________________
વીર ! મધુરી વાણી તારી
૧૨૭
બેસવાનું કોઈ ડાહ્યો પસંદ ન જ કરે.
માનવું હોય તે માને... પ્રમોદ થશે અંતરમાં. ન જ માનવું હોય તો તેની મરજી... ઉપેક્ષા ઉદ્ભવશે ચિંતનમાં..
જીવન જ જેનું પાપમય છે, હિંસામય છે એવા ગૃહસ્થને માટે સર્વહિંસા વિનાના સંપૂર્ણ ધર્માચરણની અપેક્ષા શી રીતે રાખી શકાય? એ તો થોડું બાંદે અને ઘણું છોડે, વળી થોડું બાંધે અને ઘણું છોડે. એવી યુક્તિથી જ પોતાનું આધ્યાત્મિક જીવન જીવતો જીવતો આગળ વધતો જાય યાવત્ સર્વવિરતિ પામે.
હા. એના માટે પણ દ્વિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાનવાળો સામાયિક ધર્મ જરૂર અહિંસક છે પરંતુ જો બધાને એ એક જ ધર્મ શીખવશો તો જબ્બર જિનપ્રભાવના કરે તેવા જિનમંદિરોના ઉત્સવ વગેરે તમામ પ્રભાવક કાર્યોનો અભાવ થશે. એમ થતાં ધર્મપ્રશંસા રૂપ બીજનું, જેનેતર માણસોના અંતરમાં વાવેતર નહિ થાય એટલું જ નહિ પરંતુ જૈનધર્મ પણ નામશેષ થવા લાગશે. અને આ જ વસ્તુસ્થિતિ આંખેઆંખ દેખાય છે. શ્રાવકની સાવદ્ય પ્રવૃત્તિ પણ નિર્જરાજનક કહી છે? સંકાશશ્રાવકનું દૃષ્ટાંતઃ
શાસ્ત્રમાં તો ધર્મની શુદ્ધભાવનાથી કરાતી કોઈ શ્રાવકની સાવદ્ય પ્રવૃત્તિ પણ દોષ રહિત રહી છે.
સાંભળો. સંકાશ નામનો એક શ્રાવક થઈ ગયો. તેણે પોતાના ઘણા દૂરના ભૂતકાળના એક ભવમાં એક વાર પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. આથી ખૂબ જ ચીકણું લાભાન્તરાય કર્મ બાંધ્યું. સંકાશ શ્રાવકનો એ આત્મા અનનંતકાળ સુધી સંસારમાં ભમ્યો. ફરી એક વાર તે મનુષ્ય થયો. કોઈ જ્ઞાની મુનિના પરિચયમાં આવ્યો. તેમણે તેના તે દેવદ્રવ્યભત્રણના પાપની વાત કરીને કહ્યું કે, “એ જ કારણે તું જીવનમાં ય અત્યંત પરિશ્રમ કરવા છતાં કશું પામતો નથી અને દુઃખી જીવન જીવે છે.'
આ સાંભળીને પોતાના તે પાપના ખૂબ જ પશ્ચાત્તાપ કરતાં સંકાશ શ્રાવકે પ્રતિજ્ઞા કરી કે, “હું ભારે પ્રયત્ન કરીને પણ જો સંપત્તિ મેળળીશ તો મારા પોતાના નિર્વાહ પૂરતી જ તેમાંથી બાકાત કરીને બાકીની બધી જિનમંદિરોમાં વાપરી નાખીશ.”
શાસ્ત્રમાં કહ્યું છે કે આ શ્રાવકે પછી સંપત્તિ મેળવી અને પ્રતિજ્ઞા મુજબ સવ્યય કર્યો અને તે નિર્વાણ પદ પામ્યો.