.
આર્તધ્યાનાદિનો અગ્નિ એની પાસે તૈયાર છે, અશુભ ભાવનાઓની આહૂતિનો એણે પ્રક્ષેપ પણ કરી દીધો છે. જીવાત્મા જ્યારે જ્યારે ઝોકું ખાઈ જાય છે ત્યારે ત્યારે આ રાક્ષસ એને ઊંચકીને પકે છે અગ્નિકુંડમાં!
કાં જલાવી નાંખો! કાં તો જલવાની તૈયારી રાખો...
કર્મપિશાચના પિશાચી સ્વરૂપનો જેને ખ્યાલ આવી જાય છે, તેના કટૂવિષાકો જેની નજરે ચડી જાય છે, જિનાજ્ઞાના રામબાણ ઈલમોની જેને ખબર પડી જાય છે, અને હવે જો જરાક ચૂકે તો જગતમાં કયા કયા ખૂણે કેવી કેવી રીતે ઊભા ને ઊભા પછડાવાનું છે એ વાત પણ જેને સમજાઈ જાય છે.... તે આત્મા પળનો ય વિલંબ કરી શકતો નથી.
જલી જવા એ તૈયાર નથી. જલાવી દેવા સિવાય એ હવે ઝાલ્યો રહી શકતો નથી.
જેણે સંસાર ત્યાગ્યો તેની પાસે આ જ અપેક્ષા રાખી શકાય ને? કર્મના પૂતળા બાળો! કર્મ મુદ્દgબાદ'ના ગગનભેદી અવાજો સાથે સરઘસ કાઢો. એ સરઘસને વિરાટ સભામાં ફેરવી દઈને કર્મશત્રુનો બહિષ્કાર પુકારવાનો સર્વાનુમતે ઠરાવ કરો. જે જે રસ્તેથી એ શત્રુને પોષણ મળતું હોય તે બધા જ રસ્તા બંધ કરો, એની ચીની-તાકાતને તોડવાનો આ એક જ રસ્તો છે, આપણા માટે.
આપણી આ ચળવળમાં અનંત પરમેષ્ઠી ભગવંતોનો આપણને સંપૂર્ણ ટેકો છે. એમના અનુગ્રહનું વિરાટ બળ આપણી સાથે છે. પછી એ માઓવાદી કર્મચીનાને જબ્બે કરવામાં પાછી પાની કરવાની કશી જરૂર નથી.
હિંમતે મર્દા, મદદે ખુદા.
હવન તો આવા લોકોત્તર જ શોભે. લૌકિક હવનોમાં શું બળે? લાકડાં, ઘી અને નિરપરાધી અસંખ્ય જીવો જ ને?
Page #196
--------------------------------------------------------------------------
________________
| |_
૧૯૬
વીર ! મધુરી વાણી તારી
આપણે તો સંસારત્યાગીના હવનની વાત કરીએ છીએ. નિરપરાધીઓને સદા માટેનું અભયદાન દઈ દેનારો ત્યાગી આત્માલૌકિક હવનો કરીને એ જીવોને સળગાવી મારે એ કલ્પના પણ કેટલી ભયાનક છે?
જેણે અભય દીધાં સર્વને, એને હવે આ રીતે ભય પમાડવાનો અધિકાર જ ક્યાં રહે છે?
એનો તો અધિકાર છે હવે જાતને પણ કર્મથી અભ્ય બનાવી દેવાની સાધના કરવાનો.. એ માટે એણે લોકોત્તર અગ્નિકારિકાનાં જ શરણે જવું પડશે. સદ્ભાવનાની આહૂતિઓ દેવી પડશે અને કર્મશત્રુની વિરાટ કાયાને ભડકે જલાવી મારવી પડશે.
આ સિવાય એનું કોઈ કર્તવ્ય નથી. કર્મને દાહ દેવા સિવાયનું કોઈ પણ કાર્ય એ કરે તો કર્તવ્યભ્રષ્ટતાનું કલંક એના શિરે લાગશે.
દીક્ષિત તેને જ કહેવાય જેનાં અંતરમાં જ આગ વસતી હોય; તે કર્મશત્રુને જલાવી દેવા માટે. અને એની આંખોમાં એકલુ અમી વરસતું હોય, અમીની જ આંખો બનેલી હોય. જીવાત્માઓના અંતરમાં કર્મ-શત્રુએ ઠેર ઠેર સળગાવેલા આગના સંતાપને ઠારવાનું એક માત્ર કાર્ય આંખનું અમી કયા જ કરતું હોય.
દીક્ષિતના બે જ કામ. જલાવવાનું સ્વકર્મને; અને ઠારવાનું પરજીવનને.
દીક્ષિત! અને તે વળી જગતમાં જીવોને જલાવતી આગ ઊભી કરે? રે! લાકડાના ઈશ્વન બાળે! અને ઘી વગેરેની આહૂતિ દે! અસંભવ!
દીક્ષિત ! અને તે વળી જગતના જીવોના અંતરમાં આત્તરૌદ્રધ્યાનની આગ ઊભી કરે! શુભ કર્મના લાકડાં સળગાવે! અને અશુભબાવોની આહૂતિ દેવડાવે! અસંભવ.
કર્મનો શત્રુ તે અજાતશત્રુ! જગતમાં તેનો કોઈ શત્રુ નહિ! એને વળી આ બધી આગ શેની?
હોય દાચ એવી અગ્નિકારિકાની આગ ગૃહસ્થને ! બાળે જ છે એ જીવોને ! આવી અગ્નિકારિકામાં ય કદાચ જીવોને બાળે!
પણ સારા ગૃહસ્થની અગ્નિકારિકા પ્રશસ્ત બની જાય! એ પ્રગટાવે અગ્નિ પણ પ્રભુની દીપપૂજા કરવા માટેનો! એમાં બેશક અર્પે ઘીની આહૂતિ અને સળગાવે ધૂપ! ઉત્પન્ન કરે ધુમાડો!
Page #197
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૯૭
અધિકારી-અનધિકારી :
પણ તે પ્રશસ્ત અગ્નિકારિકા ય દીક્ષિત માટે તો અપ્રશસ્ત જ હોં! ભાવપૂજનના અધિકારીને આ દ્રવ્ય પૂજનનો અધિકાર જ નથી. અધિકારની સારામાં સારી ક્રિયા
પણ અપ્રશસ્ત બની જાય.
ખાટલે ન બેસતાં ગાદી ઉપર બેસવું; બેશક સુંદર! પરંતુ નોકર માટે તો અસુંદર જ!
જૈનેતરોમાં કહેવાય છે કે રામચન્દ્રજીએ લંકા ઉપર વિજય મેળવ્યા બાદ બધી સેનાઓ અને તેના સેનાધિપતિઓને ભોજન માટે નિયંત્રણ કરવાનો સરસેનાધિપતિને આદર્શ કયો૪. સરસેનાધિપતિએ વાનરસેનાને બાદ કરીને બાકીની બધી સેનાઓને આમંત્રણ પાઠવી દીધું.
રામચંદ્રજીને આ વાતની ખબર પડતાં તપાસ કરાવી. તેમને જાણવા મળ્યું કે સરસેનાધિપતિ એમ માને છે કે ભોજન માટે વાનરસેના લાયક નથી.
આ વાત કોઈના ગળે ન ઊતરી એટલે વાનરસેનાને આમંત્રવાની સરસેનાધિપતિને ફરજ પાડવામાં આવી.
બધી સેનાો જુદા જુદા સ્થાને ગોઠવાઈ ગઈ. વાનરો પમ ક બાજુ ગોઠવાઈ
ગયા.
ભોજન સમારંભનો આરંભ થયો.
ચોળા-લાપશીનું ભોજન હતુ. પ્રથમ તો સહુને ચોળા પીરસાયા. વાનરોને પણ પીરસાયા. લાપશી આવવાની થોડી જ વાર હતી.
ત્યાં એક બનાવ બન્યો. હરોળમાં પ્રથમ બેઠેલા એક વાનર-શિશુએ ચોળાનો એક એક દાણો હાથમાં લઈને દબાવવાની રમત કરી. દાણામાંથી ‘બી’ ઊછળીને દૂર પડયું. એની છલાંગ જોઈને ખિજાએલું બચ્ચું મનોમન બોલી ઊઠયું. ‘છલાંગ મારવાનું આટલું બધું અભિમાન! હમણાં ઉતારી નાંખુ છું'' વાનર-શિશુએ એથી પણ મોટો ઠેકડો માર્યો અને દૂર જઈને મલકાતું બેઠું.
હરોળમાં બીજા નંબરે બેઠેલા વાનરથી આ બાળની ખુમારી ન ખમાઈ. એણે એથી મોટો ઠેકડો મારીને પેલા બચ્ચાથી ય દૂર જઈને બેઠું...
બસ. પછી તો ચાલી સ્પર્ધા ઠેકડો મારવાની, એકેકથી આગળ બીજો-બીજો જવા લાગ્યો. છેલ્લે આવ્યો હનુમાનજીનો વારો, ઠેકડામારુઓની રાઈ ઉતારી નાંખવા
Page #198
--------------------------------------------------------------------------
________________
| |_
૧૯૮
વિર ! મધુરી વાણી તારી
એમણે તો “પ” કરતોકને એવો મોટો ઠેકરો માયો કે સીધા જઈને બેઠા લંકામાં!
પંગતમાં એક પણ વાનર નથી. રામચન્દ્રજી અને સરસેનાધિપતિ ફરતાં ફરતાં ત્યાં આવી ચડયા. એ ક પણ વાનરને પંગતમાં ન જોતાં રામચન્દ્રજીએ સરસેનાધિપતિની સામે આશ્ચર્ય જોયું. સસ્મિત જવાબ મળ્યો; “મહારાજ! માટે જ મેં વાનરસેનાને આમંત્રણ પાઠવ્યું ન હતું! આ જાત લંકા સળગાવી શકે પણ પંગતમાં બેસીને શિસ્તબદ્ધ ભોજન ન કરી શકે !'
એક અધિકાર પ્રાપ્ત થવાથી બધા જ અધિકારોની લાયકાત આવી જતી નથી.
હળથી ખેતર ખેડવાનો અધિકાર પ્રાપ્ત કરનારો ખેડૂત ભારતના વડાપ્રધાનની ખુરશી ઉપર બેસી જવા માટે તદ્દન નાલાયક છે.
ભારતના વડા પ્રધાન પણ ખેતર ખેડવાના કામ માટે એટલા જ નાલાયક છે. પ્રસ્તુતમાં પણ ગૃહસ્થોના દ્રવ્યાગ્નિકારિકાના અધિકારને દીડિતો પામી ન શકે. અને દીક્ષિતોના ભાવાગ્નિકારિકાના અધિકારને ગૃહસ્થો અમલમાં મૂકી દે અને પોતાનો દ્રવ્યાગ્નિકારિકાનો અધિકાર જતો કરે તે ય ન ચાલે.
છતાં જો કોઈ દીક્ષિત દ્રવ્યાગ્નિકારિકાનો જ આગ્રહી હોય તો ભલે તેમ હો... પરંતુ પછી તેને દીક્ષિત તો ન જ કહેવાય. એણે પોતાને ગૃહસ્થ જ કહેવડાવવો જોઈએ અથવા ગૃહસ્થતુલ્ય કહે વડાવવાં જોઈએ. જ્ઞાનધ્યાનનું - ફળ મોક્ષ
જિનાગમોમાં આ વિધાન છે એમ નથી પર સિદ્ધાંતોમાં પણ આ જ વાત કહી
દીક્ષા-સંસારપરિત્યાગની ક્રિયા - એ સર્વકર્મના વિનાશ માટે જ સઘળા તત્ત્વચિંતકોએ કહી છે. આવા કર્મ મોક્ષના સાધ્યનું સાધન શું? તેની વિચારણા કરતાં તેઓએ જ્ઞાન અને શુભ ધ્યાનને જ કહ્યું છે. દ્રવ્યાગ્નિકારિકાને મોક્ષનું સાધન કોઈએ કહ્યું નથી. બેશક મોક્ષનું સાધ્ય અતીન્દ્રિય છે માટે તેનું સાધન પણ આપણે ન શોધી શકીએ; પરંતુ અતીન્દિરય પદાર્થોની વાતોમાં આગમશાસ્ત્રો જ પ્રમાણભૂત મનાય ચે અને તે આગમોમાં મોક્ષના સાધન તરીકે જ્ઞાન અને ધ્યાનને જ કહ્યા છે.
જ્ઞાન-ધ્યાનનું ફળ સર્વકર્મ મોક્ષ જ છે. સર્વકર્મક્ષય માટે જ્ઞાન-ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સર્વ મોક્ષવાદીઓ મોક્ષાદિ અતીન્દ્રિય પદાર્થો માટે જે આગમને પ્રમાણભૂત
Page #199
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૧૯૯
માને છે તે આગમમાં જ આ વાત કહી છે કે મોક્ષ પાનધ્યાનથી જ મળે.
જો કે બૌદ્ધો જ્ઞાનધ્યાનફળ સ્વરૂપ કર્મમોક્ષ સ્વીકારતા નથી છતાં જ્યારે આ રીતે જૈનેતરોને માન્ય શૈવાગમમાં પણ કહ્યું છે કે જ્ઞાનધ્યાનની સાધનના ફળ તરીકે મોક્ષ જ પ્રાપ્ત થાય છે. એટલે જેમણે કર્મ મોક્ષ પામવો હોય તેમણે જ્ઞાનધ્યાનની જ સાધના કરવી જોઈએ. જ્ઞાનનું ફળ ધ્યાનસ્વરૂપ ભાવ-અગ્નિકારિકા છે. આ ભાવ અગ્નિકારિકા જ મોક્ષાર્થી આત્માએ સેવવી જોઈએ. જીવોનો ઉપમર્દ કરતી દ્રવ્યાગ્નિકારિકા દીક્ષિત આત્માઓએ કરવી જોઈએ નહિ. અગ્નિકારિકાથી રાજ્યાદિભોગ પ્રાપ્તિ
એ શેવાગમમાં કહ્યું છે કે દેવતાની પુષ્પાદિપૂજા કરવાથી વિપુલ રાજ્ય પ્રાપ્ત થાય છે, દ્રવ્ય અગ્નિકારિકાથી વિપુલ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આમ આ બેય ક્રિયાઓથી આત્મા ઉપર પુણ્ય કર્મનો બંધ થાય છે. પરંતુ પાપકર્મનો ક્ષય થતો નથી.
મુખ્યત્વે પાપકર્મનો નાશ તો તપથી થાય છે, તથા જ્ઞાન અને ધ્યાનથી સર્વકર્મક્ષયરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે.
એટલે સર્વકર્મ મોક્ષ માટે જ લેવાતી દીક્ષા લીધા પછી દીક્ષિત આત્માએ તો સર્વકર્મમોક્ષનું જ સાધન પકડવું જોઈએ. પરંતુ પુણ્યકર્મના બંધન દ્વારા વિપુલ રાજ્ય કે સમૃદ્ધિનો સંસાર જે મેળવી આપે તેવા અપ્રશસ્ત પુષ્પાદિપૂજન કે દ્રવ્યાગ્નિકારિકાને તો સ્પર્શવા પણ ન જોઈએ.
વળી એ પુષ્પાદિપૂજન અને દ્રવ્યાગ્નિકારિકાથી જન્માન્તરમાં જે રાજ્ય અને સમૃદ્ધિ મળે છે. તે રાજ્યસમૃદ્ધિ પણ પાપ જ કરાવનારી બને છે. એટલે એવા પુષ્પાદિપૂજન વગેરેને નિરવદ્ય કેમ કહી શકાય?
રાજ્યસમૃદ્ધિ પામવાના હેતુથી કરાતા એ પુષ્પપૂજનાદિને પ્રશ્ન કેમ કહી શકાય?
આમ પૂજા અને અગ્નિકારિકા પાપજનક બનીને પાપસ્વરૂપ બની જાય છે. આ વાત ખૂબ જ સારી રીતે વિચારવી જોઈએ | મુમુક્ષુઓ તો અવશ્ય વિચારક હોવા જોઈએ. અહીં એક વાતનો ખ્યાલ રાખવો કે પરમતના પુષ્પપૂજન અને દીપાદિપૂજન બે ય.જેમ પાપસ્વરૂપ બની જાય છે તેમ શ્રાવકના જૈનસિદ્ધાન્તોક્તવિધિપૂર્વકના પૂજન વગેરે પાપ સ્વરૂપ નથી બનતા. બે
Page #200
--------------------------------------------------------------------------
________________
૨૦૦
વીર ! મધુરી વાણી તારી
ય માં જીવહિંસા હોવા છતાં આ તફાવત હોવાનું કારણ એ છે કે બે ય ના ઉદ્દેશો ભિન્ન ભિન્ન છે.
પૂજનથી રાજ્યપ્રાપ્તિ અને અગ્નિકારિકાથી સાંસારિક સમૃદ્ધિની પ્રાપ્તિ પરમત માને છે. અને જ્ઞાનધ્યાનથી મોક્ષ માને ચે. આમ મોક્ષના જ ઉદ્દેશથી જેમ જ્ઞાન ધ્યાન કરવાનું કહ્યું તેમ તેજ મોક્ષોદ્દેશથી પૂજાદિવિધાન કર્યું નથી. સહુનું એક જ લક્ષ્ય મોક્ષ
જ્યારે જિનમતમાં જેમ જ્ઞાનધ્યાનને મોક્ષોદ્દેશથી કરવાના કહ્યા છે તેમ શ્રાવકને પુષ્પ પૂજનાદિ પણ મોક્ષના જ ઉદ્દેશથી કરવાના કહ્યા છે.
આમ એક જ ઉદ્દેશ અબાધિત રહેવાના કારણે જ શ્રાવકની પૂજનાદિ પ્રવૃત્તિને પણ ઉપાદેય કહી શકાય.
રાજમાર્ગથી ચાલ્યો જતો એક માણસ જો એ રસ્તે ખૂબ કાદવ જુએ અને તેથી તે માર્ગમાંથી ફંટાતા એક બીજા માર્ગે ઊતરી જઈને... આગળ ચાલતો... ફરી તે રાજમાર્ગ ઉપર આવી જાય તો તેનું બીજા ફંટાતા માર્ગે જવાનું પણ ઉપાદેય ગણાય. કેમકે બીજા માર્ગે જવા છતાં તેના દ્વારા તેનો ઉદ્દેશ તો ફરી પાછો રાજમાર્ગને જ પકડી લેવાનો છે. આમ ઉદ્દેશ ન કરે તો પ્રવૃત્તિ ફરતાં તે અપવાદપ્રવૃત્તિ ભલે કહેવાય પરંતુ તેને ઉચિત જ ગણાય.
હા, રાજમાર્ગને છોડીને એવા જ બીજા કોઈ ફંટાતા માર્ગે એ માણસ જા કે જ્યાં આગળ વધતાં વધતાં કોઈ બીજા જ ગામે પહોંચી જવાનું બને. તો તે બીજા માર્ગે જવાનું ગમન ઉચિત ન ગણાય. કેમકે ત્યાં ઉદ્દેશ ફરી જાય છે.
પ્રસ્તુતમાં જિનમતાનુયાયી શ્રાવકો જે પુષ્પપૂજનાદિના આડમાર્ગે ફંટાયા છે તે સાધુજીવનના રાજમાર્ગે ચાલી શકવાની અશક્તિના કારણે જ ફંટાયા છે. તેમનો ઉદ્દેશ તો તે સાધુ જીવનના રાજમાર્ગને જ પામવાનો છે. આથી જ તેમની પુષ્પપૂજનાદિ પ્રવૃત્તિ ઉફાદેય બની રહે છે.
આથી તદ્દન વિપરીત પરમતના પુષ્પપૂજનાદિમાં છે. ત્યાં જ્ઞાનધ્યાનનો ઉદ્દેશ મોક્ષ જ છે પરંતુ પૂજનાદિનો ઉદ્દેશ-એ મોક્ષથી તદ્દન વિરુદ્ધ દિશામાં ચાલ્યો જતો સ્વગાદિનો સંસાર છે.
જ્યાં ઉદ્દેશનો ભેડ પડયો ત્યાં માર્ગ ન રહ્યો. એને ઉન્માર્ગ જ કહેવાય. ઉદ્દેશની એકતા જળવાઈ રહે ત્યારે જ અપવાદને માર્ગ કહેવાય છે. ભલે પછી
Page #201
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૨૦૧
તે આડારસ્તે ફંટાવારૂપ હલકો' ગણાતો હોય –તેનું મહત્ત્વ નથી. માર્ગ જ મુખ્ય વસ્તુ છે. કાદવે ખરડાઈને સ્નાન કરવું છે? - પ્રદીક્ષિત આત્મા અગ્નિકારિકા કરે અને તેથી જે મિશ્રપુણ્ય બંધાય તેના પરિણામે તેને રાજ્યસમૃદ્ધિ પ્રાપ્ત થાય. અને તે રાજ્યસમૃદ્ધિ અનેક પાપો કરાવે એમ કહીને તમે જણાવ્યું કે આ રીતે પાપ કરાવવામાં નિમિત્ત બનતી અગ્નિકારિકા દીક્ષિતથી થાય નહિ.
પરંતુ અમારું કહેવું એમ છે કે જેમાં રાજ્યની સંપત્તિ પાપો કરાવે તેમ જો તે સંપત્તિનો દાનાદિધર્મો દ્વારા સદુપયોગ પણ કરી લેવામાં આવે તો બંધાયેલા પાપોની શુદ્ધિ પણ ત્યાં ને ત્યાં જ તે જ ભાવમાં થઈ જાય ને?
ઉત્તર : અગ્નિકારિકાના ધર્મની દવા લેવા જતાં ઉત્પન્ન થયેલા પાપના રોગના “રીએકશન’ને ટાળવા હવે દાનાદિની બીજી દવા લેવાની તમે વાત કરો છો કેમ વારું?
દવાથી પણ રોગ (Drug disease) ઉત્પન્ન થાય. અને રોગને ઉત્પન્ન કરતી વસ્તુને દવા કહેવાય?
ખેર....
વાત એમ છે કે અગ્નિકારિકાની અંદર થતી જીવહિંસા તરફનો નિષ્કમ્પનિરપેક્ષભાવ જ એ ધર્મથી પ્રાપ્ત થતી પુણ્યની રાજ્યસંપત્તિને પાપમાર્ગે ઢસડી જવા પ્રેરે છે.
ધર્મોમાં થતાં પાપ પ્રત્યે જો તીવ્ર નફરત હોય અને એવા નફરતના ભાવ સાતે જો તે પાપ થતું હોય તો તેવા નબળા-દૂબળા પાપની એવી કોઈ તાકાત જ નથી રહેતી કે જે ધર્મે આપેલા રાજ્યાદિભેદો દ્વારા-પાપો કરાવે!
સમ્યદૃષ્ટિ આત્માઓને સંસારના પણ જે પાપ કરવા પડે છે તે પાપો પણ સકમ્પવૃત્તિ સાતેના હોવાથી નિરનુબંધ બની જાય છે. એટલું જ નહિ પરંતુ કાંતાદૃષ્ટિને પામેલા સમ્યગ્દષ્ટિ આત્માઓનું આક્ષેપકજ્ઞાન તો એટલું બધું બળવાન હોય છે કે તેઓ સંસારના વિષયસુખોના ભોગવટાના પાપ કરીને ય પાપકર્મોની ધૂમ નિર્જરા કરે છે. હવે જ્યારે આ રીતે સંસારના ભોગવટાના પાપો પણ કર્મક્ષયનું કારણ બની જાય ત્યારે જિનપૂજનાદિ ધર્મ કરતાં થઈ જતી જીવહિંસાના પાપો તો એમને જાણે અડી પણ શકતા નથી. એટલે ધર્મ કરતાં થઈ જતાં પાપોની એ તાકાત
Page #202
--------------------------------------------------------------------------
________________
૨૦૨
વીર ! મધુરી વાણી તારી
જ નથી કે તે પાપોથી થતાં કર્મબંધને કારણે ધર્મથી મળતા રાજ્યાદિ ભોગોમાં જીવ પાપો કરવા લાગી જાય. પરંતુ આ વાત સમ્યગ્દષ્ટિ આત્માને માટે જ સંભવિત
છે.
- મિથ્યાષ્ટિ આત્માની પાપ પ્રવૃત્તિ સકમ્પ સંભવતી નથી. પાપને પાપ માનવા ય તે તૈયાર હોતો નથી. ધર્મણાં થતાં પાપને તો તે એકાંતે ધર્મ જ માનતો હોય છે.
બેશક આવા આત્માઓના તે પાપ તો રાજ્યાદિભોગોમાં ભાન ભુલાવી દઈને અઢળક પાપોનું જંગી ઉત્પાદન કરે જ એમાં કશી નવાઈ નથી. એટલું જ નહિ પણ મિથ્યાષ્ટિ ત્માઓના તો ધર્મો પણ પાપના કાર્ય કરનારા બની જાય છે.
એક પુણ્યશાલી આત્માની ડાહી અને ગાંડી બધી જ જાતની પ્રવૃત્તિ વાહવાહનો જ વરસાદ વરસાવે, એની ઘેલી પ્રવૃત્તિમાં ય લોકો તાળીઓ બજાવે અને માનસન્માન આપે. અને નિપુણ્યકની સારામાં સારી બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ પણ લોકોમાં નિંદાપાત્ર થાય છે.
પુણ્યવાનનું બધું જ વખાણાય છે. ગાંડું-ઘેલું પણ.
નિષપુણ્યકનું બધું જ વખોડાય છે. બુદ્ધિપૂર્વકનું આયોજન પણ. આવું જ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાષ્ટિ આત્માનું છે. | વિશિષ્ટ સમ્યગુદૃષ્ટિના ધર્મો અને પાપો-બધા ય કર્મક્ષય કરે. મિથ્યાદૃષ્ટિના પાપો અને ધર્મો-બધાય કર્મબંધ કરે.
પ્રસ્તુતમાં લૌકિક ધર્મોમાં ઘેલા બનેલા મિથ્યાદષ્ટિ સંસારત્યાગી (દીક્ષિત)ના અગ્નિકારિકાના ધર્મની આપણે વિચારણા કરીએ છીએ. એનો આ ધર્મ નિષ્કમ્પ જીવહિંસાવાળો એ માટે ધર્મથી પ્રાપ્ત થતાં રાજ્યાદિભોગો એને પાપ જ કરાવનારા બની રહે છે. આવા આત્માઓને અસલમાં તો વિશુદ્ધ દાનાદિ ધર્મો કરવાનો ભાવ જ જાગે નહિ. એટલે અહીં એ પ્રશ્ન જ અસ્થાને છે કે, “એ દીક્ષિત આત્માઓ દાનાદિ કરીને રાજ્યભોગોનાં પાપને ધોઈ નાખે તો કેમ?
પુણ્યથી પાપનાશ ન થાય?
પણ આ પ્રશ્નને સામાન્યત : સર્વવ્યાપી સમજીને વિચારીએ. વસ્તુસ્થિતિ એ છે કે પાપનો નાશ પુણ્ય કરવાથી થતો નથી.
લોકિક ન્યાય આનાથી બેશક વિપરીત છે, લોકોમાં તો એક શેઠના ચોપડે દસ રૂપિયા ઉધારખાતે છે. પછી પચાસ રૂપિયા જમાખાતે પડે છે. તો આ શેઠના
Page #203
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
જમાખાતાના પચાસ રૂપિયાથી ઉધારખાતાના દસ રૂપિયાની બાદબાકી થઈ જ જાય છે. શેઠ પાસે ચાલીસ રૂપિયા હાથ ઉપર છે એમ કહેવાય છે.
૨૦૩
પરંતુ ધર્મરાજના ચોપડે આવું નથી. ઉધાર ખાતે જે પાપ ખતવાઈ ગયું અને જમા ખાતે જે પુણ્ય ખતવાઈ ગયું તે બે ને પરસ્પરના સીધા છેદ ઉડાડીને નાશ કરવારૂપ કોઈ સંબંધ નથી. જમાખાતાનું પુણ્ય ઉધારખાતાના પાપને સીધું ધોઈ શકતું નથી. પુણ્ય પણ ભોગવવું રહ્યું, પાપ પણ ભોગવવું રહ્યું.
એટલે પાપનો નાશ પુણ્ય કરવાથી જ થઈ જાય એ વાત લોકોત્તર ન્યાયમાં સાપેક્ષ રીતે અસંગત બની જાય છે.
પાપ એ કર્મ છે. એનાં ગંજ આત્મા ઉપર ખડકાયા.
આમ આત્મા ઉપર તો કર્મનો નાશ થવાને બદલે કર્મનો વધારો જ થયો.
પાપનાશ તપ અને સંયમથી જ :
પાપના પ્રતિપક્ષી બે જ યોદ્ધા છે. તપ અને સંયમ. તપ-યોદ્ધો બંધાએલા પાપકર્મોનો નાશ કરે છે. સંયમ-યોદ્ધો નવા પાપકર્મને બંધાવવા દેતો નથી. આમ પાપના સીધા દુશ્મન તપ-સંયમ જ છે. હા, પરંપરા તો પુણ્યને પણ પાપનો નાશક કહી શકાય. પુણ્યથી સુજન્મ, સુદેવાદિની જે સામગ્રી પ્રાપ્ત થાય તે સામગ્રી દ્વારા તપ-સંયમની આરાધના પ્રાપ્ત થાય. અને એ આરાધના જ પાપનો નાશ કરે. પરંતુ આવી આરાધનાની સામગ્રી આપનાર તો પુણ્યકર્મ બન્યું માટે આ દૃષ્ટિએ પુણ્યને
પણ પાપનાશક કહી શકાય.
પરંતુ પ્રસ્તુત વિચારણામાં તો પુણ્યને પાપનાશક કહેવું કે નહિ તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
રાજા પોતાની સંપત્તિથી પાપો કરે છે, તે જ સંપત્તિથી તે રાજા દાનાદિ કરીને પુણ્ય પણ કરી લે તો તે પુણ્યથી પાપનો નાશ થાય કે નહિ એ અહીં પ્રશ્ન છે. જેનો ઉત્તર સ્પષ્ટ નકારમાં જ આવે છે.
વસ્તુતઃૠ ધર્મમાં પાપ કરનારો આત્મા એ પાપને ક૨વાની બુદ્ધિથી કદી કરતો જ નથી એથી જ એના પાપ-કર્મબંધ નિરનુબંધ થઈ જાય છે એટલે એવા પાપકર્મોને પુણ્યથી તોડવાનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી.
અને ધર્મમાં કરતાં પાપને દાનહોમાદિના પુણ્યથી ધોઈ નાંખવાની જ વૃત્તિ જેના અંતરમાં રમી રહી છે તે આત્માઓના એ પાપ અત્યંત બદ્ધમૂલ બની જાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
૨૦૪
વીર ! મધુરી વાણી તારી
એટલે એક દીક્ષિત અગ્નિકારિકાને ખૂબ જ ઉપાદેય સમજીને કરે અને જીવહત્યાના પાપોને જન્માન્તરમાં દાનાદિથી ધોઈ નાખવાની ભાવના રાખે તો તે સાચે જ તેનો આપઘાતી ભ્રમ છે.
આથી જ દીક્ષિત આત્માઓએ જીવોપમર્દ કરતી અગ્નિકારિકાને હેય સમજીને ત્યાગવી જોઈએ અને પૂર્વોક્ત ધર્માન્નિકારિકાનું અવલંબન લેવું જોઈએ.
આ વાત જૈનદર્શનને જ માન્ય છે એવું ન સમજવું. મહાભારતના રચયિતા મહાત્મા વ્યાસને પણ આ વિધાન સંમત છે. વ્યાસને મહાત્મા કહેવામાં માધ્યસ્થ હોય ને?
પ્રશ્ન : મિથ્યાદૃષ્ટિ વ્યાસને મહાત્મા કહી શકાય? મહાત્મા તો સમ્યગ્દષ્ટિ જ હોય ને?
ઉ. પરધર્મીઓ વ્યાસને મહાત્મા કહે ચે માટે આપણે પણ તેમનું અનુકરણમાત્ર કરીએ તેમાં કોઈ દોષ નથી.
આજે પણ જો કોઈ ગામના શ્રાવકને ગામના શ્રાવકને ગામના બધા લોકો મહાત્મા કહેતા હોય તો સાધુ પણ તેમને મહાત્મા કહીને બોલાવે છે. તેથી કાંઈ તે શ્રાવક મહાત્મા (સાધુ) બની જતા નથી!
કોઈ સંપ્રદાય પોતાની સાધ્વીને મહાસતી કહે છે તેથી તે સાધ્વીને શ્વેતામ્બર સાધુ પણ મહાસતી કહીને ઉદ્ધોધી શકે છે.
મહોપાધ્યાયજીએ પણ આ રીતે પતંજલિ વગેરેને “મહામુનિ' આદિ શબ્દોથી સંબોધ્યા છે. યોગદષ્ટિ સમુચ્ચયમાં આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજીએ આ હેતુથી પણ બુદ્ધાદિને યોગની ત્રીજી દૃષ્ટિની અપેક્ષાએ સર્વજ્ઞ તરીકે સંબોધ્યા છે.
આ રીતે લોકાનુવાદ કરવાથી જૈનોનું ઉદાર દિલ પ્રગટ થાય છે. એમની મધ્યસ્થતા જાહેરમાં આવે છે.
બેશક આમ કરવામાં બીજાઓને ખુશ કરવાનો કે બીજાઓમાં સારા દેખાડવાનો લગીરે પ્રયત્ન હોતો નથી પરંતુ જગતના સર્વજીવો પ્રત્યેની એકસરખી કરુણાવૃત્તિવાળા મહાપુરુષો જે કોઈ રસ્તે પણ પોતાની એ કરુણાને મૂર્તિ બનાવીને જગતના જીવોનો ઉદ્ધાર કરી શકતા હોય તે રીતને અવશ્ય અપનાવતા હોય છે. પોતાની મદ્યસ્થતા દર્શાવવાથી લોકોને એ મહાપુરુષો પ્રત્યે પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. એથી એમનું વચન આદેય બની જાય છે એમ થતાં બીજા જીવોની-પોતાથી
Page #205
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૨૦૫
દૂર જ રહેવાની કઠોરવૃત્તિનો ખડક તોડી પાડવાનું એક ભગીરથ કાર્ય ખૂબ જ સહેલાઈથી સોયની ટાંચણીથી તૂટી પડયાનો એક ભવ્ય વિજય પ્રાપ્ત થાય છે. પછી આગળ વધવાનો માર્ગ ખૂબ જ સુગમ બની જાય છે.
માદ્યચ્ય તો મહાપુરુષોની અપાર કરુણાનું એક જીવંત સ્વરૂપ છે.
જે કાલમાં આ ગુણ વિકસ્યો છે તે કાળમાં ધર્મની પ્રભાવના આસમાનને આંબી છે, અને જે કાળમાં મૈયાદિ ગુણો સંકોરી લેવામાં આવ્યા છે. એ કાળમાં ધર્મપ્રભાવનાનો પગ ધરતી ઉપરથી ઊંચકાયો જ નથી. ભલે પછી ધર્મો ઘણાં થતાં રહ્યા હોય, ધાર્મિકો ઘણા વધતા ગયા હોય.
મૈત્યાદિગુણોના યથોચિત વિકાસ વિના સાચો ધર્મ જ શક્ય નથી, ધર્મપ્રભાવનાના મહાધર્મની તો વાત જ ક્યાં રહી? અસ્તુ.
દીક્ષિત આત્મા અગ્નિકારિકા દ્વારા જન્માન્તરમાં પ્રાપ્ત થતાં રાજભોગોનાપાપો કરે અને પછી દાનાદિ ધર્મોથી ધોવાની વાત કરે તે બિલકુલ ઉચિત નથી એ વાતના પ્રાણને વ્યાસમુનિ શી રીતે રજુ કરે છે તે જોઈએ. મહાભારતનસ્વચન ધર્માર્ત યસ્ય વિત્તહાઃ
મહાભારતના વનપર્વના બીજા અધ્યાયમાં વ્યાસમુનિ કહે છે કે દાનધર્મ કરવા માટે ધન મેળવવાની ઈચ્છા કરવી અને એ ઈચ્છા બર લાવવા માટે ખેતી, વેપાર વગેરે ધંધા કરવા, એના કરતાં એવા જીવહિંસાદિપાપના ધંધા કરીને ધન મેળવવાની ઈચ્છા જ ન કરવી સારી.
વૃત્તિ છે ધર્મ કરવાની અને પ્રવૃત્તિ થાય છે પાપો કરવાની.
સામાન્યતઃ દાનધર્મ એ ધન વિના થાય નહિ. ધનોપાર્જન માટે વેપાર વગેરેના પાપધંધાઓ પણ કરવા જ પડે. આ જે પાપો ઉત્પન્ન થાય તેને ધોવામાં જ દાનાદિધર્મ ખર્ચાઈ જાય. (પરમતે સમજવું. સ્વમતે તો પાપનું ધોવાણ પુણ્યધર્મથી નથી થતું એમ પૂર્વે જ કહ્યું છે.) એટલે દાનાદિધર્મોથી આત્માના જૂના પાપો ધોવાની તો વાત જ ન રહી. માત્ર દાનધર્મ કરવા માટે ઊભા કરેલા ધનોપાર્જનના ધંધાના પાપોને દાનધર્મ ધોયા.
આ તો લાખ રૂપિયા ઉધાર લાવીને લાખ રૂપિયા કમાવાનો ધંધો કર્યો. જેનાથી ઉદારબાજુ દૂર થઈ ગઈ. પરંતુ નવું જમાખાતે તો કશું ય ન આવ્યું.
વળી આ રીતે પાપ કરીને દાનાદિ ધર્મ કરવા એના કરતાં તો પાપ જ ન કરવું
Page #206
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
સારું. પાપ ન કરવું એ પણ નિવૃત્તિસ્વરૂપ જ છે. પ્રવૃત્તિસ્વરૂપ દાનાદિધર્મ કરતાં ય ક્યારેક ચડી જાય તેવા ધનનો પરિગ્રહ ન કર્યો, ધંધામાં આરંભ-સમારંભ ન કર્યાઈત્યાદિ ધર્મો શું ભવ્ય નથી?
૨૦૬
એક માણસ છે. તેને સ્નાન કરવું છે. પણ શરીર ખાસ મિલન નથી એટલે સ્નાન કરવા પહેલાં ભેંસની જેમ તે કાદવમાં આળોટે છે. અને પછી હોંશે હોંશે સ્નાન કરે છે.
આ માણસ કેટલો બેવકૂફ ગણાય?
કોઈ પણ ડાહ્યો માણસ એની આવી સ્નાન-શુદ્ધિને આવકારે ખરો ?
સાચા બોલો કોઈ સલાહકાર હોય તો તરત તેને કહે કે કાદવમાં આળોટીને
સ્નાન કરવા કરતાં તો કાદવમાં ન આળોટયા હોત તો વધુ સારું હતું. આવી સ્નાનશુદ્ધિ તો ઉપહાસપાત્ર બની જ્યારે કાદવમાં જ આટોળ્યા ન હોત તો તે પ્રશંસાપાત્ર વાત બની જાત. ભલે પછી સ્નાનશુદ્ધિ ય ન કરી હોત. જગતમાં સર્વત્ર કાદવ લગાડીને આત્મા ધોવાના કામ નથી થતાં શું?
અંતરમાં મહત્ત્વ કોનું છે ? ધનનું કે ધર્મનું ?
જેઓ ધર્મ કરતાં ધનને જ મહત્ત્વ આપે છે એ લોકો અનીતિમાર્ગે પણ ધન કમાઈને ધર્મ કરવાની વાતને ખૂબ જ આવકારદાયક માને છે. આવા માણસો એક હાથેથી અંગ ઉપર કાદવના થેપાં મારતાં હોય છે અને બીજા હાથેથી લોટા ભરી ભરીને અંગ ઉપર પાણી રેડતા હોય છે.
દુનિયા ગાંડી છે. માટે આવા ગાંડાઓને પણ એ ડાહ્યા માને જ એમાં કોઈ આશ્ચય૪ નથી. આ બધું ય દીક્ષિત આત્માને અનુલક્ષીને કહેવાઈ રહ્યું છે એ ભૂલવું નહિ. સંસારી આત્મા માટે તો આ વિષયમાં પૂર્ણ અનેકાન્તની વિચારણા કરવી પડશે. એટલે સંસારી આત્માઓ માટે તો એમ કહેવું જ નથી કે ધન કમાઈને ધર્મ થાય જ નહિ.
વાત એટલી જ છે કે બધું જ થાય પરંતુ અંતરમાં મહત્ત્તા કોની વધુ અંકાઈ છે એ જાણ્યા પછી જ વ્યક્તિગત રીતે નિર્ણય આપી શકાય કે એના માટે શું થાય અને શું ન થાય?
જેના અંત૨માં ધર્મ જ રમે છે એવો ગૃહસ્થ માણસ વધુ ધનવાન બને તે ય સારો. એનું ધન ધર્મના માર્ગે જ જશે. એનું ધન જે જે ખાતાઓમાં જશે તેતે
Page #207
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
ખાતાઓમાં ય ધર્મના જ મહત્ત્વ વધશે. અંતરમાં ન્યાય નીતિ વગેરે ધર્મને મહત્તા આપનારો પ્રાયઃ તો અનીતિથી ધનોપાર્જન ક૨શે જ નહિ.
૨૦૭
ધર્માત્માની સકારણ અનીતિ પણ સારી.
પાપાત્માની નીતિ પણ ભૂંડી.
જગતના પાપો માટે ધનોપાર્જન જો કરવું પડતું હોય તો ધર્મો માટે પણ ધનોપાર્જન ગૃહસ્થો કેમ ન કરી શકે ? દાનધર્મ માટે જ જો કોઈ વ્યક્તિ ધન કમાવા માંગતી હોય તો તેની પણ આજે અપેક્ષાએ ખૂબ જરૂર છે.
રે! ભયંકર દુકાન પડયો છે ધનવાન ધર્માત્માઓનો! ધનવાન દાનવીરોનો ! ધર્મના પાયા મૂળમાંથી હચમચવા લાગ્યા છે. એને મજબૂત કરવા માટે જરૂરી ઈંટ ચૂનામાં જેમ સંઘના પાવિત્ર્યની ખૂબ જરૂર છે તેમ કરોડોની સંપત્તિની પણ જરૂર છે. કહેાતા જૂઠા સામ્યવાદની નહિ.
ધાર્મિક કહેવાતા કરોડપતિઓ પણ ઘણા છે. પરંતુ લગભગ બધા ય ના અંતરમાં મહત્તા તો ધનની જ અંકાયેલી જોવા મળે છે. આ બાબત ખૂબ જ ગંભીર છે, દુઃખદ છે.
ધનને મહત્ત્વ આપતાં લોકો ધર્મસ્થાનોમાં પેસી જઈને લાખોનું દાન કરી દઈને પણ દાનધર્મને ગૌરવ ન આપતાં લક્ષ્મીને જ ગૌરવવંતુ સ્થાન આપશે. ‘લક્ષ્મી ફેંકી દેવા જેવી!' એવો ભાવ એમના દાનની ક્રિયામાંથી એક પણ દેખતો માણસ વાંચી શકશે નહિ, ઉલટું, ‘લક્ષ્મી હોય તો આવા માન-પાનના કાસ્કેટ મળે' એ ભાવ વાંચશે અને લક્ષ્મીની ઉપાદેયતાનું મહાપાપ લઈને જશે.
ધન કે ધર્મ એકે ય નું મહત્ત્વ નથી. મહત્ત્વ તો છે બેમાંથી કોને અંતરમાં મહત્ત્વનું સ્થાન આપવામાં આવે છે એ વાતનું.
જેઓ ધર્મને જ અંતરમાં મહત્ત્વ આપે છે એ ધર્માત્માઓ ધન પામીને ય ધર્મનું જ ગૌરવ વધા૨શે. માટે જ આવા ધર્માત્મા ધનપતિઓની આજે ખૂબ જરૂર છે. સર્વવિરતિધર ન જ બની શકે તેવા સંસારી આત્માઓ જો ધર્મને જ પૂર્ણ મહત્ત્વ આપી ધનોપાર્જન કરે અને વિપુલ ધન મેળવીને ધર્મના ક્ષેત્રોને મજબૂત બનાવી દે તો તેમના માટે એ ખૂબ જ ઈચ્છનીય છે.
સંસારી આત્માઓ પાપના કાળા કાદવથી ખરડાએલાં જ છે. એમને શુભાશય સાથેનો કોઈ ધોલો પાપ કાદવ પણ ભેગો લાગી જાય તો તે અત્યંત હેય નથી જ બલ્કે અમુક કક્ષામાં ખૂબ જ ઉપાદેય છે. એ રીતે પણ પછી એ ધર્મપ્રેમીઓ દાનાદિધર્મ
Page #208
--------------------------------------------------------------------------
________________
| | _
૨૦૮
વીર ! મધુરી વાણી તારી
કરશે તે ધર્મ કરવાની રીતે એવી હશે કે એને જોવા દ્વારા અનેકોના અંતરમાંથી લક્ષ્મીની ગાઢ મૂચ્છ ઊતારી નાંખશે. ધર્મપ્રેમી ધર્માર્થે અનીતિ પણ કરી શકે?
ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે ધનપ્રેમ અને ધર્મપ્રેમ એની જ તપાસ કરવાની છે. પછી ગીતાર્થગુરુ તેને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.
કટ્ટર ધનપ્રેમીને ધનથી ધર્મ કરવાનો સાફ નિષેધ કરી શકે છે. કટ્ટર ધર્મપ્રેમીને ધનથી ધર્મ કરવાની વાતમાં મૂક સંમતિ મળી શકે છે.
જિનશાસન તો વ્યક્તિ-વ્યક્તિના ધર્મને જુદો કહે છે. દરેકના વિકાસનું પ્રધાન કારણ ગીતાર્થગુરુઓ જ શોધી શકે અને તે રીતે માર્ગદર્શન આપી શકે. આ પ્રક્રિયા ખૂબ જ ગૂંચવણભરી છે એટલે ગીતાર્થ સિવાય હસ્તક્ષેપ કરવાનો કોઈને અધિકાર નથી.
પ્રસ્તુત પ્રકરણ તો “દીક્ષિત” આત્મા અંગેનું છે. એના માટે તો આ સુનિશ્ચિત વિધાન કરી શકાય કે પાપનો કાદવ લગાડીને ધર્મના સ્નાન કરવા કરતાં પાપ ન જ કરવું સુંદર
એટલે અગ્નિકારિકાનો ધર્મ કરતાં પુણઅય બંધાયું. તેનાથી રાજ્યભોગ મળ્યા. તેના પાપ ધોવા માટે દાનધર્મ કરવો.... આ બધું ય કરવા કરતાં તો પેલી દ્રવ્યાગ્નિકારિકા જ ન કરવી સારી.
પ્રશ્ન : જો આમ જ હોય તો શ્રાવકોએ જિનપૂજા પણ નહિ કરવી જોઈએ. તેનાથી પણ રાજ્યસંપત્તિ મળશે. તેમાં પાપો લાગશે. તે ધોવા દાનાદિ ધર્મ કરવા પડશે. જિનપૂજક તો મોક્ષાર્થી જ હોય
ઉત્તર : ના. જિનપૂજન કરનારને રાજ્યાદિભોગો મળે એ ચોક્કસ હકીકચ છે. પરંતુ એ રાજ્ય ભોગો એને પાપો જ કરાવે તેમ નથી. કેમકે જિનપૂજન કરનાર આત્મા એ પૂજન રાજ્ય માટે કરતો નથી. (અગ્નિકારિકા તો રાજ્ય માટે જ કરવામાં આવે છે.) જિનપૂજનથી રાજ્યાદિભોગો મળી જાય એ એક જુદી વાત છે. પરંતુ રાજ્યાદિ ભોગો માટે જિનપૂજન કરવામાં આવતું નથી. એટલે વળી સમ્યગ્દષ્ટિ જિનપૂજક કદી ઈચ્છતો નથી કે આ પૂજનથી અવશ્ય મળનારા રાજ્યાદિભોગોમાં જે પાપ થશે તે બધું દાનાદિ કરીને ધોઈ નાંખીશ.”
પાપ ધોઈ નાંખવાની આવી વૃત્તિમાં જ રાજ્યભોગો પ્રત્યેનું મમત્વ પ્રગટ થઈ
Page #209
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૨૦૯
જાય છે. જિનપૂજકને આવું મમત્વ હોતું જ નથી કેમકે તેને તો મોક્ષપદ અને તેના સાધનો સિવાયની કોઈ પણ વસ્તુનું મમત્વ સારું લાગતું જ નથી. આથી તે પૂજન પણ મોક્ષ માટે જ કરતો હોય છે.
આમ મોક્ષ માટે પૂજન કરવા જતાં રાજ્યાદિભોગો મળી જાય તેથી કાંઈ મોક્ષાર્તીને તેનું મમત્વ ન થઈ જાય?
અનાજ માટે મજૂરી કરતાં ખેડૂતને ઘાસ મળી જાય તેથી તે રાજીનો રેડ ન થઈ જાય હોં! કેમકે મમત્વ અનાજનું નથી. પ્રાસંગિક પ્રાપ્તિ ઘાસની થઈ ગઈ છે. આ રીતે રાજ્યના નિર્મન્ત ભાવ સાથેના પૂજનથી જે રાજ્યાદિભોગો પ્રાપ્ત થાય તેમાં તે આત્મા ઘેલો બની જતો નથી. એટલે જ એ રાજ્યાદિભોગો પણ સર્વ-સંગત્યાગનો અપૂર્વ ધર્મ કરાવીને પરંપરયા મોક્ષપદ આપવામાં જ નિમિત્ત બની જાય છે.
શ્રમણને સાક્ષાત્ મોક્ષ મળે છે. જિનપૂજન કરનારને પરંપરયા મોક્ષ મળે છે એટલે જ આ બેના ફળમાં ભેદ પડે છે. બાકી ફળ-વસ્તુનું લક્ષ્ય અને તેની પ્રાપ્તિ તો બે ય નું એક જ હોય છે.
આરીસાને લાગેલા મેલને કાઢવા માટે રાખનો થોડો વધુ મેલ લગાડવો એ બેશક ઉપાદેય છે. જિનપૂજક ગૃહસ્થની વિશુદ્ધિની આરાધના આવા જ પ્રકારની છે. થોડો નવો મેલ લગાડીને-નવા જૂના ઘણા મેલ ઉકેલી નાંખવાની...
આમ ન કરે તો જૂનાં મેલ કાયમના બની જાય. જ્યારે સંસાર ત્યાગીને નવા મેલ લગાડીને જૂના દૂર કરવાની આવશ્યકતા નથી. એનું તો ભાવાત્મક બળ જ જૂના મળને દૂર કરી દેવા કાબેલ હોય છે.
ભાવનું બળ જ અશુભ જૂના મળને મૂળમાંથી ઉખેડી નાંખે તો નવા મળવિલેપનની પ્રક્રિયા નિરર્થક જ છે ને?
પ્રશ્ન-દીક્ષિત આત્મા પણ જો રાજ્યાદિસંપત્તિનો અર્થી હોય તો તેના માટે તો દ્રવ્યાગ્નિકારિકા ઉચિત ગણાય ને?
ઉ.-દીક્ષિત! સંસારત્યાગી! અને તે સંસારના ભોગોનો અર્થી! અસંભવ.
એવા આત્માને વસ્તુતઃ દીક્ષિત જ ન કહેવાય. ત્યાગીનો વેષ પહેરવા માત્રથી દીક્ષિત બની જવાતું નથી.
જેણે સંસારના સુખોને હેય માનીને ત્યાગ્યા છે અને એ સુખોનું અર્થિત્વ કદી સંભવી ન શકે.
치
Page #210
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
મોક્ષપદનો જ એ રાગી હોય. મોક્ષના રાગીને બંધનના રાગની જ સંભાવના નથી પછી એનું અર્થિત્વ ક્યાં રહ્યું?
એટલે જે કોઈ આત્મા હોય-સંસારી કે વેષધારી - જો તે દ્રવ્યાગ્નિકારિકા દ્વારા ભોગનો અર્થી હોય તો તેને ગૃહસ્થ જ કહેવાય. ગૃહસ્થની દ્રવ્યાગ્નિકારિકાનો આપણે અહીં વિચાર કરતા નથી.
૨૧૦
અસલમાં તો રાજ્યાદિભોગો પણ એકાંતે નુકશાન કરનારા હોતા નથી.
રાજ્યાદિભોગો મળે છે માત્ર ધર્મ કરનારાઓને. ધર્મ કર્યા વિના કોઈ પણ પ્રકારનું સાંસારિક સુખ પણ પ્રાપ્ત થતું જ નથી. દુઃખમાત્ર પાપ કરવાથી જ આવે છે. ધર્મથી પ્રાપ્ત થતાં સુખો પાપ કરાવનારા બનશે કે પુણ્ય કરાવનારા થશે એનો આધાર ધમ૪ કરતી વખતના મનુષ્યના આત્મના ઝોક ઉપર છે.
ધર્મ કરતો માણસ જો સંસારના સુખો માટે ધર્મ કરતો હોય તો તેનું વલણ સંસા૨ તરફ ઝૂકયું છે એમ કહેવાય. જ્યારે સંસારના સુખોને બંધન માનીને એનાથી છૂટી જઈને મુક્તિપદ પામવા માટે જે આત્માઓ ધર્મ કરતા હોય તેમનું વલણ મોક્ષ તરફ ઝૂક્યું છે એમ કહેવાય.
જેનું આત્મિક વલણ સંસા૨ તરફનું હોય એ જે કાંઈ ધમ૪ કરે તેનાથી પણ પુણ્ય તો બંધાય જ અને તે પુણ્યથી વિપુલ સુખ સામગ્રી પણ મળે જ પરંતુ તે ધમ૪ તેણે સુખના રાગપૂર્વક કરેલો, એ રાગને ધર્મ કરતી વખતે પણ જીવતો રાખીને અલમસ્ત કરેલો, એટલે જ્યારે સુખો પ્રાપ્ત થાય ત્યારે તે મસ્તાન બેલો રાગ માઝા મૂકે અને ધર્મથી મળેલા એ સુખોથી ઘોર પાપાચારો સેવે. આત્માના આવા ઝોકવાળા આત્માઓ સુખ માટે પાપો કરીને તો પાપો બાંધે જ પરંતુ સુખ માટે ધર્મ કરીને ય જન્માન્તરમાં સુખ મેળવીને ઘો૨ પાપો જ બાંધે. બેશક, આ પાપો ધર્મ નથી કરાવતો. ધર્મ તો પુણ્યની સામગ્રી જ આપે પરંતુ ધર્મ કરતાં સુખ પ્રત્યેનો જે રાગ કાયમ રહી ગયોતેણે પાપો કરાવ્યા... એ પુણ્યાત્માને પાપાત્મા બનાવ્યો.
હવે ધર્મ કરવા પાછળનો બંધન-તોડનો ઝોક જોઈએ.
સંસારના સુખોને જ પાપ સ્વરૂપ માનનારા, અને દુઃખના જનક માનનારા આત્માઓ એ સુખમય-પાપમય દુઃખમય ત્રિતય સ્વરૂપ સંસારથી વિરક્ત થાય છે. કર્મની ભીંસમાંથી મુક્ત થવાનો ઉપાય શોધતા રહે છે. એમાં તેમને ધર્મનું શરણું પ્રાપ્ત થઈ જાય છે. સંસારના તમામ બંધનોથી મોક્ષ પમાડી દે એવી તાકાત માત્ર ધર્મમાં છે એ તત્ત્વજ્ઞાન એમને સમજાઈ જાય છે એથી સર્વ બળે તેઓ ધર્મનાં
Page #211
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૨ ૧૧
પુરુષાર્થને અપનાવી લે છે. આ ધર્માત્માઓને સાંસારિક સુખોનું કોઈ પણ પ્રલોભન ડગાવી શકતું નથી. કેમકે “સુખ જ ભયંકર'' એ એમના જીવનનાં સઘળા જ્ઞાનસાગરનું વિચાર નવનીત.. એમના રોમરોમમાં પરિણમી ગયું છે.
મોક્ષમાત્રના માનસિક ઝોકવાળા આ ધર્માત્માઓ જન્માત્તર પામે તો અવશ્ય વિપુલ સુખસામગ્રી પામે. પરંતુ એ સુખસામગ્રી એમને પાપ કરાવવા જરા ય સર્મથ બની શકતી નથી. કેમકે પૂર્વજન્મની ધર્મસધના કરતાં કરતાં જ એમણે સુખસામગ્રી પ્રત્યે નફરત જગાડીને, નફરતના એ સંસ્કારને કરોડો પુટ આપીને આત્મામાં રસી નાખ્યો હતો. અસ્થિમજ્જા બનેલા સંસ્કારને - શુભ કે અશુભ કોઈ પણ સ્મશાનની આગ બાળી શકતી નથી, ગર્ભાવાસની અંધિયારી કોટડી દૂબળા બનાવી શકતી નથી, જન્મ સમયની ઘોર વેદના પણ એને મંદ પાડી શકતી નથી.
મૃત્યુ થતાં બધું ય જ્ઞાન વીસરી શકાય છે, બધો ય વૈભવ –ઝૂંપડીનો કે મહેલનોમૂકી શકાય છે પરંતુ એ જ્ઞાનના અને એ વૈભવોના શુભાશુભ સંસ્કારો તો એવા ને એવા તાજા-નરવા બનીને જીવાત્માની સાથે જ ન્માંતરમાં જાય છે.
આતી જ સુખ પ્રત્યેની નફરતના બદ્ધમૂલ સંસ્કાર જન્માંતરમાં સાથે જઈને ધર્માત્માના અને પુણ્યાત્માના જીવનના સમયોમાં જરા ય બગડી જવા દેતા નથી. એને પાપાત્મા થવા દેતા નથી.
સુખ જ સુંદર'ના સંસ્કારવાળો પેલો ધર્માત્મા! મરીને પુણ્યાત્મા તો જરૂર થયો પરંતુ સાથે ગયેલા પેલા સંસ્કારોએ તોફાન મચાવીને પુણ્યાત્માને પાપાત્મા બનાવ્યો.
અને “સુખ જ ભયંકર'ના સંસ્કારોએ એના સ્વામી ધર્માત્માને જન્માન્તરમાં પુણ્યાત્મા બનાવીને પાપાત્મા ન બનવા દેતાં ધર્માત્મા જ બનાવી રાખ્યો!
આ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે ધર્મ કરનારાઓ બધા ય જન્માન્તરમાં પુણ્યાત્મા જરૂર બને પરંતુ ત્યાંના એ જીવનમાં તેઓ ધર્માત્મા બની રહે કે પાપાત્મા બની જાય એનો આખો ય મદાર એમના પૂર્વ જન્મના ધર્મ વખતના માનસિક-ઝોક ઉપર હોય છે.
પૂર્વે કહ્યા મુજબ સુખને ભયંકર માનનારા વિશિષ્ટ ધર્માત્માઓ તો ભોગસુખ ભોગવતાં ય મોક્ષની યાદના, પાપના પશ્ચાત્તાપના, નિષ્પાપને વંદના કરવાના ધર્મોની જ આરાધના કરતાં રહે છે અને તેથી ભોગના સમયમાં ય પાપનો નાશ કરતાં રહે છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
| | |_
૨૧૨
વીર ! મધુરી વાણી તારી
જ્યારે “સુખને સુંદર' માનનારા આત્માઓ ધર્મ કરતાં ય ભોગની યાદના, પાપની નિર્ભયતાના અને સુખી પાપાતમાઓના જીવન પામવાની તીવ્ર અભિલાષાના પાપોમાં જ રાચતા હોવાથી ધર્મકરણીના સમયમાં ય મુખ્યત્વે પાપો જ બાંધતા રહે છે.
બેશક ક્રિયાકાંડ રૂપ ધર્મ પણ કષ્ટસાધ્ય છે એલે શુભપુણ્યનો યોગ પણ થઈ જાય ખરો અને તેની તેઓ માનવાત્મા કે દેવાત્મા પણ બની જાય. પરંતુ તે જીવનમાં સુખની જે આગ-ભૂખ જાગે છે, વાસનાઓનો જે હુતાશન પ્રજ્વળી ઊઠે છે, અશુભસંસ્કારોમાં ભયાનક વિસ્ફોટો થતાં આત્મસુખની જે હોનારત થાય છે તે બધું ય દશ્ય અતિશય ભયંકર ન કલ્પી શકાય તેટલું તાંડવી – હોય છે.
એથી જ સમજદાર માણસ ધર્મ સાથે સુખની સુંદરતાના આત્મ-ઝોકને કદી પણ સારો માનતો નથી.
દીક્ષિત આત્મા પણ જો સંસાર સુખની ઈચ્છા સાથે દ્રવ્યાગ્નિકારિકા કરતો રહે તો તેનું શું પરિણામ આવે? તે આપણે જોયું.
એથી જ ધર્મ કરતાં સંપત્તિનું અર્થિવ જરા ય સ્પર્શવા જેવું નથી.
જે ધર્માત્માઓ સંપત્તિને સારી માનતા નથી એ ધર્માત્માઓ પણ જો એ જ જીવનના અંતે મુક્તિપદ ન પામે તો જ સ્થાનોમાં એમનો જન્મ થઈ જાય છે જ્યાં સંપત્તિની રેલમછેલ ઊડતી હોય.
જેને પોતે સારી ચીજ માની નથી એ જ ચીજ એમના ગળે-આવીને બાઝે છે. એમના ચરણે દાસી બનીને પડે છે.
અને... તે વખતે પણ આ ઓલિયા ધર્માત્માઓ એ સંપત્તિને એવી જ લાતો લગાવતા રહે છે. એનો ભોગ પરાણે વળગ્યો હોય તો ય એની તરફ મનનો ઝોક તો જરા ય દેખાડતા નથી. એથી જ પરાણે વળગેલા એ ભોગો જેવા છૂટા થાય છે કે આ પુણ્યાત્માઓ સર્વસંગત્યાગી ધર્માત્મા બની જવામાં પળનો ય વિલંબ કરતા નથી.
આવા ધર્માત્માઓને તો જેમ ધર્મથી પાપનો નાશ કરવાની આરાધના મળી રહે છે તેમ ધર્મ સેવનની આડપેદાશમાં આવી ચૂકેલા પુણ્યનો નાશ કરવા માટે જ પુણ્યભોગના જીવન મળે છે એમની પુણ્યના નાશની આરાધના પુણ્યના ભોગવટા સ્વરૂપ હોય છે.
સમગ્ર વિચારણાનો ચાર એટલો જ છે તે વિકાસ માટે મોક્ષની સન્મુખતા જ
Page #213
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૨૧૩
પ્રથમની અનિવાર્ય જરૂરિયાત છે. એ પ્રાપ્ત થઈ ગયા પછી આત્મા શું કરે છે? એ પ્રશ્ન ગૌણ બની જાય છે. એ આત્માને પ્રાપ્ત થતી રાજ્યાદિસંપત્તિઓ પાપહેતું ન બની જતાં ધર્મહેતુ બનીને મોક્ષ તરફ વધુ ને વધુ વેગથી ધકેલતી જ રહે છે.
દીક્ષિતની દ્રવ્યાગ્નિકારિકાનો ધર્મ પાયામાં જ સડેલો છે. કેમકે એ શાસ્ત્રોમાં અગ્નિકારિકાને રાજ્યાદિભોગપ્રાપ્તિ માટે નું સાધન કહી છે. આથી સંસારસન્મુખતાના રોગનું અલ્સર પેટમાં નિશ્ચિત પડી જાય છે. હવે બહારના ધર્મની ઊઠબેસનો કોઈ અર્થ સરતો નથી. એટલું જ નહિ પરંતુ “અલ્સર મટાડ્યા વિના કરાતી ઊઠબેસ “અલ્સર'ને વધુ વકરાવવાનું જ કાર્ય કરતી રહે છે.
જો અગ્નિકારિકાથી પ્રાપ્ત થતાં રાજ્યાદિભોગોના પાપો દાનાદિથી ધોઈ નાંખવાની પણ વૃત્તિ હોય જ તો તે પાપો જ ન કરાવે એવી રાજ્યાદિ સંપત્તિ મળી જતી હોય તો ખોટું શું?
પણ સાવધાન.. આવી રાજ્યાદિ સંપત્તિ તો તેને જ મળે છે જેને એ જોઈતી જ નથી... જેને જોઈએ છે માત્ર મોક્ષ...
તો ભલે... મોક્ષ જ જોઈતો હશે તો પણ મોક્ષ ન મળે ત્યાં સુધી એવા મોક્ષરાગી આત્માને રાજ્યાદિભોગો અનિવાર્ય મળી જ જવાના છે. પેલા ખેડૂતને અનાજ પકવતાં ઘાસ મળી જ જાય છે તે રીતે.
તો તે રાજ્યાદિભોગોની ઈચ્છા રાખવાની જરૂર જ ક્યાં રહી? જે જલ્દી ન મળી શકે એવા મોક્ષની જ ઈચ્છા રાખો. મોક્ષ મેળવતાં જે બાપની માલિકીની વારસામાં અનિવાર્ય રીતે મળી જવા જેવી રાજ્યાદિસંપત્તિની ઈચ્છા શા માટે રાખવી જોઈએ?
આવી રીતે મોક્ષ માંગતા, મળી ગયેલી સંપત્તિ કરી પણ જાતના પાપ કરવા દેતી નથી. અને તેથી જ પાપો ધોવા માટે દાનાદિના પુણ્યની પણ જરૂર રહેતી નથી. એ સંપત્તિ જ એવી નિષ્પાપ માતા જેવી છે જે બધી જ કાળજી કરી લેશે. જરૂર પડતાં જે જે કરવા જેવું લાગશે તે તે બધું ય - ધર્મ અને કર્મકરાવતી કરાવતી મોક્ષપદે પહોંચાડીને જ રહેશે.
એટલે હવે એ વાત નિશ્ચિત થઈ જાય છે કે દ્રવ્યાગ્નિકારિકા કરવાથી જન્માન્તરમાં પ્રાપ્ત થતી સંપત્તિ પાપ કરાવનારી બને છે માટે તેવી દ્રવ્યાગ્નિકારિકા દીક્ષિતે ન જ કરવી જોઈએ. બેશક, મોક્ષના ધ્યેયથી તે દ્રવ્યાગ્નિકારિકા કરાય તો તે સારી જરૂર ગણાય પરંતુ તેમાં જે સારાપણું આવ્યું તે મોક્ષના ધ્યેયને લીધે જ આવ્યું છે. એટલે સારો તો મોક્ષાભિલાષ જ છે. તે જો અંતરમાં વસી જાય તો દ્રવ્યાગ્નિકારિકા વિના
Page #214
--------------------------------------------------------------------------
________________
| |_
૨૧૪
વીર ! મધુરી વાણી તારી
પણ જન્માન્તરમાં રાજ્યાદિભોગો પ્રાપ્ત થાય. અને તે રાજ્યભોગો આત્મામાં પાપ કરવાની વૃત્તિઓ ન જગાડે.
જે જે આત્માઓ મોક્ષપદના તલસાટ સાથે ધર્મ કરે છે તે આત્માઓમાં જેટલા તે જ ભવે મોક્ષપદ ન પામી જાય તે બધા ય અન્યત્ર જન્મ લઈને સુંદર ભોગસામગ્રી અવશ્ય પામે.. એના દ્વારા પાપો ન જ આચરે. એટલું જ નહિ પણ તક મળતા જ તેને લાત મારીને મોક્ષપદની સાધનાના પંથે કૂચ કરી જ દે.
અવિસંવાદી શાસ્ત્રોનું આ વચન છે. મોક્ષાભિલાષી આત્માઓને આ શાસ્ત્ર જ પ્રમાણભૂત હોય છે.
જે દીક્ષિત હોય તે અવશ્ય મુમુક્ષુ હોવો જોઈએ. તેવા આત્માને આ શાસ્ત્રવચનની જાણકારી થાય એટલે જો તે દ્રવ્યાગ્નિકારિકા કરતો હોય તો તેણે તેને સત્વર ત્યાગી દેવી જોઈએ. અને મોક્ષાભિલાષી બનીને વિરવદ્ય ધર્માચરણમાં જ પરાયણ બની રહેવું જોઈએ.
પરસિદ્ધાંતોમાં ય મોક્ષાર્થી આત્માને દ્રવ્યાગ્નિકારિકાનો નિષેધ કરવામાં આવ્યો છે. યજ્ઞયાગાસિંહપ્રવૃત્તિઓને તથા વાપી-કૂવા તળાવ વગેરે બનાવવાની પ્રવૃત્તિઓને સ્પષ્ટ શબ્દમાં અ-મોક્ષાંગ કહેલ છે.
જે ધર્મપ્રવૃત્તિ સકામ છે. જેમાં ધર્મ કરનારને કોઈ ને કોઈ પ્રકારના સાંસારિક અભિલાષો સિદ્ધ કરવાની વાસના છે તે ધર્મપ્રવૃત્તિ મોક્ષનું સાધન બની શકતી નથી. શ્રુતિમાં કહ્યું છે કે જેને સ્વર્ગની કામના હોય તેણે યજ્ઞ કરવો. જેને વરસાદની ઈચ્છા હોય તેણે કારીરી યજ્ઞ કરવો, જેને શત્રુ-વધ કરવાની ઈચ્છા હોય તેણે યેનયાગ કરવો... આમ સઘળી યજ્ઞયાગાદિની પ્રવૃત્તિ કોઈને કોઈ સાંસારિક કામનાપૂર્વકની જ હોય છે.
આવી સકામપ્રવૃત્તિઓ મોક્ષાંગ નથી જ એ હકીકત જણઆવવા માટે તે શાસ્ત્રોમાં કહ્યું છે કે, જે મૂઢ લોકો એમ માનતા હોય કે ઈષ્ટાપૂર્વની ક્રિયાઓ જ શ્રેષ્ઠ છે અને મોક્ષને આપનારી છે તે લોકો હલકી દેવયોનિમાં ઉત્પન્ન થઈને હલકી કોટિના પશુ આદિના અવતારો પામે છે.
જોયું ને કામનાનું પાપ! જરાક ઊંચે ચડાવી દે અને પછી જોરદાર ફટકો મારીને અધમાધમ સ્થિતિની ખીણોમાં પટકી નાંખે.
ન અંજાશો કોઈ; શ્રીમંત વૈભવમાળાને જોઈને.... ન આંખ અનિમેષ બનાવજો કોઈ; જ્ઞાનગર્વીની વિદ્વત્તાને જોઈને.
Page #215
--------------------------------------------------------------------------
________________
વીર ! મધુરી વાણી તારી
૨ ૧૫
ન મુગ્ધ બની જતાં કોઈ; જ્ઞાનવર્ગીની વિદ્વત્તાને જોઈને. ન એકદમ બની પડતાં કોઈ; લાલસુ તપસ્વીના ઉગ્ર તપને જોઈને.
જગતમાં નિષ્કામ ધર્મ કરનારા બહુ જ થોડા હોય, અને તેથી જ વિશુદ્ધ પુણ્યના ભોક્તાઓ ભોગસંપત્તિની ટોચને અધેલીને બેઠા છતાં એમાં પાગલ ન બનનારાઓની સંખ્યા અત્યંત મર્યાદિત જ હોય.
સામાન્યતઃ થઓ વૈભવીઓની અટારીએ એવા જ આત્માઓના ચમકતા પુણ્ય જોવા મળશે જેમણે જન્માન્તરમાં સકામ ધર્મો કર્યા હશે.
ભીખ માગીને ધર્મ કરનારાઓની જમાત સદા માટે મોટી જ રહેવાની. ભોગસુખને હેય મારનારાઓની દુનિયા તો કચ્છના થીબ્યુટાપુ જેવડી જ રહેવાની. ભીખીને મેળવેલા પુણ્યોના વૈભવોમાં અંજાવાનું શું? કર્મરાજના વિશાળ સામ્રાજ્યના ન્યાય જુદા છે હોં!
એક ઝુંપડીનો રહેનાર ઝાઝા પાપો ન કરી શકે માટે જ એને પ્રધાનપદની ભેદ ધરીને બંગલાપતિ બનાવી દેવાતો હોય છે!
કાળી શકરી ઘોર અનાચારના પાપ-કલંકે કલંકિત ન બની શકતી હોય માટે જ એના જીવને રૂપગર્વિતાના દેહમાં ગોઠવવામાં આવે છે !
સંસારમાં રહીને દંભના આંચળા ઓઢીને અઘોર પાપોની કાળી દુનિયામાં વસી ન શકાય માટે જ એ આત્માને ભગવા પહેરાવવામાં આવે છે.
બુધ્ધને બુદ્ધ-વિદ્વાનું બનાવી દેવામાં કેમ આવે છે તે જાણો છો? અક્કલમંદને અક્કલવાન કેમ બનાવી દેવામાં આવે છે તે જાણો છો? સત્તાહીણાને સત્તાવાન કેમ બનાવાય છે? ગઈ કાલના ભિખારીને એક દિવસમાં કરોડપતિ કેમ બનાવાય છે?
જાણો છો કર્મરાજની ભેડભરી રીત રસમોને! એની કુટિલ ચાણક્યનીતિને! એની નીચતાની પરાકાષ્ટાને!
ધરતીના ઉંબરે ઊભેલાને પછાડીને પટકે તો ય કેટલું લાગે? એના બરોબર ઘડો લાડવો કરી નાંખવો હોય તો અરવલ્લીના પહાડે જ ચડાવી દેવો રહ્યો.
નર્મદાના છીછરા નીરમાં શે' ડુબાવાય! ગુંગળાવીને જાન કાઢી નાંખવો હોય તો નાયગ્રાના ધોધમાં જ પટકી નંખાય છેને ?
Page #216
--------------------------------------------------------------------------
________________ IL વીર ! મધુરી વાણી તારી આ છે ખર્મરાજની ક્રૂરતાનું ગણિતપૂર્વકનું ગણિત! પણ કર્મની ભૂલ ક્ય કાઢવી? ભૂલ તો તે જીવની જ છે જેણે ધર્મ કરતાં કામનાઓ રાખી સંસારના સુખોની.... આ કામનાએ જ એને ગળે ટૂંપો દીધો! જો ખરેખર હિત વસ્યું હોય ત્વનું; અંતરમાં... તો સકામ ધર્મોનો પરિત્યાગ કરો. ધર્મ કોઈ માટે ન કરો. ધર્મ કોઈ માટે ન કરો. ધર્મ મોક્ષ માટે કરો, ધર્મ ધર્મ માટે કરો. ન કરો ધર્મ પુણ્ય માટે. ન કરો ધર્મ સુખ માટે. આવા વિશુદ્ધ ધર્મની આરાધનાના કામીએ ભાવ-અગ્નિકારિકાનું આલંબન લીધા વિના બીજો કોઈ રસ્તો જ નથી.